CIA ALERT

બિઝનેસ Archives - Page 18 of 90 - CIA Live

January 26, 2023
Cia_business_news-1280x936.jpg
1min386

હીરા ઉદ્યોગકારોની છેલ્લા ઘણાં વર્ષોની માંગણી હતી કે રફ ડાયમંડ્સની ઓનલાઇન ખરીદીના પેમેન્ટ પર વસૂલવામાં આવતી 2 ટકા લેવી નાબૂદ કરવી જોઇએ. અનેક વખત રજૂઆતો બાદ આ વર્ષે આગામી કેન્દ્રીય બજેટમાં હીરા ઉદ્યોગને લેવીમાંથી મુક્તિની આશા જન્મી છે. સુરતના હીરા ઉદ્યોગપતિઓએ આ માટે યોગ્ય પ્લેટફોર્મ પર જોરદાર રજૂઆતો કરી છે.

સુરતના હીરા ઉદ્યોગપતિઓના એક પ્રતિનિધિમંડળે આજે દિલ્હી જઇને હીરા ઉદ્યોગને સ્પર્શતા કેટલાક પ્રશ્નોના ઉકેલ તેમજ ભાવિ યોજનાઓને આગામી કેન્દ્રીય બજેટમાં સામેલ કરવા માટે જુદા જુદા મંત્રીઓને રજૂઆત કરી હતી.

સુરતના હીરા ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડલમાં જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયા, આઇડીઆઇના ચેરમેન દિનેશ નાવડીયા, જીજેઇપીસીના રજત વાણી, મનિષ કાપડીયા સહિતના આગેવાનોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા અને દર્શના જરદોષને મળીને આપેલા મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગની વર્ષો જૂની માગણી છે કે કાચા હીરાની ઓનલાઇન ખરીદી પર વસૂલ કરવામાં આવતી 2 ટકા લેવીમાંથી ઉદ્યોગકારોને મુક્તિ આપવી જોઇએ. હવે મોટા ભાગનો કારોબાર ઓનલાઇન થઇ ચૂક્યો છે અને હીરાની ખરીદી લાખો નહીં પણ કરોડોની રકમમાં થાય છે, આ રકમની 2 ટકા લેવી નાના સોદા પર ભરપાઇ થઇ શકે પણ મોટા ડિલમાં 2 ટકા લેવીની રકમ લાખોમાં પહોંચી જાય છે. વેપારીઓ, ઉધોગકારોને મુક્તિ આપવા માટે ખાસ રજૂઆત છે. એવી જ રીતે હીરા ઉદ્યોગ માટે પીએલઆઇ સ્કીમ તથા લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે પણ સ્કીમને આગામી અંદાજપત્રમાં સમાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.

January 9, 2023
cia_multi-1280x1045.jpg
2min420

Reported on 7 January 2023

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ટેક્ષટાઇલ મશીનરીઓના 7માં સિટેક્ષ એક્ષ્પોને આજે સુરત આવેલા રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો માટે ખૂલ્લો મૂકાયો હતો. પહેલા જ દિવસે હાઇસ્પીડ ટેક્ષટાઇલ મશીનરીઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન જોવા માટે અંદાજે 7500થી વધુ કારખાનેદારો, મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.

સિટેક્ષ એક્ષ્પોમાં સુરતના ટ્રેડિશનલ શટલ લૂમ્સથી લઇને 420 સે.મી. લાંબુ કાપડ વણાટનું મશીન પણ ડિસપ્લેમાં મૂકવામાં આવ્યું છે.સુરતનો ટેક્ષટાઇલ ઉદ્યોગ હાલ અપગ્રેડેશનના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. હવે શટલ લૂમ્સની જગ્યાએ સુરતના કારખાનેદારો, વીવીંગ યુનિટ, નીટીંગ યુનિટ ધરાવતા ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપિયર વગેરેના હાઇસ્પીડ મશીન્સ પર કાપડ વણતા થયા છે. સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને વિશ્વના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં આવેલી અથવા આવનારી નવીનત્તમ મશીનરીનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન જોવા મળે તે માટે આજે તા.6થી તા.8મી જાન્યુઆરી સુધી સુરતના સરસાણા ખાતેના કન્વેન્શન સેન્ટર ખાતે સિટેક્ષ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

સિટેક્ષ ખુલ્લો મૂકવાની સાથે જ ઉદ્યોગકારો મશીનરીને જોવા જાણવા ઉમટી પડ્યા હતા.સિટેક્ષ એક્ષ્પોના ઉદઘાટન સમારોહને સંબોધતા રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંઘે જણાવ્યું કે સુરતના ઉદ્યોગકારો સમગ્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં અગ્રેસર બને તેવી લાગણી ખુદ વડાપ્રધાન શ્રી મોદી વ્યક્ત કરી ચૂક્યા છે હવે સુરતના ઉદ્યોગકારોએ આ મુકામ હાંસલ કરવાનો છે. રાજ્ય સરકાર ઉદ્યોગને બનતી તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર છે, દેશ વિદેશમાં સુરતમાં બનેલું કાપડ કે ગારમેન્ટની બોલબાલા વધે તેવું કામ હવે સુરતના ઉદ્યોગકારોએ કરી બતાવવાનું છે એમ તેમણે જણાવ્યું હતું.

આ સમારોહને સંબોધતા દેશના ટેક્ષટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોષે જણાવ્યું હતું કે સિટેક્ષ એક્ષ્પો સુરતના ઉદ્યોગકારોને અપગ્રેડ થવા માટે જરૂરી તમામ માહિતીથી લઇને જાત અનુભવ પૂરો પાડશે. હવે દેશમાં નિર્ધારીત કરાયેલા નિકાસ લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે ટેક્ષટાઇલ ઉદ્યોગકારોએ કમર કસવાની છે. ગયા વર્ષનો નિકાસ લક્ષ્યાંક 17 દિવસ વહેલો પાર પાડી દીધો હતો હવે આ વખતે પણ પૂર્વતૈયારી કરીને આપણે નિકાસ લક્ષ્યાંક પાર પાડવામાં ભૂમિકા અદા કરવાની છે.

આ મશીનરી જોવા-જાણવા કારખાનેદારો ઉમટ્યા

સિટેક્ષ એક્ષ્પોમાં અનેક નવીનત્તમ મશીનરીઓ પહેલી વખત લોંચ કરવામાં આવી છે. ભારતમાં પહેલીવાર રજૂ થયેલી મશીનરી જોવા માટે સુરતના ઉદ્યોગકારો આજે સિટેક્ષના પહેલા જ દિવસે ઉમટ્યા હતા. જેમાં ખાસ કરીને રેપીયર જેકાર્ડ મશીન – ૪ર૦ સેન્ટીમીટર, વિશ્વનું સૌથી લાંબુ લુમ તથા એરજેટ ડબલ પન્ના મશીન, ૪૦૦ આરપીએમ – ર૬૮૮ હૂક ઇલેકટ્રોનિક જેકાર્ડ – મેક ઇન ઇન્ડિયા, એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક ઉપર ડિજીટલ પ્રિન્ટીંગ કરવા માટે ઉપયોગી પોઝીશન પ્રિન્ટીંગ મશીન, પપ૦ આરપીએમ – રેપીયર જેકાર્ડ – વિસ્કોસ માટે વિશ્વમાં સૌથી ઝડપી હાઈસ્પીડ લુમ, –  ૧૧૦૦ આરપીએમવાળું એરજેટ – જાપાનીઝ ટેકનોલોજી, મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીન, એરજેટ – જ્યોર્જેટ, સુપર હાઇસ્પીડ ટીએફઓ વગેરેનો લાઇવ ડેમો જોવા આખો દિવસ ભીડ જામેલી રહી હતી.

Reported on 6 January 2022

કાલથી સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો માટે ચેમ્બર ઓફ કોમર્સના સિટેક્ષ એક્ષ્પો

સમગ્ર વિશ્વમાં હવે હીરાની જેમ સુરતમાં બનતા કાપડની બોલબાલા સંભળાવા માંડી છે તેનું મુખ્ય કારણ છે સુરતમાં મોડર્નાઇઝ થયેલો ટેક્ષટાઇલ ઉદ્યોગ. સુરતના કપડા ઉત્પાદકોને નવીનત્તમ, આધુનિક, હાઇસ્પીડ મશીનરીથી વાકેફ કરાવતા સિટેક્ષ એક્ષ્પોનું આયોજન આગામી તા.7થી 9 જાન્યુઆરી દરમિયાન સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ષ્પો ખાતે કરવામાં આવ્યું છે. સિટેક્ષ એક્ષ્પોના આયોજનમાં સૌથી મહત્વની વાત એ છે કે એક પણ સાંધા વગર સળંગ 15 ફૂટનું કાપડ વણી શકે તેવા મશીનનું ભારતમાં સૌથી પ્રથમ વખત લોચિંગ સુરત ખાતે યોજાઇ રહેલા ચેમ્બરના સિટેક્ષ એક્ષ્પોમાં થવા જઇ રહ્યું છે.સિટેક્ષ એક્ષ્પો અંગે માહિતી આપતા ચેમ્બરના પદાધિકારીઓ, પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશ વઘાસીયા, સેક્રેટરી ભાવેશ ટેલર, બિજલ જરીવાલા, વિજય મેવાવાલા, મયુર ગોળવાલા, સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે સિટેક્ષ એક્ષ્પોમાં કાપડ ઉદ્યોગની લેટેસ્ટમાં લેટેસ્ટ મશીનરીઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન સુરતના કપડા ઉદ્યોગકારોને જોવા મળશે. સિટેક્ષ એક્ષ્પોમાં દેશ વિદેશની ટેક્ષટાઇલ મશીનરીઓનું મેન્યુફેક્ચરિંગ કરતી 103 જેટલી ખ્યાતનામ કંપનીઓ પોતાના મશીનનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરશે તેમજ સુરતના ઉદ્યોગકારોના ઓર્ડર્સ બુક પણ કરશે.સિટેક્ષ એક્ષ્પોમાં કુલ 17 હજાર જેટલા મુલાકાતીઓએ તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લીધું છે પરંતુ, ત્રણ દિવસના સિટેક્ષ ટેક્ષટાઇલ મશીનરીઝના એક્ઝિબિશનમાં કમસે કમ 22 હજાર જેટલા મુલાકાતીઓ ખાસ કરીને કાપડ ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો વિટીઝ કરશે એમ મનાય છે.

વિશ્વની ત્રણ દિગ્ગજ કંપનીઓના સ્ટોલ્સ

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગનો પ્રોગ્રેસ જોતા હવે વિશ્વમાં ટેક્ષટાઇલ મશીનરી ક્ષેત્રની સૌથી મોટી અને દિગ્ગજ ગણાતી કંપનીઓએ પોતાની મશીનરીનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન માટે સ્ટોલ્સ રાખ્યા છે. આ કંપનીઓમાં પીકાનોલ, ઇટેમા અને સ્ટેબલીનો સમાવેશ થાય છે. આ કંપનીઓના મશીન સમગ્ર વિશ્વમાં સૌથી બેસ્ટ ક્વોલિટીનું કાપડ વણાટ કરે છે અને વિશ્વભરમાં તેની ડિમાન્ડ હોય છે. આ ત્રણેય કંપનીઓએ સિટેક્ષમાં સ્ટોલ્સ રાખ્યા છે.

December 23, 2022
WhatsApp-Image-2022-12-22-at-18.49.39-1280x960.jpeg
1min446

તા.22 ડિસેમ્બરના રોજ જીજેઇપીસી, રિજિયોનલ ઓફિસ સુરત ખાતે Ind – Aus ECTA પર આઉટરીચ પ્રોગ્રામ માટેની તૈયારીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમલી બનનારા કો ઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રિમેન્ટનો અમલ સ્થાનિક ઉદ્યોગપતિઓ કેવી રીતે લઇ શકે તે માટે એક ગાઇડન્સ પ્રોગ્રામનું આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

ભારત-ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (“IndAus ECTA”) 29મી ડિસેમ્બર 2022થી અમલમાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ એકબીજાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બે અર્થતંત્રોમાં અસ્તિત્વમાં રહેલી વિશાળ સંભાવનાને રેખાંકિત કરી હતી અને આ કરાર બંનેને સક્ષમ બનાવશે એમ જણાવતા બંને દેશો આ તકોનો સંપૂર્ણ લાભ ઉઠાવે તેવી અપીલ કરી છે.

આ સંદર્ભમાં GJEPC ને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, GoI ના કાર્યાલય તરફથી ભારત-ઓસ્ટ્રેલિયા કરાર માટે “સ્ટેટ આઉટરીચ પ્રોગ્રામ” વિશે પત્ર મળ્યો;. જીજેઇપીસી ને ભારતના તમામ ઉદ્યોગો માટે આ કાર્યક્રમનું સંચાલન કરવા માટે GJEPC ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

આ સંદર્ભમાં 22મી ડિસેમ્બર 2022ના રોજ GJEPC અને DGTF – સુરત દ્વારા GJEPCની સુરત ઓફિસ ખાતે એક “પ્રિપેરેટરી મીટિંગ” યોજવામાં આવી હતી.

શ્રી વિજય માંગુકિયા, પ્રાદેશિક અધ્યક્ષ – ગુજરાતે સભ્યોને માહિતગાર કર્યા કે GJEPC 28મી ડિસેમ્બર 2022 ના રોજ સૌરાષ્ટ્ર સમાજ ભવન, મીની બજાર, વરાછા, સુરત ખાતે “Ind – Aus ECTA માટે આઉટરીચ પ્રોગ્રામ”નું આયોજન કરી રહ્યું છે. શ્રી વિપુલ બંસલ,જોઇન્ટ સેક્રેટરી, MoC&I, ભારત સરકાર મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને શ્રી અભિમન્યુ શર્મા, Jt DGFT તેના માટે મુખ્ય વક્તા રહેશે.

વિવિધ ઇન્ડસ્ટ્રીઝના કુલ 18 એસોસિએશનો આ ઇવેન્ટમાં તેમનો ટેકો પૂરો પાડે છે અને તેઓએ ઓસ્ટ્રેલિયા સાથે આવા FTA શક્ય બનાવવા માટે ભારત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે.

GJEPC એ તમામ એસોસિએશનોને વિનંતી કરી કે તેઓ તેમના સભ્યોમાં આ ઇવેન્ટ વિશે જાગૃતિ ફેલાવે જેથી કરીને મહત્તમ નિકાસકારો તેનો લાભ લઈ શકે.

November 25, 2022
sensex-up.jpg
1min481

મુંબઈ શેરબજાર ખાતે આજે Dated 25/11/22 નવો ઇતિહાસ રચાયો હતો. નવી લેવાલી પાછળ આઝે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે વધીને ૬૨૪૧૨ની નવી વિક્રમી એવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો હતો. બીજી તરફ એનએસઇનો નિફ્ટી ઇન્ટ્રા ડે વધીને ૧૮૫૨૯ પહોંચ્યો હતો. જે તેની બાવન સપ્તાહની ઉંચી સપાટી છે. જો કે, તે તેની સર્વાધિક ૧૮૬૦૫ની સપાટી કુદાવવાથી વેંત જ છેટો રહ્યો હતો.

આજે વિદેશી રોકાણકારોની રાહબરી  હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ બીએસઇ સેન્સેક્સ ઝડપથી વધી અગાઉ ઓક્ટોબર ૨૦૨૧નો તેનો ૬૨૨૪૫નો વિક્રમ તોડીને ઇન્ટ્રાડે વધીને ૬૨૪૧૨.૩૩ની નવી વિક્રમી ટોચની સપાટીએ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૭૬૨.૧૦ પોઇન્ટ ઉછળી ૬૨૨૭૨.૬૮ની સપાટીએ મજબૂત રહ્યો હતો.

બીજી તરફ એનએસઇ ખાતે નિફ્ટી પણ ઝડપથી વધી ઇન્ટ્રાડે ૧૮૫૨૯ની બાવન સપ્તાહની ટોચે પહોંચી કામકાજના અંતે ૨૧૬.૮૫ પોઇન્ટ વધીને ૧૮૪૮૪.૧૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો. નિફ્ટીમાં ૧૮૬૦૫ ઓલટાઇમ હાઇ સપાટી છે. આમ, તે આ ઉંચી સપાટી (બીએસઇ માર્કેટ કેપ) રૂા. ૨.૨૬ લાખ કરોડનો વધારો થતાં અંતે તે રૂા. ૨૮૩.૭૦ લાખ કરોડ પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂા. ૧૨૩૨ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.

November 24, 2022
Cia_business_news-1280x936.jpg
1min466

ગુજરાતમાં હાલ અમલી બનેલી વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે રાજ્યમાં હીરા ઝવેરાત ક્ષેત્રના જુદા જુદા સ્ટેક હોલ્ડર્સ પોતાના કિંમતી માલસામાનની હેરફેરમાં ભારે સમસ્યા અનુભવી રહ્યા છે. કેટલાક ઝવેરીઓનો કરોડો રૂપિયાના દાગીના સીઝ થયાના પણ બનાવો બન્યા છે. આવી સ્થિતિમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની રિજિયોનલ કચેરી, સુરતના ચેરમેન વિજય માગુકીયાની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળે તા.23મી નવેમ્બરે સાંજે સુરત કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી આયુષ ઑકને મળીને આ મુદ્દા પર ક્લેરિટી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે સ્પષ્ટતા માગી હતી.

હજુ ચૂંટણીની આચારસંહિતા તા.8મી ડિસેમ્બર 2022 સુધી લાગૂ થવાની હોઇ, હવે પછીના દિવસોમાં હીરા ઝવેરાત ક્ષેત્રના વેપારીઓ, સ્ટેક હોલ્ડર્સ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાના હીરા ઝવેરાત, દાગીનાની હેરફેર કરશે તો તેમને કોઇ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

જીજેઇપીસીના ચેરમેન વિજય માંગુકીયા, જીજેઇપીસીના ડે.ડાયરેક્ટર રજતભાઇ, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ જયંતિ સાવલિયા સહિતના મહાનુભાવોએ મુખ્ય ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેક્ટર આયુષ ઑકને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી.

શ્રી ઓકે GJEPC ના પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી અને એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલી બનાવવાની ખાતરી આપી હતી. હીરા ઝવેરાત ઉદ્યોગ સાથે સંકળાયાલા સ્ટેક હોલ્ડર્સ જો એ એસ.ઓ.પી.ની પ્રક્રિયાનો અમલ કરશે તો તેમને તથા GJEPC સુરત ઑફિસ મેમ્બર્સને કિંમતી માલસામાનની હેરફેર બેરોકટોક પણે કરી શકશે.

તદુપરાંત જિલ્લા કલેક્ટરે હીરા ઝવેરાત ક્ષેત્રના પ્રતિનિધિમંડળને એવી પણ ખાતરી આપી હતી કે અત્યાર સુધી ઝવેરીઓના જે સમાન સીઝ કરાયો છે, એ નિયમાનુસાર પ્રક્રિયા બાદ બે દિવસમાં રિલિઝ પણ કરવામં આવશે.

GJEPC સુરત ઑફિસ SOP પર વેબિનારનું આયોજન કરશે અને SOP ને તમામ GJEPC મેમ્બર અને અગ્રણી એસોસિએશનને સરક્યુલેટ કરશે, જે એકવાર સુરતના કલેક્ટરની ઑફિસમાંથી પ્રાપ્ત થશે.

November 21, 2022
SGCCI.jpg
1min582

આગામી તા.16થી 19 ડિસેમ્બરના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ યોજાઇ રહેલા ઝવેરાત વેપારના સ્પાર્કલ એક્ષ્પોમાં સામાન્ય રૂ.10 હજારથી લઇને રૂ.1 કરોડથી વધુ રકમનો દાગીનો ડિસ્પ્લેમાં તો મૂકાશે જ પરંતુ, કોઇ ગ્રાહક ઇચ્છે તો તેને ઓન ધ સ્પોટ ખરીદ પણ કરી શકશે. જે પ્રકારે હાલમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા તેની સાથે સ્પાર્કલ એક્ઝિબિશનમાં સંકળાયેલી ઝવેરાતની સંસ્થાઓ દ્વારા સ્પાર્કલ 2022નું પ્રમોશન ચાલી રહ્યું છે એ જોતા આ વખતે સ્પાર્કલ અગાઉના તમામ રેકોર્ડ બ્રેક કરશે પછી એ એક્ઝિબિશનના હોય કે વેચાણના હોય.

સુરત શહેર અને આસપાસના અંદાજે 50 જેટલા જ્વેલર્સ ચાર દિવસ સુધી ઇન્ડોર સ્ટેડીયમમાં પોતાની ડિઝાઇન, પેટર્ન, મટિરિયલ, બ્રાન્ડ, કિંમત, ધાતુ વગેરેના અવનવા દાગીનાઓનું પ્રદર્શન અને વેચાણ કરશે.

સ્પાર્કલ એક્ષ્પોમાં એવા પરિવારોને તેડાવાયા છે જેમના પરિવારમાં આગામી મહિનાઓમાં લગ્ન લેવાના છે.

ચેમ્બર ઓફ કોમર્સના સાનિધ્ય યોજાનારા સ્પાર્કલ અંગે પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશ વઘાસીયા, સેક્રેટરી ભાવેશ ટેલર, બિજલ જરીવાલા સહિત અન્યોએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના પ૦થી પણ વધુ ગ્રાહકો સુરતની જ્વેલરી ખરીદવા માટે આવે છે, આથી સુરતના જ્વેલર્સને પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુથી સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનો ચેમ્બર ઓફ કોમર્સ પ્રયાસ કરી રહયું છે.

સ્પાર્કલ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને

  • સુરત જ્વેલર્સ એસોસીએશન,
  • વરાછા – કતારગામ જ્વેલર્સ એસોસીએશન,
  • જ્વેલરી એસોસીએશન ઓફ અમદાવાદ,
  • વડોદરા જ્વેલર્સ એસોસીએશન,
  • નવસારી જ્વેલર્સ એસોસીએશન,
  • સુરત જ્વેલરી શો અને
  • ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરીયર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્પાર્કલનું પ્રમોશન કરી રહી છે.
November 5, 2022
Elon-Musk-Twitter.jpg
1min562

એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ભારતમાં એલોન મસ્કે કંપનીના સમગ્ર સ્ટાફને હટાવી દીધો છે. લગભગ 250 લોકોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં હવે એલોન મસ્કે આખી કંપનીના 50% લોકોને કાઢી નાખ્યા છે. જેના કારણે 7,500 લોકોએ નોકરી ગુમાવી છે. એલોન મસ્કે ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયાની અંદર ઘણી મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 50% કર્મચારીઓની તાત્કાલિક અસરથી છટણી કરવામાં આવી છે. તેઓનો ઈમેલ અને કંપનીના કોમ્પ્યુટરનો એક્સેસ છીનવી લેવામાં આવ્યો છે.

વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વિટર તરફથી આવી તાબડતોડ છટણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પણ છટણીની પુષ્ટિ કરવામાં આવી છે. યુ.એસ. અને કેનેડામાં ટ્વિટરના પબ્લિક પોલિસી ડાયરેક્ટર મિશેલ ઓસ્ટિનએ ટ્વિટ કર્યું કે, આજનો દિવસ એ સમાચાર સાથે શરૂ થાય છે કે ટ્વિટરમાં મારી સફર પૂરી થઈ ગઈ છે. મારૂ દિલ તુટી ગયું. હું તેને સ્વીકાર નથી કરી શકતો. એલોન મસ્કે છટણી અંગે ટ્વીટ કર્યું કે, ટ્વિટરમાં છટણી વિશે ઘણી વાતો થઈ રહી છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે કંપનીને દરરોજ 4 મિલિયન ડોલરનું નુકશાન થઈ રહ્યું છે તેથી બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ મોટી છટણી પહેલા ટ્વીટરે કર્મચારીઓને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેઓને તેમના ભવિષ્યની રાહ જોવા અને જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હતું. સોમવાર સુધી કર્મચારીઓને ઓફિસ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, સોમવાર પહેલા જ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરતરફ કરાયેલા ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું કે, ‘લોકોની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અત્યંત અમાનવીય છે.’ તે કોઈ પણ કિંમતે પૈસા બચાવવા માંગે છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે અને એવું માનવામાં આવે છે કે, તે બચતના માર્ગ પર છે અને નાણાંની ચૂકવણી કરવા માટે મોટા પાયે છટણી કરી રહ્યા છે.

October 28, 2022
gjepc_logo.jpg
1min485

જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનો ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ આગામી તા.5થી 9 જાન્યુઆરી 2023 દરમિયાન મુંબઇના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટેના વિઝિટર રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે. અહીં નીચે વિઝિટર રજિસ્ટ્રેશન માટેની લિંક પણ આપવામાં આવી છે. વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

October 7, 2022
trains.jpg
1min534

રેલવેએ દેશભરની 130 મેઈલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ શ્રેણીઓના ભાડામાં વધારો કરી દીધો છે. જેમાં ટ્રેનની એસી-1 અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં 75 રૂપિયા પ્રતિ વ્યક્તિ, એસી-2,3, ચેર કારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. આ પ્રકારે યાત્રીઓને એક પીએનઆર (છ યાત્રી)ના બુકિંગમાં એસી 1માં 450 રૂપિયા, એસી 2-3માં 270 રૂપિયા અને સ્લીપરમાં 180 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ વ્યવસ્થા પહેલી ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવી છે.

જો કે આ તમામ ટ્રેનોમાં ભોજન, યાત્રી સુરક્ષા અથવા સુવિધામાં કોઈપણ પ્રકારની વૃદ્ધિ કરવામાં આવી નથી. રેલ નિયમ મુજબ 56 કિ.મી. પ્રતિ કલાકની સરેરાશ ઝડપથી દોડતી ટ્રેનોને ટાઈમ ટેબલમાં સુપરફાસ્ટ કહેવામાં આવે છે. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ભારતીય રેલ 45 વર્ષથી ટ્રેનની સરેરાશ ઝડપ વધારવામાં નિષ્ફળ રહી છે. જેમાં ચાર દશકથી મેલ એક્સપ્રેસ ટ્રેનની સરેરાશ ઝડપ 50થી 58 કિ.મી. પ્રતિકલાક રહી છે. જ્યારે રેલવેની પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેનની ઝડપ 70-85 કિ.મી. પ્રતિકલાકની છે. 15-20 ટ્રેનો ક્યારે નિર્ધારિત સમયે ગંતવ્ય સ્થાને પહોંચતી નથી.

60 ટકા ટ્રેન 15-20 મિનિટ વિલંબથી પહોંચે છે.’ રેલવેના નવા ટાઈમ ટેબલમાં 2022-23મા મોટી સંખ્યામાં પેસેન્જર ટ્રેનોને મેલ એક્સપ્રેસ ગણવામાં આવી છે. જેનો સીધો અર્થ એવો થાય છે કે દૈનિક યાત્રી આ ટ્રેનમાં સફર કરી શકશે નહીં કારણ કે તેનું ભાડું વધારે હોય છે.

October 2, 2022
tulsitanti.jpeg
1min462

દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવી તે શરૂ કરનાર સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે અવસાન થયું છે. 

આજથી 27 વર્ષ પહેલાં પોતાના ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવન ચક્કી શરૂ કરી હતી. 

તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. આ 27 વર્ષમાં કંપનીએ દેશ અને દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે.

શનિવારે તુલસી ભાઈ અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ શો કર્યા હતા તેમજ પત્રકારો સાથે વાતચીત કરી હતી. 

કેન્દ્ર સરકારના રીન્યુએબ્લ એનર્જી ટાસ્ક ફોર્સના તેઓ અધ્યક્ષ હતા અને સરકારને આ ડિશમાં કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપતા હતા.

મૂળ રાજકોટના તુલસીભાઇએ વ્યવસાય માટે અમદાવાદ પસંદ કર્યું હતું અને છેલ્લે 2004માં પુના સ્થાયી થયા હતા. તેમના પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયા છે.