CIA ALERT
18. May 2024
January 4, 20191min3830

Related Articles



લોકસભામાં બે દિવસમાં ૪૫ તોફાની બારકસ સાંસદો સસ્પેન્ડ

Share On :
Print Friendly, PDF & Email

લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને બે દિવસ દરમિયાન તેલુગુ દેશમ પક્ષ, અખિલ ભારત અન્ના દ્રમુક અને વાયએસઆર કૉંગ્રેસના મળીને કુલ ૪૫ સભ્યને ગેરવર્તણૂક બદલ સસ્પૅન્ડ કર્યા હતા. દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષોના સાંસદો ગૃહમાં સતત ધાંધલધમાલ કરીને ગૃહની કાર્યવાહી ખોરવી નાખતા હોવાથી તેઓને સસ્પૅન્ડ કરવાની ફરજ પડી હતી. અગાઉ, મહાજને અખિલ ભારત અન્ના દ્રમુકના ૨૪ સાંસદને બુધવારે સતત પાંચ બેઠક માટે સસ્પૅન્ડ કર્યા હતા અને તેના એક દિવસ પછી તેમણે અન્ના દ્રમુક, તેલુગુ દેશમ પક્ષ અને વાયએસઆર કૉંગ્રેસના મળીને કુલ ૨૧ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા.

સ્પીકરે લોકસભાના કાયદાની કલમ ૩૭૪એ હેઠળ કાર્યવાહી કરી હતી. કાયદાની જોગવાઇ મુજબ આ સાંસદો આઠમી જાન્યુઆરીએ પૂરા થતાં બાકીના સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીમાં ભાગ લઇ નહિ શકે.

સંસદના નીચલા ગૃહમાં અખિલ ભારત અન્ના દ્રમુકના ૩૭ અને તેલુગુ દેશમ પક્ષના ૧૫ સાંસદ છે.

સ્પીકરે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પૅન્ડ કરવાનું લીધેલું પગલું અભૂતપૂર્વ છે.

અગાઉ, ૨૦૧૪ના ફેબ્રુઆરીમાં સ્પીકર મીરાં કુમારે આંધ્ર પ્રદેશના ૧૮ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા. આ સાંસદોમાંના અમુક તેલગંણની રચનાને ટેકો આપતા હતા, જ્યારે કેટલાક વિરોધ કરતા હતા.

લોકસભાનું શિયાળુ સત્ર ૧૧મી ડિસેમ્બરે શરૂ થયું હતું અને તેમાં અખિલ ભારત અન્ના દ્રમુક અને તેલુગુ દેશમ પક્ષના સાંસદો કાવેરીના પાણીની વહેંચણી અને આંધ્ર પ્રદેશને ખાસ દરજ્જો આપવાની માગણીને લઇને દેખાવ કરતા હતા.

સ્પીકરે લોકસભામાં ગુરુવારે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ ૧૯ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા, જ્યારે બાકીના બે સાંસદને આશરે બપોરે બે વાગ્યે ગૃહ છોડી જવાનો આદેશ અપાયો હતો.

અગાઉ, બપોરે ૧૨ વાગ્યાની આસપાસ લોકસભામાં અખિલ ભારત અન્ના દ્રમુક અને તેલુગુ દેશમ પક્ષના સાંસદો સૂત્રોચ્ચાર કરતા બૅનર લઇને સ્પીકર ભણી ધસી ગયા હતા.

અન્ના દ્રમુકના સાંસદોએ સ્પીકર ભણી કાગળ પણ ફેંક્યા હતા.

સંસદીય બાબતોને લગતા ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે દેખાવ કરી રહેલા સાંસદોને તેઓની બેઠક પર બેસી જવા વિનંતિ કરી હતી.

આમ છતાં, દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષોના સાંસદોએ શોરબકોર ચાલુ રાખ્યો હતો.

સ્પીકરે તેલુગુ દેશમ પક્ષના ૧૧, અન્ના દ્રમુકના ૭ અને વાયએસઆર કૉંગ્રેસના એક સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા.

જે સાંસદોને સસ્પૅન્ડ કરાયા છે તેઓમાં મુલકી ઉડ્ડયન વિભાગના ભૂતપૂર્વ પ્રધાન અશોક ગજપતિ રાજુ (તેલુગુ દેશમ પક્ષ), તોતા નરસિંહ (તેલુગુ દેશમ પક્ષ) અને વાયએસઆર કૉંગ્રેસની ટિકિટ પર જીતેલા રેણુકા ભુત્તાનો સમાવેશ થાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :