કોવીડ-19 પેન્ડેમિકના સમયગાળામાં એટોમિક પાવર ક્ષેત્રમાં ભારતે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધીને કારણે સુરતનું નામ હાલ વિશ્વભરમાં ચર્ચાઇ રહ્યું છે. આ સિદ્ધી છે સુરત જિલ્લામાં આવેલા કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે KAPP-3 રિએક્ટર તૈયાર કરવાની અને તા.22મી જુલાઇ એટલે કે આજે પ્રથમ વખત તેનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું.
કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન સાઇટની ફાઇલ તસ્વીર
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા સુરતના કાંકરાપાર ખાતે કાર્યાન્વિત કરવામાં આવેલા આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી તૈયાર કરાયેલા હેવીડ્યુટી રીએક્ટર અંગેની જાણકારી ટ્વીટ કરીને આપવામાં આવી છે.
કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન સાઇટ ખાતે જ તૈયાર કરવામાં આવેલા KAPP-3 રિએક્ટરની ડિઝાઇન ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનયરોએ જ તૈયાર કરી આપી છે. નિર્માણ કાર્યમાં પણ સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે આ સ્વચાલિત એવો પ્રોજેક્ટ છે જેની કેપેસિટી 700 મેગોવૉટની છે.
ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ભારત સરકારે આપી માહિતી
Unit-3 of Kakrapar Atomic Power Project, located at Kakrapar, Gujarat achieved its first criticality – the controlled, self-sustaining nuclear fission chain reaction for the first time – on July 22, 2020 at 0936 hours. (1/2) pic.twitter.com/J5H6fc7ttV
KAPP-3 is first-of-its-kind indigenous 700 MWe Pressurised Heavy Water Reactor designed by Indian scientists & engineers. Its components & equipment have been manufactured by Indian industries and the construction &erection were undertaken by Indian contractors. (2/2)
Congratulations to our nuclear scientists for achieving criticality of Kakrapar Atomic Power Plant-3! This indigenously designed 700 MWe KAPP-3 reactor is a shining example of Make in India. And a trailblazer for many such future achievements!
ગુજરાતમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ નોંધાયાના ૧૨૫મા (21મી જુલાઇ 2020) દિવસે નવા વિક્રમી ૧૦૨૬ કેસ ઉમેરાતા કુલ આંક અડધા લાખને પાર થઇ ૫૦૪૬૫ સુધી પહોંચી ગયા છે એ જ રીતે છેલ્લા પખવાડિયાથી સતત ઘટી રહેલા મૃત્યુ આંકમાં ચોવીસ કલાકમાં જ એક સાથે ૩૪ દર્દીના કોવિડ-૧૯ના મૃત્યુ થતાં હડકંપ મચી ગયો છે. સૌથી વધારે મૃત્યુ સુરતમાં ૨૧ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૬ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.
આ સિવાય ભાવનગર અને જામનગર મહાનગરોમાં તેમજ ગીર સોમનાથ, પાટણ અને કચ્છ જિલ્લામાં પણ એક એક દર્દીના મૃત્યુ થયા છે. આઠ મુખ્ય મહાનગરોમાંથી ૫૭૬ અને જિલ્લાઓમાંથી ૪૫૦ કેસ નવા ઉમેરાયા છે. આમ, ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વ્યાપક બની રહ્યું છે.
૧૯ માર્ચે રાજ્યમાં કોરોનાના કેસની ગુજરાતમાં વિધિવત એન્ટ્રી થઇ હતી. આ તીવ્ર અને ખતરનાક મીજાજ ધરાવતા વાયરસથી રાજ્યમાં મૃત્યુ પામાનર દર્દીઓની સંખ્યા ૨૨૦૧ થઇ ગઇ છે અલબત્ત, છેલ્લા ચોવીસ કલાકમાં ૭૪૪ દર્દીઓના ડિસ્ચાર્જ સાથે કુલ રિવકર થનાર દર્દીઓની સંખ્યા પણ ૩૬૪૦૩ સુધી પહોંચી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરત મહાનગરમાંથી ૨૨૫ નવા કેસ અને જિલ્લામાંથી ૭૩ કેસ મળી આવ્યા છે જ્યારે શહેરમાં સારવાર હેઠળના ૧૪ દર્દીઓ તેમજ જિલ્લાના ૭ મળી ૨૧ દર્દીઓના મૃત્યુ કોવિડથી થયાનું સરકારે સ્વીકાર્યું છે. અમદાવાદમાં જિલ્લાના ૧૨ કેસ, એક મૃત્યુ તેમજ મહાનગરના ૧૮૭ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ મળી કુલ ૧૯૮ કેસ અને ૬ના મૃત્યુ જાહેર કરાયા છે. અલબત્ત, આ બન્ને જિલ્લામાંથી અનુક્રમે વધુ ૧૭૩ તેમજ ૨૦૫ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.
