આવતીકાલ તા.૧૨મી ઓગસ્ટને રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે વિક્રમ સંવત-૨૦૭૪માં શ્રાવણ મહિનામાં ચાર સોમવાર આવી રહ્યાં છે. આ વર્ષે શિવપૂજા માટે શહેરના શિવાલયો, શિવ મંદિરોમાં એડવાન્સ બુકિંગ પણ શિવભક્તો દ્વારા થઈ રહ્યું છે.

આવતીકાલ રવિવારથી તા.૧૨ ઓગસ્ટથી તા.૯ સપ્ટેમ્બર સુધી શ્રાવણ માસ રહેશે. શ્રાવણ સુદ ચોથના રોજ મંગળવારે છે. જ્યારે તા.૨૬મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી થશે. જોકે, આ દિવસે સાંજે ૫.૨૭ સુધી જ રક્ષાબંધન થઈ શકશે. જ્યારે તા.૩ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઉજવણી થશે અને આ જ દિવસે આ વર્ષે શ્રાવણ મહિનાનો અંતિમ રવિવાર પણ છે.
બિલિપત્ર અને ગાયના દૂધ પણ મોંઘા થયા છે. જોકે, શિવભક્તો દ્વારા એડવાન્સમાં બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ચાર સોમવાર ઉપરાંત શનિ-રવિવાર જેવા વીકેન્ડ અને ૧૫ ઓગસ્ટ, રક્ષાબંધન, જન્માષ્ટમી માટે ખાસ બુકિંગ ચાલી રહ્યું છે. જ્યારે અનેક શ્રદ્ધાળુઓ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવા લાખ બિલિપત્ર પૂજા માટે પણ અનેક શિવભક્તો દ્વારા એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે. આ શ્રાવણ માસ દરમિયાન દરરોજ ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રનો જાપ અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ ઉત્તમ ફળદાયી બની રહેશે.























