આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારો થવાને પગલે સબ્સિડી વગરના કુકિંગ ગૅસ એલપીજીમાં પ્રતિ સિલિન્ડર ૧૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને વિમાનનું બળતણ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)માં ૨.૬ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
એટીએફનો ભાવ પ્રતિ કિલો લિટર ૧૬૩૭.૨૫ રૂપિયા વધારી ૬૪,૩૨૩.૭૬ રૂપિયા થયો છે. આ અગાઉ પહેલી ડિસેમ્બરે તેમાં ૧૩.૮૮ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન ૨૦૧૯ પછી એટીએફની આ સૌથી વધુ કિંમત છે. ઍરલાઇન્સ કંપનીઓ જે તીવ્ર સ્પર્ધાના દબાણમાં છે તેમને એટીએફની કિંમત વધવાથી ફટકો પડશે.
જોકે, દિલ્હીમાં એટીએફની પ્રતિ લિટર કિંમત ૬૪.૩૨ રૂપિયા છે, જ્યારે પેટ્રોલની કિંમત ૭૫.૧૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૬૭.૯૬ રૂપિયા પ્રતિ લિટર છે. સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત અગાઉ ૬૯૫ રૂપિયા હતી તે વધારીને ૭૧૪ રૂપિયા કરવામાં આવી છે.
સપ્ટેમ્બર, ૨૦૧૯ પછી એલપીજી સિલિન્ડરની કિંમત પાંચ મહિનાથી સતત વધી રહી છે અને કુલ ૧૩૯.૫૦ રૂપિયા વધ્યા છે. સબ્સિડી ધરાવતું સિલિન્ડર ૪૯૫.૮૬ રૂપિયાની કિંમત છે, પણ ૧૨ સિલિન્ડરનો ક્વૉટા પૂરો થયા બાદ સબ્સિડી વગરના સિલિન્ડર લેવા પડે છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા વેચવામાં આવતા કેરોસીનની કિંમત મુંબઇમાં ૩૫.૫૮ રૂપિયા છે. દિલ્હીને કેરોસીનમુક્ત જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં પીડીએસ કેરોસીનનું વેચાણ થતું નથી.
કેલેન્ડર વર્ષ 2020ના પહેલા દિવસ તા.1લી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદ ખાતે સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.40,310 પહોંચી ગયો હતો. છેલ્લા એક સપ્તાહથી ડોલરના ભાવમાં વધઘટને પગલે સોનાનો ભાવ ઉછળી રહ્યો હતો, જે આજે તા.1લી જાન્યુઆરીના રોજ ફરીથી 40,000ની વિક્રમી સપાટી વટાવી ગયો છે.
તા.1લી જાન્યુઆરી 2020માં સોનાનો હાઇએસ્ટ ભાવ બપોરે 12 વાગ્યા સુધીમાં તો 44,435 સુધી સ્પર્શી ગયો હતો. આ ભાવમાં પણ અમદાવાદ સમેત ગુજરાતમાં અનેક સોદા થયા હતા. સોનાના આ ભાવમાં 3 ટકા જીએસટી સામેલ હોવાનું બુલિયન એક્સપર્ટસ જણાવી રહ્યા છે.
અગાઉ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સોનાનો ભાવ 40 હજારની સપાટીને પાર કરીને ત્યાં સ્થિર થયાનું નોંધાયું હતું. એ પછી આજે 2020ના પહેલા જ દિવસે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 40 હજાર ઉપરાંતની સપાટી જાળવી રાખે તેવું હાલ તુરત દેખાય રહ્યું છે.
એવું માનવામાં આવે છે કે 40 હજારની સપાટી પર ટ્રેડ થઇ રહેલા સોનાના આ ઉંચા ભાવને કારણે 2020ના પ્રથમ ક્વાર્ટરમાં ઝવેરાત બજારમાં 6થી 8 ટકાનો ડાઉન ફોલ થશે. જાણકારો કહે છે કે સોનાના આટલા ઉંચા ભાવને કારણે દાગીનાની માગમાં સતત ઘટાડો જોવાય રહ્યો છે. જે 2020 કેલેન્ડર વર્ષના પહેલા ત્રણ મહિનામાં અસાધારણ રીતે જોવા મળશે.
Continuing its week long rally, the price of gold crossed Rs 40,000 per 10g again, settling at Rs 40,435 including 3% goods and services tax (GST) in the Ahmedabad market. The last time it settled above Rs 40,000 was on August 28, 2019. Analysts said gold prices have risen due to the weakened US dollar.
The US dollar has weakened and usually gold prices remain on the higher side at this time as it is the financial year-end in other countries. Moreover, the quarter-end economic indicators do not look promising and as a result, gold prices have risen.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને 2019ના અંતિમ દિવસ, તા.31મી ડિસેમ્બરના રોજ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતમાં માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે આગામી પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર ₹102 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરશે. પગલાનો હેતુ પ્રોજેક્ટ્સની પ્રગિતને ઝડપી બનાવવાનો છે. તેમણે કોર્પોરેટ બોન્ડ માર્કેટ સેગમેન્ટમાં વધુ પગલાંનું વચન આપ્યું હતું. ઉપરાંત, યોજનાને ટેકો આપવા માટે કોન્ટ્રાક્ટને લાગુ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
સીતારામને કહ્યું હતું કે, “અમે આગામી પાંચ વર્ષ માટે ₹102 લાખ કરોડના પ્રોજેક્ટ્સ માટે કટિબદ્ધ છીએ. ટૂંક સમયમાં વધુ ₹3 લાખ કરોડના પ્રોજેક્ટ્સ ઉમેરાશે.” નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર વીજ, રેલવે, શહેરી સિંચાઈ, મોબિલિટી, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ₹100 લાખ કરોડના રોકાણનું વચન આપ્યું હતું. જેના અમલ માટે સીતારામને આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીની દેખરેખ હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના સરકારના લક્ષ્યાંકને પૂરું કરવાની દિશામાં ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટેની યોજના તૈયાર કરશે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટ્સની પ્રગતિ પર નજર રાખવા ઓનલાઇન ડેશબોર્ડ અને ડેટા રૂમ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત, 2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વૈશ્વિક રોકાણકારોની બેઠક બોલાવાશે. જેમાં તમામ હિસ્સેદારોને એક સ્થાને એકત્ર કરવામાં આવશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના સમયસર અમલ માટે મોનટરિંગનું વિસ્તૃત માળખું તૈયાર થઈ રહ્યું છે. પ્રોજેક્ટ્સને અમલીકરણની ઝડપના મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવશે અથવા પડતા મુકાશે.”
સીતારામને જણાવ્યું હતું કે, “ચાર મહિનાના ટૂંકા ગાળામાં 70 હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા પછી ટાસ્ક ફોર્સે ₹102 લાખ કરોડના પ્રોજેક્ટ્સ અલગ તારવ્યા છે. આગામી કેટલાક દિવસમાં વધુ પ્રોજેક્ટ્સ ઉમેરાયા પછી આંકડો ₹105 લાખ કરોડે પહોંચશે.” ટાસ્ક ફોર્સે વિસ્તૃત અહેવાલમાં વિવિધ સેક્ટર્સ અંગેની ચાવીરૂપ પોલિસીમાં જરૂરી ફેરફાર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અમલમાં આવનારા અન્ય આર્થિક સુધારા અંગે ભલામણો કરાઈ છે. આ સુધારામાં FDI નીતિને વધુ ઉદાર બનાવવી, કરારો લાગુ કરવાના માળખામાં સુધારો, વિવાદનું ઝડપી રિઝોલ્યુશન સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે, “નાગરિકોનું જીવન વધુ સરળ બનાવવા તેમજ ઉદ્યોગજગત માટે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ની દિશામાં પગલાં લેવાશે. ₹102 લાખ કરોડના અંદાજિત મૂડી ખર્ચમાંથી ₹42.7 લાખ કરોડ (42 ટકા)ના પ્રોજેક્ટ્સ અમલીકરણના તબક્કામાં છે. ₹32.7 લાખ કરોડ (32 ટકા)ના પ્રોજેક્ટ્સના કોન્સેપ્ટ પર કામ થઈ રહ્યું છે. જ્યારે બાકીના પ્રોજેક્ટ્સ વિકાસના તબક્કામાં છે.
ભારતની મહિલાઓમાં ભારે ચર્ચાસ્પદ બની છે આસામ સરકારની અરુંધતી સુવર્ણ યોજના
ભારતના પૂર્વી રાજ્ય આસામમાં તા.1લી જાન્યુઆરી 2020થી લગ્ન કરનાર દરેક દુલ્હનને રાજ્યની ભાજપા સરકાર તરફથી ૧૦ ગ્રામ સોનું ભેટમાં આપવાની યોજના લાગુ થઇ છે. જોકે 10 ગ્રામ સોનુ મફતમાં જોઇતું હોય તો દુલ્હને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમાં ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હોવાની એક શરતનો પણ સામેલ થાય છે. સમગ્ર દેશમાં આસામની દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની યોજના ભારે ચર્ચાસ્પદ બની છે. ખાસ કરીને મહિલાઓમાં આ યોજના અંગે ભારે ચર્ચા જોવા મળી રહી છે.
યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના
આસામની બીજેપી સરકારે આ યોજનાની જાહેરાત થોડા મહિના પહેલાં જ કરી હતી. આસામના મુખ્ય પ્રધાન સબાર્નંદ સોનોવાલે આ યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના આપ્યું છે.
લગ્ન કરી રહેલી કન્યાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને છોકરાની ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ.
દુલ્હનના પરિવારની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
અરુંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલા લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.
દુલ્હનને ૧૦ ગ્રામના ઝવેરાત મળશે નહીં, એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ ૩૦,૦૦૦ રૂપિયા દુલ્હનના બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા ૩૦,૦૦૦ રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવવું પડશે. જોકે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઈ બીજા કામમાં કરાશે નહીં.
સરકારે ફાઇવ-જીની આગામી ટ્રાયલ્સ (પરીક્ષણ)માં દૂરસંચાર ક્ષેત્રના બધા ઑપરેટરને ભાગ લેવાની પરવાનગી આપવાની જાહેરાત કરી તેના પછીના દિવસે દૂરસંચાર વિભાગે વિવિધ સર્વિસ પ્રૉવાઇડર અને હુઆવેઇ સહિતના ઇક્વિપમૅન્ટ વૅન્ડર્સની સાથે ચર્ચાવિચારણા કરી હતી.
દૂરસંચાર વિભાગના સચિવ અંશુ પ્રકાશની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી આ બેઠક એક કલાક ચાલી હતી.
દૂરસંચાર ક્ષેત્રની એક કંપનીના ઉચ્ચ અધિકારીએ આ બેઠકમાં બધા ઑપરેટરે ભાગ લીધો હોવાનો દાવો કર્યો હતો. દૂરસંચાર મંત્રાલયના પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે જણાવ્યું હતું કે સરકાર બહુ જ ઝડપી ફાઇવ-જી નૅટવર્ક્સની ટ્રાયલ્સ માટે બધા ટૅલિકૉમ સર્વિસ પ્રૉવાઇડરને ઍરવૅવ્સ ફાળવશે.
ભારતે ફાઇવ-જીના આગામી પરીક્ષણ માટે કોઇ ઇક્વિપમૅન્ટ પ્રૉવાઇડરને બાકાત નહિ રાખવાનો પણ નિર્ણય લીધો છે.
અમેરિકામાં પ્રતિબંધિત હુઆવેઇ અંગે પુછાયેલા સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ફાઇવ-જીના પરીક્ષણમાં કોઇને બાકાત નહિ રખાય.
અમેરિકાના પ્રતિબંધ છતાં અનેક દેશે પોતાને ત્યાંની દૂરસંચાર સેવામાં ચીનની બનાવટના ગિયર્સ વાપરવાની પરવાનગી આપી છે.
દરમિયાન, હુઆવેઇ ઇન્ડિયાના સીઇઓ જય ચેને પોતાની કંપનીમાં વિશ્ર્વાસ દાખવવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે અમને વિશ્ર્વાસ છે કે મોદી સરકાર ભારતમાં ઝડપથી ફાઇવ-જીનો અમલ કરાવી શકશે અને અમે ભારતને વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ ટેક્નૉલૉજી પૂરી પાડીશું.
રેલવેએ ૧લી જાન્યુઆરીથી આખા દેશની ટ્રેનોના ભાડામાં વધારો જાહેર કર્યો છે. જોકે, પરાંની ટ્રેનોનું ભાડું યથાવત્ રહેશે, પણ નોન-એસી અને પરાં સિવાયની ટ્રેનોના ભાડામાં કિલોમીટર દીઠ એક પૈસાનો વધારો જાહેર કર્યો છે. નોન-એસી મેઇલ/એક્સ્પ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર બે પૈસા અને એસી માટે પ્રતિ કિલોમીટર ચાર પૈસાનો વધારો રેલવેએ જાહેર કર્યો છે.
શતાબ્દી, રાજધાની અને દુરન્ટો જેવી પ્રીમિયમ ટ્રેનો માટે પણ ભાવવધારો લાગુ પડશે.
દિલ્હી-કોલકાતા રાજધાની એક્સ્પ્રેસ ૧૪૪૭ કિ. મી.નું અંતર કાપે છે અને એને માટે પ્રતિ કિલોમીટર ૪ પૈસાના હિસાબે રૂ. ૫૮ વધારે ચુકવવા પડશે.
રેલવેએ જાહેર કરેલા આદેશ પ્રમાણે આરક્ષણ દર અને સુપરફાસ્ટ ચાર્જિસમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ સિવાય જે ટિકિટ બુક થઇ ગઇ છે, એને આ દરવધારો લાગુ નહીં પડે.
આ અગાઉ ૨૦૧૪-૧૫માં બધા વર્ગની ટિકિટના દરમાં ૧૪.૨ ટકાનો અને ફ્રેઇટ ચાર્જિસમાં ૬.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સ્પ્રેસ અને સુવિધા એક્સ્પ્રેસ જેવી ઊંચા દરના ભાડાવાળી ટ્રેનો શરૂ કરી હતી.
રેલવેએ જણાવ્યું હતું કે આંશિક ભાવવધારાથી થનાર આવકનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ માટે કરવામાં આવશે. આ નાણાંનો ઉપયોગ વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ ઊભી કરવા માટે કરવામાં આવશે. આ સિવાય સાતમા વેતન આયોગના ભારને લીધે પણ ભાડામાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો.
રોજબરોજ પ્રવાસ કરતા પરાંની ટ્રેનોના પ્રવાસીઓની સ્થિતિનો વિચાર કરીને ભાડું યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવો ભાવવધારો ૧લી જાન્યુઆરી ૨૦૨૦ કે ત્યાર બાદ ખરીદવામાં આવનાર ટિકિટ માટે અમલમાં મુકાશે. આ ભાવવધારાનો કૅટરિંગ ચાર્જિસ પર કોઇ અસર નહીં થાય.
ભારે દેવા હેઠળ દબાયેલી સરકારી એર લાઇન કંપની એર ઇન્ડિયા હવે બંધ થવાના આરે છે. એર લાઇન્સના એક ઉચ્ચ અધિકારી મુજબ આગામી છ મહિના દરમિયાન એર ઇન્ડિયા માટે કોઇ ખરીદદાર નહી મળે તો તેને બંધ કરવી પડશે. તેમના મુજબ નાની રકમની મદદથી હવે એર ઇન્ડિયાનું સંચાલન કરવું મુશ્કેલ બની ગયું છે.
એર ઇન્ડિયા હાલમાં 60 હજાર કરોડ રુપિયાના દેવા હેઠળ છે અને સરકાર તેના વિલીનીકરણની તૈયારીમાં છે. સરકાર પહેલેથી જ તેના સંચાલનને લઇને જાહેરાત કરી ચૂકી છે કે એર ઇન્ડિયાને ચલાવવા માટે વધારે ફંડ આપી નહીં શકે. પરંતુ કંપની તેના અત્યારના સંચાલન માટે નાની રકમની મદદ લઇ રહી છે.
સરકારી આંકડા મુજબ નાણાકીય વર્ષ 2011-12થી લઇને અત્યાર સુધી એર ઇન્ડિયાને 30,520.21 કરોડ રુપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. વર્ષ 2012માં પણ યૂપીએ સરકારના કાર્યકાળમાં એર ઇન્ડિયાને 10 વર્ષના ગાળામાં 30 હજાર કરોડ રુપિયા ફંડ તરીકે આપવાની વાત કરવામાં આવી હતી.
અધિકારી મુજહ એર લાઇને સોવરન ગેરન્ટી ફંડ દ્વારા 2400 કરોડ રુપિયા મેળવવાની માંગ કરી હતી જેથી સંચાલન ખર્ચને મેનેજ કરી શકાય. પરંતુ સરકારે 500 કરોડ રિુપિયાની જ મંજૂરી આપી હતી.
હવે પરિસ્થિતિ એવી છે કે ચાલુ વર્ષના ચોથા ત્રિમાસિકમાં એર ઇન્ડિયા તેની ભાગીદારીના વેચાણ માટે જાહેરાત કરી શકે છે. અધિકારી મુજબ ખરીરદાર મળ્યા પછી પણ લેવડ-દેવડ પૂરી કરવામાં છ મહિનાનો સમય લાગી જશે. પરંતુ આર્થિક સ્થિતિને જોતા સરકારે ખરીદદાર મળવાની આશા નહિવત દર્શાવી છે. અર્થાત આગામી છ મહિનામાં એર ઇન્ડિયા પૂર્ણ રીતે બંધ થાય એવી સંભાવનાઓ છે.
હારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પુત્ર, પુત્રી, ભત્રીજો, ભત્રીજી બધા જ મંત્રી બની ગયા છે. સીએમ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે, શરદ પવારના ભત્રીજા અજિત પવાર, પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખ, પૂર્વ ડિપ્ટી સીએમ અને બીજેપી નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજન મુંડે, કોંગ્રેસ વરિષ્ઠ નેતા એકનાથ ગાયતવાડની પુત્રી વર્ષા ગાયકવાડે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.
આમાં અજિત પવારે રેકોર્ડ ચૌથી વાર ડિપ્ટી સીએમ પદના શપથ લીધા. કહી શકાય કે 37 દિવસમાં બે વાર ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવામાં અજિત પવાર સફળ રહ્યા.
મહારાષ્ટ્ર સીએમ ઠાકરેના મંત્રીમંડળે વિસ્તરણ પછી રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિસ્તરણને હજુ કેટલાક કલાકો વિત્યા છે અને આ મુદ્દે કોંગ્રેસી નેતાઓમાં અસંતોષ દેખાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર રાજકારણના સૂત્રો મુજબ કેબિનેટ વિસ્તરણથી કોંગ્રેસના અમુક નેતાઓ નાખુશ છે, તેમનું માનવુ છે કે મંત્રીમંડળ વિસ્તરણને લઇને કોંગ્રેસ હાઇકમાનને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓએ આ મામલે પાર્ટી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મંત્રીમંડળમાં યોગ્ય અને વફાદાર ધારાસભ્યોની અવગણના કરાઇ હોવાના આરોપ લગાવ્યા હતા. માહિતી મુજબ નાખુશ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પણ સામેલ હતા.
ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનોની દિશા ગુજરાત તરફની હોવાથી રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતના 6 શહેરોનું હાજા ગગડાવતું 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે.
નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ બન્યું, તો ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી અને ડીસામાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે.
રાજ્યમાં પાટનગર ગાંધીનગરમાં 10.8 ડિગ્રી અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડીનો અનુભવ થયો છે. સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી જતા ટ્રેન અને વિમાની સેવા ઓરવાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.
કાતિલ ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. માવઠાની આશંકાને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરૂ, વરિયાળી, ઘઉં, એરંડા સહિતના પાકને નુકશાન થવાની ભીતિ છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છુટોછવાયો વરસાદ વરસી શકે તેવું વાતાવરણ હાલ પેદા થયું છે. દરમિયાન આજે રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાનની જનજીવન પર ભારે અસર જોવા મળી છે.
રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના જામનગરમાં ચોવિસ કલાકમાં પારો ચાર ડિગ્રી નીચે ઉતરી ગયો છે અને આજે 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ઝાલાવાડ પંથકમાં સતત ત્રીજા દિવસે તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભાવનગરમાં આજે 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સોરઠનું મિનિમમ તાપમાન 104 અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતુ.
એમબીબીએસ અને એમડીના વિદ્યાર્થીઓને ભણાવવા મેડિકલ કૉલેજો વિદેશમાં રહેનારા ડૉકટરો સહિત ખાનગી ડૉકટરોની નિમણૂક કરી શકશે તેવું સરકારી જાહેરનામાથી જાણવા મળ્યું છે. સંસદના નિયમ હેઠળ સ્થાપિત કરાયેલી તમામ એઈમ્સ, ચંદીગઢની પીજીઆઈ અને પુડ્ડુચેરીની જેઆઈપીએમઈઆર કૉલેજને નવા નિયમો લાગુ નહીં પડશે.
ખાનગી અને સરકારી તબીબી કૉલેજોમાં શિક્ષકોની અછત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટટાઈમ ધોરણે ભણાવવા આવનારા શિક્ષકોને ‘વિઝિટિંગ ફેકલ્ટી’ કહેવામાં આવશે.’ વિદેશમાં રહેતા ભારતીય ડૉકટરોની પણ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે નિમણૂક કરવામાં આવશે તેવું સરકારી જાહેરનામામાં કહેવામાં આવ્યું છે. ૭૦ વર્ષની અથવા તેનાથી ઓછી વય ધરવતા ડૉકટરોની નિમણૂક કરવામાં આવશે. વિઝિટિંગ ફેકલ્ટીની સંખ્યા જે તે કૉલેજ માટે નિર્ધારિત કરાયેલી સંખ્યા કરતા અડધી જ રહેશે. તબીબી કૉલેજના ડિરેકટર/ પ્રિન્સિપાલ/ ડીનની રચાયેલી સમિતિ દ્વારા વિઝિટિંગ ફેકલ્ટીનું સિલેકશન કરવામાં આવશે.
વિઝિટિંગ ફેકલ્ટી પાસે પોસ્ટ ગ્રેજયુએટ ડિગ્રી હોવી જરૂરી છે અને સંબંધિત સ્પેશિયાલિટીમાં આઠ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.