ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે બુધવારે દિલ્હી કૅપિટલ્સની કપરી કસોટી થવાની છે. દિલ્હી કૅપિટલ્સની ટીમ પોતાનું પ્રથમ આઇપીએલ ટાઇટલ મેળવવા કમર-કસશે. દિલ્હી કૅપિટલ્સ પ્રથમ ક્વૉલિફાયરમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે હારી ગઇ હતી અને હવે તેને પરાજય નહિ પરવડે.
દિલ્હી કૅપિટલ્સ ૧૦ વિજય સાથે ૨૦ પૉઇન્ટ મેળવીને લીગ સ્ટૅજમાં ટોચ પર રહી હતી. દિલ્હી કૅપિટલ્સ પાસે શિખર ધવન, પૃથ્વી શૉ અને શ્રેયસ ઐયર જેવા આક્રમક બૅટ્સમેન છે. સુકાની ઋષભ પંત અને શિમરન હેટમાયર વચલા ક્રમે બૅટિંગમાં આવીને મોટો જુમલો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
દક્ષિણ આફ્રિકાના ઝડપી બૉલરોની જોડી – કાગીસો રબાડા અને એનરિચ નોર્ટજ હરીફ ટીમના જુમલાને સીમિત રાખવામાં સક્ષમ છે. આ ઉપરાંત, તેઓને મદદ કરવા અન્ય ઝડપી બૉલર આવેશ ખાન છે. દિલ્હી કૅપિટલ્સે સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં રમાઇ રહેલા સ્પર્ધાના તબક્કામાં પાંચ વિજય મેળવ્યા હતા અને એક મૅચમાં પરાજય થયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમના મોટા ભાગના બૅટ્સમેન આક્રમક બૅટિંગથી મોટો જુમલો કરી નથી શક્યા. બૉલિંગમાં શુભમન ગિલ, વેંકટેશ ઐયર અને રાહુલ ત્રિપાઠી હરીફ ટીમના બૉલરોને કાબૂમાં રાખવા માટે સક્ષમ છે.
ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પાસ થયેલા અને જેઇઇ મેઇન્સ તેમજ જેઇઇ એડવાન્સમાં સારો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ માટે જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી. વગેરે જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ જાહેર કર્યું છે, જે નીચે મુજબ છે.
Joint Seat Allocation Authority has released the complete schedule for admissions to IITs, NITs, IIEST, IIITs and other GFTIs for the academic year 2021-22.
As per the schedule, the candidate registration/choice filling for academic programmes under JoSAA will begin from October 16, 2021 however the candidates who qualify AAT can fill their AAT-specific choices starting from October 22, 2021 after declaration of AAT result.
Candidate registration and choice filling for academic programmes under JoSAA 2021 (Auto/System Locking of Choices) will end on October 25, 2021. The first mock seat allocation will be released at 10 AM on October 22, 2021 and the second list will be released at the same time on October 24, 2021.
It is mandatory for the candidates to register through the official JoSAA 2021 online portal to be able to obtain seats to be allocated through JoSAA 2021 in any of the IITs, NITs, IIEST, IIITs (Triple-I-Ts) and Other-GFTIs. The academic programmes, along with the category-wise intake capacity, will be announced on the online portal https://josaa.nic.in.
A candidate chooses and applies to a series of academic programs in a certain order of preference.
Indian Institutes of Technology (IITs) offer several academic programmes for which admission is done on the basis of JEE (Advanced) 2021. National Institutes of Technology (NITs), Indian Institute of Engineering Science and Technology, Shibpur (IIEST), Indian Institutes of Information Technology (IIITs or Triple-I-Ts) and a few other technical Institutes funded fully or partially by Central or a State government [Other-GFTIs] (referred to as NIT+) offer academic programmes for which admission is done on the basis of JEE (Main) 2021.
The Joint Seat Allocation Authority (JoSAA) 2021 has been set up by the Ministry of Human Resources Development (MHRD).
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ લોકોને મહારાષ્ટ્ર બંધને સમર્થન આપવાની અપીલ કરી હતી. લખીમપુર હિંસાના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં બંધ પાળવાની જાહેરાત કરી હતી જેની ઘેરી અસર આજે સોમવાર તા.11 ઓક્ટોબરની સવારથી જ વર્તાય રહી છે. બંધમાં ખુદ સત્તાધારી પાર્ટીઓ સામેલ હોઇ, મહારાષ્ટ્રમાં આજના બંધની વ્યાપક અસરો જોવા મળી શકે છે.
