Slider Archives - Page 146 of 486 - CIA Live

May 6, 2021
CIA_Live_Logo_New2.jpg
1min527

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 એસ.એસ.સી.માં ચાલુ વર્ષે કોરોનાની ઉદભવેલી પરિસ્થિતિને જોતા આ ધોરણમાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવું જોઇએ, આ માટે ગુજરાત સરકાર તૈયાર ન હોઇ, ઓલ ગુજરાત વાલીમંડળ નામની સંસ્થાએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની પીટીશન ફાઇલ કરી છે.

ધો.10 અને ધો.12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ અંગે ગુજરાત સરકારે આગામી તા.15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુન: સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા તા.5મી મે 2021ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરવામાં આવી છે. ધો.10માં માસ પ્રમોશન આપવા બાબતે પીઆઈએલ કરાઈ છે.

કોવિડની મહામારીમાં બીજા અનેક રાજ્યોમાં ધો.10 બોર્ડની પરીક્ષા રદ કરી હોવાનો ઉલ્લેખ પીઆઈએલમાં કરાયો છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા વાલી મંડળે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં બાળકોના માથા પર સંકટ વધુ છે. અનેક બાળકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. તેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ 10ને પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.

May 6, 2021
gujarat_highcourt.jpg
1min362

કોરોના અંગે હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટોમાં આજે વચગાળાની સૂનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિવ ભાર્ગવ ડી. કારિયાએ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણથી લોકો પીડાઇ રહયા છે તેનાથી વધારે ન મળતી મેડિકલ સુવિધાઓથી લોકો પરેશાન છે.

રાજ્યમાં સંક્રમણથી બચવા અનેક વિસ્તારો અને જિલ્લાઓમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન લાગું કર્યુ છે. દેશના અનેક રાજ્યોમાં સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન લગાવાયેલું છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા સરકારે રાજ્યના 36 જિલ્લાઓમાં માત્ર નાઇટ કફર્યૂ જેવા નિયંત્રણો મુક્યા છે! આ નિયંત્રણો પર ગુજરાત હાઇકોર્ટે સરકારને લપડાક મારતા કહ્યુ છે કે સરકારે રાજ્યમાં જે રાત્રી કફર્યૂ લગાવ્યો છે તે પગલાં કોરોના સંક્રમણ રોકવા માટે પુરતા નથી.

ખંડપીઠે કહ્યું હતું કે સરકાર એફ તરફ એવુ કહી રહી છે કે ટેસ્ટિંગની સુવિધાઓ વધારવામાં આવી છે પરંતુ 23મી એપ્રિલથી બીજી મે દરમિયાન ટેસ્ટિંગની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. જેના જવાબમાં એડવોકેટ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ત્યારે ટેસ્ટિંગ માટે કોઇને ના કહેવામાં આવતી નથી. જો કોઇ ટેસ્ટિંગ માટે આગળ ન આવતું હોય તો અમે તેમને ટેસ્ટિંગ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવી છે. જિલ્લા સ્તરે જો કોઇ સત્તાધિશો લોકોને ટેસ્ટિંગની ના કહેતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

રેમડેસિવિરની વહેંચણીની પોલિસી વિશે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ગત દિવસોમાં રાજ્ય સરકારને મળેલા રેમડેસિવિરમાંથી 25.44 અમદાવાદ જિલ્લાને અને બાકીના 74.56 રેમડેસિવિર અન્ય જિલ્લાઓમાં આપવામાં આવ્યા હતા. જેથી ખંડપીઠે ટકોર કરી હતી કે અમે સમગ્ર રાજ્યની વાત કરી રહ્યા છીએ અને અમદાવાદ એ રાજ્યનો એક હિસ્સો છે.

અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર, સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન છે સૌથી વધુ વસતિ પણ અહીં છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં રેમડેસિવિરના વિતરણની શું પોલિસી છે તેની વધુ માહિતી જરુરી છે. અમને પ્રતિભાવો મળી રહ્યા છે કે અન્ય જિલ્લાઓમાં માગણી પ્રમાણે રેમડેસિવિર મળી રહ્યા નથી અને ખૂબ ઓછો જથ્થો આપવામાં આવે છે. કોર્ટે સરકારને’ જિલ્લાવાર ચાર્ટ સ્વરુપે એવી વિગતો આપવાનો આદેશ કર્યો છે જેમાં દરેક જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી રેમડેસિવિર વાયલની માગણી અને તેની સામે પૂરાં પાડવામાં આવેલાં વાયલની માહિતી હોય.

May 5, 2021
t20_worldcup.jpg
1min362

આ વર્ષે ભારતમાં રમાનાર ટી-20 વિશ્વ કપ યૂએઇમાં આયોજિત થઇ શકે છે. કારણ કે બીસીસીઆઇને લાગી રહ્યંy છે કે હાલની સ્થિતિમાં કોઇપણ ટીમ ભારતનો પ્રવાસ કરવા અસહજ મહેસૂસ કરી રહી છે. આ અંગનો આખરી નિર્ણય એક મહિનાની અંદર લેવામાં આવશે. સુરક્ષિત બાયો બબલ છતાં આઇપીએલ દરમિયાન કોરોના પોઝિટિવના મામલા સામે આવ્યા છે અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ થઈ ચૂકી છે. આથી ઓકટોબર-નવેમ્બરમાં 16 ટીમ વચ્ચેની ટી-20 ટૂર્નામેન્ટ (િવશ્વ કપ)ના આયોજન માટે હિચકિચાટ અનુભવી રહી છે.

રિપોર્ટ અનુસાર બીસીસીઆઇના અધિકારીની હાલમાં જ કેન્દ્ર સરકારના ટોચના પદાધિકારીઓ સાથે આ બારામાં ચર્ચા થઇ છે અને યૂએઇમાં આયોજિત કરવા પર લગભગ સહમિત બની ગઇ છે. અગાઉ બીસીસીઆઇએ ટી-20 વર્લ્ડ કપ ભારતમાં નવ સ્થળે રમાશે તેવો કાર્યક્રમ જાહેર કર્યોં હતો.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ નવેમ્બરમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. આથી આ વખતે બીસીસીઆઇ કોઇ જોખમ લેવા માંગતું નથી. જેથી વિશ્વ કપ ભારત બહાર લગભગ રમાશે તે નક્કી છે. આ ઉપરાંત આવતા 6 મહિના સુધી કોઇ ટીમ ભારત પ્રવાસ ખેડવોનો નિર્ણય પણ લેશે નહીં.

May 5, 2021
r_rajan.jpg
1min434

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતમાં કોરોનાના હાહાકાર અને બેકાબૂ સ્થિતિ માટે નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિના અભાવને જવાબદાર ઠરાવ્યા છે. રાજને જણાવ્યું હતું કે, ગયા વર્ષે પહેલી લહેર બાદ દેશમાં ઊભી થયેલી આત્મમુગ્ધતાની પણ ભારતે આજે કિંમત ચૂકવવી પડી છે.’ ભારતમાં રોજ કોરોનાના સાડા ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને સંક્રમણ ડામવા માટે સરકાર પર કડક લોકડાઉન લગાવવાનું દબાણ છે, પણ સરકાર હજી સુધી તેનો ઈન્કાર કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાત્રી રહી ચૂકેલા રાજને બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં દુનિયામાં અન્ય સ્થળોએ,ખાસ કરીને બ્રાઝિલમાં’ જે કંઈ થઈ રહ્યું છે તેને જોઈને તમારે સમજી જવું જોઈતું હતું કે, વાયરસની વાપસી થઈ રહી છે અને તે અગાઉથી પણ વધુ ખતરનાક થઈ ગયો છે. તમારે એ સમજી લેવાની જરૂર છે કે, તેનો ખતરો ઓછો થયો નથી. ગયા વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ભારતને લાગ્યું કે, વાયરસનો ખરાબ સમય વીતી ગયો છે અને હવે બધું ખોલવાનો સમય આવી ગયો છે. સરકાર સમયસર ચેતી ગઈ હોત તો દેશમાં પરિસ્થિતિ આટલી ખરાબ ન હોત.
અત્યાર સુધીમાં ભારતને 14 દેશની મદદ મળી

May 5, 2021
guj_corona.jpg
1min504

રાજ્યના અમદાવાદ સહિતનાં ૨૯ શહેરોમાં કરફ્યૂની મર્યાદા પૂર્ણ થઇ રહી છે. રાજ્યના વધુ સાત શહેરો એવા ડીસા, અંકલેશ્ર્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કરફ્યૂ લાદ્યો છે. આમ ૩૬ શહેરોમાં ૬થી ૧૨ મે સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. આ ઉપરાંત આ તમામ નગરોમાં દિવસે પણ મિનિ લૉકડાઉન જેવા નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોનાના વાઈરસના સંક્રમણની સ્થિતિની ઉચ્ચ અધિકારીઓ અને સિનિયર પ્રધાનોની ઉપસ્થિતિમાં સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અઠવાડિયા પહેલાં રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ ૯ શહેરમાં રાત્રિ કરફ્યૂ અમલી બનાવ્યો હતો. ત્યાર બાદ હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ, ગુજરાતનાં કુલ ૨૯ શહેરમાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધીનો આ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો.

કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૬ મે-ર૦ર૧ થી તા. ૧ર મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. કોવિડ ૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ,

પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઑક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હૉટેલ / રેસ્ટારન્ટની ટેક અવે આપતી સેવાઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બૅંક, ફાઇનાન્સ સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બૅંકોના ક્લિયરિંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઑફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ર્ચિત કરવાની રહેશે.

May 4, 2021
bihar.jpg
1min365

કોરોના મહામારી વચ્ચે બિહારમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાટાર આવી રહ્યા છે કે, કોરોનાના બેફામ કેસ અને હાઈકોર્ટના કડક વલણને કારણે બિહાર સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના ટ્વિટર હેંડલ પર બિહારમાં 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે 4 મેની સવારે 11:34 વાગ્યે પોતાના ટ્વિટર હેન્ડલથી આ જાહેરાત કરી છે. સીએમ નીતીશ કુમારે ટ્વિટ કર્યું છે કે ‘ગઈકાલે સહયોગી મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ હાલમાં બિહારમાં 15 મે 2021 સુધીમાં લોકડાઉન અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રૂપને તેની વિગતવાર માર્ગદર્શિકા અને અન્ય પ્રવૃત્તિઓના સંબંધમાં આજે કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.’

આ પહેલા પટણા હાઈકોર્ટે બિહારમાં લોકડાઉન નહીં મૂકવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સોમવારે કોરોના પીડિતોની સારવારના સંદર્ભમાં દાખલ કરેલી પીઆઈએલની સુનાવણી કરતી વખતે પટણા હાઈકોર્ટે બિહાર સરકારને એક સવાલ પૂછ્યો હતો. હાઇકોર્ટે એડવોકેટ જનરલને રાજ્ય સરકાર સાથે વાત કરવા અને આજે એટલે કે 4 મેના જણાવે કે રાજ્યમાં લોકડાઉન લાગશે કે નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો આજે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો હાઈકોર્ટ કડક નિર્ણય લઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કોર્ટના કડક વલણ પછી બિહાર સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી.

હાઇકોર્ટે ગઈકાલની સુનાવણીમાં એવું પણ કહ્યું હતું કે લાગે છે કે આખું તંત્ર ધ્વસ્ત થઈ ગયું છે. બેડ અને વેન્ટિલેટરનો અભાવ અને 500 બેડની ઇએસઆઈસી હોસ્પિટલ શરૂ કરવાના આદેશ ઉપર પણ કામ શરૂ થયું નથી. સરકારી રિપોર્ટ પણ ગેરમાર્ગે દોરતી હતી, તેથી સ્વતંત્ર સમિતિની રચના કરી. વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે, પ્રેશર સ્વીચ ઓબ્જર્વેશન સિસ્ટમના બે પ્લાન્ટ કોવિડની બે હોસ્પિટલોમાં લગાવવામાં આવ્યા છે અને કામ શરૂ થઈ ગયું છે, પરંતુ નિષ્ણાતોની સમિતિએ અહેવાલ આપ્યો છે કે, અત્યાર સુધી એકપણ પ્લાન્ટમાં ઓક્સિજન ઉત્પાદન શરૂ થયું નથી.

May 4, 2021
ipl_suspended.jpg
1min402

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજરોજ તા.4 મે 2021ના રોજ ઇન્ડીયન પ્રીમીયર લીગ ક્રિકેટ ચેમ્પિયનશીપ, IPL-2021ને અધવચ્ચે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસો અને કેટલાક ખેલાડીઓને પણ તેનો ચેપ લાગી જતાં આઈપીએલની આ સીઝનને સસ્પેન્ડ કરી દેવાનું નક્કી કરાયું છે.

સોમવારે અમદાવાદમાં રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ કોરોનાને કારણે જ કેન્સલ કરી દેવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવર્તી અને બોલર સંદીપ વારિયરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના જણાવ્યા અનુસાર, મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્ધિમાન સાહાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. બીસીસીઆઈના અનેક અધિકારીઓ અને ફ્રેન્ચાઈઝીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

ચેન્નૈ સુપર કિંગ્સના બે સભ્યો બોલિંગ કોચ એલ. બાલાજી અને બસ ક્લીનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સીઈઓ કાશી વિશ્વનાથનનો બીજો રિપોર્ટ સોમવારે સાંજે નેગેટિવ આવ્યો હતો. જોકે, બાલાજી અને બસ ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અનેક ઓસ્ટ્રેલિયન ખેલાડી કોરોનાના વધતા કેસને કારણે જ પોતાના દેશમાં પરત ફરી ચૂક્યા છે. જેમાં એડમ જંપા, એન્ડ્રયુ ટાય અને કેન રિચર્ડસન સામેલ હતા.

રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગ્સ્ટોને પણ બાયો બબલથી કંટાળીને ઈંગ્લેન્ડ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન દિલ્લી કેપિટલ્સના સ્પીનર રવિચંદ્રન અશ્વિને પણ 25 એપ્રિલે આઈપીએલમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આઈપીએલની સીઝન દુબઈમાં રમાઈ હતી. આ વખતે તો દેશમાં સ્થિતિ 2020થી પણ ખરાબ હોવા છતાં અનેક વિરોધ વચ્ચે પણ મુંબઈમાં 2021ની સીઝનની શરુઆત કરવામાં આવી હતી, જ્યારે કેટલીક મેચ અમદાવાદમાં રમાવાની હતી. તમામ ટીમો અમદાવાદ પહોંચી તેના થોડા જ સમયમાં બાયોબબલ હોવા છતાંય તેમની અંદર કોરોનાના કેસ આવવાનું શરુ થયું હતું. જેના કારણે આઈપીએલ પર ફરી એકવાર સવાલ ઉઠ્યા હતા.

May 4, 2021
SRCT.jpg
1min642

ભારતમાં ભયાનક હદે વકરતાં જતાં કોરોના સંક્રમણથી ગભરાટમાં વારંવાર સીટી સ્કેન કરાવતા લોકોને ચેતવણી આપતાં એઈમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલરિયાએ જણાવ્યું હતું કે, સીટી સ્કેન કરાવવાથી કેન્સર થવાનું જોખમ ઊભું થાય છે.

દર્દી ઘરે આઈસોલેશનમાં હોય અને હળવાં લક્ષણ હોય, તો સીટી સ્કેન ન કરાવો. કારણકે, એક સીટી સ્કેનમાં 300 છાતીના એકસ-રે જેટલું રેડિયેશન હોય છે, જે ઘાતક બની
શકે છે.

આંકડાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, કોરોના સંક્રમણથી દર્દીઓ ત્રણ-ત્રણ દિવસે સીટી સ્કેન કરાવી રહ્યા છે, જે ભારે હાનિકારક છે, તેની કોઈ જરૂર નથી તેવું તેમણે ઉમેર્યું હતું.
ખાસ કરીને યુવાન વયમાં એકપણ વાર સીટી સ્કેન કરાવ્યા પછી કર્કરોગ એટલે કે, કેન્સરનો ખતરો વધી જતો રહેવાની લાલબત્તી એઈમ્સના ડાયરેકટરે ધરી હતી.

દર્દીને ઓકિસજન પછી સ્ટીરોઈડ અને પછી લોહી ન ગંઠાય તેની દવાઓ સમયસર મળી જાય તો બીજી કોઈ દવાની જરૂર રહેતી નથી.

May 4, 2021
Mamata-Banerjee.jpg
1min458

તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજી પાંચમી મેએ પ. બંગાળનાં મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કરશે, એવી જાહેરાત પક્ષે સોમવારે કરી હતી. આ સાથે જ સતત ત્રીજી વખત મમતા બેનરજી પ. બંગાળનાં મુખ્ય પ્રધાન બનશે, એમ તેમણે કહ્યું હતું.

Mamata Banerjee thanks Bengal's people after taking oath as Chief Minister  | Indiablooms - First Portal on Digital News Management
File Photo

અહીં યોજાયેલી બેઠકમાં તૃણમૂલ કૉંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોએ સર્વાનુમતિથી મમતા બેનરજીને પક્ષના વડાં તરીકે ચૂંટી કાઢ્યા હોવાનું પક્ષના મહામંત્રી પાર્થ ચેટરજીએ કહ્યું હતું.

પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બિમન બેનરજીને નવી વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટી કાઢ્યા હતા. નવા ચૂંટાયેલા સભ્યો વિધાનસભામાં છઠ્ઠી મેથી શપથગ્રહણ કરશે, એમ તેમણે બેઠક બાદ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

May 3, 2021
guj_corona.jpg
1min408

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,978 કેસો નોંધાયા છે અને સામે 11,146 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,27,009 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 98,73,963 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 25,57,405 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,24,31,368 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 74.05 ટકા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 153 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 440276 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ એક્ટિવ કેસો 146818 છે જેમાં 722 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 146096 દર્દીઓ સ્ટેબલ છે.

જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4683, સુરતમાં 1494, મહેસાણામાં 565, વડોદરામાં 523, ભાવનગરમાં 436, રાજકોટમાં 401, જામનગરમાં 398 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો બનાસકાંઠામાં 226, ખેડામાં 174, પાટણમાં 173, કચ્છમાં 169, મહીસાગરમાં 169, આણંદમાં 161, ગાંધીનગરમાં 153, જુનાગઢમાં 146, સાબરકાંઠામાં 142, નર્મદામાં 121, અમરેલીમાં 119, વલસાડમાં 117, પંચમહાલમાં 109, ગીર સોમનાથમાં 104, છોટા ઉદેપુર અને નવસારીમાં 97, સુરેન્દ્રનગરમાં 92, મોરબીમાં 90, તાપીમાં 89, અરવલ્લીમાં 80, દાહોદમાં 67, પોરબંદરમાં 53 નવા કેસો નોંધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા કેસોની સ્થિતિ આ મુજબ છે.