Alert Archives - Page 489 of 521 - CIA Live

August 21, 2018
Murder-Mystery-Logo.png
1min5370

શહેરાના સલાબતપુરામાં આવેલી તિરૂપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. તિરૂપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરવામાં આવી હતી. ગાળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યારા ફરાર થઈ ગયા હતાં. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં આ આઠમી હત્યાનો બનાવ સામે આવતાં પોલીસની કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે. સુરતમાં હત્યાના બનાવો વધતા જાય છે. છેલ્લા એક મહિનામાં હત્યાના આઠ બનાવો બન્યા છે. તાજેતરમાં શહેરના વેદરોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટમાં રેતીના ઢગલામાંથી માનવલાશ મળી હતી. આ ઉપરાંત યુપીનો યુવક નોકરી માટે મુંબઈ જવા નીકળ્યો હતો. લૂંટારૂઓએ ચપ્પુ મારી હત્યા કરી રોકડ લૂંટ કરી હતી.

August 21, 2018
doll.jpg
1min6370

અમેરિકન ડોલર રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને બીજા વૈશ્વિક અર્થતંત્રમાં નરમાઈ મુખ્ય ચિંતાનો વિષય છે, પરંતુ આ ચિંતાને તમે મૂડીરોકાણની તક ગણીને ફાયદો ઉઠાવી શકો છો. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય છે ત્યારે આવકનો મુખ્ય સ્રોત નિકાસ હોય અથવા તો જેમનો વ્યવસાય યુએસ ચલણમાં મોટું રોકાણ ધરાવતો હોય એવા ક્ષેત્રને વધારે ફાયદો થાય છે.

ઇન્ફર્મેશન ટેક્‌નોલોજી અને ફાર્મા કંપનીઓ અમેરિકામાં મોટો બિઝનેસ ધરાવે છે, જેથી તેમને સૌથી વધુ લાભ થશે. આંકડાકીય માહિતી મુજબ આઇટી સેક્ટરની નિકાસ કુલ વેચાણના 88.6 ટકા છે અને ત્યાર બાદ નોન-ફેરસ ધાતુ અને હેલ્થકેર સેક્ટરની નિકાસ તેમના કુલ વેચાણના આશરે અનુક્રમે બાવન ટકા અને 51 ટકા છે.

છેલ્લાં બે વર્ષમાં ભારતીય અર્થતંત્રએ હરણફાળ ભરી છે અને તેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાના વેચાણ થકી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. વેપારખાધ અને સતત વધતા જતા ક્રૂડ ઓઇલના ભાવ રૂપિયા માટે ચિંતાનો વિષય છે. આવા સંજોગોમાં રૂપિયાની કટોકટીભરી અવસ્થામાં જે સ્ટોક સારો દેખાવ કરે અને સંબંધિત બેંચમાર્ક કરતાં વધારે વળતર આપે તેવા સ્ટોકને મહત્ત્વ આપવું જોઈએ.

ફાર્માસ્યુટિકલ્સનું બજાર સતત વધી રહ્યું છે. વર્તમાન માર્કેટના અહેવાલ અનુસાર 2021 સુધીમાં દુનિયાભરમાં દવાઓનો ખર્ચ 1.5 ટ્રિલિયન ડોલર થશે. આ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર તબીબી ખર્ચના ચારથી સાત ટકા અથવા ડોઝિસના 3 ટકા જેટલો છે. રાજકીય અનિશ્ચિતતા હોવા છતાં જનરલ હેલ્થકેરમાં યુએસ સૌથી વધુ વૃદ્ધિ નોંધાવશે જ્યારે ફાર્મા ક્ષેત્રનું ઊભરતું બજાર સમગ્ર દવાના વોલ્યુમના આશરે બે તૃતીયાંશની જરૂર પડશે.

August 21, 2018
gita.jpg
1min5550

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE) પર 10 સપ્ટેમ્બરથી ગીતાંજલિ જેમ્સ સહિતની નવ કંપનીઓમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.  નિરવ મોદી અને તેના મામાના બહાર આવેલા કૌભાંડથી અત્યાર સુધી આ કંપનીઓને સ્ટોક માર્કેટમાં કામ કરવા દેવાયું એ પણ તપાસ માગી લે તેવો વિષય બન્યો છે.

ગીતાંજલિ જેમ્સ પીએનબીને અબજો રૂપિયાનો ચૂનો લગાવનારા મેહુલ ચોક્સીની કંપની છે.

સેબીએ કહ્યું છે કે જો આ પૈકી કોઈ કંપની LODR (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) નિયમોનો અમલ ચોક્કસ સમયમર્યાદામાં કરશે તો તે કંપનીના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ નહીં થાય. બીએસઇના કિસ્સામાં આ સમયમર્યાદા ચાર સપ્ટેમ્બર છે, જ્યારે એનએસઇના કિસ્સામાં પાંચમી સપ્ટેમ્બર છે. આમ, વાસ્તવમાં આ તમામ નવ કંપનીમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થશે કે કેમ તે પાંચમી સપ્ટેમ્બર પછી સ્પષ્ટ થશે.

યાદીમાં સમાવિષ્ટ અન્ય કંપનીઓમાં એમ્ટેક ઓટો, એસુન રેરોલ, પેનોરેમિક યુનિવર્સિલ એ ચાર કંપનીમાં BSE-NSE બન્નેમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે. થમ્બી મોડર્ન સ્પિનિંગ મિલ્સ, ઇન્ડો પેસિફિક પ્રોજેક્ટ્સ, હરિયાણા ફાઇનાન્શિયલ કોર્પોરેશન, નોબલ પોલિમર્સ, સમૃદ્ધિ રિયલ્ટી પર બીએસઇમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે.

રેગ્યુલેશન 33 નાણાકીય પરિણામોની રજૂઆત અંગેનો છે. બીએસઇના કહેવા પ્રમાણે આ નવ કંપનીઓ પૈકી સમૃદ્ધિ રિયલ્ટી અને નોબલ પોલિમર્સે તેમના નાણાકીય પરિણામ જાહેર કરી દીધાં છે, પરંતુ જરૂરી દંડ હજી જમા નથી કરાવ્યો. વળી, આ બન્ને કંપનીઓમાં પ્રમોટરોનું સંપૂર્ણ હોલ્ડિંગ 17 ઓગસ્ટથી સ્થગિત કરી દેવાયું છે.

એનએસઇએ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે જો કંપનીઓ LODR નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો પાંચમી સપ્ટેમ્બરથી તેમના ઇક્વિટી શેરનું ટ્રેડિંગ સ્થગિત કરી દેવાશે. જ્યાં સુધી પાલન નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્શન ચાલુ રહેશે. વળી, સસ્પેન્શનના 15 દિવસ પછીથી શેરનું ટ્રેડિંગ ઝેડ ગ્રૂપમાં જ થઈ શકશે. મતલબ કે છ મહિના સુધી દર સપ્તાહના પ્રથમ દિવસે જ ટ્રેડિંગ થશે.

ઝેડ ગ્રૂપમાં એવી કંપનીઓ સામેલ છે, જેઓ લિસ્ટિંગના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે અને/અથવા રોકાણકારોની ફરિયાદોનું નિવારણ કરવામાં નિષ્ફ‌ળ ગઈ છે અને/અથવા તેમની જામીનગીરીઓનું ડિમટિરિયલાઇઝેશન કરવા ડિપોઝિટરીઝ CDSL and NSDL સાથે જરૂરી વ્યવસ્થા નથી કરી.

August 20, 2018
shiv-1-1280x720.jpg
1min20550

હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાન ભોળાનાથની આરાધનામાં ભાવિકો ગળાડૂબ બન્યા છે ત્યારે એક ચર્ચા એ વાઇરલ થઇ છે કે ભગવાન શિવને અર્પણ કરાયેલો પ્રસાદ ભાવિકો આરોગી શકે કે કેમ આ અંગે અનેક મતમતાંતર સાંભળવા મળી રહ્યા છે. કોઇક કહે છે શિવજીને, શિવલિંગને અર્પણ કરાયેલા પ્રસાદ પર ભાવિકોનો અધિકાર નથી બલ્કે  શિવલિંગ કે શિવ મંદિરની પૂજા કરનાર વ્યક્તિ હોય એ સિવાય બીજા કોઈ વ્યક્તિઓથી લઈ શકાય નહીં. એ પ્રસાદ બીજાઓએ લેવો જોઈએ પણ નહીં. જો લેવામાં આવે તો લેનારનું જરૂર કંઈક ને કંઈક અનિષ્ટ થતું હોય છે. કેમકે શિવજી કાળ-ભૂત પ્રેતના દેવ છે .

 

શાસ્રો ટાંકે છે કે ભૂત-પ્રેતો ના વડેરા એવા ચંડેશ્વરની ઉત્પત્તિ શિવજીના મુખેથી થયેલી છે. તે હંમેશા શિવજીની આરાધનામાં લીન રહેતો હોય છે અને એટલે શિવલિંગ પર ચડાવવામાં આવેલો પ્રસાદ તેના ભાગનો ગણવામાં આવતો હોય છે. આથી જો અન્ય કોઈ વ્યક્તિનો પ્રસાદ ખાય તો તે ભૂત પ્રેત માટેનો અંશ ખાઈ રહ્યો છે એવું સમજાય છે. એટલે શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ ભલે પછી તે ફળ, મીઠાઇ, ભાંગ, દૂધ કે અન્ય ગમે તે સ્વરૂપમાં પણ કેમ ન હોય! નહીં ખાવું જોઈએ એવા પ્રકારની માન્યતા પ્રવર્તે છે.

શિવપુરાણ (વિશ્વેશ્વર સંહિતા)ના 22મા અધ્યાયમાં લખાયું છે કે

“चण्डाधिकारो यत्रास्ति तद्भोक्तव्यं न मानवै:।

चण्डाधिकारो नो यत्र भोक्तव्यं तच्च भक्तित:।।”

એટલે કે જ્યાં ચંડીકેશ્વરનો અધિકાર હોય ત્યાં શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ મનુષ્યો લઈ શકતા નથી, તે ચંડીકેશ્વરના અધિકારનો હોય છે. શિવજીને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ તે જ લઇ શકે છે.

અડાજણના રામેશ્વર મહાદેવના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ શું કહે છે

સુરતના અડાજણ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ કહે છે કે શિવપુરાણમાં લખાયું છે એ યોગ્ય છે. અમારા રામેશ્વર મહાદેવ મંદિરમાં તેનું પાલન કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસમાં રોજેરોજ થતી શિવ પૂજામાં ભાવિકોને ભગવાન શ્રી ગણેશજી, માતા પાર્વતી દેવીને અર્પણ કરવામાં આવતો પ્રસાદ જ વહેંચવામાં આવે છે.

કયા શિવલિંગનો પ્રસાદ લઇ શકાય અને કયા શિવલિંગનો નહીં

પ્રસાદની આ ચર્ચામાં એ બાબત પણ મહત્વની છે કે શિવલિંગ કઈ ધાતુ કે પદાર્થમાંથી બનેલું છે, તેની બનાવટ ઘણી મહત્વની છે. સાદી માટી, પથ્થર અથવા ચીનાઇ માટીથી બનાવવામાં આવેલા શિવલિંગને અર્પણ કરેલો પ્રસાદ લેવો જોઈએ નહીં.

જો શિવલિંગ ધાતુ, બાણલિંગ (નર્મદા કિનારે મળતા કંકર)નું બનેલું હોય તો અથવા પારાનું (પારદ) શિવલિંગ હોય તો તેને અર્પણ કરેલો પ્રસાદ તમામને માટે લઈ શકાય એવો માનવામાં આવે છે. તેમાં ચંડકેશ્વરનો કોઈ અંશ હોતો નથી. એટલે એ પ્રસાદ લેવાથી વ્યક્તિ દોષમુક્ત રહે છે. વળી તેના જીવનમાં આવેલા અવરોધો પણ દૂર થતા હોય છે. આ ઉપરાંત શાલિગ્રામની સાથે જે શિવલિંગની પૂજા કરવામાં આવતી હોય (ભલે પછી તે શિવલિંગ ગમે તે પદાર્થનું બનેલું હોય) તેને અર્પણ કરેલો પ્રસાદ હંમેશા દોષમુક્ત હોય છે, જે લેવાથી જીવનમાં તમામ પ્રકારના અવરોધો કે પરેશાનીઓ દૂર થાય છે. શિવલિંગ જો સ્વયંભૂ હોય એટલે કે પોતાની જાતે પ્રગટ થયેલું હોય એવા શિવલિંગ ને અર્પણ કરેલો પ્રસાદ ખાવાથી જીવનના તમામ પ્રકારનાં પાપ દૂર થતા હોય છે.

જ્યોર્તિલિંગનો પ્રસાદ સર્વોત્તમ

બાર જ્યોતિર્લિંગને પણ અર્પણ કરેલો પ્રસાદ ખૂબ જ સુખશાંતિ આપનારો અને પાપથી છુટકારો કરાવનારો હોય છે. દેશના વિવિધ ભાગોમાં આવેલા બાર જ્યોતિર્લિંગના પ્રસાદ લેવાથી વ્યક્તિનું ખૂબ જ હિત થતું હોય છે.

શાસ્ત્રો અનુસાર જે શિવલિંગની ઉપાસના કરીને કોઈ એ ભૂતકાળમાં સિદ્ધિ હાંસલ કરી હોય કે જે શિવલિંગ કોઈ સિદ્ધ મહાપુરુષો ભક્તો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું હોય તેનો પ્રસાદ લેવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત જેમણે સાધુત્વ ગ્રહણ કર્યું છે એટલે કે જેમણે દીક્ષા લીધેલી છે તેવા તમામ સંતપુરુષો શિવજીના લિંગને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ લેતા હોય છે અને લઈ શકે છે.

 

August 20, 2018
momomumbai.jpg
4min11860

 Jayesh Brahmbhatt  98253 44944

આખી દુનિયામાં બ્લૂ વેલ જેવી ખતરનાક ગેમ કારણે ૧૦૦ કરતાં પણ વધુ યુવાનોએ જીવ ગુમાવ્યા હતાં, ત્યારબાદ સોશિયલ મીડિયા પર વધુ એક જીવલેણ ચેલેન્જ એટલે કે મોમો ચેલેન્જ MOMO Challenge  ખૂબ જ જોર પકડી રહી છે. આ મોમો ચેલેન્જ માટે મુંબઇ પોલીસે આ ખતરનાક ચેલેન્જ સંબંધી એક ચેતવણી બહાર પાડી છે અને લોકોને આ અંગે જાગૃત રહેવાની સલાહ આપી છે. મુંબઇ પોલીસે ટ્વિટરનો સહારો લઇને મોમો ચેલેન્જ અંગે જાગરૂકતા ફેલાવી રહી છે. તેમ જ Dial100 જેવા હેશટૅગ વાપરીને મુંબઇ પોલીસે મહત્ત્વનું પગલું ભર્યું છે. તેમ જ તેની સાથે સંદેશ પણ લખ્યો હતો કે બધા મોમોનો વપરાશ થાય એવું જરૂરી નથી.

(Mumbai police issued notice on twitter)

આ જીવલેણ મોમો ચેલેન્જ ફેસબુકથી શરૂ થઇને વૉટ્સએપ અને યુટ્યુબ સુધી પહોંચી ગયું છે તેમ જ આ ચેલેન્જમાં ડરામણા ફોટોગ્રાફ બતાવીને અને અજાણ્યા ફોન નંબરથી બાળકોને તેમની સાથે વાતચીત કરવા માટે પ્રેરિત કરતી હોય છે. ફક્ત બાળકો જ નહીં પરંતુ, મોટેરાઓ પણ આ માયાજાળમાં ફસાય જાય છે અને જે પ્રમાણે તેમને મોબાઇલ કે ગેડજેટ્સ પર સૂચનાઓ મળે છે એમ કરવા માટે પ્રેરાય છે. એક્સપર્ટસ કહે છે કે આ એક પ્રકારનું હિપ્ટોટિઝમ છે. સાહસ, ડેર, ચેલેન્જના નામે મોબાઇલ યુઝર્સને ફસાવીને તેમની જીંદગી પૂરી થઇ જાય એટલી હદે ચેલેન્જ આપવામાં આવે છે. ભારતમાં મોમો ચેલેન્જ ખતરનાક રીતે માયાજાળ ફેલાવી રહી છે. મુંબઇ પોલીસ પ્રથમ રાજ્યની પોલીસ છે કે જેણે મોમો માટે એલર્ટ જારી કર્યા છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ખતરનાક મોમોના અકાઉન્ટ જાપાન, મેક્સિકો અને કોલમ્બિયાથી જોડાયેલા છે.

Read in English

Momo Challenge

The Momo Challenge reportedly started on Facebook where members were “challenged” to communicate with an unknown number. It allegedly involves challenges that encourage children to engage in a series of violent acts that end with suicide.

Almost a year after the Blue Whale Challenge allegedly led to a number of suicides among teenagers across the globe, a new game called ‘Momo Challenge’ is reportedly encouraging children to perform dangerous challenges. The Momo challenge, viral on social media platforms, especially WhatsApp is allegedly linked to the death of a 12-year-old girl in Argentina, the Buenos Aires Times reported.

What is Momo Challenge?

The Momo Challenge reportedly started on Facebook where members were “challenged” to communicate with an unknown number, The Sun reported. Once the initial contact with a user is established, the Momo account sends a number of challenged and activities that are to be completed to meet ‘Momo’. It allegedly involves challenges that encourage children to engage in a series of violent acts that end with suicide. If a user refuses to follow the game’s orders, Momo threatens them with violent images, The Sun reported. The account appears to be connected to three numbers in Japan, Mexico, and Columbia.

‘Momo’ is a social media account on popular platforms that use an image of a doll with monstrous features, large eyes and a wide mouth to induce curiosity among children, the report added. The artwork called Mother Bird by Link Factory is inspired by the work of a Japanese artist Midori Hayashi, who has no association with the challenge, according to officials.

Deaths linked to Momo Challenge

The Argentina Police are linking the death of a 12-year-old to the game. The girl filmed her activities immediately prior to the suicide on her phone. Authorities suspect someone encouraged her to take her own life, the Buenos Aires Timesreported. The officials are hunting for the “adolescent with whom she exchanged those messages” and have issued a warning to the parents to monitor the browsing activity of their children.

As of now, there are no reports suggesting the presence of the challenge. As per cyber experts, the challenge is a hoax aimed at stealing personal data and extorting information.

August 20, 2018
iit-1.jpg
1min14900

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વર્ષે આઇઆઇટી-બૉમ્બેમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પર કરવામાં આવેલા સર્વે અનુસાર દર પાંચમાંથી ચાર વિદ્યાર્થીને ધૂમ્રપાનની અને દર દસમાંથી સાત વિદ્યાર્થીને દારૂના વ્યસનની આદત ઇન્સ્ટ્ટ્યિૂટના પહેલા વર્ષથી પડી ગઇ હતી.

આઇઆઇટી-બૉમ્બેના કૅમ્પ્સમાં રહેતા વિદ્યાર્થીઓની રહેણી-કરણી, અભ્યાસ યોજના અને કારકિર્દી માટે ભવિષ્યની યોજનાને જાણવા માટે ચાલુ વર્ષે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પર આવા અવનવા સર્વેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અનુસાર, આઇઆઇટી-બૉમ્બેમાં પ્રવેશ કરનારા અનેક વિદ્યાર્થીઓને પહેલા વર્ષથી જ ખરાબ આદતોનું વ્યસન થયું હોવાનું જણાયું હતું.

આ વિશે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે વ્યસન કરવા પાછળ ઘણાં બધા કારણો હોઇ શકે છે, અમુક વિદ્યાર્થીઓને ઘરથી દૂર હૉસ્ટેલમાં રહેવાને કારણે છૂટ મળી હોવાથી તેઓ મદ્યપાન કે ધૂમ્રપાન કરે છે જ્યારે અનેક વિદ્યાર્થીઓ ટેન્શન દૂર કરવા માટે વ્યસન કરતા હોય છે, એમ જણાવાયું હતું. સર્વેમાં આશ્ર્ચર્યની વાત એ છે કે ફક્ત ૧૭.૮ ટકા વિદ્યાર્થી માટે તેમના અભ્યાસમાં સારો દેખાવ કરવો જરૂરી હોવાનું માન્યું હતું, જ્યારે ૨૯.૮ ટકા વિદ્યાર્થી તેમના માર્ક્સથી ખુશ હતા. ટેન્શનને દૂર કરવા માટે ૧૩.૫ ટકા વિદ્યાર્થીએ સલાહકારની મદદ લેવી પડી હતી. પહેલા વર્ષમાં પ્રવેશ કરનારા દર પાંચમાંથી ચાર વિદ્યાર્થી ધૂમ્રપાનની આદત અને દર દસમાંથી સાત વિદ્યાર્થીને દારૂના વ્યસનની આદત પડી હતી.

August 19, 2018
varachha.jpg
1min5290

પાટીદારનો ગઢ ગણાતા શહેરના પુણા વિસ્તારમાં મોડીરાત્રે  બીઆરટીએસની 2 બસ પર પત્થરમારો કરીને કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. એ ઉપરાંત સરથાણા વિસ્તારમાં ટાયરો સગળગાવવાની  ઘટનાને પગલે પોલીસની ગાડીઓ દોડતી થઇ ગઇ હતી. આવી ઘટનાઓને પગલે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. અમદાવાદમાં હાર્દિક પટેલની અટકાયત અને તે પછી અલ્પેશ કથિરીયાની રાજદ્રોહ કેસમાં ધરપકડ બાદ આ પરિસ્થિતિનું  નિર્માણ થયું હોવાનું જણાય આવે છે.

એ પૂર્વે આજે રવિવાર તા19મી ઓગસ્ટ 2018ની સવારે અમદાવાદ ખાતે હાર્દિક પટેલની અટકાયતના સમાચારને પગલે સુરતમાં પાટીદાર આંદોલનના સમર્થકો વરાછાના મીનીબજાર ખાતે ધરણા પર બેઠા હતા. ધરણા પર બેઠેલા પાટીદારોની પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા મામલો બિચકયો હતો. વરાછામાં એકઠું થયેલું ટોળું તોફાને ચઢ્યું હતુ અને પત્થરમારો શરૂ કરી ને બે કચરાપેટીને ઉંધી વાળી દીધી હતી.

વરાછામાં પાટીદાર આંદોલન વધુ તીવ્ર બને એવી સ્થિતિ જણાતા પોલીસે સુરતમાં 40 જેટલા પાટીદારો અને કોગ્રેસી કાર્યકરોની અટકાયત કરીને હજીરા પોલીસ સ્ટેશન મોકલી આપ્યા છે.

 

August 19, 2018
va1.jpg
1min8150

Jayesh Brahmbhatt  98253 44944

એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશના સભ્યો દ્વારા શહેરના ભાઠા વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમના 40 જેટલા વડીલો, સિનિયર સિટીઝન્સને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દક્ષિણ ગુજરાતના જાણીતા શિવ તિર્થ ધામના દર્શનાર્થે લઇ જવામાં આવ્યા હતા.

એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિસના વૈશાલી ગાલાએ સી.આઇ.એ. ને જણાવ્યું હતું કે વડીલ સિનિયર સિટીઝન્સને સુરતથી લક્ઝરી બસદ્વારા કાવી કંબોઇ (જંબુસર), ભાડભૂત, ભરૂચના નિલકંઠેશ્વર ધામ ખાતે લઇ જવામાં આવ્યા હતા. માર્ગમાં તેમના માટે ચા-પાણી નાસ્તા તેમજ ભોજનની પણ વ્યવસ્થા એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશ તરફથી જ રાખવામાં આવી હતી.

વૈશાલી ગાલાએ કહ્યું કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવજીની આરાધના માટેના આ શ્રેષ્ઠ મહિનામાં ભાઠા વૃદ્ધાશ્રમના વડિલો શિવજીના મંદિરના દર્શન કરીને ખૂબ ખુશ થયા હતા. એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશના સભ્યોએ પણ વડિલોને તિર્થસ્થાને લઇ જવામાં ધન્યતા અનુભવી હતી.

 

 

 

 

 

August 19, 2018
n2.jpg
1min11610

આગામી બકરી ઈદના દિવસે મુસ્લિમ સંપ્રદાયમાં બકરાની સૌથી વધુ કતલ થતી હોય તેવા સંજોગો વચ્ચે જીવદયામાં માનતા દિપા જૈન યુવક મંડળ દ્વારા વધુ મા વધુ જીવતદાન મળે તે આશયથી કતલખાને લઇ જવાઇ રહેલી અંદાજે ૨૦૦ થી વધુ બકરી ને મુક્ત કરવામાં આવી હતી અને તેમને જીવતદાન આપવામાં આવ્યું હતું.

શહેરના જૈન અગ્રણી અને ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં જીવદયા અગ્રીમ માનવામાં આવે છે. આગામી બકરી ઇદના તહેવારને અનુલક્ષીને શક્ય એટલી ઓછી જીવ હિંસા થાય તે માટે અડાજણ પાટીયા સ્થિત દિપા કોમ્પ્લેક્સના દિપા જૈન યુવક મંડળ દ્વારા કતલખાને લઇ જવામા ંઆવી રહેલી 200થી વધુ બકરીઓને છોડાવવામાં આવી હતી અને તેને જીવન બક્ષવામાં આવ્યું હતું. દિપા જૈન યુવક મંડળની આ કામગીરી સરાહનીય હતી.

ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહે કહ્યું કે કતલખાને લઇ જવાતી 200 બકરીઓને મુક્ત કરાવ્યા બાદ તેમને દિપા કોમ્પ્લેક્સ ખાતે લાવવામાં આવી હતી. આ બકરીઓને એવી જગ્યાએ લઇ જવામાં આવશે જ્યાં તેમનો નૈસર્ગિક વાતાવરણમાં ઉછેર થાય અને તે જીવનભર હિંસાનો ભોગ ન બને તેની તકેદારી રાખવામાં આવશે. બકરીઓને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવશે.

August 19, 2018
Nurturing-Little-Humans-Book1.jpg
1min9420

સુરત, ઓગસ્ટ, 2018: શું તમારું બાળક શાળાએ જઇ રહ્યું હોય ત્યારે તેના શુઝની દોરી તમારે બાંધવી જોઇએ કે પછી બાળક શાળામાંથી પરત ફરે ત્યારે સ્કૂલ બસમાંથી તેના ઉતરતાની સાથે જ તમારે તેની બેગ ઉંચકી લેવી જોઇએ? શું તમે તમારા બાળકની વધુ પડતી કાળજી રાખો છો અથવા બાળકને વધુ પડતી સુવિધાઓ પૂરી પાડો છો?

જ્યારે બાળકોને આ પ્રકારની દૈનિક કામગીરી કરતાં રોકવામાં આવે ત્યારે માતા-પિતા સમક્ષ મોટી સમસ્યા અને પડકારો સર્જાય છે. શા માટે મા-બાપ બાળકોની વધુ પડતી કાળજી રાખે છે? શા માટે મા-બાપ બાળકોને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરીને આગળ વધવાની પ્રેરણા લેતા રોકે છે?21મી સદીમાં બાળકના ઉછેરમાં કઇ સમસ્યાઓ છે? આ તમામ પ્રશ્નોના જવાબ શિક્ષણ અને તાલીમ ક્ષેત્રમાં 14 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ઇનોવેટર અને વિઝનરી લેખક જય લીલાવાલાના 23મી ઓગસ્ટે રિલિઝ થતાં પુસ્તક ‘નર્ચરિંગ લિટલ હ્યુમન્સ’માં મળી રહેશે.શહેરના રાહુલરાજ મોલ ખાતે પુસ્તકનું અનાવરણ કરાશે.

ગુજરાતની અગ્રમી પ્રી-સ્કૂલ ચેઇન પૈકીની એક પરવરિશ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલના સ્થાપક જય લીલાવાલાના આ પુસ્તકમાં બાળકોના સર્વાંગી ઉછેર અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. જય લીલાવાલાનું માનવું છે કે તમારા બાળકની બાળપણની યાદોમાં રહેવા માટે તમારે તેની સાથે સમય વિતાવવો પડશે. બાળકો સાથેની સુંદર યાદો, નાટકો, યાદગાર પળો, કારકિર્દી, કૌશલ્યો, પત્રો, સવાર, સાંજની યાગો, રમતો, ખુશીના પળોને આવરી લેતાં કુલ 27 ચેપ્ટર્સને આવરી લેવાયા છે. મહત્વપૂર્ણ છે કે નર્ચરિંગ લિટલ હ્યુમન્સને લોન્ચ થતાં પહેલાં જ ફેસબુક ઉપર 500થી વધુ લોકોએ તેને લાઇક કરીને વાંચવાની ઇચ્છા પ્રગટ કરી છે.

આ પુસ્તક અગ્રણી ઇ-કોમર્સ પોર્ટલ ફ્લિપકાર્ટ, એમેઝોન, ઇન્ફીબીમ, નોશનપ્રેસ તથા ઇનગ્રામ ઉપર ટૂંક સમયમાં વેચાણ માટે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંતwww.myparvarish.com ઉપરથી પણ વાચકો તેને ખરીદી શકશે. એમેઝોન કિંડલ ઉપર પણ આ પુસ્તક વાંચન માટે ઉપલબ્ધ બનશે.

ઉલ્લેખનીય છે કે જય લીલાવાલા એક અગ્રણી કમ્યુનિકેટર અને મોટિવેટર છે, જેઓ આદિત્ય બિરલા ગ્રુપ, ફ્યુચર ગ્રુપ વગેરે જેવી અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સંકળાયેલા છે. તેઓ શિક્ષણની સાથે-સાથે ઓપરેશન, ફાયનાન્સ અને મેનેજમેન્ટમાં પણ નિપૂંણતા ધરાવે છે.

-x-x-x-