CIA ALERT

Alert Archives - Page 498 of 521 - CIA Live

August 9, 2018
india.jpg
1min10650

અગાઉના ચાર વર્ષની તુલનામાં છેલ્લાં ચાર આર્થિક વર્ષમાં દેશના લોકોની સરેરાશ માથાદીઠ આવકમાં વધારો થઇને 79,882 રૂ. થઇ છે, એવી સંસદમાં માહિતી આપવામાં આવી હતી.

2011-12થી 2014-15માં લોકોની સરાસરી માથાદીઠ આવક 67,594 રૂ. હતી. જ્યારે 2014-15થી 2017-18 સુધીમાં લોકોની સરેરાશ માથાદીઠ આવક 79,882 રૂ. થઇ છે, એવી માહિતી લોકસભામાં રાજ્યકક્ષાના આંકડાકીય બાબતોના પ્રધાન વિજય ગોયલે આપી હતી.

છેલ્લાં ચાર વર્ષમાં દેશના લોકોની માથાદીઠ આવકમાં અગાઉના વર્ષોની સરખામણીમાં વધારો થયો છે કે નહીં એ અંગેના સવાલનો તેઓ જવાબ આપી રહ્યા હતા.

August 9, 2018
NRI-Club.jpg
1min11220

ભારતીયોને વીઝીટર વીઝા પણ નહીં આપવાની નીતિ અખત્યાર કરવા પાછળ અમેરિકાએ એક મજબૂત કારણ રજૂ કર્યું છે અને એ આ મુજબ છે. અમેરિકામાં ગયા વર્ષે 21,000થી વધુ ભારતીય તેમના વીઝાની મુદત પૂરી થયા પછી પણ વધુ સમય સુધી ગેરકાયદે રહ્યા હોવાનું હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે તા.8મી ઓગસ્ટ 2918ના રોજ જણાવ્યું હતું.

વીઝાની મુદત પૂરી થયા પછી અમેરિકાથી પાછા નહીં જનારા ભારતીયની સંખ્યા બીજા દેશના લોકોની સરખામણીમાં વધુ નહીં હોવા છતાં અમેરિકામાં કાયદેસર આવતા અને ગેરકાયદે રહી પડતા ટોચના 10 દેશની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)ના છેલ્લા વાર્ષિક અહેવાલમાં જણાવાયા પ્રમાણે અમેરિકામાં હવાઇ અથવા દરિયાઈ માર્ગે કાયદેસર પ્રવેશતા 701,900 વિદેશી નાગરિકો તેમની વીઝાની મુદત પૂરી થઈ હોવા છતાં 2017ના સપ્ટેમ્બર અને 2016ના ઑક્ટોબર વચ્ચેના સમયગાળા દરમિયાન ગેરકાયદે રહ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે 2017માં 10.7 લાખ કરતાં વધુ ભારતીય લોકપ્રિય બી-1 અને બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા. આ પ્રકારના વીઝા બિઝનેસ અથવા પર્યટન માટેના છે. આવા વીઝા પર આવેલા લોકો પૈકી 14,204 લોકો વીઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદે રહ્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

1,708 ભારતીય વીઝાની મુદત પૂરી થતાં અમેરિકા છોડી ગયા હતા જ્યારે અમેરિકા છોડી જનારા 12,498નો કોઈ રેકોર્ડ નથી મળતો. એથી ધારી લેવામાં આવે છે કે તેઓ અમેરિકામાં ગેરકાયદે રહે છે.

આની સરખામણીએ 2016માં દસ લાખથી થોડા વધુ ભારતીય બી-1, બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા જે પૈકી 17,763 અમેરિકામાં વધુ સમય રહ્યા હતા. તેમાંના 2,040 વીઝાની મુદત પૂરી થયે અમેરિકા છોડી ગયા હતા. જ્યારે 15,723 ગેરકાયદે વસવાટ કરી રહ્યા હોવાનું ડીએચએસની સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.

August 9, 2018
we2-1280x853.jpg
1min16430

દૃઢ વિશ્વાસ સાથે આગળ વધો સફળતા જલ્દી મળશે: નરેન્દ્ર સોમાણી

 

 

સુરત : ઔદ્યોગિકનગરી સુરતના ઉદ્યોગ સાહસિકોના સર્વાંગી વિકાસ સાથેજ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા અને નવા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદેશ્ય સાથે શહેરના ઉદ્યોગ સાહસિકોએ એક વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોર(WE)એ આજ રોજ પોતાના પહેલા ચેપ્ટર આગાજનું પ્રી-લૉન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે ટીજીબીના નરેન્દ્ર સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક  ઉદ્દબોધન કર્યું હતું. તેમને એક ચાની લારીથી ફાઈવસ્ટાર હોટલ સુધીની પોતાની સફર કહી હતી. વધુમાં કહ્યું હતું કે સફળતા માટે સતત નવું કરવું જોઈએ. જો દૃઢ વિશ્વાસથી આગળ વધો તો સફળતા જલ્દી મળે છે. ત્યારે કન્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સાહસ કરવું જોઈએ અને હંમેશા પોઝીટીવ એટીટ્યુડ રાખવો જોઈએ.

ડુમસ રોડની ટી.જી.બી. હોટલ ખાતે આયોજિત લોન્ચિંગ સેરેમનીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. WEના સ્થાપક રાજેશ માહેશ્વરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ઉદ્યોગ સાહસિકોની જરૂર છે ત્યારે આંત્રપ્રિન્યોરોનું ગ્રુપ જો એક મંચ પર આવીને કામ કરે તો એક બીજાના નેટવર્ક થકીબધાને ફાયદો થશે. ખાસ કરીને નવા ઉદ્યમીઓને પ્લેફોર્મ મળવાથી નવા ઉદ્યોગો સ્થપાશે અને રોજગારીની તકો પણ ઉભી થશે. પરિણામે ભારતના વિકાસને પણ નવી દિશા મળી શકશે ત્યારે સુરતના ઉદ્યોગ સાહસિકોએ પણ આજ ઉદેશ્ય સાથેWEની સ્થાપના કરી છે.

 

-x-x-x-x-

August 8, 2018
gujcost.jpg
2min6960

ભારત સરકારના  નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુંઝીયમ(NCSM) દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018]   ભારતભરમાં આયોજન કરવામાં યોજવામાં આવે છે.

તેના ભાગ રૂપે આ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)– ગાંધીનગર પુરુસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્–સુરત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તેમજ સંસ્કારભારતી વિદ્યાલય સહયોગથી સુરત જિલ્લા કક્ષાની “વિજ્ઞાન નાટય સ્પર્ધા” આજરોજ તા.૦૮/૦૮/૨૦૧૮ને બુધવારના રોજ સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત ખાતે આયોજન  કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જીલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા “વિજ્ઞાન અને સમાજ (Science & Society)”  મુખ્ય થીમ પર  ૪-પેટા વિષયો જેવા કે,

  1. ડીજીટલ ભારત,
  2. ગ્રીન એન્ડ ક્લીન એનર્જી,
  3. પર્યાવરણ,
  4. આરોગ્ય અને સ્વચ્છતા. આ વિષયો પર ૩૦ મીનીટમાં નાટ્ય રજુ કરવામાં આવ્યા, જિલ્લામાંથી નોંધણી ૧૫ શાળાઓએ ૧૫૦ જેટલા વિધાર્થીઓ/શિક્ષકોએ આ સ્પર્ધામાં ભાગ ઉત્સાહપૂર્ણ લીધો હતો.

સ્પર્ધાના નિર્ણાયકો (Judge) તરીકે (૧) શ્રી નરેશભાઈ કાપડિયા, નિયામક, સ્કોપા કોલેજ, સુરત અને (૨) શ્રીમતી યામિનીબેન વ્યાસ, સુરત સેવા આપી હતી,  એકથી ત્રણ ક્રમે વિજેતા ટીમને શિલ્ડ અને શ્રેષ્ટ અભીતેતા/અભિનેત્રી./ લેખક/ નિદર્શક પણ જાહેર કરી સન્માનવામાં આવ્યા હતા.

નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018] સ્પર્ધાનું પરિણામ

આયોજક: જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્–સુરત

સ્થળ: સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત         તા.૦૮/૦૮/૨૦૧૮ 

વિજેતા ક્રમ/રેન્ક શાળાનું નામ ડ્રામાનું નામ./ વિષય
પ્રથમ શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, યક્ષપ્રશ્ન  / પર્યવરણ અને સ્વચ્છતા
દ્રિતીય સી.સી. શાહ, ઈ,મિ, હાઇસ્કૂલ, ડીજીટલ ઇન્ડિયા
ત્રીતીય સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, સફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય
  વ્યક્તિગત ઇનામો
શ્રેષ્ટ અભિનેતા શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, ક્રિશ શાહ,
શ્રેષ્ટ અભિનેત્રી    ,,     ,,     ,, યશ્વી સ્માર્ત
શ્રેષ્ટ લેખક સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, કેયુરી પંચાલ
શિષ્ટ દિગ્દર્શક શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, દિપ્તીબેન લાલવાલા

 

August 8, 2018
white4-1280x859.jpg
3min9730

એમ, સ્ટ્રાઇક અને પોકેટ– ‘એ બેક ટુ ફિનિશ’ સ્પર્ધા

સુરત :તમામ ઇનડોર સ્પોર્ટ્સમાં, કેરમબોર્ડ ગેમ જ એવી રમત છે જે અત્યંત પડકારજનક છે. તે કોઇ શારીરિક પ્રવૃતિના બદલે બોર્ડ ગેમ છે, તે રમતથી એકાગ્રતા અને ધીરજમાં વૃદ્ધિ થાય છે અને રમત જીતવા માટે ખેલાડીઓમાં કુશળતા અને ચપળતાને પ્રોત્સાહન મળે છે. એક અત્યંત રોમાંચક-રસપ્રદ રમત છે જે પારંગત ખેલાડીઓને ‘‘બ્રેક ટુ ફિનિશ’’થી તંદુરસ્ત માનસિક અભિગમ વિકસાવવા માટે કામે કરે છે, સામેના ખેલાડી પહેલાં રમત રમવાની તક મળે છે.

શહેરની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજ્ય કક્ષાની કેરમ ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રિલિમિનરી ઇલિમિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરની સ્કૂલે ભાગ લીધો હતો અને રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં જવા માટે પોતાની સર્વશ્રૈષ્ઠ માસ્ટર સ્ટ્રાઇક લગાવી હતી. રાજ્ય સ્તરની કોમ્પિટિશન માટે વિવિધ શાળાઓની 24 છોકારાઓ અને 15 છોકરીઓની ટીમે ભાગ લીધો હતો.

રમતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે  અને પોતાના વિદ્યાર્થીઓનો મનોબળ વધારવા માટે ભાગ લેનાર સ્કૂલોની સ્પોર્ટ્સ ફેસેલિટી પોતાના ખેલાડીઓની સાથે છે. રમતને પ્રોત્સાહન આપવું અને વ્હાઇટ લોટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રયત્નો અને સંગઠનની પ્રશંસા કરવા જિલ્લાના સ્પોર્ટ્સ ઓફિસર શ્રી દિનેશ કદમે આ કાર્યક્રમની આગેવાની લીધી હતી.

પ્રેસમાં જવાના સમયે ઇલિમિનેશનલ રાઉન્ડ પ્રગતિના પંથે હતું પરંતુ વિવિધ સ્ટ્રાઇક સ્ટાઇલ્સ પછી કોઇ હારયું ન હતું અને રમતને ફિનિશ કરવાની દરેકની જાદુ જેવી ક્ષમતાએ ઊંડી છાપ છોડી હતી !!!!

 

-x-x-x-x-

August 8, 2018
solar.jpg
1min10890

કેલેન્ડર વર્ષ 2018નું છેલ્લુ સૂર્ય ગ્રહણ આગામી તા.11 ઓગસ્ટને શનિવારે થશે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. વર્ષનુ છેલ્લુ સૂર્યગ્રહણ ભારતમાં નહિં દેખાય. પંરતુ ભારતના પાડોશી દેશ ચીન સિવાય નોર્થ એમેરીકા, નોર્થ પશ્ચિમ એશિયા, સાઉથ કોરીયા એને મોસ્કોમાં જોવા મળી શકે છે.

11 ઓગસ્ટ શનિવારના રોજ આ સૂર્યગ્રહણ બપોરે 1 વાગીને 32 મિનિટે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. ગ્રહણનુ સૂતક કાલ 10 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યા પછી એક વાગીને 32 મિનિટે શરૂ થશે.
જાણકાર જ્યોતિષીઓનું માનવું છે કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ઘણી રાશિયો માટે યોગ્ય નથી.  પાછલા સૂર્યગ્રહણની જેમ આ ગ્રહણ પણ આંશિક હશે. આ ગ્રહણ કર્ક રાશિમાં થવા જઇ રહ્યું છે, જે 4 રાશિયો મેષ, મકર, તુલા અને કુંભ રાશિ માટે ફાયદાકારક રહેશે.  કર્ક રાશિમાં ગ્રહણ હોવાથી કર્ક રાશિ સિવાય, મિથુન અને સિંહ રાશિના જાતકો માટે પણ આ ગ્રહણ શુભ નથી. આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ અને ધન ખર્ચને લઇને વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે  આ વર્ષની જેમ આવતા વર્ષે પણ 3 સૂર્યગ્રહણ થશે, પહેલુ ગ્રહણ 6 જાન્યુઆરી, બીજુ 2 જુલાઈ અને ત્રીજુ 26 ઓગસ્તના થશે.  જ્યારે આ પહેલા 15 ફેબ્રુઆરી એને 13 જુલાઇના રોજ સૂર્યગ્રહણ હતું.

August 8, 2018
ryan_toys-1-1280x720.jpg
1min12910

યુટ્યુબ પર રમકડાંનો રિવ્યુ કરીને આ ૬ વર્ષનો ટાબરિયો રૂ.૭૫ કરોડ રૂપિયા

કમાઈ ચૂક્યો છે હવે વૉલમાર્ટે સાથે બિઝનેસ-ડીલ કરી જંગી આવક રળશે

કહેવાય છે ને કે રૂપિયા કમાવાએ મુખ્ય ધ્યેય ન હોવો જોઇએ, રૂપિયા તો બાયપ્રોડક્ટ છે. આપણી અંદર રહેલી પ્રતિભા ઉજાગર થઇને બહાર આવે એટલે પ્રતિભાની પાછળ પૈસા દોડતા આવે છે. અહીં જે ઉદાહરણ રજૂ કરી રહ્યા છીએ એ ફક્ત એક 6 વર્ષના ટાબરીયા રે્યાનની છે.

આજના જમાનામાં તમારી અંદર કંઇ પણ સેલેબલ વસ્તુ હોય તેને એક્સપોઝર મળતા વાર નથી લાગતી. ફેસબુક, યુ ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ જેવા સોશ્યલ મિડીયા પર એક્સપોઝર મેળવીને આજે લોકો પોતાની પ્રોડક્ટ, સેવાથી લઇને કંઇપણ વેચે છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે.

છ વર્ષના ટાબરીયા રે્યાન પણ કંઇક આવું જ કરી રહ્યો છે. એ કોઇ મોટી ધાડ નથી મારી રહ્યો પણ હા, તેને મનગમતા રમકડાનો રિવ્યુ વિડીયો થકી યુટ્યુબ પર શેર કરે છે અને તેના બદલામાં રૂપિયા કમાય છે.

રે્યાન ટૉય્ઝ રિવ્યુ નામની ફેમસ યુટ્યુબ ચૅનલ દ્વારા કરોડો રૂપિયા કમાતો છ વર્ષનો રે્યાન એટલો સુપરહિટ થઈ ગયો છે કે રીટેલ કંપની વૉલમાર્ટે તેની સાથે ડીલ સાઇન કરી છે. વૉલમાર્ટના ૨૫૦૦ સ્ટોર્સમાં રાયનના નામે રમકડાં વેચાશે. કંપનીએ આ બાળકના નામે બનાવેલી બ્રાન્ડનું નામ છે રે્યાન વર્લ્ડ. ગયા વર્ષે રે્યાન યુટ્યુબની તેની ચૅનલ દ્વારા ૧૧ મિલિયન ડૉલર એટલે કે ૭૫ કરોડ રૂપિયા કમાયો હતો. એને કારણે ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ કમાતા યુટ્યુબર્સની યાદીમાં રાયનનો આઠમો નંબર હતો. રાયન નાનો હોવાથી તેના પેરન્ટ્સે બાળકનું નામ અને રાષ્ટ્રીયતા છુપાવી છે. રે્યાનનો પહેલો વીડિયો ૨૦૧૫માં આવેલો અને એ વખતે તે માત્ર ત્રણ વર્ષનો હતો. એમાં તે માટીના રમકડાંથી રમતો હતો. હાલમાં રે્યાનની યુટ્યુબ ચૅનલના એક કરોડ સબસ્ક્રાઇબર્સ છે.

August 8, 2018
INTERPOLlogo.jpg
1min9680

Jayesh Brahmbhatt  98253 44944

ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ પોલીસ દ્વારા વિશ્વભરના એવા ગુનેગારોની યાદી તેમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે જે ગુનેગારો પોતાના દેશમાં કે વિદેશમાં કોઇ ગંભીર પ્રકારનો ગુનો કરીને નાસતા ફરતા હોય. તા.8મી ઓગસ્ટ 2018ના રોજ ઇન્ટરપોલની વેબસાઇટ ચકાસતા જાણવા મળ્યું કે હાલમાં ઇન્ટરપોલ દ્વારા કુલ 104 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં એક નહીં પણ બે ભારતીયો હોવાની માહિતી ત્યાં જ ઉપલબ્ધ થઇ.

ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં પહેલા ભારતીય છે પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયામાં નવડાવીને હાલમાં નાસતા ફરતા નિરવ મોદી છે. નિરવ મોદીએ કરેલા ગુનાની આખી પ્રોફાઇલ ઇન્ટરપોલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે નીચે મુજબની ઇમેજ પરથી જોઇ, જાણી શકાય છે.

 

ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં ભારતના બેંક કૌભાંડી  નિરવ મોદીની કંઇક આવી

પ્રોફાઇલ અપલોડ કરવામાં આવી છે.

 

નિરવ મોદી ઉપરાંત અન્ય એક ભારતીય ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ છે. આ ભારતીય કંઇ બહુ જાણીતી હસ્તી નથી. એક લબર મૂછીયો મુસ્લિમ યુવાન આ યાદીમાં છે. પટેલ સાદિક આદમ નામનો આ યુવાન ફક્ત 21 વર્ષની વયનો છે. તેના પર આરોપ છે કે તેણે માલાવી નામના દેશમાં હત્યાનો ગુનો કરીને નાસતો ફરી રહ્યો છે. માલાવી પોલીસ દ્વારા અનેક વખત તેની શોધખોળ માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે પરંતુ એ મળી આવતો ન હોવાથી ઇન્ટરપોલ દ્વારા તેને મોસ્ટ વોન્ટેડ પર્સન્સની યાદીમાં મૂકી દેવામાં આવ્યો છે.

જેની પ્રોફાઇલ આ મુજબની ઇન્ટરપોલે બનાવીને વેબસાઇટ પર રજૂ કરી છે.

 

August 8, 2018
maratha.jpg
1min11740

આરક્ષણની માગણીને લઇ મરાઠા સંગઠનો દ્વારા આવતીકાલ તા. 9 ઓગસ્ટને ગુરુવારે બંધની હાકલ કરી હોઇ બંધ દરમિયાન રાજ્યમાં હિંસાની ઘટના રોકવા મુંબઈ પોલીસ આજે તા.8મી ઓગસ્ટથી જ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં જોવા મળે છે. અગાઉ આંદોલન દરમિયાન જ્યાં હિંસાની ઘટના બની હતી, એવા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યને વધારાની સિક્યોરિટી ફોર્સ પૂરી પાડી છે. મહારાષ્ટ્રએ 15 કંપનીની માગણી કરી હતી, પરંતુ કેન્દ્રે માત્ર સાત કંપની મોકલી છે, જેમાં રેપિડ એક્શન ફોર્સની છ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (એસઆરપીએફ)ની એક કંપનીનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર પોલીસદળનું સંખ્યાબળ બે લાખ જેટલું છે અને તેમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો પણ સમાવેશ છે. પોલીસની મદદ માટે હોમગાડર્સને પણ તહેનાત કરવામાં આવશે. લોકોને શાંતિપૂર્વક આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવી હોઇ અમે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે અને અફવા પર ધ્યાન ન આપવાનું જણાવ્યું છે.

જો કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઇ આવશે તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવાનું પણ જણાવાયું છે, એમ અધિકારીએ કહ્યું હતું.

આંદોલનનું વીડિયો શૂટિંગ કરવામાં આવશે અને આ વીડિયો તથા સીસીટીવી ફૂટેજ ગુનેગારો તથા તોફાની તત્ત્વોને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે, જે તકનો લાભ લઇને હિંસામાં આચરી શકે છે.

નોંધનીય છે કે મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્ર તેમ જ નવી મુંબઈ અને થાણેમાં મરાઠા સંગઠનો દ્વારા ગયા મહિને બંધની હાકલ કરી હતી અને બંધ દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. 18 જુલાઇથી 27 જુલાઇ દરમિયાન રાજ્યમાં હિંસાના 276 કેસ નોંધાયા હતા. ઉપરાંત 250 સ્થળે પથ્થરમારાની ઘટના, જ્યારે આગજનીની 198 ઘટના બની હતી. રૂ. 4.5 કરોડથી વધુની સરકારી તથા ખાનગી મિલકતને નુકસાન પહોંચ્યું હતું.

August 8, 2018
norta-1280x720.jpg
1min6050
ગુજરાતી સંસ્કૃતિનું સર્વોત્તમ પ્રતિક ગણાતા ગરબા મહોત્સવ એટલે કે નવરાત્રી દરમિયાન સ્કુલ-કોલેજોથી લઇને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નવ દિવસનું વેકેશન જાહેર કરવાનો આરંભ આ વર્ષથી રાજ્ય સરકારે કર્યો છે. પરંતુ, સ્કુલ્સના વિદ્યાર્થીઓ માટે નવરાત્રી વેકેશન માત્ર નામનું વેકેશન અને તેમાં પણ ગરબા ઘૂમવાની જગ્યાએ વાંચનમય રહેવું પડે તેવી સ્થિતિ છે કેમકે નોરતાં પૂર્ણ થાય એટલે તરત જ શાળાકીય પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થશે.
રાજ્યમાં ૧૦થી ૧૮ ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનો પર્વ ઉજવાશે  અને એ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને તા. ૧૮ ઓક્ટોબરથી પ્રથમ કસોટીનો પ્રારંભ થશે. જેના લીધે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગતા નવરાત્રી વેકેશન પરીક્ષા પહેલા સ્ટડી હોલીડે બની રહે તો નવાઇ નહીં. હવે રાજ્યના વાલીઓ તેમજ શિક્ષકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે ક્યાં તો પરીક્ષાનું શિડ્યુલ બદલવાની મંજૂરી આપવામાં આવે અગર તો સત્રાંત કસોટી વહેલી યોજવામાં આવે.
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલો શરૂ  થઈ ત્યારે જ એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે, જેમાં વર્ષ દરમિયાન કયા માસમાં કેટલા દિવસનો અભ્યાસ રહેશે અને પરીક્ષાઓ ક્યારથી શરૂ થશે તે અંગેની તારીખો જાહેર કરી દેવાય છે. જેના પગલે રાજ્યની તમામ સ્કૂલોમાં એકસુત્રતા જળવાય.