CIA ALERT

ઇન્ડીયા Archives - Page 146 of 218 - CIA Live

January 7, 2020
strike.jpg
2min9530

વિવિધ ટ્રેડ યુનિયને આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ને બુધવારે ભારત બંધના એલાનનો વહેલી સવારથી અમલ શરૂ કરી દીધો છે જેને લઇને સમગ્ર ભારતમાં પબ્લિક સેક્ટર બૅંકિંગ અને ટ્રાન્સપોર્ટ સહિત અનેક સેવા ખોરવાય હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં જાહેર કરવામાં આવેલી હડતાળમાં અંદાજે પચીસ કરોડ લોકો જોડાય રહ્યા છે. જેમ જેમ વર્કિંગ આવર્સ આગળ વધી રહ્યા છે તેમતેમ હડતાળની અસરો સામે આવી રહી છે. આ સવારે 9 કલાકે લખાઇ રહ્યું હતું.

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દસ ટોચના ટ્રેડ યુનિયનો, અન્ય ક્ષેત્રની સ્વતંત્ર સંસ્થાઓ અને અસોશિયેશને મળીને ૦૮ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવાનું નક્કી કર્યું હતું.

આજે બુધવારની હડતાળ અને પોતાની સેવા પર એની આડઅસર વિશે અનેક બૅંકોએ શૅરબજારને જાણ કરી દીધી છે, આમ છતાં શેરબજાર પર પણ આજની હડતાળની અસર વર્તાય રહી છે.

એઆઇબીઇએ, એઆઇબીઓએ, બીઇએફઆઇ, આઇએનબીઇએફ, આઇબીઓસી અને બીકેએસએમ સહિત બૅંક કર્મચારી અને અધિકારીઓની અનેક સંસ્થાએ હડતાળમાં જોડાય રહ્યા છે.

ડિપોઝિટ અને વિડ્રોઅલ, ચૅક ક્લિયરીંગ જેવી અનેક સેવાઓ પર હડતાળની અસર પડવાની શક્યતા છે. જોકે, ખાનગી ક્ષેત્રની બૅંકોનું કામકાજ યથાપ્રમાણે ચાલતું રહશે.

દરમિયાન, કેન્દ્ર સરકારે મંત્રાલયો, જાહેર ક્ષેત્રના વિભાગો, સંસ્થાઓ, કંપનીઓ અને બૅંકોને પોતાના કર્મચારીઓને હડતાળમાં ભાગ ન લે એ માટે પ્રેરવાનો અને કામકાજ સરળતાથી ચાલે એ માટે યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.

સરકારી મૅમોરેન્ડમમાં જણાવ્યા અનુસાર વિરોધ દર્શાવીને કે અન્ય કોઇપણ રીતે હડતાળમાં જોડાનાર કોઇપણ કર્મચારી સામે પગાર કાપવાથી માંડીને જરૂરી સખત અનુસાશનાત્મક પગલાં લેવામાં આવશે.

હડતાળની અસર અનેક રાજ્યોમાં પડવાની છે. પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરી અને અન્ય પક્ષોના ટ્રેડ યુનિયનોએ કેન્દ્રમાં ભાજપ સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં હડતાળમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.

દરમિયાન, કેરળમાં ટ્રેડ યુનિયનોએ રાજ્યના પર્યટન સેક્ટરને હડતાળમાંથી બાકાત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

આ આંદોલનને શિવસેના, કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, ડાબેરી પક્ષો, શેતકરી કામગાર પક્ષ જેવા રાજકીય પક્ષે પોતાનો ટેકો જાહેર કર્યો છે.

આ સાથે ૬૦ વિદ્યાર્થી જૂથોએ પણ હડતાળમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે.

બુધવારે 8 જાન્યુઆરી દેશમાં હડતાળ : ૨૫ કરોડ લોકો રસ્તા પર ઉતરશે

સરકારની લોકો વિરોધી યોજનાનો વિરોધ કરવા માટે દસ કેન્દ્રવર્તી ટ્રેડ યુનિયને આઠ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની હાકલ કરી છે. આ હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાવાની અપેક્ષા છે, એમ તેમણે માહિતી આપી હતી. આઇએનટીયુસી, એઆઇટીયુસી, એચએમએસ, સીઆઇટીયુ, એઆઇયુટીયુસી, ટીયુસીસી, એસઇડબલ્યુએ, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી અને વિવિધ શ્રેત્રના સ્વતંત્ર ફેડરેશન અને એસોસિયેશનો આ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેશે.

‘અમને આશા છે કે ૮ જાન્યુઆરી, ૨૦૨૦ની આ દેશવ્યાપી હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાશે અને કામગાર-વિરોધી, લોકો-વિરોધી અને રાષ્ટ્રવિરોધી સરકારી નીતિઓને બદલવાની માગણી કરશે.

બીજી જાન્યુઆરીના રોજ કામદારોની મીટિંગમાં કામદારોની માગણી પૂરી કરવામાં શ્રમ મંત્રાલય નિષ્ફળ ગયું છે. સરકારી નીતિઓ અને તેમની કામગીરી જોતા જાણ થાય છે કે તેઓ શ્રમિકોની અવગણના કરી રહ્યા છે,’ એમ ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના આશરે ૬૦ સંગઠન અને કેટલીક યુનિવર્સિટીના ચૂંટાયેલા પદાધિકારીઓએ પણ ફી વધારા અને શિક્ષણના વેપારીકરણનો વિરોધ દર્શાવવા આ હડતાળમાં જોડાવાનું નક્કી કર્યું છે.

ટ્રેડ યુનિયનોએ જેએનયુની હિંસા વખોડી કાઢી હતી અને દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે એક્તા જાહેર કરી હતી.

જુલાઇ, ૨૦૧૫થી એક પણ ઇન્ડિયન લેબર કોન્ફરન્સ ભરવામાં નહીં આવી હોવા સામે, પીએસયુના ખાનગીકરણ સામે અને લેબર લૉના કોડિફિકેશન સામે પણ યુનિયનોએ નારાજગી જાહેર કરી હતી.

‘૧૨ ઍરપોર્ટ ખાનગી પાર્ટીને વેચવામાં આવ્યા હતા. ઍર ઇન્ડિયાનું ૧૦૦ ટકા વેચાણ નક્કી થઇ ગયું છે. બીપીસીએલને વેચવાનો નિર્ણય લેવાઇ ગયો છે. બીએસએનએલ-એમટીએનએલના મર્જરની જાહેરાત કરવામાં આવી છે અને વીઆરએસના નામે ૯૩,૬૦૦ લોકોને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

January 7, 2020
delhi_election.jpg
2min4380

૭૦ બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભાની ચૂંટણી આઠમી ફેબ્રુઆરીએ યોજાશે અને પરિણામ ૧૧ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે એવી જાહેરાત ચૂંટણી પંચે સોમવારે કરી હતી.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ૧.૪૬ કરોડ કરતા પણ વધુ લોકો મતદાન કરવાને પાત્ર છે જેમાં ૮૦,૫૫,૬૮૬ પુરુષ મતદાર અને ૬૬,૩૫,૬૩૫ મહિલા મતદાર તો ૮૧૫ વ્યંઢળનો સમાવેશ થાય છે, એમ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું હતું. તમામ મતદારોને ક્યૂડીઆર કોડ અને વૉટર્સ સ્લિપ આપવામાં આવશે જેને કારણે ઓળખ સરળ અને મતદાન ઝડપી બનશે, એમ તેમણે કહ્યું હતું. દિલ્હીમાં ૧૧.૫૫ લાખ મતદાર એએસડી (ઍબસન્ટ-ગેરહાજર, શિફ્ટેડ-સ્થળાંતર કરી ગયેલા, ડિસિઝ્ડ-મૃત્યુ પામેલા)ની યાદીમાં આવે છે, એમ તેમણે કહ્યું હતું. આ વખતે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ-સીએએ હેઠળ મતદારયાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલા શરણાર્થીઓનાં રજિસ્ટ્રેશન અંગે હજુ સુધી કોઈ સૂચના ન હોવાનું તેમણે કહ્યું હતું.

પહેલી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અંતિમ મતદારયાદી જાહેર કરી દેવામાં આવી હોવા છતાં કોઈપણ પાત્ર વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીનાં નામાંકનનાં અંતિમ દિવસ સુધી મતદાર તરીકે નામ નોંધાવવા અરજી કરી શકશે, એમ તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું.

ગયા વર્ષના સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં મતદારયાદીની ફેરતપાસ કરવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મતદારયાદીનો મુસદ્દો ૧૫ નવેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો તેમ જ ૨૬ ડિસેમ્બર સુધીમાં વાંધા અને સૂચનો મોકલી આપવા જણાવી દેવામાં આવ્યું હતું.

ત્યાર બાદ અંતિમ મતદારયાદી બહાર પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

વર્ષ ૨૦૧૯ની અંતિમ મતદારયાદીની સરખામણીએ ૧, જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલી મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૯.૯૬ લાખનો વધારો જોવા મળ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

૧૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ બહાર પાડવામાં આવેલી મતદારયાદીની સરખામણીએ ૨૦૨૦માં જાહેર કરવામાં આવેલી મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૧૮૭૦૦૦નો વધારો નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું.

મતદારયાદીમાંથી ૬૦૮૪૮ નામ કાઢી નાખવામાં આવ્યા હતા તો ૨૪૭૯૫૦ નામ ઉમેરવામાં આવ્યા હતા પરિણામે મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૧૮૭૦૦૦નો વધારો નોંધાયો હતો, એમ તેમણે કહ્યું હતું.

વિવિધ શ્રેણીના મતદારોમાં વિદેશી (૪૮૯), સર્વિસ વૉટર (૧૧૫૫૬), ૧૮થી ૧૯ વર્ષના મતદાતા (૨૦૮૮૮૩), ૮૦ વર્ષથી વધુ વયના (૨૦૫૦૩૫), શારીરિક રીતે અક્ષમ (૫૫૮૨૩) મતદારોનો સમાવેશ થાય છે.

મતદારયાદીમાંથી નામ કાઢી નાખવા તેમ જ ઉમેદવારને મામલે ગીરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કોઈપણ રાજકીય પક્ષ તરફથી ન મળી હોવાનું તેમણે કહ્યું હતું.

વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપના ઈશારે મતદારયાદીમાંથી જુદી જુદી કોમના લોકોનાં નામ કાઢી નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ આમઆદમી પાર્ટીએ કરી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવશે અને તેમને અંતિમ મતદારયાદી સુપરત કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણીની સરખામણીએ વિધાનસભાની ચૂંટણીની મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં અંદાજે ત્રણ લાખનો વધારો થયો હોવાનું તેમણે કહ્યું હતું.

મુખ્ય ચૂંટણી અધિકારીની વૅબસાઈટ પર પણ આ મતદારયાદી ઉપલબ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.

દિલ્હીમાં ૨૬૮૯ સ્થળે કુલ ૧૩૭૫૦ મતદાન મથક ઊભા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

દરમિયાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ વખતની ચૂંટણી ‘આપ’ સરકારે કરેલા કામના મુદ્દે લડાશે.

અમારા પક્ષની પ્રચારઝુંબેશ હકારાત્મક હશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે કોઈને ગાળો નહીં આપીએ કે કોઈના માટે ઘસાતું નહીં બોલીએ.

સોમવારે સાંજે પત્રકારોને આપેલી મુલાકાતમાં કેજરીવાલે મતદારોને અપીલ કરી હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં અમે સારું કામ કર્યું હોય એવું તમને લાગે તો જ અમને મત આપજો.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનું જાહેરનામું ૧૪ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ ૨૪ જાન્યુઆરી હશે.

January 6, 2020
sensex_down.jpg
1min5000

અમેરીકા અને ઇરાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે એવી દહેશતને પગલે જેની અપેક્ષા સેવાતી હતી એવું જ આજે સોમવાર તા.6 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં ઉઘડતા બજારે જોવા મળ્યું હતું. મુંબઈ શેરબજાર આજે સોમવારે સવારે પહેલા કલાકમાં જ 400 પોઈન્ટ્સથી વધુ ડાઉન ટ્રેડ કરી રહ્યો હતો. 

સવારે 9.40 વાગ્યે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 450.89 પોઈન્ટ્સ અથવા 1.09 ટકા ઘટીને 41,013.72 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 139.40 પોઈન્ટ્સ અથવા 1.14 ટકા ઘટીને 12,087.25 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે સવારે BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.74 ટકા અને 1.78 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા.

આજે સવારથી જ શેરબજારમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. આજે સવારથી જ મેટલ, પાવર, ઓઈલ-ગેસ, પાવર, ઓટો, બેન્ક અને રિયલ્ટી શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

January 6, 2020
neet.jpg
1min5440

P.G. NEET : ક્લીનીકલ કેસ બેઝ પ્રશ્નોએ પરીક્ષાર્થીઓને મૂંઝવ્યા

દેશભરની મેડીકલ કોલેજોમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ બેઠકો પર પ્રવેશ માટે રવિવાર તા.5 જાન્યુઆરી 2020ના રોજ પી.જી. નીટ લેવામાં આવી હતી. દેશભરમાંથી મળી રહેલા અહેવાલો મુજબ ગત વર્ષની સરખામણીમાં 2020 નીટ પી.જી. પરીક્ષા અઘરી રહી હતી. ખાસ કરીને ક્લીનીકલ સેકશનના પ્રશ્નોમાં પરીક્ષાર્થીઓ ખાસ્સા અટવાયા હતા. મોટા ભાગના પરીક્ષાર્થીઓને ક્લીનીકલ કેસબેઝ પ્રશ્નો અટપટા લાગ્યા હતા. પી.જી. નીટમાં સમગ્ર દેશમાંથી અંદાજે ૧ લાખ ૬૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી ૮ હજાર વિદ્યાર્થીઓએ નીટ આપી હતી. આ પરીક્ષામાં ૮૦૭૪૫ વિદ્યાર્થિનીઓ, ૮૬૩૪૨ વિદ્યાર્થીઓ અને ૧૫ ટ્રાન્સજેન્ડર પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીટ પી.જી. પરીક્ષા

  • એમ.ડી.ની કુલ ૨૦ હજાર,  
  • એમ.એસ.ની ૧૦૮૨૧,
  • પી.જી.ડિપ્લોમાની ૧૯૭૯ અને
  • ડીએનબીની અંદાજે ૬ હજાર બેઠકો સહિત
  • કુલ અંદાજે ૩૮ હજાર પી.જી.મેડિકલની બેઠકો માટે નીટ લેવામાં આવી હતી.
  • આ ઉપરાંત ચાલુ વર્ષે પી.જી.નીટમાં ઇડબલ્યુએસ કેટેગરી પણ દાખલ કરવામાં આવી છે.

સામાન્ય રીતે ડીએનબી કોર્સ માટે અલગથી પરીક્ષા લેવામાં આવતી હતી. આ વર્ષથી તમામ કોર્સ માટે એક જ પી.જી. નીટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પી.જી. નીટ પરીક્ષા એકંદરે વિદ્યાર્થીઓ માટે ગતવર્ષની સરખામણીમાં અઘરી રહી હતી. ખાસ કરીને ક્લિનિકલ સેક્શનના પ્રશ્નો વિદ્યાર્થીઓને અઘરા પડ્યા હતા. 

પી.જી. નીટનું પરિણામ તા.૩૧મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરાશે

સમગ્ર દેશમાં ૧૪૧ શહેર અને ૫૪૨ સેન્ટરો પરથી નીટ લેવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સુરત અને મહેસાણા જેવા શહેરોમાં નીટ લેવામાં આવી હતી. કુલ ૩૦૦ પ્રશ્નોની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને સાડા ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અત્યાર સુધી પી.જી.મેડિકલની બેઠકો માટે જ નીટ લેવામાં આવતી હતી. પરંતુ ચાલુ વર્ષથી એઇમ્સ, ચંદીગઢ, પોંડીચેરી, બેંગ્લુરુ સહિતની મેડિકલ સંસ્થાઓ ઉપરાંત ડીએનબીની ૬ હજાર બેઠકો માટે પણ  હવે નીટ લાગુ કરી દેવામાં આવી છે.

January 5, 2020
jeemain.jpg
3min10490

JEE Main : ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીએ કેટલીક ઉપયોગી ટીપ્સ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.6 જાન્યુઆરી 2020ને સોમવારથી સમગ્ર દેશભરમાં એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એકઝામ જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ધોરણે ઓનલાઇન લેવામાં આવશે. હાલમાં ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા ગુજરાત સમેત દેશભરના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન્સ ફર્સ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને દરેકને તેમના રોલ નંબર અનુસાર ટાઇમ સ્લોટ આપવામાં આવ્યા છે.

ધો.12 સાયન્સ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે એક કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરી અને મે એમ ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ ગત વર્ષ 2019માં શરૂ કરાયું હતું.

વિદ્યાર્થીઓ ત્રણ વખત જેઇઇ મેઇન પરીક્ષા આપી શકે છે. પરંતુ, એક કેલેન્ડર વર્ષમાં ફક્ત બે પરીક્ષા લેવાતી હોય છે. ધો.12 પીસીએમ ગ્રુપના વિદ્યાર્થીઓ કોલેજ એડમિશન પૂર્વે બે વખત ટેસ્ટ આપતા હોય છે અને નિયમાનુસાર બે પ્રયત્નો પૈકી જે પ્રયત્નમાં વધારે માર્ક (પર્સન્ટાઇલ) હોય તેને મેરીટમાં ગણતરીમાં લેવામાં આવે છે. 2019માં ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન આપનારા વિદ્યાર્થીઓના જેઇઇ ફર્સ્ટમાં જ સારા માર્કસ આવ્યા હતા અને તેમને ફર્સ્ટ ટેસ્ટના આધારે જ મેરીટમાં ક્રમ મળ્યો હતો અને આઇઆઇટી તેમજ એનઆઇટીમાં પ્રવેશના હકદાર બન્યા હતા.

આવા 10માથી 6 પરીક્ષાર્થીઓ હતા કે જેમના જેઇઇ મેઇનની બે ટ્રાયલ પૈકી પહેલી ટ્રાયલના જ માર્ક સારા હતા. આવો કોઇ નિયમ નથી પરંતુ, જે વિદ્યાર્થીઓ તા.6 જાન્યુઆરી 2020થી શરૂ થતી જેઇઇ મેઇન્સને લાઇટલી લઇ રહ્યા છે તેમને ખાસ જણાવીએ છીએ કે તેમણે સેકન્ડ ટ્રાયલની જેમ જ ફર્સ્ટ ટ્રાયલને સિન્સીયરલી આપવી જોઇએ.

Last Moment Tips….

  • At this last moment, don’t try to attempt to study any new topic. Reading new topics will confuse you during the exam.
  • Instead of reading new topics, students are advised to revise all the important formulas and concepts two to three times before the exam. It will help you retain what you have already read so far.
  • While in the exam hall, first of all, read all the instructions on the exam paper very carefully.
  • After reading the instructions, you should read the complete question paper before starting with the solution.
  • Next, make mental planning on how you would approach the paper. Mark the questions that look easier and those which are complicated and may require a lot of time to solve.
  • The students should solve the easy questions first. It will not only build your confidence but would also save time for complicated ones.
  • If you are stuck on any question, don’t waste your time. Just use the ‘Save & Mark for Review’ option when you have any doubt. After completing the paper, you can revisit the leftover questions.
  • Don’t panic in case of computer failure or if you don’t know the answer to any question. Keep calm, take a deep breath and sip some water before attempting the question again.
January 5, 2020
smog_tower.jpg
1min5450

રાજધાની દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે સાંસદ ગૌતમ ગંભીરે લાજપત નગર વિસ્તારમાં પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટાવરે ૭૫૦ મીટરની ત્રિજ્યામાં હવાને સાફ કરવાનું શરૂ કરી દીધું છે. આ ટાવર લાજપત નગર ટ્રેડર્સ એસોસિયેશન અને ગૌતમ ગંભીર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નો દ્વારા બનાવવામાં આવ્યો છે.

ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, ‘વાયુ પ્રદૂષણનો અંત લાવવો એ મારી પ્રાથમિક્તા છે. હું માત્ર વાત કરવામાં નથી માનતો. ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ ટૅક મશીનો ખરીદી પૂર્વ દિલ્હીમાં પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવી છે. સ્મોગ ટાવર્સ એ શ્રેષ્ઠ ટૅક્નિક છે. તેમાં એક્ઝઓસ્ટ ફેન એક બાજુએથી પ્રદૂષિત હવા ખેંચે છે અને તેને બદલીને બીજી તરફથી શુદ્ધ હવા છોડે છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે છે અને આવા વધુ સ્મોગ ટાવરની દિલ્હીને જરૂર છે.

મળતી માહિતી મુજબ લાજપત નગર માર્કેટ એસોસિયેશન દર મહિને ૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરશે. સ્મોગ ટાવર એ હવાના શુદ્ધિકરણની ફ્રેન્ચ ટૅક્નિક છે. તેની ઊંચાઇ ૨૦ ફૂટ છે. તે દરરોજ ૫૦૦થી ૭૫૦ મીટર ક્ષેત્રમાં અઢી લાખથી છ લાખ ઘનમીટર હવાને સાફ કરશે. આ ટાવર બે કલાકમાં હવાને સાફ કરી ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૫૦ની ઉપર જવા દેશે નહીં. આને કારણે લાજપત નગર માર્કેટ વિસ્તારની હવા સારી રહેશે અને લોકોને વાયુ પ્રદૂષણ સંબંધી રોગોથી મુક્તિ મળશે.

January 5, 2020
amreligandhi.jpg
1min4400

મહાત્મા ગાંધીજીની પ્રતિમા અમરેલીના હરિકૃષ્ણા તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ મુજબ રાષ્ટ્રપિતાની પ્રતિમાને શુક્રવાર મોડી રાત્રે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પૂર્ણ રીતે ખંડિત કરવામાં આવી હતી.  

એક અધિકારી મુજબ આ પ્રતિમા 2018માં હરિકૃષ્ણા તળાવ પાસે એક બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી, જેને સુરતના એક હીરા વેપારી ઢોળકિયા એન્ડ ઢોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 

અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ આ કૃત્ય કરનારા અસામાજીક તત્વોની શોધ કરી રહી છે. તેમની વિરુદ્ધ હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

એક પોલીસ અધિકારી મુજબ હરિકૃષ્ણા તળાવના વિકાસ કાર્યથી રોષે ભરાયેલા લોકોએ આ કૃત્ય કર્યું હશે.

January 5, 2020
census21.jpg
1min5180

રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજના જે કર્મચારીઓને વસતિ ગણતરી કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સિટિઝન રજિસ્ટ્રેશનને વસતિ ગણતરી અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયામાં મદદ કરવાની જવાબદારી સોંપાશે, તેઓ સેન્સસ ઓફ ઈન્ડિયા એકટ, 1948 અને સિટિઝનશિપ રુલ્સ, 2003થી બંધાયેલા રહેશે. ભારતીય જનગણના અધિનિયમની કલમ 11 મુજબ જનગણના પ્રક્રિયામાં સામેલ થવા ઈનકાર કરનાર સરકારી કે અન્ય કર્મચારીઓને ત્રણ વર્ષની જેલસજા કે દંડ અથવા જેલ સાથે દંડ ભરપાઈ કરવાની જોગવાઈ હોવાનું સરકારી સૂત્રો જણાવે છે.

એક અધિકારીએ જણાવ્યુ હતું કે ઉકત બેઉ કાનૂન હેઠળ ચિહ્નિત કરાયેલા સરકારી કર્મચારી જનગણના અને એનપીઆર માટે આંકડા એકત્ર કરવાની નિર્ધારિત જવાબદારી વહન કરવાને બાધ્ય છે. આ બાધ્યતા એનપીઆર આંકડા એકત્ર કરતી વખતે મકાનોની સૂચિ તૈયાર કરવાની જવાબદારી નિભાવનારા કર્મચારીઓ અને જનગણના અધિકારીઓ બેઉ માટે છે.
ભારતીય જનગણના અધિનિયમ મુજબ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકોને પોતાના વિસ્તારની જનગણના માટે અધિકારીઓની નિયુકિત કરવી અનિવાર્ય છે. તેમાં પ્રમુખ જનગણના અધિકારી (ડીએમ) જિલ્લા અને ઉપજિલ્લા જનગણના અધિકારી, પર્યવેક્ષક અને પ્રગણક (ન્યુમરેટર) સામેલ છે.
એનપીઆર ડયુટીનો ઈનકાર કરનારાને ય સિટીઝનશિપ રુલના નિયમ 17 હેઠળ રૂ.1 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આવા સ્ટાફ પર અનુશાસનિક કારવાઈ પણ થઈ શકે છે. 2021 જનગણના માટે આ વર્ષના એપ્રિલની સપ્ટેમ્બર વચ્ચે મકાનોની ગણતરી કરાશે. સાથોસાથ એનપીઆરનું કામ પણ નિપટાવી લેવાશે. આ દરમિયાન પ.બંગાળમાં સમસ્યા સર્જાવા સંભવ છે, કારણ કે રાજ્ય સરકારે એનપીઆર પ્રક્રિયા રોકી દીધી છે.

January 2, 2020
babies.jpg
1min6850

01/01/2020ના દિવસે જન્મેલા વિશ્વના 17 ટકા નવજાત બાળકો ભારતીય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

યુનિસેફ સંસ્થાએ બુધવાર તા.1લી જાન્યુઆરી 2020ની રાત્રે જારી કરેલી પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એક માહિતી એવી પણ છે કે 2020 કેલેન્ડર વર્ષના પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 67,385 બાળકોએ ભારતમાં જન્મ લીધો છે. 2020ના પહેલા દિવસે બાળ જન્મની આ સંખ્યા સૌથી વધુ વસતિ ધરાવતા ચીન કરતા પણ વધુ છે.

તા.1લી જાન્યુઆરી 2020ના રોજ ભારતમાં 67,385 બાળકોના જન્મની સંખ્યામાં બીજા નંબરે ચીનમાં કુલ 46,299 એ પછી નાઇજીરીયામાં 26,039, ચોથા નંબરે પાકીસ્તાન 16,787, પાંચમાં નંબરે ઇન્ડોનેશીયા 13,020 અને છઠ્ઠા નંબરે અમેરીકામાં 10,452 બાળકોએ તા.1લી જાન્યુઆરી 2020ના રોજ જન્મ લીધો હોવાની ગણતરી છે.

યુનિસેફની પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એમ પણ જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં તા.1લી જાન્યુઆરીએ જન્મ લેનારા બાળકોની સંખ્યા 3,92,078 છે. આ સંખ્યામાં 17 ટકા ફાળો એકલા ભારત દેશનો છે.

એવી પણ રસપ્રદ માહિતી છે કે તા.1લી જાન્યુઆરી 2020ના દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી પહેલા જન્મ લેનાર બાળક ફિજી દેશનું છે અને એવી જ રીતે 1લી જાન્યુઆરી 2020ના દિવસે સૌથી છેલ્લું બાળક અમેરીકામાં જનમ્યું હતું.

યુનિસેફ એવી સંસ્થા છે જે દર નવા વર્ષના દિવસે નવજાત બાળકોના જન્મ તેમજ તેના વિકાસ માટે કાર્ય કરે છે. તેની માહિતીઓ એકત્રીત કરીને તેની જાળવણીના કામમાં વ્યસ્ત સંસ્થા છે.

કેટલાક નિષ્ણાંતો એ આ મુદ્દા પર એમ પણ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં અનેક યુગલોએ પોતાના બાળકની જન્મતારીખ 01-01-2020 રાખવા માટે સીઝેરીયન ઓપરેશન્સ કરાવીને બાળકને જન્મ અપાવ્યો છે. આ બાબત હવે સામાન્ય થઇ ગઇ છે કે બાળકની જન્મ તારીખ કોઇક યાદગાર કે આકર્ષક આંકડા ધરાવતા દિવસે થાય એ માટે યુગલો સીઝેરીયનથી જન્મ આપવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે.

January 2, 2020
gst.jpg
1min4590

ડિસેમ્બર મહિનામાં રૂ. ૧.૦૩ લાખ કરોડ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) વસૂલવામાં આવ્યો હોવાની સાથે સતત બીજે મહિને જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડ રૂપિયાનાં આંકને પાર કરી ગયો હતો.

નવેમ્બરમાં આ આંક રૂ. ૧,૦૩,૪૯૨ કરોડ રહ્યો હતો.

અગાઉ જુલાઈમાં રૂ. ૧.૦૨ લાખ કરોડની વસૂલી સાથે જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડને પાર કરી ગયો હતો.

વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરની સરખામણીએ આ વરસે જીએસટીની વસૂલીના આંકમાં ૧૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આયાત મારફતે વસૂલવામાં આવેલા ઈન્ટીગ્રેટેડ જીએસટીને આપણે ધ્યાન પર લઈએ તો ડિસેમ્બર ૨૦૧૯માં કુલ આવકમાં અગાઉના વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ નવ ટકાનો વધારો થયેલો જોવા મળ્યો હોવાનું નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ડિસેમ્બર ૨૦૧૯માં આયાતી માલના આઈજીએસટીમાં જોવા મળેલા ૧૦ ટકાના ઘટાડાની સરખામણીએ નવેમ્બરમાં ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

ગયા મહિનાની રૂ.૧,૦૩,૧૮૪ લાખ કરોડની જીએસટીની કુલ આવકમાં સીજીએસટી રૂ.૧૯,૯૬૨ કરોડ, એસજીએસટી રૂ. ૨૬,૭૯૨ કરોડ, આઈજીએસટી (આયાત મારફતે એકઠાં થયેલાં રૂ. ૨૧,૨૯૫ કરોડ) સહિત રૂ. ૪૮૦૯૯ કરોડ અને આયાત પરના રૂ. ૮૪૭ કરોડના સેસ સહિત કુલ રૂ. ૮૩૩૧ કરોડ સેસનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

નિયમિત સૅટલમેન્ટના ભાગરૂપ સરકારે આઈજીએસટીમાંથી રૂ. ૨૧,૮૧૪ કરોડના સીજીએસટી અને રૂ. ૧૫,૩૬૬ કરોડના એસજીએસટીનું સૅટલમેન્ટ કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.

ડિસેમ્બર ૨૦૧૯માં નિયમિત સૅટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારને સીજીએસટી મારફતે રૂ. ૪૧,૭૭૬ કરોડ અને એસજીએસટી મારફતે રૂ. ૪૨,૧૫૮ કરોડની આવક થઈ હોવાનું તેમણે કહ્યું હતું.

ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમય માટે સરકારે પ્રતિમાસ રૂ. ૧.૧ લાખ કરોડની જીએસટી વસૂલીનું લક્ષ્ય નક્કી કર્યું છે અને આ લક્ષ્ય સાધવાના પ્રયાસમાં મદદરૂપ થવાની કરદાતાઓને હાકલ કરી છે.