CIA ALERT

Slider Archives - Page 464 of 492 - CIA Live

August 16, 2018
hilsa-nepal.jpg
1min10850

જવલ્લે જ બનતી અત્યંત કરુણ ઘટનામાં મુંબઇના એક ગુજરાતી યુવાનનું હેલિકોપ્ટરના પાછળના ભાગે આવતા ટેઇલ રૉટરમાં કપાઇ જવાથી મૃત્યું થયું હતું. 42 વર્ષિય કાર્તિક મહેતા કૈલાશ માનસરોવરની યાત્રાના ભાગરૂપે હેલિકોપ્ટરથી નેપાળના હિલ્સા પહોંચ્યા હતા. જ્યાં હેલિકોપ્ટરમાંથી ઉતાર્યા બાદ તેઓ હેલિકોપ્ટરના પાછળના ભાગે અજાણતામાં પહોંચી ગયા હતા જ્યાં આ ઘટના બની હતી.

ભારતીય એમ્બેસીના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલા નાગરિક ૪૨ વર્ષના નાગેન્દ્ર કાર્તિક મહેતા છે અને તેઓ મુંબઈના રહેવાસી છે. તેઓ હેલિકૉપ્ટરમાંથી ઊતર્યા પછી અજાણતાં ચૉપરના પાછળના ભાગ તરફ જતા રહ્યા હતા ત્યારે તેમને ઝડપથી ફરતું ટેઇલ-રૉટર વાગ્યું હતું અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

આ એક દુખદ ઘટના છે એમ જણાવતાં આ અધિકારીએ કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ ટૂર-ઑપરેટરો સાથે સમન્વય કરી રહ્યું છે તેમ જ શક્ય એટલી મદદ કરી રહ્યું છે.

મનાંગ ઍર કંપનીના હેલિકૉપ્ટરમાં છ ભારતીય પ્રવાસીઓ હતા અને તેઓ બપોરે ૩.૧૮ વાગ્યે હિલ્સામાં પહોંચ્યા હતા. હેલિકૉપ્ટરમાંથી ઊતરતી વખતે અચાનક પાછળનો પંખો વાગવાથી નાગેન્દ્ર મહેતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે સિમિકોટ લઈ જવામાં આવી હતી. નેપાલના સિમિકોટ અને હિલ્સા દુનિયાના ઍર-રૂટથી જ જોડાયેલા છે.

આ બનાવ વિશે ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ‘નાગેન્દ્ર મહેતા ઘણા ઊંચા હતા. તેમણે ઊતરતી વખતે કદાચ સાવચેતી નહીં રાખી હોય જેને કારણે આ અકસ્માત બન્યો હોઈ શકે.’

August 16, 2018
bar-council-of-gujarat.jpg
1min7480

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનના ચેરમેન સહિત હોદ્દેદારોની ચૂંટણી આગામી તા 25મી ઑગસ્ટના રોજ યોજાશે.આ ચૂંટણીમાં વિજ્યી બનવા માટે તાજેતરમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલની ગુપ્ત મિટિંગ મળી હતી.જેમાં 25મી ઑગસ્ટના રોજ યોજાનારા ચેરમેન,વાઇસ ચેરમેન સહિતના હોદ્દા માટેની તમામ સત્તાઓ પૂર્વે ચેરમેન અને ભાજપના ક્ધવીનર જે.જે.પટેલને સોંપવામાં આવી હતી.

 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સહિત હોદ્દેદારોની તા.25મી ઑગસ્ટના રોજ યોજાનારી ચૂંટણી ભારે રસાકસી ભરી બને એવી શક્યતા છે. ભાજપ પ્રેરિત સમરથ પેનલના સભ્યો તા.23મી ઑગસ્ટથી ગુજરાત બહાર જઈને વ્યૂહરચના ઘડનાર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સભ્યને 9મી સપ્ટેમ્બરના રોજ ચૂંટવા ચેરમેન સહતિની ચૂંટણી બાદ નક્કી કરવામાં આવશે.

છેલ્લા 20 વર્ષથી ભાજપ પ્રેરિત સમરસ પેનેલ ચૂંટાતી હોવાથી આ વખતે પણ ચૂંટાયેલા સભ્યોની ખાનગીમાં મિટિંગ રાખવામાં આવી હતી.જેમાં ચૂંટાયેલા 25 પૈકીના 20 સભ્યો હાજર રહ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સિનિયર સભ્ય અનિલ સી. કેલ્લા અથવા વિજય પટેલને મોકલી આપવા માટે તખતો ગોઠવવામાં આવી રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી ગત તા.28મી માર્ચના રોજ યોજાઈ હતી. જે બાદ તેની મતગણતરી 13મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. જો કે, આ પરિણામોને 10 જેટલા ઉમેદવારોએ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યું હતું. જેમાં એવી રજૂઆત કરી હતી કે, આ ચૂંટણીમાં ભારે ગેરરીતિ થઈ હોવાથી પરિણામ રદ કરવા જોઈએ.

August 16, 2018
ayush-759.jpeg
1min6280

આયુષ શર્મા લવરાત્રી ફિલ્મનું પ્રમોશન કરવા વડોદરામાં આવ્યો હતો. બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની પહેલી ફિલ્મ લવરાત્રી ખૂબ જ જલદી રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલાં લવરાત્રીના બંને લીડ એક્ટર આયુષ અને વરીના હુસેન વડોદરા શહેરમાં પહેલી વાર પ્રમોશન માટે પહોંચ્યાં, પરંતુ આ પ્રમોશન તેમના પર ત્યારે ભારે પડ્યું જ્યારે તા.13મી ઓગસ્ટ 2018ની રાત્રે પોલીસ તેમની હોટલ સુધી પહોંચી ગઇ હતી.

આયુષ શર્મા અને કો-સ્ટાર વરીના હુસેન ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવ્યાં હતાં અને હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવી રહ્યાં હતાં. આયુષ અને વરીનાએ લગભગ પાંચ વાગ્યે હરણી ઍરપોર્ટથી લઇને સુરસાગર લેકની વચ્ચે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવ્યું. આ બંને સ્ટારે તેમના ચાહકો સાથે વાતો પણ કરી. હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવીને આ બંનેએ ટ્રાફિકનો નિયમ તોડ્યો અને આ બંનેની હેલ્મેટ વગરની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ. આયુષ અને વરીનાની તસવીર વાઇરલ થતાં જ પોલીસ પણ એકશનમાં આવી અને સોમવારે રાત્રે એ હોટલમાં પહોંચી ગઇ, જ્યાં આયુષ શર્મા અને વરીના રોકાયાં હતાં. ત્યારબાદ પોલીસે તેમનું ચલણ ફાડ્યું અને બંને સ્ટારને 100-100 રૂપિયાનો દંડ ફટકાર્યો.

August 15, 2018
dmkstalin.jpg
1min4840

એમ કરૂણાનિધિના અવસાનને કારણે ડીએમકેના સુકાનની વારસાઇ માટે તેમના પુત્રો વચ્ચેની લડાઇમાં સ્ટાલિન મેદાન મારી ગયા છે. પક્ષના મોટાભાગના હોદેદારોએ તેમને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે તેઓ ટૂંકમાં જ પક્ષની આગેવાની સંભાળશે.

કરૂણાનિધિના લાંબાસમયના સહયોગી અને પક્ષના પ્રિન્સીપાલ સેક્રેટરી દુરાઇમુરુગને જણાવ્યું હતું કે સ્ટાલિન પાસે પાર્ટીનું સુકાન સંભાળવાના તમામ કૌશલ્ય છે. સ્ટાલિનને થલાપતિ (કમાંડર) તરીકે સંબોધતાં સીનિયર લીડરે કહ્યું હતું કે ‘ડીયર થલાપતિ તમે ટૂંકમાં જ ડીએમકે પ્રમુખ બનવા જઇ રહ્યા છો, અમે તમારા આદેશોનું પાલન કરવા સજ્જ છીએ. અમારી આગેવાની લો.’

ઉલ્લેખનીય છે કે ટૂંકમાં ડીએમકેમાંથી હકાલપટ્ટી કરી દેવાયેલા કરૂણાનિધિના પુત્ર એમ કે અલાગિરીને દાવો ક્યો હતો કે તેમના પિતાના સાચા સમર્થકો તેમની સાથે છે. તેમના આ નિવેદન બાદ પક્ષમાં વારસાનો મુદો ઊભો થયો હતો.

August 15, 2018
kochi2.jpg
1min5340

કેરળમાં વરસાદ કહેર વરસાવી રહ્યો છે. કોચી એરપોર્ટ પર 18 ઓગસ્ટ બપોરે બે વાગ્યા સુધી બધી જ ફલાઇટોને રદ કરવામાં આવી હતી.  હવામાને વિભાગે વાયનાડ, કોઝિકોડ, કન્નુર, કાસરગોઝ, મલપ્પુરમ, પલક્કઝ, ઈડુક્કી અને એર્નાકુલમમાં ગુરુવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યો છે.

કોચી એરપોર્ટ પર આજે પણ ભાર વરસાદે કારણે ફલાઇટોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા બુધવાર બપોર સુધીની ફલાઇટોને રદ કરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતીમાં સુધાર ન જણાતા 18 ઓગસ્ટ સુધીની ફલાઇટોને રદ કરવામાં આવી છે.
એરપોર્ટનાં અધિકારીએ જણાવ્યું કે,  એરપોર્ટની અંદર અને આજુબાજુનાં વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનાં કારણે એરપોર્ટને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમણે જણાવ્યું કે, વરસાદને કારણે બુધવાર સવારનાં વાગ્યાથી 18 ઓગસ્ય 2 વાગ્યા સુધી એરપોર્ટની ફલાઇટો રદ કરવામાં આવી છે.
August 15, 2018
bank.jpeg
1min6320

પુણેમાં કોસમોસ બેન્કનું સર્વર હૅક કરી હેકર્સે માત્ર બે દિવસમાં રૂ. 94.42 કરોડની ઉચાપત કરતાં બેન્ક સત્તાવાળામાં ખળભળાટ મચી ગયો હતો. હેકર્સે બેન્કના હજારો ડેબિટ કાર્ડની માહિતી ચોરીને ગુનો આચર્યો હોઇ ભારતની બહાર 12,000 ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. પુણેના ચતુર્શ્રૃંગી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે અજાણી વ્યક્તિ તથા હોંગકોંગની એએલએમ ટ્રેડિંગ લિમિટેડ સામે ગુનો દાખલ કરી તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર 11 ઓગસ્ટે બપોરે ત્રણ વાગ્યાથી 13 ઓગસ્ટ સવારે 11.30 વાગ્યા દરમિયાન આ ઉચાપત કરવામાં આવી હતી. પુણે સ્થિત ગણેશખિંડ રોડ પર કોસમોસ ટાવર ખાતે કોસમોસ બેન્કની મુખ્ય બ્રાન્ચ આવેલી હોઇ 11 ઓગસ્ટે બપોરે ત્રણથી રાતે 10 વાગ્યા દરમિયાન બેન્કનું સર્વર હૅક કરવામાં આવ્યું હતું.

અજાણી વ્યક્તિએ માલવૅઅર ઍટેક કરીને બેન્કના કેટલાક વિઝા તેમ જ રૂપે ડેબિટ કાર્ડધારકોની માહિતી ચોરીને કાડર્સ ક્લોન કર્યા હતા. તેના દ્વારા ભારતની બહાર અંદાજે 12,000 ટ્રાન્ઝેકશન કરીને રૂ. 78 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે ભારતમાં 2,849 ટ્રાન્ઝેકશન કરીને રૂ. 2.50 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમ કુલ 14,849 ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતા. વિઝા તેમ જ એનપીસીઆઇ (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા પાઠવાયેલી ટ્રાન્ઝેકશન રિકવેસ્ટસ બેન્ક તરફથી તેમને અપ્રૂવ કરવામાં આવી હોવાનું બતાવી અજાણી વ્યક્તિએ તેના દ્વારા આ રકમ કાઢી લીધી હતી.

બીજી તરફ 13 ઓગસ્ટે સવારે 11.30 વાગ્યાને સુમારે અજાણી વ્યક્તિએ સ્વિફ્ટ ટ્રાન્ઝેકશન ઇનિશિયેટ કરીને હોંગકોંગની હેનસેંગ બેન્કના એ.એલ.એમ. ટ્રેડિંગ લિમિટેડના બેન્ક એકાઉન્ટમાં રૂ. 13.92 કરોડ ડિપોઝિટ કરાવ્યા બાદ કાઢી લીધા હતા. 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન કેનેડા, હોંગકોંગ તેમ જ ભારતના 25 જેટલા એટીએમ ખાતે આ ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતા, એમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.

હેકર્સ દ્વારા બેન્કની કૉર બેન્કિંગ સિસ્ટમ (સીબીએસ) હૅક કરાઇ નહોતી, પણ સ્વીચ સિસ્ટમ પર માલવેઅર એટેક થયો હતો. વિઝા-રૂપે ડેબિટ કાર્ડના પેમેન્ટ ગેટ-અવે માટે ઓપરેટિવ સિસ્ટમ છે સ્વીચ. બેન્કના એકેય કસ્ટમરના એકાઉન્ટને હાથ લગાવાયો નહોતો, પણ જે નુકસાન થયું એ બેન્કને થયું હતું. સુરક્ષાની દૃષ્ટિએ બેન્ક દ્વારા તેના સર્વર તેમ જ નેટબેંકિંગ સુવિધા બંધ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.

August 15, 2018
dps1.jpg
1min17910

સુરતઃ ડીપીએસએસએમયુએન એક અકલ્પનીય વારસો છે કે જે તેના 10માં સફળ વર્ષમાં આગળ વધી રહ્યો છે. આ ખુબ પ્રખ્યાત કાર્યક્રમ 10 અને 11 ઓગષ્ટ,2018ના રોજ દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સમારોહનું ઉદ્ઘાટન ડીપીએસ-એસએમયુએનના પૂર્વ સેક્રેટરિયેટ સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ કોન્ફરન્સને ડીપીએસ-એસએમયુએન 2018ના સેક્રેટરી જનરલ શિવી ખન્ના દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી.

 

 

 

એક્ઝેક્યુટિવ બોર્ડનો પરિચય અને ગૌરવવંતી ફ્લેગ માર્ચના માધ્યમથી રાષ્ટ્રીય ધ્વજ તથા દેશના ઇતિહાસના દર્શન કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ હતી. 11મી ઓગસ્ટે વૈશ્વિક સ્તર પર પ્રાસંગિક મુદ્દાઓ પર ચર્ચા કરનારા પ્રતિનિધિયો સાથે સમ્મેલનની શરૂઆત થઇ હતી.ચર્ચા અને કૂટનીતિના માધ્યમથી તેઓએ આજે વિશ્વ જેનો સામનો કરી રહ્યું છે તેવા કેટલાંક પડકારોનું સમાધાન મેળવ્યું. તમામ મ્યુનર્સના પ્રયત્નો અને તે જે સૌથી વધુ સક્ષમ હતા તેને વિદાય સમારંભ દરમિયાન સ્વીકારવામાં આવ્યા. ડીપીએસએસએમયુએનના પૂર્વ સેક્રેટરિયેટ સભ્યોએ વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપ્યા હતા.

ડેપ્યુટી સેક્રેટરી જનરલ 2018 વેદાંશ અગ્રવાલે કાર્યક્રમ દરમિયાન શીખેલા મૂલ્યોને ચોક્કસ પણે જીવનમાં ઉપયોગ કરવામાં આવશે અને દુનિયાને રહેલા માટેનું શ્રેષ્ઠ સ્થાન બનાવવામાં ઉપયોગ કરવામાં આવશે તેવી આશા અને સંદેશ સાથે કોન્ફરંશની પુર્ણાહુતિ કરી હતી.

-x-x-x-x-

August 15, 2018
bb5.jpg
1min7730

 

સુરત,2018:બીએનઆઇસુરત દ્વારા આજરોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે જ પોતાના બાહુબલી ચેપ્ટરનું 3rd લૌંચિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સ્વતંત્રતા દિવસની થીમ પર યોજાયો હતો. BNI સુરતના બાહુબલી ચેપ્ટર ના પ્રેસિડેંટ રિઝવાન રાણાએ જણાવ્યુ હતું કે બાહુબલી ચેપ્ટરના સપોર્ટ ડાઇરેક્ટર મુકુલ ગોયલ અને BNI સુરતના સિનિયર ડાઇરેક્ટર અસ્ફાક કલકત્તાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં મુલાકાતીઓ, આમંત્રિતો સાથે જ વિભિન્ન ક્ષેત્ર ના ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા અને પોતાના બિજનેસ વિશે તેમજ નેટવર્કિંગ ના અનુભવો વિશે જણાવ્યુ હતું.

 

 

ઉલ્લેખનીય છે કે શહેરના અગ્રણી અને ખ્યાતનામ સીએ ગૌરવ વી. સંધવી અને ડો. નિધિ સંધવી બિઝનેસ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ (બીએનઆઇ)સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને હાલમાં 1,000થી પણ વધુ સભ્યો ધરાવે છે. બીએનઆઇ સુરતને 3સેન્ટેનિયલ ચેપ્ટર્સ અને વિશ્વભરમાં સૌથી વધુ ચેપ્ટર સાઇઝ ધરાવવાનું સન્માન મળેલું છે. 72દેશોમાં 900થી વધુ રિજનમાં બીએનઆઇ સુરતે વિશ્વમાં પ્રથમ ક્રમના રિજન હોવાનું પણ ગૌરવ પ્રાપ્ત કરેલું છે.

-x-x-x-x-

August 15, 2018
v5.jpg
2min8040
સંત વિભૂતિ અને શાસ્ત્રોના પ્રખર જ્ઞાતા સદગુરૂ શાસ્ત્રી પૂજ્ય હરિપ્રકાશદાસજી તથા શાસ્ત્રી પૂજ્ય જ્ઞાનપ્રકાશદાસજી
દેવદર્શનાર્થે વડતાલ પધાર્યા હતા અને સાથે હીંડોળા મહોત્સવ પ્રદર્શન નિહાળી પ્રભાવિત થયા હતા.!!
       —————————–—————-
સહાયક કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી
તથા Associate પૂજ્ય શ્યામવલ્લભ
સ્વામીએ બંને સંત વિભૂતિઓનું સ્વાગત
કર્યું હતું. દેવદર્શન કરાવ્યા બાદ શાસ્ત્રી
પૂજ્ય હરિપ્રકાશદાસજીને વ્હીલચેરમાં
બેસાડીને પૂજ્ય જ્ઞાનપ્રકાશ સ્વામી સાથે
હીંડોળા પ્રદર્શનમાં દોરી ગયા હતા.
            વડતાલમાં યોજાયેલ પ્રથમ
હીંડોળા મહોત્સવની વિવિધ ઐતિહાસિક
કલાકૃતિઓ નિહાળી તેઓ પ્રભાવિત
થયા હતા અને આવા આયોજન બદલ
ડૉ.સંત સ્વામી તથા પૂજ્ય શ્યામ સ્વામીને
આશિર્વાદ સાથે અભિનંદન ધન્યવાદ
આપ્યા હતા. બંને સંત વિભૂતિઓએ
આધુનિક ભોજનાલયની પણ મુલાકાત
લીધી હતી અને પૂર્ણ સંતોષ વ્યક્ત
કર્યો હતો. શાસ્ત્રી પૂજ્ય હરિપ્રકાશદાજી
ગાંધીનગર સ્વામિનારાયણ ગુરુકૂળના
પ્રણેતા છે અને હાલ તેમની વય ૯૦
વર્ષની છે અને નાદુરસ્તીને કારણે તેઓ ચાર વર્ષ બાદ આજે પ્રથમવાર બહાર
આવી  વડતાલધામમાં પધાર્યા હતા.!! શાસ્ત્રી પૂજ્ય જ્ઞાનપ્રકાશ
સ્વામી તો સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન સમયના શ્રેષ્ઠ અને
વિદ્વાન સંત શિરોમણી વિદ્વતજન  ભૂષણ અને સકળ શાસ્ત્રોના અર્થજ્ઞાતા છેઃ આમ
જોઇએ તો બંને સંતો સ્વામિનારાયણ
સંપ્રદાયના શાસ્ત્રોના પ્રખર વિદ્વાનો અને
વંદનીય સંતપુરુષો છેઃ
____________।। @ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર Vadtal
August 14, 2018
nano.jpg
1min7850

ટાટા મોટર્સે ટિયાગો અને ટિગોર કારની સારી માંગના પગલે ગુજરાતના સાણંદ પ્લાન્ટ ખાતે 100 ટકા ક્ષમતા પર ઉત્પાદન નોંધાવ્યું છે અને કંપની આગામી સમયમાં તેની ક્ષમતામાં થોડો વધારો કરશે. કંપની ટિગોરના ઇલેક્ટ્રિક વ્હિકલનું ઉત્પાદન પણ સાણંદ પ્લાન્ટ ખાતે કરે છે અને કંપની 2020 સુધીમાં સાણંદ પ્લાન્ટને સેન્ટર ઓફ મેન્યુફેક્ચરિંગ એક્સેલન્સ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.


સાણંદ પ્લાન્ટ ખાતે અમારી શરૂઆત ધીમી રહી હતી પરંતુ ટિયાગો અને ટિગોરનું ઉત્પાદન અહીં શરૂ કરવામાં આવ્યા બાદ ઉત્પાદનમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે.

જાન્યુઆરી 2017માં આ પ્લાન્ટમાં કુલ 3 લાખ કાર ઉત્પાદનના સ્તરે પહોંચ્યા બાદ જાન્યુઆરી 2018માં અમે ચાર લાખ યુનિટનો આંક વટાવ્યો હતો અને હવે ઓક્ટોબર મહિનામાં જ આ પ્લાન્ટમાં બનેલી કારની સંખ્યા પાંચ લાખનો આંક વટાવી જશે.

હાલમાં પ્લાન્ટ 1.50 લાખ યુનિટની ક્ષમતા સાથે સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત છે અને અમે એફિશિયન્સી વધારીને ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યા છીએ. હાલમાં દરરોજ 450 કારનું ઉત્પાદન થાય છે તે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૫૦૦ કાર પર પહોંચવાની ધારણા છે. સાણંદ પ્લાન્ટ અમારા પેસેન્જર વાહનોના ઉત્પાદનમાં 60 ટકા યોગદાન આપે છે.

પેસેન્જર વ્હિકલ ઉદ્યોગની વૃદ્ધિની સરખામણીએ ટાટા મોટર્સ ઘણી ઝડપી વૃદ્ધિ નોંધાવી રહી છે અને તેથી ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ રહી છે. સાણંદ પ્લાન્ટ ખાતે કંપની લગભગ 35 ટકા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા ખર્ચમાં ₹8 કરોડની બચત કરી છે.

ગુજરાતને ઓટોમોબાઇલ હબ બનાવવાનું શ્રેય ટાટા મોટર્સના નેનો પ્લાન્ટને આપવામાં આવે છે પરંતુ નેનો કાર અપેક્ષા જેટલી સફળતા મેળવી શકી નહોતી અને ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટ ખાતે નજીવું ઉત્પાદન થતું હતું. જોકે, ટિગોર અને ટિયાગોના લોન્ચ બાદ આ પ્લાન્ટ ધમધમતો થયો છે. ટાટા મોટર્સ અહીં એન્જિનનું ઉત્પાદન પણ કરે છે.

હાલમાં સાણંદ પ્લાન્ટમાં દર મહિને 8,000 જેટલી ટિયાગો અને 3,000 જેટલી ટિગોર કારનું ઉત્પાદન કરવામાં આવે છે. અમે એફિશિયન્સી વધારીને પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો છે. ગયા વર્ષે અમે દર મહિને 6500 યુનિટનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ હાલમાં દર મહિને 11,000 યુનિટ ઉત્પાદન કરી રહ્યા છીએ. આ ક્ષમતા ઓક્ટોબર સુધીમાં જ વધારીને દર મહિને 12,500 યુનિટની કરી દેવાશે.