CIA ALERT
18. May 2024
October 8, 20211min347

Related Articles



IPL : SRH સામે MI એ 171 રનના માર્જિનથી જીતવું પડશે

Share On :
Print Friendly, PDF & Email

આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર શુક્રવારે એક સાથે જ બે મેચ રમાશે. પહેલો મેચ પાંચ વખતની મુંબઇ ઇન્ડિયન્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદનો હશે. જે અબુધાબીના મેદાન પર સાંજે 7-30 વાગ્યાથી શરૂ થશે. બીજો મેચ પણ સાંજે 7-30થી દુબઇમાં રમાશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે થશે. શુક્રવારે એક સાથે રમાનાર આ બન્ને મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની અલગ અલગ ચેનલ પરથી થશે. આવતીકાલના મુંબઇ અને હૈદરાબાદ વચ્ચેના મેચ પર સહુની નજર રહેશે. કારણ કે આ મેચના પરિણામ પરથી મુંબઇની પ્લેઓફની સ્થિતિ ફાઇનલ થશે. જયારે બેંગ્લોર અને દિલ્હીની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. આથી બન્ને ટીમનું લક્ષ્ય જીત સાથે પ્લેઓફમાં પહોંચવાનો રહેશે. આઇપીએલની 2021ની સિઝનના આ આખરી બે લીગ મેચ છે. આ પછી રવિવારથી પ્લેઓફના મેચ શરૂ થશે.મુંબઇનું હૈદરાબાદ સામે હલ્લાબોલ
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પ્લેઓફમાં પહોંચવા માટે હરહાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવવું પડશે. મુંબઇની ટીમના ખાતામાં 13 મેચમાં 12 પોઇન્ટ છે અને પાંચમા સ્થાને છે. જો કે તેનો નેટ રન રેટ માઇનસ 0.048 છે. આ સામે કોલકતાના પણ 13 મેચમાં 12 પોઇન્ટ છે અને તે ચોથા નંબરે છે. તેનો આખરી મેચ રાજસ્થાન સામે છે. તેમાં જો કેકેઆરને જીત નસીબ થશે તો મુંબઇની સ્થિતિ કઠિન બનશે. કારણ કે કેકેઆરનો રન પ્લસ 0.294 છે.
મુંબઇના સુકાની રોહિત શર્માએ કહ્યંy છે કે સારી વાત એ છે કે કોકલતાનો મેચ અમારી પહેલા છે. આથી અમને ખબર પડી જશે કે અમારે શું કરવાનું છે. સનરાઇઝર્સ સામેના મુકાબલામાં મુંબઇની તેના કેપ્ટન રોહિત શર્મા પાસેથી મોટી અને આતશી ઇનિંગની આશા રહેશે. જે રોહિતના બેટમાંથી આ સિઝનમાં હજુ સુધી નીકળી શકી નથી. ટીમ માટે સારી નિશાની એ છે કે ઇશાન કિશને ફોર્મમાં વાપસી કરી લીધી છે. જો કે ટીમને હાર્દિક અને પોલાર્ડનું નબળુ પ્રદર્શન ભારે પડી રહ્યંy છે. પાછલા મેચમાં નાથન કુલ્ટર નાઇલે 4 અને જિમ્મી નિશમે બે વિકેટ લીધી હતી અને રાજસ્થાન સામે મુંબઇને મોટી જીત અપાવી હતી. જે મુંબઇની ટીમ માટે સારી નિશાની છે.
બીજી તરફ સનરાઇઝર્સ તેના આખરી લીગ મેચમાં સન્માનજક જીત સાથે વિદાય લેવા ઇચ્છશે. તેણે પાછલા મેચમાં બેંગ્લોરને હાર આપીને મનોબળ વધાર્યું છે. જો કે આ ટીમ આઇપીએલમાં સાતત્યસભર દેખાવ કરી શકી નથી. આથી મુંબઇ સામે તેની રાહ કઠિન બની રહેશ. ખાસ કરીને મુંબઇના ઝડપી બોલરો સામે સનરાઈઝર્સના બેટધરોની આકરી કસોટી થશે.

આરસીબી-ડીસી’ વચ્ચે પ્લેઓફમાં જીત સાથે પહોંચવાની રેસ

8/10/2021 શુક્રવારના જ સાંજના અન્ય એક મેચમાં વિરાટ કોહલીની ટીમ આરસીબી સામે ઋષભ પંતની ટીમ ડીસી હશે. આ બન્ને ટીમ પહેલેથી પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. બેંગ્લોરનું નંબર ત્રણ પર રહેવું નિશ્ચિત છે. જયારે દિલ્હીએ ટોચ પર રહેવા બેંગ્લોરને હાર આપવી પડશે અને ચેન્નાઇની ટીમનું પંજાબ સામે શું પરિણામ આવે છે તે પર જોવું પડશે. કારણ કે દિલ્હીથી ચેન્નાઇનો નેટ રન રેટ સારો છે. દિલ્હીના હાલ 13 મેચમાં 20 અંક છે.

પ્લેઓફ અગાઉના આ મેચમાં બન્ને ટીમ તેની ઇલેવનમાં પ્રયોગથી બચીને સિતારા ખેલાડીઓ પર જ ફરી વિશ્વાસ મુકશે. જયાં સુધી દિલ્હીની વાત છે તો તેને યુવા ઓપનર પૃથ્વી શોનું યૂએઇમાં ખરાબ પ્રદર્શન સતાવી રહ્યંy છે. તો આરસીબીને સ્ટાર એબી ડિ’વિલિયર્સ તરફથી ધારણા અનુસારનું યોગદાન મળી રહ્યંy નથી. તે પાછલા હૈદરાબાદ સામેના મેચમાં ટીમને જીત અપાવી શકયો ન હતો. તેની સામે આખરી ઓવરમાં ભુવનેશ્વર ભારે પડયો હતો.

વિરાટ કોહલીની કેપ્ટન તરીકે આઇપીએલની આ આખરી સિઝન છે. તેનું લક્ષ્ય બેંગ્લોરને પહેલીવાર ચેમ્પિયન બનાવીને કપ્તાનીના તાજને મુકવાનો છે. આ ખુદ કોહલીએ હવે ટૂર્નામેન્ટના નિર્ણાયક તબકકે જબરદસ્ત દેખાવ કરીને ટીમની આગેવાની લેવી પડશે. બીજી તરફ યુવા સનસની ઋષભ પંતની નજર પણ દિલ્હી કેપિટલ્સને પહેલીવાર વિજેતા બનાવવાની છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :