CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 23 of 53 - CIA Live

January 20, 2021
Parliament-canteen.jpg
1min528

લોકસભાનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 1પ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ વિશે જાણકારી આપતાં લોકસભાનાં સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સંસદનાં પહેલા ચરણમાં 12 બેઠકો થશે અને બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધીનો રહેશે. જેમાં 21 બેઠકો થશે. આ ઉપરાંત વારંવાર જે બાબતે લોકરોષ ઉઠતો રહે છે તેવા સંસદની કેન્ટીનનાં સસ્તા ભોજન વિશે તેમણે કહ્યું હતું કે, હવે સંસદની કેન્ટીનમાં ભોજન ઉપર અપાતી સબસિડીને સદંતર ખતમ કરી નાખવામાં આવી છે.

જો કે લોકસભા સ્પીકર બિરલાએ કેન્ટીન સબસિડીનાં આર્થિક પાસાઓ વિશે વધુ કોઈ જાણકારીઓ જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે, લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં તમામ દળોનાં સદસ્યોએ એકમતે કેન્ટીન સબસિડી સમાપ્ત કરવાં ઉપર સહમતી વ્યક્ત કરી હતી. હવે સંસદની કેન્ટીનમાં નિર્ધારિત દરે સબસિડી વિના જ ભોજન મળશે.

પ્રતિવર્ષ સંસદની કેન્ટીન માટે 17 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી. લોકસભાનાં બજેટ સત્રની તૈયારી વિશે વિગતો સાંપડતા બિરલાએ એ પણ જણાવ્યું હતું કે, હવે સંસદની કેન્ટીનનું સંચાલન ઉત્તર રેલવેને બદલે આઈટીડીસી દ્વારા કરવામાં આવશે. સંસદનાં સત્ર પહેલા તમામ સાંસદોને કોરોના ટેસ્ટ માટે અનુરોધ કરવામાં આવશે. સંસદનાં પરિસરમાં જ 27-28 જાન્યુઆરીએ આરટી-પીસીઆર ટેસ્ટ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

December 27, 2020
Chhotu-Vasava1.jpg
1min459

રાજસ્થાનમાં ડુંગરપુરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી બીટીપીના ઉમેદવારને એક મતે મ્હાત આપી હતી. આ ઘટના બાદ  બીટીપીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. બીટીપીના સુપ્રીમો અને ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું  કે,  કોંગ્રેસે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી છે, ભાજપ-કોંગ્રેસ બન્નેવ એક સિક્કાની બે બાજુ છે, એક પાર્ટી સાંપ્રદાયિક તો બીજી બિન સાંપ્રદાયિકતાની વાત કરી દેશની જનતાને લડાવવાનું કામ કરે છે. 

JDU1:JD(U) chief and MP Sharad Yadav (right) with JD9U) Gujarat president Chhotu Vasava in Vadodara Thursday. Express Photo.

છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસને મત આપીને મરવાની વાત કરવા કરતાં એમાંથી છુટકારો મેળવવા એ બન્નેવ પક્ષોને તિલાંજલિ આપવી જોઈએ. ગુજરાતમાં BTP અને AIMIM ગઠબંધનના એવા પ્રયાસ રહેશે કે યુવાનોને નોકરી મળે બેરોજગરીથી છુટકારો મળે, દેશના લોકોનું-આદિવાસીઓનું અને  SC, ST, OBC, માયનોરીટીનું શાસન બને. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી દગો કરી અમને સત્તા પરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી એકલે હાથે ચૂંટણી લડે છે કે કોઈક સાથે ગઠબંધન કરીને લડે છે એ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જ  ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈશીની AIMIM સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને AIMIM ગઠબંધન કરી ચૂંટણી લડશે. અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે, ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છીએ. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈશીને હું ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપું છું. ભાજપ-કોંગ્રેસને હરાવવાની અમારા ગઠબંધનની મુખ્ય ભૂમિકા હશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસની સરકાર હતી, એમાં અમે દુઃખી હતા અને ભવિષ્યમાં જો એમની સરકાર આવે તો દુઃખી થવાના જ છે તો એવી સરકારનું શુ કામ છે. 

December 23, 2020
kashmir.jpg
1min567

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ની ચૂંટણીમાં ર80 બેઠકોમાં 3 બેઠકો સાથે ભાજપે પહેલીવાર ખાતુ ખોલ્યુ છે. જો કે મતગણતરી ટ્રેન્ડમાં ગુપકાર ગઠબંધન આગળ રહયું છે. છેલ્લી સ્થિતિએ ભાજપ 75માં અને ગુપકાર 103 બેઠકો પર આગળ છે.

જમ્મુ ક્ષેત્રમાં ભાજપ 10 જિલ્લામાંથી 6મા આગળ છે. ગુપકાર ગઠબંધન રાજૌરીમાં આગળ રહયું છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 8 બેઠકો જીતી છે અને 48માં આગળ છે. ગુપકાર ગઠબંધનના નેતાઓ જાહેર થયેલા ટ્રેન્ડથી ખુશ છે. પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મૂફતીની પાર્ટી પીડીપીના નેતા વહીદ પારાએ કહયું કે કેટલાક દિવસ પહેલા એનઆઈએએ ધરપકડ કરી હતી. વિજયથી ઉત્સાહિત ગુપકાર ગઠબંધને કહયું કે આ કલમ 370 પર જનમત સંગ્રહ છે.’

December 18, 2020
Kejriwal.jpg
1min566

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં નવા ત્રણે કૃષિ કાયદાની નકલ ફાડી હતી અને ખેડૂતો દ્વારા હાલમાં ચાલી રહેલા દેખાવ દરમિયાન ૨૦ કિસાનના મૃત્યુ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

દિલ્હી વિધાનસભાને સંબોધન કરતા કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે આ નવા કાનૂન ભાજપને રાજકીય ભંડોળ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે, એમાં કિસાનોનું કશું ભલું થવાનું નથી.

ભાજપશાસિત નગર નિગમોમાં ૨,૪૦૦ કરોડ રૂપિયાની કથિત અનિયમિતતાઓ પર ચર્ચા કરવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવ્યું હતું, જે દરમિયાન તેમણે કૃષિ કાયદાની નકલ ફાડી હતી.

December 16, 2020
CR_Cia.jpg
1min1082

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સગઠનાત્મક કામગીરી કરતા સી.આર. પાટીલે ભરેલા અનેક પગલાંઓ પૈકી સૌથી ઇફેક્ટીવ અભિયાન પેજ પ્રમુખનું છે. હાલમાં (Gujarat BJP) ગુજરાત ભાજપામાં પેજ પ્રમુખ બનીને પેજ સમિતિ સુપરત કરવાની પ્રક્રિયામાં શિર્ષથી લઇને અદનામાં અદના કાર્યકર સુધી હોડ જામી છે.

તા.16મી ડિસેમ્બરે સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં CiA Live News Web સી.આઇ.એ. લાઇવ તરફથી ભાજપાના ગુજરાત સુપ્રીમો સી.આર. પાટીલને પેજ પ્રમુખ અભિયાન અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમના જવાબો ગુજરાત ભાજપાના કાર્યકરો માટે એક માર્ગદર્શન સમાન બની રહેશે.

પેજ પ્રમુખોની મુદત કાયમી છે એવા સ્ટેટમેન્ટ પછી ભાજપામાં પેજ પ્રમુખો બનવાની હોડ સર્જાય તો નવાઇ નહીં

અમે CiA Live News Web સી.આર. પાટીલને પૂછ્યું કે પેજ પ્રમુખોની મુદત કેટલી તેના પ્રત્યુત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે પેજ પ્રમુખોની મુદત કાયમી છે. અમે સી.આર. પાટીલને વધુ ડિટેઇલમાં પૂછ્યું કે હાલ મતદાર યાદીઓની સુધારણા ચાલી રહી છે અને એમાં 16થી 17 હજાર નવા મતદારો સામેલ કરવામાં આવશે. જો નવા મતદારો આવશે અને હજારોની સંખ્યામાં રદ થયેલા મતદારોના નામો કમી થશે એટલે મતદાર યાદીના પેજ પ્રમુખોનું સ્થાન જે તે પેજ પરથી અન્ય પેજ પર જશે ત્યારે એક જ પેજ પર બે થી ત્રણ પેજ પ્રમુખો પણ આવી જશે ત્યારે શું કરશો આ પ્રશ્નના ઉત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે આ ટેકનિકલ મુદ્દો છે.

તેમણે એમ પણ કહ્યું કે જે નવા મતદારો આવશે તેમાંથી જેઓ પેજ પ્રમુખ બનવા માંગશે તેમને પણ અમે સમાવી લેવાના પ્રયાસો કરીશું. આટલું કહ્યા પછી તેમણે પત્રકાર પરિષદ આટોપી લીધી હતી.

તા.1/1/21ના રોજ નવી સુધારેલી મતદાર યાદી જાહેર થશે ત્યારે પેજ પર તમામ મતદારોના સ્થાન અને પેજ બન્ને બદલાશે

સી.આઇ.એ. લાઇવ CiA Live News Web એ ભાજપાના પ્રદેશ પ્રમુખને એ પણ જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં વિધાનસભા મત વિસ્તાર અનુસાર મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. તા.1લી જાન્યુઆરી 2021ના રોજ નવી મતદારયાદીઓ જાહેર થશે. હાલમાં મતદાર યાદી સુધારણા સાથે સંકળાયેલા સ્ટાફના જણાવ્યા અનુસાર નવા મતદારો હજારોની સંખ્યામાં ઉમેરાશે તેમજ કેટલાકના સ્થાન ફેર થશે, કેટલાક મતદારોના નામો કમી થશે, મૃત્યુ પામેલા મતદારોના નામ રદ થશે આમ, હાલમાં જે મતદાર યાદીઓમાં મતદારોના નામ જે તે પેજ પર છે તે અન્ય શીફ્ટ થશે જ થશે.

આમ છતાં, ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરત ખાતેની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે પેજ પ્રમુખોની નિમણૂંક કાયમી છે.

December 10, 2020
vijayvargiya-car.jpg
1min488

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસ પર મામલો ગરમાઈ રહ્યો છે. ડાયમંડ હાર્બર જતી વખતે નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો છે. આ દરમિયાન કાર્યકર્તાઓ પર લાકડીના ડંડા મારીને હુમલો કરવામાં આવ્યો. ભાજપના મહાસચિવ કૈલાશ વિજવર્ગીય પણ આ જ કાફલા સાથે હતા. તેમની ગાડીના પણ કાચ તૂટ્યા છે. આ પહેલા ભાજપના અધ્યક્ષ નડ્ડાએ સુરક્ષા ચૂકનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં બંગાળ ભાજપ યુનિટના અધ્યક્ષ દિલીપ ઘોષે સ્થાનિક તંત્ર અને અમિત શાહને પત્ર પણ લખ્યો છે.

પ્રદર્શનકારીઓએ ડાયમંડ હાર્બરમાં રસ્તો જામ કરવાની કોશિશ કરી. આ રસ્તા પરથી જેપી નડ્ડાનો કાફલો પસાર થઈ રહ્યો હતો. જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો પણ થયો. કહેવાય છે કે પશ્ચિમ બંગાળમાં કૃષિ કાયદાને લઈને વિરોધ થઈ રહ્યો છે.

કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કર્યું, “બંગાળ પોલીસે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યક્રમની માહિતી આપી હતી, પરંતુ ફરી એકવાર બંગાળ પોલીસ નિષ્ફળ રહી. સિરાકોલ બસ સ્ટેન્ડ પાસે પોલીસ સામે જ ટીએમસી ગુંડાએ અમારા કાર્યકર્તાઓને માર્યા અને મારી ગાડી પર પથ્થરમારો કર્યો.”

December 9, 2020
pmmoditwt.jpg
1min521

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીમાં સારા સ્વાસ્થ્યની આશા સાથે દીપ પ્રગટાવવા કરેલાં આગ્રહનું તા.5મી એપ્રિલ 2020ના રોજ કરવામાં આવેલું Tweet ટ્વીટ ભારતીય રાજકારણમાં સૌથી વધુ વખત રીટ્વીટ થયેલું Retweet ટ્વીટ છે. ટ્વિટર દ્વારા આ અંગે આધિકારીક રીતે ઘોષણા કરવામાં આવી છે.

ટ્વિટર ઈન્ડિયાનાં મેનેજીંગ ડિરેક્ટર મનીષ માહેશ્વરીનાં કહેવા અનુસાર જે પ્રકારનું આ વર્ષ રહ્યું તેમાં ટ્વિટર ઉપર વાર્તાલાપ પણ અદ્દભૂત રહ્યો છે. આ વૈશ્વિક મહામારી વિરુદ્ધથી લઈને ઉત્સવોની ક્ષણોમાં આનંદ, મહામારીથી પ્રભાવિત સમુદાયો માટે ઉભા થવા સહિતની બાબતો ખૂબસૂરતી સાથે બહાર આવી છે.

આ વર્ષ દરમિયાન માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ઉપર અગ્રિમ હરોળનાં કાર્યકરો માટે આભારની ભાવના પણ જોરશોરથી દેખાઈ હતી. તબીબો અને શિક્ષકો માટે કૃતજ્ઞતા દેખાડતા ટ્વીટની સંખ્યામાં આશરે 20 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આવી જ રીતે સુશાંત સિંહ રાજપૂતને અંજલિથી લઈને હાથરસકાંડની નિંદાનાં ટ્વીટ પણ મોટાપાયે થયા હતાં.

December 4, 2020
pmmodi.jpg
1min437

ભારતમાં કોરોના રસી અંગે પહેલી વખત સત્તાવાર અને નક્કર માહિતી વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.4 ડિસેમ્બરના રોજ યોજાયેલી સર્વપક્ષિય ઓનલાઇન મિટીંગમાં જારી કરી હતી. પીએમ શ્રી મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે તેઓ લોકોને રસી વિશે જાગૃત કરે. પીએમ મોદીએ કહ્યું કે, નિષ્ણાતો માને છે કે, કોવિડ રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે.

સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના રસી પહેલા હેલ્થકેયર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવશે. 

ભારત રસીની ખૂબ નજીક છીએ તે ત્યારે તે જ લોકભાગીદારી, તે જ સાઈન્ટિફિક એપ્રોચ, તે જ સહકાર ભવિષ્યમાં પણ ખૂબ જ જરૂરી છે. 

સમગ્ર વિશ્વની નજર દેશમાં બનાવવામાં આવેલી સૌથી સલામત અને સસ્તી રસી પર છે. પીએમે કહ્યું કે, નિષ્ણાતોએ આગાહી કરી છે કે, આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના રસી તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકો દ્વારા રસીને લીલી ઝંડી મળતાની સાથે જ ભારતમાં લોકોને રસી આપવાની શરૂઆત કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રસી અંગે તમામ પક્ષના નેતાઓને છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ માહિતીથી માહિતગાર કર્યા હત.

તા.4 ડિસેમ્બરની સર્વપક્ષીય બેઠકમાં પીએમ શ્રી મોદીએ કહ્યું કે, રસીના સ્ટોક અને રીયલ ટાઇમ માહિતી માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડની રસીકરણ અભિયાન વ્યાપકપણે ફેલાશે.

December 3, 2020
pmmoditwt.jpg
2min3555

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માઇક્રોબ્લોગિંગ સાઇટ, ટ્વીટર Twitter પર ફોલોઅર્સની સૌથી વધુ સંખ્યા ધરાવતી વ્યક્તિ ભારતમાં પી.એમ. નરેન્દ્રભાઇ મોદી છે. પી.એમ. મોદી સાહેબને આજની (3 ડિસેમ્બર 2020) તારીખે Twitter પર કુલ 63.9 મિલિયન એટલે કે 6 કરોડ 39 લાખ લોકો ફોલો કરી રહ્યા છે. મોદી સાહેબની એક ટ્વીટ ગણતરીની મિનિટોમાં દેશ દુનિયાના કરોડો લોકો સુધી પહોંચી જાય છે. આ તો થઇ પી.એમ. મોદી સાહેબના ફોલોઅર્સની વાત. www.cialive.in

આ પી.એમ. શ્રી નરેન્દ્રભાઇ મોદીના ટ્વીટર અકાઉન્ટનું હોમ પેજ છે. જેમાં તા.3 ડિસેમ્બર 2020ની સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 63.9 મિલિયન ફોલોઅર્સ સંખ્યા છે જ્યારે તેઓ કુલ 2345 અકાઉન્ટને ફોલો કરી રહ્યાનું જણાય આવે છે.

