સુરતમાં એવો ટ્રેન્ડ શરૂ થયો છે કે સોસાયટીના ઝાંપે લાગેલા બોર્ડ પર સોસાયટીના નામના બોર્ડ પર ચોકીદાર ચોર નથી, ચોકીદાર 56ની છાતીનો છે વગેરે દર્શાવતા મોટા બેનર, પોસ્ટર લાગવા માંડ્યા છે. ચારેક દિવસ પહેલા કતારગામની ફક્ત 1 સોસાયટીમાં ચોકીદાર ચોર નથી એવું બોર્ડ લાગ્યું હતું હવે કતારગામમાં 5-6 સોસાયટીઓ અને તેના પરથી પ્રેરણા લઇને હવે ભાજપાના નેતાઓ પોતાના વિસ્તારમાં સોસાયટીવાસીઓને ચોકીદાર ચોર નથી તેવા બેનર લગાડવા માટે પ્રેરી રહ્યા છે.

(કતારગામના ભૂલાભાઇ દેસાઇ પાર્કના ઝાંપે આ પ્રકારનું બેનર લગાડવામાં આવી રહ્યું છે)
ભાજપા માટે આ એક માસ્ટર સ્ટ્રોક છે પ્રચારનો. ચોકીદારનું નામ લઇને સીધો જ મોદીનો પ્રચાર થાય છે અને આમ છતાં કોંગ્રેસની દશા એવી છે કે આચારસંહિતા ભંગની ફરીયાદ કરે તો કેવી રીતે કરે. મૈં ભી ચૌકીદારનું સૂત્ર આપીને નરેન્દ્ર મોદીએ ચોકીદાર એટલે ભાજપ એવી બ્રાન્ડ બનાવી દીધી છે.

(કતારગામ ભૂલાભાઇ દેસાઇ પાર્કના રહેવાસીઓ હોર્ડિંગ સાથે)
કતારગામ ભાજપાના કોર્પોરેટર રમેશભાઇ ઉકાણીના ફેસબુક વોલ પર આ મુજબની પોસ્ટ છે

મોદી (ભાજપા) નો બેરોકટોક પ્રચાર થઇ રહ્યો છે અને કોંગ્રેસ આચાર સંહિંતા ભંગની ફરીયાદ પણ કરી શકે તેમ નથી અને કરે તો કોની સામે કરે. સોસાયટીવાસીઓ પોતાની રીતે ચૌકીદારનું નામ લઇને ભાજપાનો પ્રચાર કરી રહ્યા છે અને ભાજપા પ્રત્યેની તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.

જાણકારો કહે છે કે ભાજપાના સમર્થકોએ શરૂ કરેલો આ ટ્રેન્ડ આગામી દિવસોમાં બન્ને તરફે એટલે કે ચૌકીદારની ફેવરમાં અને ચૌકીદારની વિરુધ્ધમાં પણ જોવા મળે તો નવાઇ નહીં. સોશ્યલ મિડીયા પર હાલ તો ચૌકીદાર ચોર નથી અને ચૌકીદારની તરફદારી કરતા પોસ્ટર લાગ્યા છે તે જોઇને ભાજપ વિરોધી તેમજ પાસના વિસ્તારોમાં ચૌકીદાર ચોર જેવા બેનરો લાગે તો નવાઇ નહીં.





