ત્રણેય પક્ષના કાર્યકરો લોકોને મળીને ખેડૂતોને સમર્થન આપવા માટે તેમને બંધમાં સામેલ થવાની અરજી કરી હતી.
‘ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા દ્વારા કૃષિ ઉત્પાદનોની ખૂલી લૂંટ કરવા માટે પરવાનગી આપી છે અને તેના પ્રધાનોના સંબંધીઓ ખેડૂતોનો જીવ લઇ રહ્યા છે. આપણે ખેડૂતો પ્રત્યે દયા દેખાડવાની જરૂર છે’, એમ એનસીપીના પ્રવક્તા અને રાજ્યના પ્રધાન નવાબ મલિકે જણાવ્યું હતું.
મહાવિકાસ આઘાડી સરકારે આ હિંસા માટે ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અજય મિશ્રાને જવાબદાર ઠરાવીને તેમના રાજીનામાની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટની દખલગીરી બાદ પ્રધાનના પુત્રની ધરપકડ કરાઇ હતી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે લખીમપુર હિંસાનો વિરોધ નોંધાવવા માટે પક્ષના કાર્યકરો અને નેતાઓ મુંબઈમાં રાજભવનની બહાર ‘મૌન વ્રત’ રાખશે.
યુપી પોલીસે લખીમપુર કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની મોડીરાત્રે ધરપકડ કરી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટી સમક્ષ સવારે ૧૦:૩૦ કલાકે હાજર થયો હતો. આશરે ૧૨ કલાકની પૂછપરછ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે અને હવે તેને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે. તેનો મેડિકલ ચેકઅપ કરીને આગામી કાર્યવાહી હાથ ધરાશે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઉપેન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળ એસઆઇટીની ટીમે પોલીસ લાઇન્સ ખાતે ક્રાઇમ બ્રાંચમાં મોડી સાંજ સુધી પૂછપરછ કરી હતી. જોકે આ કેસ હાઇપ્રોફાઇલ હોવાથી વધારાના સલામતી જવાનોને પૂછપરછના સ્થળે તૈનાત કરાયા હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટના મામલે મંત્રી પુત્રને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને ધ્યાનમાં લઇને યુપી સરકારની ઝાટકણી કાઢતાં પોલીસે કડક વલણ દર્શાવ્યું હતું.
યુપીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ટક્કર મારનાર એક કારમાં આશિષ મિશ્રા પણ હતો તેવો એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ છેલ્લાં ચાર દિવસથી તેને શોધી રહી છે. જોકે આશિષ મિશ્રા અને તેમના પિતા આક્ષેપોને નકારી રહ્યા છે. તેમણે તો નિર્દોષ હોવાનો દાવો પણ કર્યો હતો.
આશિષ મિશ્રા પોલીસના બીજા સમન્સ બાદ હાજર થયો હતો. બીજી બાજુ વિરોધ પક્ષો અને ખેડૂત નેતાઓ સત્તારૂઢ ભાજપ પર દબાણ વધારી રહ્યા છે. તેમણે કેબિનેટમાંથી અજય મિશ્રાની હકાલપટ્ટી અને તેમની તેમજ તેમના પુત્રની ધરપકડની માગણી કરી હતી.
ખેડૂતોને જે કારોએ ઉડાડીને મોતને ઘાટ ઉતાર્યો હતો તેમાંથી એક કારમાં આશિષ મિશ્રા હતો તેવો ઉલ્લેખ એફઆઇઆરમાં કરાયો છે. બીજી બાજુ કેન્દ્રના ત્રણ ખેત કાયદાનો વિરોધમાં ચાલી રહેલા આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ આક્ષેપ કર્યો છે કે એક અગાઉથી સુયોજિત કાવતરા હેઠળ હિંસા કરાઇ હતી. ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે જો સરકાર તેમની માગણી ૧૧ ઓક્ટોબર સુધી નહિ સ્વીકારે તો તેઓ મૃત ખેડૂતોની અસ્થિઓ સાથે લખીમપુર ખીરીથી એક ‘શહીદ કિસાન યાત્રા’ કાઢશે. મોરચો આ હિંસાના વિરોધમાં દશેરાના દિવસે ૧૫ ઓક્ટોબરે વડાપ્રધાન અને ગૃહમંત્રીના પૂતળા બાળશે.
યુપી સરકાર જે રીતે આ કેસની તપાસ ચાલી રહી છે તે મામલે તેના પર પ્રહારો કરતાં પૂર્વ મંત્રી અખિલેશ યાદવે આક્ષેપ કર્યો હતો કે તેઓ આરોપીઓ સામે આરોપો મુકવા ઉપરાંત તેમને બુકે આપી રહ્યા છે. જે રીતે ખેડૂતોને કચડી દેવામાં આવ્યા છે તે જોતાં હવે એવું લાગે છે કે કાયદાને કચડી દેવા માટે તૈયારીઓ ચાલી રહી છે. તેમના પુત્રની પૂછપરછ કરાઇ રહી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા તેમની લોકલ પાર્ટીની ઓફિસમાં વકીલોથી ઘેરાયેલા હતા. ત્યાં ભાજપના સૈંકડો કાર્યકરો પર પહોંચી ગયા હતા અને તેમના સમર્થનમાં સુત્રોચ્ચારો કર્યા હતા. એ પછી મંત્રી બહાર આવ્યા હતા અને પાર્ટીને કહ્યું હતું કે આશિષ નિર્દોષ છે અને ત્રીજી ઓક્ટોબરની ઘટનામાં તેની કોઇ ભૂમિકા નથી.
આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર શુક્રવારે એક સાથે જ બે મેચ રમાશે. પહેલો મેચ પાંચ વખતની મુંબઇ ઇન્ડિયન્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદનો હશે. જે અબુધાબીના મેદાન પર સાંજે 7-30 વાગ્યાથી શરૂ થશે. બીજો મેચ પણ સાંજે 7-30થી દુબઇમાં રમાશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે થશે. શુક્રવારે એક સાથે રમાનાર આ બન્ને મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની અલગ અલગ ચેનલ પરથી થશે. આવતીકાલના મુંબઇ અને હૈદરાબાદ વચ્ચેના મેચ પર સહુની નજર રહેશે. કારણ કે આ મેચના પરિણામ પરથી મુંબઇની પ્લેઓફની સ્થિતિ ફાઇનલ થશે. જયારે બેંગ્લોર અને દિલ્હીની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. આથી બન્ને ટીમનું લક્ષ્ય જીત સાથે પ્લેઓફમાં પહોંચવાનો રહેશે. આઇપીએલની 2021ની સિઝનના આ આખરી બે લીગ મેચ છે. આ પછી રવિવારથી પ્લેઓફના મેચ શરૂ થશે.મુંબઇનું હૈદરાબાદ સામે હલ્લાબોલ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પ્લેઓફમાં પહોંચવા માટે હરહાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવવું પડશે. મુંબઇની ટીમના ખાતામાં 13 મેચમાં 12 પોઇન્ટ છે અને પાંચમા સ્થાને છે. જો કે તેનો નેટ રન રેટ માઇનસ 0.048 છે. આ સામે કોલકતાના પણ 13 મેચમાં 12 પોઇન્ટ છે અને તે ચોથા નંબરે છે. તેનો આખરી મેચ રાજસ્થાન સામે છે. તેમાં જો કેકેઆરને જીત નસીબ થશે તો મુંબઇની સ્થિતિ કઠિન બનશે. કારણ કે કેકેઆરનો રન પ્લસ 0.294 છે. મુંબઇના સુકાની રોહિત શર્માએ કહ્યંy છે કે સારી વાત એ છે કે કોકલતાનો મેચ અમારી પહેલા છે. આથી અમને ખબર પડી જશે કે અમારે શું કરવાનું છે. સનરાઇઝર્સ સામેના મુકાબલામાં મુંબઇની તેના કેપ્ટન રોહિત શર્મા પાસેથી મોટી અને આતશી ઇનિંગની આશા રહેશે. જે રોહિતના બેટમાંથી આ સિઝનમાં હજુ સુધી નીકળી શકી નથી. ટીમ માટે સારી નિશાની એ છે કે ઇશાન કિશને ફોર્મમાં વાપસી કરી લીધી છે. જો કે ટીમને હાર્દિક અને પોલાર્ડનું નબળુ પ્રદર્શન ભારે પડી રહ્યંy છે. પાછલા મેચમાં નાથન કુલ્ટર નાઇલે 4 અને જિમ્મી નિશમે બે વિકેટ લીધી હતી અને રાજસ્થાન સામે મુંબઇને મોટી જીત અપાવી હતી. જે મુંબઇની ટીમ માટે સારી નિશાની છે. બીજી તરફ સનરાઇઝર્સ તેના આખરી લીગ મેચમાં સન્માનજક જીત સાથે વિદાય લેવા ઇચ્છશે. તેણે પાછલા મેચમાં બેંગ્લોરને હાર આપીને મનોબળ વધાર્યું છે. જો કે આ ટીમ આઇપીએલમાં સાતત્યસભર દેખાવ કરી શકી નથી. આથી મુંબઇ સામે તેની રાહ કઠિન બની રહેશ. ખાસ કરીને મુંબઇના ઝડપી બોલરો સામે સનરાઈઝર્સના બેટધરોની આકરી કસોટી થશે.
આરસીબી-ડીસી’ વચ્ચે પ્લેઓફમાં જીત સાથે પહોંચવાની રેસ
8/10/2021 શુક્રવારના જ સાંજના અન્ય એક મેચમાં વિરાટ કોહલીની ટીમ આરસીબી સામે ઋષભ પંતની ટીમ ડીસી હશે. આ બન્ને ટીમ પહેલેથી પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. બેંગ્લોરનું નંબર ત્રણ પર રહેવું નિશ્ચિત છે. જયારે દિલ્હીએ ટોચ પર રહેવા બેંગ્લોરને હાર આપવી પડશે અને ચેન્નાઇની ટીમનું પંજાબ સામે શું પરિણામ આવે છે તે પર જોવું પડશે. કારણ કે દિલ્હીથી ચેન્નાઇનો નેટ રન રેટ સારો છે. દિલ્હીના હાલ 13 મેચમાં 20 અંક છે.
પ્લેઓફ અગાઉના આ મેચમાં બન્ને ટીમ તેની ઇલેવનમાં પ્રયોગથી બચીને સિતારા ખેલાડીઓ પર જ ફરી વિશ્વાસ મુકશે. જયાં સુધી દિલ્હીની વાત છે તો તેને યુવા ઓપનર પૃથ્વી શોનું યૂએઇમાં ખરાબ પ્રદર્શન સતાવી રહ્યંy છે. તો આરસીબીને સ્ટાર એબી ડિ’વિલિયર્સ તરફથી ધારણા અનુસારનું યોગદાન મળી રહ્યંy નથી. તે પાછલા હૈદરાબાદ સામેના મેચમાં ટીમને જીત અપાવી શકયો ન હતો. તેની સામે આખરી ઓવરમાં ભુવનેશ્વર ભારે પડયો હતો.
વિરાટ કોહલીની કેપ્ટન તરીકે આઇપીએલની આ આખરી સિઝન છે. તેનું લક્ષ્ય બેંગ્લોરને પહેલીવાર ચેમ્પિયન બનાવીને કપ્તાનીના તાજને મુકવાનો છે. આ ખુદ કોહલીએ હવે ટૂર્નામેન્ટના નિર્ણાયક તબકકે જબરદસ્ત દેખાવ કરીને ટીમની આગેવાની લેવી પડશે. બીજી તરફ યુવા સનસની ઋષભ પંતની નજર પણ દિલ્હી કેપિટલ્સને પહેલીવાર વિજેતા બનાવવાની છે.
આજે તા.7મી ઓક્ટોબર 2021 માતાજીના આરાધ્ય પર્વ નવરાત્રીની પહેલી જ પ્રભાતે એવા સમાચાર આવ્યા કે જે સુરતવાસીઓ માટે જાણવા જરૂરી હતા. સુરત મહાનગરપાલિકાની અધિકૃત જાણકારી મુજબ તા.7મીએ સવારે 6 વાગ્યે સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમ ખાતે પાણીનું લેવલ 345 ફૂટ નોંધાયું હતું. ઉકાઇ ડેમની ભયજનક સપાટી પણ 345 ફૂટ છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની શક્યતા નથી પરીણામે ઉકાઇ ડેમ છલોછલ ભરાયો હોવા છતાં તાપી નદીમાં પાણી છોડવું પડે તેવી પણ કોઇ સ્થિતિ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે છ વાગ્યે ઉકાઇ ડેમમાં વોટર લેવલ તેમજ અન્ય પેરામીટર્સ આ પ્રમાણે નોંધાયા હતા.
???????????????? ???????????? Date :07/10/2021 Time : 05:00 hrs Rule Level : 345.00 ft (7414.29) Level : 345.00 ft Gross Storage : 7414.29 MCM (100%) Live storage :6729.90 MCM ???????????????????????? : 46397 Cusecs Outflow : Canal: 1100 cusecs Hydro: 10374 cusecs Gate: 0 cusecs Total ???????????? ????????????????: 11474 Cusec????
ઉકાઇ ડેમમાં હાલ 14 હજાર ક્યુસેક્સ જેટલું પાણી આવી રહ્યું છે અને તેટલું જ પાણી રિલીઝ પણ કરી દેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો હજુ પણ વરસાદની સંભાવના હશે તો હવે એવી સિસ્ટમ વિકસાવી દેવામાં આવી છે કે ડેમમાં કેટલો પાણીનો આવરો થઇ શકે તેની અંદાજિત ગણતરી એડવાન્સમાં થઇ શકે અને પાણી ડેમમાં આવે તેના કરતા પહેલા ડેમમાંથી રિલીઝ કરી દેવામાં આવે છે જેથી નવું પાણી ડેમમાં સમાઇ શકે. આ પ્રકારનું વોટર મેનેજમેન્ટ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવી રહ્યું હોઇ, સુરતમાં કે તાપી નદીમાં પૂરની શક્યતાઓ નહીવત્ બની છે.
શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ સાજનુ, શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ વિદ્યોતેજક ફંડ, શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ મંડળ અને યુવા સંસ્થા સ્પર્શના સંયુક્ત ઉપક્રમે તપશ્ચર્યા કરનાર મહાન તપસ્વીઓનો સન્માન સમારોહ શ્રી ભદ્રેશભાઈ દમણિયાના પ્રમુખ પદે અને શ્રી હિતેશભાઈ કણિયાના અતિથિવિશેષ પદે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જ્ઞાતિના ધોરણ-૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહના પ્રમુખ સ્થાને શ્રી જગદીશભાઈ ઝવેરી અને અતિથિવિશેષ પદે શ્રી સમીરભાઈ દાલિયા ઉપસ્થિત રહ્યા હતા.
જ્ઞાતિની યુવા સંસ્થા સ્પર્શના ઉપક્રમે અભૂતપૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ખાસ કરીને જ્ઞાતિના યુવાન મિત્રોએ પોતાના બાપ દાદાના વેશ અને મેકઅપ પરિધાન કરીને તેઓ કેવા દેખાતા હતા અને તેઓનું ધાર્મિક અને સામાજિક પ્રદાન શું હતું તેની વેશભૂષા પ્રસ્તુત કરી હતી. આ પ્રસ્તુતિના સમયે તમામ વડીલોના પરિવારજનો મંચ પર આશીર્વાદ લેવા આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
પોલીટીકલ રાઉન્ડમાં જ્ઞાતિના યુવાનોએ ઇન્દિરા ગાંધીથી નરેન્દ્ર મોદી તેમજ સ્મૃતિ ઈરાની, દર્શનાબેન જરદોશ, અમિત શાહ, નીતિન પટેલ, ભૂપેન્દ્ર પટેલ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, લાલુ પ્રસાદ યાદવ, યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, નિર્મલા સીતારમણના પાત્રો વેશભૂષા દ્વારા જીવંત કર્યા હતા.
જ્ઞાતિની યુવતીઓએ સતત ૩૦ મિનિટ સુધી મધુબાલા થી આલિયા ભટ્ટ જેવી નૃત્યાંગનાઓના કુલ ૨૪ ગીતો ૩૦ મિનિટની સમયમર્યાદામાં પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
શ્રી જગદીશભાઈ ઝવેરીએ મેરા નામ જોકર પાર્ટ-૨, નાના બાળકોએ ફેશન શો અને વેશભૂષા તેમજ સ્પર્શ સંસ્થાના કમિટી સભ્યોએ એકતા ડાન્સ પ્રસ્તુત કરી સૌને ચકિત કરી દીધા હતા.
જ્ઞાતિના વર્ષ યુવક – યુવતીઓએ માસ્ટર ઓફ સેરેમની કરી હતી. મૈત્રી નાણાવટી, નિધિ મદ્રાસી, અંકુર નાણાવટી, સૃષ્ટિ સંઘવી, વંશીકા નાણાવટી, નેહલ લાકડાવાલા, હેતલ ઝવેરી, અક્ષત કચરા અને શ્રદ્ધા કચરાએ શબ્દોથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
વૈભવી ઝવેરી, સાગર ઝવેરી અને નીલિમા ઝવેરીએ વિવિધ કાર્યક્રમોની કોરિયોગ્રાફી કરી હતી. પ્રાસંગિક વિધિઓ સાજનાના સેક્રેટરી અજયભાઈ લાકડાવાલા, વિદ્યોતેજક ફંડના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પારસભાઈ જરીવાળા, યુવા સંસ્થા સ્પર્શના પ્રમુખ દેશના મદ્રાસી, જિગર લાકડાવાલા, નિશ્રા નાણાવટી, નિષ્કા જરીવાલા, નિખાર નાણાવટી, ઉર્વિ ઝવેરી, એ કરી હતી.
આ કાર્યક્રમના ટેકનોલોજી ડિરેક્ટર તરીકે મંથન મદ્રાસી, વિરાજ ઝવેરી, અને જય ઝવેરીએ પોતાની સેવાઓ આપી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનું કેટલાક ભાગનું લેખન કાર્ય શ્રી નરેશ મદ્રાસી, શ્રી નરેશ કાપડીયા તથા સાઉન્ડ ડબિંગ દર્શન ઝવેરીએ કર્યું હતું.
સતત ૯ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમોની વિચારધારા શ્રી નિખિલ મદ્રાસીએ પ્રસ્તુત કરી હતી.
સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૪૦૦ પ્રકારની સારવારના ભાવ વધાર્યા. આ સાથે બ્લેક ફંગસની સારવાર પણ ઉમેરવામાં આવી છે. સરકારના આ પગલાંથી યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે. સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારામાં આ યોજનાનો અમલ કરાવનાર નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ સારવારના ભાવમાં ૨૦ ટકાથી ૪૦૦ ટકા સુધીનો વધારો કર્યો છે.
મેડિકલ મેનેજમેન્ટ પ્રોસિઝર હેઠળ વૅન્ટિલેટર સાથે આઇસીયુના ભાવમાં ૧૦૦ ટકાનો અને વૅન્ટિલેટર વગરના આઇસીયુ માટે ૧૩૬ ટકાનો, હાઇ ડિપેન્ડન્સી યુનિટ (એચડીયુ) માટે ૨૨ ટકા અને રૂટિન વોર્ડ માટેના ભાવમાં ૧૭ ટકાનો વધારો કરાયો છે.
કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારાથી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો લાભકર્તાઓને વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે.
પાટનગરના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપ 41 બેઠકો પર જીત, કોંગ્રેસને રોકડી 2 અને આપને ફક્ત 1થી સંતોષ માનવો પડ્યો
ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજરોજ તા.5મી ઓક્ટોબર 2021ના રોજ યોજાયેલા મતગણતરીના અંતે ભાજપાએ ગાંધીનગરમાં પ્રચંડ અને અભૂતપૂર્વ બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. પાટનગરના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપ 41 બેઠકો પર જીત મેળવી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ 02 અને આમ આદમી પાર્ટી 01 બેઠક પર વિજયપ્રાપ્ત કરી શક્યા છે.
ગાંધીનગર ખાતે અભતૂપર્વ વિજય મેળવ્યા બાદ સી.આર. પાટીલે પોતાની પ્રથમ પ્રતિક્રીયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા પાર્ટીને કોઇ અવકાશ નથી. ગુજરાતના મતદારો ભાજપ સાથે રહ્યા છે અને રહેશે.
એ પૂર્વે બપોરે 12.30 કલાકની સ્થિતિએ ગાંધીનગરમાં વોર્ડ નં. 1, 4, 5, 7, 8, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે. હાલ ભાજપ 34થી વધુ બેઠકો પર આગળ છે. અત્યારસુધી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માત્ર એક જ બેઠક જીતી શકી છે. રિપોર્ટ્સ અનુસાર, વોર્ડ નં.6માં પક્ષના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.3માં એક બેઠક પર જીત મેળવી છે તેમજ વોર્ડ નં.2માં તેના બે ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજો અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જોકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથી.
રાજ્યમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે. પૂર્વ સીએમ વિજય રુપાણી અને તેમના તમામ મંત્રીઓની એક્ઝિટ બાદ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના સત્તામાં આવ્યા બાદ પહેલીવાર રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં ભાજપનો દેખાવ કેવો રહે છે તે તેમના માટે પણ ખાસ્સું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, નવી સરકારમાં નો રિપિટ થિયરી લાગુ કરાયા બાદ ગાંધીનગરમાં પણ તેનું અનુકરણ કરાયું છે, જેનો સ્પષ્ટ ફાયદો પક્ષને થતો દેખાઈ રહ્યો છે.
વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી
ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)એ ફરી એક વખત ટેક્સ ચોરીની તપાસ કરી છે અને એક મોટું રહસ્ય ઉજાગર કર્યું છે. વર્ષ 2016માં લીક થયેલા પનામા પેપર્સ કેસમાં કરચોરીમાં મોટા ઉદ્યોગપતિઓના નામ સામે આવ્યા હતા. હવે ફરી ICIJએ પેન્ડોરા પેપર્સમાં દાવો કર્યો છે કે ભારતીય સેલિબ્રિટી, ઉદ્યોગપતિ, ખેલાડીઓ અને સ્વાભાવિક રીતે જ રાજકીય નેતાઓ પણ આ કરચોરીમાં સામેલ છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર સચીન તેંડુલકરનું નામ પણ આ લીક પેપર્સમાં સામે આવ્યું છે.
પાનામા પેપર્સ શું છે?
દુનિયાભરના અરબોપતિઓ કરની રકમ બચાવવા માટે વિવિધ તરકીબો અજમાવે છે અને કાયદામાં ઉપલબ્ધ છૂટછાટનો ફાયદો ઉઠાવી ટેક્સ હેવેન (એવા દેશ જ્યાં કર ખૂબ ઓછો છે) ગણાતા દેશમાં પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ, ગિફ્ટ અથવા કાયદાકીય રીતે સ્વીકૃત માર્ગો દ્વારા આ દેશમાં મોકલે છે અને ચોક્કસ ચેનલ બનાવી એ રીતે પૈસા ફરી મેળવે છે, જેનાથી તેઓ ટેક્સમાં રાહત મેળવી શકે અથવા તેમને કર ભરવો પડે નહીં.
હકીકતે, વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી. જેમાં વિશ્વના અનેક નામી લોકોની કરચોરી વિશે ભાંડા ફોડ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં જૉર્ડનના રાજા, યૂક્રેન, કેન્યા અને ઇક્વાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના વડાપ્રધાન અને બ્રિટેનના પૂર્વ વડા પ્રધાન, ચીનના જિંગપિંગ, વર્લ્ડ ક્લાસ ફૂટબોલ પ્લેયર લીએનોલ મેસી અને ટોને બ્લેયરના નામ પણ સામે આવ્યા હતા. એટલું નહીં આમાં ભારત, અમેરિકા અને રશિયા જેવા દેશોના 130 અરબપતિઓના નામ પણ સામે આવ્યા હતા. આ લીક થયેલી માહિતીમાં લૉ ફર્મ મોસેક ફોનસેકા દ્વારા આ લોકો માટે થયેલા ટ્રાન્સેક્સનની વિગતો હતો. આ લિકથી વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં, ભારત સરકારે એક ખુલાસો કર્યો હતો કે પનામા પેપર્સથી સંબંધિત 20,078 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિઓ મળી આવી છે.
પેન્ડોરા પેપર્સ
હવે આ જ રીતે ફરી ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) સંસ્થાએ યુકેમાં બીબીસી અને `ધ ગાર્ડિયન` અખબાર, ભારતમાં `ધ ઈન્ડિયન એક્સપ્રેસ` અને તપાસમાં 150 મીડિયા આઉટલેટ્સને સામેલ કરી 11.9 મિલિયનથી વધુ ગુપ્ત દસ્તાવેજોની તપાસ કરી હતી અને ઘણા ધનિક લોકોના ગુપ્ત નાણાકીય વ્યવહારોની વિગતો હવે સામે આવી છે. આ વિગતો સામે આવતા હેવ તેમણે કરેલી કરચોરીનો કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યો છે.
આજે પ્રકાશિત થયેલા આ અહેવાલોમાં વૈશ્વિક સ્તરે 14 નાણાકીય સેવા કંપનીઓના લીક થયેલા દસ્તાવેજો પર આધારિત છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પેન્ડોરા પેપર્સમાં ઓછામાં ઓછા 380 ભારતીય નાગરિકોના નામ છે. તેમાંથી, ધ ઇન્ડિયન એક્સપ્રેસ અત્યાર સુધીમાં લગભગ 60 અગ્રણી વ્યક્તિઓ અને કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી અને પુષ્ટિ કરી છે. આ પેપર્સમાં દર્શાવાયું ચએ કે કઈ રીતે ટ્રસ્ટનો ઉપયોગ કરી કરચોરીનું આ કાળું કામ થઈ રહ્યું છે.
આ 14 વૈશ્વિક કોર્પોરેટ સર્વિસીસ ફર્મની 11.9 મિલિયન લીક થયેલી ફાઇલો છે, જેણે લગભગ 29,000 ઓફ-ધ-શેલ્ફ કંપનીઓ અને ખાનગી ટ્રસ્ટની સ્થાપના કરી છે. પેન્ડોરા પેપર્સ જણાવે છે કે કેવી રીતે સમૃદ્ધ, પ્રખ્યાત અને કુખ્યાત, જેમાંથી ઘણા પહેલેથી જ તપાસ એજન્સીઓના રડાર પર હતા, એસ્ટેટ પ્લાનિંગ માટે જટિલ બહુસ્તરીય ટ્રસ્ટ સ્ટ્રક્ચરની સ્થાપના કરી હતી.
ટ્રસ્ટની સ્થાપના વિવિધ કારણોસર કરવામાં આવે છે અને તેમાંના કેટલાક વાસ્તવિક પણ છે, પરંતુ તપાસમાં એ પણ જણાયું છે કે ઘણાના ટ્રસ્ટ સ્થાપવા માટેના બે ઉદ્દેશ છે. તેમની વાસ્તવિક ઓળખ છુપાવવી અને પોતાની જાતને ઓફશોર એન્ટિટીઝથી દૂર રાખવી જેથી કર અધિકારીઓ માટે તેમના સુધી પહોંચવું અશક્ય બની જાય અને બીજું રોકડ, શેરહોલ્ડિંગ્સ, રિયલ એસ્ટેટ, આર્ટ, એરક્રાફ્ટ અને યાટ્સ – લેણદારો અને કાયદા અમલદારો પાસેથી રોકાણકારોની સલામતીનું રક્ષણ કરવું.
હવે આ ખુલાશાથી કરચોરીમાં સંડોવાયેલા વિશ્વના જાણીતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. ભારતના નાગરિકોની વાત કરીએ તો આ પ્રકરણમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ક્રિકેટના ગોડ ગણાતા સચીન તેંડુલકર, નીરવ મોદીની બહેન કિરણ મજૂમદારના પતિ, ગાંધી પરિવારના ખાસ મિત્ર સતીશ શર્મા, જેકી શ્રોફ, નિરા રાડિયા અને ઇકબાલ મિર્ચી પરિવારનું નામ પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ બાબતે સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે આ મામલે તપાસ હાથ ધરાશે.
પેન્ડોરા પેપર્સના ખુલાસા બાદ પાકિસ્તાનના રાજકારણમાં હંગામો થયો છે. કારણ કે આ યાદીમાં પાકિસ્તાનના 700 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં ઇમરાન સરકારમાં મંત્રી શૌકત તારિન, જળ સંસાધન મંત્રી મૂનીસ ઇલાહી, સાંસદ ફૈઝલ વાવડા, ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી ખુસરો બખ્તિયારના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.