અમે અહીં પી.એમ. મોદી જેમને ફોલો કરી રહ્યા છે એની વાત કરી રહ્યા છીએ

પી.એમ. મોદી જેમને ફોલો કરે છે એવા ફક્ત 2345 ટ્વીટર અકાઉન્ટ છે. આ સંખ્યામાં દેશ અને વિદેશની બધી હસ્તીઓ છે. મોદી સાહેબ જેમને ફોલો કરી રહ્યા છે એ ફક્ત 2345 અકાઉન્ટ્સમાં હવે સુરતીઓની વાત કરીએ તો ઓછા જાણીતા લોકો, ભાજપામાં હાલ કોઇ હોદ્દા પર ન હોય તેવા સુરતીઓની યાદી અહીં રજૂ કરી છે. www.cialive.in

  1. મૂળજી ઠક્કર (માજી કોર્પોરેટર, ઉધના વિસ્તાર)
  2. અતુલ વેકરીયા (અતુલ બેકરી, સુરત)
  3. ધનસુખ પટેલ (માજી ધારાસભ્ય, ઓલપાડ)
  4. સુષ્મા અગ્રવાલ (માજી ડેપ્યુટી મેયર, સુરત)
  5. પ્રફુલ પાનશેરીયા (માજી ધારાસભ્ય, કામરેજ, સુરત)
  6. પી.વી.એસ. શર્મા (ભાજપા નેતા, સુરત)
  7. કેયુર જે દેસાઇ (ભાજપા નેતા, કતારગામ)
  8. નિલેશ દેસાઇ (સુરત)
  9. રવિ ઘિયાર (સુરત)
  10. ડૉ. માઉન્ટેન જીપ્સી (કિંજલ દેસાઇ કે.ડી.)
  11. બર્તવાલ વિક્રમ

ભાજપાના જાણિતા નેતાઓને પણ પી.એમ. મોદી Twitter પર ફોલો કરી રહ્યા છે જે આ મુજબ છે

  1. સી.આર. પાટીલ (પ્રમુખ ગુજરાત ભાજપા, સાંસદ નવસારી)
  2. દર્શના જરદોષ (સાંસદ, સુરત)
  3. ઝંખનાબેન પટેલ (ધારાસભ્ય, ચોર્યાસી, સુરત)
  4. પૂર્ણેશ મોદી (ધારાસભ્ય, પશ્ચિમ, સુરત)
  5. સંગીતા પાટીલ (ધારાસભ્ય, લિંબાયત, સુરત)
  6. હર્ષ સંઘવી (ધારાસભ્ય, સુરત મજૂરા)
  7. મનીષ કાપડીયા (સેનેટ મેમ્બર, વીર નર્મદ યુનિવર્સિટી, સુરત)

આ લોકો પણ પી.એમ. મોદીના ફોલોઈંગ લિસ્ટમાં છે

  1. મથુર સવાણી (કિરણ હોસ્પિટલ, સુરત)
  2. નીતિન પ્રજાપતિ (બારડોલી)
  3. ડો. મોહસિન લોખંડવાલા (સુરત)
November 25, 2020
Ahmed_Patel_PTI.jpg
1min568

કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. 71 વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. એક પછી એક ઓર્ગન ફેલ્યોર થવા માંડતા આખરે તા.25મી નવેમ્બર 2020ના રોજ બુધવારે સવારે 3.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અહેમદ પટેલ એવા લોકનેતા હતા, જેઓ સૌના મિત્ર હતા. અજાતશત્રુ હોય એવા બહુ જૂજ રાજનેતાઓ ભારતમાં થયા છે જે યાદીમાં અહેમદ પટેલ સ્થાન પામી શક્યા છે. તેમણે તેમનું સમગ્ર જીવન કોંગ્રેસને સમર્પત કરી દીધું. કોંગ્રેસને બેઠી કરવા માટે તેમણે પોતાનું જીવન ધરી દીધું હતું.

અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ. 1 ઓક્ટોબરના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને 15 નવેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાયા હતા.

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી