CIA ALERT
05. May 2024
January 3, 20191min9490

Related Articles



અત્યારથી લખી રાખજો, 2019માં તમારો ઇન્ટરનેટ વપરાશ ડબલ થઇ જશે : વાંચો કેમ ?

Share On :
Print Friendly, PDF & Email
  • 2019માં નેટ ડેટા વપરાશ ડબલથી 140 ટકા સુધી વધી જશે કેમ 
  • (1) વેલેન્ટાઇન
  • (2) લોકસભાની ચૂંટણી
  • (3) આઇ.પી.એલ. ક્રિકેટ અને
  • (4) વર્લ્ડ કપ ક્રિકેટ 2019

2019માં (1) વેલેન્ટાઇન (2) લોકસભાની ચૂંટણી અને (3) આઇ.પી.એલ. ક્રિકેટ અને (4) વર્લ્ડ કપ ક્રિકેટ 2019 આ ચાર એવી મોટી ઇવેન્ટસ થવા જઇ રહી છે કે આ ઇવેન્ટસથી ભારતીયોના દૈનિક ઇન્ટરનેટ ડેટા વપરાશ બમણાથી વધીને જુદા જુદા સરવે તારણો પ્રમાણે પ્રમાણે 140 ટકા સુધી વધી જાય તેવી ગણતરીઓ મૂકાય રહી છે. સૌથી વધુ ડેટા યુઝ મોબાઇલ ધારકો લોકસભાની ચૂંટણી લક્ષી સાહિત્ય જોવામાં કરશે એમ મનાય છે. કેમકે લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય વોટર્સને પર રાજકીય પક્ષો, ઉમેદવારો, અપક્ષો, બિનસરકારી સંસ્થાઓ વગેરે જુદા જુદા સાહિત્યનું કાર્પેટ બોમ્બિંગ કરશે. ચૂંટણીના પ્રચાર માટે ફેસબૂક, વોટ્સએપ અને યુટ્યૂબ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ભરપૂર પોસ્ટીંગ્સ થશે, પોસ્ટ્સમાં વિડીયો સૌથી વધુ હશે અને તેના કારણે ડેટાના વપરાશમાં મોટા ઉછાળાની શક્યતા જોવાય રહી છે અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પણ એ પ્રકારના ડેટા પેકની તૈયારી કરી રહ્યા છે.

(Symbolic Photo)

ભારતમાં 1લી ફેબ્રુઆરીથી જુલાઈ 2019 ના ગાળામાં ત્રણ મોટી ઇવેન્ટસ યોજાશે. પહેલી ઇવેન્ટસ 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇનની છે. યંગસ્ટર્સથી લઇને મિડલ એજ ગ્રુપના કપલ્સમાં આ તહેવાર ફેવરિટ હોવાને કારણે નેટ ડેટાનો વપરાશ વધી જશે. એ પછી માર્ચથી મે મહિનામાં IPL રમાશે. જેમાં ક્રિકેટ ચાહકો મન ભરીને મોબાઇલ ડેટાનો ઉપયોગ કરશે. એ પુરું થાય ત્યાં લોકસભાની ચૂંટણીઓની ઘોષણા સાથે ભારતીય મોબાઇલ યુઝર્સનો ડેટા વપરાશ રોકેટ સ્પીડથી વધી જશે એવી ગણતરીઓ માંડવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીના પરીણામો આવતા સુધીમાં મે મહિનામાં ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થશે, જે જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી ચાલશે. ટેલિકોમ કંપનીઓ અને એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર બે મોટી ક્રિકેટ ઇવેન્ટ્સને કારણે ડેટાના વપરાશને અસામાન્ય રીતે વધી જશે.

સ્માર્ટફોન હાથવગી સ્ક્રીન હોવાથી એરટેલના મોબાઇલ નેટવર્ક પર સપ્ટેમ્બર 2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઊછળી 9.2 જીબી થયો છે અને બે વર્ષમાં તેમાં 900 ટકા ઉછાળો નોંધાયો છે. બંડલ્ડ ડિજિટલ કન્ટેન્ટ અને વધુ ગ્રાહકો દ્વારા 4G સ્માર્ટફોન્સમાં અપગ્રેડને કારણે આગામી સમયમાં ડેટા વપરાશમાં મોટો ઉછાળો નોંધાશે.

એક અન્ય રિસર્ચમાં એવા તારણો સપાટી પર આવ્યા છે કે 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુઝર દીઠ મહિને 9 જીબી સુધી પહોંચવાનો અંદાજ છે. તે અત્યારના યુઝર દીઠ 4 જીબીની તુલનામાં 125 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં ડેટા વપરાશ 11 જીબીને પણ સ્પર્શી શકે.

2017માં વ્યક્તિ દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો

2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઊછળી 9.2 જીબી થયો

ઉલ્લેખનીય છે કે, 2017માં વ્યક્તિ દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો. જેનું મુખ્ય કારણ સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જિયોની એન્ટ્રીના કારણે ફ્રી કે સસ્તું ઇન્ટરનેટ કહી શકાય. બીજી અને ત્રીજી હરોળનાં શહેરોમાં ડેટાના વપરાશમાં મોટો ઉછાળો નોંધાશે. કારણ કે આ વિસ્તારોમાં ટેલિવિઝન કરતાં મોબાઇલની સંખ્યા વધુ છે અને સ્માર્ટફોનની સંખ્યામાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે.

લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાશે, પણ રાજકીય પક્ષો વચ્ચે યુદ્ધનો પ્રારંભ તો આગામી થોડાં સપ્તાહમાં થઈ જશે. આ વખતે માત્ર મેસેજ કે ફોટોગ્રાફને બદલ રાજકીય લડાઈ વિડિયો દ્વારા થવાની ધારણા છે.

સોશિયલ મીડિયા પર લગભગ 90 ટકા ફીડ વિડિયોની હોય છે. 2019ની ચૂંટણીમાં ડેટાનો વપરાશ 2014ની તુલનામાં 10 ગણો વધશે. રાજકીય પક્ષોની માર્કેટિંગ ઝુંબેશ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર અપલોડ થતાંની સાથે ડેટાના વપરાશમાં મોટી છલાંગ જોવા મળશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :