CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 21 of 53 - CIA Live

April 8, 2021
modi_2nd_dose-1280x900.jpg
1min443

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ આજે લીધો છે. ગઈ વખતની જેમ આજે પણ મોદી રસીનો ડોઝ લેવા માટે સવારે 6 વાગ્યે એમ્સ પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાને માર્ચ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. મોદીએ 38 દિવસ પછી રસીનો બીજો ડોઝ લીધો છે.

કોરોનાની રસીનો ડોઝ લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, “આજે એમ્સમાં કોવિડ-19 વેક્સીનનો મે બીજો ડોઝ લીધો છે. વેક્સીન આપણી આસપાસ વાયરસને હરાવવા માટેની કેટલીક રીતોમાંથી એક છે. જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલદી પોતાનો ડોઝ લઈ લો.” વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને રસી લેવા માટે આગળ આવવાની સલાહ આપવાની સાથે એમ પણ જણાવ્યું કે, CoWin.gov.in પરથી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

અગાઉ વડાપ્રધાન મોદીએ 1 માર્ચના રોજ ત્રીજા તબક્કાની શરુઆતમાં જ રસી લીધી હતી. વડાપ્રધાન મોદીએ બાયોટેકના સંયુક્ત પ્રયાસોથી વિકસિત કોવિડ વેક્સીન કોવેક્સનો જોઝ લીધો હતો. એ સમયે પણ વડાપ્રધાન મોદી એમ્સ સવારે પહોંચ્યા હતા અને તેમણે રસીનો પહેલો ડોઝ લીધો હતો.

નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ જે બ્રાન્ડની વેક્સીનનો ડોઝ અગાઉ લીધો હોય તે જ કંપનીનો બીજો ડોઝ લેવો જોઈએ. એવું ના બની શકે કે પહેલો ડોઝ અને બીજા ડોઝ વચ્ચે અંતર હોય. આજ કારણ છે કે વડાપ્રધાન મોદીએ પણ પહેલો અને બીજો ડોઝ દેશી કોરોના કોવેક્સનો જ લીધો છે.

April 6, 2021
voting.jpg
1min527
Assembly elections in 5 states: Stage set for high-stakes battle before  2019 LS polls - The Economic Times

પાંચ રાજ્યોની ચાલતી વિધાનસભા ચૂંટણીમાં આજરોજ બુધવાર, તા.૬ એપ્રિલ ૨૦૨૧ સૌથી વ્યસ્ત દિવસ શરૂ થયો છે.

કેરળ, તામિળનાડુ અને પુડ્ડુચેરીમાં એક જ તબક્કાનું જ્યારે આ ત્રીજા અને અંતિમ તબક્કાનું તો બંગાળમાં 8 તબક્કાની ચૂંટણીમાં આ ત્રીજા ચરણનું મતદાન આજે સવારે ૭ના ટકોરે શરૂ થયું છે.

આસામમાં ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસની સીધી ટક્કરનાં ત્રીજા તબક્કામાં 31 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. જેમાં 16 દક્ષિણ 24 પરગણા, હાવડામાં 7 અને હૂગલીમાં 8 બેઠકો ઉપર મતદાન શરૂ થયું ત્યારથી જ તેજ જોવા મળી રહ્યું છે.

તામિળનાડુમાં શાસક પક્ષ અન્નાદ્રમુક અને વિપક્ષ દ્રમુકનાં આક્રમક પ્રચારનાં અંતે તમામ નજર હવે મતદારોએ પણ આજે સવારથી વોટીંગ માટે કતારો લગાડી દીધી છે. અહીં કુલ 234 બેઠકો માટે આજે ૬ એપ્રિલની વહેલી સવારે ૭ વાગ્યાથી જ આક્રમક મતદાન જોવા મળી રહ્યું છે.

કેરળમાં પણ તમામ 140 બેઠકો ઉપર શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે કાંટે કી ટક્કર સમાન ચૂંટણીજંગનું ભાવિ આજે ૬ એપ્રિલના રોજ ઈવીએમમાં અંકિત થઇ રહ્યું છે.

આસામમાં ત્રીજા તબક્કા અને અંતિમ તબક્કા માટે યોજાઇ રહેલી ચૂંટણીના મતદાનમાં આજે સવારથી 40 મતવિસ્તારોનાં મતદાતાઓઁ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારોમાં જોવા મળી રહ્યા છે.

April 5, 2021
anil_deshmukh.jpg
1min828

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની ફરજ પડી છે. તા.૫મી એપ્રિલે મહારાષ્ટ્ર હાઇકોર્ટે ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે તપાસનો આદેશ આપતા અનિલ દેશમુખે પોતાની ખુરશી જતી કરવી પડી હતી.

મુંબઈના તત્કાલિન પોલીસ કમિશનર પરમવીર સિંહે દેશમુખે વાઝેને દર મહિને 100 કરોડ રુપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો હોવાનો ઘટસ્ફોટ કરતાં સીબીઆઈની તપાસની માગ પણ કરી હતી.

બોમ્બે હાઈકોર્ટે પરમવીર સિંહની અરજી પર સુનાવણી કરતા આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી છે, અને પોતાનો રિપોર્ટ 15 દિવસમાં સોંપવાનો આદેશ કર્યો છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, દેશમુખ પોતે ગૃહમંત્રી છે ત્યારે તેમની વિરુદ્ધ પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરી શકે. કોર્ટે પોતાની સામે તપાસનો આદેશ આપતા અનિલ દેશમુખે નૈતિકતાનું કારણ આગળ ધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું. તેઓ એનસીપીના નેતા છે, અને હાલ મહારાષ્ટ્રમાં સત્તા પર રહેલી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મોરચા સરકારમાં એનસીપીના ક્વોટામાંથી કેબિનેટ મંત્રી હતા.

સમગ્ર ભારતમાં બહુચર્ચિત કેસ મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો ભરેલી ગાડી મળ્યા બાદ મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વાઝેની શંકાસ્પદ ભૂમિકા અને તેની સાથે દેશમુખની સાંઠગાંઠના આક્ષેપો થતાં તેઓ ભીંસમાં આવી ગયા હતા.

April 3, 2021
asam.jpg
1min519

આસામમાં જામેલા ચૂંટણી સંગ્રામ વચ્ચે કરીમગંજ જિલ્લામાં ભાજપ’ ઉમેદવારની કારમાંથી ઇવીએમ મળી આવતાં ભારે રાજકીય ઘમસાણ મચી ગયું છે. ચૂંટણીપંચે ચાર મતદાન અધિકારીઓને ફરજમોકૂફ કરી નાખ્યા છે.આ વિવાદમાં અમિત શાહે કહ્યું હતું કે તેમને કોઈ વિસ્તૃત જાણકારી નથી. તેમજ ફોન ઉપર જાણકારી મેળવશે અને ચૂંટણી પંચને એક્શન લેતા કોઈએ રોક્યું નથી તેમ પણ કહ્યું હતું.

EVM found in BJP candidate's car in Assam, EC explains what happened | Top  developments - Elections News

પાથરકાંડી વિધાનસભા બેઠક પરથી લડી રહેલા કેસરિયા પક્ષના ઉમેદવાર કૃષ્ણેંદુ પાલની બોલેરો જીપકારમાંથી ઇવીએમ મળતાં કોંગ્રેસે તરત જ ભાજપ પર પ્રહારની તક ઝડપી લીધી હતી.’ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ બોલેરોમાં ઇવીએમ મળવાની ઘટનાનો વીડિયો ટ્વિટ કરીને સવાલ ઊઠાવ્યો હતો કે જ્યારે પણ કોઇ ખાનગી ગાડીમાં ઇવીએમ મળે છે, તો તે ભાજપ નેતાની જ કેમ હોય છે ? રાજકીય ઘમસાણ સાથે બબાલ વધી જતાં ચૂંટણીપંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી સમગ્ર મામલાનો વિસ્તૃત અહેવાલ માગ્યો છે. દરમ્યાન, ચૂંટણીપંચે આખી ઘટના પર કેટલાક તર્ક આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, ઇવીએમ લઇ જઇ રહેલી ગાડી ખરાબ થઇ જતાં મદદ માગી હતી અને જે બોલેરોમાં ઇવીએમ ખસેડાયું તે ભાજપ ઉમેદવારની છે, તેવી ખબર પાછળથી પડી હતી. બોલેરોને રસ્તે રોકી, મતદાન ટીમના સભ્યોને સ્થાનિક લોકોએ નીચે ઉતારી દીધા હતા અને ભીડ હિંસા પર પણ ઊતરી આવી હતી. ચૂંટણીપંચના અહેવાલમાં જણાવાયું હતું કે મળેલું ઇવીએમ સલામત છે, કોંગ્રેસ વતી પ્રિયંકા ગાંધીએ નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી હતી.’

March 27, 2021
bengal.png
2min647

પ. બંગાળ અને અસમમાં આજે વહેલી સવારથી વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો શરું થઈ ગયો છે. કેટલીક ઘટનાને બાદ કરતા રાજ્યમાં મોટાભાગના સ્થળે શાંતિ પૂર્વક મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યોમાં મતદાનની સંવેદનશીલતાને ધ્યાને લેતા ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં સવારથી શરું થયેલા મતદાનમાં મહિલાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક બહાર નકળી છે. પ્રથમ બે કલાકમાં અસમમાં 8.84 અને બંગાળમાં 7.72 ટકા મતદાન નોંધાયું છે.

West Bengal Election 2021 Dates: Polls to Be Held in 8 Phases, Results on  May 2

પશ્ર્ચિમ બંગાળમાં શનિવારે પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને ૩૦ બેઠક માટે ૭૩ લાખ મતદારો મતદાન કરી રહ્યા છે.

૭૦૬૧ સ્થળે ૧૦,૨૮૮ મતદાન કેન્દ્રની સુરક્ષા માટે ચૂંટણીપંચે કેન્દ્રીય દળની ૬૮૪ ટુકડી તહેનાત કરાઇ છે. આ સિવાય, મહત્ત્વના સ્થળોએ સ્થાનિક પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.

મોટાભાગના વિસ્તારો એક જમાનાના નક્સલવાદીઓના અડ્ડા ગણાતા જંગલમાં આવેલા છે.

પહેલા તબક્કાની ૩૦ બેઠક માટેની ચૂંટણી માટે ૧૯૧ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. મતદાન દરમિયાન કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્તાથી પાલન કરવામાં આવી રહ્યું છે.

પહેલા તબક્કામાં પુરલીયાની નવ બેઠક, બાનકુરાની ચાર બેઠક, ઝારગ્રામની ચાર બેઠક, પશ્ર્ચિમ મિદનાપુરની છ બેઠક, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીની હૉમપીચ ગણાતી પૂર્વ મિદનાપુરની સાત બેઠકનો સમાવેશ થાય છે.

આ બેઠકો માટે ટીએમસી અને ભાજપ બંનેએ પોતાના ૨૯ ઉમેદવાર અને ડાબેરી-કૉંગ્રેસ-આઇએસએફ જોડાણે બધી જ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે.

ઝારગ્રામમાં બૂથદીઠ ૧૧ સંસદીય કર્મચારીની નિયુક્તિ કરવામાં આવશે, જે રાજ્ય માટે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે.

ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ઝારગ્રામના ડાબેરી કટ્ટરવાદીઓના ગણાતા વિસ્તારોમાં ૧૩૦૭ બૂથની સુરક્ષા માટે અમે ૧૨૭ કેન્દ્રીય ટુકડી તહેનાત કરવામાં આવી છે.

આ સિવાય, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) તરીકે વધુ ૧૪ ટુકડીનો ઉપયોગ કરવામાં આવશે, સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા માટે એક ટુકડી અને અન્ય બે ટુકડી રિઝર્વ ફોર્સ તરીકે અનામત રાખવામાં આવશે.

ઝારગ્રામમાં કુલ ૧૪૪ ટુકડી તહેનાત કરવામાં આવશે.

અન્ય જિલ્લાઓમાં સરેરાશ પ્રતિ બૂથ છ અર્ધલશ્કરી દળના જવાનને તહેનાત કરવામાં આવશે.

સૌથી વધુ ૧૮૫ ટુકડી પુરલિયામાં ૨૪૩૭ બૂથ માટે તહેનાત કરવામાં આવશે.

બાનકુરામાં ૮૩ ટુકડી ૧૩૨૮ બૂથ માટે તહેનાત કરવામાં આવશે. દરેક ટુકડીમાં ૧૦૦ જવાન રહેશે.

પહેલા તબક્કાના મતદાન માટે ૨૨૦૯૨ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવશે.

March 26, 2021
sansad.jpeg
1min516

સંસદનાં બંને ગૃહોને તેમના નિર્ધારિત સમય અગાઉ બેમુદત મુલતવી રખાવાની સાથે સંસદનું બજેટ સત્ર આજે સમાપ્ત થયું હતું.

લોકસભાની કાર્યવિધિઓને અચોક્કસ મુદત માટે મુલતવી રાખવા પૂર્વે, સભાપતિ પદ સંભાળનાર, ભર્તૃહરિ મેહતા ઓમ બિરલા ઝડપથી સાજા થઈ જવાની આશા વ્યક્ત કરી હતી અને સભ્યોને જાણ કરી હતી કે સ્પીકરની તબિયત સ્થિર છે. તેમણે કહ્યું હતું કે બજેટસત્ર દરમિયાન ગૃહની કામગીરીની સફળતા 114 ટકા રહી હતી.

તમામ સભ્યો વતી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા જલદી સાજા થઈ જાય એવી શુભકામના પ્રિસાઈડિંગ અૉફિસરે વ્યક્ત કરી. કોવિડ-19 માટેના ટૅસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યા બાદ બિરલા હાલ સારવાર હેઠળ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૅબિનેટના અનેક પ્રધાનો તથા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગૃહમાં હાજર હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યોમાં યોજાનારી મહત્ત્વની ચૂંટણીઓને કારણે સભ્યોએ માગણી કરવાને પગલે બજેટ સત્ર ટૂંકાવી દેવાયું છે. સંસદ સંકુલમાં મીડિયાને માહિતી આપતાં જોષીએ કહ્યું હતું કે વર્તમાન બજેટસત્રમાં બંને ગૃહોમાં કુલ 18 ખરડા પસાર કરાયા હતા. લોકસભામાં 18 ખરડા પસાર કરાયા હતા, જ્યારે રાજ્યસભાએ 19 ખરડાને મંજૂરી આપી હતી. બંને ગૃહોમાં 20 ખરડા રજૂ કરાયા હતા. પ્રધાને જણાવ્યું હતું કે ત્રણ ખરડાને વધુ

ચર્ચાવિચારણા માટે સ્થાયી સમિતિને પાઠવાયા છે. બંને ગૃહોની સરળ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરીને જોષીએ વિપક્ષોને તેમના ટેકા બદલ આભાર માન્યો હતો. આઠમી માર્ચે શરૂ થયેલા બજેટસત્રના બીજા ભાગમાં પ્રથમ થોડા દિવસો સુધી ગૃહની કારવાઈ વારંવાર મુલતવી રાખવી પડી હતી, કારણ કે ઈંધણના ભાવવધારા સામે વિપક્ષે વિરોધ વ્યક્ત ર્ક્યો હતો. સત્રના બીજા ભાગમાં સરકારનું મુખ્ય ફોકસ, વેરાની વિવિધ દરખાસ્તો ધરાવતા નાણાં ખરડાની સાથે વર્ષ 2021-22 માટે ગ્રાન્ટસ માટેની વિવિધ માગણીઓને પસાર કરાવવાનું હતું.

દિલ્હીમાં ઉપ-રાજ્યપાલને સત્તા-મહત્તા આપતા ગવર્નમેન્ટ અૉફ નેશનલ કેપિટલ ટેરિટરી અૉફ દિલ્હી (અમેન્ડમેન્ટ) બિલ, 2021ને પણ ગૃહે મંજૂરી આપી હતી. ચર્ચા દરમિયાન વિપક્ષે આ ખરડાને “ગેરબંધારણીય’’ તરીકે ઓળખાવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પક્ષે કહ્યું હતું કે આ ખરડાનો ઉદ્દેશ દિલ્હીમાં ગેરવહીવટને સુધારવાનો છે.

રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે, બજેટસત્ર દરમિયાન 19 ખરડા પસાર કરાયા હતા. સત્ર દરમિયાન ગૃહની એકંદર કામગીરીની સફળતા 90 ટકા રહી હતી. કોવિડ-19 રોગચાળા દરમિયાન પ્રોટોકોલનું પાલન કરીને ગૃહનું કામકાજ સરળતાપૂર્વક ચલાવવામાં મદદરૂપ થવા બદલ તેમણે તમામ સભ્યોનો આભાર માન્યો હતો.

March 22, 2021
rupani-1280x789.jpg
1min487

 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે ‘હું મુખ્યમંત્રી તરીકે ખાતરી આપું છું કે હવે કોઈ નવું લોકડાઉન થવાનું નથી, નથી અને નથી જ. થોડા નિયંત્રણ સાથે ચાલવાનું છે. કોઈ અફવાનો વિશ્વાસ કરવાનો નથી. લોકોએ ગભરાવાની નહીં પરંતુ સાવચેતી અને સંયમ રાખવાની જરૂર છે. આપણે સૌ અવશ્ય માસ્ક પહેરીએ. સરકારને માસ્કના રૂપિયામાં રસ નથી. હાઈકોર્ટના ઓર્ડરથી આપણે 1 હજાર રૂપિયા દંડ કરીએ છીએ. આશા રાખીએ કે કોઈએ દંડ ભરવો ન પડે. સૌ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરે અને વારો આવે ત્યારે વેક્સિન અવશ્ય લઈએ.’
તેમણે જણાવ્યું હતું કે દરેક રાજયોમાં કેસ વધ્યા છે. ત્યારે આપણું ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. સંક્રમણને વધતું અટકાવવા માટે મહાનગરોમાં રાત્રી કરફયુનો સમય વધાર્યો, હોટેલ રેસ્ટોરન્ટ પર થોડા અંકુશ મુકયા, હું સમજુ છું કે તેનાથી આપણા રોજિંદા જીવનમાં અગવડતા પડશે પરંતુ આ બધુ ન છુટકે કરવું પડયુ છે. સંક્રમણ ઓછું થયું કે આપણે નિયમોને હળવા પણ કર્યા છે.

રાજ્યમાં ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલમાં બેડની સંખ્યામાં પણ વધારો કર્યો છે, દરેક દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. બીજી બાજુ રસીકરણનું કામ પણ ઝડપથી ચલાવી રહ્યા છીએ.’ તેમણે અંતમાં જણાવ્યું હતું કે ફરીથી કહું છું કે ફરીથી લોકડાઉન થવાનું નથી. ‘જાન ભી હૈ, જહાન ભી હૈ,’ આમ બન્ને વસ્તુ સંતુલીત રીતે કરવાની છે. કોરોના અટકાવીએ. કોરોના હારશે, ગુજરાત જીતશે.’

March 20, 2021
Teerath.jpg
1min470

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે શુક્રવારે ‘ફાટેલા જીન્સ’ને લગતા પોતાના નિવેદન અંગે માફી માગી હતી અને જણાવ્યું હતું કે મારા સંબંધિત નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોઇ તો હું તેમની માફી માગું છું. આમ છતાં, તેમણે જણાવ્યું હતું કે ફાટેલા જીન્સ પહેરવા અયોગ્ય છે.

તીરથસિંહ રાવતે જણાવ્યું હતું કે છોકરાઓ મોંઘાં જીન્સ ખરીદે છે અને ઘરે જઇને કાતરથી ફાડે છે.

તેમણે જણાવ્યું હતું કે જો ઘરમાં બાળકોને સારા સંસ્કાર આપીએ તો તેઓ ભવિષ્યમાં ક્યારેય નિષ્ફળ નથી જતા.

મુખ્ય પ્રધાન રાવતે જણાવ્યું હતું કે હું ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું. હું શાળામાં ભણતો હતો ત્યારે ફાટેલા પૅન્ટ હોય તો શિક્ષક વઢતા હતા. બાળકોને વિવિધ સામાજિક દૂષણથી દૂર રાખવા પણ જરૂરી છે.

રાવતે એક સમયે ફ્લાઇટમાં પોતાની બાજુમાં બેઠેલી મહિલાના કપડાંનું વર્ણન કરતા જણાવ્યું હતું કે મારી બાજુમાં બેઠેલી મહિલાએ બૂટ્સ, ફાટેલા જીન્સ, બંગડીઓ પહેરી હતી. તેની સાથે તેના બાળકો પણ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.

March 12, 2021
pmatgandhiashram.jpg
1min583
PM Narendra Modi pays floral tribute to Mahatma Gandhi at Sabarmati Ashram,  launches 'Amrit Mahotsav' | India News | Zee News

15 ઓગષ્ટ 2022ના રોજ દેશ 75મો સ્વતંત્રતા દિન ઉજવશે, તેના 75 સપ્તાહ અગાઉ પીએમ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો ગાંધી આશ્રમથી પ્રારંભ કરાવ્યો છે. આ પર્વની શરુઆત કરાવતા પીએમે જણાવ્યું હતું કે 15 ઓગષ્ટ 2023 સુધી આઝાદીનો અમૃત મહોત્સવ દેશભરમાં ઉજવવામાં આવશે. દેશના દરેક નાગરિકને તેનો હિસ્સો બનવા માટે પણ પીએમે અપીલ કરી હતી. તેમણે આ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવની વેબસાઈટ india75.nic.in પ્રારંભ કરાવ્યો હતો.

