CIA ALERT

Blog - Page 484 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 3, 2019
nigeria.jpg
1min7240
1 FB

નાઈજીરિયાઃ બેનુએ વિસ્તારમાં રસ્તા પર પલટી ગયેલા ટેન્કરમાંથી પેટ્રોલ એકઠું કરવા માટે ભીડ ઉમટી હતી. ટેન્કર પલટતાં જ તેમાંથી પેટ્રોલ ઢોળાવા લાગ્યું હતું. જે જમા કરવા માટે સ્થાનીક લોકો પહોંચ્યા હતા અને બ્લાસ્ટ થયો હતો. જેના કારણે 45 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુઃખદ ઘટનામાં 100 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી છે.

દેશની ઈમર્જન્સી સેવાએ મંગળવારે જણાવ્યું કે આ ટેન્કર મધ્ય બેનુએ વિસ્તારમાં અહુમ્બે ગામથી જતું હતું. ટેન્કર જ્યાં પલટ્યું ત્યાં બાજુમાં કેટલીક દુકાનો હતી. ટેન્કરમાંથી ઢોળાયેલ પેટ્રોલ જમા કરવા માટે લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતાં. આશરે એક કલાક સુધી ટેન્કરમાંથી ઢોળાતું પેટ્રોલ ભેગું કરવા માટે લોકો ઉમટ્યા હતાં અને અચાનક જ વિસ્ફોટ થયો હતો.

બાબાએ જણાવ્યું કે,’આ દર્દનાક ઘટનામાં શિકાર થયેલા લોકોમાં એક ગર્ભવતી મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બે ફાયરબ્રિગેડ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જ્યારે આગ લાગી ત્યારે યાત્રીઓથી ભરેલી એક બસ પસાર થઈ રહી હતી અને એક પાઈપ જમીન સાથે ભટકાયો અને જેથી ચિંગારી નીકળી અને આગ લાગી હતી.’

July 3, 2019
world_cup_logo.png
1min11610

એક પણ વખત વર્લ્ડ કપ ન જીતનાર ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આજે અહીં વિશ્ર્વ કપ-૨૦૧૯ની તેમની આખરી લીગ મૅચ રમાશે. આજે જીતનારી ટીમ સેમી ફાઇનલમાં પહોંચી જશે અને પાકિસ્તાન માટે સેમીનો પ્રવેશ વધુ કઠિન થઈ જશે. એ જોતાં, આજના પરિણામમાં પાકિસ્તાનને વધુ રસ હશે. ભારત સામેના મુકાબલા સહિત કુલ ચાર મૅચ હારી જનાર પાકિસ્તાનની ટીમ પોતાના બળે આ સ્પર્ધામાં આગળ વધવાને બદલે બીજી મૅચોના રિઝલ્ટ પર વધુ મદાર રાખનારી ટીમ બની છે. આજે ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડમાંથી જે પણ ટીમ હારશે એ સ્પર્ધામાંથી આઉટ નહીં થાય. ઇંગ્લૅન્ડ હારશે તો પાકિસ્તાને બંગલાદેશ સામેની શુક્રવારની મૅચ કેમેય કરીને જીતવી પડશે.

July 3, 2019
guj_budget.jpg
1min4940
નાણામંત્રી નીતિનભાઇ પટેલે અંદાજપત્રમાં નવી ‘સમાધાન યોજના’ની જાહેરાત કરી છે. જીએસટી માળખાના અમલીકરણ પૂર્વે રાજ્યમાં ચાલી રહેલા વિવિધ ટેક્સના વિવાદો મોટી સંખ્યામાં પડેલા છે. તેનો નિકાલ આવે, સરકારના નાણાં છૂટા થાય અને વેપારીઓનો બોજ ઘટે તે માટે આ યોજના 15 ઓગસ્ટથી છ માસ માટે અમલમાં મૂકવામાં આવનાર છે.
નાણામંત્રીએ કહ્યું હતુ કે દેશમાં જીએસટી આવ્યા પહેલા સેલ્સ ટેક્સ, વેટ, મોટર સ્પીરીટ ટેક્સ, સીએસટી, એન્ટ્રી ટેક્સ, સુગર કેન પર્ચેઝ ટેક્સ વગેરે જેવા વેરા અમલમાં હતા. તમામ વેપારી વર્ગના આ ટેક્સને લગતા 20 હજારથી વધારે વિવાદિત કેસ પડતર છે. આ કેસનો નિકાલ કરવા માટે’ ગુજરાત ચેમ્બર સહિતના અસંખ્ય વેપારી સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી હતી.
આમ આવા પડતર કેસના નિકાલ માટે સરકાર સક્રિય થઇ છે. તેના અસરકારક નિકાલ માટે આગામી 15 ઓગસ્ટના દિવસથી છ માસ માટે આ સમાધાન યોજના અમલમાં આવનાર છે. આ યોજના દરમિયાન બાકી રહેલો વેરો ભરપાઇ કરવામાં આવશે તો સરકાર વ્યાજ અને દંડની રકમમાં રાહત આપવાની છે. જે કરદાતાના મૂળ માંગણાની રકમ રૂ. 100 કરોડ કરતા ઓછી હોય તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેવાનો છે. વેપાર-ઉદ્યોગ આલમે આ જાહેરાતને આવકારી છે.’
July 3, 2019
rathyatra1.jpg
1min4910

શહેરમાં આગામી તા.૪થી જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોસાળમાંથી એટલે કે, મામાના ઘરેથી ભગવાન જગન્નાથ આજે મંદિરે પરત ફર્યા હતા.

મંદિરે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાનને આંખો આવી હોવાથી તેઓને આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આજે મંદિરે વિશેષ પૂજા અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ મોટી સંખ્યાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન પૂનમથી અમાસ એટલે કે ૧૫ દિવસ મામાના ઘેર રોકાયા બાદ આજે મંગળવારની વહેલી સવારે ભગવાન જમાલપુર ખાતેના નિજ મંદિરે વાજતે ગાજતે પરત ફર્યા હતા. સરસપુરમાં મામાના ઘેર ખૂબ કેરી આરોગી હોવાથી ભગવાનને આંખો આવી હોવાથી ભગવાનને આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આજે મંદિરમાં સાધુ સંતોનો ભંડારો પણ યોજવામાં આવ્યો હતો.

જેમાં ૨૦૦૦થી વધુ સાધુ-સંતોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો. મંદિર તરફથી સાધુ-સંતોને પ્રસાદ સાથે દક્ષિણા અને ભેટ આપવા આવી હતી. આજના દિવસે વિશેષ ભંડારો કાળી રોટી એટલે કે માલપુવા અને સફેદ દાળ એટલે કે દૂધ પાક આપવામાં આવે છે. ભક્તો પણ દૂર દૂરથી આ પ્રસાદનો લ્હાવો લેવા માટે મંદિરે આવે છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ, મેયર બીજલ પટેલે તેમજ મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓએ પણ ભગવાનના દર્શન કરી શહેરની શાંતિ અને સલામતીની પ્રાર્થના કરી હતી.

July 3, 2019
2018_5large_gujarat_map.jpg
1min6420

શિક્ષણના વિકાસ પાછળ ૩૦,૦૪૫ કરોડપાણી પુરવઠો પાછળ રૂ. ૪૩૦૦ કરોડ વપરાશે

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે નાણાં પ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારનું ૨,૦૪,૮૧૫ કરોડનું ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. રાજ્ય સરકારે ખેડૂતો માટે લોન, સિંચાઈથી લઈને ખેતર માટે નવા વીજ જોડાણને લઈ નવી જોગવાઈઓ કરી છે.

આ ઉપરાંત યુવાઓને રોજગારીની નવી તકો ઊભા કરવાની માટેની જોગવાઈ બજેટમાં રાખી છે. રાજ્યની માળખાકિય અને સુખાકારીની સગવડો વધે તે માટે પણ સરકારે પોતાના બજેટમાં નવી યોજનાઓનો સમાવેશ કર્યો છે. જોકે સમાધાન યોજના હેઠળ બાકી વેરા અને દંડમાં રાહત આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે જ્યારે નવા વર્ષથી હવે સોગંદનામા માટે ખેડૂતો અને લોકો દ્વારા કરવામાં આવતા નોટરાઇઝ સ્ટેમ્પ માટેની ડ્યુટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

રૂ. ૩૦થી રૂ. ૨૦૦ સુધીનો વધારો થશે. આમ સરકારે એકદંરે રૂ. ૨૮૭ કરોડ જેટલો સીધો જ કરવેરા વધારો લોકો ઉપર ઝીંક્યો છે. નાણાં પ્રધાને ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બેજટમાં બેઝિક જરૂરિયાતો માટે ૬૫ ટકા જેટલી ફાળવણી કરવામાં આવી છે. કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ માટે કુલ બજેટના ૨૦.૬૩ ટકા, જ્યારે પાણી, પુરવઠો, સ્વચ્છતા, આવાસન અને શહેરી વિકાસ માટે ૧૫.૭૬ ટકા તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૮.૪૩ ટકા તથા શિક્ષણ, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ માટે ૨૦.૭૯ ટકા મળીને લગભગ ૬૫ ટકા જેટલી ફાળવણી કરી છે.

આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૦,૮૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના ૪.૯૦ લાખ નાગરિકોને ૮૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે ૪૫૦ કરોડની જોગવાઈ કરી છે.

July 3, 2019
mount-2.jpg
1min8110

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ૧૫મી ઑગસ્ટથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સિરોહી જિલ્લા તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંગળવારે બેઠક મળી હતી જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. રવીન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે ‘ઝાડ, છોડવા, વનસ્પતિ અને પ્રાણીઓના હિતમાં માઉન્ટ આબુને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી ૧૫મી ઑગસ્ટથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.’

પ્લાસ્ટિકની થેલી, બોક્સ, થર્મોકોલ કપ, પ્લેટ, વોટર બોટલ વિગેરે પર પણ પ્રતિબંધ મુકાશે. પેપ જળ પૂરું પાડવા ઓટોમેટેડ વોટર ડિસ્પેન્સિંગ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રતિબંધોનો અમલ થઈ રહ્યો છે, તેની તકેદારી રાખવા ટીમની રચના કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે, તેવું એસડીએમએ કહ્યું હતું.

માઉન્ટ આબુને ‘ઈકોસેન્સિટિવ ઝોન’માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાચની બિયર બોટલની ખપત ઘટાડી બિયર કેનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્રે પહેલ શરૂ કરી છે. બિયર બોટલના કાચના ટુકડાથી જંગલી પ્રાણીઓેને જોખમ ઊભું થતું હોવાથી વહીવટીતંત્રે બિયરકેનને પ્રોત્સાહન આપવાની પહેલ શરૂ કરી છે.

એસડીએમ ગોસ્વામી અને ડેપ્યુટી ક્ધઝર્વેટર ઑફ ફોરેસ્ટસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વેપારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

July 3, 2019
modi_AKash.jpg
1min4380

ભાજપના સાંસદ કૈલાસ વિજયવર્ગીયાના વિધાનસભ્ય પુત્ર આકાશની સરકારી કર્મચારીઓને બેટથી મારવાની ઘટનાના સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સખત શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઇપણ હોય, ઘમંડ અને ઉદ્ધતાઇ ચલાવી નહીં લેવાય, આવા વર્તનથી પક્ષનું નામ ખરાબ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની સંસદીય પક્ષની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે કોઇપણ હોય, ઘમંડ અને ઉદ્ધતાઇ ચલાવી નહીં લેવાય અને હિંદીમાં જણાવ્યું હતું કે ‘મનમાની નહીં ચલેગી’ અર્થાત કોઇપણ આવું કંઇ કરીને છટકી નહીં શકે. જોકે, એમણે બેટથી મારવાવાળી ઘટનાનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ એમના કહેવાનો અર્થ સૌને સમજાયો હતો. આ બેઠકમાં ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયા પણ હાજર હતા.

મોદીએ જણાવ્યું હતું કે આવા વર્તનથી પક્ષનું નામ ખરાબ થાય છે અને એ અસ્વીકાર્ય છે. જો કોઇ ભૂલ કરે છે, તો માફી માગવાનું ભાન એનામાં હોવું જોઇએ.

લોકસભાની ચૂંટણીમાં જોરદાર વિજય મેળવ્યા બાદ ભાજપની આ પહેલી સંસદીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મોદીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

kailash son and modi માટે છબી પરિણામ

આ પ્રસંગે પક્ષપ્રમુખ અમિત શાહ અને કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

મોદીએ આ પ્રસંગે ‘પંચવટી’ અભિયાન હેઠળ દેશના દરેક બૂથમાં ઓછામાં ઓછા પાંચ ઝાડ વાવવાની હાકલ કરી હતી. રામ, સીતા અને લક્ષ્મણ પંચવટીમાં ૧૪ વર્ષ વનવાસમાં રહ્યાં હતાં.

આ સિવાય મોદીએ સાંસદોને સત્ર દરમિયાન સંસદમાં હાજર રહેવા સાથે લોકોની સેવા કરીને લોકો માટે કરેલાં કામો બદલ ઓળખાવાની વાત કહી હતી. ત્રિપલ તલાકના ખરડા વખતે ભાજપના સાંસદોની ઓછી હાજરી વિશે એમણે નારાજગી વ્યક્ત કરી હતી.

૬ઠ્ઠી જુલાઇએ ભાજપનો સ્થાપના દિવસ છે અને એ દિવસે મોદી વારાણસીથી, અમિત શાહ તેલંગણાથી અને પક્ષના અન્ય નેતાઓ દેશના વિવિધ ભાગોમાંથી ભાજપની મેમ્બરશીપ ડ્રાઇવના શ્રીગણેશ કરશે.

July 3, 2019
spice_jet-1.jpg
1min4760

સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે મુંબઈ ઍરપોર્ટ ખાતે સ્પાઇસ જેટની જયપુરથી આવેલી ફલાઇટ લેન્ડ થતી વખતે રનવે પર ઑવરશૂટ થઇ હતી. જોકે, પાઇલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

spice jet slips at mumbai માટે છબી પરિણામ

જયપુરથી મુંબઈની સ્પાઇસ જેટની ફલાઇટ એસજી૬૨૩૭ રાત્રે ૧૧.૪૫ વાગ્યે રનવે પર સ્કીડ થઇને ઑવરશૂટ થઇ ગઇ હતી. જોકે, ફલાઇટને લેન્ડ કરતી વખતે પાઇલટે દેખાડેલી સતર્કતાને કારણે ફલાઇટના તમામ ૧૬૭ પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર્સ હેમખેમ બચી ગયા હતા.

મુશળધાર વરસાદને કારણે ઍરપોર્ટ પર પાણી ભરાઇ ગયા હતા તેમ જ કાદવકીચડ થતા વિમાન રનવેની બહાર નીકળી ગયું હતું. આ ઘટનામાં કેટલાક પેસેન્જરને નાની-મોટી ઈજા થઇ હતી.

ઘટના બાદ તાત્કાલિક ઍમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, તેમ છતાં ફલાઇટમાંથી મુસાફરોને બહાર કાઢવામાં ઘણો સમય લાગતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોને ઍરપોર્ટ પર લઇ જઇ ઇમર્જન્સી સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમને સામાન બપોર પછી મળ્યો હતો.

વિમાનને બહાર કાઢવા ૧૫૦ મીટર લાંબો રેમ્પ તૈયાર કરવામાં આવ્યો હતો અને ફલાઇટને ખેંચીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. દુર્ઘટનાને પગલે ઍરપોર્ટ ખાતે સેક્ધડરી રનવે પરથી ફલાઇટ ઑપરેટ કરવામાં આવી હતી. તેમ જ અનેક ફલાઇટો અમદાવાદ અને બેગ્લુરુ ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી.

દુર્ઘટના બાદ સિયોલથી આવી રહેલી કોરિયન ઍર ફલાઇટ કેઇ૬૫૫ને અમદાવાદમાં વાળવામાં આવી હતી. તે જ પ્રમાણે ફ્રેન્કફર્ટથી આવી રહેલી લફથાંસા ફલાઇટ એલએચ૭૫૬ અને બૅંગ્કોકથી આવી રહેલી ઍર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ૩૩૧ને અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. રનવે પરથી દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ ૭૩૭ ઍરક્રાફટને રનવે પરથી હટાવવાના પ્રયત્નો મોડી રાત સુધી ચાલુ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

છેલ્લા અમુક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને તેજ પવનોને કારણે બાવન ફલાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે પંચાવન ફલાઇટ નજીકના અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. વરસાદની સાથે તોફાની અને ત્રાંસા તેજ પવનને કારણે વિમાનને ઉડાન ભરવામાં મુશ્કેલી થાય છેત્તેમ જ સંતુલન ખોરવાતા દુર્ઘટનાનો શિકાર બનવાની સંભાવના હોય છે.

