Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
PMC બેંકના સંકટને જોતા ડિપોઝિટ કવરને વધારે કરવાથી બેંક ખાતા ધારકોને
મોટી રાહત મળી છે. આ મામલે નાણામંત્રીએ ઉમ્મીદ કરતા વધારે આપ્યું. હવે બેંકમાં
તમારી સુરક્ષિત રકમ 1 લાખથી વધીને 5 લાખ રૂપિયા હશે.
અત્યાર સુધી DICGC એક્ટ 1961 અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ઈન્શ્યોરન્સ કવર છે અને
જો બેંક ડૂબી જાય તો આ લિમિટથી આગળની જમા રકમ પાછી મળવાની ગેરેન્ટી નથી. આ વળતર
નક્કી કરાયું તેને 25 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે.
બજેટમાં સરકારે તમારા બેંકની ડિપોઝિટને
લઈને મોટી જાહેરાત કરી છે. બેંકમાં જમા રકમ પર તમને હવે 5 લાખ રૂપિયા સુધીની ગેરેન્ટી મળશે. એટલે કે બેંકમાં તમારા 5 લાખ રૂપિયા બિલકુલ સેફ રહેશે. બેંકોમાં પૈસા જમા કરાવનારા લોકો
માટે ઈન્શ્યોરન્સ કવર 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. જો બેંક
ડૂબશે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ તમને પાછી મળી જશે.
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC) સાથે જોડાયેલા મામલામાં સરકાર અને RBIને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં PMC બેંકનું કામકાજ બંધ થઈ ગયું. જેનાથી હજારો ગ્રાહકોના પૈસા ફસાઈ ગયા
હતા.
ડિપોઝિટ કવર વધારવાનો મુદ્દો ફાઈનાન્શિયલ
રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ બિલ સમક્ષ ઉઠ્યો હતો, જે પાછલી સરકારે 2017માં રજૂ કર્યો હતો. જોકે આગામી વર્ષે બિલ
સંસદમાંથી પાછું લઈ લેવાયું. ક્રોસ કન્ટ્રી ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ લિમિટના
ડેટાથી માલુમ પડે છે કે ભારતમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ 1508 ડોલર છે, જ્યારે અમેરિકામાં આ 250,000
ડોલર્સ અને
બ્રિટનમાં 111,143 ડોલર છે.
બજેટમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ વધારવાની
જાહેરાત બાદ બેંકબાજાર ડોટ કોમના સીઈઓ આદિલ શેટ્ટીએ તેનું સ્વાગત કર્યું. તેમણે
કહ્યું, આ ડિપોઝિટર સેન્ટીમેન્ટને બૂસ્ટ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું
છે. આ જાહેરાતથી ખાસ કરીને સીનિયર સીટિઝન્સને ફાયદો મળશે, જે ઘડપણમાં ડિપોઝિટના વ્યાજ પર નિર્ભર રહે છે.
બજેટની દરખાસ્તોથી નારાજ રોકાણકારોએ રિયલ્ટી, મેટલ, પાવર, કેપિટલ ગૂડ્ઝ, ઓટો અને બેન્ક શેરોમાં આક્રમક વેચવાલી કરતાં BSE સેન્સેક્સ આજે 988 પોઈન્ટ્સ તૂટ્યો હતો.
બજેટમાં આવકવેરામાં શરતી રાહત અને ડિવિડંડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ નાબૂદ કરવા સહિતની જાહેરાત છતાં શેરબજારમાં નિરાશાના માહોલ જોવા મળ્યો હતો. રાજકોષીય ખાધનો અંદાજ વધવાને કારણે બજાર વધુ ગગડ્યું હતું.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 40,905.78 અને નીચામાં 39,631.24 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 987.96 પોઈન્ટ્સ અથવા 2.43 ટકા ગગડીને 39,735.53 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 12,017.35 અને નીચામાં 11,633.30 પોઈન્ટ્સ વચ્ચે અથડાયા બાદ 318.30 પોઈન્ટ્સ અથવા 2.66 ટકા તૂટીને 11,643.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.21 ટકા અને 2.20 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજે IT અને ટેકનો સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
આજે ઘટેલા મુખ્ય શેરોમાં ITC 6.97 ટકા, LT 5.98 ટકા, HDFC 5.87 ટકા, SBI 4.83 ટકા, ONGC 4.18 ટકા, ICICI બેન્ક 4.01 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 3.81 ટકા, M&M 3.50 ટકાનો સમાવેશ થાય છે.
આજે વધેલા મુખ્ય શેરોમાં TCS 4.13 ટકા, હિન્દુસ્તાન યૂનિલિવર 1.94 ટકા, નેસ્સે ઈન્ડિયા 1.68 ટકા, ટેક મહિન્દ્રા 1.52 ટકા, ઈન્ફોસિસ 0.50 ટકા અને ભારતી એરટેલ 0.13 ટકાનો સમાવેશ થાય છે.
બજેટ 2020માં સરકારે આસા પ્રમાણે જ મિડલ ક્લાસના કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નવા સ્લેબની જાહેરાત કરતાં નાણાંમંત્રીએ પાંચ લાખ રૂપિયા સુધીની આયને ટેક્સ ફ્રી કરી દીધી છે.
નવી ટેક્સ સ્લેબ પ્રમાણે, 1. 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં કરદાતાઓને હવે કોઇપણ ટેક્સ પેમેન્ટ કરવાનું નહીં હોય, જૂની વ્યવસ્થામાં આ રકમ 2.5 લાખ રૂપિયા હતી.
2. 5થી 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકા કર ચૂકવવું પડશે.
3. 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની કમાણી પર 15 ટકા ટેક્સ પે કરવાનું રહેશે. જૂની વ્યવસ્થામાં આ કરનો દર 20 ટકા હતો.
4. 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવારાને નવી ટેક્સ વ્યવસ્થામાં 20 ટકાનું પેમેન્ટ કરવાનું રહેશે, જે પહેલા 30 ટકા હતું.
5. 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર હવે 25 ટકા પેમેન્ટ કરવાનું રહેશે.
ઇનકમ ટેક્સના જૂના સ્લેબમાં જ્યાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ આપવો પડતો ન હતો, તો 2.5-5 લાખ રૂપિયાની આવક પર 5 ટકા કર આપવો પડે છે. 5-10 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબ પર 20 ટકા, જ્યારે 20 લાખ રૂપિયાથી બે કરોડ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારા વ્યક્તિને 30 ટકા કર આપવું પડે છે. 2 કરોડથી વધારે કમાણી કરનારા વ્યક્તિને 35 ટકા ટેક્સ ભરવું પડે છે.
નોંધનીય છે કે પેનલ ડાયરેક્ટર ટેક્સ કોડએ ટેક્સ સ્લેબનો વિસ્તાર વધારવાની ભલામણ કરી હતી. ગયા બજેટમાં ઇનકમ ટેક્સમાં કોઇપણ બદલાવની ભલામણ કરવામાં આવી ન હતી. જો કે, 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારા ટેક્સપેયર્સને 12,500 રૂપિયાનું રિબેટ આપવામાં આવ્યું હતું. 2019-20 માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ 50,000 રૂપિયા રાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાતોથી સરકારને ઉપભોક્તા માંગ અને નિવેશને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. માંગ અને નિવેશમાં ઘટાડાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ જ ખરાબ સમયનો સામનો કરવો પડ્યો. જુલાઇ-સપ્ટેમ્બર ત્રૈમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થાની ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકા થઈ ગઈ છે.
નબળાં આર્થિક પરિદ્રશ્યને કારણે કેટલા આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ ભારતના ગ્રોથ રેટમાં કાપ મૂકી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ચાલું નાણાંકીય વર્ષ માટે ભારતના ગ્રોથ રેટને 5.8 ટકાથી ઘટાડીને 4.8 ટકા કરી દીધું છે.
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં બીજા બજેટને લોકસભામાં રજૂ કર્યું. નાણાંમંત્રી બજેટ ભાષણ વાંચવા માટે હળદર જેવા પીળા કલરની સાડીમાં પહોંચ્યા. તેમણે કહ્યું કે આ બજેટ સામાન્ય માનવીની આવકને સુનિશ્ચિત કરવા તેમ જ તેમની ક્રય શક્તિને વધારવા પ્રત્યે સંકલ્પિત છે. કેન્દ્રીય નાણાંમંત્રીએ જીએસટીના શિલ્પકાર દિવંગત અરૂણ જેટલીને પણ શ્રદ્ધાંજલિ આપી. આવો સંક્ષેપમાં જાણીએ બજેટની મોટી વાતો…
ટેક્સ સ્લેબમાં મોટો સુધાર કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે હવે ટેક્સ સ્લેબ્સ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પાંચ લાખથી સાડાસાત લાખ સુધીની આવક પર 10 ટકા કર આપવો પડશે જે પહેલા 20 ટકા હતો. સાડાસાત લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકાના દરે કર આપવું પડશે જે પહેલા 20 ટકાના દરે લાગતું હતું, 10 લાખથી સાડા 12 લાખ સુધીની આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગશે જે પહેલા 30 ટકાના દરે વસૂલવામાં આવતું. એટલું જ નહીં સાડા 12 લાખથી 15 લાખ સુધીની આવક પર 25 ટકાના દરે કર લાગશે જે પહેલા 30 ટકા લાગતું હતું. 15 લાખ રૂપિયાથી વધારેની આવક પર પહેલાની જેમ જ 30 ટકાના દરે ટેક્સ આપવું પડશે. એટલું જ નહીં જો કરદાતા આયકર અધિનિયમ હેઠળ મળતી કેટલીક કર છૂટ ન લે તો 15 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાને પહેલા કરતાં ઓછા દરે ટેક્સ આપવું પડશે.
જીએસટીની નવી વ્યવસ્થા પહેલી એપ્રિલથી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એક એપ્રિલ 2020થી જીએસટીની નવી સરળ રિટર્ન વ્યવસ્થા લાગૂ થશે. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જીએસટીમાં બે લાખ નવા કરદાતા જોડાયા અને 40 કરોડ રિટર્ન ફાઇલ થયા.
LICનો અમુક ભાગ વેંચશે સરકાર કેન્દ્રીય નાણાંમંત્રીએ જાહેર કર્યું કે વિનિવેશ પ્રક્રિયાને આગળ વધારતા સરકાર લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન (LIC)નો અમુક હિસ્સો વેંચશે. એટલું જ નહીં IDBI બેન્ક્માં પણ ભાગીદારી વેંચવામાં આવશે. LICનો આઇપીઓ જાહેર કરવામાં આવશે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે સરકાર એલઆઇસીનો કેટલો ભાગ વેંચશે. આ ઘોષણા પછી વિપક્ષે હંગામાં સાથે વિરોધ કર્યો.
બેન્ક ડિપોઝિટ પર મોટી જાહેરાત સીતારમણે ગ્રાહકોના બેન્ક ડિપોઝિટને લઈને પણ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે બેન્ક જમા રકમ પર ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની ગેરન્ટિ મળશે એટલે કે બેન્કના ડૂબી ગયા પછી પણ તમારા પાંચ લાખ રૂપિયા એકદમ સુરક્ષિત રહેશે.
દેશભરમાં લાગશે પ્રીપેડ મીટર કેન્દ્રીય નાણાંમંત્રીએ દેશભરમાં વીજળીના મીટરોને પણ બદલવાની વાત કરી. તેમણે કહ્યું કે આગામી સમયમાં દેશભરમાં પ્રીપેડ મીટર લગાવવામાં આવશે.
ખેડૂતોને બેગણી આવકનું લક્ષ્ય કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સરકાર વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનું લક્ષ્યને લઈને પ્રતિબદ્ધ છે. સરકાર 20 લાખ ખેડૂતોને સોલાર પંપ લગાડવામાં આર્થિક મદદ આપશે. જળસંકટથી પ્રભાવિત 100 જિલ્લા માટે વિસ્તૃત યોજના લાવવામાં આવશે.
બજેટ ત્રણ વાતો પર આધારિત તેમણે જણાવ્યું કે નાણાંકીય વર્ષ એટલે કે 2020-21નું બજેટ મુખ્યત્વે ત્રણ વાતો ‘આકાંક્ષી ભારત, બધાં માટે આર્થિક વિકાસ કરનારું ભારત અને બધાંનું ધ્યાન રાખનારા સમાજ ભારત પર કેન્દ્રિત છે.’
રેલવેમાં આ એલાન
1,150 ટ્રેઇન્સ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડલ પર દોડતી કરાશે. તેજસ જેવી વધુ ટ્રેઇન્સ લોન્ચ કરીને સહેલાણી સ્થળો પરની કનેક્ટીવિટી વધારાશે. મુંબઇ અને અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ ટ્રેઇન ના પ્રોજેક્ટને વધુ ગતિથી અનુસરાશે. રેલ્વે ટ્રેક્સની આસપાસની જમીન રેલ્વેની માલિકીની હશે ત્યાં મોટી સોલર પેનલ્સ લાગુ કરાશે. સરકાર 11,000 ટ્રેક્સનું ઇલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય પણ ધરાવે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મૉડલને આધારે 4 સ્ટેશનનું રિ-ડેવલપેન્ટ કરવામાં આવશે. વિવિધ રેલ્વે સ્ટેશન્સ પર 550 વાઇ-ફાઇ ફેસિલિટી કમિશન કરાશે. વડાપ્રધાને પહેલાં પણ પોતે રેલ્વેના માળખાને પોતે વિકાસનું એન્જિન બનાવવા માગે છે તેવું અનેક વાર કહ્યું છે. કેન્દ્ર સરકારનું ફોકસ હંમેશાથી ઇન્ફ્રા સ્ટ્રક્ચર પર રહ્યું છે.
સ્વાસ્થ્ય સેક્ટર માટે માટી જાહેરાત કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 69 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમાં પીએમ જન આરોગ્ય યોજના માટે 6400 કરોડ રૂપિયાનું પ્રસ્તાવ છે. મિશન ઇન્દ્રધનુષનો વિસ્તાક વધારીને તેમાં 12 બીમારીઓ સામેલ કરી લેવામાં આવી છે. જેમાં પાંચ વેક્સીન પણ જોડવામાં આવી છે. આયુષ્માન ભારતના લાભાર્થિઓ માટે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પીપીપી મોડ પર હૉસ્પિટલ બનાવવામાં આવશે. પહેલા ચરણમાં 112 જિલ્લાથી આની શરૂઆત થશે. મેડિકલ ઉપકરણો પર જે કર લગાડવામાં આવે છે તે જ રકમથી આ હૉસ્પિટલોનું નિર્માણ કરાવવામાં આવશે. નાણાંકીય વર્ષ 2020-21માં સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકારે વર્ષ 2025 સુધી ટીબીની બીમારીને સંપૂર્ણપણે ખતમ કરવાનું લક્ષ્ય સેવ્યું છે. જળ જીવન મિશન માટે 3.6 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
50 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થશે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જલ્દી નવી શિક્ષા નીતિની જાહેરાત કરવામાં આવશે. માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થઈ જશે જેમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. ક્વૉલિટી એજ્યુકેશન માટે ડિગ્રીવાળી ઑનલાઇન યોજનાઓ શરૂ કરવામાં આવશે. એટલું જ નગીં તેમણે નેશનલ પોલીસ યૂનિવર્સિટી અને નેશનલ ફૉરેન્સિંક સાયન્સ યૂનિવર્સિટીના પ્રસ્તાવ વિશે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે ડૉક્ટરોની ઓછપ દૂર કરવા માટે જિલ્લા હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ બનશે. બજેટમાં શિક્ષણ માટે 99300 કરોડ જ્યારે સ્કિલ ડેવલપમેન્ટ માટે 3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની
ચપેટમાં આવેલા ચીનથી ભારતીયોને પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે
સવારે ચીનથી 324 ભારતીયોને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યા છે. વુહાન, હુબેઈ જેવા શહેરોમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા સૌથી વધુ
છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 259 લોકોના મોત થઈ ગયા છે અને 10,000થી વધારે કેસ સામે આવ્યા છે. વર્લ્ડ
હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોનાને ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કર્યો છે.
ચીનથી ભારતીયો પરત ફરે તે પહેલાથી જ
ભારતીય સેના દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. ભારતીયોને લાવવા માટે
ચીન ગયેલું એર ઈન્ડિયાનું પ્લેન શુક્રવારે સાંજે લેન્ડ કરી ગયું હતું.
આઈટીબીપીએ પણ દિલ્હીમાં એવી વ્યવસ્થા કરી
છે, જ્યાં 600 લોકોનો ઈલાજ, દેખભાળ માટે અલગ બેડની વ્યવસ્થા રહેશે.
સેનાએ હરિયાણાના માનેસરમાં એક કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં ચીનથી આવેલા લોકોને નજર હેઠળ રખાશે. પહેલા યાત્રીઓની એરપોર્ટ
પર તપાસ કરાશે, તે પછી તેમને માનેસર કેન્દ્ર લાવવામાં આવશે. જો કોઈ કોરોના
વાયરસગ્રસ્ત હોવાની આશંકા હશે તેમને દિલ્હી કેન્ટ સ્થિત હોસ્પિટલમાં બનાવેલા અલગ
વોર્ટમાં શિફ્ટ કરવામાં આવશે.
હુબેઈમાં કોરોના વાયરસની અસર સૌથી વધારે જોવા મળી રહી છે. વુહાન આ હુબેઈની રાજધાની છે. અહીં કેન્દ્ર છે જેને સત્તાવાર રીતે 2019-એનસીઓવી નામથી ઓળખાય છે. હુબેઈમાં લગભગ 700 ભારતીયો રહે છે. તેમાં મોટાભાગે મેડિકલના વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર છે જે ભારતની યુનિવર્સિટીઓમાંથી ત્યાં અભ્યાસ માટે ગયા છે.
વેતન સુધારણાની માગ સાથે આજથી શરૂ થયેલી બે દિવસીય બેન્ક હડતાલમાં દેશભરમાં કરોડો રૂપિયાનાં વ્યવહારો ખોરવાયા હતાં.
મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીની ક્લિયરિંગ ગ્રીડમાં કુલ મળીને 23000 કરોડ રૂપિયાનાં 31 લાખ ચેક તા.31મી જાન્યુઆરી 2020ના રોજની હડતાલનાં કારણે ક્લિયર થઈ શક્યા નહોતાં.’
ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસો.(એઆઈબીઈએ)નાં મહામંત્રી સી.એચ.વેંકટચલમનાં જણાવ્યા પ્રમાણે દેશભરમાંથી મળી રહેલા અહેવાલ અનુસાર તામિળનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણ, પશ્ચિમબંગાળ, યુપી, એમપી, પંજાબ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ અને બિહાર જેવા મુખ્ય રાજ્યો સહિતનાં દેશમાં બેન્કની કામગીરી વ્યાપકપણ ખોરવાઈ છે.
નવ બેન્ક કર્મચારી સંગઠનનાં મહામંડળ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા આજે સંસદમાં આર્થિક સર્વે અને આજરોજ તા.1લી ફેબ્રુઆરી 2020ને શનિવારે ભારતીય સંસદમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે આ હડતાલ કમનસીબ બાબત છે.
વેતનવૃદ્ધિ મુદ્દે સરકાર સાથે વાટાઘાટમાં માગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતાં આ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. હજી આજે શનિવાર તા.1લી ફેબ્રુઆરીએ પણ બેન્કો બંધ રહેશે અને પછી રવિવાર હોવાથી બેન્ક રજા રહેશે. આમ હવે આજથી એટીએમનાં વ્યવહારોમાં પણ હડતાલની વિપરિત અસરો વર્તાવા લાગે તેવી આશંકા છે.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (એનબીઈ) દ્વારા પાચમી જાન્યુઆરીએ પીજી મેડિકલ નીટ ૨૦૨૦ પરીક્ષા લેવામા આવી હતી. જેમાં ગુજરાતમાંથી પીજી નીટ આપનારા ૭૦૯૭ વિદ્યાર્થીઓમાંથી ૪૩૨૪ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે. પરિણામ Date 30 Januarty 2020 ગુરુવારે સાંજે જાહેર કર્યુ છે.
ગુજરાતમાં આશરે ૨૧૦૦ જેટલી પીજી મેડિકલની બેઠકો છે. આ બેઠકો પર રાજ્યની એમબીબીએસ કોલેજોમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્છુક છે. એનબીઈએ પાચમી જાન્યુઆરીએ નીટની પરીક્ષા લીધી હતી જેમાં દેશભરમાંથી ૧,૬૦,૮૮૮ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા. અને ૮૯,૫૪૯ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે.
દેશમાં ડુંગળીના ભાવ ભડકે બળતા હતા ત્યારે ભારત સરકારે આયાત કરેલી હજારો ટન ડુંગળી મુંબઇ બંદરે ખડકાઇ છે. હવે આ ડુંગળીના નિકાલ માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ડુંગળીનો મોટો જથ્થો ઠલવાય તેવી તૈયારી થઈ રહી છે.
મુંબઈ બંદરે ગુજરાત માટેની ડુંગળીનો જથ્થો લાંબા સમયથી આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ તે જથ્થો ઉપાડીને ગુજરાતમાં લઈ જવાની તાકીદ કરતા તે અંગેનો વહીવટી સળવળાટ શરૂ થયો છે. રાજ્યના અધિકારીઓ એક-બે દિવસમાં ડુંગળીની ચકાસણી કરવા મુંબઈ બંદરે જશે. જો ડુંગળી યોગ્ય સ્થિતિમાં હશે તો તુર્ત જ ગુજરાતમાં લાવવાની કાર્યવાહી થશે. જો કે, બગડેલી કે નબળી પડી ગયેલી ડુંગળી રાજ્ય સરકાર સંભાળવા માંગતી નથી. નાફેડ તરફથી રૂ. ૧૦ની કિલો લેખે ૨૦૦૦ મેટ્રિક ટન ડુંગળી ગુજરાત માટે તુર્કીથી મંગાવવામાં આવી છે.
૧૪ વિપક્ષોના નેતાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદમાં સંયુક્ત સંબોધન દરમિયાન સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં કાળી પટ્ટી પહેરી હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, મોતીલાલ વોહરા, અહમદ પટેલ, અધીર રંજન ચૌધરી, એ. કે. એન્ટોની તથા એનસીપી, સમાજવાદી, ડીએમકે, આરજેડી, સીપીઆઈ, શિવસેના, જેડીએસ, જેએમએમ, નેશનલ કોન્ફરન્સના નેતાઓનો સમાવેશ છે.
રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન વિપક્ષોના નેતાઓ સેન્ટ્રલ હોલમાં એક બ્લોકમાં સાથે બેઠા હતા.
રાષ્ટ્રપતિએ સંબોધન દરમિયાન સીએએના વખાણ કર્યા હતા. શાસક પક્ષના સભ્યોએ લાંબો સમય તાળી વગાડીને ખુશી દર્શાવી હતી. વિપક્ષોએ શરમ કરોના નારા લગાવ્યા હતા અને બેનર દર્શાવ્યા હતાં. સંસદના સત્ર પહેલા સોનિયા ગાંધીના વડપણ હેઠળ મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંધારણને બચાવો એવા પ્લેકાર્ડ દર્શાવાયા હતાં.
વિપક્ષો સંસદની તેમની નિર્ધારિત બેઠક પર બેસવાને બદલે પાછલી બેઠક પર બેઠા હતા. સીએએનો મુદ્દો રાષ્ટ્રપતિના સંબોધનમાં આવરી લીધો તે કમનસીબ બાબત છે, એમ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું. સીએએને મોટી સિદ્ધિ ગણાવી હતી.
બેરોજગારી, જીડીપીમાં ઘટાડો, મોંઘવારી વિશે રાષ્ટ્રપતિના સંબોધનમાં કોઈ ઉલ્લેખ નહીં હોવાનું જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ ઘણો વિકાસ થયો છે તે નર્યું જુઠ્ઠાણું હોવાનું વિપક્ષોએ કહ્યું હતું. રાષ્ટ્રપતિનું ભાષણ સામાન્ય કક્ષાનું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.