ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં દેશ વિદેશમાં પ્રોફેશનલ તરીકે કાર્ય કરી રહેલા સુરતના અડાજણ ખાતે રહેતા જયકુમાર પટેલ CiA Live ન્યુઝ વેબના સત્તાવાર મેનેજિંગ કન્સલ્ટન્ટ છે.
જયકુમાર પટેલ CiA Live ન્યુઝ વેબનું તમામ ડિજિટલ વર્ક, ડિઝાઇનિંગ, સ્ટ્રક્ચરિંગ વર્ક સંભાળી રહ્યા છે. CiA Live ન્યુઝ વેબ તેમને બેસ્ટ ફ્યુચર માટે શુભેચ્છાઓ પાઠવે છે.
CiA Live ન્યુઝ વેબ સાઇટના નિર્માણથી લઇને તેના મેઇન્ટેનન્સની સઘળી જવાબદારી હાલ તેઓ સુપેરે નિભાવી રહ્યા છે.
આગામી તા.8મી નવેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે અને ભાજપવાળાઓ જેના નામે શ્રેય ખાટી રહ્યા છે એ હજીરા ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરી સર્વિસ આજે તા.6 નવેમ્બર 2020ના રોજ ટ્રાયલ રન વખતે જ દરિયામાં ટેકનિકલ ખામીને કારણે ખોટકાઇ રહ્યું છે.
દહેજ ઘોઘા ખાતે ગણતરીના મહિના સર્વિસ ચાલ્યા બાદ એ અચોક્કસ મુદત માટે બંધ થઈ ચૂકી છે, હવે હજીરા ઘોઘા વચ્ચે રૉ પેક્સ ફેરી સેવા શરૂ થાય એ પહેલા ટ્રાયલ રન વખતે જ બંધ થતાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. રૉ પેક્સ સર્વિસ માટે જે જહાજ આપવામાં આવ્યું છે તેની આવરદા અને તેની ક્ષમતા બન્ને અંગે નિષ્ણાંતો સવાલો ઉઠાવી રહ્યા છે.
8/11/2020 થી શરૂ થનારી રૉ પેક્સ ફેરી સર્વિસનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું
https://www.dgseaconnect.com/ વેબસાઇટ પર હજીરા અને ઘોઘા વચ્ચેની આ દરીયાઇ સેવા ભલે તા.8મી નવેમ્બરથી શરૂ થવાની હોય પરંતુ, તેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. હવે આ સર્વિસ તા.8મીથી શરૂ થાય છે કે કેમ તે અંગે શંકાઓ પ્રવર્તી રહી છે.
ગુજરાત કોંગ્રેસના શિર્ષ નેતા મધ્ય ગુજરાતના વતની ભરતસિંહ સોલંકીએ જાણ્યે અજાણ્યે એક વિક્રમ પોતાના નામે કર્યો છે અને આ વિક્રમ એવો છે કે ભારતમાં સૌથી લાંબામાં લાંબી કોરોના સામેની જંગ તેઓ લડ્યા અને સફળ થયા છે. 101 દિવસની ટ્રીટમેન્ટ પછી આજરોજ તા.20મી સપ્ટેમ્બર 2020ના રોજ કોંગ્રેસના આ નેતાને અમદાવાદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે.
51 દિવસ વેન્ટીલેટર પર, 101 દિવસ હોસ્પિટલમાં કોરોના વિરુદ્ધ સૌથી લાંબો જંગ લડ્યા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી. આજે તા.30મી સપ્ટેમ્બર 2020ના રોજ અમદાવાદની હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના બીજા જ દિવસે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને કોરોના પોઝીટીવ હોવાનું નિદાન કરાયું હતું. પહેલા તેમને વડોદરા ખાતે હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. તબિયત વધુ લથડતા તેમને અમદાવાદની સીઆઇએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ દિવસ બાદ આજે 101માં દિવસે તેઓ હોસ્પિટલમાંથી રજા મેળવીને ઘરે પરત ફરી રહ્યા છે.
ભારતની આઝાદીની લડતમાં યોગદાન આપનાર વિશ્વ વિખ્યાત ચળવળકાર સુભાષચંદ્ર બોઝનું સનાતન વિધાન-અપીલ तुम मुझे खून दो, में तुम्हे आझादी दूंगा આજે કોરોના સામેના યુદ્ધની સ્થિતિમાં પણ એટલું જ પ્રસ્તુત થઇ પડ્યું છે. આજે ભલે સુભાષચંદ્ર બોઝ આપણી વચ્ચે નથી પણ, તેમની લોહી માટેની અપીલ અને આઝાદી બન્નેના મહાત્મ્યમાં સામ્યતા છે. સુભાષચંદ્ર બોઝે આઝાદી અપાવવાનો કોલ આપ્યો હતો, આજે પણ લોહી (પ્લાઝમા)ના બદલામાં આઝાદી મળશે પણ એ કોરોનાથી. આજે કોરોનાને મહાત કરનારા લોકોને સુભાષચંદ્ર બોઝની જેમ જ સાદી પડી રહ્યો છે, તુમ મુઝે ખૂન (લોહી-પ્લાઝમા) દો, હમ કિસી કો કોરોના સે મુક્તિ દેંગે. અને કોરોનાને મહાત કરનારા સુરતીઓ પણ આ અપીલને જબરદસ્ત રિસ્પોન્સ આપી રહ્યા છે. યોગ-સંયોગ પણ એવો રચાયો છે કે વર્તમાન સમયમાં ભારત તેનો 73મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યું છે. સુરતીઓના આ સ્પીરીટમાં પ્લાઝમા ડોનેશન જેવી નિસ્વાર્થ પ્રવૃતિથી વિશેષ સ્વતંત્રતા પર્વની ઉજવણી શું હોઇ શકે.
સુરતના 531 કોરોના મહારથી ( કોરોનાને મહાત કરનાર)ઓએ તા.13મી ઓગસ્ટ સુધીમાં પોતાના લોહી પ્લાઝમાનું દાન કરીને અનેક લોકોને નવજીવન બક્ષ્યું છે.
ઇતિહાસ સાક્ષી છે કે સુરત અનેક સામાજિક ક્રાંતિઓનું પ્રણેતા બન્યું છે
ઇતિહાસ સાક્ષી છે કે સુરત અનેક સામાજિક ક્રાંતિઓનું પ્રણેતા બન્યું છે. એક સમયનું ગંદુ ગોબરું સુરત સ્વચ્છ શહેરમાં પહેલા નંબરે આવી ચૂક્યું છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પણ શાળાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં પ્લાઝમા ડોનેશનમાં પણ સુરત સમગ્ર ભારત જ નહીં વિશ્વ માટે અનુકરણીય કાર્ય કરી શકવા સમર્થ છે. સુરતમાંથી અત્યાર સુધીમાં 12,740 સુરતીઓ કોરોનાને મહાત આપી ચૂક્યા છે, જેમાંથી ફક્ત 4-5 ટકા સુરતીઓએ જ પ્લાઝમા ડોનેશન કર્યું છે, પ્લાઝમા ડોનેશનનો આ આંકડો વધવાનો છે એમાં બેમત નથી. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે સુરતમાં પોટેન્શિયલ છે એ વાતની પ્રતીતી સંકટ સમયે થઇને જ રહે છે. જો કોરોનાને મહાત કરનારા સુરતીઓ મોટા પાયે પ્લાઝમા ડોનેશન કરે તો 15મી ઓગસ્ટનો 73મો સ્વતંત્રતા પર્વે સુરતીઓ ભારતમાં જ નહીં વિશ્વમાં અનુકરણીય બની રહેશે.
12,740 સુરતીઓ કોરોનાને મહાત આપી ચૂક્યા છે, જો આ લોકો પ્લાઝમા ડોનેશનમાં ઉતરી આવે તો સુરત વિશ્વ માટે ફરી અનુકરણીય શહેર બની શકે
કોરોનાના ક્રિટીકલ પેશન્ટ્સની સારવાર માટે સૌથી કારગત નિવડી રહેલી પ્લાઝમા થેરાપીને વધુ ઇંજન મળે એ માટે સુરતને કર્મભૂમિ બનાવનારા સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો દિલોજાનથી આગળ આવ્યા છે. સુરતની હીરા પેઢી, યુનિક જેમ્સના કુલ 41 રત્નકલાકારોએ પોતાના લોહીમાં ડેવલપ થયેલા એન્ટીબોડીઝ પ્લાઝમા અન્ય દર્દીઓનો જીવ બચાવી શકે તે હેતુથી પ્લાઝમા ડોનેશન કરીને ઉદાહરણીય કાર્ય કર્યું છે.
