CIA ALERT

ઇન્ડીયા Archives - Page 202 of 218 - CIA Live

January 9, 2019
dhoni.jpg
1min6610
  • ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ
  • ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી
  • પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી
  • ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે

ભારત ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન એમ એસ ધોનીએ મનોરંજન ક્ષેત્રે પ્રવેશ કરીને નવી ઇનિંગ શરૂ કરી છે. કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી છે અને પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે.

ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે. બાનીજય એશિયા એ વિશ્વની સૌથી મોટી ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ ક્રિયેશન કંપની પૈકીની એક બાનીજય અને એન્ડોમોલ શાઇન ઇન્ડિયાના એમડી દીપક ધાર વચ્ચેનું ૫૦:૫૦નું સંયુક્ત સાહસ છે.

લાંબા ગાળાની ભાગીદારીમાં ધોની અને બાનીજય એશિયા બંને રોકાણ કરીને કન્ટેન્ટ રચશે. ધોનીએ જણાવ્યું હતું કે, “મારી બાયોપિક પછી હું મનોરંજન ક્ષેત્રે કંઈક કરવા માંગતો હતો. મને તેમાં હંમેશા રસ પડ્યો છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં તાજું કન્ટેન્ટ રચવાની શક્યતા છે.”

ધાર અને બાનીજય સાથે ભાગીદારી કરવા વિશે ધોનીએ જણાવ્યું કે ધારના કામને જોયું છે અને અત્યાર સુધીમાં તેમણે રચેલા કન્ટેન્ટના આધારે મેં બાનીજય એશિયા સાથે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો હતો.

આ પાર્ટનરશિપની યોજના પ્રીમિયમ કન્ટેન્ટ રચવાની છે જે ભારત અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં વિવિધ પ્લેટફોર્મ પર વિતરીત કરવામાં આવશે. બાનીજય એશિયાના સ્થાપક અને સીઇઓ દીપક ધારે કહ્યું કે, “સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસી રહી છે તેથી અમને કન્ટેન્ટમાં પુષ્કળ ડિમાન્ડ જોવા મળી છે. જાણીતી હસ્તીઓ પણ તેના પ્રત્યે આકર્ષાઈ રહી છે. પ્રોફેશનલી જોવામાં આવે તો કોઈની સાથે ભાગીદારી કરવી હોય ત્યારે ધોની કરતાં વધારે જાણીતું નામ બીજું કોઈ નથી. આ દિશામાં આ ડ્રીમ સહયોગ છે. અમે તમામ પ્લેટફોર્મ પર ઓડિયન્સ માટે વિશિષ્ટ શો લાવવા માંગીએ છીએ.

ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ કરે છે. પરંતુ તેના માટે આ ઉદ્યોગ નવો નથી. તેના મેનેજર અરુણ પાંડેએ નીરજ પાંડેના દિગ્દર્શન હેઠળ ધોનીની બાયોપિક ‘એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ બનાવી હતી. નવી પાર્ટનરશિપ કેવા કન્ટેન્ટ પર ધ્યાન આપશે તે પૂછવામાં આવતાં ધોનીએ જણાવ્યું કે, “અમે તમામ પ્રકારના વિષયો પર કામ કરવા તૈયાર છીએ.

અમે માત્ર સ્પોર્ટ્સ પૂરતું કામકાજ મર્યાદિત રાખવા માંગતા નથી. અમે હાલમાં વિવિધ કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ અને કેટલાક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.” બાનીજય એશિયા સલમાન ખાનની એસ કે ટીવી સાથે આવી જ ભાગીદારી ધરાવે છે જેણે તાજેતરમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ‘કપિલ શર્મા શો’ શરૂ કર્યો છે.

January 9, 2019
modi.jpg
1min7700

૩૨૩ સામે માત્ર ૩ વોટ ખરડા વિરુદ્ધ, વિપક્ષી વિરોધ અને ટીકાઓ વચ્ચે આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકા આરક્ષણનો ખરડો લોકસભામાં મંજૂર

સમાજવાદી પક્ષ સહિત કેટલાક વિપક્ષી સંસદસભ્યોના વિરોધ અને ટીકાઓ વચ્ચે જનરલ કૅટેગરીમાં આર્થિક પછાતવર્ગોને આરક્ષણની જોગવાઈ ધરાવતો ખરડો ગઈ કાલે લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં ૩૨૩ સભ્યોએ ખરડાની તરફેણમાં અને ૩ સભ્યોએ ખરડાના વિરોધમાં મતદાન કર્યું હતું. ખરડાને સત્તાધારી પક્ષ ઉપરાંત અન્ય પક્ષોનું પણ સમર્થન પ્રાપ્ત થયું હતું. સોમવારે કેન્દ્રના પ્રધાનમંડળે બંધારણમાં ૧૨૪મા સુધારા માટેના ખરડાને બહાલી આપ્યા પછી ગઈ કાલે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે સામાજિક ન્યાય વિભાગના પ્રધાન ડૉ. થાવરચંદ ગેહલોતે એ ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો. બંધારણીય સુધારાનો ખરડો પસાર કરવા માટે ગૃહમાં ઓછામાં ઓછા પચાસ ટકા સભ્યોની હાજરી અને એમાંથી બે-તૃતીયાંશ સભ્યોનું સમર્થન અનિવાર્ય છે. AIADMK , BSP અને TMCએ ખામીઓ દર્શાવવા સાથે ખરડાને સમર્થન આપ્યું હતું. DMK સવર્ણોને આરક્ષણનો સૈદ્ધાંતિક વિરોધ કર્યો હતો. સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો અને કૉંગ્રેસે આર્થિક પછાતવર્ગોને ૧૦ ટકા આરક્ષણના ખરડાનો વિરોધ કર્યો હતો.

ખરડાની જોગવાઈઓ શું છે?

હાલમાં આર્થિક પછાતવર્ગના નાગરિકો નાણાકીય ક્ષમતાના અભાવને કારણે આર્થિક રીતે સક્ષમ નાગરિકોની સાથે સ્પર્ધા કરી શકતા ન હોવાથી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સ્થાન મેળવી શકતા નથી. ખરડા દ્વારા બંધારણની ૧૫મી કલમમાં સુધારારૂપે ‘નાગરિકોના આર્થિક પછાતવર્ગના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈઓ’ની રાજ્યોને છૂટ આપતી પેટાકલમ જોડવામાં આવશે. એ વિશેષ જોગવાઈઓ આર્થિક પછાતવર્ગના સ્ટુડન્ટ્સને લઘુમતી શિક્ષણસંસ્થાઓ સિવાયની સરકારી સહાય મેળવતી કે નહીં મેળવતી ખાનગી શિક્ષણસંસ્થાઓ સહિત શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશને સંબંધિત છે. અત્યાર સુધીના નર્ધિારિત આરક્ષણ ઉપરાંત જનરલ કૅટેગરીના આર્થિક પછાતવર્ગને આરક્ષણ આપવામાં આવશે. એનું પ્રમાણ દરેક કૅટેગરીની કુલ બેઠકોમાં ૧૦ ટકા રહેશે. બંધારણની ૪૬મી કલમમાં જે નીતિવિષયક માર્ગદર્શક સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે જનતાના પછાતવર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના પછાતવર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ કાળજી રાખવાની છે. સરકારે એ વર્ગોનું સામાજિક અન્યાય અને શોષણથી પણ રક્ષણ કરવાનું છે. આર્થિક પછાતવર્ગોને આરક્ષણના ખરડા વિશે કોણે શું કહ્યું?

શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક પછાતવર્ગોના નાગરિકોને ૧૦ ટકા આરક્ષણનો કેન્દ્રના પ્રધાનમંડળનો નર્ણિય ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વેનો સ્ટન્ટ અને રાજકીય ચતુરાઈ છે. જોકે અમે સરકારના આ પરિપક્વતાનો અભાવ દર્શાવતા અધકચરા પગલાનું સ્વાગત કરીએ છીએ. ગ્થ્ભ્ની સરકારે આ નિર્ણય વહેલો લેવો જોઈતો હતો.

ભાજપની સરકાર અત્યંત બેદરકાર છે. આ સરકાર સાડાચાર વર્ષથી ઊંઘતી હતી અને હવે અચાનક જાગી છે. સંસદમાં ખરડો પસાર ન કરાય તો ખરેખર આર્થિક પછાતવર્ગોને આરક્ષણ આપવાનો આ સરકારનો કોઈ નિષ્ઠાપૂર્વકનો ઇરાદો નથી. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ધબડકો થયા પછી ગ્થ્ભ્ને આ ખરડો લાવવાનું સૂઝ્યું છે.

આર્થિક પછાતવર્ગોના નાગરિકોને 10 ટકા આરક્ષણનો નર્ણિય ઐતિહાસિક છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની દિશામાં મહત્વનું પગલું છે. ગરીબ પેરન્ટ્સના સંતાન નરેન્દ્ર મોદી સમાજના ગરીબ વર્ગોનાં હિતો માટે આરક્ષણની જોગવાઈ કરીને એકવીસમી સદીના આંબેડકર બન્યા છે.

અફઘાનિસ્તાન, બંગલા દેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં વસતા હિન્દુ, જૈન, બૌદ્ધ, સિખ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો માટે ભારતની નાગરિકતાનો માર્ગ મોકળો કરતા સિટિઝનશિપ બિલને ગઈ કાલે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. ગઈ કાલે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૧૯ તેમ જ વ્યક્તિઓ, ગુનેગારો કે ગુનાનો ભોગ બનેલાઓ કે ગુમ થયેલી વ્યક્તિઓને ઓળખવા માટે Dફ્ખ્ ટેક્નૉલૉજીના વપરાશની છૂટ આપતો ખરડો અને ટ્રેડ યુનિયન્સને કાનૂની માન્યતા સંબંધી ટ્રેડ યુનિયન્સ (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૧૯ રજૂ કરવામાં આવ્યાં હતાં.

January 7, 2019
main10.jpg
1min11900

લોકસભા 2019ની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બે મુખ્ય રાજકીય હરીફ ભાજપા અને કોંગ્રેસ જ્યાં જ્યાં પોતાની સરકારો છે ત્યાં ત્યાં સુધા જ સામાન્ય લોકોને લાભ મળે તેવી યોજનાઓની જાહેરાતો કરી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કરી દેનાર કોંગ્રેસને લપડાક મળે તે માટે ભાજપાએ આજે કેન્દ્ર સરકારની કેબિનેટમાં એવો નિર્ણય લેવડાવ્યો કે જેનાથી આખા દેશના સવર્ણ (ઓપન કેટેગરી) (અનરિઝર્વ્ડ) કેટેગરીમાં આવતા તમામ લોકોને ઉચ્ચ અભ્યાસ (સ્કુલ પછીનો અભ્યાસ)માં તેમજ સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળશે. આ સાથે જ દેશમાં હવે અનામતનું પ્રમાણ 49 ટકાથી વધીને 59 ટકા થયું છે.

કેન્દ્ર સરકારની કેબિનેટમાં આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણ પરિવારોના ઉમેદવારોને નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ સમયે 10 ટકા અનામત આપવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બિલ સંસદ અને રાજ્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે. લોકસભાની ચૂંટણીઓ 2019માં યોજાઇ રહી છે તે પહેલા કેન્દ્રની ભાજપા સરકાર આ બિલનો અમલ કરી દેવા સાથે આગળ વધી રહી છે.

આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણનું પ્રમાણ નક્કી કરવા માટે જે તે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.8 લાખની રાખવામાં આવી છે.

News in English too

The Union Cabinet has approved 10 per cent reservation in jobs and educational institutions for the economically weak sections in the general category+. This reservation will be over and above the existing 50 per cent reservation, they said, adding that the government is likely to bring a constitutional amendment bill in Parliament on Tuesday, 8th January 2019.

“The reservation will be given to those economically backward poor people who are not availing the benefit of reservation as of now,” a source said.

The reservation benefit is likely to be availed by those whose annual income is below Rs 8 lakh and have up to five acres of land, he said.

Articles 15 and 16 of the Constitution will have to be amended for implementation of the decision, the sources added.

The move has come just ahead of the Lok Sabha elections this year.

January 7, 2019
immer-1280x720.jpg
1min7470
તા.5મી અને 6 જાન્યુઆરીના રોજ ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. એક તરફ ત્રણ ત્રણ વિમાનોને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તો બીજી તરફ ખરાબ હવામાનના કારણે 100થી વધુ ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાય જતા હજારો મુલાકાતીઓએ હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. એકલા અમદાવાદ એરપોર્ટ પર 35થી વધુ ફ્લાઇટસના સમય ખોરવાય જવા પામ્યા હતા.

(Symbolic Photo)

શનિ-રવિ, તા.5 અને 6 જાન્યુઆરી 2019ના 24 કલાક દરમિયાન ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રના ત્રણ ત્રણ વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ઘટના બનતા ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઉપસ્થિત થયા છે. સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી છે કે ભારતમાં ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ ઉપરા છાપરી કયા કારણોસર આકાર પામી છે. ભારતના નાગરીક ઉડ્ડયન મંત્રાલયે પણ ત્રણે ઘટનાઓની ઝીણવટભરી તપાસના આદેશો જારી કર્યા છે. વિમાનના ઇમજન્સી લેન્ડિંગની એક ઘટનામાં તો વિમાન આકાશમાં 30 હજારથી વધુ ફીટની ઉંચાઇએ હતું ત્યારે જ તેનું એન્જિન એકાએક બંધ થઇ ગયું હતું. યાત્રીઓના જીવ જોખમમાં મૂકાયા ત્યારે વિમાનને સહીસલામત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.

ક્યાં ક્યાં બની ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ 
ઘટના-1
રવિવાર તા.6 જાન્યુઆરીએ દુબઇ જઇ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં યાંત્રિક ખામી થતા મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
ઘટના-2
ઇમરજન્સીની એક બીજી ઘટના રવિવારે વારાણસીમાં આકાર પામી હતી. ઇમરજન્સી લેન્ડિંગની આ ઘટનામાં હોંગકોંગથી દિલ્હી આવી રહેલા બોઇંગ 737નું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઇટના જમણા એન્જિનમાં અચાનક ટેકનિકલ ફોલ્ટ સર્જાતા વારાણસીમાં તાત્કાલિક લેન્ડિંગની ફરજ પડી હતી. ફ્લાઇટમાં 142 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમને બીજી ફ્લાઇટના વ્યવસ્થા કરી તેમના યાત્રા સ્થળે પહોંચાડવામાં આવશે. માહિતી મુજબ વિમાનમાં બે એન્જિન હોય છે પરંતુ ઉડાન દરમિયાન ઇંધણ ન મળતા વિમાનનું જમણું એન્જિન બંધ થઇ ગયું હતું. આ ઘટના પટનાના એરસ્પેસમાં બની હોવાથી નજીકના વારાણસી એરપોર્ટ પર તેની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.
ઘટના-3
ઇમરજન્સી લેન્ડિંગની ત્રીજી ઘટના શનિવાર તા.5મી જાન્યુઆરી 2019ના રોજ રાત્રિએ કલકત્તામાં પણ એક વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. એર ઇન્ડિયાના વિમાન AI-355 બેંગકોકથી દિલ્હી આવી રહી હતી પરંતુ ઇંધણ લિકેજ થતા ઇમરજન્સી લેન્ડિંગની સ્થિતિ ઊભી થઇ હતી.

ખરાબ વાતાવરણે દાટ વાળ્યો, 100થી વધુ ફ્લાઇટ લેટ, એકલા અમદાવાદમાં 35થી વધુ ફ્લાઇટ્સ લેટ પડી

છેલ્લા બે દિવસમાં ૧૦૦થી વધુ ફ્લાઇટ લેટ થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી દિવસોમાં ધુમ્મસ રહેવાની સંભાવના છે.  કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે ઉત્તર ભારતથી ઉપડતી તમામ ફ્લાઇટ્સના શિડ્યૂલ ખોરવાયા હતા. દક્ષિણ તરફથી આવતી ફ્લાઇટ્સના પણ ખરાબ હવામાનને લીધે શિડ્યૂલ ખોરવાઇ ગયા હતા અને હજારો મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ આવતી અને જતી ૩૫થી વધુ ફ્લાઇટ પાંચ કલાક સુધી લેટ પડતાં એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા.
ડોમેસ્ટિક ઉપરાંત લંડન અને શારજાહ તથા દુબઇ જતી ફ્લાઇટ્સ પણ કલાકો મોડી પડી હતી. બેંગલુરુથી અમદાવાદ આવતી અને અમદાવાદથી બેંગલુરુ જતી ફ્લાઇટ રદ કરવી પડી હતી. ફ્લાઇટ પાંચ કલાક સુધી લેટ થતાં બાળકો અને સિનિયર સિટીઝન સાથે મુસાફરી કરતાં મુસાફરોની સ્થિતિ દયનિય બની જતી હોય છે. કનેક્ટ ફ્લાઇટ પણ ચુકી જવાય તેવી સ્થિતિ સર્જાતી હોય છે.
January 6, 2019
gst.jpg
1min12630

અગાઉ જીએસટી રિટર્ન ફાઇલ કર્યા પછી બીજા મહિને રિટર્ન ફાઇલ નહીં કરનારાઓની સંખ્યા 10 ટકા પરથી 28 ટકા થઇ ગઇ

કોમ્પોઝીશન સ્કીમના કરદાતાઓ પણ ઘટયા : નાણાંખાતાના રાજ્યપ્રધાને’ વિગત આપી

ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) હેઠળ કોમ્પોઝીશન સ્કીમના ડિલરો સહિત ટેકસ ભરનારાઓનો દર ઘટતો જોવા મળે છે. આથી સત્તાવાળાઓએ આ ટેકસ ન ભરનારાઓને શોધવાની કામગિરી હાથ ઉપર લીધી છે. જે કરદાતાઓએ જીએસટી હેઠળ રિટર્ન ફાઇલ નથી કર્યા તેની ટકાવારી નવેમ્બર-2017માં જે 10.58 ટકા હતી તે નવેમ્બર-2018માં વધીને 28 ટકા થઇ ગઇ છે એમ નાણાં ખાતાના રાજ્યપ્રધાન શિવપ્રતાપ શુકલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

કોમ્પોઝીશન સ્કીમ હેઠળ પણ આમ જ બન્યુ છે અને રિટર્ન ફાઇલ ન કરનારાઓની ટકાવારી જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન 25.37 ઠકા થઇ હતી જે 2017ના ગાળામાં 15.03 ટકા હતી. કોમ્પોઝીશન સ્કીમ હેઠળ વેપારીઓ, ઉત્પાદકો અને રેસ્ટોરાં નીચા મામૂલી દરનો ટેકસ ભરે છે. નાણાં ખાતાએ દર્શાવેલા આ આંકડા’ કોમ્પોઝીશન સ્કીમ ડિલરો સહિત ટેકસ ભરનારાઓમાં ઘટાડાનો પ્રવાહ જોવા મળે છે.

જીએસટી હેઠળ કર ભરવાના પ્રમાણમાં ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય છે. જીએસટી હેઠળ રેવન્યુ કલેકશન આમેય ચિંતાનો વિષય છે અને આ વર્ષે બજેટના લક્ષ્યાંકો પૂરા થાય તેમ નથી લાગતું. આ રીતે કર ઓછો આવતા હવે કોમ્પોઝીશન સ્કીમને સર્વીસ પ્રોવાઇડરોમાં દાખલ કરવામાં અડચણો ઉભી થવાની સંભાવના છે. જો આ ગુમ થયેલા કરદાતાઓને શોધવા તેમના ઓફિસ અને ઉત્પાદન સ્થળો ઉપર કર સત્તાવાળાઓને રૂબરૂ તપાસ માટે પ્રવેશવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી એમ નાણાંખાતાના રાજ્યપ્રધાને જણાવ્યું હતું.

January 5, 2019
CR-1280x1620.jpg
1min23180

સી.આર. પાટીલને દક્ષિણ ગુજરાતના લોકનેતા કહેવાય છે, કોઇપણ સામાન્ય વ્યક્તિ તેમની પાસે કામ લઇને પહોંચી જાય, ફોન કરે એટલે તેમના કામનું ફોલોઅપ શરૂ થઇ જાય. એવું જરૂરી નથી કે બધા કામ 100 ટકા જ થઇ જાય પણ સી.આર. પાટીલ પોતે અંગત રસ લઇને કામની પ્રાયોરિટી મુજબ તેનું ફોલોઅપ કરે અને નિવેડો લાવવા સુધી પ્રયાસો કરે. એક આવો જ પ્રયાસ સુરતના નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે કરીને સુરત સમેત દેશભરના કુલ 2160 જેટલા મેડીકલ ગ્રેજ્યુએટ્સ એટલે કે તબીબ બની ચૂકેલા ઉમેદવારો માટે કર્યો છે. 2160 જેટલા તબીબો આવતીકાલ તા.6 જાન્યુઆરીએ યોજાનારી નીટ પીજી પરીક્ષા માટે બિલકુલ લાયક છે, પણ તેમની હોલટિકીટમાં કેટલીક ક્ષતિઓને કારણે તેઓ પરીક્ષામાં બેસી શકે તેમ ન હતા. નેશનલ એકઝામિનેશન બોર્ડ સાથે આ મુદ્દે વાતચીતો થઇ પણ હોલટિકીટનો મેળ પડતો ન હતો. મેડીકલ ગ્રેજ્યુએટ થયેલા તબીબો માટે નીટ પીજી સૌથી મહત્વની પરીક્ષા ગણાય, આમેય આપણા દેશમાં પી.જી. મેડીકલની સીટો ઓછી, પ્રવેશ કાર્યવાહી કડક અને એમાં આવી તક જતી રહે તો 2160 તબીબોને મોટી હાની થાય તેમ હતું. આવા સંજોગોમાં સી.આર. પાટીલ કે જેઓ દિલ્હી ખાતે સંસદ સત્રની કાર્યવાહીને પગલે ઉપસ્થિત હતા, ત્યાં તેમણે રજૂઆતો કરીને તાત્કાલિક નીટ પીજીના તબીબોને હોલ ટિકીટ ઇશ્યુ કરાવી હતી.

 

સમગ્ર મામલો ડિટેઇલ્ડમાં વાંચો

૬/૦૧/૧૯, રવિવારના રોજ નીટ-પીજી-મેડિકલની એન્ટ્રન્સ ટેસ્ટ યોજાનાર છે અને શનિવાર તા.5મી જાન્યુઆરી 2019ની સવાર સુધી MBBS પાસ થયેલા અંદાજે 2160 નીટ પીજીના પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ ખામી વાળી હોવાથી તેઓ પરીક્ષા આપી શકે તેમ ન હતા. ભારતમાં આમેય મેડીકલ પી.જી.માં પ્રવેશની તકો મર્યાદિત અને કઠિન હોય ત્યારે નીટ પીજીની આ તકથી 2160 જેટલા પરીક્ષાર્થીઓ વંચિત રહી જાય તેમ હતું.

મળતી માહિતી મુજબ ૧૧૩૮ જેટલા મેડીકલ ગ્રેજ્યુએટ ઉમેદવારોને એવી હોલ ટિકીટ મળી હતી કે જેમાં સહી ઝાંખી કે અલગ પડતી હતી. અને ૧૦૨૨ જેટલા વિદ્યાર્થીઓના ફોટા બાબતમાં વાંધા કાઢવામાં આવ્યા હતા. નવી હોલ ટિકીટ ઇશ્યુ કરવાના મુદ્દે NBE “નેશનલ બોર્ડ ઓફ એગ્ઝમિનેશન્સ” દ્વારા છેલ્લી ઘડી સુધી એટલે કે આજરોજ શનિવાર, તા.5મી જાન્યુઆરી 2019 સુધી મેડીકલ ગ્રેજ્યુએટ પરીક્ષાર્થીઓને અધ્ધર જીવે રાખવામાં આવ્યા હતા.

આ બાબતે સુરતની એક દીકરીના પિતાએ સાંસદશ્રી સી.આર. પાટીલને રજૂઆત કરીને એમની મદદ માંગી હતી. હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સી.આર. પાટીલ દિલ્હીમાં ઉપસ્થિત હોઇ, એમણે તાત્કાલિક NBE ચેરમેનને સમગ્ર મુદ્દા અંગે વાતચીત કરી હતી અને તાત્કાલિક એટલે કે સાંજ સુધીમાં જ મેડીકલની અત્યંત મહત્વની પરીક્ષા નીટ પીજીના પરીક્ષાર્થીઓને હોલ ટિકિટ ઇસ્યુ કરાવી આપી હતી.

સાંસદ સી.આર. પાટીલના પ્રયાસોથી માત્ર સુરતની દીકરી જ નહિ પરંતુ દેશની અનેક દીકરી-દીકરાઓનો મેડીકલ નીટ અને એ પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કે જેમાં પ્રવેશ મળવા માટેની તકો અત્યંત મર્યાદિત હોય છે તેમની તક વેડફાઇ જતા બચાવી શકાઇ છે.

January 4, 2019
sansad.jpeg
1min6180

લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને બે દિવસ દરમિયાન તેલુગુ દેશમ પક્ષ, અખિલ ભારત અન્ના દ્રમુક અને વાયએસઆર કૉંગ્રેસના મળીને કુલ ૪૫ સભ્યને ગેરવર્તણૂક બદલ સસ્પૅન્ડ કર્યા હતા. દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષોના સાંસદો ગૃહમાં સતત ધાંધલધમાલ કરીને ગૃહની કાર્યવાહી ખોરવી નાખતા હોવાથી તેઓને સસ્પૅન્ડ કરવાની ફરજ પડી હતી. અગાઉ, મહાજને અખિલ ભારત અન્ના દ્રમુકના ૨૪ સાંસદને બુધવારે સતત પાંચ બેઠક માટે સસ્પૅન્ડ કર્યા હતા અને તેના એક દિવસ પછી તેમણે અન્ના દ્રમુક, તેલુગુ દેશમ પક્ષ અને વાયએસઆર કૉંગ્રેસના મળીને કુલ ૨૧ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા.

સ્પીકરે લોકસભાના કાયદાની કલમ ૩૭૪એ હેઠળ કાર્યવાહી કરી હતી. કાયદાની જોગવાઇ મુજબ આ સાંસદો આઠમી જાન્યુઆરીએ પૂરા થતાં બાકીના સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીમાં ભાગ લઇ નહિ શકે.

સંસદના નીચલા ગૃહમાં અખિલ ભારત અન્ના દ્રમુકના ૩૭ અને તેલુગુ દેશમ પક્ષના ૧૫ સાંસદ છે.

સ્પીકરે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પૅન્ડ કરવાનું લીધેલું પગલું અભૂતપૂર્વ છે.

અગાઉ, ૨૦૧૪ના ફેબ્રુઆરીમાં સ્પીકર મીરાં કુમારે આંધ્ર પ્રદેશના ૧૮ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા. આ સાંસદોમાંના અમુક તેલગંણની રચનાને ટેકો આપતા હતા, જ્યારે કેટલાક વિરોધ કરતા હતા.

લોકસભાનું શિયાળુ સત્ર ૧૧મી ડિસેમ્બરે શરૂ થયું હતું અને તેમાં અખિલ ભારત અન્ના દ્રમુક અને તેલુગુ દેશમ પક્ષના સાંસદો કાવેરીના પાણીની વહેંચણી અને આંધ્ર પ્રદેશને ખાસ દરજ્જો આપવાની માગણીને લઇને દેખાવ કરતા હતા.

સ્પીકરે લોકસભામાં ગુરુવારે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ ૧૯ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા, જ્યારે બાકીના બે સાંસદને આશરે બપોરે બે વાગ્યે ગૃહ છોડી જવાનો આદેશ અપાયો હતો.

અગાઉ, બપોરે ૧૨ વાગ્યાની આસપાસ લોકસભામાં અખિલ ભારત અન્ના દ્રમુક અને તેલુગુ દેશમ પક્ષના સાંસદો સૂત્રોચ્ચાર કરતા બૅનર લઇને સ્પીકર ભણી ધસી ગયા હતા.

અન્ના દ્રમુકના સાંસદોએ સ્પીકર ભણી કાગળ પણ ફેંક્યા હતા.

સંસદીય બાબતોને લગતા ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે દેખાવ કરી રહેલા સાંસદોને તેઓની બેઠક પર બેસી જવા વિનંતિ કરી હતી.

આમ છતાં, દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષોના સાંસદોએ શોરબકોર ચાલુ રાખ્યો હતો.

સ્પીકરે તેલુગુ દેશમ પક્ષના ૧૧, અન્ના દ્રમુકના ૭ અને વાયએસઆર કૉંગ્રેસના એક સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા.

જે સાંસદોને સસ્પૅન્ડ કરાયા છે તેઓમાં મુલકી ઉડ્ડયન વિભાગના ભૂતપૂર્વ પ્રધાન અશોક ગજપતિ રાજુ (તેલુગુ દેશમ પક્ષ), તોતા નરસિંહ (તેલુગુ દેશમ પક્ષ) અને વાયએસઆર કૉંગ્રેસની ટિકિટ પર જીતેલા રેણુકા ભુત્તાનો સમાવેશ થાય છે.

January 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11880
  • 2019માં નેટ ડેટા વપરાશ ડબલથી 140 ટકા સુધી વધી જશે કેમ 
  • (1) વેલેન્ટાઇન
  • (2) લોકસભાની ચૂંટણી
  • (3) આઇ.પી.એલ. ક્રિકેટ અને
  • (4) વર્લ્ડ કપ ક્રિકેટ 2019

2019માં (1) વેલેન્ટાઇન (2) લોકસભાની ચૂંટણી અને (3) આઇ.પી.એલ. ક્રિકેટ અને (4) વર્લ્ડ કપ ક્રિકેટ 2019 આ ચાર એવી મોટી ઇવેન્ટસ થવા જઇ રહી છે કે આ ઇવેન્ટસથી ભારતીયોના દૈનિક ઇન્ટરનેટ ડેટા વપરાશ બમણાથી વધીને જુદા જુદા સરવે તારણો પ્રમાણે પ્રમાણે 140 ટકા સુધી વધી જાય તેવી ગણતરીઓ મૂકાય રહી છે. સૌથી વધુ ડેટા યુઝ મોબાઇલ ધારકો લોકસભાની ચૂંટણી લક્ષી સાહિત્ય જોવામાં કરશે એમ મનાય છે. કેમકે લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય વોટર્સને પર રાજકીય પક્ષો, ઉમેદવારો, અપક્ષો, બિનસરકારી સંસ્થાઓ વગેરે જુદા જુદા સાહિત્યનું કાર્પેટ બોમ્બિંગ કરશે. ચૂંટણીના પ્રચાર માટે ફેસબૂક, વોટ્સએપ અને યુટ્યૂબ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ભરપૂર પોસ્ટીંગ્સ થશે, પોસ્ટ્સમાં વિડીયો સૌથી વધુ હશે અને તેના કારણે ડેટાના વપરાશમાં મોટા ઉછાળાની શક્યતા જોવાય રહી છે અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પણ એ પ્રકારના ડેટા પેકની તૈયારી કરી રહ્યા છે.

(Symbolic Photo)

ભારતમાં 1લી ફેબ્રુઆરીથી જુલાઈ 2019 ના ગાળામાં ત્રણ મોટી ઇવેન્ટસ યોજાશે. પહેલી ઇવેન્ટસ 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇનની છે. યંગસ્ટર્સથી લઇને મિડલ એજ ગ્રુપના કપલ્સમાં આ તહેવાર ફેવરિટ હોવાને કારણે નેટ ડેટાનો વપરાશ વધી જશે. એ પછી માર્ચથી મે મહિનામાં IPL રમાશે. જેમાં ક્રિકેટ ચાહકો મન ભરીને મોબાઇલ ડેટાનો ઉપયોગ કરશે. એ પુરું થાય ત્યાં લોકસભાની ચૂંટણીઓની ઘોષણા સાથે ભારતીય મોબાઇલ યુઝર્સનો ડેટા વપરાશ રોકેટ સ્પીડથી વધી જશે એવી ગણતરીઓ માંડવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીના પરીણામો આવતા સુધીમાં મે મહિનામાં ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થશે, જે જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી ચાલશે. ટેલિકોમ કંપનીઓ અને એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર બે મોટી ક્રિકેટ ઇવેન્ટ્સને કારણે ડેટાના વપરાશને અસામાન્ય રીતે વધી જશે.

સ્માર્ટફોન હાથવગી સ્ક્રીન હોવાથી એરટેલના મોબાઇલ નેટવર્ક પર સપ્ટેમ્બર 2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઊછળી 9.2 જીબી થયો છે અને બે વર્ષમાં તેમાં 900 ટકા ઉછાળો નોંધાયો છે. બંડલ્ડ ડિજિટલ કન્ટેન્ટ અને વધુ ગ્રાહકો દ્વારા 4G સ્માર્ટફોન્સમાં અપગ્રેડને કારણે આગામી સમયમાં ડેટા વપરાશમાં મોટો ઉછાળો નોંધાશે.

એક અન્ય રિસર્ચમાં એવા તારણો સપાટી પર આવ્યા છે કે 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુઝર દીઠ મહિને 9 જીબી સુધી પહોંચવાનો અંદાજ છે. તે અત્યારના યુઝર દીઠ 4 જીબીની તુલનામાં 125 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં ડેટા વપરાશ 11 જીબીને પણ સ્પર્શી શકે.

2017માં વ્યક્તિ દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો

2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઊછળી 9.2 જીબી થયો

ઉલ્લેખનીય છે કે, 2017માં વ્યક્તિ દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો. જેનું મુખ્ય કારણ સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જિયોની એન્ટ્રીના કારણે ફ્રી કે સસ્તું ઇન્ટરનેટ કહી શકાય. બીજી અને ત્રીજી હરોળનાં શહેરોમાં ડેટાના વપરાશમાં મોટો ઉછાળો નોંધાશે. કારણ કે આ વિસ્તારોમાં ટેલિવિઝન કરતાં મોબાઇલની સંખ્યા વધુ છે અને સ્માર્ટફોનની સંખ્યામાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે.

લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાશે, પણ રાજકીય પક્ષો વચ્ચે યુદ્ધનો પ્રારંભ તો આગામી થોડાં સપ્તાહમાં થઈ જશે. આ વખતે માત્ર મેસેજ કે ફોટોગ્રાફને બદલ રાજકીય લડાઈ વિડિયો દ્વારા થવાની ધારણા છે.

સોશિયલ મીડિયા પર લગભગ 90 ટકા ફીડ વિડિયોની હોય છે. 2019ની ચૂંટણીમાં ડેટાનો વપરાશ 2014ની તુલનામાં 10 ગણો વધશે. રાજકીય પક્ષોની માર્કેટિંગ ઝુંબેશ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર અપલોડ થતાંની સાથે ડેટાના વપરાશમાં મોટી છલાંગ જોવા મળશે.

