CIA ALERT

Blog - Page 426 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5400

લખનઉ, ગુવાહાતી અને થિરુવનંતપૂરમ ત્રણ નવા વેન્યૂ પર IPL મેચ યોજાશે

આઈપીએલમાં નવી ટીમો સામેલ કરવા માટે 2021ની સીઝન સુધી રાહ જોવી પડશે પણ 2020ના આઈપીએલમાં ત્રણ નવા શહેર મેચ સ્થળ તરીકે સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. આઠ ફ્રેન્ચાઈઝી માલિકોએ બીસીસીઆઈ મુખ્યાલયમાં નવા પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમાં નવા સ્થળ અંગે વાતચીત થઈ હતી. આ ત્રણ શહેરમાં લખનઉ, ગુવાહાટી અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે. પણ સૂરત માટે એક આશા હતી એના પર પણ હવે અનિશ્ચિત કાળ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયો છે. કેમકે 2021માં IPLમાં નવી ટીમો દાખલ કરવાની યોજના છે. 8ની જગ્યાએ 12 ટીમો થશે એ રીતે 8ની જગ્યાએ 12 વેન્યુ અને ટીમ હોમ પણ થશે. આમ, સૂરતને આઇ.પી.એલ. મેચ મળે તેવી શક્યતાઓ સાવ ધૂંધળી છે. સિવાય કે કોઇ પોલિટિકલ પ્રેશર કામ કરી જાય.

સૂરતના ગ્રાઉન્ડનું પરફોર્મન્સ શાનદાર પણ હજુ અનિશ્ચિતકાલિન રાહ જોવી પડશે

તાજેતરમાં સૂરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશને ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકાની વુમન્સ ક્રિકેટ ટી ટ્વેન્ટીની 5 મેચો આયોજનબદ્ધ રીતે રમાડીને સમગ્ર બીસીસીઆઇનું ધ્યાન ખેંચ્યું હતું. સૂરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર ગ્રાઉન્ડના ખૂબ વખાણ થયા. ફેસેલિટીઝ વર્લ્ડ ક્લાસ હતી. ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર પણ વખાણાયું. સૌથી ધ્યાનાકર્ષક બાબત સૂરતના પ્રેક્ષકોની હતી. વરસાદી માહોલમાં પણ સ્ટેડીયમ ખચાખચ ભરાયેલું હતું. સૂરતીઓ માટે ગરબા સૌથી મનપસંદ તહેવાર આમ છતાં ક્રિકેટ પ્રેમીઓ નવરાત્રીના સમયમાં પણ નાઇટ મેચ જોવા સૂરતના ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યા અને 10000ની સિટીંગ કેપેસિટી વધારવી પડી. આ તમામ બાબતોથી બીસીસીઆઇ વાકેફ હતું. સૂરત માટે એવી આશા બંધાઇ હતી કે 2020માં સૂરતને એકાદ-બે આઇ.પી.એલ.ની મેચ મળી શકે.

લખનઉ, ગુવાહાતી અને થિરુવનંતપૂરમ ત્રણ નવા વેન્યૂ પર IPL મેચ યોજાશે

બીસીસીઆઈના એક અધિકારીના કહેવા પ્રમાણે કિંગ્સ ઈલેવન પંજાબ લખનઉને બીજું ઘર બનાવી શકે છે. તો બીજી તરફ રાજસ્થાન અમદાવાદથી ગુવાહાટી જવા માગે છે. તિરુવનંતપુરમ કોના ભાગમાં આવશે તે અંગે હજી સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી. અધિકારીએ કહ્યું હતું કે, રાજસ્થાને બીજા ગૃહનગરના રૂપમાં સ્થળમાં બદલાવ કરવાની માગણી કરી છે અને અમદાવાદથી ગુવાહાટી જવા માગે છે. જીસી આ ફેંસલાથી સહમત છે અને ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમને લીલીઝંડી આપતા પહેલા તપાસ કરવામાં આવશે.

લખનઉની વાત કરવામાં આવે તો ગત સીઝનમાં જ પંજાબ સ્થળ બદલવા માગતું હતું અને અપીલ પણ કરી હતી. પરંતુ ચૂંટણીના કારણે નિર્ણય લઈ શકાયો નહોતો. પરંતુ ઈકાના સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝના મેચ બાદ જે રિવ્યુ આવ્યા છે તેનાથી લગભગ નક્કી છે કે પંજાબની ટીમનું બીજું ઘર લખનઉ બનશે. બીજી તરફ તિરુવનંતપુરમને લઈને કોઈપણ ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે. જો કે ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશન સ્ટેડિયમના રિવ્યુ શાનદાર છે અને કેરળના લોકોનો રમતમાં જુસ્સો પણ છે.

November 10, 2019
CIA_shikhar_dhavan_with_indian_pilot.jpg
1min5580

નાગપુરમાં 9/11/2019 ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ ઍરોબૅટિંગ ટીમ સાથે ભારતના ક્રિકેટરો (ઉપર, રિષભ પંત તથા મનીષ પાન્ડે તેમ જ ડાબે, શિખર ધવન). હેડ-કોચ રવિ શાસ્ત્રીએ પણ પાઇલટો સાથે થોડો સમય વીતાવ્યો હતો. આ પાઇલટો ‘ઍર ફેસ્ટ ૨૦૧૯’માં ભાગ લેવા નાગપુર આવ્યા છે.

November 10, 2019
Ayodhya_verdict_live_updates.jpg
1min5060

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે સત્ય અને ન્યાયનો વિજય થયો છે. કોઈની જીત કે હારની દૃષ્ટિએ આ ચુકાદાને ગણાવો જોઈએ નહીં. આ જીત સત્ય અને ન્યાયની છે, એવું તેમણે કહ્યું હતું.સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપતાં તેમણે આવકાર્યંુ હતું.

તમામે હવે દાયકા જૂના વિવાદને ભૂલીને રામ મંદિર બાંધવાના કામમાં સાથે મળીને લાગી જવું જોઈએ. સત્ય અને ન્યાય જળવાઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

મથુરા અને વારાણસીનો પ્રશ્ર્ન ઉઠાવાશે? એ પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે આર.એસ.એસ.નું કામ આંદોલન કરવાનું નથી, પરંતુ ચરિત્ર ઊભું કરવાનું છે.

ઘણા જમણેરી સંગઠનો અયોધ્યા જેવું આંદોલન મથુરા અને વારાણસી માટે કરવા પ્રયાસ કરી રહ્યા છે.

November 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5490

અયોધ્યા ખાતે રામજન્મભૂમિ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને વધામણા

આજે તા.9-11 ને હનુમાનજીના વાર, શનિવારે ભારતની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા ખાતે રામજન્મ ભૂમિ પર રામજી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવા આડેના અવરોધો દૂર કરતા સમગ્ર ભારત વર્ષમાં ખુશાલી વ્યાપી ગઇ છે. હિન્દુ ધર્મના અનુયાયીઓમાં સ્વાભાવિક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂરતની વાત કરીએ તો સૂરતમાં સુપ્રીમ કોર્ટના આદેશોના ઠેરઠેર વધામણા થઇ રહ્યા છે. સોશ્યલ મિડીયામાંથી બહાર નીકળીને શહેરના મંદિરોમાં આજે ખાસ વધામણા કાર્યક્રમો અને મહાઆરતીના આયોજનો થઇ રહ્યાના સગડ મળ્યા છે.

ખાસ કરીને સૂરતના વરાછા રોડ પર મિની બજાર ખાતે સાંજે 6 કલાકે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ શહેરના દરેક રામજી મંદિરોમાં આજે સાંજની આરતી વિશેષ સ્વરૂપે કરવાના આયોજન થઇ રહ્યા છે. કેટલાક સ્થળોએ રામધૂન અને ક્યાંક મહાપ્રસાદીના પણ આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

અયોધ્યા ખાતે છેલ્લા 70 વર્ષથી રામ મંદિર નિર્માણ કાર્ય કરવાના થઇ રહેલા પ્રયાસોમાં છેવટે સુપ્રીમ કોર્ટના આદેશોને પગલે મંદિર નિર્માણનો માર્ગ મોકળો બનતા હિન્દુ સંપ્રદાયના લોકોમાં ખુશાલી વ્યાપે આ સ્વાભાવિક છે.

સાંજે 4.30 કલાકે શિવાજી મહારાજ સ્મારક ખાતે

  • સાંજે 7 કલાકે મિનીબજાર વરાછા રોડ ખાતે જાહેર મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • સાંજે 4.30 કલાકે સૂરતના ન્યુ બોમ્બે માર્કેટ ખાતે, કરણીચોક સ્થિત શિવાજી સ્મારક ખાતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • એવી જ રીતે અટલ આશ્રમ ખાતે આજે સાંજે મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • અડાજણ, સ્ટાર બજારની સામે રામજી મંદિર ખાતે પણ આજે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાને સહર્ષ વધામણા, કોમી એખલાસભર્યો માહોલ જાળવી રાખવો આપણી જવાબદારી :  દિનેશ નાવડીયા, અધ્યક્ષ, દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ

દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ, SGCCI વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણી શ્રી દિનેશભાઇ નાવડીયાએ આજે સુપ્રીમ કોર્ટે અયોધ્યા ખાતે રામજન્મભૂમિ અંગે ચાલી રહેલા 70 વર્ષ જુના કેસમાં આપેલા આખરી ચુકાદાને સહર્ષ આવકારતા જણાવ્યું હતું કે રામજન્મભૂમિ અયોધ્યા એ હિન્દુ ધર્મ માટે આ એક આસ્થાનું પ્રતિક છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિએ તેમનું મંદિર નિર્માણ થાય એ ભારત જ નહીં વિશ્વમાં વસતા દરેક હિન્દુઓનું સપનું છે. અમે સુપ્રીમ કોર્ટના આદેશને આવકારીએ છીએ અને તેના વધામણા કરીએ છીએ. અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ આડેના અવરોધો દૂર થયા છે. વિધ્વાન વકીલોના પ્રતિસાદો સાંભળ્યા બાદ જણાયું છે કે સુપ્રીમ કોર્ટે અતિસંવેદનશીલ મનાતા અયોધ્યાના વિવાદમાં સર્વસંમત અને ખુબ જ સમતોલ ચૂકાદો આપ્યો છે.

વધુમાં વિહીપના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ શ્રી દિનેશ નાવડીયાએ હિન્દુ ધર્મપ્રેમી તમામને અપીલ કરી છે કે ક્યાંયે ઉત્સાહ કે ઉન્માદના અતિરેકમાં આવીને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી આપણે તમામે રાખવાની છે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કોઇની હાર કે કોઇની જીતનો વાદ વિવાદ હોઇ ન શકે. આપણી આસપાસ, આપણા પ્રદેશમાં, આપણા દેશમાં કોમી એખલાસભર્યો માહોલ જળવાયેલો રહે એની જવાબદારી આપણા સૌની છે.

November 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12000

सूरत एयरपोर्ट के ५० साल के इतिहास में पहली बार एक महिला ने एयरपोर्ट डायरेक्टर के तौर पे 30 अक्टूबर 2019 के दिन चार्ज लिया है । मिस अमन सेनी #AMANSENI जो कि इंटरनेशनल एयरपोर्ट प्रोफ़ेशनल है और मुम्बई ,चेन्नई ,न्यू दिल्ली इंटरनेशनल एयरपोर्ट पर फ़र्ज़ अदा कर चुकी है । इंडियन एविएशन इंडस्ट्री में ३१ साल का व्यापक अनुभव जिनके पास है वे मिस अमन सैनी बहूप्रतिभा मुखी महिला है । सूरत एयरपोर्ट डायरेक्टर अमन सैनी एक नेचर लवर होने के नाते ट्रैकिंग और साइक्लिंग में भी रुचि दर्शाती है । सूरत एयरपोर्ट का चार्ज लेते ही उन्होंने टर्मिनल विस्तरण का भूमि पूजन कर दिया और अब १ से १४ नवंबर “स्वच्छ भारत पखवाड़ा “ भी सेलिब्रेट करवा रही है ।

ऐसी बाहोस महिला को सूरत शहर में वेलकम करने के लिए नारी सेना की नेशनल सेक्रेटरी #GEETASHROFF ने सूरत की नारी सेना के साथ एयरपोर्ट की मुलाक़ात ली । सूरत नारी सेना प्रमुख #LEENADESAI ने पुष्पगुच्छ से उनका सम्मान किया । उपप्रमुख #PURVIPACHCHIGAR एवं #DHRUVIKAPADIA सेक्रेटरी #HARSHASOLANKY, गुजरात वाइस प्रेसिडेंट वैट्रन #AJAYJISINGH, युवा वैट्रन #ARMENDRASINGH ने एयरपोर्ट के जनरल मैनेजर #CHANDRAKANT और HR मैनेजर #VRUNDANAYAK एवं एयरपोर्ट टीम के द्वारा आयोजित “स्वच्छ भारत पखवाडा “के अंतरगत वृक्षारोपण कार्यक्रम में भाग लिया ।आज की ये मुलाक़ात नारी सेना के लिए बहोत ही प्रेरक रही । मिस अमन सैनी जी ने भी वैट्रन इंडिया नारी सेना में जुड़ने के लिए तैयारी बतायी और साथ मिलकर नए कार्य करने की योजना भी बनायी ।

November 9, 2019
tweeter.jpg
2min9110

રામજન્મભૂમિ પર ‘સુપ્રીમ’ ચુકાદો આવે એ પહેલાની અપ ટુ ડેટ ઇન્ફર્મેશન

તા.9-11ની સવારે 10.30 કલાકે સુપ્રીમ કોર્ટ 70 વર્ષથી ચાલી આવતા અયોધ્યા કેસ પર ચુકાદો સંભળાવે એની પૂર્વ સંધ્યાથી દેશભરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે સઘન બંદોબસ્ત ગોઠવી દીધા છે.

દેશના તમામ રાજ્યોમાં પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં તા.11મી સુધી સ્કુલ કોલેજ બંધ જાહેર કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં તા.9મી નવેમ્બર 2019ના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ જાહેર કરવામાં આવી છે.

અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ઐતિહાસિક નિર્ણય આપવા જઇ રહી છે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં બીજી સૌથી લાંબી સુનાવણી છે. સતત 40 દિવસ બંધારણીય બેઠક અને મેરાથન સુનવણી પછી 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષિત કરવામાં આવ્યો હતો. 

વડાપ્રધાન શ્રી મોદીએ 3 ટ્વીટ કરીને દેશમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ચુકાદો સંભળાવશે

અયોધ્યા જમીન વિવાદના મામલે સુનાવણી કરનાર બંધારણીય બેચમાં સીજેઆઇ રંજન ગોગોઇ સિવાય ચાર અન્ય જજ છે. જેમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી. વાઇ. ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર સામેલ છે. 

સોશ્યલ મિડીયા પર ચોમેર અયોધ્યા

Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat to address the media at 1 pm today, following Supreme Court judgment in #Ayodhya land case.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ શ્રી મોહન ભાગવત આજે તા.9મી નવેમ્બર 2019ના રોજ બપોરે 1 વાગ્યે પત્રકાર પરીષદ મારફતે દેશને સંદેશો આપશે. આજે તેઓ આર.એસ.એસ.ના મુખ્ય પદાધિકારીઓને પણ મળવાના છે.

History of the Case

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં અલાહાબાદ વડી અદાલતે ૨૦૧૦માં આપેલા ચુકાદાને પડકારતી ૧૪ અપીલો સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. અલાહાબાદ વડી અદાલતે ચાર સિવિલ સૂટ્સના અનુસંધાનમાં ૨૦૧૦માં આપેલા ચુકાદામાં અયોધ્યાની રામજન્મભૂમિની મનાતી ૨.૭૭ એકર જમીન ત્રણ પક્ષો – સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે વહેંચી દેવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ નીચલી અદાલતમાં પાંચ લૉ સૂટ્સ ફાઇલ કરવામાં આવ્યા હતા. એમાં એક અરજી ૧૯૫૦માં ગોપાલસિંહ વિશારદે વિવાદાસ્પદ સ્થળે હિન્દુઓને પૂજા કરવાના અધિકારના ઉપયોગની છૂટ આપવાની માગણી સાથે કરી હતી. એ જ વર્ષમાં વિવાદાસ્પદ સ્થળે પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખતાં ગર્ભગૃહ (હવે તોડી પડાયેલા માળખા)માં રાખવાની છૂટ આપવાની માગણી કરતી અરજી પરમહંસ રામચંદ્રદાસે કરી હતી. એ અરજી પછીથી પાછી ખેંચવામાં આવી હતી.

૧૯૫૯માં નિર્મોહી અખાડાએ ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીન પર પૂજા-અર્ચનાના અને મૅનેજમેન્ટના અધિકાર માગતી અરજી નીચલી અદાલતમાં કરી હતી. ત્યાર પછી ૧૯૬૧માં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે વિવાદાસ્પદ જગ્યા પર માલિકી અધિકાર (ટાઇટલ રાઇટ)ની માગણી કરતી અરજી કરી હતી. ૧૯૮૯માં ‘રામલલા વિરાજમાન’ તરફથી ‘નિકટના મિત્ર’ અને અલાહાબાદ વડી અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ દેવકીનંદન અગ્રવાલ તથા રામજન્મભૂમિએ વિવાદાસ્પદ જમીનની માલિકી (ટાઇટલ રાઇટ)ની માગણી સાથે અરજી (લૉ સૂટ) કરી હતી. તેમણે એ ભૂમિ ભગવાન રામના નામની હોવાની અને એ જ રૂપે એનું ‘કાનૂની અસ્તિત્વ’ હોવાની દલીલના આધારે એ અરજી કરી હતી. ત્યાર પછી ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે વિવાદાસ્પદ માળખું તોડી પડાતાં થયેલાં કોમી રમખાણોને પગલે એ બધી અરજીઓ ન્યાયદાન માટે અલાહાબાદ વડી અદાલતમાં મોકલવામાં આવી હતી.

અલાહાબાદ વડી અદાલતે એ અરજીઓ પર ૨૦૧૦માં આપેલા ચુકાદા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓ બાબતે અદાલતની બહાર સમાધાનની મધ્યસ્થીના પ્રયાસો નિષ્ફળ જતાં એ અરજીઓની સુનાવણીની આખરી કાર્યવાહી આ વર્ષની છઠ્ઠી ઑગસ્ટે સર્વોચ્ચ અદાલતમાં રોજિંદા ધોરણે શરૂ કરવામાં આવી હતી. સુનાવણીમાં મધ્યસ્થી માટેની ત્રણ સભ્યોની સમિતિના અહેવાલને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. એ સમિતિમાં ન્યાયમૂર્તિ એફ.એમ.આઇ. કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઑફ લીવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકર તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી તથા મધ્યસ્થીકાર ઍડ્વોકેટ શ્રીરામ પાંચુનો સમાવેશ હતો. ચાર મહિનાની મધ્યસ્થીની પ્રક્રિયાના અંતે એ અહેવાલ આપવામાં આવ્યો હતો. મધ્યસ્થીની એ પ્રક્રિયાનું કોઈ પરિણામ ન આવતાં અદાલતે સુનાવણીમાં આગળ વધવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

November 9, 2019
Ayodhya-Verdict.jpg
1min5380

સાત દાયકાથી ચાલ્યા આવતાં દેશનાં સર્વોચ્ચ સંવેદનશીલ ધાર્મિક અને રાજકીય, અયોધ્યા વિવાદમાં આજે તા.9મી નવેમ્બર 2019 સવારે 10.30 કલાકે દેશની સર્વોચ્ચ અદાલત અંતિમ અને ઐતિહાસિક ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ શ્રી ગોગોઈ સમેત 5 ન્યાયાધીશોની બનેલી બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવે એ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સતર્ક રહીને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી દીધી હતી.

રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈનાં નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ આજે તા.9મી નવેમ્બર 2019ની સવારે આપવાની હોવાથી તા.8મીને શુક્રવારની રાતથી જ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ કોઈપણ અપ્રિય ઘટના આકાર ન પામે એના માટે બંદોબસ્ત ગોઠવવા માંડી હતી.

બીજીબાજુ બન્ને પક્ષકારો તરફથી પણ અપીલ કરવામાં આવી હતી કે, ચુકાદો ભલે કોઈના પણ પક્ષે આવે પરંતુ દેશમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેવા જોઈએ.

અયોધ્યા વિવાદમાં પહેલીવાર 18પ3માં હિંસા થયેલી અને ત્યાર પછીથી જ આ વિવાદ વધુ ઘટ્ટ બનતો ગયો હતો. 188પમાં વિવાદ પહેલીવાર જિલ્લા અદાલતમાં પહોંચ્યો હતો. નિર્મોહી અખાડાનાં મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં મસ્જિદ પરિસરમાં મંદીર બનાવવાની અપીલ કરેલી પણ અદાલતે તેને ખારિજ કરી નાખી હતી. ત્યારપછી વર્ષો સુધી આ મામલે કાનૂની અને રાજકીય દાવપેંચ ચાલતા રહ્યા છે. 1992માં હિન્દુવાદી કાર્યકરોએ 16મી સદીની બાબરી મસ્જિદનો ધ્વંશ કરી નાખ્યો હતો.

સતત 40 દિવસ સુધી એકધારી સુનાવણી બાદ 16મી ઓક્ટોબરે સીજેઆઈ ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભુષણ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની સદસ્યતા ધરાવતી બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખી લીધો હતો.

શુક્રવાર તા.8મી નવેમ્બર 2019ની સાંજ સુધી અયોધ્યા વિવાદનો ચુકાદો ક્યારે આવશે તે અસ્પષ્ટ હતું. બધાં એટલું ચોક્કસ જાણતાં હતાં કે સીજેઆઈ ગોગોઈ 17 નવેમ્બરે સેવાનિવૃત્ત થાય તે પહેલા આ મામલાનો નિકાલ થઈ જશે. સીજેઆઈ ગોગોઈનાં અનુગામી જસ્ટિસ બોબડેએ અયોધ્યા કેસને દુનિયાનાં સૌથી મહત્વનાં કેસ પૈકી એક ગણાવ્યો હતો.

November 9, 2019
girnar_parikrama.jpg
1min4960

વિશ્વભરમાં પ્રચલિત સૌરાષ્ટ્રના ગિરનારની લીલીપરિક્રમાનો તા.7મી નવેમ્બર 2019ની મધરાતે આરંભ થયો હતો. પરીક્રમાના આરંભે જ અઢી’ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યાના અહેવાલો મળ્યા હતા, આ પૈકીના એક લાખ ભાવિકોએ નળપાણીની’ ઘોડી વટાવી, પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી પહોંચી ચૂક્યા હોવાનું પણ જાણવા મળે છે. જોકે, આ સંખ્યા અગાઉના વર્ષોના પ્રમાણમાં અડધાથી ઓછી ગણાય છે.

ગિરનાર પરિક્રમાનું ભાવિકોમાં અનોખું મહાત્મય છે. તેથી દૂર દૂરથી ભાવિકો પરિક્રમા કરવા ઉમટે છે, આ વર્ષે ખેતીની મોસમ, માવઠા અને ‘મહા’ વાવાઝોડાની સંભાવનાને કારણે સંખ્યામાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. વહેલી પરિક્રમા કરવા આવેલા હજારો ભાવિકોને પ્રવેશદ્વાર બંધ હોવાથી તળેટીમાં પડાવ નાખવો પડયો હતો.

વાવાઝોડું વિસરાતા અને તળેટીમાં માનવભીડ જામતા તા.7મી નવેમ્બર 2019ની રાત્રે 12 કલાકે પરિક્રમાનો પ્રવેશદ્વાર ઉઘાડવામાં આવ્યા હતા. આ સાથે તળેટીમાં એકત્રિત એકાદ લાખથી વધુ ભાવિકોએ ગત મધરાતથી પરિક્રમાના માર્ગે પ્રયાણ કર્યુ હતું.

બીજી બાજુ વિધિવત પરિક્રમા કરનારા ભાવિકોનો પ્રવાહ સવારથી વહેવા લાગતા તળેટીમાં હજારો ભાવિકોનો જમાવડો થયો છે અને કેટલાકે તળેટીમાં રોકાણ કરવાને બદલે પરિક્રમાના માર્ગે પ્રયાણ કર્યુ છે.

હર હર મહાદેવ, જય ગિરનારીના’ જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

પડાવ બદલાતા રહેતા હોય છે

પરંપરાગત પરિક્રમામાં પ્રથમ રાત્રી રોકાણ તળેટીથી 8 કિ.મી. દૂર જીણા બાવાની મઢી ખાતે કરાય છે. બીજા દિવસે ભાવિકો 4 કિ.મી. દૂર માળવેલા પહોંચે છે. ત્યાં બીજો પડાવ નાખે છે અને ત્રીજા’ દિવસે માળવેલાથી નળપાણીની ઘોડી વટાવી પાંચ કિ.મી. દૂર બોરદેવી પહોંચી ત્યાં રોકાણ કરે છે. પરંતુ હવે પરિક્રમામાં યુવાધન વધારે જોડાતા પિકનિકની માફક જંગલમાં એક રાત્રી રોકાણ કરી, બીજા દિવસે પરિક્રમા પૂર્ણ કરી તળેટીમાં પરત ફરે છે. તેઓને અન્નક્ષેત્રોને કારણે ભાવતા ભોજન મળી રહે છે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5120

માહિતી બ્યૂરો, ગુજરાત સરકાર, સૂરત તરફથી

સુરત શહેરમાં ઈદે મિલાદનો ધાર્મિક પર્વ મુસ્લીમ બિરાદરો તરફથી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પર્વ દરમિયાન શહેર મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બીરાદરો જોડાતા હોવાથી મુખ્ય માર્ગ ઉપર વાહનોની અવર-જવરના કારણે ટ્રાફીક નિયમન સરળતાથી થઈ શકે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિત જળવાઈ રહે તે માટે સુરત શહેરના પો.કમિશનરશ્રી આર.બી.બ્રહ્મભટ્ટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જાહેરનામા અનુસાર કમિશ્નરેટ વિસ્તારમાં શહેરના મુખ્ય રાજમાર્ગ દિલ્હીગેટ થી ભાગળ, લાલગેટ, ચોક બજાર ચાર રસ્તા, ગાંધીજીની પ્રતિમાંથી વિવેકાનંદ સર્કલ સુધી અને ત્યાંથી ગાંધીજીની પ્રતિમા થઈ સાગર હોટલ, બડેખા ચકલા ખ્વાજાદાના દરગાહ સુધીનો રોડ તથા પખાલીવાડથી બડેખા ચોકી સુધી અને હિઝડાવાડ સર્કલથી બડેખા ચોકી થઈ મોમનાવાડ, ગોપીપુરા હનુમાન ચાર રસ્તા થઈ સગરામપુરા ચોકી બાલાપીર દરગાહ સુધીના રસ્તા પર તા.૧૦/૧૧/૨૦૧૯ના બપોરના ૧૨.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.           

વિકલ્પરૂપે આ તારીખ અને સમય દરમિયાન સ્ટેશન તરફથી આવતા વાહનો દિલ્હીગેટ થઈ રીંગરોડ તરફ જઈ શકશે. તેમજ હોપપુલ તરફથી આવતા વાહનો મુગલીસરા થઈને જઈ શકશે. તેમજ મક્કાઈપુલ તરફથી ચોકબજાર તરફ જતા વાહનો મકાઈપુલથી ટર્ન લઈ નાનપુરા માછીવાડ નવો રોડ તથા ટીમલીયાવાડ તરફ જઈ શકશે. પોલીસ વાહનો, એમ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહોને મુકિત આપવામાં આવી છે. હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18630

Womens’ Helpline : સોશ્યલ મિડીયા પર પજવણી થતી હોય તો વિનાસંકોચે ૧૮૧ નંબર ડાયલ કરો

માહિતી બ્યૂરો દ્વારા, ગુજરાત સરકાર, સૂરત

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અભયવચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને આપત્તિની પરિસ્થિતિમાં અનેક મહિલાઓને ઉગારી છે.

મહિલાઓ દિનપ્રતિદિન મોટી સંખ્યામાં બચાવ અને રાહત માટે મદદ, માર્ગદર્શન મેળવી રહી છે. આજના ટેક્નોલોજીના યુગમાં નાનકડાં મોબાઈલથી વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ઈમેઈલ, વિડિઓ કોલિંગ વગેરેથી દેશવિદેશમાં સંદેશા વ્યવહાર ઝડપી બન્યો છે. પરંતુ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી મહિલાઓને હેરાન કરવા, બ્લેક મેઈલ કરી જાતીય શોષણ, મહિલાનો આર્થિક શારીરિક ગેરઉપયોગ જેવા કિસ્સા માં પણ વધારો નોંધાયો છે.

તરૂણીઓ, સ્ટુડન્ટ, જોબ કરતા મહિલા કર્મચારીઓ તેમજ ગૃહિણીઓ પણ ટેલિફોનિક હેરાનગતિનો જાણતા-અજાણતા ભોગ બની રહ્યા છે. આ સંજોગોમાં મહિલાઓએ અજાણી વ્યક્તિને પોતાના ફોટો, ડોક્યુમેન્ટ કે અંગત વિગતો આપતાં પહેલા સાવધાની અને કાળજી રાખવી જરૂરી છે.

અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ મુશ્કેલીના સમયે ટેલિફોનિક કાઉન્સેલિંગ અને ખાસ કિસ્સામાં રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર જઈને મદદ અને બચાવ કરવામાં આવે છે. મોબાઈલ દ્વારા પજવણીના કિસ્સામાં મહિલા કોઈને પોતાની વ્યથા કહી શક્તી નથી, અને મૂંગા મોઢે સહન કર્યા કરે છે.

પજવણી કરનાર વ્યક્તિ મહિલાની આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવે છે. આવા ટેલિફોનિક રોમિયો, ગુનાહિત અને વિકૃત માનસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા થતી પજવણી, બિનજરૂરી મેસેજ-કોલ્સ થકી બ્લેકમેઇલ કરીને મહિલાઓનું જીવવું દુષ્કર કરી નાખે છે.

આ પ્રકારના કિસ્સાઓમાં મહિલાઓને મુક્તિ અપાવવાના હેતુથી GVK EMRI દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કઠવાડા  અમદાવાદ ખાતે ૧૮૧ અભયમ એકશન ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફરજ બજાવતાં ખાસ તાલીમબદ્ધ મહિલા કાઉન્સેલર અને પોલિસ કર્મચારીઓ ટેલિફોનિક પજવણીના કિસ્સાઓની ફરિયાદ પર ત્વરિત એકશન શરૂ કરે છે.

અભયમ એકશન ડેસ્કના ફરજ પરના સ્ટાફ દ્વારા શરૂઆતમાં ભોગ બનનાર મહિલા સાથે વિગતે માહિતી મેળવવામાં આવે છે. હેરાન પરેશાન કરનાર રોમિયોનો નંબર મેળવી તેને આધુનિક ટેક્નોલોજીની મદદથી ડેટા બેઇઝ મેઈન્ટેનન્સ કરી મોબાઈલનું ટ્રેકીંગ કરવામાં આવે છે.

અભયમ એકશન ડેસ્ક દ્વારા સાવધાનીપૂર્વક રોમિયોને એક તક આપી સમજાવવામાં આવે છે કે પીડિત મહિલાને બિનજરૂરી કોલ કે મેસેજ ન કરવાથી જેલમાં જવાની નોબત આવશે. તેને સ્પષ્ટ સૂચના અને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી કોઈપણ પ્રકારના કોલ, મેસેજ આવશે તો પોલિસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. પરિણામે પજવણી કરનાર વ્યક્તિને ભૂલ સમજાય છે. અભયમ એકશન ડેસ્કને મળેલા કેસોમા ૯૫ % કેસોનું આ પ્રકારની સુનિયોજિત ટેકનિકથી નિરાકરણ મેળવવામાં સફળતા મળી છે.

અભયમ એકશન ડેસ્કની નવતર પહેલના કારણે પીડિત મહિલાઓને રોમિયોની હેરાનગતિમાંથી મુક્તિ મળી છે. પરંતુ અમુક કિસ્સાઓમાં પજવણી ચાલુ રહે તો અભયમ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચીને મદદ કરે છે. આ પ્રક્રિયામાં પીડિત મહિલાની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. કોઈપણ પ્રકારની ફરિયાદ કરાવ્યા સિવાય ઘેરબેઠા જ મહિલાઓની સમસ્યાનું સુખદ નિવારણ કરવામાં આવે છે.        

રાજ્યના કોઈ પણ શહેર કે ગામોમાં રહેતી મહિલા, કિશોરી, વિદ્યાર્થીનીઓને મોબાઈલ દ્વારા પજવણીની સમસ્યા હોય તો વિનાસંકોચે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

ટેલિફોનિક હેરેસમેન્ટના વર્ષ વાર આંકડાઓ જોઈએ તો વર્ષ ૨૦૧૪ માં ૫૭૯, ૨૦૧૫ માં ૨૧૩૩, ૨૦૧૬ માં ૨૭૩૮, ૨૦૧૭માં ૩૪૬૧, ૨૦૧૮ માં ૪૦૨૮ અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી ૨૮૧૮ મળી કુલ ૧૫૭૫૭ કેસોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.