July 3, 2019
maharashtra_map.jpg
1min4790
છેલ્લા 48 કલાકથી મહારાષ્ટ્રમાં વરસી રહેલા દેમાર વરસાદે સમગ્ર મહારાષ્ટ્રનું જનજીવન ખોરવી નાંખ્યું છે. ભારે વરસાદને પગલે પૂના અને મુંબઇમાં દિવાલો તૂટી પડતા 30થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, તો અન્ય મોટી હોનારતમાં મંગળવારે ભારે વરસાદ બાદ રાત્રે રત્નાગીરી ખાતે એક ડેમ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાવા પામી છે.
ભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર વેરણછેરણ સ્થિતિમાં આવી ગયું છે.
Tiware dam

મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા વરસાદના કારણે સ્થિતિ વધારે ને વધારે બગડી રહી છે. મંગળવારે પુણે સિવાય મુંબઈના મલાડ અને કલ્યાણમાં દિવાલ પડવાની ઘટનામાં બે ડઝલથી વધુના મોત થયા હતા. હવે ભારે વરસાદના કારણે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો છે. આ કારણે ડેમની આસપાસ રહેતા 7 ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અચાનક બનેલી આ ઘટનામાં 24 જેટલા લોકો ગાયબ છે. સ્થાનિક તંત્રને બે મૃતદેહ મળ્યા છે.

July 2, 2019
india-1280x684.jpg
1min4920
‘એજબેસ્ટેનની પિચ અને નાની બાઉન્ડ્રી લાઇનને ધ્યાને રાખી ભારતની ઈલેવનમાં ભુવનેશ્વર અને રવિન્દ્રને તકની વકી
વિશ્વ કપ-2019માં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પહેલી હાર સહન કરનાર ટીમ ઇન્ડિયા મંગળવારે બંગલાદેશ સામે મેદાને પડશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય વિજયક્રમ પર વાપસી કરીને સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવું. બીજી તરફ બંગલાદેશે વિશ્વ કપમાં અત્યાર સુધી લડાયક દેખાવ કરીને તેની સેમિની આશા જીવંત રાખી છે. ભારત સામેની હારથી તેની આશા ધૂંધળી બની જશે. આથી બંગલાદેશ ભારત સામે મરણિયો જંગ ખેલશે તેમાં કોઇ શક નથી. મિડલ ઓર્ડરના નિષ્ફળતાથી ચિંતિત ભારતીય ટીમ બંગલાદેશ સામે તેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.
એજબેસ્ટનને પિચ અને મેદાનની સ્થિતિ જોતા કેદાર જાધવ અને યજુર્વેન્દ્ર ચહલના સ્થાને ભુવનેશ્વ કુમાર અને રવિન્દ્ર જાડેજાને તક મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતને નવી તૈયારીનો સમય મળ્યો નથી. ભારત હાલ 7 મેચના અંતે 11 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. તો બંગલાદેશના 7 મેચમાં 7 પોઇન્ટ છે અને છઠ્ઠા નંબર પર છે. આ મેચથી ભારતીય ટીમ ફરી તેની અસલ બ્લૂ જર્સીમાં જોવા મળશે.
એજબેસ્ટનનું મેદાન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેની એક તરફથી બાઉન્ડ્રી 60 મીટરથી ઓછી છે. જેનો ઇંગ્લેન્ડના જેસન રોય, જોની બેયરસ્ટો, બેન સ્ટોકસે ભારત સામે ભરપૂર લાભ લીધો હતો. આવી પરિસ્થિતિમાં તમિમ ઇકબાલ, શકિબ અલ હસન, મુશફકિર રહીમ, લીટન દાસ અને સૌમ્ય સરકાર જેવા સ્પિનર સામે સારું રમી જાણતા બેટધરો સામે ટીમ ઇન્ડિયા કાંડાથી બોલિંગ કરતા બે સ્પિનરને ઉતારવાનું જોખમ લેશે નહીં.
રિપોર્ટ અનુસાર ભુવનેશ્વર હવે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. આથી ભારત ટૂર્નામેન્ટમાં પહેલીવાર તેના ત્રણ મુખ્ય ઝડપી બોલર સાથે ઉતરી શકે છે. ભુવીને બેટિંગથી નીચેના ક્રમનું બેટિંગ પણ મજબૂત બનશે.
બંગલાદેશની ટીમની સફળતા નંબર વન ઓલરાઉન્ડર શકિબ અલ હસનને લીધે આભારી છે. શકિબ બે સદી અને 10થી વધુ વિકેટ લઇને શાનદાર દેખાવ કરી રહ્યો છે. તેને તમિમ, મુશફકીર અને મહમદુલ્લા જેવા ખેલાડીઓનો સારો સાથ મળી રહયો છે. બંગલાદેશની સૌથી મોટી ચિંતા સુકાની મશરેફ મુર્તઝાનું કંગાળ ફોર્મ છે. તે 6 મેચમાં ફકત 1 વિકેટ જ લઇ શકયો છે.