યુનિક જેમ્સને સલામ
સુરતના કતારગામ વિસ્તારમાં કાર્યરત યુનિક જેમ્સ કંપનીના 41 હીરાના કારીગરો એક યા બીજા કારણોથી કોરોનામાં સપડાયા હતા અને બાદમાં સાજા થઈને નિર્ધારીત સમયગાળા બાદ તેમના બ્લડમાં રહેલા પ્લાઝમા દાન કર્યું છે. તા.12મી ઓગસ્ટ સુધીમાં સુરતમાં 541 કોરોનામુક્ત લોકો પ્લાઝમાનું દાન કરી ચૂક્યા હતા.
કતારગામની યુનિક જેમ્સ હીરાની પેઢીના 41 કર્મચારીઓએ પ્લાઝમા ડોનેશન કરીને સમાજમાં અનુકરણીય દાખલો બેસાડ્યો છે. આ અંગે યુનિક જેમ્સના જયેશભાઇ સાથે વાતચીતમાંથી મળેલી માહિતી આ મુજબ છે.
યુનિક જેમ્સના જયેશભાઈ મોણપરાનો તા.30 જુનના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. એ પછી તેઓ ટ્રીટમેન્ટ લઇને સાજા થયા હતા. બાદમાં તેમના નજીકના સંબંધીનો કોલ આવ્યો હતો કે તેમના નજીકના સંંબંધી કોરોનાગ્રસ્ત છે અને તેમના માટે પ્લાઝમાની તાતી જરૂરિયાત છે. જયેશભાઈએ તૈયારી બતાવીને સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું હતું.
યુનિક જેમ્સના કર્મચારીઓનું ટેસ્ટીંગ કરાયું
છેલ્લા બેથી ત્રણ મહિના દરમિયાન કંપનીમાં જેટલા પણ રત્નકલાકારોને શરદી, ખાંસી કે તાવના લક્ષણો થયા હોય તેઓનો હેલ્થ ડેટા કલેક્ટ કરીને કંપનીએ સ્વખર્ચે તમામના એન્ટીબોડી રીપોર્ટ કરાવ્યા હતા. જે પૈકી 80થી વધુ રત્નકલાકારોમાં રોગ પ્રતિકાકર કોષો-પ્લાઝમા બની ચૂક્યા હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. પ્રથમ તબક્કે 66 રત્ન કલાકારોના એન્ટી-બોડી ટેસ્ટ કરાવીને તબક્કાવાર 41 રત્ન કલાકારોના પ્લાઝમા કલેક્ટ કર્યા છે જ્યારે બાકી 25 રત્નકલાકારો આગામી સમયમાં પોતાના પ્લાઝમાનું દાન કરશે.
એક શાળા સંચાલક જયસુખ કથિરીયાનું પ્લાઝમા ડોનેશન, આવા વીરલાઓથી ભર્યું છે સુરત
મારે શું, મને શું મળશે જેવી વિચારધારાથી પર સુરતીઓનો મિજાજ કંઇક અલગ છે. તાપી તટે વસેલા આ શહેરને વરદાન મળ્યું છે કે એ નિસ્વાર્થ સેવા એવી રીતે કરી જાણે છે કે જેમાંથી બીજાને પ્રેરણા મળે. ઉપરોક્ત તસ્વીર જયસુખ કથિરીયાની છે. વ્યવસાયે શાળા સંચાલક છે, ખાધે પીધે સુખી સંપન્ને. સંજોગોવસાત્ તેઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જેવા 14 દિવસ પૂરા થયા, કોઇની રાહ જોયા વગર પ્લાઝમા ડોનેશન કર્યું અને હવે પ્લાઝમા ડોનેશન માટે સક્રીય. આવા તો કંઇ કેટલા વીરલાઓથી ભરેલું છે સુરત.
અમારે એ દાવો પણ નથી કરવો કે સૌથી પહેલા અમે આ સમાચાર પ્રકાશિત કર્યા હતા
CiA Live અને શિક્ષણ સર્વદા પરીવાર એવી દરેક બાબતોને નિસ્વાર્થપણે પ્રકાશિત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને તેમાં તન-મન-ધનથી જોડાય છે, જેનાથી સમાજની સેવા થતી હોય
માનવસંસાધન વિકાસ મંત્રાલયે સ્કૂલના ઑનલાઇન ક્લાસની માર્ગદર્શિકા અને ભણવાની નક્કી કરાયેલી સમયમર્યાદાની જાહેરાત મંગળવારે કરી હતી.
શાળાઓ દ્વારા રૅગ્યુલર શાળા પ્રમાણે ઑનલાઇન ક્લાસ લેવાતા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓના માતાપિતાએ કરી હોવાને પગલે મંત્રાલયે જાહેર કરેલી આ માર્ગદર્શિકામાં દિવસમાં કેટલાક કલાક ભણાવવું એ વિશેની સમયમર્યાદા પણ નક્કી કરી છે.
આ માર્ગદર્શિકાને ‘પ્રજ્ઞતા’ નામ આપવામાં આવ્યું છે. માર્ગદર્શિકા પ્રમાણે પ્રિ-પ્રાયમરી વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન ભણવાનો સમય ૩૦ મિનિટથી વધારે ન હોવો જોઇએ.
ધોરણ ૧થી ૮ માટે ૪૫ મિનિટ સુધીના બે ઑનલાઇન સેશન અને ધોરણ ૯થી ૧૨ માટે ૩૦થી ૪૫ મિનિટના ચાર સેશન ભણાવવાની સલાહ આપવામાં આવી છે.
માનવસંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયાલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ને લીધે શાળાઓ બંધ થવાને કારણે દેશના ૨૪ કરોડ વિદ્યાર્થીઓને એની અસર થઇ છે. વધુ સમય સુધી શાળા બંધ થવાને કારણે એમના જ્ઞાનમાં ઘટાડો થશે.
કોવિડ-૧૯ના રોગચાળાની અસરને ખાળવા માટે શાળાઓ દ્વારા અત્યાર સુધી જે રીતે ભણાવાતું હતું એ રીતને છોડીને ફક્ત ભણાવવાની રીત જ નહિ, પણ આખી શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવો પડશે. એમણે ઘરના શિક્ષણ અને શાળાના શિક્ષણનો સમન્વય કરીને ગુણવત્તાસભર શિક્ષણ આપવું પડશે.
આ ગાઇડલાઇન્સ જે બાળકો ઘરે રહીને ભણતા હોય એમને ધ્યાનમાં લઇને ઘડવામાં આવી છે. ડિજિટલ ઍજ્યુકેશન પરની આ માર્ગદર્શિકા શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ઑનલાઇન શિક્ષણ આપવાનો રાહ દર્શાવે છે.
દેશની બધી જ શિક્ષણ સંસ્થાઓ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ૧૬મી માર્ચથી બંધ છે અને ત્યાર બાદ લૉકડાઉનમાં વિવિધ છૂટ આપવામાં આવી છે, પણ શિક્ષણ સંસ્થાઓને બંધ રાખવાનો જ નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના ચાર મહિનામાં જ પોઝિટિવ કેસ હવે રોજ પોતાનો જ નવો વિક્રમ સર્જી રહ્યા છે. રવિવારે અત્યાર સુધીના સર્વોચ્ચ ૭૨૫ સંક્રમિત દર્દીઓ મળી આવતાં કુલ કેસનો આંક ૩૬૦૦૦ને પાર થઇ ૩૬૧૨૩ સુધી પહોંચી ગયો છે. રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વધુ ૧૮ દર્દીઓના કોવિડના કારણે મૃત્યું થતાં કુલ આંક ૧૯૪૫ થયો છે. આ સર્વોચ્ચ સપાટીમાં અમદાવાદને ફરીથી પાછળ રાખી સુરત કુલ ૨૫૪ કેસ અને ૬ દર્દીના મૃત્યુ સાથે ટોપ ઉપર પહોંચ્યું છે. અમદાવાદમાં ‘કન્ટ્રોલ્ડ’ ૧૭૬ કેસ અને ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. આ સિવાય રાજ્યના જામનગર, ગાંધીનગર અને ખેડામાં એક એક દર્દીના કોવિડના સંક્રમણને લીધે મૃત્યું થયા છે.
અન્ય મહાનગરો અને એના જિલ્લાની સ્થિતિ જોઇએ તો સંક્રમણ હવે ધીમે ધીમે વ્યાપક બન્યું છે. વડોદરમાં સંક્રમિત નાગરવાડા સિવાયના અન્ય વિસ્તારોમાંથી રોજેરોજ ચાળીસ પચાસ કેસ મળી રહ્યા છે જ્યારે જિલ્લામાં ઓચિંતુ સંક્રમણ નિયંત્રણમાં આવી ગયું હોય એમ કેસની સંખ્યા ઘટીને ૮ થઇ ગઇ છે જ્યારે શહેરમાંથી નવા ૫૬ કેસ મળ્યા છે. અલબત્ત, વડોદરામાં થતાં રોજેરોજના મૃત્યુંમાં આજે કોવિડથી સંક્રમિત દર્દીના મોતની પુષ્ટી કરાઇ નથી.
રાજ્યના સૌ પ્રથમ જાહેર થયેલા પાંચ હોટ સ્પોટમાં ભાવનગર પછી પાંચમા ક્રમે આવતા રાજકોટમાં હવે ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કથળી રહી છે. અહીં જંગલેશ્વર પછી સૌથી મોટું ક્લસ્ટર ધોરાજી બની ગયું છે. જિલ્લામાં ૩૨ કેસ મળ્યા છે એમાંથી અડધા કેસ ધોરાજીના છે જ્યારે મહાનગરમાં પંદર કેસ મળ્યા છે, પરંતુ સત્તાવાર જાહેરાત દસ કેસની કરાઇ છે.
આ જ રીતે ગ્રીન ઝોન પૈકીના જૂનાગઢમાં રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. જૂનાગઢ મહાનગરમાંથી નવા ૯ કેસ અને ગ્રામ્યમાંથી ૪ સંક્રમિત દર્દી મળ્યા છે. આ જ સ્થિતિ ભાવનગરમાં અનુક્રમે ૭ અને ૯ કેસની છે. જામનગર શહેરમાંથી વધુ છ દર્દી મળ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર્સમાંથી બે, પણ જિલ્લામાંથી નવા નવ કેસ આવ્યા છે. જિલ્લામાં એક દર્દીનું મૃત્યું પણ થયું છે. આ જ રીતે જામનગરમાં એક દર્દીનું મૃત્યું નોંધાયું છે.
મહાનગરો અને એના ગ્રામ્ય વિસ્તારો પછી રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થિતિ ધીમે ધીમે વધારે ચિંતાજનક રીતે વકરી રહી છે. વલસાડમાં નવા ૧૮ કેસ, ભરૂચમાં ૧૫, ખેડા ૧૨, પાટણ ૧૧, મહેસાણા, સુરેન્દ્રનગર અને એક પખવાડિયા પછી તાપીમાંથી ૯-૯ કેસ મળ્યા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદમાંથી ૮-૮, પંચમહાલમાંથી વધુ ૬, અરવલ્લી અને મોરબીમાંથી ૫-૫ કેસ એક્ટિવ સર્વેલન્સમાંથી મળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી ચાર, મહીસાગર, નવસારી, બોટાદમાંથી ૩-૩, કચ્છ ૨, નર્મદા, અમરેલી, છોટા ઉદેપુર અને દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ મળ્યો છે.
અમદાવાદ મહાનગરમાંથી નવા ૧૬૨ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ કેસ પશ્ચિમ વિસ્તારમાંથી સૌથી વધારે છે. કોટ વિસ્તારમાંથી હવે નવા કેસ નહીવત થઇ ગયા છે. જોકે, હવે અમદાવાદમાં બોપલ, ઘુમા ભળ્યા છે એના સંક્રમિત વિસ્તારોના કેસ ગણાય છે એની સાથોસાથ થલતેજ, વેજલપુર, નારણપુરા, સાબરમતી, શાહીબાગમાંથી વધારે કેસ આવ્યા છે. આઠ દર્દીના મૃત્યું થયા છે. આ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં વિરમગામ, ધોળકા અને સાણંદમાં ૩-૩, માંડલ ૨, બાવળામાં ૪ મળી કુલ ૧૫ કેસ મળ્યા છે. એક દર્દીનું મૃત્યું થયું છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ૭૭૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે એની સાથે કુલ આંક ૪,૧૨,૧૨૪ સુધી પહોંચ્યો છે. દર દસ લાખ વસતિએ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ પ્રથમ દસમાં પણ ગુજરાતનું સ્થાન નથી. ૬૨૩૯ ટેસ્ટ પ્રતિ દસ લાખ ટેસ્ટ થયા. ૪.૧૨ લાખ ટેસ્ટથી ૩૬૧૨૩ પોઝિટિવ કેસ આવ્યા છે એમાં ૪૬૮ નવા ડિસ્ચાર્જ સાથે કુલ આંક ૨૫,૯૦૦ થયા છે. અત્યાર સુધીમાં ૧૯૪૫ મૃત્યું થયા છે. એક્ટિવ કેસ ૮૨૭૮ છે એમાં ૭૨ વેન્ટીલેટર પર છે અને ૮૨૦૬ સ્ટેબલ છે.
હવે અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં નવા ક્લસ્ટર્સ વધ્યા અમદાવાદમાં હવે વ્યુહાત્મક રીતે સંક્રમિત કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, પરંતુ અત્યાર સુધી શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં વધેલા ક્લસ્ટર્સ નહીવત થઇ ગયા છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં જુદી જુદી ચાળીસથી વધારે વસાહતો માઇક્રો કન્ટેન્ટમેન્ટ તરીકે જાહેર કરાઇ છે. આવા ક્લસ્ટર્સ હવે સુરત અને વડોદરા ઉપરાંત જિલ્લાઓમાં ધોળકા, વાપી, જંબુસર, ધોરાજી, સાણંદ, બેચરાજી, કડી, મોડાસા, હિંમતનગર, જામનગર, સુરેન્દ્રનગર, ભૂજમાં બીએસએફ કેમ્પ, કેવડીયામાં એસઆરપી કેમ્પ વગેરે જેવા નવા હોટ સ્પોટ બની ગયા છે.
ધો.12 બોર્ડના મિનિમમ કેટલા માર્ક મેડીકલ, પેરામેડીકલ, એન્જિનિયરિંગમાં જોઇએ ? વાંચો અહીં સઘળી માહિતી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સમગ્ર દેશમાં ધો.12 સાયન્સનું સૌથી પહેલું પરીણામ જાહેર કરવાનું શ્રેય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શિરે જાય છે. બોર્ડનું પરીણામ વહેલું જાહેર કર્યા પછી હવે શું એ અંગે કોઇ જ ગાઇડન્સ કે સત્તાવાર માહિતી સરકાર તરફથી કે વિવિધ પ્રવેશ સમિતિઓ તરફથી કરવામાં આવી નથી. પરીણામે વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્ને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાય ગયા છે.
આવી સ્થિતિમાં શિક્ષણ સવર્દા, સૂરત જે કારકિર્દી ઘડતર ક્ષેત્રમાં છેલ્લા વીસ વર્ષથી સક્રીય છે એ અને સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ દ્વારા ગાઇડન્સ શ્રેણી શરૂ કરવામાં આવી છે. પરીણામ જાહેર થયા બાદ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. જે અંગે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ પર તબક્કાવાર રીતે ગાઇડન્સ રજૂ કરવામાં આવશે.
અહીં ધો.12 સાયન્સ બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેતી વગેરેમાં ધો.12 બોર્ડમાં કેટલા માર્કસ જોઇએ અને નીટમાં કેટલા માર્કસ જોઇએ તેની સઘળી વિગતો આપવામાં આવી છે.
નોંધ આ માહિતી 2019ના પ્રવેશ નિયમોને આધારીત છે. દર વર્ષે ગુજરાત સરકારની એડમિશન કમિટી નવું નોટીફિકેશન જારી કરે છે. જેમાં નીતિ નિયમો, ધારાધોરણોમાં ફેરબદલીને અવકાશ છે. અહીં માહિતી એક અછડતા ઉલ્લેખ માટે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને રફ આઇડ્યા મળે તે માટે રજૂ કરવામાં આવી છે. સત્તાવાર માહિતી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓએ એડમિશન કમિટીની વેબસાઇટ જોતા રહેવું.
દુબઇથી દિલ્હી આવેલી એક ફ્લાઇટમાં જ્યૂસર, બ્લ્યુ ટૂથના સ્પીકરની અંદર છુપાવીને સોનું લાવનાર એક મુસાફરની નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક ખાતે કસ્ટમ્સ અધિકારીઓએ ધરપકડ કરી હતી. મુસાફરની બેગ અને ખાનગી વસ્તુનું બારીકાઇથી ચેકિંગ કરવામાં આવ્યું હતું , જેમાં કુલ ૪૬૨ ગ્રામ સોનું મળી આવ્યું હતું.
FIle Photo : IGIA Delhi
જ્યુસર મશીનની મોટર શાફ્ટની અંદર અને બ્લ્યુ ટૂથના સ્પીકરમાં સોનું છુપાવવામાં આવ્યું હતું. વધુ પૂછપરછમાં પ્રવાસીએ તેની અગાઉની દુબઇની 7 ટ્રીપ દરમિયાન ૧.૧૧ કરોડ રૂપિયાની કિંમતનું કુલ ૩.૨ કિલો સોનું લાવ્યો હોવાનું કબૂલ્યું હતું.
દાણચોરીથી સોનું લાવવાના અન્ય એક બનાવમાં પોતાના ગુદા માર્ગમાં છુપાવીને સોનું લાવનાર એક વ્યક્તિની આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શનિવારે બૅંગકોકથી આવ્યો ત્યારે એને આંતરવામાં આવ્યો હતો. તેની ઝડતી લેવામાં આવી હતી અને સોનાના ચાર ટૂકડા તેની પાસેથી કબજે કરવામાં આવ્યા હતા.
બે ટૂકડા તેના પેઈન્ટના ખિસ્સામાં છુપાવવામાં આવ્યા હતા અને બે ટૂકડા તેના ગુદામાર્ગમાં છુપાવવામાં આવ્યા હતા. સોનાનું કુલ વજન ૮૭૦ ગ્રામ હતું અને તેની કિંમત ૨૯.૫૬ લાખ રૂપિયા હતી.
અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે સુરતના હર્ષ સંઘવીની ટ્વીટ રી-ટ્વીટ કરી
ડોનાલ્ડ ટ્રમ્પની રીટ્વીટથી ઇન્ટરનેશનલ લેવલ પર હર્ષ સંઘવીની ટ્વીટ ભારે ચર્ચાસ્પદ બની
તા.22મી સપ્ટેમ્બર 2019ની સવારે અમેરિકામાં ઇતિહાસ રચાયો હતો. હ્યુસ્ટન ખાતે હાઉડી મોદી પ્રોગ્રામ વિશ્વભરમાં 200 કરોડ લોકોએ એક યા બીજા માધ્યમોથી માણ્યો હતો. હાઉડી મોદી કાર્યક્રમ માટે સુરતથી મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી ખાસ અમેરિકા અગાઉથી પહોંચ્યા હતા અને કાર્યક્રમના આયોજનમાં દેખરેખ રાખી હતી. કાર્યક્રમ બાદ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદીના વક્તવ્ય પૈકી કેટલાક સ્ટેટમેન્ટસ ટ્વીટ કર્યા હતા. હર્ષ સંઘવીએ પોતાની ટ્વીટમાં લખ્યુ હતું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામા વસતા ભારતીયોને સંબોધતા જણાવ્યું હતું કે તેણે (ડોનાલ્ડ ટ્રમ્પએ) અમેરિકાના અર્થતંત્રને ફરીથી મજબૂત બનાવ્યું છે. તેમણે (ડોનાલ્ડ ટ્રમ્પ) અમેરિકા અને વિશ્વ માટે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણે ભારત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારી રીતે જોડાયેલા છીએ.
હાઉડી મોદી કાર્યક્રમ બાદ હર્ષ સંઘવીએ કરેલી ઉપરોક્ત મતલબની ટ્વીટ વ્હાઇટ હાઉસના ઓફિશ્યલ્સના ધ્યાને આવી હતી અને તેમણે વિશ્વના સૌથી શક્તિશાળી નેતા ગણાતા અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ધ્યાને સુરતના હર્ષ સંઘવીને ટ્વીટ લાવ્યા હતા.
અમેરીકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના વ્યક્તિગત ટ્વીટર હેન્ડલ પરથી હર્ષ સંઘવીની એ ટ્વીટને રી-ટ્વીટ (ફરીથી ) કરી હતી અને તેને પગલે ભારત સમેતના દેશોના પોલિટીશ્યનોમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. ભારતના રાજકીય તખ્તે આજે આખો દિવસ ડોનાલ્ડ ટ્રમ્પ અને હર્ષ સંઘવીની ટ્વીટનો મુદ્દો જ છવાયેલો રહ્યો હતો. ભારતભરમાંથી મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.