ચેમ્બર અને માહેશ્વરી લક્ઝુરિયાના સંયુક્ત ઉપક્રમે દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નો ભવ્ય પ્રારંભ

Share On :

કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીના વરદ્ હસ્તે બિઝનેસ મેળાનું ઉદ્‌ઘાટન કરાયું

બિઝનેસ મેળાઓ થકી મહિલા સાહસિકોને પગભર થવા અને પોતાની નવીન પ્રોડક્ટ્સ સીધી માર્કેટ સુધી પહોંચાડવામાં મોટી મદદ મળે છે: ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી

સુરત, 12 ઓગસ્ટ 2026: શ્રાવણ માસના પવિત્ર તહેવારોની ખરીદી અને સ્થાનિક વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને માહેશ્વરી લક્ઝુરિયાના સંયુક્ત ઉપક્રમે બુધવાર, તા. 12 ઓગસ્ટ અને ગુરુવાર, તા. 13 ઓગસ્ટ 2026ના રોજ દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. પર્વત પાટીયા, આઇ માતા રોડ સ્થિત માહેશ્વરી લક્ઝુરિયા ખાતે સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા દરમિયાન યોજાયેલા આ બિઝનેસ મેળાનો કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીના વરદ્ હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, “દક્ષિણ ગુજરાતનું આર્થિક માળખું નાના વેપારીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકોની મહેનત પર નિર્ભર છે. આ બિઝનેસ મેળો સ્થાનિક કળા, નારી સશક્તિકરણ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરી રહ્યો છે. સુરતની જનતા શ્રાવણી તહેવારોની ખરીદી આ મેળામાંથી કરીને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે અને તેમને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બને તે ઇચ્છનીય છે.”

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “સુરત હંમેશાં નારી સશક્તિકરણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક વ્યાપાર અને ખાસ કરીને મહિલા ઉદ્યમીઓની કળા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. આ મેળો લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોને સીધા નવા બજારો સાથે જોડવાનું કાર્ય કરશે.”

ઉદ્‌ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીએ જણાવ્યું હતું કે, સુરતમાં વેપારી સંસ્થાઓ અને સમાજના સંગઠનો દ્વારા આયોજિત આવા બિઝનેસ મેળાઓ થકી મહિલાઓને પગભર થવામાં મોટી મદદ મળે છે અને તેઓ પોતાની યુનિક પ્રોડક્ટ્સ સીધી ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.

માહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી શ્યામજી રાઠીએ જણાવ્યું હતું કે, બ્રાન્ડ બનાવવાની શરૂઆત નાના પાયાથી જ થાય છે અને સોશિયલ મીડિયાના યુગમાં એક્ઝિબિશન એ ડાયરેક્ટ કસ્ટમર કનેક્ટનો શ્રેષ્ઠ માર્ગ છે. રાષ્ટ્રીય યુવા વક્તા ડો. અંકિતા મુલાણીએ પદ્મશ્રી કલ્પના સરોજના સંઘર્ષમય જીવનના પ્રસંગો વર્ણવી મહિલાઓને પગભર બનવા પ્રેરિત કર્યા હતા. ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ નાવડિયાએ ઉમેર્યું હતું કે ચેમ્બર ‘વોકલ ફોર લોકલ’ અને રોજગારી નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે.

એક જ છત નીચે તહેવારલક્ષી વિશાળ શ્રેણી: ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કરતાં શ્રાવણ મેળાનાં ચેરપર્સન શ્રીમતી રૂપલ શાહે જણાવ્યું હતું કે, મેળામાં ફેન્સી રાખડીઓ, રાખી કાર્ડ્સ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી, હોમ કેર પ્રોડક્ટ્સ, હેન્ડીક્રાફ્ટ, ડેકોરેશન, સાડીઓ, કુર્તી-કોટી અને વાનગીઓ સહિતની વિવિધ સામગ્રીઓ ઉપલબ્ધ કરાઈ છે.

કાર્યક્રમના અંતે લેડિઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટરો સતીષભાઈ મૈસુરીયા, અનિલભાઈ સોજીત્રા, સરોજબેન પટેલ, મનિષાબેન આહીર, હિનાબેન વાછાણી, વિધિબેન રાઠોડ, દિપકભાઈ રબારી અને દિનેશભાઈ રાજપુરોહીત સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :