Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસેના ખોડલધામ મંદિરે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મા ખોડલના પ્રાગટ્ય દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી ખોડલધામ તાલુકા સમિતિ-ગોંડલ અને શ્રી ખોડલધામ મહિલા સમિતિ-ગોંડલ દ્વારા છપ્પન ભોગના અન્નકૂટ દર્શન, નવચંડી યજ્ઞ, દિવ્ય ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખોડિયાર જયંતીના દિવસે યોજાયેલા અન્નકૂટ દર્શનનો લહાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભક્તોએ કર્યા હતા. મા ખોડલને વિવિધ મીઠાઈ અને ફરસાણ સહિત કુલ ૫૬ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.
આધાર કાર્ડ સાથે પેનકાર્ડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦ કરોડને વટાવી ગઈ છે. આ બંનેને લિન્ક કરવાની સમયમર્યાદા એક વર્ષ લંબાવી છે, એમ નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. તેમણે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૭, જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આધાર નંબર સાથે પેનકાડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦,૭૫,૦૨,૮૨૪ થઈ છે. આ બંનેના લિન્ક કરવાની મુદત લંબાવીને ૩૧, માર્ચ-૨૦૨૦ કરાઈ છે.
૧૭,૫૮,૦૩,૬૧૭ નાગરિકે પેન સાથે આધાર લિન્ક કર્યું નથી. તેઓને વધુ સમય મળશે. સેન્સિટીવ ડાટા લિન્ક નહીં થાય તેની ખાતરી અપાયેલી છે.
ઈન્કમ ટૅક્સ ઍક્ટ, ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી ઍક્ટ અને અન્ય સંબંધિત કાનૂનની જોગવાઈ અંતર્ગત યોગ્ય પગલાં લેવાયા છે, જેથી કરીને ડાટાની વિશ્ર્વસનીયતા જળવાઈ રહે, એમ તેમણે કહ્યું હતું. બેનામી સંપત્તિ પર અંકુશ લાવીને પારદર્શકતા લાવવા પગલાં લેવાયા છે. ૮૫ ટકા ચાલુ અને બચત ખાતા આધાર – પેનકાર્ડ સાથે લિન્ક થયેલા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના ડાટા અનુસાર બૅંક દ્વારા ૫૯.૧૫ કરોડ રૂપે કાર્ડ ઈસ્યૂ થયા છે.
कठिन माने जाते C.A. फाउन्डेशन कोर्स को रवि छावछरीया की कोचिंग आसान बना देती है
इन्स्टिट्युट ओफ चार्टर्ड अकाउन्टन्ट ऑफ इन्डिया ने आज दि.3 फरवरी 2020 को C.A. फाउन्डेशन एवं इन्टरमिडीएट के परीणामो की घोषणा की. जैसे ही वेबसाइट पर परिणामो की घोषणा हूई सूरत से रिपोर्ट आनी शुरु हो गई थी कि सूरत के छात्रोने पूरे देश में अपना परचम लहराया है.
चार्टर्ड अकाउन्टन्सी कोर्स को रिस्ट्रक्चर करने के बाद ऐसा माना जा रहा है की C.A. फर्स्ट स्टेज यानी फाउन्डेशन की पढाई कठिन हूई है. पहले फाउन्डेशन कोर्स के बदले सी.पी.टी. की परीक्षा ली जा रही थी. सी.पी.टी. की परीक्षा कुल 200 मार्कस की हो रही थी. परंतु, नए कोर्स के गठन के बाद अमल में लाए गए सी.ए. फाउन्डेशन की परीक्षा 400 मार्कस की हो रही है. पूरे देश में एैसी मान्यता फैली हूई है की सी.ए. फाउन्डेशन अति कठिन बन गया है.
आज सी.ए. फाउन्डेश कोर्स का पहला परीणाम आया और इसमें सूरत में सी.ए. कोर्स की प्राईवेट कोचिंग करवा रहे रवि छावछरीया के छात्रो ने विक्रम सर्जक परीणाम हांसिल कीए है.
सी.आई.ए. न्युज से बात करते हूए सी.ए. रवि छावछरीया ने कहा की उनकी कोंचिंग पा रहे 27 छात्रो ने सी.ए. फाउन्डेशन कोर्स में इन्डिया लेवल पर टोप-50 में रेन्क हांसिल कीए है. कोइ नीजी इन्स्टिट्यूट के इतने छात्रो ने इन्डीया टोप कीया हो ऐसा पहले कभी रिकोर्ड नहीं हूआ.
सूरत के रवि छावछरीया के इन छात्रो ने C.A. फाउन्डेशन कोर्स में इन्डिया टोप-50 में रेन्क हांसिल कीया
Name
Rank in India
Marks
Kanishka
Ladia
10
354
Harshi
Sadhani
18
346
Shreya
Beriwala
19
345
Priya
Shah
22
342
Krishna
Agrawal
26
338
Shreya
Bansal
28
336
Avi
Agrawal
30
334
Ujjwala
Modi
30
334
Gaurav
Asawa
30
334
Pallav
Bhandari
31
333
Tithi
Shah
32
332
Anushka
Bothra
32
332
Khushi
Doshi
37
325
Amisha
Bhansali
38
326
Khushi
Jindal
38
326
Nilesh
Bazari
41
323
Vandan
Jain
42
322
Sourabh
Agarwal
42
322
Piyush
Kejriwal
43
321
Khushi
Vyas
44
320
Gopal
Bansal
44
320
Pari
Motani
46
318
Divyam
Sakadsariya
46
318
Ritika
Agarwal
47
317
Ishan
Jajodia
48
316
Harshita
Iyer
50
314
Raksha
Agarwal
50
314
टोप रेन्कर छात्रो ने कहा, रवि सर की कोचिंग C.A. की पढाई आसान बना देती है
सी.ए. फाइन्डेशन के परीणाम घोषित होने के बाद सेलिब्रेशन के लिए रवि छावछरीया के क्लासीस पर पहोंचे छात्रो को जब पूछा गया की पूरे देश में सी.ए. फाउन्डेशन को कठिन माना जाता है, आप सब ने इतनी अधिक मात्रामां इन्डिया टोप रेन्क कैसे हांसिल कीया. तब सभी छात्रो ने एक ही बात कही की रवि सर (छावछरीया) की कोचिंग ही हमें कठिन से कठिन पाठ्यक्रम को आसान कर देती है.
सी.ए. इन्टरमिडीएट परीक्षा में भी रवि छावछरीया के छात्रो ने इन्डिया टोप-50 में रेन्क पाए
सी.ए. फाउन्डेशन के साथ साथ आज इन्स्टिट्युट ने इन्टरमिडीएट परीक्षा के परीणामो का ऐलान कीया. इन्टरमिडीएट में भी सूरत के रवि छावछरीया के निम्नदर्शित छात्रो ने टॉप कीया है.
ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવાર તા.7 ફેબ્રુઆરીએ કહ્યું કે ચીનમાં નવા કોરોના વાયરસના પ્રકોપથી મૃત્યુ આંક વધીને 630 થઈ ગયો છે, કારણ કે ગુરુવારે વધુ 69 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, આ એક દિવસમાં થયેલા સૌથી વધુ મોતની સંખ્યા છે. જ્યારે કોરોના વાયરસની અસર કુલ 30000 કરતા વધુ લોકોને થઈ છે. બુધવારે વાયરસના કારણે 69 લોકોના મોત થયા છ અને આ મહામારીના નવા 2500 કેસોની પુષ્ટિ થઈ છે, તેમ દેશના સ્વાસ્થ્ય આયોગે જાહેરાત કરી છે.
મૃતકોમાં 70 હુબેઈ પ્રાંત અને તેના વુહાનના લોકો સામેલ છે, આ ક્ષેત્રમાં કોરોનાની સૌથી વધુ અસર છે. ટિયાંજિન, હેઇલોંગજિયાંગ અને ગુઇઝોંગ પ્રાંતમાં એક-એક ડઝન લોકોના મોત થયા છે. બુધ અને ગુરુવારે ચીનમાં નવા સંદિગ્ધ 7500 કેસો સામે આવ્યા છે, જેમાં 2987 કેસો હુબેઈ પ્રાંતન છે.
ચીનના સ્વાસ્થ્ય આયોગે ગુરુવારે સાંજે એમ પણ કહ્યું કે કોરોનાગ્રસ્ત 640 દર્દીઓની હાલત ખૂબ ગંભીર છે, તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે 3859ની હાલત ગંભીર છે. કેમ કે હવે કોરોના મનુષ્ય-થી-મનુષ્ય સુધી પ્રસરી રહ્યો છે. 1.86 લાખથી વધુ લોકો હજુ પણ પરીક્ષણ હેઠળ છે.
6 February 2020
ચીનમાં કોરોના વાઈરસ : મરણાંક 576 થયો : 28 હજારથી વધુ કેસો
ચીનમાં કોરોના વાઈરસે અત્યાર સુધીમાં 576નો ભોગ લીધો છે. વાઈરસ ઈન્ફેક્શનના ૨8૦૦૦થી વધુ કેસ નોંધાયા છે, એમ ચીનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. 1100 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. 3800 દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૫ લાખ લોકો નિગરાની હેઠળ છે. ચીનની આસપાસના દેશોમાં શંકાસ્પદ કેસ નોંધાયા છે.
ચીનના સત્તાવાળાઓએ આ વાઈરસનો મુકાબલો કરવા તીવ્ર પ્રયાસ શરૂ કર્યા છે. અલગ હૉસ્પિટલ ટૂંકા ગાળામાં ઊભી કરી છે. અન્ય હૉસ્પિટલ પણ ટૂંકમાં ખૂલનાર છે. મિલિટરી મેડિકલ ટીમ દ્વારા સંચાલન થઈ રહ્યું છે.
આઠ વધુ મોબાઈલ કેબિન હૉસ્પિટલ ઊભી થનાર છે. આ વાઈરસ 27 દેશોમાં ફેલાયો છે. ભારતમાં ત્રણ કેસ જોવાયા છે તે તમામ કેરળના છે. ચીને આશા દર્શાવી છે કે ભારત કોઈ વેપાર અંકુશ મૂકશે નહીં. ચીનમાંના ભારતીયોની સુરક્ષા માટે સત્તાવાળાઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.
ચીનની ઈકોનોમીને કામચલાઉ અસર થઈ શકે છે. ડબ્લ્યુએચઓએ વૈશ્ર્વિક હેલ્થ કટોકટી જાહેર કરેલી છે તેનાથી ગભરાટ નહીં ફેલાવવા ચીને વિનંતી કરી છે.
ચીન જવાબદાર દેશ છે તે ફક્ત તેમના દેશના જ નહીં, પરંતુ વિશ્ર્વભરના નાગરિકોની સુરક્ષાના પગલાં લેશે. ભારત સાથેના તમામ કામકાજ-વેપાર ચાલુ રહે તેવી આશા દર્શાવાઈ હતી. ચીને અગાઉ સાર્સની કટોકટી વખતે સફળતાપૂર્વક સામનો કરીને ઉકેલ લાવ્યા હતા.
તા.4 ફેબ્રુઆરીનો અહેવાલ
તા.4 ફેબ્રુઆરી 2020ની સવારે કોરોના વાઇરસ અપડેટ અંગે ચીનની સત્તાવાર વેબસાઇટ પરથી લેવાયેલી માહિત અનુસાર કોરોના વાઇરસને પગલે અત્યાર સુધીમાં કુલ 421 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોના વાઇરસથી પ્રભાવિત નાગરીકોની સંખ્યાની સત્તાવાર વિગતો આ મુજબ છે.
Confirmed: 20,471 (+3,266)
Suspected: 23,214 (+1,656)
Recovered: 632 (+157)
Deaths: 425 (+64)
નવા જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં સોમવારે એક જ દિવસમાં વધુ 56 જણનાં મોત થતાં કુલ મરણાંક વધીને 421 પર પહોંચ્યો હોવા વચ્ચે આ વાઈરસની ઝપેટમાં આવેલા લોકોની સંખ્યાનો આંક 20,471 પર પહોંચ્યો હોવાની ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ સોમવારે જાહેરાત કરી હતી.
ચીનના નેશનલ હૅલ્થ કમિશને સોમવારે જાહેર કરેલા તેનાં દૈનિક અહેવાલમાં જણાવ્યું હતું કે સોમવારે દિવસ દરમિયાન દેશભરમાં કોરોના વાઈરસના નવા 3500 કન્ફર્મ કેસ તો ૫૧૭૩ શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેને પગલે આ વાઈરસની અસરમાં આવેલા લોકોની સંખ્યાનો આંક 20,471 પર પહોંચ્યો હતો.
સોમવારે ચીનના દેશભરમાં કોરોના વાઈરસના નવા ૫૧૭૩ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે રવિવારે આ વાઈરસને કારણે નોંધાયેલા કુલ ૫૭ મોતમાંથી ૫૬ મોત આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર મનાતા હુબેઈ પ્રાન્તમાં નોંધાયા હતા.
સોમવારે ૧૮૬ દરદીની હાલત એકદમ ગંભીર થઈ ગઈ હતી તો ૧૪૭ દરદીને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.
પંચનાં જણાવ્યાનુસાર દેશભરમાં આ વાઈરસના ભોગ બનેલા ૨૨૯૬ દરદીની હાલત ગંભીર છે તો ૨૧૫૫૮ લોકોને આ વાઈરસની અસર થઈ હોવાની શંકા છે.
આ વાઈરસની અસર પામેલા લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા ૧,૮૯,૫૮૩ લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૦૫૫ લોકોને રવિવારે તબીબી ચકાસણી બાદ રજા આપી દેવામાં આવી હતી તો ૧,૫૨,૭૦૦ લોકો હજુ પણ તબીબી દેખરેખ હેઠળ હોવાનું તેમણે કહ્યું હતું.
કોરોનાના દર્દીઓ મળી રહ્યા હોઇ કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર ઘોષિત
દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ હવે કેરળ રાજ્યમાં તેને રાજ્ય
આપદા ઘોષિત કરી દેવામાં આવી છે. કેરળ સરકારનાં સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી તેને હવે રાજ્ય આપદા ઘોષિત કરી તમામ
જિલ્લાઓમાં એલર્ટ રજૂ કરી દીધું છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના ત્રણ કેસોની
પુષ્ટિ થઈ છે અને આ તમામ કેસ કેરળથી જ છે. જે દર્દીઓમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે
તેઓ તાજેતરમાં જ ચીનથી પરત ફર્યા છે.
કોરોના વાયરસથી સંક્રમિત ત્રીજો શખસ તાજેતરમાં જ ચીનના વુહાન શહેરથી પરત આવ્યો
હતો. દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે અને ડૉક્ટર તેની સતત દેખરેખ
રાખી રહ્યાં છે. આ દર્દી કેરળના કસારગોડનો રહેવાસી છે. આની વચ્ચે કોરોના વાયરસના
કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા બાદ પાડોશી રાજ્ય કર્ણાટકના પણ ઘણા જિલ્લાઓમાં પણ હાઈ
એલર્ટ ઘોષિત કરી દેવાયું છે.
કેરળના મુખ્યમંત્રી પિનારઈ વિજયનના નિર્દેશો પર કોરોના વાયરસને રાજકીય આફત જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણથી ડરવાની કોઈ જરૂર નથી અને રાજ્યમાં આ સંક્રમણથી બચવા તમામ સાવધાનીઓ વર્તવામાં આવી રહી છે. તમામ જિલ્લાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને પ્રભાવિત દેશોથી આવનારા મુસાફરોની તપાસ કરાઈ રહી છે.
સતર્કતા માટે કર્ણાટકના મેંગલુરુ, કોડાગૂ, ચામરાજનગર અને મૈસૂરમાં હાઈ એલર્ટ ઘોષિત કરી
દેવાયું છે. કર્ણાટક સરકાર અનુસાર, અત્યાર સુધી 51 મુસાફરો કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી
આવ્યા છે અને તેમાંથી 46 લોકોને તેમના ઘરોથી અલગ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ભારતે ચીનથી આવનારા વિદેશીઓ માટે ઈ-સેવાઓ અત્યાર પૂરતી સસ્પેન્ડ કરી દીધી છે.
વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ હવે 27 દેશો સુધી વિસ્તરી ચૂક્યો છે. હજુ સુધી જેને ડામવા માટે કોઇ રસી કે દવા શોધી શકાઇ નથી એ કોરોના વાઇરસે તા.2 ફેબ્રુઆરી 2020ના રોજ ચીનમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. રવિવારે એક જ દિવસમાં ચીનમાં 57 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 2800 જેટલા નવા કન્ફર્મ કેસો કોરોના વાઇરસના દર્દીઓના મળી આવ્યા છે.
તા.3 ફેબ્રુઆરી 2020ને સવારે 8.30 વાગ્યાની માહિતી અનુસાર કોરોના વાઇરસના કારણે કુલ 362 લોકોના મોત નિપજ્યા છે. ચીનમાં 361 અને ફિલિપાઇન્સમાં 1 દર્દીનું મોત કોરોના વાઇરસને કારણે નિપજ્યું છે.
ચીનમાં કોરોના વાઇરસના કુલ 17,205 કેસો નોંધાયા છે.
ભારતમાં કોરોના વાયરસનો બીજો દર્દી
ભારતમાં ખતરનાક ચીની કોરોના વાયરસનો વધુ એક કેસ મળ્યો છે. કેરળમાં જ આ વાયરસનો બીજો દર્દી હોવાનું જાણવા મળ્યું છે.
પહેલાં ચીનથી પરત ફરેલી એક છાત્રમાં કોરોના વાયરસ હોવાના વાવડ મળ્યા હતા. થ્રિસૂર મેડિકલ કોલેજમાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે, જ્યાં તેની તબિયત સ્થિર જળવાઇ રહી છે. ચીનની યાત્રા કરનાર કેરળના અન્ય એક વ્યક્તિમાં આ ચીની વાયરસનું સંક્રમણ એટલે કે ચેપ હોવાનું બહાર આવતાં ભારતમાં કોરોનાની બીમારીનો બીજો કેસ સામે આવ્યો છે.
બીજા દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે, જ્યાં તેનું ગહન પરીક્ષણ કરાઇ રહ્યું છે. કેરળના આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાએ જણાવ્યું હતું કે અલપ્પુઝા મેડિકલ કોલેજમાં તેનો ઇલાજ જારી છે. આરોગ્ય મંત્રાલયે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી તરફથી અહેવાલ આવવાની રાહ જોવાઇ રહી છે. ભારતમાં કોરોના વાયરસનો બીજો મામલો પણ કેરળમાં જ જોવા મળ્યો છે. આ બીજા દર્દીની હાલત સ્થિર છે અને તેની સતત સારવાર થઇ રહી છે.
ભારતે રવિવારે ચીનમાંથી આવતા ચીની તેમજ અન્ય વિદેશી યાત્રીઓ માટે ઇ-વીઝાની સુવિધા અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી હતી. ચીનમાં કોરોના વાયરસનાં કારણે 300થી વધુ લોકોના મોત, ભારત, અમેરિકા, બ્રિટન સહિત 25 દેશોમાં આ ઘાતક વાયરસના ફેલાવાને ગંભીરતાથી ધ્યાને લેતાં ભારતે આજે આ પગલું લીધું હતું. ભારતીય દૂતાવાસે એવી ઘોષણા કરી હતી કે, પ્રવર્તમાન કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે તત્કાલ પ્રભાવથી ઇ-વીઝા દ્વારા ભારત યાત્રા પર રેક લગાવાય છે.
આ ફેસલો ચીની પાસપોર્ટ ધારકો અને અન્ય દેશોના એ યાત્રીઓ પર લાગુ થશે, જે ચીનમાં રહે છે. એ જ રીતે જે યાત્રીઓને અગાઉથી ઇ-વીઝા જારી કરી દેવાયા છે, તેમનાં પણ ઇ-વીઝા માન્ય નહીં રહે તેવું દૂતાવાસે સ્પષ્ટ કહ્યું હતું.
ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, જેમના માટે ભારતની યાત્રા અનિવાર્ય છે, તેવા યાત્રીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા યાત્રીઓ પેઇચિંગ સ્થિત ભારતીય દૂતાવાસ અને શાંઘાઇ અને ગ્વાંગઝોઉ સ્થિત મહાદૂતાવાસ તેમજ આ શહેરોમાં સ્થિત ભારતીય વીઝા આવેદન કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે.
શ્રેષ્ઠ મેડીકલ એજ્યુકેશનનો દાવો કરતા ચીનમાં જ વાઇરસે પોલ ખોલી નાંખી
ચીન છેલ્લા એક દસકાથી એકધારું એવો દાવો કરતું હતું કે મેડિકલનું શ્રેષ્ઠ એજ્યુકેશન ચીનમાં આપવામાં આવે છે. આ જાહેરાતોને પગલે જ ભારતથી સ્ટુડન્ટ્સ મેડિકલ એજ્યુકેશન લેવા માટે ચીન ગયા અને હવે એ જ સ્ટુડન્ટ્સ કુદરતના આ કેરને લીધે પાછા આવી રહ્યા છે. મેડિકલ ભણવા જઈ રહેલા સ્ટુડન્ટ્સ મેડિકલ ગ્રાઉન્ડ પર જ પાછા આવે એ જ દેખાડે છે કે ઈશ્વરના સંકેત સામે કોઈનું કશું ક્યારેય ચાલ્યું નથી કે ચાલવાનું નથી.
બીજી વાત, અત્યારે ભારતમાં માસ્કનું ઉત્પાદન લગભગ દરેક કંપનીએ ડબલ કરી નાખ્યું છે. આ એ કંપનીની વાત છે જે કંપનીના માસ્ક ખરીદવાને બદલે ચીનમાં બનતા માસ્ક ખરીદવામાં આવતા હતા. ભાવની દૃષ્ટિએ પણ એ માસ્ક વધારે પોસાતા અને ક્વૉલિટીના નામે પણ એ માસ્કની ડિમાન્ડ રહેતી, પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. હવે ઇન્ડિયન માસ્ક વધારે માગવામાં આવી રહ્યા છે. આખા વિશ્વમાં માસ્ક સપ્લાય કરતા ચીને માસ્ક વિદેશોમાંથી મંગાવવા પડ્યા છે.
ચીન ઑલમોસ્ટ અત્યારે એ માસ્કના ઉત્પાદન સુધી પહોંચી શકે એમ રહી નથી. મોટા ભાગની ફૅક્ટરીઓએ રજા જાહેર કરી દીધી છે તો સાથોસાથ વર્કર્સ પણ રહ્યા નથી. ચીન સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે બહાર જ નહીં, ઘરમાં પણ માસ્ક પહેરીને રાખવો. હવે એ ઑર્ડર ભારતને સબમિટ કરવામાં આવ્યો છે અને ભારતથી ચીન માસ્ક મોકલવા માટે ઉત્પાદન ડબલ કરી નાખવામાં આવ્યું છે.
ચીનના કોરોના વાઇરસને પગલે વિશ્ર્વભરના દેશોએ ચીનના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
ચીનના વુહાન પ્રાંતમાં શરૂ થયેલા કોરોના વાઇરસને પગલે અમેરિકાએ છેલ્લા ૧૪ દિવસમાં ચીનની યાત્રાએ ગયેલા લોકોના આગમન પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. અમેરિકાના નાગરિકો જેમણે હાલમાં ચીનના હુવેઇ પ્રાંતની મુસાફરી કરી છે તેમના આગમન પર તેમનું સ્ક્રિનીંગ કરવામાં આવશે અને જરૂર પડે અલાયદા પણ રાખવામાં આવશે.
બંગલાદેશે ચીનના નાગરિકોના વિઝા-ઓન- અરાઇવલ હાલ પૂરતા બંધ કર્યા છે અને દેશમાં હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં ચીનના નાગરિકોની સેવા નહીં લેવા આદેશ આપવામાં આવ્યા છે. વૈશ્ર્વિક સ્વાસ્થ્ય કટોકટીને પગલે બંગલાદેશમાં રહેતા ચીનના લોકોને પણ આગામી મહિનામાં રજા નહીં લેવા અને ચીન નહીં જવા સૂચન કર્યું છે.
પોતાના દેશમાં કોરોના વાઇરસ ફેલાવાના ભયે ઇરાકે પણ ચીનથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. ઇરાકની ચીન માટેની કોઇ ડાઇરેક્ટ ફ્લાઇટ નથી, પરંતુ માતબર ઓઇલ ફિલ્ડ ધરાવતા દેશમાં ચીનના ઘણાં વ્યક્તિ અહીં કામ કરે છે. વર્ષોથી ચાલતા યુદ્ધ અને આંતરિક યાદવાસ્થળીને કારણે ઇરાકની જાહેર સ્વાસ્થ્ય યંત્રણા ખાડે
ગઇ છે.
ઇઝરાયલે પણ છેલ્લાં બે અઠવાડિયામાં ચીનના પ્રવાસે જઇ આવેલા વ્યક્તિના દેશમાં હવાઇ, રોડ અને જળ માર્ગે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
ઇન્ડોનેશિયાના લાયન ઍર ગ્રુપે તેની ચીનની ફ્લાઇટો બંધ કરી છે. લોકોને ચીનનો પ્રવાસ નહીં ખેડવા જણાવવામાં આવ્યું છે. ચીનથી આવતા મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં
આવ્યો છે.
ઑસ્ટ્રેલિયામાં પણ કોરોના વાઇરસના પુષ્ટિ કરાયેલા કેસની સંખ્યા ૧૨ થઇ જતા ચીનના મુસાફરોનો પ્રવેશ નકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2/2/20 રવિવારથી યુરોપની તમારી ટૂર મોંઘી થઇ જશે કારણ કે શેન્ઝેન વિઝા એપ્લિકેશન ફી ૬૦ યુરોથી વધારીને ૮૦ યુરો કરવામાં આવી છે, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. યુરોપના ૨૬ દેશોની મુલાકાત લેવા માટે શેન્ઝેન વિઝા લેવા પડે છે. આ ૨૬ દેશમાં ઑસ્ટ્રિયા, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, સ્વીટ્ઝરલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે.
૨૦૦૬ બાદ પહેલી વાર વિઝા ફીમાં વધારો કરવામાં આવ્યો છે, એવી યુરોપિયન યુનિયને માહિતી આપી હતી. બીજી ફેબ્રુઆરીથી સુધારેલા શેન્ઝેન વિઝા કૉડરૂપે આ વધારો ઝિંકવામાં આવ્યો છે. આ વધારા બાદ શેન્ઝેન વિઝાની ફી ૨૦૦૬થી અત્યાર સુધીને ઇયુના ફુગાવાને ધ્યાનમાં લેતા બરાબર થઇ જશે.
વિઝા ફી વધવાને કારણે સભ્ય રાષ્ટ્રોને વધારાના આર્થિક સ્રોત મળશે અને તેઓ વિઝા એપ્લિકેશનની કાર્યવાહી ઝડપથી અને વધુ કાર્યક્ષમ રીતે કરી શકશે. આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં વિઝા ફી ઓછી છે. નિયમિત પ્રવાસીઓ માટે વિઝા ફીમાં વધારો લોંગ વેલિડિટી વિઝાના નવા નિયમ મુજબ ભરપાઇ થઇ જશે. હકીકતમાં નવા વિઝા ફી અંતર્ગત નિયમિત પ્રવાસીઓ નાણાં બચાવશે કારણ કે તેમણે વારે ઘડીયે વિઝા લેવાની જરૂર નહીં પડે.
અગાઉની જેમ જ હાલમાં પણ છ વર્ષથી નીચેનાં બાળકો માટે વિઝા ફી રાખવામાં નથી આવી. છથી બાર વર્ષનાં બાળકો માટે વિઝા ફી સામાન્ય કરતાં અડધી છે. આ ઉપરાંત નવા વિઝા નિયમોમાં સભ્ય દેશ માટે છથી અઢાર વર્ષની વય જૂથના લોકો માટે વિઝા ફી માફ કરવાનું પણ શક્ય બનશે.
કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં બજેટ રજૂ કરતા કહ્યું કે દેશમાં વર્ષ 2024 સુધી 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. તે ઉપરાંત તેમણે જણાવ્યું કે દેશમાં પાંચ નવી સ્માર્ટ સિટી બનાવવાનું પણ એલાન કરવામાં આવ્યું છે. આ નવા સ્માર્ટ સિટી પીપીપી મોડલના આધારે બનાવવામાં આવશે.
સીતારામને કહ્યું કે, ઉડાન (ફ્લાઇંગ દેશનો સામાન્ય નાગરિક) પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના અંતર્ગત 2024 સુધીમાં ભારતને વધુ 100 એરપોર્ટ મળશે. આજે બજેટ ભાષણમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. તે જ સમયે, તે વર્ષે ચેન્નાઇ-બેંગલુરુ એક્સપ્રેસ વે પણ શરૂ થશે. સીતારામને કહ્યું કે હાઈવેનો ઝડપી વિકાસ પણ કરવામાં આવશે.
નિર્મલા સીતારામણે શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, મેડિકલ કોલેજ,ઓનલાઇન કોર્સ અને ઇન્ટર્નશિપ પર ભાર
શિક્ષણ ક્ષેત્રને મળ્યાં રૂ.99,300 કરોડ
બજેટ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારામણે શિક્ષા ક્ષેત્ર માટે નાણાંકીય વર્ષ 2020-21 માટે રૂ.99,300 કરોડમની જાહેરાત કરી છે. આ રકમ ગત વર્ષ 2019-20થી આશરે પાંચ કરોડ વધુ છે. ગતવર્ષ 2019-20માં શિક્ષણ ક્ષેત્રને રૂ.94,853 કરોડ આપ્યા હતા. બજેટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરુ કરવામાં આવે. આ સંસ્થાઓમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે ક્વોલિટી એજ્યુકેશન માટે ડિગ્રી લેવલ ઓનલાઇન સ્કીમ શરુ થશે.
નેશનલ પોલીસ યુનિર્વસિટી ખુલશે
નાણામંત્રીએ પોતાનાં બજેટ ભાષણમાં નેશનલ પોલીસ યુનિર્વસિટી અને નેશનલ ફોરેન્સિક યુનિર્વસિટી બનાવવા અને તેના માટે ફંડ આપવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ સંસ્થાનોમાં સાયબર ફોરેન્સિક ભણાવવામાં આવશે. નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે હવે ઓનલાઇન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. આ ઉપરાંત સરકાર એક પ્રોગ્રામ શરુ કરશે જેમાં શહેરી કારખાનાઓ નવા ઇજનેરોને એક વર્ષ માટે ઇન્ટર્નશિપની આપશે જેથી ઇન્ટર્ન પણ શીખી શકશે તેમજ કારખાનાઓના કામકાજમાં મદદ મળી રહે.
ઉચ્ચ શિક્ષણ વધારવા માટે દુનિયાભરના છાત્રોને ભારત તરફ આકર્ષવા સુવિધા દેવામાં આવશે,અને ભારતના છાત્રોને પણ એશિયા,આફ્રિકા અને અન્ય દેશોમાં મોકલવામાં આવશે.રાષ્ટ્રિય પુલિસ વિશ્વવિદ્યાલય,ન્યાયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય બનાવાનો પ્રસ્તાવ રખાયો છે.ડોક્ટરો માટે બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે જેથી પ્રિક્ટીસ કરતા ડોક્ટોને પ્રોફેશનલ બાબતનોની જાણકારી મળે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર જિલ્લા હોસ્પિટલોમાં મેડિકલ કોલેજો સ્થાપવાની પણ યોજના છે.
સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમની ઘોષણા
નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીની જોગવાઇ
તમામ ઇન્ફ્રા એજન્સીઓ સ્ટાર્ટઅપમાં યુવાઓની ભાગીદારી સુનિશ્વિત કરશે.
> Printed Circuit Board Assembly (PCBA) of cellular mobile phones, display panel and touch assembly, fingerprint readers for use in cellular mobile phones
The government has proposed to hike the Excise duty on cigarettes, Hookah, Chewing tobacco, Jarda scented tobacco and Tobacco extracts and essence.
What becomes cheaper?
The government has proposed to reduce the custom duty on the import of the following items
બ્રિટનની યુરોપિયન યુનિયન (EU)માંથી નીકળવાની ઈચ્છા 4 વર્ષની મથામણ બાદ પૂરી થઈ છે. 31 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યે (ગ્રીનવિચ મીન ટાઈમ) બ્રિટન
યુરોપિયન યૂનિયનમાંથી અલગ થઈ ગયું. આ પહેલા EU સંસદે બ્રેગ્ઝિટ કરારને મંજૂરી આપી દીધી
હતી. આ કરારને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને 2019ના અંતે ઈયૂના 27 નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ અંતિમ રૂપ આપ્યું હતું. બ્રિટને જૂન-2016માં થયેલા જનમત સંગ્રહમાં બ્રેગ્ઝિટને મંજૂરી આપી હતી.
બ્રિટનની યુરોપિયન યૂનિયનમાંથી બહાર
થવાની પ્રક્રિયાને બ્રેગ્ઝિટ (Brexit)
કહેવામાં આવે છે.
ઈયૂમાં 28 યુરોપિયન દેશોની આર્થિક અને રાજકીય ભાગીદારી છે. બીજા વિશ્વ યુદ્ધ
બાદ આર્થિક સહયોગ વધારવા માટે ઈયૂની રચના કરવામાં આવી હતી. એ વખતે એવો વિચાર હતો
કે, જે દેશો સાથે વેપાર કરશે તે આંતરિક યુદ્ધથી બચી શકશે. ઈયૂનું ચલણી
નાણું યૂરો છે જેનો ઉપયોગ 19 સભ્ય દેશો કરે છે. બ્રિટન 1973માં ઈયૂ સાથે જોડાયું હતું.
યુરોપિયન યૂનિયનમાં બ્રિટનનું ક્યારેય
સાંભળવામાં આવતું નહોતું, ઊલટાનું બ્રિટનના લોકોની જિંદગી પર ઈયૂનું નિયંત્રણ વધારે હતું.
ઈયૂએ વેપાર માટે બ્રિટન પર ઘણી શરતો લાદી હતી. બ્રિટનની રાજકીય પાર્ટીઓને લાગ્યું
કે વર્ષની અરબો પાઉન્ડ સભ્ય ફી આપવા છતાં બ્રિટનને ખાસ ફાયદો થતો નથી. એટલે જ
બ્રેક્ઝિટની માગ ઉઠી હતી. બ્રેગ્ઝિટથી બ્રિટિશ અર્થવ્યવસ્થાને દર વર્ષે 53 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.
હાલમાં થયેલા એક સંશોધનમાં જણાવાયું છે
કે, ઈયૂથી બહાર થયા બાદ બ્રિટનમાં વસ્તુઓ અને સુવિધાઓ પર ટેક્સ લાગશે.
વસ્તુઓ અને સુવિધાઓ મોંઘી થતાં લોકોનો ખર્ચો વધશે. જેના કારણે આવક ઘટશે અને
નાગરિકોનું 45 હજાર કરોડનું નુકસાન થશે. બ્રિટનના દરેક વ્યક્તિ પર 68 હજાર રૂપિયાનો બોજો પડશે. થોડા દિવસ પહેલા જ બ્લૂમબર્ગના
રિપોર્ટમાં 2016-2020 સુધી 18.9 લાખ કરોડ રૂપિયા નુકસાનનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ નુકસાન
12 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.
બ્રિટન અલગ થવાથી યુરોપિયન યૂનિયનની
અર્થવ્યવસ્થા પર પણ અસર થશે. હાલ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઈયૂની ભાગીદારી 22 ટકા છે જે બ્રિટનની એક્ઝિટ બાદ 18 ટકા થઈ જશે. ઈયૂની વસ્તીમાં પણ 13 ટકા ઘટાડો આવશે. ઈયૂમાં જર્મનીનો જીડીપી 20 ટકાથી વધીને 25 ટકા અને ફ્રાંસનો જીડીપી 15થી વધીને 18 ટકા થશે. અમેરિકા પણ ફાયદામાં રહેશે. બ્રિટન ઈયૂની અર્થવ્યવસ્થામાં
1.50 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપે છે. ઈયૂ હવે બ્રિટનને કોઈ છૂટછાટ પણ
નહીં આપે.
બ્રિટનમાં રોકાણ કરનારો ભારત ત્રીજો સૌથી
મોટો દેશ છે. બ્રિટનમાં 800થી વધુ ભારતીય કંપનીઓ છે, જે 1.10
લાખ લોકોને
રોજગારી આપે છે. બ્રિટિશના ચલણી નાણાં પાઉન્ડની કિંમત ઘટવાથી આ કંપનીઓના નફા પર
અસર થશે. યુરોપે નવા નિયમ બનાવ્યા તો ભારતીય કંપનીઓએ નવા કરાર કરવા પડશે. જેના
કારણે ખર્ચ વધશે અને અલગ-અલગ દેશોના નિયમ-કાયદાનો સામનો કરવો પડશે. બ્રિટન સાથે
મુક્ત વેપાર કરાર (FTA) થઈ શકે છે. જેનાથી ભારતની નિકાસ વધી શકે છે. અગાઉ આ મામલે ઈયૂ સાથે
સમજૂતી થઈ શકી નહોતી.
બ્રિટન સેન્ટ્રલ માર્કેટ છે. પોર્ટુગલ, ગ્રીસ જેવા ઘણા દેશો ત્યાં સામાન લેવા જાય છે. બ્રિટન સાથે FTA થવાથી ભારતને વિશાળ બજાર મળશે. જો કે, બ્રિટન 2020ના અંત સુધી ઈયૂની આર્થિક વ્યવસ્થામાં રહેશે પણ નીતિઓ મામલે કોઈ દખલ
નહીં કરે અને ઈયૂનું સભ્ય પણ નહીં બને.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.