January 1, 2019
AgustaWestland-helicopter12.jpg
1min8230

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં મોટી સફળતા મેળવતાં સીબીઆઈ આ સોદામાં લાંચ લેનારા ભારતીયો સુધી પહોંચી ગઈ છે. ભારતીયોએ 432 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાના પુરાવા મળ્યા છે. તેવો દાવો એજન્સીએ કર્યો હતો.

ઓગસ્ટાએ મિશેલ અને ગુડકો હાસ્કેને 432 કરોડની રકમ ભારતમાં ચૂકવવા માટે આપી હતી, તેવું તથ્ય પુરવાર કરી શકે તેવા દસ્તાવેજો મેળવી લીધા હોવાનું સીબીઆઈ જણાવે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર મિશેલ અને હાસ્કેએ આઠ મે, 2011ના દુબઈમાં તૈયાર કરેલા એક કરારમાં આ રકમનો ઉલ્લેખ હતો.
દુબઈમાં આ બેઠક બન્ને પક્ષના વચેટિયાઓ વચ્ચે પૈસાની વહેંચણી અંગે સમજૂતી કરવા માટે યોજાઈ હતી. અગાઉ બન્ને વચેટિયાઓમાં વિવાદ હતો.

January 1, 2019
exports.jpg
1min7350

દેશમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં થતી કુલ નિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને અને ગુજરાત બીજા ક્રમે છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો છે, જ્યારે મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા છે.

  • 2017-’18માં ભારતની કુલ નિકાસ 303અબજ યુએસ ડોલર
  • પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્ન મુખ્ય નિકાસ માલ
  • ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો, 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો
  • મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા

વર્ષ 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો તે વધીને 2017-’19માં 22.02 ટકા થયો છે. આમ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ગયા વર્ષ કરતાં ત્રણ ટકા વધ્યો છે. આગામી વાઇબ્રન્ટ સમિટમાં ટ્રેડ અને એક્સ્પોર્ટ પર વધુ ભાર મૂકવાને પગલે નિકાસ હિસ્સામાં સારો એવો વધારો થશે તેમ રાજ્યના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતનાં ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે, “ભારતે ગયા નાણાકીય વર્ષ 2016-’17માં 275 અબજ ડોલરની નિકાસ કરી હતી જે 2017-’18માં વધીને 303અબજ યુએસ ડોલર થઈ હતી, જે દસ ટકા વધારો દર્શાવે છે. ગુજરાતમાંથી નિકાસમાં જે ત્રણ ટકાનો વધારો નોંધાયો તેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્નનો સમાવેશ થાય છે.”

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 18 જાન્યુઆરી 2019ના રોજ ‘મેક ઈન ઇન્ડિયા’ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે આ સેમિનારનો મુખ્ય હેતુ ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ અને તેની અસરો સમજવી, તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને ઔદ્યોગિક નીતિ જેવા તેના મુખ્ય સ્તંભો વિશે ચર્ચા કરવાનો છે.

સેમિનાર અંગે મમતા વર્માએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની સાફલ્યગાથા રજૂ કરાશે તેમજ સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વપૂર્ણ પગલાંથી માહિતગાર કરવામાં આવશે. સેમિનારમાં દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગજગતના ઉદ્યોગપતિઓ ભારતમાં ઉત્પાદન વધારવા અંગે પોતાનાં મંતવ્ય રજૂ કરશે.

સેમિનારના બીજા સત્રમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષય સાથે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – ડીએમઆઇસી અંતર્ગત ઉત્પાદન અને રોકાણનાં શ્રેષ્ઠ સ્થળો બાબતે ઉચ્ચસ્તરીય ચર્ચા કરાશે.

ધોલેરા એસઆઇઆર અને ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર શિવહરેએ જણાવ્યું હતું કે, “કેન્દ્રની ‘મેક ઈન ઇન્ડિયા’ ફ્લેગશિપ યોજનામાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાત દેશના સૌથી વધુ ઝડપથી વિકસતાં રાજ્યો પૈકી એક છે તેમજ ભારતના ટોચના પાંચ વિદેશી મૂડીરોકાણ ધરાવતાં રાજ્યોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતને કુલ 18.7 અબજ અમેરિકન ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધી ભારતમાં થયેલા કુલ એફડીઆઇના પાંચ ટકા જેટલું છે.” વર્ષ 2013-’14થી 2017-’18 સુધીમાં એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 10 અબજ અમેરિકન ડોલરની વિદેશી મૂડી પ્રાપ્ત થઈ છે. દેશ અને વિવિધ રાજ્યોમાં રોકાણને આકર્ષવા અને ઉત્પાદન ક્ષમતામાં ગતિ લાવવા માટે ‘મેક ઈન ઇન્ડિયા’ સેમિનારમાં ભાગ લેવા માટે 3,000થી વધુ લોકોએ રસ દાખવ્યો છે.