CIA ALERT

Alert Archives - Page 147 of 521 - CIA Live

October 5, 2021
CIA-1280x937.jpg
5min491
U.S. scientists David Julius, Ardem Patapoutian get Medicine Nobel for  discovery of temperature, touch receptors - The Hindu
U.S. scientists David Julius, Ardem Patapoutian get Medicine Nobel for discovery of temperature, touch receptors : CiA Live News web

મેડિસીનના ક્ષેત્રમાં તાપમાન અને સ્પર્શ રિસેપ્ટર્સની શોધ બદલ અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને આર્ડોમ પેટાપાઉટિયનને નોબેલ ઇનામ આપવામાં આવ્યું હતું. 

નોબલ કમિટીના મહામંત્રી થોમસ પર્લમેને સોમવારે Dt.4/10/2021 વિજેતાઓનાં નામ જાહેર કર્યા હતા.

પર્લમેને જણાવ્યું હતું કે આ ખરેખર કુદરતનું એક રહસ્ય જાહેર કરે છે. ખરી રીતે આ એવી બાબત છે કે જે આપણા અસ્તિત્વ માટે જરૂરી છે, માટે આ અત્યંત મહત્ત્વનું છે અને ખાસ શોધ છે.  આ પ્રતિષ્ઠિત ઇનામમાં સુવર્ણ ચંદ્રક અને ૧૦ મિલિયન સ્વિડીશ ક્રોનર (૧.૧૪ મિલિયન ડોલરથી વધારે)ની રકમ મળે છે. 

આ વર્ષનું આ પહેલું ઇનામ જાહેર કરાયું છે. આ સિવાય ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ પણ ઇનામો આપવામાં આવે છે. 

In English

Two U.S.-based scientists were awarded the Nobel Prize in physiology or medicine on October 4 for their discovery of the receptors that allow humans to feel temperature and touch.

David Julius and Ardem Patapoutian focused their work on the field of somatosensation, that is the ability of specialised organs such as eyes, ears and skin to see, hear and feel.

“This really unlocks one of the secrets of nature,” said Thomas Perlmann, secretary-general of the Nobel Committee, in announcing the winners. “It’s actually something that is crucial for our survival, so it’s a very important and profound discovery.” The committee said Mr. Julius, 65, used capsaicin, the active component in chilli peppers, to identify the nerve sensors that allow the skin to respond to heat.

Mr. Patapoutian found separate pressure-sensitive sensors in cells that respond to mechanical stimulation, it said.

The pair shared the prestigious Kavli Award for Neuroscience last year.

“Imagine that you’re walking barefoot across a field on this summer’s morning,” said Patrik Ernfors of the Nobel Committee. “You can feel the warmth of the sun, the coolness of the morning dew, a caressing summer breeze and the fine texture of blades of grass underneath your feet. These impressions of temperature, touch and movement are feelings relying on somatosensation.”

“Such information continuously flows from the skin and other deep tissues and connects us with the external and internal world. It is also essential for tasks that we perform effortlessly and without much thought,” said Mr. Ernfors.

Mr. Perlmann said he managed to get hold of both of the winners before the announcement.

“I […] only had a few minutes to talk to them, but they were incredibly happy,” he said. “And as far as I could tell they were very surprised and a little bit shocked, maybe.”

Last year’s prize went to three scientists who discovered the liver-ravaging hepatitis C virus, a breakthrough that led to cures for the deadly disease and tests to keep the scourge from spreading though blood banks.

The prestigious award comes with a gold medal and 10 million Swedish kronor (over $1.14 million). The prize money comes from a bequest left by the prize’s creator, Swedish inventor Alfred Nobel, who died in 1895.

The prize is the first to be awarded this year. The other prizes are for outstanding work in the fields of physics, chemistry, literature, peace and economics.

October 5, 2021
IPL_cia.jpg
1min482

આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આજે રમાનારી મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મૅચમાં રસપ્રદ મુકાબલો જોવા મળશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની ગાડી ફરી પાટે ચડાવવાના અને સ્પર્ધામાં ટકી રહેવાના છેલ્લા પ્રયાસ કરશે. પાંચ વખત ટુર્નામેન્ટની ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું લક્ષ્ય વિજયની હેટ્રીક કરવાનું હશે. જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એમ કરવામાં સફળ થશે તો તે ટુર્નામેન્ટના ૧૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ જ વાર હશે. 

બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેના શાનદાર બૅટિંગ પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને આંચકાજનક પરાજય આપ્યો હોવાને કારણે તેનો આત્મવિશ્ર્વાસ આભને અડી રહ્યો છે. મંગળવારની મૅચમાં પરાજિત થનારી ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જશે.

October 3, 2021
CIA-1280x937.jpg
1min614

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ચાલુ સપ્તાહે બીજી વખત ઉકાઇ ડેમમાં પાણીનો આવરો વધી જતા આજે તા.3 ઓક્ટોબર 2021ને રવિવારના રોજ ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું હતું તેટલું જ પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે.

સાંજે 5 કલાકે સરકારી માહિતી ખાતાએ જારી કરેલા ઉકાઇ ડેમના બુલેટીનમાં જણાવવામાં આવ્યું હતું કે તા.3/10/21 @ 5pm ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 344.04 ફૂટ છે. જે ભયજનક સપાટી 345 ફૂટથી એક ફૂટ ઓછું છે. એ સમયે ડેમમાં કુલ 1.44 લાખ ક્યુસેક્સ પાણીનો આવરો થઇ રહ્યો હતો. ડેમમાં હવે વધુ પાણીનો જથ્થો સ્ટોર કરવો હિતાવહ ન હોઇ, તંત્ર દ્વારા જેટલું પાણી આવી રહ્યું હતું તેટલું જ પાણી તાપી નદીમાં રિલીઝ કરવાનું શરૂ કરાયું છે.

માહિતી ખાતા તરફથી જારી કરવામાં આવેલી માહિતી

Ukai Dam Data :
Dt. 03.10.2021 @ 17:00 Hrs.
Rule Level : 345.00 ft.
Present Level : 344.04 ft.
Inflow : 144737.00 cusecs
Outflow: 144737.00 cusecs
Present Live Storage : 6558.97 MCM
Present Capacity : 7243.36 MCM ( 97.69 %)

Kakrapar Weir Position @ 17:00 Hrs. on Date : 03.10.2021
Kakrapar Weir Level is…………………..166.80 feet
Overflow Discharge in Cusecs is……. 117100.00 Cusecs
Moticher Level is………………………….153.20 feet
Moticher Discharge is…………………….445.00 Cusecs
Total Discharge in River Tapi is……….117545.00 Cusecs

Date : 03.10.2021
Time : 17:00 Hrs.
Singanpor Weir Cum Causeway level: 7.05 Mt

October 2, 2021
cia_edu-1280x925.jpg
1min671

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેરના બાળમંદિરોમાં 2022-23ના વર્ષ માટેના પૂર્વપ્રાથમિકમાં નર્સરી, જુનિયર કેજીમાં પ્રવેશ કામગીરી જુદી જુદી સ્કુલોએ શરૂ કરી દીધી છે.

સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકાવિહાર શાળામાં ઇંગ્લીશ મિડીયમ અને ગુજરાતી મિડીયમમાં પ્રવેશ માટેના અરજી ફોર્મ ઓનલાઇન અને ઓફલાઇન તા.7 અને તા.8મી ઓક્ટોબરના રોજ ભરી શકાશે. ભૂલકા વિહારની ડિટેઇલ્સ માટે નીચેની જાહેરાત જુઓ.

ઉમરા સ્થિત સીબીએસઇ એફિલિયેટેડ ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં 7થી 9 ઓક્ટોબર ફોર્મ ભરી શકાશે

શહેરના ઉમરા વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડનું એફિલિયેશન ધરાવતી અધતન શાળા, ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં પ્રી પ્રાઇમરીમાં પ્રવેશ કામગીરી માટે તા.7થી 9 ઓક્ટોબર વચ્ચે ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે નીચેની જાહેરાત જુઓ

આ પ્રકારે આપની શાળાની પ્રવેશ કાર્યવાહીની એડર્વટાઇઝ વ્યાજબી દરે પ્રસિદ્ધ કરાવવા માટે સંપર્ક કરો 9825344944

