CIA ALERT
21. May 2024

મધરાતે મુંબઈ ઍરપોર્ટ પર સ્પાઇસ જેટની ફલાઇટ ઑવરશૂટ

Share On :
Print Friendly, PDF & Email

સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે મુંબઈ ઍરપોર્ટ ખાતે સ્પાઇસ જેટની જયપુરથી આવેલી ફલાઇટ લેન્ડ થતી વખતે રનવે પર ઑવરશૂટ થઇ હતી. જોકે, પાઇલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

spice jet slips at mumbai માટે છબી પરિણામ

જયપુરથી મુંબઈની સ્પાઇસ જેટની ફલાઇટ એસજી૬૨૩૭ રાત્રે ૧૧.૪૫ વાગ્યે રનવે પર સ્કીડ થઇને ઑવરશૂટ થઇ ગઇ હતી. જોકે, ફલાઇટને લેન્ડ કરતી વખતે પાઇલટે દેખાડેલી સતર્કતાને કારણે ફલાઇટના તમામ ૧૬૭ પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર્સ હેમખેમ બચી ગયા હતા.

મુશળધાર વરસાદને કારણે ઍરપોર્ટ પર પાણી ભરાઇ ગયા હતા તેમ જ કાદવકીચડ થતા વિમાન રનવેની બહાર નીકળી ગયું હતું. આ ઘટનામાં કેટલાક પેસેન્જરને નાની-મોટી ઈજા થઇ હતી.

ઘટના બાદ તાત્કાલિક ઍમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, તેમ છતાં ફલાઇટમાંથી મુસાફરોને બહાર કાઢવામાં ઘણો સમય લાગતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોને ઍરપોર્ટ પર લઇ જઇ ઇમર્જન્સી સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમને સામાન બપોર પછી મળ્યો હતો.

વિમાનને બહાર કાઢવા ૧૫૦ મીટર લાંબો રેમ્પ તૈયાર કરવામાં આવ્યો હતો અને ફલાઇટને ખેંચીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. દુર્ઘટનાને પગલે ઍરપોર્ટ ખાતે સેક્ધડરી રનવે પરથી ફલાઇટ ઑપરેટ કરવામાં આવી હતી. તેમ જ અનેક ફલાઇટો અમદાવાદ અને બેગ્લુરુ ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી.

દુર્ઘટના બાદ સિયોલથી આવી રહેલી કોરિયન ઍર ફલાઇટ કેઇ૬૫૫ને અમદાવાદમાં વાળવામાં આવી હતી. તે જ પ્રમાણે ફ્રેન્કફર્ટથી આવી રહેલી લફથાંસા ફલાઇટ એલએચ૭૫૬ અને બૅંગ્કોકથી આવી રહેલી ઍર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ૩૩૧ને અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. રનવે પરથી દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ ૭૩૭ ઍરક્રાફટને રનવે પરથી હટાવવાના પ્રયત્નો મોડી રાત સુધી ચાલુ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

છેલ્લા અમુક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને તેજ પવનોને કારણે બાવન ફલાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે પંચાવન ફલાઇટ નજીકના અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. વરસાદની સાથે તોફાની અને ત્રાંસા તેજ પવનને કારણે વિમાનને ઉડાન ભરવામાં મુશ્કેલી થાય છેત્તેમ જ સંતુલન ખોરવાતા દુર્ઘટનાનો શિકાર બનવાની સંભાવના હોય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :