CIA ALERT

Slider Archives - Page 427 of 491 - CIA Live

November 9, 2018
Thugs-of-Hindustan-Movie-Review-with-Related-Details.jpg
1min14490

તા.8મી નવેમ્બર 2018ના રોજ મોટા ઉપાડે રિલીઝ થયેલી અને બિગ સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પર ફિલ્મ રસીકોને આશા હતી કે ફિલ્મ સુપર ડુપર જોવા લાયક હશે અને પરફેક્શનિસ્ટ આમિર ખાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સાથે હોવાને કારણે ફિલ્મ જબરજસ્ત હશે પણ આવું કશું ફિલ્મ નથી. પહેલા જ દિવસે ફિલ્મ જોનારાઓના પ્રતિભાવોએ ફિલ્મની ખરાબ રીતે પીટાઇ કરી દીધી છે.

ફિલ્મ રસીકોનું માનવું હતું કે ફિલ્મ એટલી મનોરંજક હશે અને સ્ટોરી દમદાર હશે કે બંને સાથે કામ કરવા તૈયાર થઈ ગયા. મોટા મોટા કિલ્લા, જહાજ અને ગ્રાન્ડ પ્રોડક્શન વેલ્યુ. એક્શન અને એડવેન્ચરની ભરમાર. સાથે જ દાવો કરાયો કે આ ફિલ્મ 300 કરોડમાં બની છે તો આશા હતી કે જબરજસ્ત ભવ્ય કિલ્લો જોવા મળશે.

ફિલ્મની સ્ટોરી 1795ના ભારતની છે, જેમાં બતાવાયો છે ભારતનો ઈતિહાસ. ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં આવી હતી વેપાર કરવા માટે પરંતુ ધીરે ધીરે તેમણે શાસન કરવાની શરૂઆત કરી દીધી. તેમના વિરોધમાં જે લોકો હતા તે આઝાદ કહેવાયા. જેનું નેતૃત્વ ખુદ ખુદાબખ્શ એટલે કે અમિતાભ બચ્ચન કરી રહ્યા છે. તે બીજી તરફ છે ફિરંગી મલ્લાહ એટલે કે આમિર ખાન જે અંગ્રેજો માટે કામ કરે છે. ફિરંગીને આઝાદને શોધવાનું કામ સોંપાય છે. તો શું ફિરંગી સફળ થશે કે પછી ખુદ આઝાદની જાળમાં ફસાઈ જશે. આ જ સ્ટોરી પર બનેલી ફિલ્મ છે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન.

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ઝાકમઝોળથી ભરપૂર છે, પરંતુ ફિલ્મની સ્ટોરીમાં દમ નથી. બે હિટ સ્ટાર્સની સાથે ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય અધકચરી સ્ટોરી લઈને આવી ગયા છે. સ્ક્રીન પ્લે તેમણે પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરવ્યો છે. ભરે પછી તે તાર્કિક હોય કે નહીં. કેટલાક કેરેક્ટર્સને ડેવલપ કરવાનું જ ભૂલાઈ ગયું છે. જ્યારે તમે ઈતિહાસ કે સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરો છો તો લોર્ડ ક્લાઈવની મૃત્યુ કાલ્પનિક ઘટના તરીકે ન બતાવી શકાય.

આ ઈતિહાસ સાથે છેડછાડ છે. આમિર ખાનની ફિલ્મ લગાનની જેમ જ લોર્ડ ક્લાઈવના પાત્રના બદલે કોઈ કાલ્પનિક પાત્ર પણ હોઈ શક્તું હતું. સરવાળે અધકચરી સ્ટોરી પર ફિલ્મ બની છે, તે સ્પષ્ટ દેખાય છે. સ્ક્રિપ્ટ અને સ્ક્રીન પ્લે પર થોડી મહેનત કરી હોત તો આટલા મોટા સ્ટાર્સ અને બજેટની ફિલ્મ સારી બની શક્તી હતી. ફિલ્મમાં મનોરંજન તો છે, એક વાર જોઈ શકાય. બાળકોને ગમે તેવી છે.

એક્ટિંગની વાત કરીએ તો ખુદાબખ્શના પાત્રમાં અમિતાભ બચ્ચન સુપર હીરોની જેમ આખી ફિલ્મમાં છવાઈ જાય છે. આમિર ખાન ફિરંગીના પાત્રમાં જામે તો છે પરંતુ ક્યારેક લાગે છે કે બીજાના ડાઈલોગ પણ તે જ બોલી રહ્યા છે. આ બે પાત્ર સિવાય ડિરેક્ટરને બીજા કોઈ પાત્રમાં રસ નથી પડ્યો. સરવાળે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન એક કમર્શિયલ સાધારણ ફિલ્મ છે. જેને એક વખત જોઈ શકાય.

November 9, 2018
airindia-1.jpg
1min7370

સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાના ફ્લાઈટ્સ ઓપરેશન્સ ગુરૂવારે એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસિઝ લિમિટેડ (એઆઈટીએસએલ)ના સ્ટાફે અચાનક હડતાળ કરી. દિવાળી બોનસ નહીં મળવા પર અને બીજા કેટલાક અન્ય મુદ્દાઓના ચાલતા આ કર્મચારીઓની હડતાળથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સહિત કુલ 37 ફ્લાઈટ્સ પર અસર જોવા મળ્યો છે.

એર ઈન્ડિયાના એક અધિકારીના અનુસાર સરકારી એરલાઈન્સની સહાયક કંપની એઆઈટીએસએલ દેશના બધા એરપોર્ટ પર એર ઈન્ડિયાને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ આપે છે. કોન્ટ્રેક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓ સહિત આ કંપનીના કુલ પાંચ હજાર કર્મચારી છે.

એરલાઈન્સના અધિકારીએ બતાવ્યું કે એઆઈટીએસએલના કેટલાક કર્મચારી બુધવાર-ગુરૂવારની રાતે દિવાળી બોનસ ન મળવા પર, કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓની પુનર્સ્થાપન અને કોન્ટ્રેક્ટ રીન્યૂ નહીં કરવા પર હડતાળ પર ગયા. એનાથી ફ્લાઈટ્સ સંબંધી સેવાઓ પર અસર થઈ. આ કર્મચારી કોન્ટ્રેક્ટ પર છે.

ગુરૂવારની બપોરે ત્રણ વાગે કેટલાક આંતરરાષ્ટ્રીય વિમાનો સહિત 37 ફ્લાઈટ્સમાં ત્રણ કલાક મોડી રહી. આ સમસ્યાને ઉકેલવા માટે મુંબઈ એરપોર્ટ પર એરલાઈન્સે પોતાની સ્થાયી કર્મચારીઓને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પર લગાવી દીધા. હડતાળ પર ગયેલા કર્મચારીઓથી એઆઈટીએસએલના પ્રબંધની વાતચીત ચાલુ છે.

November 9, 2018
dahnu.jpg
1min6790
  • શુક્રવારે સવારે 9 વાગ્યા બાદ ગતિ મર્યાદા સાથે ટ્રેન વ્યવહાર શરૂ થયો 
  • મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગતાં લાંબા અંતરની 10 ટ્રેન પ્રભાવિત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગ્યાં બાદ લાંબા અંતરની 10 ટ્રેનની સેવા પ્રભાવિત થઈ છે. અધિકારીએ જણાવ્યું સળગેલા ડબ્બા પાટા પરથી હટાવવા અને ખરાબ થયેલાં તારને બદલવાનું કામ ચાલી રહ્યું છે. આગ લાગવાના કારણની પણ તપાસ થઈ રહી છે.

એક અધિકારીએ જણાવ્યું કે ઘટના ગુરૂવારની રાત્રે લગભગ 11 વાગ્યે દહાણુ રોડ અને વનગાંવ રેલવે સ્ટેશન વચ્ચે થઈ. તેઓએ જણાવ્યું કે ફાયરબ્રિગેડ વિભાગ, રેલવે પોલીસ દળ અને રાજકીય રેલ પોલીસ કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા.

આગ પર મોડી રાત્રે લગભગ બે વાગ્યે કાબૂ મેળવવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે આગની ગરમીના કારણે ટ્રેકની ઉપર લાગેલાં વિજળીના તાર ઓગળી ગયા હતા. આ કારણે લાંબા અંતરની ઓછામાં ઓછી 10 ટ્રેનને રોકવી પડી હતી.

કઇ કઇ ટ્રેનોને અસર થઇ વાંચો

Due to fire incidence in goods train near Dahanu Road,

trains of 11095 Ahmedabad – Pune, 22475 Hisar-Coimbator,

12246 H. Nizamuddin – Pune & 22944 Indore-Pune of (JCO) 8/11/18 has been diverted via Bhestan & Jalgaon.

12298 Pune-Ahmedabad of that commenced on Nov 8 is diverted via Kalyan, Jalgaon & Surat.

69173 Virar- Dahanu Rd of Nov 8 and 69174 Dahanu Rd- Borivali operated on Nov 9 are cancelled.

59442 Ahmedabad- Mumbai Central will be Short Terminated at Vapi.

Similarly many other trains on Dahanu – Surat section have been cancelled.

Also the local trains are being operated till Boisar for the time being.

Work on Up line towards Churchgate is underway.

The section on DAHANU ROAD – VANGAON, UP LINE TRACK has been declared fit on the site at 08.50 am with speed restrictions of 50 KMPH.

The first train departed Dahanu road at 9.02 am.

 

November 9, 2018
modi.jpg
1min6930

વડાપ્રધાન મોદીની પ્રથમ ચૂંટણી રેલી છત્તીસગઢના જગદાલપુરમાં યોજાશે. બિલાસપુર અને રાયગઢમાં 12 નવેમ્બરના રોજ વડાપ્રધાન ચૂંટણી યોજશે, જ્યારે 16મી નવેમ્બરના રોજ અંબિકાપુર અને મહાસમુંદમાં 18મી તારીખે મહાસભામાં સંબોધિત કરશે.

છત્તીસગઢમાં વડાપ્રધાન મોદી પાંચ રેલી યોજશે. વડાપ્રધાન મોદી 23મી નવેમ્બરના રોજ રાજસ્થાનના અલવરથી રેલીની શરૂઆત કરશે. 26મી નવેમ્બરે જયપુર અને ભીલવાડા, જ્યારે 27 નવેમ્બરના નાગૌર અને કોટામાં રેલી યોજાશે. 28 નવેમ્બરના રોજ ડુંગરપુર અને દોસા, તો બીજી તરફ 4 નવેમ્બરના રોજ હનુમાનગઢ, સિકર અને જોધપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કા હશે. બંને તબક્કામાં કુલ 1,291 ઉમેદવારો ચૂંટણી લડશે. પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારની સાત બેઠક અને રાજનાંદગાંવ જિલ્લા માટે 18 બેઠક માટે 12 નવેમ્બરે મતદાન યોજાશે. બીજા તબક્કામાં 72 બેઠકો માટે 20 તારીખે મતદાન યોજાશે.

બીજી તરફ રાજસ્થાનની વાત કરીએ તો અહીંની 200 બેઠકો માટે 7 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી થશે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવા જઇ રહ્યો છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને વસુંધરા રાજે મુખ્યમંત્રી બન્યા હતા.

November 9, 2018
sensex1.jpg
1min15120

દિવાળીથી હિંદુઓનું નવું હિસાબી વર્ષ શરૂ થાય છે. ગુરુવારથી શરૂ થયેલા વિક્રમ સંવત 2075માં ઘણી સ્થાનિક અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં નિષ્ણાતોના મત મુજબ શેરબજાર બુલિશ એટલે કે હરણફાળ ભરવાના મોડ પર રહેશે. આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ 40,000ની સપાટીએ પહોંચવાનો અંદાજ છે. કેટલાક નિષ્ણાતોએ તો નવા વર્ષમાં બજાર 45,000 થવાની આગાહી કરી છે.

સંવત 2075માં સૌથી પહેલાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવાં મોટાં રાજ્યોમાં ચૂંટણી છે. ત્યાર પછી 2019ની લોકસભા ચૂંટણી બજાર માટે ‘ગેમચેન્જર’ પુરવાર થવાની સંભાવના ધરાવે છે. વૈશ્વિક બજારમાં પણ ઘણાં પરિબળો ભારતીય બજારની ચાલને અસર કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં બ્રેક્ઝિટ, વૈશ્વિક મધ્યસ્થ બેન્કો દ્વારા તરલતામાં ઘટાડો તેમજ ક્રૂડ-કરન્સીની અનિશ્ચિતતા સામેલ છે. ઘરઆંગણે તરલતાની સમસ્યા અને સરકારની રાજકોષીય ખાધ પણ દબાણ ઊભું કરી શકે. જોકે, તમામ અનિશ્ચિતતા છતાં ટોચના મની મેનેજર્સે બજારમાં તેજીની આગાહી કરી છે.

ટોચના 20માંથી 12 મની મેનેજર્સને આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ 40,000-45,000ની રેન્જમાં પહોંચવાનો અંદાજ છે. સરવેમાં બ્રોકરેજિસ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પ્રાઇવેટ ઇક્વિટી (PE) ફર્મ્સનો અભિપ્રાય લેવાયો હતો. આનંદ રાઠી, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ, TIW પ્રાઇવેટ ઇક્વિટી, શેરખાન, SBI લાઇફ અને સેન્ટ્રમે સેન્સેક્સ અને નિફ્ટી માટે કોઈ ટાર્ગેટ આપ્યો ન હતો.

મોટા ભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બજાર આગામી 12 મહિનામાં નવી ટોચ બનાવશે. જ્યારે ચાર મની મેનેજર્સના જણાવ્યા અનુસાર આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ હાલના સ્તરે અથવા તેનાથી નીચો રહેશે. સરવેમાં નિફ્ટી માટે આગામી દિવાળી સુધીમાં સરેરાશ 11,755ની સપાટીની આગાહી કરવામાં આવી છે. નિષ્ણાતોએ તેજી માટે આગામી લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે મોદી સરકારના પુનરાગમનની શક્યતાને મુખ્ય કારણ ગણાવ્યું છે.

આગામી દિવાળી સુધીમાં નિફ્ટી 12,000 અને સેન્સેક્સ 42,000ની સપાટીએ પહોંચવાની શક્યતા છે. લોકસભા ચૂંટણી બજારની મધ્યમ ગાળાની ચાલ નિર્ધારિત કરશે. કોઈ એક પક્ષની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર બજાર માટે ઉત્તમ રહેશે. જોકે, ચૂંટણી કરતાં પણ કંપનીઓની નાણાકીય કામગીરી વધુ મહત્ત્વની રહેશે. ઉપરાંત, રૂપિયાના મૂલ્યમાં વૃદ્ધિ અને ક્રૂડના ભાવમાં ઘટાડો બજારમાં સરપ્રાઇઝ ઉછાળો લાવી શકે.

એક વર્ષમાં સેન્સેક્સ 30,700 અને નિફ્ટી 10,000ની સપાટીએ પહોંચવાનો અંદાજ છે. તેમણે ચૂંટણી, રૂપિયો અને ક્રૂડ ઓઇલને મહત્ત્વનાં જોખમ ગણાવ્યાં હતાં. તમામ એનાલિસ્ટ્સ માટે 2019ની લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશનો અભાવ અને ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો ચિંતાનાં મુખ્ય પરિબળ હતાં.

કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકારના બજેટ સિવાયના ખર્ચમાં તીવ્ર વૃદ્ધિથી સ્થાનિક બોન્ડ્સ પર દબાણનો અંદાજ છે, જે બજારમાં ઘટાડો લાવશે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા અનુસાર નિફ્ટી માટે આગામી દિવાળી સુધીનો ટાર્ગેટ 10,250 છે. જેમાં 2018-’19ના પ્રથમ ક્વાર્ટરના 10,400ના ટાર્ગેટની તુલનામાં ઘટાડો નોંધાયો છે.

November 8, 2018
firing.jpg
1min10720

એક તરફ ગુજરાતમાં નવા વર્ષની સવાર હતી અને એ જ સમયે અમેરિકાના સર્ધન કેર્લિફોનિયા ખાતે આવેલા એક બારમાં એક સસ્પેન્ડેડ સિક્યુરિટી જવાને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં કમસે કમ 12 લોકોના કમોતે મોત નિપજ્યા હતા. શૂટ આઉટને અંજામ આપનારને પોલીસે ઘટના સ્થળે જ ઠાર મારી દીધો હતો.

સાઉથ કેર્લિફોનિયાના સબર્બન એરીયા ગણાતા થાઉઝન્ડ અૉકસ ખાતે આવેલા બોર્ડરલાઇન બાર એન્ડ ગ્રીલ ખાતે સેંકડો મુલાકાતીઓ ફૂડ એન્ડ ડ્રીંકની મજા માણી રહ્યા હતા ત્યારે જ માથાફરેલ સસ્પેન્ડેડ સિક્યુરિટી જવાન ત્યાં શસ્ત્રો લઇને ઘૂસ્યો હતો અને તેણે લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. લોકો કશું સમજે એ પહેલા તો ગોળીઓનો શિકાર બન્યા હતા. કમસે કમ 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. 12 જેટલા નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવની 5 મિનીટમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જો કે, ગુનેગારને શોધીને ઠાર મારે એ પહેલા થયેલા ફાયરિંગમાં અનેક લોકોએ પોતાના જાન ખોયા હતા.

ઘટનાથી થોડે જ દૂર એક કોલેજનું ફંકશન ચાલી રહ્યું હતું અને તેમાં કમસે કમ 3 હજારથી વધુ લોકો હતા, જોકે ત્યાં હુમલાની કોઇ અસર થઇ ન હતી.

શૂટ આઉટને નજરે જોનારા તેમજ તેનો ભોગ બનેલા લોકોનું કહેવું હતું કે અંધાધૂંધ ફાયરિંગ વચ્ચેથી લોકોને બચાવવા માટે ઘણાંએ કાચની બારીઓમાં બારના સ્ટુલ્સ ફેંકીને કાચ તોડ્યા હતા જેથી લોકો બારીમાંથી કૂદીને ફાયરીંગથી બચી શકે.

 

 

November 8, 2018
diya-stamps-by-uno-on-diwali.png
1min10460

પ્રકાશના પર્વ દિવાળી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. જીવનમાં અંધકાર દૂર કરીને રોશની તરફ ડગ માંડવાની પ્રેરણા આપતા દિવાળીના તહેવારની સંયુક્ત રાષ્ટ્ર સંઘે UNITED NATIONS ORGANISATIONS અલગ અંદાજમાં ઉજવણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રે દિવાળીને યાદગાર બનાવવા માટે ટપાલ ટિકિટ જારી કરી હતી. જેના માટે ભારતે આભાર વ્યક્ત કર્યો હતો.

યુનોએ ભારતના સૌથી મોટા અને મહિમાસભર પર્વે સંવેદનશીલ રીતે વર્તતા ભારતની લાગણીઓ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડીને જીતી લીધી હતી. બરાબર ભારતમાં દિવાળીનો દિવસ હતો ત્યારે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના સત્તાધીશોએ ભારતના પ્રકાશ પર્વના દિવડાઓ સ્વરૂપની ટપાલ ટિકીટ જારી કરી હતી. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણીની 1પ વર્ષની પરંપરા આ વેળા તૂટી

અમેરિકન પ્રેસિડેન્ટના વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પંદર વર્ષની પરંપરાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તોડી છે. મધ્યસત્રીય ચૂંટણી વચ્ચે આવી જવાના કારણે આમ થયું છે.

(મંગળવારે થયેલી આ ચૂંટણીનાં પરિણામ બુધવારે આવી ગયાં છે.) પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે ’03માં વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની આરંભેલી પરંપરા પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જારી રાખી હતી.

 

November 8, 2018
amit.jpg
1min14380

દિવાળીનો તહેવાર ઊજવવા માટે અમદાવાદમાં પોતાના ઘરે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 6 નવેમ્બર 2018ના રોજ અમદાવાદના મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક ચાર રસ્તા પર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં અચાનક જ દર્શન કરવા ગયા હતા. જોકે મંદિરનાં દ્વાર બંધ હોવાથી અમિત શાહે બંધબારણેથી દાદાનાં દર્શન કરીને બારણા પર હાર ચડાવી આર્શીવાદ મેળવ્યા હતા. અચાનક અમિત શાહની મુલાકાતથી નાગરિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

અમિત શાહ મોસ્ટ વીઆઇપી પર્સન હોઇ, આ મંદિરને ઇચ્છે તો પોતાના માટે ખોલાવી શક્યા હોત, પરંતુ, તેમણે એમ ન કરતા, મંદિરની બહારથી દર્શન કરવાનું મુનાસિબ માન્યું હતું.

નાગરિકોએ અમિત શાહ સાથે દિવાળીની શુભેચ્છાની આપ-લે કરી હતી અને પોતાના પસંદગીના નેતા સાથે સેલ્ફી પણ પડાવ્યો હતો.

November 8, 2018
mp-mansukh.jpg
1min10210

ભરૂચ લોકસભા મતક્ષેત્રનું છેલ્લા પાંચ ટર્મથી પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખ વસાવાને આગામી ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મળવાની શક્યતા નહીંવત્ હોય તેવું જાણી ગયેલા વસાવાએ સામેથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રીને આ બાબતે પત્ર લખી તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારમાં પ્રધાનપદેથી મનસુખ વસાવાને દૂર કરવામાં આવ્યા ત્યારથી તેમણે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો હોય તેમ જાહેરમાં નિવેદનો શરૂ કર્યા હતાં. કેન્દ્રમાં પોતાનો એક સાંસદ ઓછો થાય અને દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની બેઠકો ઓછી થાય એ ડરથી ભાજપે છાશવારે બળવાખોરી કરનારા સાંસદ વસાવાને સસ્પેન્ડ કરવાનું તો દૂર રહ્યું નોટિસ આપવાનું પણ ટાળ્યું હતું. આ બંને સ્થિતિઓ વચ્ચે હવે સાંસદને ટિકિટ મળવાની જ નથી ત્યારે તેમણે સામેથી પત્ર લખીને ભરૂચ બેઠક માટે અન્યને ઉમેદવાર બનાવવાનું સૂચન કરતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

November 8, 2018
gujarat_map-1280x1023.png
1min6400

રાજ્ય સરકાર દ્વારા એક તરફ વિકાસની દિશામાં હરણફાળ ભરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દેવામાં પણ તોતિંગ વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ૬.૬૮ થી ૯.૭૫ ટકાના વ્યાજના દરે રૂ. ૯૯,૩૯૩ કરોડની લોન લેવામાં આવી હતી. જ્યારે રાજ્યના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૮૧ કરોડનો વધારો થયો હતો. જેની સામે પાંચ વર્ષમાં રૂ.૪૦,૬૯૮ કરોડ મુદલ અને રૂ. ૭૨,૬૯૮ કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા મેટ્રો સિટી, મહાનગરો અને નગરોમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગામે ગામ રસ્તા અને પાણીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના દેવાનો પણ તેટલો જ વિકાસ થઇ રહ્યો હતો. રાજ્યના દેવામાં છેલ્લાં પાંચ વર્ષમાં અધધધ વધારો નોધાયો હતો. વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માં રાજ્ય સરકારનું બાકી દેવું રૂ.૧,૪૯,૫૦૬ કરોડ હતું. જે વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં સૂચિત રૂ. ૨,૧૭,૩૩૮ કરોડ થવાની સંભાવના રાજ્ય સરકાર દ્વારા વ્યકત કરવામાં આવી હતી. જે જોતા રાજ્ય સરકારના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૩૨ કરોડનો વધારો થયો હતો. તેટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. ૯૯,૩૯૩ કરોડની નવી લોનો પણ લેવામાં આવી હતી. જોકે, તે લોન બે વર્ષથી દસ વર્ષ માટે લેવામાં આવી હતી.