વડોદરા શહેરમાંથી નવા ૬૦ કેસ સાથે જિલ્લાના મળી કુલ ૭૫ કેસ ઉમેરાયા છે તો રાજકોટમાં ૪૫ સાથે કુલ ૫૮ કેસ નોંધાયા છે. ભાવનગરમાંથી નવા ૨૬ કેસ અને એક દર્દીના મૃત્યુ નોંધાયા છે આ સિવાય જિલ્લામાંથી ૧૨ નવા દર્દી સંક્રમિત હોવાનું જાહેર કરાયું છે. જામનગરમાંથી નવા ૧૬ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લાના નવા ચાર કેસ નોંધાયા છે. ગાંધીનગર મહનગરમાંથી ૧૨ અને જિલ્લાના ૧૯ કેસ નવા છે જ્યારે જૂનાગઢમાં પાંચ મળી કુલ ૧૨ કેસ ઉમેરાયા છે.
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વલસાડ, નવસારી, પછી હવે દાહોદ જિલ્લામાં એક સાથે ૩૯ કેસ મળી આવ્યા છે. બનાસકાંઠામાંથી ૨૫, સુરેન્દ્રનગરમાંથી ૨૧, પાટણ ૨૦, નર્મદા ૧૯, ગીર સોમનાથ અને મહેસાણા ૧૮-૧૮, નવસારી અને પંચમહાલ ૧૭-૧૭, ભરૂચ ૧૬, ખેડા ૧૪, વલસાડ ૧૩, કચ્છ ૯, આણંદ અને બોટાદ ૮-૮, અમરેલી ૭, મહીસાગર, મોરબીમાંથી ૬-૬, સાબરકાંઠામાંથી ૫, તાપી ૪, પોરબંદરમાંથી ૨ અને અરવલ્લી, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ મળ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ૧૩૬૯૩ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ૫,૬૨,૬૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ ૧૧૮૬૧ એક્ટિવ કેસ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૧૭૭૯ સ્ટેબલ છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે દેશભરના દરેક રાજ્યોના આરોગ્ય વિભાગોને પત્ર લખીને જણાવ્યું છે કે વાલ્વાવાળા માસ્કની જગ્યાએ નાગરીકો કપડાના બનેલા ત્રણ સ્તર (ત્રિપલ લેયર) માસ્કનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણથી બચી શકે છે.
સિમ્બોલિક ફોટો. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે માસ્ક પર ઉપરોક્ત દર્શાવેલા ફોટો જેવા કોઇપણ પ્રકારના વાલ્વ કે એર ફિલ્ટર લગાડેલા હોય તો એ સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે. આવા માસ્ક નહીં પહેરવા માટે દેશભરમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે.
હાલમાં વાલ્વવાળા માસ્ક અંગે નાગરીકોમાં ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે. ઘણાં લોકો વાલ્વવાળા માસ્કને સુરક્ષિત ગણી રહ્યા છે. ઘણાં ફેશનમાં વાલ્વવાળા માસ્ક પહેરે છે. હકીકતમાં વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકી નહીં પણ ફેલાવી શકે તેટલા જોખમી છે.
વાલ્વવાળા માસ્કમાં જ્યારે એ પહેરનાર વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે ત્યારે વાલ્વ ખુલ્લા થઇ જાય છે અને જો એ પહેરનાર વ્યક્તિ એસિમ્ટમેટિક વાઇરસ કરીયર હોય તો અનેક લોકોને એ સંક્રમિત કરી શકે. આમ વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે.
દેશના આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધને ટ્વીટ કરીને અનુરોધ કરવો પડ્યો
वाल्व लगे #N95#Mask#COVID19 के प्रसार को रोकने में सक्षम नहीं ! छिद्रयुक्त श्वसन यंत्र लगा N-95 मास्क कोरोना वायरस के प्रसार को रोकने के लिए अपनाए गए नियमों के विपरीत है।सभी से आग्रह है कि कपड़े से बने Triple layer mask का इस्तेमाल करें व अन्य को इसके प्रति प्रोत्साहित भी करें। pic.twitter.com/1PpBbxeLLB
કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવાની વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે, આનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી. અને કોવિડ-19 મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ બાબતના પ્રધાન સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે, સામે આવ્યું છે કે સ્વાસ્થ્યકર્મીઓને જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વાલ્વ હોય છે.
તેમણે જણાવ્યું છે કે, તમારા ધ્યાનમાં લાવવામાં આવે છે કે વાલ્વવાળા એન-95 માસ્કો કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે કેમકે માસ્ક બહારથી આવતા વાયરસને રોકી શકતો નથી. આને ધ્યાનમાં રાખીને હું તમને અપીલ કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપે કે તેઓ ફેસ/ માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના ખોટા ઉપયોગને રોકે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC)એ મંગળવારે એક મહત્વનો નિર્ણય લઈને આગામી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ મુલતવી રાખ્યો હતો. સોમવારે મળેલી આઇસીસીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ સાથે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનો માર્ગ મોકળો બની ગયો છે. કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટનું આયોજન સ્થગિત થઈ ગયું છે ત્યારે સોમવારે આઇસીસીની એક બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા મેન્સ ટી20 વર્લ્ડ કપને મુલતવી રાખવાનો છે.
18મી ઓક્ટોબરથી તેનો પ્રારંભ થનારો હતો. જોકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે મે મહિનામાં જ આઇસીસીને જાણ કરી હતી કે તેઓ આ વર્ષે આ મેગા ઇવેન્ટ યોજવા માટે સક્ષમ નથી. દેશમાં કોરોનાની પરિસ્થિતિ જોતાં આ વર્ષે ઓક્ટોબરમાં વર્લ્ડ કપનું આયોજન તેમના માટે લગભગ અશક્ય બની રહેશે. આ ઉપરાંત આઇસીસીએ 2023માં ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપને માર્ચ-એપ્રિલ 2023ને બદલે નવેમ્બર 2023માં યોજવાનો નિર્ણય લીધો છે જેથી ક્વોલિફિકેશન માટે પ્રક્રિયા માટે વધારાનો સમય મળી રહે.
આજે શ્રાવણ માસના પહેલા દિવસ તા.21મી જુલાઇ 2020ના રોજ 6 કરોડની વસતિ ધરાવતા ગુજરાત રાજ્યમાં કોરોના કેસોનો આંકડો 50,000 કેસોની સંખ્યાને આંબી જશે. તા.20 જુલાઇ 2020ની સાંજે 8 કલાકે ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા 49,439 હતી. ગુજરાતમાં હાલ દૈનિક 900 પ્લસ નવા કેસોની સરેરાશને જોતા આજરોજ તા.21મી જુલાઇ 2020ના રોજ ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો 50 હજારને પાર પહોંચી જશે.
ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ હવે વકરી રહી છે, છેલ્લા ચાવીસ કલાકમાં ૧૨૩૬૯ ટેસ્ટ દ્વારા નવા ૯૯૮ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે આ સાથે રાજ્યના કુલ કેસનો આંક ૪૯૪૩૯ સાથે અડધા લાખને આંબવાની તૈયારીમાં છે.
એક જ દિવસમાં વધુ ૨૦ દર્દીઓના કોરોના સંક્રમણને લીધે મૃત્યુ થયા છે. એમાં સૌથી વધારે સુરતમાં કુલ ૧૧ દર્દીના મરણ કોરોનાથી થયાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. અલબત્ત, નવા સંક્રમિત દર્દીઓનો આંક નિયંત્રિત રીતે ૨૮૪નો જાહેર કરાયો છે. અમદાવાદમાં કુલ ચાર દર્દીના મૃત્યુ સાથે નવા ૧૮૩ કેસ ઉમેરાયા છે.
ચોવીસ કલાકમાં ૭૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ અપાતા કુલ રિકવર થનારનો આંક ૩૫૬૫૯ થયો છે. અલબત્ત, રાજ્યમાં કુલ મૃત્યુ આંક ૨૧૬૭ થયો છે.
આ બન્ને સંક્રમિત મહાનગરો-જિલ્લા પછીના ક્રમે આવતા વડોદરા શહેરમાંથી નવા ૬૦ દર્દીઓ મળી આવ્યા છે અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૮ કેસ આવ્યા છે. જોકે, સારવાર હેઠળના મહાનગરના દર્દીઓ પૈકી બેના મૃત્યુ થયાનું રાજ્યના હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે. આ જ રીતે નવસારીમાં બે દર્દી અને એક ગીર સોમનાથના દર્દીનું કોરોનાથી મૃત્યુ જાહેર કરાયું છે.
રાજકોટ શહેરમાંથી નવા ૪૦ કેસ મળ્યા છે જ્યારે વિવિધ તાલુકાંથી ૧૬ દર્દીઓ સંક્રમિત થયા હોવાનું જાહેર કરાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૬ મળી કુલ ૪૨ કેસ નવા ઉમેરાયા છે. જામનગરમાં કુલ ૨૨ કેસ આવ્યા છે એમાં શહેરમાંથી ૧૩ કેસ છે. ગાંધીનગરમાં કુલ ૨૦ કેસમાં ૧૨ ગ્રામ્ય વિસ્તારના છે. જૂનાગઢમાં પણ ગ્રામ્ય વિસ્તારના ૧૩ કેસ સાથે કુલ ૧૯ કેસ નોંધાયા છે.
જિલ્લાઓમાં સૌથી વધારે કેસ મહેસાણામાં વીસનગર, ઊંઝા, બેચરાજી, કડીમાંથી મળી નવા ૨૬ કેસ જાહેર કરાયા છે. ભરૂચમાં વાગરા, જંબુસર, અંકલેશ્વર, વાલીયામાંથી ૨૨ કેસ ઉમેરાયા છે. સુરેન્દ્રનગર શહેર ઉપરાંત મુળી, પાટડી, ધ્રાંગધ્રામાંથી નવા ૨૦ કેસ, પાટણ અને વલસાડમાંથી નવા ૧૭-૧૭ કેસ આવ્યા છે.
મહાનગરોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં જતાં ચેપને નાથવા માટે હવે સ્થાનિક સ્તરે લોકોએ સ્વૈચ્છાએ લોકડાઉનનો અમલ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સંક્રમિત મહાનગરો, વિસ્તારોમાંથી આવનારાઓને ચેકનાકાઓ ઉપર ચેક કર્યા પછી પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. પાંચ જિલ્લાઓમાં અમદાવા, વડોદરા, સુરત તેમજ અન્ય રાજ્યોમાંથી આવનારાઓને ફરજિયાત ૧૪ દિવસ હોમ કોરન્ટાઇન રહેવાની શરતે જ પ્રવેશ અપાય છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં વિવિધ મેળા, શિવ મંદિરોમાં વિશિષ્ટ પૂજા દર્શનના કાર્યક્રમોને પણ મોકુફ રાખવામાં આવ્યા છે. રાજ્યના ઘણાં મોટા મંદિરોએ સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ હમણાં મંદિરો બંધ રાખવાની જાહેરાત કરી છે.
અમદાવાદ પછી સુરત અને વડોદરાની જેમ હવે રાજ્યભરમાંથી ધનવંતરી રથ દ્વારા શંકાસ્પદોના હેલ્થ ચેકઅપ, એન્ટીજન ટેસ્ટ જેવી કામગીરીને યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અલબત્ત, હજુય લોકો સોશીયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબતોને અપનાવતા નથી એના કારણે સ્થિતિ દિવસે દિવસે વધારે કથળી રહી છે.
આ જ કારણે ગીરસોમનાથ, કચ્છ અને તાપી જેવા જિલ્લાઓમાંથી એક જ દિવસમાં નવા ૧૬-૧૬ કેસ આવ્યા છે તો પંચમહાલમાંથી નવા પંદર કેસ, અમરેલી, ખેડા, બનાસકાંઠામાંથી ૧૩-૧૩ કેસ મળ્યા છે. દાહોદ શહેર અને લીમખેડામાંથી નવા ૧૨ કેસ આવ્યા છે. મહીસાગરમાંથી ૧૧, નવસારીમાંથી ૧૦, બોટાદ, મોરબીમાંથી ૯ કેસ મળ્યા છે. નર્મદામાં ૭, આણંદ અને સાબરકાંઠામાંથી ૬-૬, અરવલ્લીના ૫, દેવભૂમિ દ્વારકાના ૩, છોટાઉદેપુર અને પોરબંદરમાંથી ૧-૧ કેસ નવા ઉમેરાયા છે.
આમ, હાલ રાજ્યમાં ૧૧૬૧૩ એક્ટિવ કેસ છે એમાં ૭૫ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૧૫૩૫ સ્ટેબલ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,148 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 11,55,191 થઈ ગઈ છે. જેમાંથી 4,02,529 એક્ટિવ કેસ છે એટલે હાલ સારવાર હેઠળ છે.
દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 587 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મૃતકોની સંખ્યા વધીને 28,084 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કુલ 7,24,578 દર્દી કોરોનાને માત આપી ચૂક્યા છે.
બિહારમાં ગુરુવારથી ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે અનેક પ્રતિબંધ લગાવ્યા છે. ધાર્મિક સ્થળ પણ બંધ રહેશે. બજારથી લઈને પાર્ક સુધીના જાહેર સ્થળો પણ બંધ રહેશે. બસ સેવાને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે.
ગુજરાત ભાજપના પ્રમુખ પદે જીતુ વાઘાણીના અનુગામી તરીકે તાત્કાલિક અસરથી સુરત ભાજપના કદાવર નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડાએ કરી છે.
સી.આર. પાટીલની પહેલી પ્રતિક્રિયા
દક્ષિણ ગુજરાતમાં ભાજપના મોટા નેતા તરીકે સી.આર.પાટીલનુ નામ જાણીતું છે. આ અંગે સી.આર. પાટીલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તામંથી પ્રમુખ બનાવાની તક આપી છે. હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું.’
ગુજરાતની 7 વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપે જીતુ વાઘાણીની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દીધી છે. ભાજપના અનેક નેતાઓમાં આ નિર્ણયને પગલે સન્નાટો મચી ગયો છે.
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઇ)એ ૬૩ ભારતીય એરપોર્ટને ૧૯૮ બોડી સ્કેનર ફાળવવાનું નક્કી કર્યું છે. હાલના પ્રવાસીઓ પાસેની ધાતુની વસ્તુઓ શોધી કાઢવા માટે વપરાતા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને હેન્ડ-હેલ્ડ સ્કેનરના બદલે આ
બોડી સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે, એમ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.
૧૯૮ સ્કેનરમાં પુણે એરપોર્ટ માટે ૧૨, ચેન્નઇ એરપોર્ટ માટે ૧૯, કોલકતા એરપોર્ટ માટે ૧૭ સ્કેનર ફાળવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સિવાય અમૃતસર, વારાણસી, કેલિકટ, કોઇમ્બતુર, ત્રિચી, ગયા, ઔરંગાબાદ અને ભોપાલ એરપોર્ટ પર ચાર-ચાર બોડી સ્કેનર ગોઠવવામાં આવશે.
‘શ્રીનગર એરપોર્ટ પર સાત બોડી સ્કેનર, વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર છ, તિરુપતિ, બગદોરા, ભુવનેશ્ર્વર, ગોવા અને ઇમ્ફાલ એરપોર્ટ પર પાંચ-પાંચ સ્કેનર ગોઠવવામાં આવશે’, એમ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દેશના ૧૦૦થી વધુ એરપોર્ટની માલિકી અને સંચાલન એએઆઇ સંભાળે છે.
‘બોડી સ્કેનર ફાળવવાની પ્રક્રિયા ચાલુ વર્ષના શરૂઆતમાં કોરોના મહામારી પહેલા થઇ હતી.
વહેલામાં વહેલી તકે ભારતના દરેક એરપોર્ટને બોડી સ્કેનર ફાળવવામાં આવશે, કારણ કે મહામારીને કારણે સિક્યોરિટી કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓની જડતી લેવાનું પ્રમાણ ઓછું થયું છે’, એમ એએઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું. ૬૩ એરપોર્ટ માટે ૧૯૮ બોડી સ્કેનર મેળવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ત્રણ કંપનીએ બીડ કરી છે.
ઍક્સિસ બૅંક, બૅંક ઑફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્ર બૅંક, આરબીએલ સહિતની દેશની કેટલીક બૅંકોમાં આગામી તા. 1લી ઑગસ્ટથી બૅંકના વ્યવહાર અંગેના નિયમો તેમજ તેની ફી, ચાર્જિસ, પેનલ્ટી વગેરેમાં ધરખમ વધારો અમલમાં મૂકવામાં આવશે. આ બૅંકો ટ્રાન્ઝેક્શન અંગેના નિયમોમાં અમુક ફેરફાર કરશે.
આ બૅંકોમાંથી અમુક બૅંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બૅંકો મીનીમમ બૅલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે.
મેટ્રો અને શહેરી વિસ્તારમાં રહેતા બૅંક ઑફ મહારાષ્ટ્રના બચત ખાતું ધરાવતા લોકોએ હવે તેમના ખાતામાં અગાઉની સરખામણીએ વધુ મીનીમમ બૅલેન્સ રાખવું પડશે.
બૅંક ઑફ મહારાષ્ટ્રએ મેટ્રો અને શહેરી વિસ્તારમાં મીનીમમ બૅલેન્સ રૂ. ૨૦૦૦ કર્યું છે. અગાઉ તે રૂ. ૧૫૦૦ હતું.
મેટ્રો અને શહેરી વિસ્તારમાં ખાતામાં મીનીમમ બૅલેન્સ ન રાખનાર ખાતાધારકને રૂ. ૭૫ દંડ લાગશે.
અર્ધશહેરી વિસ્તારમાં દંડની આ રકમ રૂ. ૫૦ તો ગ્રામીણ વિસ્તારમાં આ રકમ રૂ. ૨૦ હશે.
ઍક્સિસ બૅંક હવેથી ગ્રાહકો પાસેથી પ્રત્યેક ઈસીએસ ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા વસૂલશે. અગાઉ એ ફ્રી હતું.
હવે બૅંકે એક કરતા વધુ લૉકર ધરાવનાર પાસેથી પણ ચાર્જ વસૂલ કરવાની શરૂઆત કરી છે. બૅંક પ્રતિ બંડલ કૅશ હૅન્ડલિંગ ફી પણ વસૂલ કરશે.
કોટક મહિન્દ્રા બૅંકના બચત ખાતા અને કૉર્પોરેટ સેલેરી અકાઉન્ટ હૉલ્ડર્સને દર મહિને પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવશે, પરંતુ ત્યાર બાદ પ્રત્યેક કૅશ વિડ્રોઅલ માટે ડૅબિટ કાર્ડ-એટીએમ ચાર્જ તરીકે રૂ. ૨૦ વસૂલવામાં આવશે.
એ જ પ્રમાણે પ્રત્યેક નૉન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. ૮.૫૦ વસૂલવામાં આવશે.
ખાતામાં મીનીમમ બૅલેન્સ નહીં હોય તો મર્ચન્ટ આઉટલૅટ આ વૅબસાઈટ તેમ જ એટીએમના નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા વસૂલવામાં આવશે.
આ ખાતાઓનું જુદી જુદી શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવશે તેમ જ તેની સાથે સાથે પ્રત્યેક ચાર ટ્રાન્ઝેક્શન બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. ૧૦૦ વસૂલવામાં આવશે. જો તમે આ બૅંકના ગ્રાહક છો તો બદલાયેલા નિયમોની યાદી મેળવી લેવી તમારા માટે જરૂરી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.