CIA ALERT

Uncategorized Archives - Page 4 of 13 - CIA Live

August 25, 2021
1min820
રામનામ

પંજાબના પટિયાલા શહેરના શ્રી રાજ રાજેશ્વરી શિવમંદિરમાં અનોખી બૅન્ક શરૂ થઈ છે; એમાં કોઈ પૈસા, ચેક, ડ્રાફ્ટ કે બીજી કોઈ ચીજ-વસ્તુ નહીં, પણ ‘રામનામ’ જમા કરાવવામાં આવે છે. બૅન્ક ખૂલ્યાના બે મહિનામાં ૨૫૦ ખાતાં ખૂલી ચૂક્યાં છે. આ બૅન્ક-ખાતામાં ભક્ત રામનામ લખીને જમા કરાવતા રહે છે. મંદિરની બહાર આ ખાતું ખોલવા પ્રેરિત કરતું બોર્ડ મૂકવામાં આવ્યું છે.

Ram Naam Bank, Unique bank in Patiala temple, Ram Naam gets deposited in  the account Jagran Special

રામનામ બૅન્કમાં ભક્તો રામનું નામ જમા કરાવીને પુણ્ય કમાવાનો આશય રાખે છે. ત્રિપડી ટાઉન ગલીમાં આવેલા આ મંદિરના પંડિત નરેશકુમાર કહે છે, ‘અમારો એકમાત્ર ઉદ્દેશ લોકોને રામનામ સાથે જોડવાનો અને શ્રીરામની મહિમાથી તેમને વાકેફ કરાવવાનો છે. કહેવાય છેને કે ધનનો તો જીવનમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ રામનામ તો વ્યક્તિની સાથે જતું હોય છે. અત્યાર સુધીમાં કુલ ૬૦,૦૦૦ રામનામ જમા થયા છે. એ આંકડો સવા કરોડ પર પહોંચશે ત્યારે અમે યજ્ઞ કરાવીશું.’

ખાતું ખોલવા માગતી વ્યક્તિને ચિઠ્ઠી ખેંચવાનું કહેવામાં આવે છે. ચિઠ્ઠીમાં જે આંકડો નીકળે એ તેનો અકાઉન્ટ-નંબર બને છે. બૅન્કના સ્વયંસેવક તેની પાસે બધી બેઝિક વિગતો લઈને તેમને એક પેન અને એક બુકલેટ આપે છે જેમાં તેણે (તેની ઇચ્છા મુજબના સમયગાળામાં) એમાં ‘રામ નામ’ લખીને બુકલેટ જમા કરાવવાની રહે છે. પછીથી તેને નવી બુકલેટ અને પેન આપવામાં આવે છે જેની પાછળનો પૂરો ખર્ચ મંદિરનું ટ્રસ્ટ ઉપાડે છે.

August 19, 2021
usa_flag.png
1min343

અમેરિકાએ ભારત ખાતેના પ્રવાસના નિયંત્રણ હળવા કરીને ભારતને લેવલ-ટૂ એટલે કે સામાન્ય (મૉડરેટ) જોખમ ધરાવતા દેશોની યાદીમાં મૂક્યું છે. ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળામાં ઘટાડો થતાં અમેરિકાએ ભારતને ‘સલામત’ ગણાતા લેવલ-ટૂમાં મૂક્યું છે.
અગાઉ, અમેરિકાએ ભારતમાંના કોવિડ-૧૯ના રોગચાળાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતને લેવલ-ફૉરમાં મૂક્યું હતું.

અમેરિકાના રોગ-નિયંત્રણ કેન્દ્ર (સેન્ટર ફૉર ડિસીઝ ક્ધટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શન)એ કોવિડ-૧૯ના રોગચાળાના સંબંધમાં ભારતના પ્રવાસ માટે લેવલ-ટૂ ટ્રાવેલ હેલ્થ નોટિસ બહાર પાડી હતી અને ભારતને ‘સામાન્ય’ જાખમ ધરાવતા દેશોની યાદીમાં સમાવ્યું છે.

આમ છતાં, અમેરિકાના વિદેશ મંત્રાલયે પૂર્વ લદાખ અને તેના પાટનગર લેહ સિવાયના જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદના જોખમને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને આ પ્રદેશમાં નહિ જવાની સલાહ આપી હતી.

દરમિયાન, અમેરિકાએ ભારત અને પાકિસ્તાનની સરહદના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં નહિ જવાની પણ પોતાના નાગરિકોને સલાહ આપી હતી અને તેના માટે બન્ને દેશ વચ્ચે સશસ્ત્ર ઘર્ષણનું જોખમ હોવાનું કારણ આપ્યું હતું.

July 18, 2021
ncc.png
1min377

ગુજરાતની એનસીસી કેડેટે આવી રહેલા કારગિલ વિજય દિવસ નિમિત્તે જવાનોના શૌર્ય અને બલિદાનને વખાણતા ૩૦,૦૦૦ કાર્ડ સૈનિકોને મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૨૬ જુલાઇએ  કારગિલ વિજય દિવસ ઊજવાય છે. આ વખતે ૨૨મી સંવત્સરી ઊજવાશે.  ૪થી ૧૫ જુલાઇ દરમ્યાન ઉજવવામાં આવેલા ‘ એક મૈં સો કે લિયે’  અભિયાનના એક ભાગરૂપે ગુજરાતમાંથી આ કાર્ડ્સ મોકલવામાં આવ્યા હતા તેમ જ સોશિયલ મીડિયા પર પણ દેશના જવાનોને બિરદાવતા અનેક સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.

ધ નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) આ પ્રસંગે  અમારા અભિયાન ‘કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર’ ના પાંચમા ચરણના એક ભાગરૂપે હતો. 

‘આ કાર્ડ્સ યુવા કેડેટસ માટે શહીદોની શહાદત અને સરહદોનું રક્ષણ કરતા જવાનોનું સન્માન કરવાનું એક માધ્યમ છે.’ એમ એનસીસીએ જણાવ્યું હતું.

આ કાર્ડ્સ ઉધમપુરના નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટેનન્ટ જનરલ સુધી પહોંચે તેવી આશા અમે રાખી રહ્યા છીએ જેઓ કારગિલ યુદ્ધ વખતે લેફ્ટેનન્ટ કર્નલના હોદ્દા પર હતા અને જેમને વીરચક્ર પ્રાપ્ત થયું છે. ૨૫ જુલાઇ પહેલા કારગિલ ક્ષેત્ર પર તૈનાત સૈનિકોને સુપરત કરવામાં આવશે.

July 12, 2021
Maana_Patel.jpg
1min412

સ્પોર્ટ્સના મહાકુંભ ગણાતા ઑલિમ્પિક્સ આડે ગણતરીના દિવસો બચ્યા છે. જાપાનના ટાકિયોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારી ઓલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે કોણ કોણ ઉતરશે તેના ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યા છે ને રોજ જ કોઈ ને કોઈ ભારતીય ખેલાડી ક્વોલિફાઈ થયાના સારા સમાચાર આવે છે. શુક્રવારે બહુ સારા સમાચાર અને વાસ્તવમાં તો ઐતિહાસિક સમાચાર એ આવ્યા કે, સ્વિમર માના પટેલ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ છે. આ સમાચાર આપણા માટે બહુ સારા એ રીતે છે કે, માના પટેલ ગુજરાતી છોકરી છે ને ઐતિહાસિક એ રીતે છે કે, ઑલિમ્પિક્સના ઈતિહાસમાં ભારતની કોઈ છોકરી સ્વિમિંગ માટે ક્વોલિફાઈ થઈ હોય એવું પહેલી વાર બન્યું છે.

માના પટેલે એ રીતે પણ ઈતિહાસ રચ્યો છે કે, ઑલિમ્પિક્સ માટે પસંદ થનારી પહેલી ગુજરાતી છોકરી બની છે. બલ્કે હજુ સુધી કોઈ ગુજરાતી ઑલિમ્પિક્સમાં રમ્યો જ નથી એ જોતાં માના ઑલિમ્પિક્સના સ્વિમિંગ પૂલમાં ઉતરશે એ સાથે વધુ એક ઈતિહાસ રચાશે. ૨૧ વર્ષની માનાએ દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે એવો ઈતિહાસ રચી દીધો છે. ભારત વતી આમ તો શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ એ બે સ્વિમર પહેલાં જ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. માના ભારત વતી ક્વોલિફાઈ થનારી ત્રીજી સ્વિમર છે પણ પહેલી છોકરી છે.

માના ઑલિમ્પિક્સમાં યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ક્વોલિફાઈ થઈ છે. આ ક્વોટા હેઠળ કોઈ પણ દેશમાંથી એક પુરુષ અને એક મહિલા ખેલાડીની ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે પસંદગી કરાય છે. વિશ્ર્વમાં તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સના આયોજન માટે ઈન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી (આઈઓસી) દ્વારા માન્ય એસોસિયેશન સફિના’ છે. ફિના’ એ ઈન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના ફ્રેન્ચ નામ ફેદરેશાં ઈન્તરનેશના દ નેશનનું ટૂંકું સ્વરૂપ છે. ‘ફિના’ ઑલિમ્પિક સીલેક્શન ટાઈમના આધારે કયા કયા સ્વિમર ઑેલિમ્પિક્સમાં રમશે એ નક્કી કરે છે. એ માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ્સ યોજાય છે અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને ઑલિમ્પિક્સમાં રમવાની તક મળે છે.

‘ફિના’ ઑલિમ્પિક સિલેક્શન ટાઈમના આધારે પણ કેટલાક સ્વિમર્સને ઑલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે નિમંત્રણ મોકલે છે. કોઈ દેશમાંથી આ બંનેમાંથી કોઈ પણ રીતે એક પણ સ્વિમર ક્વોલિફાઈ ના થયો હોય પણ તેનો ટ્રેક રેકોર્ડ જોરદાર હોય તો ‘ફિના’ એ દેશના એક પુરુષ તથા એક મહિલાને યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ કરે છે. માના પટેલ આ ક્વોટા હેઠળ ક્વોલિફાય થઈ હોવાથી કોઈને તેની સિદ્ધિ બહુ મોટી ના લાગે પણ એ વાત ભૂલવા જેવી નથી કે, ‘ફિના’ પણ યુનિવર્સાલિટી ક્વોટા હેળ ગમે તેને પસંદ કરતું નથી.
ટ્રેક રેકોર્ડ જોરદાર હોય ને જેમણે નજીકના ભૂતકાળમાં ઑલિમ્પિક્સમાં ઉતરવા જેવો દેખાવ કર્યો હોય એવા સ્વિમર જ આ ક્વોટા હેઠળ પસંદ થાય છે. માનાએ ઉઝબેકિસ્તાન ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ વખતે તેણે ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થવા જરૂરી સમય લીધો હતો. સર્બિયા અને ઈટાલીમાં તેણે વધારે સારો દેખાવ કર્યો તેના કારણે તેને ઑલિમ્પિક્સમાં તક મળી છે. માનાએ એ રીતે પોતાના સારા દેખાવના જોરે જ ઓલિમ્પિક્સમાં રમવાની તક મેળવી છે. ઑલિમ્પિક્સમાં તક મેળવવી એ બચ્ચાંના ખેલ નથી જ ને ફાસફૂસિયાઓને એ તક મળતી નથી તેથી માનાની સિદ્ધિ ગર્વ અનુભવવા જેવી છે જ તેમાં કોઈ શંકા નથી.

ગુજરાતીઓ માટે તો આ સમાચાર વધારે મોટા છે કેમ કે ગુજરાતીઓમાં તો સ્પોર્ટ્સનું કલ્ચર જ નથી. આમ તો આપણા દેશમાં ક્યાંય સ્પોર્ટ્સનું કલ્ચર નથી કેમ કે આપણે શરીરને નહીં પણ આત્માને પૂજનારી પ્રજા છીએ. આપણા કહેવાતા સાધુ-સંતો ને ધર્મગુરુઓએ આત્માના ઉધ્ધારની ને લખ ચોરાસીના ફેરામાંથી છૂટવાની વાતો કરી કરીને આપણને એ હદે માયકાંગલા બનાવી દીધા છે કે, આપણે આપણા જ ઋષિઓ કહી ગયેલી વાત ભૂલી ગયા કે, વીરો દુનિયામાં બધે પૂજાય છે. વીરતાનો સંબંધ શારીરિક ને માનસિક બંને પ્રકારની વીરતા સાથે છે ને સ્પોર્ટ્સમાં બંને પ્રકારની વીરતા જોઈએ. આપણે બાવાજીઓ જે ચૂરણ ચટાડે છે તે ચાટી ચાટીને આત્માના ઉધ્ધાર માટે મથ્યા કરીએ છીએ પણ માનસિક ને શારીરિક રીતે વીર થવા માટે પ્રયત્ન સુધ્ધાં કરતા નથી તેના કારણે સાવ માયકાંગલા રહી ગયા છીએ.

ભારતમાં કેટલાંક રાજ્યોમાં સુધારો થયો છે ને સ્પોર્ટ્સનું કલ્ચર વિકસી રહ્યું છે પણ ગુજરાત એ રાજ્યોમાં નથી જ. પંજાબ, હરિયાણા, મણિપુર જેવાં નાનાં નાનાં રાજ્યો આ કેટેગરીમાં આવે પણ ગુજરાત ના આવે. ગુજરાતીઓને તો સ્પોર્ટ્સમાં રસ લઈને કલ્ચર વિકસાવવાનું છોડો પણ સ્પોર્ટ્સ જોવામાં પણ રસ નથી પડતો. આપણે સ્પોર્ટ્સના નામે ક્રિકેટ જોયા કરીએ છીએ ને તેના પર સટ્ટો રમ્યા કરીએ છીએ. આપણું સ્પોર્ટ્સ કલ્ચર તેનાથી આગળ વધતું નથી. આ માહોલ  હોય ત્યાં એક છોકરી સ્પોર્ટસમાં આગળ આવે ને ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ થવાની સિદ્ધિ મેળવે એ વાત બહુ મોટી છે.

માનાની મહેનતને તો તેના માટે જશ આપવો જ જોઈએ પણ સાથે સાથે તેનાં મા-બાપને પણ સલામ કરવી જોઈએ કે જેમણે પોતાની દીકરીને સ્પોર્ટ્સમાં મહેનત કરવા માટે પ્રોત્સાહન આપ્યું, તેને આગળ વધવાની તક આપી. બાકી મોટા ભાગનાં મા-બાપ તો છોકરી સ્પોર્ટસમાં આગળ જવા માગતી હોય તેમાં જ ભડકી જતાં હોય છે ને તેને છણકો કરીને બેસાડી દેતાં હોય છે. માનામાં માતા-પિતા અને તેનો પરિવાર એ રીતે ખરેખર સલામને લાયક છે, સન્માનને લાયક છે. છોકરી સ્વિમિંગ જેવી રમતમાં આગળ વધવા માગતી હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવા બહુ સમજદારી જોઈએ, બહુ ધીરજ જોઈએ. માનાનાં માતા-પિતામાં એ સમજદારી, એ ધીરજ છે એ આનંદની વાત કહેવાય. રાજીવ પટેલ અને આનલ પટેલ પણ માનાની સિદ્ધિમાં જશનાં પૂરાં ભાગીદાર છે.

માનાએ આ સ્તરે પહોંચવા જે મહેનત કરી તેની વાત કરી શકાય તેમ નથી. શારીરિક રીતે તો તેણે કાળી મજૂરી કરી જ છે પણ માનસિક રીતે પણ તેણે જે સંઘર્ષ કર્યો હશે તેના માટે ગજવેલનું હૈયું જોઈએ. માના અમદાવાદમાં રહે છે પણ અમદાવાદ હોય કે મુંબઈ હોય કે ગુજરાતીઓનાં બીજાં કોઈ પણ શહેર હોય, સ્પોર્ટ્સ માટેની સવલતો કેવી છે એ આપણે જાણીએ છીએ. સારા કોચ બધે હોય છે પણ સવલતો વિના એ બિચારા પણ કરે શું ? આ કારણે ઘણા સારા ખેલાડી હાંફીને ઘરે બેસી જતા હોય છે. સ્વિમિંગ જેવી રમતને તો જરાય પ્રોત્સાહન ના મળે તેથી નાની ઉંમરનાં છોકરાં અડધાં તો તેમાં  હતાશ થઈ જાય. ક્રિકેટ રમતા હો તો પબ્લિસિટી મળે, તાળીઓ પણ મળે ને ભવિષ્યમાં આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળશે તો બેડો પાર થઈ જશે એવી આશા પણ હોય. સ્વિમિંગમાં તો આમાંનું કશું ના હોય ને ખાલી મહેનત જ કર્યા કરવાની હોય ને લોકો આપણા પર હસે એ તો અલગ. માનાએ તેનાથી વિચલિત થયા વિના તર્યા કર્યું એ મોટી વાત છે.
ઑલિમ્પિક્સમાં માનાનું શું થશે એ ખબર નથી પણ માના પટેલ ભારતને ઑલિમ્પિક્સ મેડલ અપાવીને વધુ ગૌરવ અપાવી શકે છે. ભારત પાસે વિશાળ દરિયાકિનારો છે, મોટી મોટી નદીઓ છે પણ દુનિયામાં સ્વિમિંગમાં ભારતની કોઈ ગણતરી જ નથી. ઑલિમ્પિક્સની વાત છોડો પણ એશિયન ગેમ્સમાં પણ ભારત સ્વિમિંગમાં જીતી શકતું નથી. ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય સ્વિમરની વાત નીકળે ત્યારે વીરધવલ ખાડે સિવાય બીજું કોઈ નામ જ યાદ ના આવે એવી હાલત છે. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બીજી બધી રમતોની જેમ સ્વિમિંગમાં પણ આપણે સાવ કંગાળ જ છીએ.

માના પટેલ આ કંગાલિયત દૂર કરીને દેશને મેડલ અપાવશે તો એ મોટી સિદ્ધિ હશે. માનાની વય ૨૧ વર્ષની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનો તેનો રેકોર્ડ ઑલિમ્પિક્સ મેડલ પાકો જ લાગે એવી આશા આપનારો નથી એ કબૂલવું પડે પણ સ્પોર્ટ્સમાં કશું ભૂતકાળના આધારે થતું નથી. મેદાન પર ઊતરે ત્યારે કમાલ કરી જાય તેનો દિવસ હોય છે ને જેમની પાસેથી આશા પણ ના હોય એવા ખેલાડીઓ કમાલ કરીને ઈતિહાસ રચી દેતા હોય છે. માના તો આશા રાખી શકાય એવી છોકરી છે ને આ આશા ફળે તો માનાની સિદ્ધિ અમૂલ્ય થઈ જાય.

June 1, 2021
jinping-1280x720.jpg
1min335

ચીન વૃદ્ધ થતી વસ્તી અને ધીમી ગતિએ વધતી વસ્તીથી ચિંતિત છે. જેના પગલે ચીન સરકારે પરિવાર નિયોજનના નિયમોમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. હવે ચીનમાં કપલ ત્રણ બાળકો પેદા કરી શકશે. અગાઉ ચીનમાં માત્ર બે બાળકો પેદા કરવાની પરવાનગી હતી.

હાલમાં જ ચીનની વસ્તીના આંકડા સામે આવ્યા હતા. જેમાં એ વાત સામે આવી હતી કે ચીનમાં વસ્તીઓનો એક મોટો ભાગ ઝડપથી વૃદ્ધ થઇ રહ્યો છે. આવામાં ચિંતિત ચીને આ પગલું ભર્યું છે.

ચીની મીડિયા પ્રમાણે, નવી પોલિસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઇ છે. એટલે કે દાયકાઓથી ચાલી રહેલી ટૂ-ચાઇલ્ડ પોલિસીને ચીનમાં દૂર કરવામાં આવી છે.

તાજેતરમાં જ ચીને વસ્તીના આંકડા જાહેર કર્યા હતા. જે અનુસાર, છેલ્લા દાયકામાં ચીનમાં બાળકો પેદા થવાની સરેરાશ સૌથી ઓછી હતી. આનું મુખ્ય કારણ ચીનની ટૂ-ચાઇલ્ડ પોલિસી ગણાવવામાં આવી હતી.

આંકડા અનુસાર, ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન ચીનમાં જનસંખ્યા વધવાની ગતિ ૦.૫૩ ટકી હતી, જ્યારે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ દરમિયાન આ ગતિ ૦.૫૭ ટકા હતી. એટલે છેલ્લા બે દાયકામાં ચીનનમાં જનસંખ્યા વધવાની ગતિ ઘટી છે. વર્ષ ૨૦૨૦માં ચીનમાં માત્ર ૧૨ મિલિયન બાળકો પેદા થયા, જ્યારે ૨૦૧૬માં આ આંકડો ૧૮ મિલિયન હતો. એટલે ચીનમાં વર્ષ ૧૯૬૦ બાદ બાળકો પેદા થવાની સંખ્યા પણ સૌથી ઓછી થઇ.

June 1, 2021
gdp.jpg
1min447

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતીય અર્થતંત્રનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી) માઇનસ ૭.૩ ટકા નોંધાયો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિકમાં અર્થતંત્રનો વિકાસ ૧.૬ ટકા થયો હતો. એક વર્ષ અગાઉ ૨૦૨૦ના જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ૩ ટકા જીડીપી વિકાસદર નોંધાયો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં ચાર ટકા વિકાસ થયો હતો જેની સરખામણીમાં વર્ષ ૨૦૨૦-૨૧માં વિકાસ દર ઘટીને માઇનસ ૭.૩ ટકા નોંધાયો હતો. કોવિડ મહામારીને પગલે લૉકડાઉન સહિતના નિયંત્રણો લાદવામાં આવતા વિકાસ દર સંકોચાયો હતો.

દરમિયાન વર્ષ ૨૦૨૦-૨૧માં નાણાકીય ખાધ ગ્રોસ ડોમોસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી)ના ૯.૩ ટકા (૧૮,૨૧,૪૨૬ કરોડ રૂપિયા) થઇ છે. કંટ્રોલર જનરલ ઑફ અકાઉન્ટ્સ (સીજીએ)એ વર્ષ ૨૦૨૦-૨૧ માટેની કેન્દ્ર સરકારના મહેસૂલ ખર્ચની વિગતો જાહેર કરી હતી. વર્ષ ૨૦૨૦-૨૧માં રાજકોષીય ખાધ જીડીપીના ૭.૪૨ ટકા જેટલી નોંધાઇ છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં મહેસૂલી આવકમાં ઘટાડો થવાને પગલે નાણાકીય ખાધ જીડીપીના ૪.૬ ટકા જેટલી થઇ હતી. વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપીના ૩.૫ ટકા (રૂપિયા ૭.૯૬ લાખ કરોડ)નો અંદાજ સરકારે બજેટમાં રજૂ કર્યો હતો.

May 25, 2021
gseb-1280x720.jpg
2min489

રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે
……
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ
…..
કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે
……..
– દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે

 સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે

 વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે

કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે

 વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

 સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે.

આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે

પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતું.

શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન આ બેઠકમાં કર્યુ હતું

તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે

આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.

વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે, એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે
શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ. જે. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

April 7, 2021
vaccine-1.jpg
1min382

ભારતમાં ગત ચોવીસ કલાકમાં કોવિડ-૧૯ની રસીના ૪૩ લાખથી વધુ ડોઝ અપાયા હતા, જે એક જ દિવસમાં સૌથી વધુ આપવામાં આવેલી રસી માટેનો નવો વિક્રમ બન્યો હતો.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચમી એપ્રિલે ૪૮,૦૯૫ સત્રમાં કુલ ૪૩,૦૦,૯૬૬ ડોઝ આપવામાં આવ્યા હતા, એમાંથી ૩૯,૦૦,૫૦૫ લાભાર્થીએ પ્રથમ વખત ડોઝ લીધો હતો અને ૪,૦૦,૪૬૧ લાભાર્થીએ બીજો ડોઝ લીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ૧૨,૮૩,૮૧૬ સત્રમાં કુલ ૮,૩૧,૧૦,૯૨૬ ડોઝ આપવામાં આવ્યા હતા.

સૌથી વધુ ડોઝ મહારાષ્ટ્રમાં ૮૧,૨૭,૨૪૮, ત્યાર બાદ ગુજરાતમાં ૭૬,૮૯,૫૦૭ ડોઝ, રાજસ્થાનમાં ૭૨,૯૯,૩૦૫ ડોઝ, ઉત્તર પ્રદેશમાં ૭૧,૯૮,૩૭૨ ડોઝ અને પશ્ર્ચિમ બંગાળમાં ૬૫,૪૧,૩૭૦ ડોઝ અપાયા હતા.

દરમિયાન ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઇરસના નેવું હજારથી વધુ કેસ નોંધાયા હતા અને ગત ૨૪ કલાકમાં ૯૬,૯૮૨ નવા કેસ નોંધાયા હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આપી હતી.

આ સાથે મંગળવારે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૨૬,૮૬,૦૪૯ થઇ હતી.

ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૪૪૬ દરદીનાં મોત થયાં હતાં. આ સાથે કોરોનાને કારણે મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૬૫,૫૪૭ થઇ હતી.

ભારતમાં સોમવારે એક જ દિવસમાં સૌથી વધુ ૧,૦૩,૫૫૮ કેસ નોંધાયા હતા.

ગત ૨૭ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા વધીને ૭,૮૮,૨૨૩ની સપાટીએ પહોંચી હતી.

હાલ સક્રિય કેસની સંખ્યાની ટકાવારી કુલ કેસ પ્રમાણે ૬.૨૧ ટકા છે અને સાજા થનાર દરદીની ટકાવારી ઘટીને ૯૨.૪૮ ટકા થઇ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી.

February 4, 2021
election_coverage-1280x1047.jpg
2min406

બીજાનું ખબર નહીં પણ જો તમે સુરતના મતદાર છો તો BJPના ઉમેદવાર-કાર્યકર્તા 13 દિવસમાં તમને રૂબરૂ મળશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આઘામી તા.21મી ફેબ્રુઆરી 2021ના રોજ યોજાવાની છે. એના બે દિવસ પૂર્વે 19મીની સાંજે 5 વાગ્યા બાદ પ્રચાર-પ્રસાર બંધ કરી દેવામાં આવશે. ઉમેદવારી પ્રક્રિયા તા.6 ફેબ્રુઆરીએ પૂરી થશે અને તા.7મી ફેબ્રુઆરીથી શરૂ થશે સુરત ભાજપાનું મહાઅભિયાન.

આગામી 312 કલાક (13 દિવસ)માં સુરત બીજેપીના ઉમેદવારો અને કાર્યકરો સુરત શહેરના પ્રત્યેક મતદારો 32 લાખ 88 હજાર 509 લોકોને રૂબરૂ ફેસ ટુ ફેસ સંપર્ક કરીને અત્યાર સુધીના સૌથી ઇન્ટેન્સીફાય (ઘનિષ્ઠ) જનસપર્ક અભિયાનને પૂર્ણ કરશે.

સી.આર. પાટીલે કહ્યું હતું…

May be an image of 3 people, people standing and food

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાની સભાઓમાં કહ્યું હતું કે ભલે અમારી સામે હરીફ (કોંગ્રેસ) નબળા હોય, અમે તેમની નબળાઇ પર નહીં અમારી મહેનત પર ચૂંટણી જીતીશું. સુરતમાં જ નહીં બલ્કે સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓના વિસ્તારમાં ભાજપા માટે અનુકૂળ માહોલ છે આમ છતાં, પણ ભાજપા ચૂંટણી પ્રચારમાં ડોર ટુ ડોર અને ફેસ ટુ ફેસ મતદારોને સંપર્ક કરીને ચૂંટણી જીતવા માટે ભારે મહેનત કરશે એ બાબત ચોક્કસ છે.

સુરત ભાજપા માઇક્રો પ્લાનિંગથી કામ કરશે

Image

સુરત શહેર ભાજપા મહાનગરની આખી ટીમ પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરાના નેતૃત્વમાં જનસર્પક મહાઅભિયાન માટે માઇક્રોપ્લાનિંગથી કામ કરી રહી છે. માઇક્રોપ્લાનિંગ તો એટલું વ્યાપક છે કે મતદારોના મોબાઇલ નંબર સુદ્ધા ભાજપાના વોર્ડ કાર્યકર્તાઓ પાસે ઉપલબ્ધ છે. 120માંથી 120 સીટ જીતવાના ઇરાદા સાથે સુરત ભાજપાની ટીમ બહું ઓછા સમયમાં 33 લાખ જેટલા મતદારોને ફેસટુ ફેસ સંપર્ક કરવા માટે કટિબદ્ધ છે. નિરંજનભાઇ ઝાંઝમેરા તો ત્યાં સુધી કહે છે કે ભાજપાનો કાર્યકર્તા જનસર્પક માટે એટલા સજ્જ છે કે જેવું પ્રચાર અભિયાન શરૂ થશે તેઓ દિવસ રાત સુરતના મતદારોને સંપર્ક કરીને ભાજપા તરફી મતદાન કરાવવા માટે કામે લાગી જશે.

પેજ પ્રમુખ અભિયાન વાસ્તવમાં માસ્ટર સ્ટ્રોક

ગુજરાત ભાજપા માટે સી.આર. પાટીલે લોંચ કરેલું પેજ પ્રમુખ અભિયાન ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વાસ્તવમાં માસ્ટર સ્ટ્રોક પુરવાર થઇ રહ્યું છે. ચૂંટણી અગાઉથી જ ભાજપાના કાર્યકર્તાઓ પેજ સમિતિઓ બનાવવામાં વ્યસ્ત હતા, પરીણામે તેઓ સોસાયટીઓ, એપાર્ટમેન્ટસ, વસાહતોમાં જઇને મતદારોને આમેય મળ્યા હતા. હવે પેજ સમિતિઓને કારણે મતદારોને માઇક્રો ડેટા પેજ સમિતિ પાસે ઉપલબ્ધ છે. ભાજપાના નેતાઓ કહે છે કે પેજ પ્રમુખને કારણે કાર્યકર્તા અને સામાન્ય લોકો વચ્ચે એક સેતુ પ્રસ્થાપિત થયો છે અને એ સક્રિય જોડાણ આ ચૂંટણીમાં ભાજપાને અનેક ગણો ફાયદો પહોંચાડશે.

દરેક વોર્ડ-વિસ્તારમાં અલગ સ્ટ્રેજેજીથી કામ કરાશે

મળતી માહિતી મુજબ સુરત ભાજપા એટલું માઇક્રો લેવલ પર પ્લાનિંગ કરી રહી છે કે જેમાં સુરતના 30 વોર્ડ પૈકી દરેક વોર્ડ, વિસ્તાર પ્રમાણે અલગ સ્ટ્રેટેજીથી કામ કરાશે. દરેક જનસંપર્ક કાર્યાલયોને સ્પેશિફિક ગાઇડલાઇન્સથી કામ કરવાનું કહેવામાં આવશે. દરેક ઉમેદવાર અને તેમના ચૂંટણી એજન્ટો માટે પણ ચોક્કસ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે. સુરત મિનીભારત મનાય છે અહીં ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આવીને લોકો વસ્યા છે આમ, વસતિની દ્રષ્ટીએ તેમજ વિસ્તારની દ્રષ્ટીએ સામાન્ય મતદારોને આકર્ષવા માટે સુરત ભાજપાએ માઇક્રોલેવલ પર કામ કર્યું છે.

November 24, 2020
jaypatel.jpg
1min373
આઇ.ટી. કન્સલ્ટન્ટ જયકુમાર પટેલ, સુરત

ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં દેશ વિદેશમાં પ્રોફેશનલ તરીકે કાર્ય કરી રહેલા સુરતના અડાજણ ખાતે રહેતા જયકુમાર પટેલ CiA Live ન્યુઝ વેબના સત્તાવાર મેનેજિંગ કન્સલ્ટન્ટ છે.

જયકુમાર પટેલ CiA Live ન્યુઝ વેબનું તમામ ડિજિટલ વર્ક, ડિઝાઇનિંગ, સ્ટ્રક્ચરિંગ વર્ક સંભાળી રહ્યા છે. CiA Live ન્યુઝ વેબ તેમને બેસ્ટ ફ્યુચર માટે શુભેચ્છાઓ પાઠવે છે.

CiA Live ન્યુઝ વેબ સાઇટના નિર્માણથી લઇને તેના મેઇન્ટેનન્સની સઘળી જવાબદારી હાલ તેઓ સુપેરે નિભાવી રહ્યા છે.