સુરત શહેરમાં શાળાકીય શિક્ષણની ગતિવિધિ નોર્મલાઇઝેશન મોડમાં આવી ચૂકી છે અને બીજી તરફ ઓક્ટોબર મહિનાના આરંભ સાથે જ બાળમંદિરોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડની અનેક શાળાઓએ આગામી શૈક્ષણિક વર્ષ 2022-23ના વર્ષમાં નર્સરી અને જુનિયર કેજીમાં પ્રવેશ માટેની જાહેરાતો કરવા માંડતા 3 અને 4 વર્ષના બાળકોના માબાપ એલર્ટ જણાય રહ્યા છે. ગત વર્ષે કોવીડના કારણે પ્રવેશ કાર્યવાહી કોઇ ખાસ ધ્યાન ખેંચી શકી ન હતી પરંતુ, આ વખતે વાલીઓને આકર્ષવા માટે શાળા સંચાલકો નીત નવા ફંડા અપનાવી રહ્યા હોવાનું જણાય રહ્યું છે.શહેરમાં સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડની કેટલીક શાળાઓએ નર્સરી અને જુનિયર કેજીમાં પ્રવેશ માટેના અરજીપત્રકો ઓનલાઇન અને ઓફલાઇન ભરવા અંગેની જાહેરાત કરી છે. અઠવાલાઇન્સની જાણિતી સ્કુલના આચાર્ય કહે છે કે છેલ્લા ત્રણેક વર્ષથી બદલાયેલા ટ્રેન્ડમાં હવે સામાન્યમાં સામાન્ય પરિવાર પણ ક્યાં તો સેન્ટ્રલ બોર્ડ અગર તો તેમાં એડમિશન ન મળે તો ગુજરાત બોર્ડમાં કમસે કમ ઇંગ્લીશ મીડીયમમાં જ તેમના સંતાનોને પ્રવેશ મળે તેવું ઇચ્છી રહ્યા છે.આ વખતથી ગુજરાત બોર્ડે સુરતની શાળાઓએ શરૂ કરેલા દ્વિભાષી માધ્યમ (અગાઉના ગ્લોબલ ગુજરાતી માધ્યમ)ને પણ રાજ્યસ્તરે મંજૂરી આપી હોઇ હવે મોટા ભાગના પ્રવેશ ઇચ્છુક વાલીઓ તેમના પાલ્યો માટે આ પ્રકારની સ્કુલો જ શોધી રહ્યા છે.

કોવીડને કારણે ઓનલાઇન રજિસ્ટ્રેશન

ગત વર્ષથી જ કોવીડ-19ના નિયંત્રણોને કારણે સ્કુલોએ બાળમંદિરમાં પ્રવેશની કામગીરી માટે ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વખતે મોટા ભાગની સ્કુલોમાં બાળમંદિરોના પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ બાળકનો જન્મદાખલો તથા ફોટોગ્રાફ અપલોડ કરવાના રહે છે અને બાદમાં તેમનું પ્રવેશ યાદી, મેરીટ લિસ્ટ વગેરે પણ વાલીઓને વ્હોટ્સએપ અને ઇમેલના માધ્યમથી જ વાકેફ કરવામાં આવે છે.

પ્રવેશની ખેંચતાણ મર્યાદિત સ્કુલોમાં, બાકી બારમાસી પ્રવેશ

છેલ્લા ત્રણેક વર્ષથી બાળમંદિરોમાં પ્રવેશની કાર્યવાહી જોતા એવું જણાય આવે છે કે પ્રવેશની ખેંચતાણ શહેરના દરેક વિસ્તારમાં આવેલી 4-5 બ્રાન્ડેડ સ્કુલોમાં જ જોવા મળે છે. શહેરમાં એવી ગણતરીની સ્કુલો છે કે જેમાં પ્રવેશ માટે ધસારો થાય છે. સુરતમાં હવે સ્કુલોની સંખ્યા જરૂરીયાત કરતા વધી ચૂકી હોઇ, મોટા ભાગની સ્કુલોમાં તો ઓનડિમાન્ડ એટલે કે બારેમાસ પ્રવેશ કામગીરી શરૂ રહે છે.

October 2, 2021
indobrit.jpg
1min396

ભારતે બ્રિટનથી ભારતમાં આવતા બ્રિટિશ નાગરિકોને સમાન નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જે બ્રિટનમાં ભારતથી જતા ભારતીય નાગરિકોને લાગુ પડશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારત 4 ઓક્ટોબરથી આ નવા નિયમો લાગુ કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ નિયમો યુકેથી આવતા તમામ બ્રિટિશ નાગરિકોને લાગુ પડશે. યુકેથી ભારત આવતા તમામ બ્રિટિશ નાગરિકો, જેમણે રસી લીધી હોય કે ના લીધી હોય તે તમામ લોકોએ 4 ઓક્ટોબરથી આ નિયમોનું પાલન કરવું પડશે.

બ્રિટિશ નાગરિકોએ મુસાફરી માટે રવાના થવાના 72 કલાક પહેલા COVID-19 RT-PCR પરીક્ષણ કરાવવું જરૂરી રહેશે. તો બીજી બાજુ ભારતમાં એરપોર્ટ પર પહોંચ્યા પછી પણ કોવિડ -19 નું RT-PCR પરીક્ષણ થશે. ભારત આવ્યાના 8 દિવસ બાદ ફરી એકવાર RT-PCR ટેસ્ટ થશે. ભારતમાં આવ્યા પછી 10 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇન થવું પડશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ નવા નિયમોના અમલ માટે પગલાં લેશે.

 નોંધનીય છે કે થોડા દિવસો પહેલા, ભારત સરકારે કહ્યું હતું કે બ્રિટનમાં કોવિડશિલ્ડ રસી મેળવનારાઓ માટે બ્રિટનનો 10 દિવસનો ક્વોરેન્ટાઈનનો નિયમ `ભેદભાવપૂર્ણ` છે અને નવી દિલ્હીને પણ આ જ રીતે બદલો લેવાનો અધિકાર છે. બ્રિટનના નવા મુસાફરી નિયમ પર દેશમાં રોષ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, `અમે માનીએ છીએ કે 4 ઓક્ટોબરથી અમલમાં મૂકવાની પ્રસ્તાવિત સિસ્ટમ ભેદભાવપૂર્ણ પદ્ધતિ છે. બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં ઉકેલ મળી જશે. આપણને પણ આવો જવાબી વ્યવહાર અધિકાર છે.`

October 2, 2021
CIA-1280x937.jpg
2min618

ચોમાસાના સંભવિત છેલ્લા સ્પેલમાં લગભગ પાંચ દિવસ સુધી દેમાર ઝીકાયેલા વરસાદને કારણે સુરત શહેરમાં લગભગ દરેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા હતા. નાના મોટા ખાડાઓ પડી ગયા હતા. રસ્તાઓ તૂટી જતાની સાથે જ અનેક લોકોએ બિસ્માર રસ્તાઓથી લઇને રોડ ટેન્ડરમાં ખાયકી સુધીની બૂમો શરૂ કરી દીધી હતી. શહેરભરમાંથી ટીકાઓનો વરસાદ જાણે શરૂ થયો હતો. પરંતુ, છેલ્લા બે દિવસ (તા.30મી સપ્ટેમ્બરથી) ઉઘાડ નીકળતા જ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોએ તાબડતોબ શહેરભરમાં તૂટી ગયેલા, બિસ્માર રસ્તાઓનું મરામતનું કામ શરૂ કરાવ્યું છે. છેલ્લા બે દિવસથી લગભગ દરેક વિસ્તારમાં રોડ મેઇન્ટેનન્સના કામો યુદ્ધના ધોરણે થતાં જોવા મળી રહ્યા છે. દરેકે દરેક વોર્ડમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો રોડ મેઇન્ટેનન્સના સ્થળે પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે.

ઉઘાડ નીકળતા જ તક મળી એટલે રસ્તા રિપેરિંગનું કામ શરૂ કરાવ્યું

નાનપુરા-અઠવા-ઉમરા-પોપલોદ વોર્ડ નં.21ના કોર્પોરેટર અશોકભાઇ રાંદેરીયાએ કહ્યું કે ટીકા કરનારાઓ તેમનું કામ કરે છે, અમારું કામ અમે કરીએ છીએ. ભાજપાની સરકાર, કામ કરતી સરકાર અને એટલે જ મતદારોની પસંદ છે. બધા જ જાણે છે ભારે વરસાદ પડ્યો અને રસ્તાઓ તૂટ્યા. તૂટેલા રસ્તાઓને મરામત કરાવવા માટે ઉઘાડ નીકળવો જરૂરી હતો. ઉઘાડ નીકળ્યો અને તરત જ અમારા વોર્ડમાં રસ્તા મરામતના કામો શરૂ કરાવવામાં આવ્યા છે.

ગુજરાત ગેસ સર્કલ પર રોડ મેઇન્ટેનન્સ

શહેરભરમાં તૂટેલા રસ્તાઓની યોગ્ય રીતે મરામતના કામો શરૂ કરાયા છે. આજરોજ તા.1લી ઓક્ટોબરે શહેરના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પર પણ મેઇન્ટેનન્સનું કામ હાથ ધરાયું હતું. સ્થાનિક કોર્પોરેટર કેયુર ચપટવાળા તેમજ અન્ય આગેવાનો આ સમયે સ્થળ પર ઉપસ્થિત હતા.

કોર્પોરેટર દિપેશ પટેલ પોતાના વિસ્તારમાં રોડ મેઇન્ટેનન્સની કામગીરી કરી રહ્યા છે

એસડી જૈન સ્કુલ પાસેના રસ્તા પર મરામતનું કામ પૂરજોશમાં કરી દેવાયું

તસ્વીરો જ બોલે છે, પાલિકાના ભાજપ શાસકોએ પુરવાર કરવાની જરૂર નથી કે તેઓ કામ કરતી સરકાર છે

September 28, 2021
android.jpg
1min494

ગુગલ google કંપનીએ 2.3 વર્ઝન ધરાવતા મોબાઇલ ફોન પર જીમેલ, યુટ્યુબ અને ગૂગલને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરીણામે 2.3 વર્ઝન ધરાવતા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આજથી નકામા બની જશે. એન્ડ્રોઇડ વર્ઝન ૨.૩ 11 વર્ષ અગાઉ ડિસેમ્બર 2010માં માર્કેટમાં આવ્યું હતું અને ગૂગલ સતત તેની આ ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરતું રહ્યું છે. ગૂગલના આ વર્ઝનનું નામ જિંજરબ્રેડ છે. હવે એન્ડ્રોઇડ 12ના લોંચ થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ગુગલે 11 વર્ષ જૂના એન્ડ્રોઇડ 2.3 વર્ઝનના તમામ ઇન્સ્ટ્રુમેન્ટસ પરથી પોતાની સેવાઓને સમાપ્ત કરી દીધી છે.

જો તમે અત્યાર સુધી એન્ડ્રોઇડ 2.3 વર્ઝનનો ઉપયોગ કરતાં હોવ, તો આજથી તમને જીમેલ, યુટ્યુબ અને ગૂગલની સેવાઓ મળશે નહીં. આ પછી પણ તમારે તમારો જૂુના જ ફોન ઇન્સ્ટ્રુમેન્ટને વપરાશમાં લેવું હોય તો તેમાં એન્ડ્રોઈડ 3.0 કે તેનાથી ઉપરનું વર્ઝન અપગ્રેડ કરવું પડશે, તો તમને આ સેવાઓનો લાભ મળશે.

જો તમારું જૂનું મોબાઇલ ફોન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ્રોઇડ વર્ઝન અપગ્રેડ કરવામાં સક્ષમ નથી, તો તમારે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.

September 28, 2021
IPL_cia.jpg
1min404

DC Vs KKR –

શારજાહ: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં મંગળવારે દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો જોવા મળશે. આ મૅચમાં વિજય મેળવીને દિલ્હી કૅપિટલ્સ પ્લૅ ઑફમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લેવાનો પ્રયાસ કરશે.

અહીંના શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી મૅચમાં કેકેઆરના ઈજાગ્રસ્ત ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસેલની ટીમમાં ગેરહાજરી દિલ્હી કૅપિટલ્સના આ આશાવાદ માટેનું મોટું અને મહત્ત્વનું કારણ છે. 

આઈપીએલનું ટાઈટલ પ્રથમ જ વખત મેળવવા ઉત્સુક બનેલી દિલ્હી કૅપિટલ્સની ટીમે આ સિઝનમાં હજુ સુધી આક્રમક રમત દેખાડી છે. 

ગયા વરસે આઈપીએલની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજિત થયેલી દિલ્હી કૅપિટલ્સની ટીમ આ વખતે આક્રમક મૂડમાં છે અને ગયા વરસની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કરવા સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે. 

દિલ્હી કૅપિટલ્સને ૧૬ પૉઈન્ટ સાથે આઈપીએલ પૉઈન્ટ ટેબલમાં બીજું તો બે વખત આઈપીએલની વિજેતા કેકેઆર ટીમને ચોથું સ્થાન આપવામાં આવ્યું હતું. 

આઈપીએલ: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર

અબુધાબી: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આ મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર જોવા મળશે. પરાજયની હેટ્રીક કરનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે તેના ટોચના બૅસ્ટમેનો ફૉર્મ મેળવી લે તે ખૂબ જ જરૂરી છે. યુએઈમાં આઈપીએલનો આરંભ થયા બાદ ત્રણે મૅચમાં પરાજય મેળવનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે સમય હાથમાંથી સરી રહ્યો છે. 

૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પૉઈન્ટ ટેબલમાં ગબડીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આઈપીએલની પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સ-સીએસકે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર-આરસીબી અને કોલકાતા નાઈટ રાઈડર્સ-કેકેઆર સામેની મૅચમાં પરાજય મેળવ્યો છે.  કૅપ્ટન રોહિત શર્મા સહિત ટોચના બૅટ્સમેનોની નિષ્ફળતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં વિજયી બનેલી પંજાબની ટીમને પૉઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને મૂકવામાં આવી છે. 

૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે પંજાબ કિંગ્સને પણ હવેની મૅચ ગુમાવવાનું અને પૉઈન્ટ ટેબલમાં નીચે સરકવાનું પરવડે એમ નથી.

September 27, 2021
CIA_Live_Logo_New2.jpg
1min2035

ઉકાઇ ડેમના ફ્લડ સેલના શીફ્ટ ઇન્ચાર્જ ડેપ્યુટી એક્ઝિક્યુટીવ ઇજનેર દ્વારા તા.27મી સપ્ટેમ્બર 2021ના રોજ બપોરે 3 કલાકે ઇશ્યુ કરવામાં આવેલા ફ્લડ રિલિઝ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનું લેવલ 342.08 ફૂટ છે. ડેમમાંથી હાલમાં 1,49,867 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી રિલિઝ કરવાનો આ જથ્થો સાંજે 4 કલાકે વધારીને 1,75,000 ક્યુસેક્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને જરૂરીયાત મુજબ તેમજ ડેમમાં પાણીના થઇ રહેલા આવરાને ગણતરીમાં લેતા એ વધારીને 1,95,000 ક્યુસેક્સ પણ કરવામાં આવી શકે છે.

ડેમમાં પાણીના થઇ રહેલા આવરાનું મેનેજમેન્ટ કરવા માટે આ પ્રકારે પાણી છોડાઇ રહ્યું છે.

દર વર્ષે વરસાદની સીઝનમાં ઉકાઇ ડેમમાં થતા પાણીના આવરાને કન્ટ્રોલ કરવા માટે આ પ્રકારે વોટર મેનેજમેન્ટ કરવામાં આવે છે.

September 27, 2021
1min585

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજરોજ તા.27મી સપ્ટેમ્બર 2021ને સોમવારે પ્રધાન મંત્રી ડિજિટલ હૅલ્થ મિશન (પીએમ-ડીએચએમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીયોને એક હેલ્થ આઇડી આપવામાં આવશે જેમાં દરેક નાગરીકના વ્યક્તિગત સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, બિમારીઓની માહિતી, ઓપરેશન જો કોઇ કરાવ્યા હોય તો તે અંગેની માહિતી, કોઇક દવાની એલર્જી હોય તો તેની હિસ્ટ્રી વગેરે બાબતો નોંધાશે. કોઇપણ સમયે દવાખાનામાં કે હોસ્પિટલાઇઝેશન વખતે સારવાર નિદાન કરનારા તબીબો માટે આ એક સૌથી સહજ, સરળ અને ઓથેન્ટિંક માહિતી હશે.

National Digital Health Mission

વડા પ્રધાને આ યોજના વિશેની જાહેરાત ૧૫મી ઑગસ્ટ, ૨૦૨૦ના દિવસે લાલ કિલ્લા પરથી કરી હતી. 

હાલ, છ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ પ્રાથમિક ધોરણે આ યોજનાનો અમલ કરાયો છે. આ ઐતિહાસિક પહેલનું ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે સવારે ૧૧ વાગ્યે વડા પ્રધાન ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજનાની રાષ્ટ્રવ્યાપી શરૂઆત યોગાનુયોગે નેશનલ હૅલ્થ ઓથોરિટી (એનએચએ)ની યોજના આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠના દિવસથી થઇ રહી છે.

આ પ્રસંગે કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મુદ્દા તરીકે આ યોજનામાં દરેક નાગરિક માટે સ્વાસ્થ્ય ઓળખ (આઇડી)નો સમાવેશ કરાયો છે, જેનો ઉપયોગ એમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કરાશે.