

ભારતમાં ઓફિસ ધરાવતી વિદેશી કંપનીઓને GSTમાં રાહત મળી છે. GST કાઉન્સિલે બેન્કિંગ, ઇન્શ્યોરન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, IT અને ITES સેક્ટર્સમાં કાર્યરત વિદેશી કંપનીઓની ભારત ખાતેની બ્રાન્ચ અને પ્રોજેક્ટ ઓફિસિસને GSTમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેનું નોટિફિકેશન ટૂંક સમયમાં ઇશ્યૂ કરવામાં આવશે.

ઇન્ડિયન બેન્ક એસોસિયેશન સહિતનાં ઉદ્યોગ સંગઠનોએ સરકાર અને GST કાઉન્સિલને આ મુદ્દે રજૂઆત કરી હતી. વિદેશમાં બ્રાન્ચ ઓફિસ ધરાવતી મોટા ભાગની બેન્કો અને વિદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ GSTના મુદ્દે પરેશાન હતી. સામાન્ય રીતે વિદેશી ઇન્ફ્રા કંપનીઓ પ્રોજેક્ટ ઓફિસસ દ્વારા પ્રોજેક્ટ્સનો અમલ કરે છે.
સામાન્ય રીતે આ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ટેક્સ લાગતો ન હતો અને કદાચ GST હેઠળ પણ તેના પર ટેક્સ લેવાનો ઇરાદો ન હતો. જોકે, વિભાગે કંપનીઓને આ ચાર્જિસ અંગે ટેક્સ નોટિસ ઇશ્યૂ કરી ત્યારે કાનૂની વિવાદ થયો હતો.
GST કાયદા હેઠળ ‘સપ્લાય’ની વ્યાખ્યા ઘણી વ્યાપક છે. તે બે વ્યક્તિ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર ટેક્સને મર્યાદિત કરતી નથી. GST કાઉન્સિલે હવે આ પ્રકારના સપ્લાયને કરમાંથી મુક્તિ આપવા વ્યાખ્યામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેને તા.21 જુલાઇ 2018ની GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
ભારતમાં કોઈ વ્યક્તિની કંપની કે એન્ટિટી દ્વારા ભારતની બહાર એ જ વ્યક્તિની કંપની કે એન્ટિટીને અપાયેલી સર્વિસિસને ઇન્ટિગ્રેટેડ GSTમાંથી મુક્તિ આપવામાં આવશે. કારણ કે સપ્લાયનું સ્થાન ભારતની બહાર છે. આવી શરત GSTના નિયમોમાં સામેલ કરાય તેવી શક્યતા છે. જોકે, કાનૂની વિવાદ ટાળવા ટેક્સ નિષ્ણાતો આ ફેરફાર પહેલી જુલાઈની પશ્ચાદ્વર્તી અસરથી અમલી બને તેવું ઇચ્છે છે. કારણ કે તેની જોગવાઈ જુલાઈથી અમલી બની હતી.
કરમુક્તિના કારણે ઉદ્યોગને જરૂરી રાહત મળશે. જોકે, તેનો અમલ 1 જુલાઈ 2017થી થાય છે કે નોટિફિકેશનની તારીખથી કરવામાં આવે છે એ જોવું મહત્ત્વનું બનશે. રાજસ્થાન ઓથોરિટી ફોર એડ્વાન્સ રુલિંગ્સના તાજેતરના ચુકાદામાં પણ જણાવ્યા અનુસાર લાયેઝન ઓફિસના વિવિધ ખર્ચ અને ચાર્જિસના રિઇમ્બર્સમેન્ટ પર GST લાગુ નહીં પડે.
ચેન્નઇ: એક પટકથાલેખકની રૂએ તેઓ તમિળનાડુમાં ભગવાનનો દરજ્જો ભોગવતા ફિલ્મસ્ટારોના પડછાયામાં રહી શક્યા હોત પરંતુ વિધિએ તેમની માટે કંઇક ઓર જ વિચાર્યું હતું.

આખાબોલા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા કરુણાનિધિની યોજના જ કંઇ અલગ હતી. તમિળનાડુના દ્રવિડીયન રાજ્યના નાયક બનીને તેમણે ભલભલા ફિલ્મસ્ટારોને ઝાંખા પાડી દે તેવી રિઅલ એક્ટિંગ કરી લીધી. ટીનસેલ ટાઉનના અને રાજકીય તખ્તાના તેમના કટ્ટર હરિફ એમ. જી. રામચંદ્રન અને તેમના મિત્ર જયલલિતાને તેમણે વર્ષો સુધી હંફાવ્યા અને તમિળનાડુની રાજગાદી પર એક વાર નહીં પરંતુ પાંચ-પાંચ વાર રાજ કર્યું.
વર્તમાન સમયના રાજકીય કાવાદાવાઓની પાકી સમજ અને આવડત ધરાવતા કરુણાનિધિનું તેમના રાજ્યની બહાર પણ અને દિલ્હીના રાજકીય વર્તુળોમાં પણ સારું એવું પ્રભુત્વ હતું. નવી દિલ્હીમાં કૉંગ્રેસ અને ભાજપ બંને સાથે યુતિ કરી તેમણે ઘણી વાર તકવાદી તરીકે લોકોની ખફગી પણ વહોરી લીધી હતી.
મુથુવેલ કરુણાનિધિ પાંચ વખત તમિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૧૯૩૮માં ૧૪ વર્ષની નાની વયે તેમના ગામ તિરુવરુરમાં હિન્દી વિરોધી આંદોલનમાં જોડાઇને તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું.
બુદ્ધિગમ્ય અને સમતાવાદી વિચારધારા ધરાવતા ડીએમકે પક્ષના સ્થાપક ઇ.વી. રામાસામી ‘પેરિયાર’ અને રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઇના વિચારોની ઘણી ઊંડી અસર તેમના પર પડી હતી અને ધીમે ધીમે તેઓ દ્રવિડીયન આંદોલનનો ચહેરો બની ગયા, જે મહિલાઓ માટે અને સમાજના પછાત વર્ગ માટે સમાન અધિકારની લડત ચલાવતા હતા અને બ્રાહ્મણ પ્રથાના વિરોધી હતી.
વિધાનસભામાં તેઓ ૧૩ વખત ચૂંટાયા હતા. ફેબ્રુઆરી, ૧૯૬૯માં અન્નાદુરાઇના મૃત્યુ બાદ પોતાના કૌશલ્ય અને હોંશિયારીથી વી.આ. નેદુચેરિયનને પાછળ ઠેલી તેઓ મુખ્ય પ્રધાન બની ગયા.
તેમના જુનિયર અને લોકલાડીલા ફિલ્મ કલાકાર એમ. રામચંદ્રને નેદુચેરિયનને તેમના રસ્તામાંથી હટાવવામાં ઘણો સાથ આપ્યો, એ સમયે નેદુચેરિયન અન્નાદુરાઇ કેબિનેટમા ંનંબર ટૂના સ્થાને ગણાતા હતા.
વર્ષો બાદ કરુણાનિધિ અને એમજીઆર (રામચંદ્રનનું લોકલાડીલું નામ) છૂટા પડ્યા. એમજીઆરે એઆઇએડીએમકે પક્ષની સ્થાપના કરી.
૧૯૫૭માં તેઓ કુલીથલાઇ મતદારક્ષેત્રમાંથી જીતીને આવ્યા ત્યારથી લઇને ૨૦૧૬માં જ્યારે તેઓ થિરુવરુર ખાતેથી ચૂંટાઇ આવ્યા ત્યાં સુધી છ દાયકા સુધી કરૂણાનિધિ ધારાસભ્ય રહ્યા હતા. (૧૯૮૬ ને ૧૯૮૯ના સમયગાળાને બાદ કરતા)
૧૯૮૪માં તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા, જેને એમજીઆર સરકારે ૧૯૬૯માં નાબૂદ કરી. શ્રીલંકાના તમિળોના પ્રશ્ર્ને તેમણે ૧૯૮૩માં તેમણે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું.
૧૬૬૯ના જુલાઇમાં તેઓ ડીએમકેના વડા બન્યા અને આ પોસ્ટ પર તેઓ મૃત્યુ પર્યંત રહ્યા.
૧૯૭૧, ૧૦૮૯, ૧૯૯૬, ૨૦૦૬માં તેઓ તામિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૨૦૧૧માં તેઓ જ્યારે તેમના મિત્ર-કમ-દુશ્મન જયલલિતાના હાથે હાર્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘લોકોએ મને થોડો આરામ આપ્યો છે.’
ડીએમકેના મુખપત્ર મુરાસોલીમાં તેઓ મુ.કા.ના નામે ઓળખાતા હતા. તેમની આત્મકથા નેનજુકુ નિધિ’ તેમના સમર્થકો માટે તેમના જીવનની ઘણી રસપ્રદ માહિતી પૂરી પાડે છે.
તેમની જેમ જ ફિલ્મી બૅક ગ્રાઉન્ડ ધરાવતા અન્નાદુરાઇની સાથે સાથે તેમણે પણ ફિલ્મી માધ્યમનો તેમની રાજકીય કારકિર્દી ઉંચકવા ઉપયોગ કર્યો. એમજીઆર અને અન્ય ટીનસેલ ટાઉન આઇકોન ગણેશનની પ્રથમ ફિલ્મના ડાયલોગ કરુણાનિધિએ લખ્યા હતા.
૧૯૭૨માં ભ્રષ્ટાચારના મુદ્દે એમજીઆરે જ્યારે કરુણાનિધિ સામે જ્યારે મોરચો માંડ્યો અને પાર્ટીના ફાઇનાન્સનો હિસાબ માગ્યો ત્યારે કરૂણાનિધિની રાજકીય કારકિર્દીને ભારે ધક્કો લાગ્યો.એમજીઆરની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને એઆઇએડીએમકેનો જન્મ થયો. એમજીઆરના પક્ષનો ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૫માં વિજય થયો અને ૧૯૮૭માં મૃત્યુ સુધી એમજીઆર મુખ્ય પ્રધાનપદે રહ્યા અને કરુણાનિધિને વિરોધ પક્ષમાં બેસવાની ફરજ પડી.
૧૯૮૯માં ફરીથી સત્તા પર આવેલા કરુણાનિધિને ૧૯૯૧માં એમજીઆરની મિત્ર જયલલિતાના હાથે હાર ખમવી પડી. તેઓ ૧૯૯૬માં પાછા સત્તા પર આવ્યા, પરંતુ જયલલિતાના શાસનમાં એઆઇએડીએમકે ૨૦૦૧માં તેમનો પરાભવ થયો.
રાજકારણમાં કોઇ કાયમી મિત્ર નથી અને કોઇ કાયમી શત્રુ નથી એ ઉક્તિને સાર્થક ઠેરવતા હોય તેમ તેમણે ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો વિરોધ કર્યો અને ઘણી વાર કૉંગ્રેસ, ભાજપ સાથે ગઠબંધન પણ કર્યું.
વાજપેયીની ભાજપ સરકારે શ્રીલંકાના તમિળો સામે થયેલા અત્યાચાર અંગે કૂણું વલણ અપનાવ્યુ એના વિરોધમાં તેમણે તેમની સરકાર સાથે છેડો ફાડ્યો હતો.
૧૯૮૦માં તેમણે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.
તેમની પુત્રી અને સાસંદ કનિમોઝીનું નામ જ્યારે ટૂ-જી કૌંભાંડમાં આવ્યું ત્યારે તેમને ધક્કો લાગ્યો.
દરેક પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલનાર કરુણાનિધિ રાજકીય માસ્ટર તરીકે હંમેશા યાદ રહેશે.
ટેક્સટાઈલ્સની 328 આઈટમો પર આયાત ડ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરાઈ છે. લોકલ ઉત્પાદનને વેગ આપવા અને સસ્તા આયાતી માલ સામે સ્થાનિક એકમોની સુરક્ષા અર્થે આ સંબંધી નાટિફિકેશન નાણાખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પી. રાધાકૃષ્ણને મંગળવારે તા.7 ઓગસ્ટ 2018ના રોજ લોકસભામાં મૂક્યું હતું.

નોટિફિકેશન પ્રમાણે કસ્ટમ એક્ટ – 1962ની કલમ 159 હેઠળ 328 ટેક્સટાઈલ પ્રોડક્ટની કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરાઈ છે. હાલ આયાત ડ્યૂટી ઓછી હોવાથી આયાતી માલ સસ્તા પડે છે તેની લોકલ ઉત્પાદકોને અસર થાય છે.
સરકારના આ પગલાંથી ઉત્પાદન પ્રવૃત્તિ વધવાની સાથે રોજગારમાં વૃદ્ધિ થશે. હાલ ટૅક્સટાઈલ ઉદ્યોગ સીધી કે આડકતરી રીતે 10 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.
જુલાઈમાં સરકારે 50 ટૅક્સટાઈલ પ્રોડક્ટો પરની આયાત ડ્યૂટી બમણી કરી હતી અને અમુક આઈટમમાં એડવોલેરમ ડ્યૂટી વધારી હતી તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (સીબીઆઈસી)એ નોટીફિકેશન બહાર પાડ્યું હતું.
નિષ્ણાતોના મતે સરકાર ટૅક્સટાઈલ ક્ષેત્રને સીધુ નિકાસ પ્રોત્સાહન આપી શકે નહીં તેથી લોકલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પગલાં લે છે. ટૅક્સટાઈલ યાર્ન, ફેબ્રિક્સ, મેઈડઅપ આર્ટીકલની આયાત 8.58 ટકા વધી છે, જ્યારે કોટન યાર્ન, ફેબ્રિક્સ, મેઈડઅપ, હેન્ડલૂમ પ્રોડક્ટની નિકાસ 24 ટકા વધી છે.
સુરત મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન શ્રીમતી હેમાલી બોઘાવાલાએ આજે આનંદ મહલ રોડ થી પાલ આર.ટી.ઓ સુધીના #BRTS રૂટ પર બસમાં મુસાફરી કરીને જાત નિરીક્ષણ કર્યું હતું.



તેમણે વિઝીટ દરમિયાન બસ ટર્મિનલ ઉપરની સુવિધાઓ ચકાસી સાથે મુસાફરો સાથે સંવાદ કરી તેમના અભિપ્રાય જાણ્યા હતા. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન તરીકે તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી બસ સેવાઓને વધુ સુદ્રઢ તેમજ વધુ લોકાભિમુખ કેવી રીતે બનાવી શકાય તે જાણવા માટે પ્રયાસો કર્યા હતા. તેમના અા અભિગમને મુસાફરોએ વધાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે સુરતીઓને શ્રેષ્ઠ પરિવહન સુવિધા પુરી પાડવા સુરત મહાનગરપાલિકા સંકલ્પિત છે.




સસ્તા ક્રૂઝ હોલિડેના વધી રહેલી માગને પગલે રોયલ કેરેબિયન, સેલિબ્રિટી ક્રૂઝ, MSC અને કોસ્ટા ક્રૂઝ જેવી વૈશ્વિક ક્રૂઝ કંપનીઓ ભારતીયોને આકર્ષવાની યોજનાના ભાગરૂપે મુંબઈ, ગોવા અને કોચીના પોર્ટ્સ પર સર્વિસ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે.
ભારતીય પર્યટકોની માગ અનુસાર સસ્તી અને ઓછા સમયની ક્રુઝ સર્વિસ ડિઝાઇન કરવામાં આવી રહી છે.
ભારતીય પર્યટકો માટે ખાસ ડિઝાઇન કરાયેલી હોલિડે ક્રુઝનું પેકેજ ત્રણ રાત્રિના ₹27,000થી શરૂ થાય છે. જેની તુલનામાં પનામા કેનાલ, અલાસ્કા અને સાઉથ પેસિફિકની મહિનાઓ ચાલતી ક્રૂઝની સફર અલ્ટ્રા લક્ઝુરિયસ અને ઘણી મોંઘી હોય છે. ભારતીય પર્યટકોને આકર્ષવા માટે પેકેજીસને ઇન્સ્ટોલમેન્ટ થકી પેમેન્ટ કરી શકે તેવી પણ સુવિધા આપવામાં આવી રહી છે.

ન્યુ ઇયરને અનુલક્ષીને ખાસ મુંબઇ-કોચીથી યુએઇ સુધીનું 8 નાઇટનું પેકેજ
માયામી સ્થિત સેલિબ્રિટી ક્રૂઝ 6 ડિસેમ્બરથી મુંબઈ અને કોચીથી UAEની 8 રાત્રિની સર્વિસ લોન્ચ કરી રહી છે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ ક્રૂઝ ટૂર ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં નવા વર્ષની રાત્રે દુબઈ ખાતે આતશબાજી સહિતનાં આકર્ષણોનો સમાવેશ થાય છે. ભારતીયોને તેમના જ દેશમાંથી લક્ઝરી ક્રૂઝ સર્વિસ મળી શકે એ માટે આ સફર શરૂ કરવામાં આવી છે, જે ભારત અને UAEના વિવિધ પોર્ટ્સ પરથી પસાર થશે. ક્રૂઝ પેકેજમાં ભોજન અને સ્ટાન્ડર્ડ બેવરેજિસનો સમાવેશ થાય છે. ભોજનમાં સ્પેશિયલ ભારતીય મેનુ રાખવામાં આવ્યું છે. ઉપરાંત, અન્ય પ્રવૃત્તિઓ સહિત ગેસ્ટ દીઠ 731 ડોલર ચૂકવવાના રહેશે.

એફોર્ડેબલ ક્રૂઝ માટેની વધી રહેલી માંગનો લાભ મેળવી શકશે. ભારતમાંથી જ અબુ ધાબી, ગોવા, દુબઈ અને સર બાની યસ જેવાં સ્થળોની મુલાકાતને કારણે ભારતીયો શિયાળાની હોલિડે સીઝનમાં ક્રૂઝની મજા માણવાનું પસંદ કરશે.
ઇટલીની કોસ્ટા ક્રૂઝ ત્રણ વર્ષથી મુંબઈ-માલદિવ્સની સફર કરાવે છે. સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કંપની વધુ રૂટ્સની શક્યતા ચકાસી રહી છે. ભારતમાં કોસ્ટા ક્રૂઝ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની કંપનીના જહાજ ડિસેમ્બરમાં આવશે અને માર્ચ સુધી રોકાશે.
મુંબઈથી માલદિવ્સ સુધીની સર્વિસ આપીશું. અત્યાર સુધી પ્રતિસાદ સારો રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં મધ્યમ વર્ગના લોકોએ અમારી ક્રૂઝમાં સફર કરી છે.

ભારતમાં આમઆદમી માટે ક્રૂઝની સફર હવે વ્યાજબીદરની બની છે. કોસ્ટાનું મુંબઈથી માલીનું સાત રાત્રિનું ટૂર પેકેજ ₹40,000નું છે. જ્યારે કોચીથી માલીનું ત્રણ રાત્રિના પેકેજનો ખર્ચ ₹26,800થી શરૂ થાય છે. જહાજ મેંગલોર, કોચીન અને માલદિવ્સના રૂટથી પસાર થાય છે. જ્યારે કોલમ્બો અને ગોવા થઈ તે પરત ફરે છે.
સેમસંગે ગત જુન 2018માં કેટલાંક મોડલ્સના ભાવમાં 10-20 ટકાનો ઘટાડો કર્યો હતો અને હવે લગભગ તમામ સાઇઝના ટીવીના ભાવ ઘટાડ્યા છે. સ્માર્ટફોનની જેમ ટેલિવિઝન માર્કેટમાં પણ બજારહિસ્સો ગુમાવવો પડશે તેવી બીકને કારણે ટીવી માર્કેટની નંબર વન કંપની સેમસંગે છેલ્લા બે મહિનામાં બીજી વખત ટેલિવિઝનના ભાવમાં ઘટાડો કર્યો છે.

કંપનીએ આ વખતે સૌથી વધુ વેચાતા 32થી 43 ઇંચના ટીવીના ભાવમાં પાંચ ટકા (અથવા ₹1,000થી ₹2,500) જેટલો ઘટાડો કર્યો છે જ્યારે 75 ઇંચના વિશાળ કદના ટીવીના ભાવમાં 15 ટકા અથવા ₹45,000નો ઘટાડો કર્યો છે. માર્કેટમાં વેચાતા કુલ ટીવીમાં 80 ટકાથી પણ વધુ હિસ્સો 32થી 43 ઇંચના ટીવીનો હોય છે.
ઓનલાઇન વેચાણ પર ભાર મૂકતી TCL, શાઓમી, BPL, Vu, સાન્યો અને કોડાક જેવી બ્રાન્ડ્સના ભાવ સાથેનો તફાવત ઘટાડવા માટે સેમસંગે નવાં મોડલ લોન્ચ કર્યાના બે મહિનાની અંદર જ તેનો ભાવ ઘટાડ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. નવી આવેલી ચાઇનીઝ અને અન્ય બ્રાન્ડ્સે ટીવી માર્કેટમાં 14 ટકા બજારહિસ્સો મેળવી લીધો છે અને સસ્તી કિંમતને કારણે આ બ્રાન્ડ્સની માંગ ધીમે ધીમે વધી રહી છે.
ભાવ ઘટાડ્યા બાદ પણ સેમસંગના 43 ઇંચના ટીવીનો ભાવ ₹37,000 છે, જેની સામે TCLનો ભાવ ₹28,490 અને થોમ્સનનો ભાવ ₹27,999 છે. પરંતુ સેમસંગ અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ (LG, સોની અને પેનાસોનિક)ની જેમ બ્રાન્ડ વેલ્યૂ અને આફ્ટર-સેલ્સ સર્વિસના જોરે ગ્રાહકોને આકર્ષતી રહેશે તેવી અપેક્ષા છે.
વૈશ્વિક સ્તરે ટેલિવિઝન પેનલના ભાવમાં વધારો થયો હોવાથી ઉદ્યોગ ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યો હતો તેવા સમયે સેમસંગે ભાવમાં ઘટાડો કર્યો છે, જેથી LG, પેનાસોનિક અને સોની જેવી હરીફ કંપનીઓ પણ ભાવમાં ઘટાડો કરશે અથવા તો ભાવ યથાવત્ સ્તરે જાળવી રાખશે. પેનાસોનિકે તાજેતરમાં જ 40 ઇંચથી મોટા કદના ટીવીનાં કેટલાંક મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો હતો.
ભાવની બાબતમાં આક્રમક ટીવી બ્રાન્ડ્સ ધીમે ધીમે બજારહિસ્સો કબજે કરી રહી છે અને સેમસંગ આ કંપનીઓના ભાવની બરોબરી કરવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રાહકોને વાજબી ભાવમાં સારી વસ્તુ આપવા માટે સેમસંગે પ્રત્યેક કદનાં એન્ટ્રી-લેવલ મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો છે.”

અનિલ અંબાણીના રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટનું પ્રોડક્શન-હાઉસ ફૅન્ટમ ફિલ્મ્સ આ વેબ-સિરીઝ બનાવશે.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર અને એક બાહોશ પોલીસ-અધિકારી રાકેશ મારિયાએ તેમની જુદી જુદી જગ્યાઓની ફરજ દરમિયાન ઉકેલેલા વિવિધ કેસ પર આધારિત હોય એવી એક રસપ્રદ વેબ-સિરીઝ બનાવવાનું કામ શરુ થયું છે, આ વેબ સિરીઝનું નિર્દેશન મેઘના ગુલઝાર કરશે. આ સિરીઝમાં રાકેશ મારિયાના અનુભવોને કંડારવામાં આવશે. વિવિધ ગુના અને આતંકવાદના ઘટનાક્રમને ઉમેરીને લોકોને પોલીસ ખાતાની કામગીરીથી માહિતગાર કરવામાં આવશે. મેઘના ગુલઝારે કહ્યું હતું કે ‘આ સિરીઝ માટે કન્ટેન્ટ વિશાળ છે, જેને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું.’
રાકેશ મારિયાએ ૧૯૮૧ના બૅચમાં IPSની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૯૩માં તેઓ ટ્રાફિક-પોલીસ વિભાગમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર હતા અને એ વર્ષે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાનો કેસ તેમણે ઉકેલ્યો હતો. ત્યાર બાદ તેઓ ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર અને બાદમાં જૉઇન્ટ પોલીસ-કમિશનર બન્યા હતા. તેમણે ૨૦૦૩માં ગેટવે ઑફ ઇન્ડિયા અને ઝવેરી બજારના ટ્વિન બ્લાસ્ટ કેસને ઉકેલ્યો હતો એટલું જ નહીં, તેમને ૨૦૦૮માં ૨૬ નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસની સાથે આતંકવાદી અજમલ કસબની પૂછપરછ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. વેબ-સિરીઝ સંદર્ભે રાકેશ મારિયાએ કહ્યું હતું કે ‘આ આખી જર્નીને ફરીથી જીવવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું. મેઘના ગુલઝાર જેવી શાનદાર અને સંવેદનશીલ ડિરેક્ટર એને નવો આયામ આપશે.’

મેઘનાની પ્રશંસા કરતાં રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના વાઇસ ચૅરમૅન અમિતાભ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે ‘તે દેશની સૌથી વધુ ટૅલન્ટેડ યંગ ડિરેક્ટર્સમાંની એક છે. શહેરના પ્રતિષ્ઠિત ઑફિસર રાકેશ મારિયાના જીવન પર સિરીઝ બનાવવા માટે મેઘના સાથે કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ. તેમની કરીઅરની સિદ્ધિઓને અને મુંબઈ પોલીસના હજારો સદસ્યોના યોગદાનને તથા આપણા શહેરની આખું વર્ષ ચોવીસે કલાક સુરક્ષા કરતા અધિકારીઓના કામને બિરદાવવામાં આવશે.’
વિદેશી વિજ્ઞાનીઓ અને રિસર્ચર્સને આકર્ષવા નવી કેટેગરી જાહેર
બ્રિટને તેના રિસર્ચ સેક્ટરના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતીયો સહિત વિદેશી વિજ્ઞાનીઓ અને સંશોધકો માટે વિઝાની નવી કેટેગરી જાહેર કરી છે. જેનાથી ભારતીય વિજ્ઞાનીઓ અને શૈક્ષણિક ક્ષેત્રે નિષ્ણાતોને લાભ થશે.

નવી UKRI સાયન્સ, રિસર્ચ એન્ડ એકેડેમિયા સ્કીમ યુરોપીય પંચથી બહારના સંશોધકો, વિજ્ઞાનીઓ માટે ખોલવામાં આવી છે. હાલમાં અમલી ટિયર પાંચ (ટેમ્પરરી વર્કર, સરકાર માન્ય એક્સચેન્જ) વિઝા રૂટમાં ઉમેરવામાં આવનારી આ સ્કીમ હેઠળ યુરોપીય પંચ બહારના લોકો બ્રિટન આવીને બે વર્ષ સુધી કામ કરી શકશે.
આ સ્કીમ જારી કરતાં યુકેના ઇમીગ્રેશન મંત્રી કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે ‘બ્રિટન રિસર્ચ અને ઇનોવેશનક્ષેત્રે વૈશ્વિક આગેવાન છે અને આ ફેરફારોથી આ દેશમાં આંતરરાષ્ટ્રીય રિસર્ચર્સ માટે કામ કરવું અને તાલીમ લેવું સહેલું બની જશે.’
તેમણે કહ્યું કે ‘આપણી પાસે એક એવી ઇમીગ્રેશન સિસ્ટમ હોવી જોઇએ કે જેનાથી આપણે આંતરરાષ્ટ્રીય ટેલેન્ટને આકર્ષી શકીએ અને તેમના જ્ઞાન અને નિપુળતાથી આપણને લાભ મળે. હું માનું છું કે વિજ્ઞાનના મહત્વના ફાળાથી યુકેના અર્થતંત્રને ઘણો ફાયદો થાય છે અને હું પ્રતિબદ્ધ છું કે બ્રિટન વિશ્વભરમાંથી અગ્રણી સાયન્ટિફિક અને રિસર્ચ ટેલેન્ટને આવકારવાનું ચાલુ રાખશે.’
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવારે યુનાઈટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ (યુપીએ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવ ગોવડા અને તેઓ(શરદ પવાર) વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ન હોવાથી તેમણે એકજૂટ થઈને આખા દેશનો પ્રવાસ ખેડીને લોકોનો વિશ્ર્વાસ જીતવો જોઈએ અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો જબ્બર પ્રતિકાર કરવો જોઈએ.


પવારે મહારાષ્ટ્રમાં એનસીપી-કૉંગ્રેસની યુતિના દ્વાર બહુજન સમાજ પક્ષ માટે પહેલીવાર ખુલ્લા મૂકીને જણાવ્યું હતું કે બીએસપીનાં વડાં માયાવતી સાથે આ મુદ્દે ચર્ચા નથી કરી તેમ છતાં તેઓ જોડાશે તો તેમને ખુશી થશે.
એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે 2019માં વિરોધી પક્ષો માટેની રૂપરેખા દોરી હતી અને હાલની રાજકીય પરિસ્થિતિને 1975-77ની પરિસ્થિતિ સાથે સરખાવતાં એવી દલીલ કરી કે તે સમયે ઇન્દિરા ગાંધીની બાબતે લોકોનો ભ્રમ ભાંગી ગયો હતો તેવી જ રીતે નરેન્દ્ર મોદીની બાબતે પ્રવર્તતી લહેર ઓસરી રહી છે. તેમણે સૂચવ્યું હતું કે વિરોધી પક્ષોએ રાષ્ટ્રીય સ્તરે જોડાણ કરવાને બદલે રાજ્યમાં જોડાણ કરવું જોઈએ. ચૂંટણી થઈ ગયા પછી નેતાગીરીના પ્રશ્ર્ને વિચારવું જોઈએ. રાજ્યોના પક્ષ સાથે ભાગીદારીનો તર્કસંગત અભિગમ અપનાવવાની કૉંગ્રેસને અરજ કરતાં તેમણે કહ્યું કે તાજેતરમાં રાહુલ ગાંધી સાથેની વાતચીત પરથી તેમનામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. હાલનું રાજકીય વાતાવરણ અને 1975-77ની પરિસ્થિતિ સમાંતર હોવાનું ભારપૂર્વક જણાવતાં તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ પ્રસાર માધ્યમો, સરકાર અને સરકારી એજન્સીઓ પર પાબંદી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે તે સમયે લોકો તેમને પડકારવા વૈકલ્પિક મંચ, સંસ્થા અને નેતાનો અભાવ હોવાનો નિર્દેશ કરતા હતા.
ફરક એ છે કે જયપ્રકાશ જેવા રાજકીય નેતાઓ તે વખતે હતા. લોકો તેમની સલાહ લેતા હતા. આખરે મોટા ભાગના નેતાઓ પોતાના પક્ષને ભૂલી ગયા હતા. ચૂંટણી પત્યા પછી જનતા પક્ષ એકત્રિત થયો અને મોરારજી દેસાઈ પર નેતાની પસંદગીનો કળશ ઢોળાયો હતો. સાચું કહું તો મને વડા પ્રધાન બનવાની ખેવના નથી. પણ મારી મહત્ત્વાકાંક્ષા બધા વિરોધી પક્ષો એકત્ર થઈને વિકલ્પ પૂરો પાડવાની છે, એમ તેમણે કહ્યું હતું.
આજે જય પ્રકાશ નારાયણ જેવા નેતા હયાત નથી પણ કેટલાક નેતાઓ ભારતભરનો પ્રવાસ કરીને લોકોને વિશ્ર્વાસમાં લઈ શકે તેમ છે, એમ તેમણે કહ્યું હતું. પવારની આ ટિપ્પણી સામે ભાજપે કોઈ પ્રતિક્રિયા વ્યકત કરી ન હતી.