દેશના શિક્ષણ પ્રધાન શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે તા.14મી જુલાઇએ બપોરે 12.25 કલાકે ટ્વીટ કરીને એવી માહિતી આપી હતી કે સીબીએસઇ, એટલે કે સેન્ટ્રલ બોર્ડના ધો.10ના વિદ્યાર્થીઓનું પરીણામ તા.15મી જુલાઇને બુધવારે વેબસાઇટ પરથી ઘોષિત કરવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડના ધો.12ના પરીણામો તા.13મી જુલાઇ 2020ના રોજ જાહેર થયા હતા. તેના બે દિવસ બાદ એટલે કે તા.15મી જુલાઇએ ધો.10નું પરીણામ ઘોષિત કરવામાં આવશે.
My dear Children, Parents, and Teachers, the results of class X CBSE board examinations will be announced tomorrow. I wish all the students best of luck.????#StayCalm#StaySafe@cbseindia29
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 14, 2020
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 906752 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 28498 નવા કેસ નોંધાયા છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.02 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17989 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 571460 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં 553 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 23727 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 311565 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 260924 કેસ નોંધાયા છે જ્યારે 10482 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 142798 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2032 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 113740 કેસ નોંધાયા છે જ્યારે 3371 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 42810 લોકો સંક્રમણમાં આવ્યા છે 2057 લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 13099088 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 572981 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 7246649 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5279458 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજે તા.13મી જુલાઇ 2020ના રોજ સુપ્રીમ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગથી થયેલા હિયરિંગમાં એવી એફિડેવિટ ફાઇલ કરી હતી કે સી.એ.ની જુલાઇ ઓગસ્ટ 2020માં લેવાનારી તમામ પરીક્ષા કોરોના પેન્ડેમિકને કારણે શકય નથી હવે મે-2020 સાઇકલની તમામ પેન્ડિંગ પરીક્ષાઓને હાલ રદ કરીને તેને નવેમ્બર 2020 એક્ઝામ સાઇકલમાં મર્જ કરી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટીશ એ.એમ. ખાનવીલકર ની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આઇસીએઆઇના પ્રતિનિધિઓએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
The Institute of Chartered Accountants of India (ICAI) Monday informed the Supreme Court that the May cycle of CA examination, scheduled between July 29 and August 16, has been cancelled due to the COVID-19 pandemic. The counsel appearing for ICAI told a bench headed by Justice A M Khanwilkar that now the May cycle examination will be merged with the November 2020 cycle of the CA exam.
The apex court was hearing through video-conferencing a plea which had challenged the ‘opt out’ option provided by ICAI alleging that it “arbitrarily” discriminate between the aspirants in May cycle of CA examination. The plea had also sought more exam centres across the country.
The bench, after hearing the submissions advanced by ICAI’s counsel, disposed of the matter.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ માય સુરત પર રજૂ કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવાયું છે કે કોવીડ-19ના ક્રિટીકલ પેશન્ટસ માટે જીવનરક્ષક સમા ટોસીલીઝુમેબ ઇન્જેક્શન તેમજ રેમડેસીવીરની સીપ્લા પ્રોડક્ટ જેનરક દવાઓ હવે સીપ્લા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા સીધી જ જે તે હોસ્પિટલમાં દાખલ દર્દીને મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જાહેરાત ખુદ સીપ્લા કંપનીએ એક પોસ્ટર બનાવીને કરી છે. સીપ્લા કંપનીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર તેમજ ફેસબુક પર પણ આ જ સંદર્ભની જાહેરાતો મોટા ઉપાડે કરી છે કે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન અને રેમડીસીવીરની જેનરીક વર્ઝનની દવાઓનું ડિસ્ટ્રીબ્યુશન હોસ્પિટલ ચેનલ્સ મારફતે કરવામાં આવી રહ્યું છે. સીપ્લાએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત સમેત આખા દેશની હોસ્પિટલ્સનું લિસ્ટ જારી કર્યું છે જ્યાં આ દવાઓ મળી રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.
ખુદ સુરત મહાનગરપાલિકા કહી શકતી નથી કે દવાઓ સુરતમાં મળી રહી છે કે નહીં
પરંતુ, સી.આઇ.એ. લાઇવ દ્વારા આ અંગેની ખરાઇ કરવામાં આવતા સીપ્લાની જાહેરાત અને રિયાલિટી બન્ને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. સુરત મહાનગરપાલિકાએ પણ પોતાના ફેસબુક પેજ પર સીપ્લા કંપનીનું પોસ્ટર પોસ્ટ કરી દીધું છે. પરંતુ, ખુદ સુરત મહાનગરપાલિકાના અધિકારીને પણ એ વાતની જાણ નથી કે ખરેખર સીપ્લાની જેનરીક દવાઓ સુરતમાં સીધી હોસ્પિટલને મળે છે કે નહીં.
સીપ્લાની વેબસાઇટ પર સુરતમાં ઉપલબ્ધિ સ્થાન કિરણ હોસ્પટલ દર્શાવાયું છે, કિરણ હોસ્પિટલ કહે છે અમને ખબર જ નથી
હકીકતમાં કિરણ હોસ્પટલના મેનેજમેન્ટને પણ એ વાતની ખબર નથી કે સીપ્લાની દવાઓ માટે તેમની હોસ્પિટલનું નામ સીપ્લા કંપનીએ વેબસાઇટ પર ચઢાવી દીધું છે.
સુરતની કિરણ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન મથુરભાઇ સવાણીએ સીઆઇએ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમને ખબર જ નથી કે સીપ્લા કંપનીએ અમારુ નામ વેબસાઇટ પર મૂક્યું છે. અમારા દર્દીઓને જરૂરીયાત પ્રમાણે અમે સીપ્લા કંપનીમાંથી દવા મગાવી લઇએ છીએ. પણ વિતરણ સ્થાન તરીકે કિરણ હોસ્પિટલ છે એવું અમને પણ ખબર નથી એમ મથુરભાઇ સવાણીએ જણાવ્યું હતું.
સીપ્લા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ટોસીલીઝુમેબ ઇન્જેકશન તેમજ રેમડીસીવીર દવાની જરૂરીયાત માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે તેમજ ઇમેલ મારફતે પણ હોસ્પિટલ કે દર્દીઓના સગા દવાઓ માટે ઓર્ડર પ્લેસ કરી શકે છે.
સીપ્લા કંપનીનો હેલ્પલાઇન નંબર 86573 11088
સીપ્લા ફાર્માસ્યુટીકલ્સ કંપની એ એક દવા બનાવતી કંપની છે. જેમણે કોવીડ-19 માટે હાલમાં અસરકારક દવાઓનું જેનેરીક વર્ઝન તૈયાર કર્યું છે. રેમડેસીવીરનું જનરીક નામ સ્પીલાએ સીપ્રેમી રાખ્યું છે જ્યારે ટોસીલીઝુમેબ ઇન્જેકશનનું નામ એક્ટેમ્રા રાખવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ હોસ્પિટલ્સમાંથી મળશે એવી માહિતી સીપ્લા કંપનીની વેબસાઇટ પર રજૂ કરવામાં આવી છે
Apollo Hospital, Ahmedabad
Gujarat
CIMS Hospital, Ahmedabad
Gujarat
HCG Hospital Ahmedabad
Gujarat
Kiran Hospital, Surat
Gujarat
Narayana Health Ahmedabad
Gujarat
Sterling Hospital Ahmedabad
Gujarat
Sterling Hospital Baroda, Vadodara
Gujarat
GMSCL (Gujarat Medical Service Corporation Ltd)
Gujarat
સુરત મહાનગરપાલિકાએ તેના ફેસબુક પેજ પર આ સ્ટેટસ અપડેટ કરીને માહિતી આપી છે
Looking at the increasing demands of Remdesivir & Tocilizumab two essential drugs to fight against the COVID, from now…
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે તા.13મી જુલાઇના રોજ ધો.12ના પરીણામો વેબસાઇટ થકી ઘોષિત કરવામાં આવ્યા હોવાની માહિતી દેશના શિક્ષણ પ્રધાન શ્રી રમેમચંદ્ર પોખરીયાલે આપી હતી.
The wait of over 12 lakh students is finally over as CBSE announces the class 12 results on Board’s official portal today i.e., July 13, 2020. The Central Board of Secondary Education has made the CBSE class 12 result 2020 available on its official website — cbseresults.nic.in.
Region wise Results
Region
Pass Percentage
Trivandrum
97.67
Bengaluru
97.05
Chennai
96.17
Delhi
West
94.61
Delhi
East
94.24
Panchkula
92.52
Chandigarh
92.04
Bhubaneswar
91.46
Bhopal
90.95
Pune
90.24
Ajmer
87.6
Noida
84.87
Guwahati
83.37
Dehradun
83.22
Prayagraj
82.49
Patna
74.57
with 88.78 per cent pass percentage this year for Class 12, the pass percentage has increased by 5.38 per cent. Last year, the pass percentage was 83.40 per cent.
A total of 87651 or 7.35 per cent students have been placed in Compartment list
The number of students who scored >95% and above is 38686
A total of 157934 students have scored >90% and above this year.
ધો.12 સાયન્સ, કોમર્સ કે આર્ટસમાં નાપાસ થયેલા કોઇપણ બોર્ડના વિદ્યાર્થીઓને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા ઓક્ટોબર 2020 લેવાનારી પરીક્ષામાં પાસ કરાવી આપવા, તેમજ જે વિષયોમાં પાસ થયા હોય તે વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરાવી આપવાની ગેરેન્ટી આપતા એજન્ટો સુરતમાં સક્રિય છે અને સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓ આવા એજન્ટોના રવાડે પણ ચઢી ગયા છે. રૂ.70 હજારથી લઇને એક લાખ સુધીના રૂપિયા ઉસેટતા એજન્ટોથી એટલા માટે સાવધ રહેવાની જરૂર છે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના ચોક્કસ ધારાધોરણો અને નીતિનિયમો છે અને હાલમાં મળેલી ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કડકાઇપૂર્વક કામ કરી રહ્યું છે.
NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ)
એવું નથી કે કોઇ બોર્ડમાં જેટલા વિષયમાં પાસ હોય તેટલા બધા વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત નાપાસ વિષયોની પરીક્ષા લે છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત વધુમાં વધુ પાસ થયા હોય એવા બે જ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરી આપે છે.
એવું નથી કે બધા જ નાપાસ વિષયોની પરીક્ષા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા લેવાય છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની વિષયોની યાદીમાં સમાવિષ્ટ હોય એ જ વિષયોની પરીક્ષા આપી શકાય છે.
એવું નથી કે ધો.12 માં અન્ય બોર્ડમાં અડધા વિષયોમાં પાસ થયા હોય અને બાકીના અડધા વિષયોમાં NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષા આપીને તેમાં પાસ થાવ તો કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય.
NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જે તે બોર્ડની જુની ઓરિજિનલ માર્કશીટ લઇ લેશે અને તેના આધારે પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સિનિયર સેકન્ડરી લેવલનું સર્ટિફિકેટ આપશે.
ધો.12માં બે જ પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર મળી શકે
ઘો.12માં નાપાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ લેભાગુ એજન્ટોના રવાડે ચઢતા પહેલા સો વાર વિચારજો
કેટલાક લેભાગુ એજન્ટો એવું કહીને વાલીઓના ખીસ્સી ખંખેરી રહ્યા છે કે તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષામાં પાસ થઇ જાય તેવી બારોબાર ગોઠવણ કરી આપશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જવાબદાર બોર્ડ છે અને પાછલા વર્ષોમાં આ પ્રકારની ગેરરીતિ થતી હોવાની ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા હાલ કડકાઈપૂર્વક પરીક્ષા લેવામાં આવશે. આથી પોતાના સંતાનોનું એક વર્ષ બગડતું અટકાવવા લાખો રૂપિયા એજન્ટને આપી દેતા પહેલા પૂરેપૂરી ખરાઇ કરી લેવી ઘટે.
એનઆઇઓએસ બોર્ડ બેસ્ટ છે પરંતુ તેના નામે ગેરકાનૂની ધંધો કરતા એજન્ટો બોગસ છે. આવા લોકો બોર્ડની પ્રતિષ્ઠા ખરડવાનું કામ કરી રહ્યા છે.
લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સના જયસુખ કથીરીયા શું કહે છે…
સુરતમાં લીઓ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ, ઉધના વિસ્તારમાં સનગ્રેસ વિદ્યાલય, સનરેઝ સ્કુલ વગેરેના સ્થાપક ટ્રસ્ટી શ્રી જયસુખભાઇ કથીરીયાએ જણાવ્યું કે તેમની શાળા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સત્તાવાર કેન્દ્ર ધરાવે છે. એક વિષયની પરીક્ષા ફી ફક્ત રૂ.1400 છે, તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) માં જોડાતા વિદ્યાર્થીઓને ટીચીંગ ફેસેલીટી પણ આપી રહ્યા છે. આગામી તા.31મી જુલાઇ 2020 ઓક્ટોબર 2020ની પરીક્ષા માટેના નામાંકન ભરવાની અંતિમ તારીખ છે. વિદ્યાર્થીઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના રિલેટેડ કોઇપણ પ્રકારની માહિતી માટે સનગ્રેસ સ્કુલ, ઉધનાનો સંપર્ક કરી શકે છે. હાલ કોવીડ-19ની સ્થિતિમાં રૂબરૂ ન જતા ટેલિફોનિક સંપર્ક સાધવા જણાવાયું છે.
વિશ્વમાં જ નહીં ભારતમાં પણ કોરોના આઉટબ્રેકના આરંભથી જ કેસોની સંખ્યાની જાહેરાતમાં તમામ કેસોનો સરવાળો જાહેર કરવામાં આવે છે. જેમાં રિકવર્ડ થઇ ગયેલા વ્યક્તિઓ, મૃત્યુ પામેલા વ્યક્તિઓ તેમજ એક્ટીવ કેસ એમ ત્રણેયનો સરવાળો કરીને કુલ કેસો જ જાહેર કરવામાં આવે છે.
કેસોની સંખ્યા વધુ દેખાવા માંડતા, હવે એક્ટીવ કેસોનો નિર્દેશ શરૂ કરાયો
પરંતુ, હવે ભારતમાં દૈનિક 25000 પ્લસ કેસો આવવાનું શરૂ થતાં કેસોનો આંકડો મોટો દેખાવા માંડ્યો અને સામાન્ય લોકોમાં કોરોના વકરી રહ્યાનો ભય ફેલાવાનો શરૂ થતાં હવે સરકારે એક્ટીવ કેસોની સંખ્યા પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું છે.
આજરોજ તા.11મી જુલાઇ 2020ના રોજ કેન્દ્રના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ સવારે જે આંકડા જાહેર કર્યા તેમાં એક્ટીવ કેસોની સંખ્યાની પણ એક પ્લેટ ટ્વીટર હેન્ડલ પર મૂકવામાં આવી છે.
ભારતમાં હવે એક્ટીવ કેસોની સંખ્યા કુલ કેસોના 34.52 ટકા થઇ
ભારતમાં રાજ્યવાર કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા
કુલ કેસોમાં ગુજરાત 4થા ક્રમે અને એક્ટીવ કેસોની સંખ્યામાં ગુજરાત દેશમાં 8 ક્રમે
જે રીતે સમગ્ર વિશ્વમાં ગાઇડલાઇન કહો કે પરંપરા કોરોનાના કેસોની જાહેરાતમાં ત્રણેય સંખ્યા (1) એક્ટીવ કેસ (2) મૃત્યુ સંખ્યા અને (3) રિકવર્ડ દર્દીઓની સંખ્યા સામેલ કરવામાં આવે છે. એ જોતા ગુજરાત હાલમાં ભારતમાં કુલ કેસોની સરખામણીમાં ચોથા ક્રમે આવે છે.
કુલ કેસો = એક્ટીવ, મૃત અને રિકવર્ડ દર્દીઓની સંખ્યા સાથેરાજ્યવાર સ્થિતિ
પરંતુ, જો એક્ટીવ કેસોની વાત કરવામાં આવે તો ગુજરાતનો ક્રમ દેશમાં 8માં ક્રમે આવે છે. એક્ટીવ કેસોમાં સૌથી વધુ એક્ટીવ કેસ
એક્ટીવ કેસોની રાજ્યવાર સ્થિતિ
ગુજરાતમાં હાલ કુલ કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યા 9900
ગુજરાતમાં હાલ કુલ કેસોની સંખ્યા 40,069 કેસો તા.11મી જુલાઇને સવારે 8 વાગ્યા સુધી નોંધાયા છે. આ જ સમયગાળા સુધીમાં ગુજરાતમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 9900 છે.
ગુજરાતમાં પણ સતત બીજા દિવસે 800થી વધુ કેસ નોંધાતા કુલ આંકડો 40200 થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓનું મોત થતાં કુલ મૃત્યુઆંક પણ 2024 થયો છે.
રાજ્યમાં 875 દર્દીઓ કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવ્યાં છે તો પોઝિટિવ કેસના આશરે 50%થી વધુ એટલે કે 441 દર્દીઓ સ્વસ્થ થયાં છે. જેથી હવે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી કુલ 28183 દર્દી સ્વસ્થ થયાં છે. જ્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,04,048 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 3,01,077 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જ્યારે 2,971 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,49,349 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે કુલ એક્ટિવ
કેસ 9948 માંથી 68 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 9880ની હાલત સ્થિર છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે
જામનગર અને જુનાગઢ કોર્પોરેશનમાં 1-1, અમદાવાદ કોર્પોરેશનમાં 5, મહેસાણા અને સુરતમાં 1-1, સુરત કોર્પોરેશનમાં 3, અરવલ્લી અને ગાંધીનગરમાં 1-1 એમ કુલ 14 મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક પણ 2024 થયો છે.
સુરતની સ્થિતિ
સુરતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તા.10મી જુલાઇના દિવસ દરમિયાન સુરતમાં
કોરોનાના 202 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં દૈનિક સરેરાશ દોઢસો જેટલા કેસ નોંધાઈ રહ્યા
છે. 75 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં 67 કેસ નોંધાયા છે અને 43 દર્દી સાજા થયા છે. સુરતમાં કોરોનાથી ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે
સુરત જિલ્લામાં એક વ્યક્તિએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.
અમદાવાદની સ્થિતિ
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 153 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 149 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ અમદાવાદમાં
દર્દીઓની સાજા થવાની સંખ્યા નવા નોંધાતા કેસની આસપાસ જોવા મળી રહી છે. અમદાવાદ
જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે જ્યારે 12 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં
પાંચ લોકોના કોવિડ-19થી મૃત્યુ થયા છે.
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 22,752 નવા કેસ નોંધાયા છે અને 519 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 8,20,916 કેસ નોંધાયા છે. જેમાંથી 2,83,407 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,15,385 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 22,123 લોકો મૃત્યુ પામ્યા છે.
ભારતમાં કોરોનાના કેસની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. ફક્ત ચાર જ દિવસમાં સંક્રમિતોની સંખ્યા સાત લાખથી વધીને આઠ લાખ થઈ ગઈ છે. હવે દર દસ લાખની વસતિએ 578 પોઝિટિવ કેસ નોંધાય છે અને 16 દર્દીના મોત થઈ રહ્યા છે. જોકે, આપણા દેશમાં લોકોના સ્વસ્થ થવાનો આંકડો પણ સારો છે. અત્યારસુધી પાંચ લાખથી વધુ દર્દી સાજા થયા છે. એટલે કે, 62 ટકાથી વધુ લોકો સ્વસ્થ થયા છે અને આ ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે.
દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ 10મેના સંખ્યા વધીને એક લાખ થઈ ત્યારબાદ સંક્રમણની ગતિ એટલી વધી કે માત્ર 15 દિવસમાં જ આંકડો બે લાખને પાર થઈ ગયો હતો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા બેથી વધીને ત્રણ લાખ થવામા માત્ર દસ દિવસ લાગ્યા હતા. જ્યારે ત્રણ લાખથીચાર લાખ થવામાં આઠ દિવસ અને ચારથી પાંચ લાખ થવામા માત્ર છ દિવસ લાગ્યા હતા. પાંચથી છ લાખ અને છ લાખથી સાત લાખ કેસ થવામા માત્ર પાંચ-પાંચ દિવસ લાગ્યા હતા. પરંતુ આ વખતે સાતથી આઠ લાખ કેસ થવામા માત્ર ચાર દિવસનો સમય લાગ્યો હતો. એટલે કે, દર બે દિવસમાં સરેરાશ 50,000 કેસ નોંધાઈ રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,862 નવા કેસ નોંધાયા છે અને 226 લોકોના મોત થયા છે. જ્યારે 5,366 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,38,461 થઈ ગયો છે. તેમાંથી 95,943 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 9,893 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,32,625 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 875 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. જ્યારે 429 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 40,069 થઈ ગયો છે. જેમાંથી 9,900 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,022 લોકોના મોત થયા છે અને 28,147 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાઓ પ્રમાણે , દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,13,07,002 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 2,82,511 ટેસ્ટ કરાયા હતા.
કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે જીવનદાન સમા ટોસીલીઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર તેમજ દુરુપયોગ થયો હોવા અંગે તેમજ એમાં કેટલાક પ્રાઇવેટ ડોક્ટરોની ભૂમિકા હોવા અંગેના તા.9મી જુલાઇ 2020ના સુરત ખાતેથી રાજ્યના હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કરેલા નિવેદનથી સુરતના તબીબો અને તેમના સંગઠન ઇન્ડિયન મેડીકલ એસોસીએશન ધૂંઆપૂંઆ થયુ છે.
રાજ્યના આરોગ્ય સચિવ જંયતિ રવિ માફી નહીં માંગે તો આંદોલનની તબીબોની ચીમકી
સુરતના તબીબોએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સમેત અન્યોને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ટોસીલીમુઝેબ ઇન્જેકશનનો સઘળો વહીવટ જ સરકાર હસ્તક છે. સરકાર સિવાય કોઇ વ્યક્તિ આ ઇન્જેકશનનો વહીવટ કરી શકે તેમ નથી. તો આવી સ્થિતિમાં હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કયા આધારે સુરતના પ્રાઇવેટ ડોક્ટરોને બદનામ કરતું નિવેદન તા.9મી જુલાઇની પ્રેસ કોન્ફરન્સમાં કર્યું.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સુરત ચેપ્ટરે એવી ચેલેન્જ ફેંકી છે કે ક્યાં તો જયંતિ રવિ ટોસીલીમઝુમેબ ઇન્જેકશનના દુરુપયોગમાં પ્રાઇવેટ ડોક્ટરોની સંડોવણી પુરવાર કરી બતાવે અન્યથા પ્રાઇવેટ તબીબોની જાહેરમાં માફી માગે.
કોવીડ-19માં જીવના જોખમે દર્દીઓની સેવા કરતા તબીબોને બદનામ કરવાની પ્રવૃતિ સામે આઇ.એમ.એ. ખફા
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.