પીએમે આજે ગાંધી આશ્રમથી આજે દાંડીયાત્રાનો પણ પ્રારંભ પણ કરાવ્યો હતો. દાંડીયાત્રાના 91મા વર્ષે નીકળેલી આ યાત્રા 06 એપ્રિલના રોજ દાંડી પહોંચશે, જેમાં 81 લોકો જોડાયા છે. આજના કાર્યક્રમનો હિસ્સો બનવા માટે પીએમ મોદી કળા-સાહિત્ય, નાટ્ય જગત, ફિલ્મ જગત અને ડિજિટલ એન્ટરટેઈન્મેન્ટટ સાથે સંકળાયેલા લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ દેશના ભૂતકાળમાં વિખરાયેલી પડેલી અનેક વાર્તાને શોધીને તેમને જીવંત બનાવે.

દેશ 75મા આઝાદી પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે, ત્યારે પીએમે દેશની ઉપલબ્ધીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આજે પણ દેશની ઉપલબ્ધીઓ માત્ર આપણી નથી, પરંતુ આખી દુનિયાને રોશની બતાવનારી છે, માનવતાની આશા જગાવનારી છે. ભારતની આત્મનિર્ભરતાથી ઓતપ્રોત આપણી વિકાસ યાત્રા આખી દુનિયાની વિકાસ યાત્રાને ગતિ આપનારી છે.

pm modi gandhi ashram note

પીએમ મોદીએ ગાંધીઆશ્રમની વિઝિટર્સ બુકમાં લખેલો સંદેશ
પીએમે જણાવ્યું હતું કે, આપણે ભારતીય ચાહે દેશમાં હોઈએ કે પછી વિદેશમાં, આપણે પોતાની મહેનતથી પોતાની જાતને સાબિત કરી છે. આપણને આપણા બંધારણ, લોકતાંત્રિક પરંપરાઓ પર ગર્વ છે. લોકતંત્રની જનની ભારત આજે પણ લોકતંત્રને મજબૂતી આપતા આગળ વધી રહ્યું છે.

દેશની આઝાદીની લડાઈને યાદ કરતા પીએમે જણાવ્યું હતું કે, દેશના આ ગૌરવનું જતન કરવા માટે છેલ્લા છ વર્ષથી સજાગ પ્રયાસ કરાઈ રહ્યા છે. દરેક રાજ્ય, દરેક ક્ષેત્રમાં આ દિશામાં પ્રયાસ કરાઈ રહ્યા છે. દાંડીયાત્રા સાથે જોડાયેલા સ્થળનો પુનરુદ્ધાર પણ બે વર્ષ પહેલા જ કરાયો છે.

દાંડીયાત્રાનો ઉલ્લેખ કરતા પીએમે જણાવ્યું હતું કે, તેનો પ્રભાવ અને સંદેશ પણ એવો જ છે, જે આજે દેશ અમૃત મહોત્સવના માધ્યમથી લઈને આગળ વધી રહ્યો છે. આપણા દેશમાં મીઠાનું મૂલ્ય ક્યારેય તેની કિંમતથી આંકવામાં નથી આવ્યું. આપણે ત્યાં તેનો મતલબ છે વફાદારી, વિશ્વાસ અને વફાદારી. ગાંધીજી આ દર્દને સમજ્યા, અને જન-જન સાથે સંકળાયેલી નાડીને પકડી, અને જોતજોતામાં જ આ આંદોલન દરેક ભારતીયનું આંદોલન બની ગયું, અને દરેક ભારતીયનો સંકલ્પ બની ગયો.

March 10, 2021
amc.jpg
1min688
Image

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ભાસ્કર ભટ્ટ મનપા ભાજપના નેતા બન્યા

Image
AMCના નવા મેયર કિરીટ પરમાર

ભાજપે અમદાવાદ મહાનગરપાલિકા AMCમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે. કિરીટ પરમારને અમદાવાદના મેયર પદે નિયુક્ત કર્યા છે તેમજ ડેપ્યુટી મેયર પદે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મનપામાં ભાજપના નેતા તરીકે ભાસ્કર ભટ્ટને કમાન સોંપવામાં આવી છે. 

અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે.

Vadodara Municipal

વડોદરા મનપામાં નવા મેયર તરીકે કેયુર રોકડીયાની વરણી થઈ છે, જ્યારે નંદાબેન જોશી ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ડો. હિતેન્દ્ર પટેલ અને અલ્પેશભાઈ લીંબચીયા મનપા ભાજપ નેતા બન્યાં છે. દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી કરવામાં આવી છે

Bhavnagar Municipal

ભાવનગર મહાનગપાલિકાના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી કરાઈ છે, ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની વરણી કરવામાં આવી છે.