CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 29 of 53 - CIA Live

June 4, 2020
bjp-vs-congress-620x413.jpg
1min4880

ગુજરાત કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો કરજણના અક્ષય પટેલ અને કપરાડાંના જીતુ ચૌધરીએ રાજીનામા આપી દેતા ગુજરાતમાં કોવીડની સ્થિતિ વચ્ચે પણ રાજકીય ઉત્તેજના વ્યાપી છે.

વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બે દિવસથી સંપર્ક વિહોણાં. આ ઉપરાંત ઠાસરાના કાંતિ સોઢા અને પણ સવાર સુધી કોંગ્રેસના સંપર્કમાં ન હતા અને આગામી સમયમાં વધુ રાજીનામાં પણ પડે તેવી શક્યતાઓએ કોંગ્રેસના નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કરજણ અને કપરાડાંના કોંગ્રેસના ધારાસભ્યાના રાજીનામાં તેમને મળ્યા હોવાની જાહેરાત કરી હતી.

ગુજરાત સહિત દેશની રાજ્યસભાની ખાલી પડેલી ૧૮ બેઠકો માટે ૧૯ જૂનના રોજ યોજાનારી ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગતિવિધિ તેજ થઇ છે. કોરોના મહામારીના કારણે ૨૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી મોકુફ રખાઇ હતી. ચાર બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપે ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારો ઊભા રાખ્યા છે. આને કારણે મતના અંકગણિતમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખેરવે તો જ જીત શક્ય છે એ સંજોગોમાં માર્ચ મહિનામાં કોંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં લીમડીના સોમા ગાંડાભાઇ પટેલ, ધારીના જે.વી. કાકડીયા, અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રવિણ મારું અને ડાંગના મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.  

June 2, 2020
adesh-tiwari.jpg
1min5270

ભાજપ સાંસદ અને એક્ટર મનોજ તિવારીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને હટાવી આદેશ ગુપ્તાને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે. આની સાથે છત્તીસગઢના અધ્યક્ષ વિષ્ણુદેવ સાયને નિયુક્ત કરવામાં આવ્યા હોવાની સત્તાવાર ઘોષણાએ ભાજપમાં ચર્ચાઓ જગાડી છે.

May 30, 2020
mamta_benerji.jpg
1min6910

મોટા પ્રમાણમાં શ્રમિકો સ્થળાંતર કરીને રાજ્યમાં આવ્યા હોવાને કારણે કોરોનાના કેસમાં વધારો થયો હોવાનો દાવો કરી પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જૂન મહિનાથી લૉકડાઉનમાં શ્રેણીબદ્ધ રાહત આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી.

તેમણે જાહેરાત કરી હતી કે પહેલી જૂનથી ધાર્મિક સ્થળો ખોલી શકાશે તેમ જ સરકારી તેમ જ ખાનગી કાર્યાલયોમાં પૂરા સ્ટાફ સાથે કામ કરી શકાશે.

સરકાર સાથે ચર્ચાવિચારણા કર્યા વિના છેલ્લાં થોડા દિવસથી મોટા પ્રમાણમાં શ્રમિકોને રાજ્યમાં પાછા લાવવા શરૂ કરવામાં આવેલી ટ્રેનસેવાની ટીકા કરી રહેલાં મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યા વિના જ રેલવે દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું. શું રેલવે શ્રમિક સ્પે. ટ્રેનને બદલે કોરોના એક્સપ્રેસ ટે્રન દોડાવી રહ્યું છે? એવો પ્રશ્ર્ન તેમણે કર્યો હતો.

May 12, 2020
bhupendrasinh-chudasama-1280x720.jpg
1min8250

ગુજરાતના શિક્ષણ અને કાનૂન વિભાગના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 2017માં ધોળકા વિધાનસભાથી જીતેલી ચૂંટણીને આજે ગુજરાત હાઇકોર્ટે ગેરકાનૂની ગણાવીને ચૂંટણી રદ કરી દીધી છે. હવે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ધારાસભ્ય તરીકે એક પણ કામ કરી શકશે નહીં.

2017માં વિધાનસભા ધોળકાની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાએ 327 મતની સાંકડી સરસરાઇથી મેળવેલી જીતને હરિફ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ એ ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી.

ધોળકા બેઠકની મત ગણતરીમાં ગડબડ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. કોર્ટમાં મતગણતરી કેન્દ્રના સીસીટીવી ફુટેજ પણ દર્શાવાયા હતા. જેમાં ધોળકા વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની નિયમો વિરુદ્ધ મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ પર વાતો કરતા જોવા મળ્યા હતા.

May 11, 2020
RUPALA.jpg
1min6850

કેન્દ્રમાં મોદી સરકારના મંત્રી અને ભાજપના પૂર્વ ગુજરાત પ્રમુખ પુરુષોત્તમ રૂપાલાએ ખાનગીમાં સનદી અધિકારીઓ વિરુદ્ધ કરેલો વાણી વિલાસ છાપરે ચઢીને પોકાર્યો છે. રૂપાલાએ અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા અમરેલીના ખાંભા ખાતે કોરોન્ટાઇન સેન્ટર સંદર્ભે ભાજપના સ્થાનિક નેતા સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં આઇએએસ અધિકારીઓ વિરુદ્ધ બફાટ કર્યો હતો. તેમને કલ્પના પણ ન હતી કે તેમણે ખાનગીમાં કરેલો આ વાણી વિલાસ છાપરે ચઢીને સમગ્ર દેશમાં પોકારશે.

ભાજપના જ સિનિયર નેતા અને કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ રુપાલાએ IAS અધિકારીઓ માટે ‘અક્કલ વગરના’ જેવો શબ્દપ્રયોગ કર્યો હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. એટલું જ નહીં, આ ક્લિપમાં તેઓ સ્થાનિક નેતાને IAS અધિકારીઓ સામે લોકોને ભેગા કરવા પણ કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ સૌરાષ્ટ્રના એક સ્થાનિક નેતા અને રુપાલા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની છે. જેમાં રુપાલા આઈએએસ અધિકારીઓને અક્કલ વગરના કહે છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે લોકોને પડી રહેલી હાલાકી માટે પણ તેમને જવાબદાર ગણાવે છે. રુપાલા તેમાં એમ પણ કહે છે કે, ‘IAS અધિકારીઓને લાગે છે કે રાજકીય નેતાઓ મગજ વગરના છે.’

May 9, 2020
amit_shah1.jpg
1min4560

ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે પોતાના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી અફવાઓને ફગાવી દેતા કહ્યું છે કે તેઓ એકદમ સ્વસ્થ છે. આ ઉપરાંત તેમણે તે પણ કહ્યું છે કે તેઓ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે પોતાની ગૃહ મંત્રી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપતા અમિત શાહે ટ્વિટર પર લખ્યું છે કે, હું સંપૂર્ણ પણે સ્વસ્થ છું અને મને કોઈ રોગ થયો નથી.

May 8, 2020
yogi.jpg
1min6420

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના મજૂરોની સૂચિ માંગી છે અને ખાતરી આપી છે કે તે બધાને ઘરે પાછા લાવવામાં આવશે.

આદિત્યનાથે કહ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૭ ટ્રેનો આવી ચુકી છે, જેમાં ૩૦,૦૦૦ મજૂરો આવ્યા છે. ગયા અઠવાડિયે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના ૩૦,૦૦૦ થી વધુ મજૂરો બસોમાં પહોંચ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. માર્ચના છેલ્લા અઠવાડિયામાં ૪.૫ લાખ પરપ્રાંતીય મજૂર ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યા હતા.

૧ માર્ચથી ૧૫ માર્ચની વચ્ચે રાજ્યમાં બે લાખ મજૂરો પહોંચ્યા છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. આદિત્યનાથે જણાવ્યું હતું કે, “ઉત્તરપ્રદેશ સરકાર તેના તમામ પરપ્રાંતિય મજૂરોને અન્ય રાજ્યોથી પરત લાવવાનો ઇરાદો ધરાવે છે અને આ માટે તેઓની પાસે જિલ્લાવારની સૂચિ માંગવામાં આવી છે. તેમણે કહ્યું, “જે રાજ્યો સૂચિ આપી રહ્યા છે, અમે તરત જ તેમને (સ્થળાંતર કરનારા) પાછા લાવવા પગલાં લઈ રહ્યા છીએ. યોગીએ ગુરુવારે કહ્યું કે, ૨૦ ટ્રેનો ઉત્તરપ્રદેશમાં અન્ય રાજ્યોથી સ્થળાંતર કરનારા મજૂરો સાથે આવી રહી છે જ્યારે શુક્રવારે ૨૫ થી ૩૦ ટ્રેનો આવશે. તેમણે કહ્યું, ‘ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની ૧૦,૦૦૦ થી વધુ બસોને તેમના ઘરે લઈ જવા માટે તહેનાત કરવામાં આવી છે.’ અન્ય રાજ્યોથી આવતા બધા માટે તબીબી તપાસ અને ક્વૉરન્ટાઈન કેન્દ્રો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેમને ફૂડ પેકેટ અને રૂ ૧૦૦૦ આપવામાં આવશે.

આદિત્યનાથે જણાવ્યું હતું કે, રાજ્ય મજૂરોનો “સ્કીલિંગ ડેટા પણ તૈયાર કરી રહ્યું છે જેથી તેમને તે યોગ્યતા પ્રમાણે નોકરી આપી શકાય.

May 6, 2020
harshvardhan.jpg
1min6520

દેશના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને દાવો કર્યો હતો કે દેશમાં હાલમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાનું ‘કમ્યૂનિટી ટ્રાન્સમિશન’ નથી થતું અને કોરોનાના દરદીઓ વધવાનો દર ઓછો થઇ રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે રોગચાળાને લીધે લોકો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે અને હાથ સહિતના શરીરને વધુ ચોખ્ખું રાખી રહ્યા છે, શ્ર્વાસોચ્છ્વાસ પ્રત્યે સરખું ધ્યાન આપી રહ્યા છે અને વાતાવરણને સ્વચ્છ રાખવાની કોશિશ કરી રહ્યા છે. આ બાબત હવે તેઓ માટે રોજિંદા જીવનનો ભાગ બની જશે અને તેને લીધે ભવિષ્યમાં રોગચાળો નહિ ફેલાય. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળા દરમિયાન ‘મૅક ઇન ઇન્ડિયા’ને વેગ મળ્યો છે. દેશમાં પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમેન્ટ, એન-૯૫ અને અનેક દવાનું હવે મોટા પાયે ઉત્પાદન કરાઇ રહ્યું છે. હૉસ્પિટલો અને અન્ય આરોગ્ય સેવા કેન્દ્રો ખાતે સુવિધા વધારાઇ છે.

હર્ષ વર્ધને કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં અનેક ઠેકાણે દારૂની દુકાનો ખોલવા અપાયેલી પરવાનગીને લીધે ઘણાં રાજ્યમાં ઊભી થયેલી અંધાધૂંધીનાં સંબંધમાં ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ પરિસ્થિતિ જલદી થાળે પડવાની આશા વ્યક્ત કરી હતી.

April 15, 2020
khedawala.jpg
1min6170

ખાડિયા જમાલપૂર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મંગળવારે સવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત પોલીસ વડા DGP શિવાનંદ ઝા સાથે મુલાકાત કરી હતી.

ઇમરાન ખેડાવાલાને ત્રણ દિવસની કોરોનાના લક્ષણ દેખાતા હોવાથી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ અમદાવાદ ખાતે આવેલી SVP હોસ્પિટલમાં દાખલ થશે.

ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદીન શેખ પણ હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા ઘણા લોકો અને અધિકારીઓને પણ મળ્યા હતા. બીજી ચોંકાવનારી બાબત છે કે, આ મુલાકાત બાદ આ તમામ ધારાસભ્યોએ પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. જેથી પત્રકારોમાં પણ હાલ ફફડાટ વ્યાપ્યો છે.

April 13, 2020
Wasim-Rizvi-700.jpeg
1min5240

ઉત્તર પ્રદેશના શિયા વકફ બૉર્ડે પોતાના સભ્યોને જો દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિઘી જમાતના કાર્યક્રમમાં જોડાયેલ કોઇ વ્યક્તિ વિશે એમની પાસે માહિતી હોય તો એ તુરંત પોલીસને જણાવવાની સલાહ આપી છે.

બૉર્ડના ચેરમેન વાસીમ રીઝવી

બૉર્ડના ચેરમેન વાસીમ રીઝવીએ કરેલી જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે આ સાથે બધા જ મુતાવલીઓ (હોદ્દેદારો)ને જણાવવામાં આવે છે કે તમારા મસ્જિદ અથવા મદરેસામાં તબલિઘી જમાતના કાર્યક્રમમાં જઇ આવનાર કોઇ વ્યક્તિ આવી હોય અથવા મુસ્લિમ હોવાનું જણાવી ત્યાં છુપાવા માગતી હોય તો એ વિશેની જાણ પોલીસને તુરંત કરવી. આ વિશેની માહિતી બૉર્ડના ઉત્તર પ્રદેશના હૅલ્પલાઇન નંબર પર પણ આપવી.

ભારત અને નેપાળની સરહદ નજીક આવેલા મસ્જિદ અને મદરેસાએ આ મામલે ખાસ ધ્યાન આપવું. જો કોઇપણ મુતાવલી આવા કોઇ દેશદ્રોહીને મદદ કરશે અથવા એને છુપાવા માટે જગ્યા આપશે તો બૉર્ડ એની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પગલાં લેવાની ભલામણ કરશે.

આ વિશેની માહિતી બધા જ મુતાવલીને આપવાની જવાબદારી ચીફ ઍક્ઝિક્યુટિવ અધિકારી અને બધા જ ઇન્સ્પેક્ટરોને સોંપવામાં આવી છે.

દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે આવા લોકોની બાતમી આપનારા માટે શનિવારે ઈનામ જાહેર કર્યું હતું. આઝમગઢના એસપી ત્રિવેણી સિંહે કહ્યું હતું કે ‘બાતમી આપનારાઓને ૫૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે અને બાતમીદારની ઓળખ ખાનગી રાખવામાં આવશે.