Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
ભારતની પ્રાઇવેટ એવીએશન કંપની સ્પાઇશ જેટ દ્વારા હાલમાં દેશ વિદેશ ઘૂમો નામની સ્કીમ લોંચ કરવામાં આવી છે. આ સ્કીમ અન્વયે ફ્લાય સ્પાઇસ જેટ દ્વારા ફેસબુક સમેતના સોશ્યલ મિડીયા પર જે પોસ્ટર સ્પોન્સર્ડ અને વાઇરલ કરાવવામાં આવ્યા છે તેના રિસ્પોન્સ કમેન્ટ્સમાં લોકોએ સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે ન પૂછો વાત. સુરતી દેવાનું જ બાકી રાખ્યું છે.
1299માં ભારતમાં અને 3999માં વિદેશમાં ઘૂમવાની ઓફર સાથે સ્પાઇશ જેટ દ્વારા નીચે મુજબનું પોસ્ટર ફેસબુક પર લોંચ કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત પોસ્ટરના અનુસંધાને ભારતના અનેક ફેસબુક યુઝર્સે સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે, કદાચ આજકાલમાં સ્પાઇશ જેટ આ સ્કીમને પાછી ખેંચી લે તો નવાઇ નહીં. લોકોએ સ્પાઇશ જેટની ડિસ્કાઉન્ટ સ્કીમની આ ઓફરને ફેક ગણાવીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાની ફરીયાદો કરી છે. ઘણાં ફેસબુક યુઝર્સે લખ્યું કે કે તેઓ આ મૂર્ખા બનાઉ જાહેરાત સામે કન્ઝ્યુમર કોર્ટમાં જવાના છે.
સ્પાઇશ જેટની મૂર્ખા બનાઉ સ્કીમ સામે લોકોએ કેવી કેવી કમેન્ટસ કરી છે વાંચો અહીં
પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થઇ રહ્યો છે
અને આગામી સોમવાર તા.2 સપ્ટેમ્બરના રોજ વિક્રમ સંવત 2076ની ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશોત્સવનો આરંભ થઇ રહ્યો
છે.મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશોત્સવની ભારે ધૂમ મચતી હોય છે. સુરતમાં તો ગણેશ
પંડાલો, મંડપોની તૈયારી થઇ ચૂકી છે હવે બસ બાપ્પાના આગમનની રાહ જોવાય રહી છે. આ
સંજોગોમાં ગણેશજીની સ્થાપના કરનારા લોકોને ગણેશ ચતુર્થીએ કયા મૂહુર્તમાં સ્થાપના
કરવી એની શાસ્ત્રોક્ત માહિતી અત્રે રજૂ કરવામાં આવી છે. વિનાયક ચતુર્થી અથવા
ગણેશચોથના નામથી જાણીતી આ ચતુર્થીને ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે
છે.
ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર સોમવારે
એટલે કે 2 સપ્ટેમ્બરે સવારે દ્વિસ્વભાવ લગ્ન
કન્યામાં સવારે 7:10 વાગ્યાથી 9:26 વાગ્યા સુધી, ચર લગ્ન તુલામાં 9:26 થી 11:44 સુધી અથવા તો ધન દ્વિસ્વભાવ લગ્ન
બપોરે 2:03 થી 4:07 સુધી અથવા ચર લગન મકરમાં સાંજે 4:08 વાગ્યાથી 5:50 વાગ્યા સુધીમાં ઈકો ફ્રેન્ડલી
ગણેશજીની સ્થાપના ઘર, પાર્ક, પંડાલમાં કરવામાં આવશે તો શુભ રહેશે.
લગ્ન મુહૂર્તના વધારાના ખાસ મુહૂર્ત
જોઈએ તો એવું માનવામાં આવે છે કે ગણેશજીનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની
ચતુર્થીના મધ્યાહ્નના સમયે થયો હતો. આ વખતે આ અતિશુભ સમય દિવસના 11:05 થી બપોરના 1:38 મિનિટ રહેશે.
શાળાના શિક્ષણને લગતી બધી માહિતી આપતું અને દેશની ૧૫ લાખ શાળાને જોડતા શાળાના શિક્ષણ માટેના પોર્ટલ ‘શગુન’નું કેન્દ્રીય એચઆરડી પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે બુધવારે ઉદ્ઘાટન કર્યું હતું. બધી શાળાઓને જીઓ ટેગ કરવામાં આવી છે અને એમણે આપેલી બધી જ માહિતી આ પોર્ટલ દ્વારા જાણી શકાશે.
કેન્દ્ર સરકારે વિદેશી સિંગલ બ્રાન્ડ રિટેલર્સમાંના સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) માટેના નિયમ હળવા બનાવ્યા છે અને કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ તેમ જ કોલસાના ખાણકામમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણને પરવાનગી આપી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાંના નિર્ણય અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોલસાના ખાણકામ અને સંલગ્ન આંતરિક માળખામાં આપમેળે ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને પરવાનગી અપાઇ છે.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર)ને વેગ આપવા માટે કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને આપમેળે પરવાનગી આપતી સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમમાં ૨૬ ટકા સીધા વિદેશી રોકાણને પરવાનગી અપાઇ છે. કેન્દ્રીય પ્રધાનમંડળે સિંગલ બ્રાન્ડ રિટેલિંગમાંના સીધા વિદેશી રોકાણ માટે ૩૦ ટકા સ્થાનિક સ્રોત (ડોમેસ્ટિક સોર્સિંગ) ફરજિયાત બનાવતી વ્યાખ્યામાં ફેરફાર કર્યા હતા.
કેબિનેટે સિંગલ બ્રાન્ડ રિટેલર્સને ઓનલાઇન વેચાણ શરૂ કરવાની પરવાનગી આપી હતી અને પરંપરાગત દુકાન ફરજિયાત શરૂ કરવાની નિયમને કાઢી નાખ્યો હતો.
સુરતની શાળાઓમાં કરવામાં આવેલા અને આવી રહેલા ધરખમ ફી વધારા સામે તેમજ સરકાર નિયુક્ત ફી રેગ્યુલેટરી કમિટીની કહેવાતી વિવાદીત કામગીરી સામે આ વર્ષે નવા ઉભા થયેલા વાલીમંડળના સભ્યોએ આજે તા.28મી ઓગસ્ટ 2019ના રોજ એફઆરસી જ્યાં બેસીને કામ કરે છે એ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા છે.
સુરત અને દક્ષિણ ગુજરાતની શાળાઓમાં ફી નિર્ધારણ માટે રચાયેલી સરકાર નિયુક્ત કમિટી સામે આજરોજ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ધરણે બેઠેલા વાલીઓની એક તસ્વીર ગણીને 20 વાલીઓ આખા શહેરના વાલીઓના હિતમાં ધરણે બેઠા દ્રશ્યમાન છે.
ફી વધારા સામેનું આંદોલન બહુમતિ વાલીઓનું હિત જોઇને શરૂ કરવામાં આવ્યું છે પરંતુ, કહેવાદો કે ગણીને 15 વાલીઓ ફી વધારા સામેના ધરણે બેઠા છે. વાલી મંડલના જે સભ્યો ફી વધારે બેઠા છે એ બધા જ આગેવાનો જણાય રહ્યા છે. સુરત શહેરમાં કમસે કમ 10 લાખ વાલીઓ એવા છે જેઓ કોઇકને કોઇક રીતે ફી વધારાથી પીડાઇ રહ્યા છે. પરંતુ, વાલીઓને ફી વધારા સામેના આંદોલનમાં રસ હોય તેવું આજના ધરણા પરથી જણાતું નથી. 15-20 વાલીઓના વિરોધને કારણે સરકાર પણ આંદોલનકારીવાલીઓને કોઇ ભાવ નથી આપી રહી.
ફી વધારા સામે ધરણે બેઠેલા વાલીઓની અન્ય તસ્વીર
શહેરના વાલીમંડળના આજના ધરણામાં ઉડીને આંખે વળગે એવી વાત એ પણ હતી કે ખુદ ભાજપા સરકારે જેમની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સેનેટ મેમ્બર તરીકે વરણી કરી છે એ કિરણ ઘોઘારી પણ સરકારી સામે પડ્યા છે અને તેમની ધરણામાં હાજરીની નોંધ પણ લીધી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૪૭ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે, જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૯૩ મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો અને કવાંટમાં ૮૯ મિ.મી., મોરવા હડફમાં ૭૯ મિ.મી., ગોધરામાં ૭૮ મિ.મી., દાહોદમાં ૭૭ મિ.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઈંચથી
વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર તા. ૨૭/૦૮/૨૦૧૯ સવારે ૬.૦૦ કલાક સુધીમાં ખાનપુર તાલુકામાં ૭૨ મિ.મી., ઉમરપાડામાં ૭૦ મિ.મી., ડભોઇમાં ૫૭ મિ.મી., બોડેલીમાં ૫૪ મિ.મી. અને ભીલોડામાં ૫૨ મિ.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય ૩૮ તાલુકાઓમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૦.૯૨ ટકા જેટલો નોંધાયો છે.
રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે આજ સુધીમાં ૨૦૪ જળાશયોમાં હાલ ૩,૯૭,૮૧૭.૪૬ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે એટલે કે ૭૧.૯૪ ટકા જેટલો જળસંગ્રહ તમામ જળાશયોમાં થઇ ગયો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ ૨,૮૧,૨૪૧.૬૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૮૪.૧૮ ટકા છે. રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે.
59 વર્ષની ઉંમરે માણસ વૃદ્ધત્વનું વિચારવાનું શરૂ કરી દેતો હોય, સરકારી નોકરીમાં રહેલો વ્યક્તિ નિવૃતિનું વિચારવા માંડે, પણ કાનજીભાઇ ભાલાળાને મળીએ તો લાગે નહીં કે આ વ્યક્તિ ક્યારેય સિનિયર સિટીઝન બનશે નહીં, વિચારોથી નવયુવાનોને ય શરમાવે અને કાર્યોથી યોદ્ધા જેવા કાનજીભાઇને આમ તો સુરતમાં વિકસેલા સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિના પ્રણેતા કહેવાય, તેમણે વધુ એક એવું કર્મ કર્યું છે જેનાથી સમાજના વિશાળ વર્ગને પ્રેરણા મળશે એ મીનમેખ છે. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ રચનાત્મક, પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે જરૂર છે મક્કમ મનોબળની. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ કાર્યની શરૂઆત કરી શકે છે.
ઉંમર માત્ર આંકડો છે, કાનજીભાઈ 59 વર્ષે પણ પોલિટીકલ સાયન્સમાં સુરત અને સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિકારી આગેવાન ગણાતા અને હાલમાં વરાછા કો-ઓપરેટિવ બેન્ક ના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા એ 59 વર્ષની ઉંમરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ઇન પોલિટિકલ સાયન્સ, બે વર્ષની ડીગ્રી સફળતાપૂર્વક હાસલ કરી છે.
પોલિટીકલ સાયન્સની ડિગ્રી ફક્ત નોલેજ ગેઇન કરવા માટે હાંસલ કરી છે, હું ક્યારેય રાજકારણમાં જોડાવાનો નથી, કાનજીભાઇની ચોખ્ખીચટ વાત
ગતરોજ તા.27મી ઓગસ્ટ 2019ની સાંજે વીર નર્મદ યુનિવર્સિટી એ જાહેર કરેલા એમએ. ઇન પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમના પરિણામમાં કાનજીભાઈ ભાલાળાએ સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમ સાથે આ ડિગ્રી મેળવી છે, આ સાથે જ કાનજીભાઈ ભાલાળા એ સમગ્ર સમાજને પ્રતીતિ કરાવી છે કે ઉંમર એ માત્ર ગણતરીનો આંક છે વ્યક્તિ ધારે તો કોઈ પણ ઉંમરે કોઈપણ રચનાત્મક અને પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે.
C.I.A. Live News સાથે વાતચીત કરતા કાનજીભાઈ ભાલાળા એ કહ્યું હતું કે ત્રણ કારણથી તેઓ 58 વર્ષની ઉંમરે ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ શૈક્ષણિક સંસ્થા તેમજ બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને નિયમિત રીતે જાહેર સમારંભોમાં તેમણે મોટીવેશનલ વક્તવ્ય આપવા પડે છે. જ્યારે હું જાહેર મંચ પરથી કંઈક બોલતો હું ત્યારે મારી પાસે જ્ઞાનનું ભાથું હોવું જરૂરી છે. નોલેજ બેઝ વગર આટલા વર્ષો સુધી ટકી રહેવું શક્ય હોતું નથી. સતત નોલેજ અપગ્રેડેશન જરૂરી છે અને એ મારા રસનો વિષય છે.
તદુપરાંત સિનિયર સિટીઝન્સ સંગઠનોમાં અવાર-નવાર વક્તવ્ય આપવા જવાનું થતું હોવાથી એમ.એ. પોલિટિકલ સાયન્સ અભ્યાસમાં જોડાવવાનું નક્કી કર્યું હતો. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એમની પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમ બિલકુલ એક્સટર્નલ ચાલી રહ્યો છે, યુનિવર્સિટીમાં ફક્ત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સેલ્ફ પ્રિપેરરેશન કરીને પરીક્ષા આપવાની હોય છે. 59 વર્ષની ઉંમરે પરીક્ષા ની તૈયારી કેવી કરી? એવા પ્રશ્નના જવાબમાં કાનજીભાઈ ભલા એ કહ્યું કે નિયમિત રીતે ન્યૂઝપેપર સામયિકો નું વાંચન તેમજ પર્યાપ્ત વાંચન સામગ્રી ના અભાવમાં youtube ઉપરથી વિડીયો ટ્યુટોરિયલ્સ જોઈને તૈયારી કરી હતી.
મારા નામની પાછળ મારી 100 વર્ષની માં (M.A.) નું નામ ઉમેરાયું એ વાતની ખુશી અનેરી છે : કાનજીભાઇ ભાલાળા
આગામી મહિનાઓમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરત ખાતે સૌપ્રથમ વખત ડાયમંડસની જાહેર હરાજી કરવામાં આવશે. GJEPC ના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું છે કે સુરતમાં અંદાજે 25000 કેરેટસના ડાયમંડનું અવલોકન અને ત્યારબાદ તબક્કાવાર હરાજી યોજવામાં આવશે. પણ આ હરાજીમાં એ લોકો જ ભાગ લઇ શકશે જેઓ GJEPC મેમ્બર હોય. આથી સુરતના ડાયમંડ બિઝનેસકર્તાઓને જણાવાયું છે કે જે તેમણે 25000 કેરેટ ડાયમંડના સુરત ખાતેના પ્રથમ હરાજીમાં ભાગ લેવો હોય તો સત્વરે મેમ્બરશીપ ઔપચારિકતાઓ પૂરી કરી દે.
ફક્ત GJEPC મેમ્બર ભાગ લઇ શકશે, જેઓ મેમ્બર નથી એ સત્વરે મેમ્બર બને : દિનેશ નાવડીયા, રિજિયોનલ ચેરમેન
ઇચ્છાપોર સ્થિત જીજેઇપીસી દ્વારા સૂચિત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરને સ્પેશયલ દરજ્જો મળે તે માટે જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અધિકારીઓ સાથે એક અગત્યની મિટીંગ કરી રહ્યા છે.
વધુ માહિતી આપતા GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે કાઉન્સિલ દ્વારા ગુજરાત હીરા બુર્સ, ઇચ્છાપોર-સુરત ખાતે તૈયાર કરવામાં આવેલા સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર કે જેને સ્પેશ્યલ નોટિફાઇડ ઝોનનો દરજ્જો મળે તે માટેના પ્રોસિડીંગ્સ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં એ કાર્યવાહી કસ્ટમ્સ વિભાગની ચકાસણી હેઠળ છે. કસ્ટમ્સ વિભાગે હીરા બુર્સ ખાતેના સ્પેશ્યલ ડાયટ્રેડ સેન્ટરનું ફિઝિકલ વેરિફીકેશન પણ પૂર્ણ કર્યું છે. હવે રિપોર્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટને મોકલ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.
શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું કે આ ઉપરાંત પન્ના માઇન્સના પ્રોડ્યુસર એન.એમ.ડીસી. લિ. દ્વારા પણ સુરત સ્થિત સ્પેશ્યલ ડાયટ્રેડ સેન્ટરની મુલાકાત લેવામાં આવી ચૂકી છે. આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન સર્વપ્રથમ વખત કાઉન્સિલ મેમ્બર હોય તેવા સભ્યો માટે અવલોકન યોજવામાં આવશે અને એ પછી ઓનલાઇન પોર્ટલ દ્વારા તેની હરાજી કરવામાં આવશે.
જે વ્યાપારી મિત્રો આ અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તેમણે અવલોકન માટેનું સભ્યપદ મેળવી લેવા અનુરોધ છે. સપ્ટેમ્બર માસમાં એન.એમ.ડી.સી. લિ. દ્વારા અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. અને ત્યારે કાઉન્સિલનું સભ્યપદની વિગત અનિવાર્ય રહેશે. તેથી સત્વરે સભ્યપદની કાર્યવાહી પૂર્ણ કરી લેવા અનુરોધ કરવામાં આવે છે.
સુરત ખાતે આગામી દિવસોમાં અંદાજે 25000 કેરેટનું પ્રથમ ઓકશન યોજાશે અને ત્યારબાદ પ્રતિ 2-3 માસના ગાળાએ આ પ્રકારનું અવલોકન અને હરાજી કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ વ્યવસ્થા થકી સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગકારોને હીરાની સીધી ખરીદી કરવાનું પ્લેટફોર્મ મળશે અને તેનો ફાયદો સમગ્ર હીરા ઉદ્યોગને મળશે.
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના તવા, ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી 4.55 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાંથી 3.94 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.
તવા, ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમનું મહત્તમ લેવલ પાર થતા ડેમનાં પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. અને તમામ ડેમના ગેટ ખોલવામાં આવતા હાલ 4.55 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેથી નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ 133.73 મીટર ઉપર પહોંચી છે. અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ફરીથી ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ગોરા બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
પાણીની આવક વધતા નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને 3,94,432 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવરમાં હાલ 4226 ળભળ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અને 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ 24 કલાક ચાલુ છે.
ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 21.75 ફૂટ ઉપર પહોંચી ગઇ છે. ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની ભયજનક સપાટી 22 ફૂટ છે. જેથી ભયનજક સપાટીની નજીક નર્મદા નદી વહી રહી છે.
સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા નર્મદા જિલ્લામાં આજે કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર 23 દરવાજા ખોલાયા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં નર્મદા ડેમ સૌ પ્રથમ વાર 133.83 મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયા છે.
Ukai Dam News
ઉકાઈ ડેમના ઉપવાસમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. ડેમના જળાશયમાં ફરી પાણીની આવકમાં વધારો થવા માંડતા ઉકાઈ ડેમમાંથી 1.11 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ શરૂ કરાયો છે. સોમવારે ઉકાઈ ડેમની સપાટી 336.24 ફુટ ઉપર પહોંચી હતી. હથનુર ડેમમાંથી પણ દોઢલાખ ક્યૂસેક ડિસ્ચાર્જ શરૂ કરાતા પાણીની આવકની સામે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરી દેવાઈ છે.
ઉપરવાસમાં વરસાદ અને હથનુર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા ઉકાઇ ડેમમાં ફરી પાણીની આવકમાં વધારો થયો છે. હાલ 1.26 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે 1.11 લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
હથનુર ડેમમાંથી પાણી છોડાતા અને ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી 336.20 ફુટ પર પહોંચી છે. હાલમાં ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે. એટલે, ડેમની સપાટી નિયંત્રણમાં રાખવા માટે ઉકાઈ ડેમમાંથી પાણીની જાવક શરૂ કરી દેવામાં આવી છે. હાલ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલીને 1.11 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરાયુ છે.
વિશાળપાયે વપરાતી ધી ઑક્સફર્ડ હેન્ડબુક ઓફ ક્લિનિકલ મેડિસીનમાં કહ્યું છે કે આપણે બ્લડપ્રેશરનો એકે એવો આંકડો નક્કી ન કરી શકીએ કે જેનાથી વધુ બ્લડપ્રેશર હોય તો તેનો ઉપચાર નક્કી કરવો જોઈએ અને એનાથી ઓછા બ્લડપ્રેશરના આંકડાવાળી વ્યક્તિઓ સલામત છે એમ કહી શકાય. માટે જ આપણે જો આંકડાથી જ નક્કી કરવાનું હોય તો આંકડાને આંકડા તરીકે જ રહેવા દઈએ અને એને ઊંચું, નીચું, બરાબર એવા લેબલ લગાડવાનું બાજુએ રાખીએ, આપણે જો એકવાર રોગીનો છાપો મારી દેશું તો પછી તો એનો ઉપચાર અને આખા જીવનભર તકેદારી, વારંવાર મપાવ્યા કરવાનું વિગેરે તબીબી પ્રક્રિયાની માયાજાળમાં સપડાઈ જઈએ છીએ. આખા જીવનભરના ઉપચાર, તકેદારી અને ફોલોઅપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન કદાચ માનેલા ઊંચા બ્લડપ્રેશરના આંકડાથી જ થાય છે.
ડૉક્ટર દર્દીને તપાસીને કહી શકે છે તમારા બ્લડપ્રેશરનો આંકડો અમુક/અમુક છે. તેનો તમને કોઈ ચિહ્નો નથી. તેનાથી તમને કોઈ તકલીફ નથી અને તેને કંઈ જ કરીએ તો અથવા સામાન્ય પરેજી પાળીને આંકડા નીચે લાવી શકાય અથવા દવા આપીને આંકડો ઓછો કરી શકાય. એને વધુ ભારપૂર્વક કહેવાની જરૂર નથી કે ૯૫% લોકોમાં બ્લડપ્રેશરનો આંકડો નોર્મલ વહેંચણીમાં ટપ્પામાં આવી જાય છે. એને બીજી રીતે કહીએ એમ જેમ ચશ્માંના નંબર, ઊંચાઈ કે બુદ્ધિમત્તાનો આંક (ઈંચ) જે આંકડો હોય તે તેમના માટે નોર્મલ કે ઊચિત કહી શકાય. એ બધા સાથે પડતી તકલીફને રોગ ન કહી શકાય.
પિકરિંગ બહુ જ કષ્ટપૂર્વક કહે છે કે બ્લડપ્રેશરના ઊંચા આંકડાને શરીરમાં જોવા મળતા વિવિધ ચિહ્નોનું કારણ માનવું એ ખોટું છે. ભલે આ બહુ પ્રાથમિક શિખામણ છે, પરંતુ દાક્તરી તપાસ અને વિજ્ઞાન વચ્ચે જોડાણ રહ્યું નથી એટલે મારે એ વાક્ય ફરી ફરીને કહેવું પડે છે. પિકરિંગ કહે છે કે વૈજ્ઞાનિકોની એ અણસમજ છે કે શરીરમાં અસરોને કોઈપણ તકલીફ બ્લડપ્રેશર વધી જવાને કારણે છે.
અમે માનીએ છીએ કે સૌના ગળે અમે ઉતારી શક્યા છીએ કે બ્લડપ્રેશરનો ઊંચો આંકડો માની લીધેલા ધોરણને કારણે, રોગ બની જતો નથી. નીચેના મુદ્દાઓ બ્લડપ્રેશર શું, શા માટે, કોને, કેટલું, ક્યારે વગેરેની સમજ આપે છે.
સરવૈયું
૧. આજ સુધી દાક્તરી વિજ્ઞાનમાં કયા આંકડાને બરાબર/નોર્મલ તરીકે લેવું અને કયા આંકડા પર એને વધુ અને કયા આંકડા પર એને ઓછું લેવું એ ખબર નથી. અત્યાર સુધી બ્લડપ્રેશર માપવા માટે યોગ્ય સાધન શોધાયું નથી.
૨. ઉચિત મનાતો બ્લડપ્રેશરનો ૧૨૦/૮૦નો આંકડો કોઈ સંશોધનને આધારે નથી. આ તો માણસ પર વીમા કંપની દ્વારા લાદી દેવામાં આવેલો આંકડો છે જેને કારણે વીમા કંપની વધુ માણસોને ઊંચા બ્લડપ્રેશર હોવામાં મૂકીને વધુ પ્રીમિયમ લઈ શકે.
૩. ૯૫% લોકોને વધુ બ્લડપ્રેશર એમ છાપો માર્યા પછી એનું કોઈ પણ કારણ ન મળવાથી એને મૂળભૂત કે જરૂરી બ્લડપ્રેશરEssential Hypertention કહેવામાં આવે છે અને આજીવન ચિંતાનો બોજો મન પર લાદી દે છે.
૪. ઊંચાઈ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ, ચશ્માંના નંબર, iq વગેરેની જેમ આખા માનવજૂથમાં બ્લડપ્રેશર વહેંચાયેલું રહે છે. જેમ કોઈ ઊંચું હોય તો કોઈ કોઈ નીચું હોય અને મોટા ભાગની ઊંચાઈ સામાન્ય હોય. એજ જીવશાસ્ત્રના નિયમ પ્રમાણે બ્લડપ્રેશરના આંકનું છે. કોઈનું ઊંચું, કોઈનું નીચું અને મોટાભાગના લોકોનું વચ્ચે સરેરાશની આસપાસ રહે છે.
૫. માટે જો તમને શરીરમાં સુખ હોય, કોઈ તકલીફ કે પીડા ન હોય તો માપવા ખાતર બ્લડપ્રેશર મપાવવાની ચેષ્ટા કરવી નહીં. માપવાની ક્રિયાને કારણે જ ઘણીવાર બ્લડપ્રેશરનો આંકડો ઊંચો જોવા મળે છે. આને ડૉક્ટર જનિત કેWhite Coat બ્લડપ્રેશર કહેવામાં આવે છે.
૬. એક સંશોધનના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ઘણા ખરા લોકોને જ્યારે કહેવામાં આવે કે તમારું બ્લડપ્રેશર વધી ગયું છે ત્યારથી તેમને એક પછી એક તકલીફ ઊભી થાય છે. આને અંગ્રેજીમાંiatrogenic- તબીબી પ્રક્રિયા – તપાસ, નિદાન, ઉપચાર, દવા વિગેરે વિગેરેને કારણે ઊપજેલી નવી માંદગી કહેવામાં આવે છે.
૭. તબીબી વિજ્ઞાનને કહેવાતા વધુ રક્તદબાણનું કારણ, ક્રમ અને ઉપચારની સમજ નથી. માટે જે કંઈ દવા કરવામાં આવે છે એ અંધારામાં તીર છોડવા સમાન છે. સામાન્ય રીતે સૌપ્રથમ જીવનશૈલી બદલવાની સલાહ આપવામાં આવે છે. જેમ કે વજન ઓછું કરવાનું, કસરત કરવાની, યોગ અને પ્રાણાયામ કરવાના, મીઠું ઘટાડી નાખવાનું કે ન ખાવું વગેરે સૂચનોની પરેજી પાળવાથી કંઈ નુકસાન થતું નથી. એ તો કોઈ સાજાસમા માણસને પણ એટલું જ મદદરૂપ થઈ શકે, પણ બ્લડપ્રેશર ઘટાડવા જે દવાઓ આપે છે તે બ્લડપ્રેશરનો આંકડો નીચે લાવે છે જેનો સંતોષ ડૉક્ટર અને દર્દીને મળે છે પણ શરીરમાં ઘણી બધી આડઅસર થાય છે.
૮. સાધારણ રીતે માણસોને ખ્યાલ નથી હોતો કે પુરુષ અને સ્ત્રી બંનેના જાતીય અંગોમાં ૧૧૦૦ મીમી સુધી બ્લડપ્રેશરનો આંકડો પહોંચે છે એ એક કુદરતની અનોખી કામગીરી છે જેની સમજ તબીબી વિજ્ઞાનથી પર છે, જ્યારે બ્લડપ્રેશર દવાથી નીચે લાવવામાં આવે છે ત્યારે પુરુષ અને સ્ત્રીનો સંભોગ બંનેથી પૂરેપૂરો માણી શકાતો નથી.
૯. જો માથાનો દુખાવો, બેચેની જેવાં ચિહ્નો ફરી ફરીને વધેલા બ્લડપ્રેશરની સાથે જોવા મળે તો તમારે દવા લેવી અને એનાથી થતી આડઅસર સહન કરવાની તૈયારી રાખવી.
૧૦. એવા કોઈ ખાસ પુરાવા મળ્યા નથી કે જે સાબિત કરે છે કે રક્તદબાણ ઘટાડતા હૃદયરોગને થતો અટકાવી શકાય. જેને તમારા બ્લડપ્રેશરનો આંકડો નીચે કરવો હોય તેઓને હૃદયરોગ અને બ્લડપ્રેશર બંને વચ્ચે સંબંધ દેખાશે. જેમને તમારા શરીરમાં રહેલ ડહાપણ પર વધુ વિશ્ર્વાસ હશે એ આ બંનેને જોડતી કડી જોઈ શકશે નહીં અને તમારા બ્લડપ્રેશરના આંકને નીચો કરવા દવા આપવાનું ઉચિત સમજશે નહીં.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.