CIA ALERT
30. April 2024
January 9, 20191min5090

Related Articles



સવર્ણ અનામતઃલોકસભામાં સંશોધિત બિલ પસાર, આજે રાજ્યસભામાં

Share On :
Print Friendly, PDF & Email

૩૨૩ સામે માત્ર ૩ વોટ ખરડા વિરુદ્ધ, વિપક્ષી વિરોધ અને ટીકાઓ વચ્ચે આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકા આરક્ષણનો ખરડો લોકસભામાં મંજૂર

સમાજવાદી પક્ષ સહિત કેટલાક વિપક્ષી સંસદસભ્યોના વિરોધ અને ટીકાઓ વચ્ચે જનરલ કૅટેગરીમાં આર્થિક પછાતવર્ગોને આરક્ષણની જોગવાઈ ધરાવતો ખરડો ગઈ કાલે લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં ૩૨૩ સભ્યોએ ખરડાની તરફેણમાં અને ૩ સભ્યોએ ખરડાના વિરોધમાં મતદાન કર્યું હતું. ખરડાને સત્તાધારી પક્ષ ઉપરાંત અન્ય પક્ષોનું પણ સમર્થન પ્રાપ્ત થયું હતું. સોમવારે કેન્દ્રના પ્રધાનમંડળે બંધારણમાં ૧૨૪મા સુધારા માટેના ખરડાને બહાલી આપ્યા પછી ગઈ કાલે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે સામાજિક ન્યાય વિભાગના પ્રધાન ડૉ. થાવરચંદ ગેહલોતે એ ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો. બંધારણીય સુધારાનો ખરડો પસાર કરવા માટે ગૃહમાં ઓછામાં ઓછા પચાસ ટકા સભ્યોની હાજરી અને એમાંથી બે-તૃતીયાંશ સભ્યોનું સમર્થન અનિવાર્ય છે. AIADMK , BSP અને TMCએ ખામીઓ દર્શાવવા સાથે ખરડાને સમર્થન આપ્યું હતું. DMK સવર્ણોને આરક્ષણનો સૈદ્ધાંતિક વિરોધ કર્યો હતો. સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો અને કૉંગ્રેસે આર્થિક પછાતવર્ગોને ૧૦ ટકા આરક્ષણના ખરડાનો વિરોધ કર્યો હતો.

ખરડાની જોગવાઈઓ શું છે?

હાલમાં આર્થિક પછાતવર્ગના નાગરિકો નાણાકીય ક્ષમતાના અભાવને કારણે આર્થિક રીતે સક્ષમ નાગરિકોની સાથે સ્પર્ધા કરી શકતા ન હોવાથી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સ્થાન મેળવી શકતા નથી. ખરડા દ્વારા બંધારણની ૧૫મી કલમમાં સુધારારૂપે ‘નાગરિકોના આર્થિક પછાતવર્ગના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈઓ’ની રાજ્યોને છૂટ આપતી પેટાકલમ જોડવામાં આવશે. એ વિશેષ જોગવાઈઓ આર્થિક પછાતવર્ગના સ્ટુડન્ટ્સને લઘુમતી શિક્ષણસંસ્થાઓ સિવાયની સરકારી સહાય મેળવતી કે નહીં મેળવતી ખાનગી શિક્ષણસંસ્થાઓ સહિત શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશને સંબંધિત છે. અત્યાર સુધીના નર્ધિારિત આરક્ષણ ઉપરાંત જનરલ કૅટેગરીના આર્થિક પછાતવર્ગને આરક્ષણ આપવામાં આવશે. એનું પ્રમાણ દરેક કૅટેગરીની કુલ બેઠકોમાં ૧૦ ટકા રહેશે. બંધારણની ૪૬મી કલમમાં જે નીતિવિષયક માર્ગદર્શક સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે જનતાના પછાતવર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના પછાતવર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ કાળજી રાખવાની છે. સરકારે એ વર્ગોનું સામાજિક અન્યાય અને શોષણથી પણ રક્ષણ કરવાનું છે. આર્થિક પછાતવર્ગોને આરક્ષણના ખરડા વિશે કોણે શું કહ્યું?

શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક પછાતવર્ગોના નાગરિકોને ૧૦ ટકા આરક્ષણનો કેન્દ્રના પ્રધાનમંડળનો નર્ણિય ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વેનો સ્ટન્ટ અને રાજકીય ચતુરાઈ છે. જોકે અમે સરકારના આ પરિપક્વતાનો અભાવ દર્શાવતા અધકચરા પગલાનું સ્વાગત કરીએ છીએ. ગ્થ્ભ્ની સરકારે આ નિર્ણય વહેલો લેવો જોઈતો હતો.

ભાજપની સરકાર અત્યંત બેદરકાર છે. આ સરકાર સાડાચાર વર્ષથી ઊંઘતી હતી અને હવે અચાનક જાગી છે. સંસદમાં ખરડો પસાર ન કરાય તો ખરેખર આર્થિક પછાતવર્ગોને આરક્ષણ આપવાનો આ સરકારનો કોઈ નિષ્ઠાપૂર્વકનો ઇરાદો નથી. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ધબડકો થયા પછી ગ્થ્ભ્ને આ ખરડો લાવવાનું સૂઝ્યું છે.

આર્થિક પછાતવર્ગોના નાગરિકોને 10 ટકા આરક્ષણનો નર્ણિય ઐતિહાસિક છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની દિશામાં મહત્વનું પગલું છે. ગરીબ પેરન્ટ્સના સંતાન નરેન્દ્ર મોદી સમાજના ગરીબ વર્ગોનાં હિતો માટે આરક્ષણની જોગવાઈ કરીને એકવીસમી સદીના આંબેડકર બન્યા છે.

અફઘાનિસ્તાન, બંગલા દેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં વસતા હિન્દુ, જૈન, બૌદ્ધ, સિખ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો માટે ભારતની નાગરિકતાનો માર્ગ મોકળો કરતા સિટિઝનશિપ બિલને ગઈ કાલે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. ગઈ કાલે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૧૯ તેમ જ વ્યક્તિઓ, ગુનેગારો કે ગુનાનો ભોગ બનેલાઓ કે ગુમ થયેલી વ્યક્તિઓને ઓળખવા માટે Dફ્ખ્ ટેક્નૉલૉજીના વપરાશની છૂટ આપતો ખરડો અને ટ્રેડ યુનિયન્સને કાનૂની માન્યતા સંબંધી ટ્રેડ યુનિયન્સ (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૧૯ રજૂ કરવામાં આવ્યાં હતાં.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :