CIA ALERT
02. May 2024
November 11, 20231min253

Related Articles



મુંબઇ જ નહીં વિશ્વના હીરા કારોબારીઓને સુરત ડાયમંડ બુર્સમાં આકર્ષી લાવે તેવી ઓફરો, કિરણ જેમ્સની ધમાકેદાર ઓફર સુરત ડાયમંડ બુર્સમાં કિરણ જેમ્સમાંથી જોયા વગર હીરાની ખરીદી પર 2 ટકા ડિસ્કાઉન્ટ, બ્રોકરોને 1 ટકા દલાલીની ઓફર

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત ડાયમંડ બુર્સમાં આગામી તા.21મી નવેમ્બરથી કારોબાર શરૂ કરી રહેલા વિશ્વના સૌથી મોટા ડાયમંડ કટ એન્ડ પોલિશીંગ ઉદ્યોગકાર કિરણ જેમ્સ દ્વારા સુરત ડાયમંડ બુર્સમાં તેમની ઓફિસેથી વેપાર સોદા કરનારાઓ માટે જોરદાર ઓફર જાહેર કરવામાં આવી છે.

ઓફર નં. 1

હીરા દલાલી સાથે સંકળાયેલા જે હીરા દલાલો સુરત ડાયમંડ બુર્સ ખાતે આવેલી કિરણ જેમ્સની ઓફિસેથી નેચરલ ડાયમંડના સોદા કરાવશે તેમને 1 ટકો દલાલી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ લાભ માટે દલાલોએ સુરત ડાયમંડ બુર્સમાં ઉપસ્થિત રહીને સોદો કરાવવાનો રહેશે.

ઓફર નં.2

હીરા કારોબારીઓ માટે કિરણ જેમ્સની બીજી ઓફર એવી છે કે હીરાના વેચાણ સોદાઓમાં અન્ય બેનિફિટ ઉપરાંત વધારાના બેનિફિટ તરીકે જો કોઇ ખરીદાર હીરા જોયા વગર બ્લાઇન્ડમાં નેચરલ ડાયમંડની ખરીદી કરશે તો તેને 2 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો કોઇ ખરીદાર હીરા જોયા બાદ ખરીદી કરશે તો તેને દોઢ ટકા વધારાનો લાભ આપવામાં આવશે.

હીરા ઉદ્યોગના જાણકારો કહે છેકે કિરણ જેમ્સની આ ઓફરો એવી છે કે હીરા કારોબાર સાથે સંકળાયેલા દલાલો કે વેપારીઓ માટે મોટી તક પૂરી પાડશે. નેચરલ ડાયમંડ્સની કિંમત એટલી ઉંચી હોય છે કે એકાદ બે સોદામાં 5થી 7 કરોડનો ધંધો થઇ જાય તો જે તે દલાલ કે વેપારીને 10થી 12 લાખની કમાણી થઇ જાય તેમ છે. કિરણ જેમ્સની આવી બિઝનેસ ઓફરની સાથે આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારા અન્ય હીરા ઉદ્યોગપતિઓ પણ પોતપોતાની આકર્ષક ઓફરોથી સમગ્ર વિશ્વના હીરા ખરીદારોને સુરત ડાયમંડ બુર્સમાં ખેંચી લાવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :