ટોસીલીઝુમેબ ઇન્જેક્શનનો વહીવટ જ સરકાર હસ્તક : પ્રાઇવેટ ડોક્ટર કઇ રીતે દુરુપયોગ કરી શકે ? : IMA Gujarat નો સોંસરવો સવાલ
કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે જીવનદાન સમા ટોસીલીઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર તેમજ દુરુપયોગ થયો હોવા અંગે તેમજ એમાં કેટલાક પ્રાઇવેટ ડોક્ટરોની ભૂમિકા હોવા અંગેના તા.9મી જુલાઇ 2020ના સુરત ખાતેથી રાજ્યના હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કરેલા નિવેદનથી સુરતના તબીબો અને તેમના સંગઠન ઇન્ડિયન મેડીકલ એસોસીએશન ધૂંઆપૂંઆ થયુ છે.
રાજ્યના આરોગ્ય સચિવ જંયતિ રવિ માફી નહીં માંગે તો આંદોલનની તબીબોની ચીમકી
સુરતના તબીબોએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સમેત અન્યોને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ટોસીલીમુઝેબ ઇન્જેકશનનો સઘળો વહીવટ જ સરકાર હસ્તક છે. સરકાર સિવાય કોઇ વ્યક્તિ આ ઇન્જેકશનનો વહીવટ કરી શકે તેમ નથી. તો આવી સ્થિતિમાં હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કયા આધારે સુરતના પ્રાઇવેટ ડોક્ટરોને બદનામ કરતું નિવેદન તા.9મી જુલાઇની પ્રેસ કોન્ફરન્સમાં કર્યું.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સુરત ચેપ્ટરે એવી ચેલેન્જ ફેંકી છે કે ક્યાં તો જયંતિ રવિ ટોસીલીમઝુમેબ ઇન્જેકશનના દુરુપયોગમાં પ્રાઇવેટ ડોક્ટરોની સંડોવણી પુરવાર કરી બતાવે અન્યથા પ્રાઇવેટ તબીબોની જાહેરમાં માફી માગે.
કોવીડ-19માં જીવના જોખમે દર્દીઓની સેવા કરતા તબીબોને બદનામ કરવાની પ્રવૃતિ સામે આઇ.એમ.એ. ખફા

Read also on this web
- 16/07/2026: આજે અષાઢી બીજ, જગતના નાથ ભગવાન જગન્નાથજી રથયાત્રાની ધૂમ, અમદાવાદ, સુરતમાં રથયાત્રાઓ
- Fifa World Cup Final : Argentina Vs Spain આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી, Englandનું સપનું રોળાયું
- ભારત-બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના પહેલા જ દિવસે સુરતથી 7 પાર્સલો ઝીરો ડ્યૂટીથી રવાના
- SGCCI અને રિયાધની ઇન્ડિયન એમ્બેસી વચ્ચે Online બેઠક
- સુરતના વેપાર-ઉદ્યોગકારો માટે Omanમાં નવી તકો ઉપલબ્ધ બનાવવા SGCCI અને મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસ વચ્ચે હાઇ-લેવલ બેઠક સંપન્ન
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

