દુનિયાભરમાંથી 77,29,04,991 ઇમેલ I’d. હેક થયા છે. રકમ વાંચવામાં તકલીફ પડતી હોય તો દેશી ભાષામાં લખીએ છીએ કે દુનિયાભરમાંથી કુલ 77 કરોડ 29 લાખ 4 હજાર 991 ઇમેઇ આઇ.ડી. હેક થયા છે. આની સાથે 21,222,975 જેટલા યુનિક પાસવર્ડ પણ હેકર્સે હેક કરી લીધા છે. ઘણાં લોકો માટે એક ઇમેઇલ આઇ.ડી. એટલે કોઇ કિંમત નથી પણ ઘણાં લોકો માટે ઇમેઇલ આઇડી એટલે બેંક અકાઉન્ટ કરતા પણ વધુ કિંમતી છે અને ઘણાં લોકોએ પોતાની પ્રાઇવેટ માહિતીઓ, પ્રાઇવેટ ફોટા, પ્રાઇવેટ વિડીયો પેન ડ્રાઇવ કે હાર્ડ ડિસ્ક જેવી ફિઝિકલ સ્ટોરેજ વસ્તુઓમાં સંગ્રહિત કરવાને બદલે ઇમેઇલમાં મૂકી રાખ્યા છે. જો આવા લોકોના ઇમેઇલ આઇડી હેક થયા હોય તો તેમના માટે કદાચ જીવન મરણનો પણ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે.
77 કરોડ ઇમેઇ આઇ.ડી. હેક કરીને હેકર્સે સમગ્ર વિશ્વમાં મોટું તોફાન મચાવ્યું છે હવે તેઓ ઇમેઇલમાં સંગ્રહિત કિંમતી માહિતીઓનો ઉપયોગ કરીને રૂપિયા બનાવશે, લોકોને બ્લેક મેઇલ કરશે, લોકોને ઉઘાડા પણ પાડશે.
આવી સ્થિતિમાં સી.આઇ.એ. લાઇવએ પોતાના વાચકો માટે એક ઉપયોગી લિંક અહીં મૂકી છે. તમે ખુદ ચેક કરી શકો છો કો તમારુ ઇમેઇલ આઇ.ડી. હેક થયું છે કે સલામત છે. લિંકને ફોલો કરશો એટલે પાંચથી 10 સેકન્ડમાં વેબસાઇટ દર્શાવશે કે તમારુ ઇમેઇલ આઇડી હેક થયું છે કે નથી થયું.
સંશોધકોએ એક ઇન્ટીગ્રેટેડ ડેટા બેઝ તૈયાર કર્યો છે અને તેનું નામ જ છે હેવ આઇ બીન પૉન્ડ…
-
તમારુ આઇ.ડી. હેક થયું છે કે નહીં તે જાણવા માટે આ મુજબની પદ્ધતિ અનુસરો
-
https://haveibeenpwned.com
-
પહેલા વેરીફાઇ કરશે કે યુઝર રોબોટ તો નથી ને..
-
બીજા સ્ટેપમાં તમારું ઇમેઇલ આઇડી માંગશે એ લખ્યા બાદ લિંક પર ક્લીક કરશો એટલે 5 સેકન્ડમાં રિઝલ્ટ આવશે કે તમારું ઇમેલ હેક થયું છે કે નથી થયું.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ ડિસ્પ્લે થાય તો સમજી જજો કે તમારું મેઇલ આઇ.ડી. હેક છે

જો તમારુ ઇમેઇલ આઇડી હેકિંગ લિસ્ટમાં હોય તો તમને સલાહ છે કે તાત્કાલિક અસરથી ડેસ્કટોપ કે લેપ્ટોપ પરથી મેઇલ લોગઇન કરીને પાસવર્ડ બદલી નાંખજો
તમારો પાસવર્ડ હેક થયો છે કે કેમ તે કેવી રીતે જાણશો
પાસવર્ડ હેક થયો છે કે કેમ એ જાણવા માટે https://haveibeenpwned.com/passwords પર લોગઇન થાવ.
જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ આવશે તો સમજી જજો કે તમારો યુનિક પાસવર્ડ હેક થઇ ચૂક્યો છે.
જો પાસવર્ડ હેકિંગ લિસ્ટમાં હોય તો તેને બદલવું થોડું અટપટું કામ થઇ જશે.




















