CIA ALERT

Slider Archives - Page 385 of 492 - CIA Live

March 27, 2019
static_checking.jpg
1min22140

રાજ્યમાં ગુરુવાર, તા.28મી માર્ચ 2019ના રોજ લોકસભાની ચૂંટણીનું નોટિફિકેશન જારી થશે. સુરતનું ચૂંટણી તંત્ર જણાવે છે કે તા.28મી માર્ચથી જ સુરત જિલ્લાના વિસ્તારોમાં કુલ 48 સ્ટેટીક સ્કવોર્ડ તેમની કામગીરી શરૂ કરી દેશે. સ્ટેટીક સ્ક્વોડનું કામ રોકડની હેરફેર પર નજર રાખવાનું છે. ચૂંટણીમાં દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર ન થાય તે માટે વાહનોનું ચેકિંગ કરવા માટે સ્ટેટીક સ્ક્વોડને કામ સોંપવામાં આવે છે.

ભૂતકાળમાં સુરત શહેર જિલ્લામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ દરમિયાન રોકડ રકમ કરતા વધારે દારુની બાટલીઓ મળી આવવાના કિસ્સાઓ નોંધાયા હતા. દારુ પીવાના શોખીન લોકો પોતાની કારમાં જ બાટલીઓ રાખીને ફરતા હોય છે એવા અનેક નમૂનાઓ સ્ટેટીક સ્કવોર્ડના ચેકિંગમાં ઝડપાય જાય છે.

ચૂંટણી તંત્રના સૂત્રો જણાવે છે કે સુરત શહેર જિલ્લામાં સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડની કુલ 48 ટીમો ગમે ત્યાં, ગમે તે સ્થળે, ગમે તે વિસ્તારમાંથી પસાર થતા વાહનોને અટકાવીને તેનું કડક ચેકીંગ કરશે. સ્ટેટીક સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ જ્યારે ચેકિંગ હાથ ધરતી હશે ત્યારે તેની વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવશે.

સુરતના ઇતિહાસમાં સ્ટેટીક સ્ક્વોર્ડને ગાડીઓમાંથી રોકડ કરતા દારુ વધારે મળ્યો છે

સુરત શહેરમાં જે નાગરિકો કોઇ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા ન હોય, તેમની ગાડીમાંથી કોઇ ચૂંટણી લક્ષી સાહિત્ય ન રાખ્યું હોય, દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ન રાખતા હોય તેવા લોકો કુલ રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે અવરજવર કરી શકશે. જે વ્યક્તિઓ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા હોય તેવા લોકો ફક્ત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર કરી શકશે.

રાજકીય પાર્ટી કે ઉમેદવાર સાથે કોઇ કનેકશન નહીં ધરાવતા લોકો રૂ.10 લાખ સુધીની રોકડ રકમની હેરફેર કરી શકશે

March 27, 2019
voting.jpg
1min8510

ગુજરાત સમેત દેશના મોટાભાગના રાજ્યોમાં ઉનાળાની ગરમીના દિવસોમાં જ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવાનું હોઇ, દેશના ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ વિવેકબુદ્ધિ પૂર્વક મતદાનનો સમય વધારી શકશે.

ગુજરાતમાં ચૂંટણી તંત્રએ તા.23મી એપ્રિલ 2019ના રોજ યોજાનાર ચૂંટણી મતદાન માટેના સમયમાં એક કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વધુ મળતી વિગતો મુજબ ચૂંટણી પંચના નિયમાનુસાર અગાઉ મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પરંતુ, જે રીતે છેલ્લા અઠવાડીયાથી ગુજરાતમાં ગરમી પડી રહી છે એ જોતા હવે ગુજરાતમાં મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરીને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે તે માટેની પરવાનગી આપવામાં આવી છે.

તા.23મી એપ્રિલ 2019ના રોજ ગુજરાતમાં મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 કલાક સુધીનો મુકરર કરવામાં આવ્યો છે.

 

આજથી ચૂંટણીનું જાહેરનામું અને ઉમેદવારીનો ધમધમાટ શરૂ

ગુજરાતમાં 23મી એપ્રિલે યોજનારી ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું તા.28મી માર્ચે જારી કરવામાં આવશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન તા.23મી એપ્રિલ 2019ના રોજ યોજવાનું છે ત્યારે આવતીકાલ તા.28મી માર્ચને ગુરુવાર ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું જારી કરવામાં આવશે. આવતીકાલ તા.28મીથી જ ઉમેદવારીની પ્રક્રિયા શરૂ કરાશે.

સુરત સંસદીય મત વિસ્તારમાં ઉમેદવારી કરવા માંગતા નાગરિકો માટે બે સ્થળે વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત કલેક્ટરેટ કચેરી, પાંચમાં માળે નવા જિલ્લા સેવાસદન ખાતે તેમજ ચોર્યાસી પ્રાંતની કચેરી ખાતેથી લોકસભાની સુરત બેઠક પર ઉમેદવારી માટેના ફોર્મ બિલકુલ વિના મૂલ્યે ઉપલબ્ધ થશે અને આ જ બન્ને કચેરીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો રૂબરૂમાં જ ભરવાના રહેશે. ઉમેદવારીની પ્રક્રિયા તા.4 એપ્રિલ 2019 સુધી ચાલશે.

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા નાગરિકો પૈકી જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારો પાસેથી રૂ.25 હજાર તેમજ એસ.સી. કે એસ.ટી. વર્ગના ઉમેદવારો પાસેથી રૂ.12,500ની રકમ ડિપોઝીટ પેટે લેવામાં આવશે.

સુરત બેઠક માટે બે મુખ્ય હરીફ રાજકીય પક્ષો, ભાજપા કે કોંગ્રેસ પૈકી કોઇએ પણ પોતાના સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરી નથી.

 

સાચવજો, આજથી સ્ટેટીક સ્કવોર્ડ ગમે ત્યાં ગાડી ઉભી રખાવીને ચેક કરશે

ગુજરાતમાં તા.28મી માર્ચ 2019ના રોજ લોકસભાની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામુ પ્રસિદ્ધ થવાની સાથે જ સ્ટેટીક સ્કવોર્ડ અમલમાં આવી જશે. સુરત શહેર જિલ્લામાં સુરત બેઠક ઉપરાંત નવસારી અને બારડોલી એમ ત્રણ લોકસભા વિસ્તારો સમાવિષ્ટ છે. આ તમામ વિસ્તારોમાં સુરત જિલ્લા ચૂંટણીતંત્રએ ગઠિત કરેલી સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડ આવતીકાલ તા.28મી માર્ચ 2019ના ગુરુવારથી એકશનમાં જોવા મળશે.

ચૂંટણી તંત્રના સૂત્રો જણાવે છે કે સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડની કુલ 48 ટીમો ગમે ત્યાં, ગમે તે રોડ પર, ગમે તે વિસ્તારમાંથી પસાર થતા વાહનોને અટકાવીને તેનું કડક ચેકીંગ કરશે. સ્ટેટીક સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ જ્યારે ચેકિંગ હાથ ધરતી હશે ત્યારે તેની વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવશે.

સુરત શહેરમાં જે નાગરિકો કોઇ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા ન હોય, તેમની ગાડીમાંથી કોઇ ચૂંટણી લક્ષી સાહિત્ય ન રાખ્યું હોય, દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ન રાખતા હોય તેવા લોકો કુલ રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે અવરજવર કરી શકશે. જે વ્યક્તિઓ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા હોય તેવા લોકો ફક્ત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર કરી શકશે.

ભૂતકાળમાં સુરત શહેર જિલ્લામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ દરમિયાન રોકડ રકમ કરતા વધારે દારુની બાટલીઓ મળી આવવાના કિસ્સાઓ નોંધાયા હતા. દારુ પીવાના શોખીન લોકો પોતાની કારમાં જ બાટલીઓ રાખીને ફરતા હોય છે એવા અનેક નમૂનાઓ સ્ટેટીક સ્કવોર્ડના ચેકિંગમાં ઝડપાય જાય છે.

March 27, 2019
bmd1-1280x720.jpg
1min7630

ભારતે અંતરિક્ષ ક્ષેત્રે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. મિશન શક્તિએ અંતરિક્ષ ક્ષેત્રે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.27મી માર્ચ 2019ના રોજ રાષ્ટ્રજોગ સંબોધન કરીને જણાવ્યું હતું.

ભારતે પોતાનું નામ અંતરીક્ષ મહાસત્તા તરીકે નોંધાવી દીધું છે. બુધવારે તા.27મી માર્ચ 2019ના રોજ સવારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 300 કિલોમીટરના અંતરે લો ઓર્બિટમાં એક જીવંત ઉપગ્રહને ભારતે તોડી પાડ્યો હતો. આ સેટેલાઈટ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું જેને એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા ફક્ત ત્રણ મિનિટમાં તોડી પાડવામાં આવ્યું હતું તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.

થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર લો અર્થ ઓર્બિટને તોડી પાડ્યું છે. આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. જેને A-SAT મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યું. માત્ર ત્રણ જ મિનિટમાં આ ઑપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

અવકાશ આજે દેશનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. આપણા દેશે છોડેલા ઉપગ્રહોનો લાભ ખેડૂતો, વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય નાગરિકોને પણ થઈ રહ્યો છે. હાલના વર્ષોમાં ઉપગ્રહોનો વધારો થઈ રહ્યો છે ત્યારે દેશે તેની સુરક્ષા કરવી પણ એટલી જ જરૂરી છે. મિશન શક્તિ ભારતને હવે અવકાશમાં પણ મહાસત્તા તરીકે સ્થાપિત કરશે. આટલી ઝડપથી પ્રહાર કરવાની ક્ષમતા સાથે ભારતે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરી દીધું છે.’

March 27, 2019
amroli_logo.jpeg
1min54910

જયેશ બ્રહ્મભટ્ટ

હાલમાં ધો.12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે ધો.12 કોમર્સનું પરિણામ આવે અને કોલેજમાં પ્રવેશ કામગીરી શરૂ થાય ત્યારે સેંકડો નહીં હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે ચોઇશ ફિલિંગ કરવી એ સમજ પડતી નથી, ઘણાં વિદ્યાર્થીઓને તો યુનિવર્સિટીની કઇ વેબસાઇટ પરથી ફોર્મ ભરવું તે સમજ પડતી નથી હોતી, પ્રવેશ રાઉન્ડનું પરીણામ કેવી રીતે જોવું વગેરે અનેક સવાલો ઉપસ્થિત થાય છે.

ધો.12 કોમર્સ B.com, B.C.A. B.B.A. ના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ પ્રવેશની દોડધામથી બચવું હોય તો હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવીને એડવાન્સમાં પ્રવેશનું આયોજન કરી શકશો

આવા સંજોગોમાં કોલેજોમાં વિનામૂલ્યે હેલ્પ સેન્ટર શરૂ કરાયા હોવા છતાં પ્રવેશાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાઇબર કાફેના સંકજામાં સપડાય છે. ખાસ કરીને વરાછા, કતારગામ, વેડરોડ, સુમુલડેરી રોડ, પૂણા, કુંભારીયા, કોસાડ, અમરોલી, કોટ વિસ્તાર, ઓલપાડ વિસ્તાર વગેરે વિસ્તારમાં તો કેટલાક સાઇબર કાફેમાં માત્ર ફોર્મ ભરવાના રૂ.1500થી રૂ.2000 સુધીનો ચાર્જ ચૂકવવો પડે છે.

ઓનલાઇન પ્રવેશ ફોર્મ જે કોલેજોના હેલ્પ સેન્ટર્સ પર બિલકુલ મફત ભરાય છે તેના પ્રવેશાર્થીઓ સાઇબર કાફેમાં રૂ.2-2 હજાર ચૂકવી આવતા હોય છે

જાણકારીના અભાવે માત્ર 15 મિનિટમાં જે ફોર્મ ઓનલાઇન ભરાય એ ફોર્મ ભરવાના વિદ્યાર્થીઓ રૂ.2000 સુધીની રકમ બિનજરુરી ચૂકવી આવે છે.

શહેરના અમરોલી ખાતે જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આ વખતના ધો.12 કોમર્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે નિશુક્લ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ ડેસ્ક ઓનલાઇન કાર્યરત છે. ધો.12 કોમર્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ માત્ર તેમની 8 જાણકારીઓ આપીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું છે. અમરોલી કોલેજની હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાથી સંપૂર્ણપણે માહિતગાર કરશે, તેમના પ્રશ્નો, સમસ્યાઓ, ડાઉટ વગેરેનું પણ સમાધાન કરી આપશે. અને સૌથી મહત્વની વાત છે કે આ હેલ્પ ડેસ્કનો કોઇ જ ચાર્જ નથી.

અમરોલી કોલેજની આ હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવો અને કોલેજ પ્રવેશ માટે આગોતરી વ્યવસ્થા કરી નચિંત બનો

http://amrolicollege.org/admhelpdesk/

અમરોલી કોલેજના હેલ્પ ડેસ્કના હોમ પેજ પર જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રોસ્પેક્ટસ, અમરોલી કોલેજની પરિચય પુસ્તિકા, કારકિર્દી માર્ગદર્શનની ગુજરાત સરકારની માહિતી પુસ્તિકા, બી.કોમ.માં શું ભણવાનું આવશે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ વગેરે માહિતી કોઇપણ વિદ્યાર્થી જોઇ શકશે. આ હેલ્પ ડેસ્કના હોમ પેજ પર જ હેલ્પલાઇન નંબર પણ આપ્યા છે. વિદ્યાર્થીઓ તેના પર કોલ કરીને પણ માહિતી મેળવી શકશે.

ટૂંકમાં અમરોલી કોલેજે ધો.12 કોમર્સ પછી કોલેજના પ્રવેશાર્થીઓ માટે શરૂ કરેલી હેલ્પ લાઇન સેંકડો વિદ્યાર્થીઓના સાઇબર કાફેમાં ઘસડાઇ જતા બિનજરૂરી રૂપિયા તો બચાવશે જ પરંતુ કોલેજ પ્રવેશ કાર્યવાહીનું યોગ્ય માર્ગદર્શન પણ પૂરૂં પાડશે.

March 26, 2019
medical_treatment.jpg
1min6190

સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર અને ત્યાં શક્ય ન બને તો જિલ્લા ચૂંટણી અધિકારીના રેફરન્સ સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં ચૂંટણી પંચના ખર્ચે સારવાર કરવામાં આવશે

આગામી તા.23મી એપ્રિલ 2019ના રોજ મતદાન અને તા.23મી મે ના રોજ મતગણતરીની પ્રક્રિયા પાર પાડવા માટે સુરત શહેર જિલ્લા સમેત સમગ્ર ગુજરાતમાં લાખો કર્મચારીઓને કામગીરીમાં જોતરવામાં આવે છે. દર વખતની વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણીની ફરજ દરમિયાન માનસિક તાણ કે અન્ય બિમારીથી ત્રસ્ત અધિકારીઓ કર્મચારીઓનું સ્વાસ્થય ચાલુ ફરજે બગડે છે અને બાદમાં તેમને સારવાર માટે સ્વજોખમે રવાના કરી દેવામાં આવે છે.

પરંતુ, આ વખતની ચૂંટણીથી નવો ધારો અમલમાં આવ્યો છે. ચૂંટણીની ફરજમાં જે પણ કર્મચારી કે અધિકારીઓને જોતરવામાં આવે અને ચૂંટણીની ફરજ દરમિયાન જો સ્વાસ્થ્ય સંબંધિત બિમારી કે અન્ય વિપરિત સંજોગો સર્જાય તો એવા સંજોગોમાં જે તે અધિકારી કે કર્મચારીને સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર આપવામાં આવશે અને તેનો સઘળો ખર્ચ ચૂંટણી પંચ ઉઠાવશે. જો સરકારી હોસ્પિટલ કે દવાખાનામાં સારવાર શક્ય ન બને તો જિલ્લા ચૂંટણી અધિકારીના રેફરન્સ લેટર સાથે જે તે કર્મચારી કે અધિકારીને પ્રાઇવેટ હોસ્પિટલ કે દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવશે અને તેનો સઘળો ખર્ચ જિલ્લા ચૂંટણી તંત્ર ઉઠાવશે એવી માહિતી સુરત જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોએ આપી હતી.

March 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min16260

4થી એપ્રિલએ પૂરવણી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

સુરત- આગામી તા.23મી એપ્રિલ 2019ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર હાલ મતદાર યાદીઓ અદ્યતન કરવાની કામગીરીમાં જોતરાયું છે. સુરત શહેર જિલ્લામાં મતદાર યાદી સુધારણા ડ્રાઇવ દરમિયાન 18 વર્ષની વય પૂર્ણ કરનાર તેમજ અન્ય મળીને મતદાર યાદીમાં નામ આમેજ કરવા માટે તંત્રવાહકોને કુલ 18 હજાર જેટલી અરજીઓ મળી છે.

જિલ્લા ચૂંટણી તંત્રએ ગઇ તા.16મી ઓક્ટોબર 2018થી તા.25મી માર્ચ 2019 સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી સુધારણા ડ્રાઇવ હાથ ધરી હતી. મોટા ભાગે નવા મતદારો દાખલ કરવા, હયાત મતદારોના રેકોર્ડમાં સુધારણા કરવા તેમજ 18 વર્ષની આયુ પૂર્ણ કરનાર મતદારોના નામો દાખલ કરવા જેવી પ્રક્રિયા મતદાર યાદી સુધારણામાં હાથ ધરવામાં આવી હતી.

કલેક્ટરેટના સૂત્રોએ આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 18000થી વધુ નવા મતદાર તરીકે નોંધણી માટેના આવેદન મળ્યા છે. હવે ચૂંટણી તંત્ર આ 18000 અરજીઓને યુદ્ધના ધોરણે ચકાસણી કરશે અને દસ્તાવેજી પુરાવાઓના આધાર પર જે અરજીઓ માન્ય કરવા જેવી લાગે તેના નામો મતદાર યાદીમાં આમેજ કરશે.

તા.4 એપ્રિલ 2019ના રોજ સ્થાનિક ચૂંટણી તંત્ર સુરત શહેર જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો પર નવા મતદારોને સામેલ કરતી પૂરવણી મતદારયાદી જાહેર કરશે અને તેમાં આમેજ થયેલા મતદાતાઓને પહેલી વાર મતાધિકાર મળશે.

 

March 26, 2019
home_appliances-1-1280x489.jpg
1min13840

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ નીચું વેચાણ ધરાવતી પ્રોડક્ટ્સના ભાવમાં ચાલુ મહિને લગભગ 20 ટકાનો ઘટાડો કર્યો છે. કન્ઝ્યુમર માંગ નબળી છે ત્યારે માલનો ભરાવો થયો હોવાથી તેના નિકાલ માટે અમુક પ્રોડક્ટના ભાવ ઘટાડવા પડ્યા છે તેમ એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું.

દિવાળી પછી માંગ લગભગ સપાટ છે. આ વખતે ઉનાળો પણ મોડો આવ્યો હોવાના કારણે રેફ્રિજરેટર અને એર કંડિશનરના વેચાણમાં મંદી છે. ડીબીએસ-એમ્કેના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર એલજી, સેમસંગ, પેનાસોનિક, વ્હર્લપૂલ, ગોદરેજ, ડાઇકિન, હિટાચી, વોલ્ટાસ અને કેરિયર જેવી કંપનીઓએ જુલાઈ-ઓક્ટોબરના ભાવની તુલનામાં આ વખતે ભાવમાં લગભગ 20 ટકા સુધી ઘટાડો કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે કેટલીક બ્રાન્ડે ફેબ્રુઆરીમાં ભાવ વધાર્યા હતા પરંતુ માર્ચમાં તેમાં ઘટાડો કર્યો છે. ઉદાહરણ તરીકે કેરિયરે 1.5 ટનના થ્રી સ્ટાર એસીના ભાવમાં પાંચ ટકાનો કાપ મૂક્યો છે જ્યારે વ્હર્લપૂલે આવા જ મોડલનો ભાવ ત્રણ ટકા ઘટાડ્યો છે. રેફ્રિજરેટરમાં એલજીએ માર્ચમાં બે મોડલના ભાવ 5-9 ટકા ઘટાડ્યા છે. આઇએફબીએ અમુક વોશિંગ મશીનના મોડલના ભાવ ઘટાડ્યા છે.

ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ કમલ નંદીએ કહ્યું કે બ્રાન્ડ્સ વચ્ચે નબળી માંગના કારણે ભાવમાં ફેરફાર કરાયો છે. શિયાળો લાંબો ચાલ્યો હોવાથી માર્ચમાં વેચાણ વધારવા ભારે પ્રેશર છે અને બ્રાન્ડ્સ વેચાણ વધારવા માંગે છે. અત્યારે બજારમાં પુષ્કળ ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ ઓફર્સ ચાલુ છે.

મુંબઈમાં 26 સ્ટોર ધરાવતી રિટેલર કોહિનૂર ઇલેક્ટ્રોનિક્સના ડિરેક્ટર વિશાલ મેવાણીએ કહ્યું કે દિવાળી પછી ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી છે. શિયાળો હજુ સુધી ચાલતો હતો તેથી માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ઉનાળામાં એપ્લાયન્સનું વેચાણ વધવાની આશા છે. ૫૫ ઇંચના ટીવીમાં બ્રાન્ડ્સે ભાવમાં ₹5,000થી ₹8,000નો ઘટાડો કર્યો છે.

ડીબીએસ-એમ્કેના રિપોર્ટ મુજબ પેનાસોનિક, હિટાચી, કેરિયર, લોઇડ અને વ્હર્લપૂલે એસીના ભાવમાં માર્ચમાં 4-20 ટકા ઘટાડો કર્યો છે. રેફ્રિજરેટરમાં ગોદરેજ, સેમસંગ, એલજી અને વ્હર્લપૂલે ઓક્ટોબરની સરખામણીમાં 5-17 ટકાનો ઘટાડો કર્યો છે. વોશિંગ મશીન્સમાં પણ આવી જ રીતે ભાવ ઘટ્યા છે જેમાં આઇએફબી, સેમસંગ, વ્હર્લપૂલ, એલજી, પેનાસોનિક સામેલ છે.

પેનાસોનિક ઇન્ડિયાના સીઇઓ મનીષ શર્માએ કહ્યું કે સામાન્ય રીતે બ્રાન્ડ્સ એપ્રિલમાં ટીવી અને વોશિંગ મશીનનાં નવાં મોડલ લોન્ચ કરે છે. તેથી ઇન્વેન્ટરીને આધારે જે મોડલ બંધ થવાના હશે તેના પર ડિસ્કાઉન્ટ મળશે. હવે આનાથી વધારે ભાવ ઘટવાની શક્યતા નથી.

એલજી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ (હોમ એપ્લાયન્સિસ) વિજય બાબુએ કહ્યું કે સાઉથ અને વેસ્ટમાં ઉનાળામાં સમર એપ્લાયન્સિસની સારી માંગ જોવા મળે છે. તેમણે દાવો કર્યો હતો કે કોઈ પ્રોડક્ટના ભાવ ઘટ્યા નથી.

વૈશ્વિક બજારમાં ઓઇલના ઊંચા ભાવ અને ડોલર એક્સ્ચેન્જ રેટને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બરમાં કંપનીઓએ ભાવમાં વધારો અટકાવ્યો હતો કારણ કે બજારમાં માંગ નબળી હતી. ત્યાર બાદ દિવાળી વખતે પણ વેચાણ જોઈએ તેવું સારું રહ્યું ન હતું.

March 26, 2019
ketan_patel_daman.jpg
1min8130

લોકસભાની ચૂંટણી માટે ધીમેધીમે ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ રહી છે. કોંગ્રેસે સોમવારે વધુ 26 ઉમેદવારો જાહેર કર્યાં હતાં. કોંગ્રેસે સોમવારે જાહેર કરેલી યાદીમાં છત્તીસગઢ, ગોવા અને દમણ-દીવ, બંગાળના ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતાં. આ યાદીમાં દમણ-દીવની લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના નામ પર મહોર મારવામા આવી હતી. આ જાહેરાતની સાથએ જ કેતન પટેલના પ્રશંસકોમા ઉત્સાહ છવાઈ ગયો હતો.

એક તરફ ભાજપે દમણ-દીવના વર્તમાન સાંસદ લાલુ પટેલને પોતાના ઉમેદવાર તરીકે ફરી એક વાર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે કેતન પટેલને ઉમેદવાર જાહેર કર્યાં છે. જોકે, આ વખતે બંને પક્ષો માટે અપક્ષ તરીકે ઝંપલાવી રહેલા દમણ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલનો પડકાર ઉભો છે. તદુપરાંત બન્ને પાર્ટીના નારાજ આગેવાનો પણ અપક્ષ તરીકે ઝંપલાવવા માટે થનગની રહ્યા છે. આ જોતા આ વખતની ચૂંટણી બન્ને રાજકીય પક્ષો માટે આકરી સાબિત થાય તેવું કહેવાય છે.

March 26, 2019
shivraj-Patel-Rajkot.jpg
1min10290
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ કેંગ્રેસમાંથી રાજકોટ બેઠક ઉપર ચૂંટણી લડશે તેવી પાંચેક દિવસથી ચર્ચા ચાલતી હતી અને હવે આ વાત ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. પરિવારજનોના નિર્ણય અનુસાર શિવરાજ પટેલ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત આજે નરેશભાઈ પટેલે કરી દીધી છે. હવે કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ યક્ષપ્રશ્ન બની ગયો છે.
સૌરાષ્ટ્રમાં બ્રાસનો ઉદ્યોગ લાવનારા અને આ ઉદ્યોગનો પાયો મજબૂત કરનારા દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ સ્વ.રવજીભાઈ પટેલ રાજકારણથી દૂર રહેવામાં માનતા હતા અને તેમના ત્રણ પુત્રોમાં સૌથી મોટા પુત્ર રમેશભાઈ પટેલ આ પરિવારના મોભી હોવાના નાતે તેમનો નિર્ણય આખરી માનવામાં આવે છે. છેલ્લા પાંચેક દિવસથી ચાલી રહેલી ચર્ચાના અંતે આજે એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો કે, શિવરાજ પટેલ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. પારિવારિક અને સામાજિક કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અલબત્ત, નરેશભાઈની શાખના કારણે અનેક લોકોની, સમાજની લાગણી શિવરાજ પટેલ સાથે જોડાયેલી હતી કે, તેમણે ચૂંટણી લડવી જોઈએ. થોડા દિવસ પહેલાં ધોરાજીના એક કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે પણ પોતાના પ્રવચનમાં કહેલું કે, સમાજના યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. એ બાદ નરેશભાઈ પોતે ચૂંટણી લડે અથવા તેમના પુત્ર શિવરાજ ચૂંટણી લડે તેવી વાતો વહેતી થઈ હતી અને રવિવારે તો રાજકોટના કેટલાક મુખ્ય વિસ્તારમાં શિવરાજ પટેલને આવકારતા બેનર લાગી ગયા હતા. આ બધી ચર્ચા અને અટકળો વચ્ચે આજે આ વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
બીજી તરફ હવે રાજકોટ બેઠક ઉપર કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. મોહનભાઈ કુંડારિયાની સામે લલિત કગથરાનું નામ ગાજ્યું હતું. જો કે, હવે કેંગ્રેસ પણ આ મામલે અવઢવમાં છે. રાજકોટમાં લોકસભાની બેઠક લડી શકે તેવું કોઈ ‘મોટું માથું’ કેંગ્રેસ પાસે રહ્યું નથી.
March 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5630
દેશની રાજધાની દિલ્હી, મુંબઈ અને ગોવા પર આતંકવાદી સંગઠનો ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને અલકાયદાની નજર હોવાથી ગુપ્તચર એજન્સીઓ તરફથી બાતમી બાદ આ ત્રણેય શહેરની પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ ગોળીબારનો બદલો લેવા માટે આઈએસ અને અલકાયદા આતંકવાદી હુમલા કરી શકે છે.
આ અંગે મળેલી બે બાતમી મુજબ, ભારતમાં સ્થિત વિવિધ યહૂદી સ્થળોને નિશાન બનાવવાનો કારસો ઘડાઈ રહ્યો છે. આતંકવાદીઓ હુમલા કરતી વખતે કાર અને છરી જેવી સામગ્રીઓનો ઉપયોગ કરી શકે છે તેવું ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું.
આ એજન્સીઓએ તેમના અહેવાલમાં મુંબઈ સ્થિત ઈઝરાયલી દૂતાવાસ, કોન્સ્યુલેટ જનરલ તેમજ છાબડ હાઉસની સુરક્ષા વધારી દેવાની સલાહ આપી છે.
ચાર દિવસના ગાળામાં ગુપ્તચર એજન્સીઓએ બેવાર એલર્ટ આપ્યાં હતાં. પહેલાં 20મી માર્ચના અને પછી 23મી માર્ચના બાતમી સાથે એલર્ટ જારી કરી દેવાયાં હતાં.
પટણામાંથી બે સંદિગ્ધ આતંકી ઝડપાયા: પુલવામા હુમલા સાથે સંબંધની શંકા
બિહાર પોલીસની સ્પેશિયલ ટાસ્કફોર્સે ગુપ્તચર બાતમીઓનાં આધારે પટણામાંથી બે સંદિગ્ધ આતંકવાદીની ધરપકડ કરી લીધી છે. આ બન્ને શંકાસ્પદ આતંકવાદીને બંગલાદેશી આતંકી જૂથ જમીયત ઉલ મુજાહિદ્દીન અને ઈસ્લામિક સ્ટેટ બંગલાદેશ સાથે સંબંધ હોવાની વાત સામે આવી છે. આટલું જ નહીં, બન્ને પાસેથી પુલવામા આતંકવાદી હુમલા સાથે સંલગ્ન કેટલાંક કાગળિયા પણ હાથ લાગ્યા છે. જેને પગલે આ હુમલા સાથે બન્નેને કોઈ સંબંધ હોવાની આશંકા ઉભી થઈ છે. આ બન્ને બંગલાદેશનાં માર્ગેથી જ ભારતમાં ઘૂસ્યા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. બન્ને બનાવટી દસ્તાવેજોનાં આધારે બિહારમાં રહેતા હતાં.