ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ એમાં અજેય રહીને સેમિફાઈનમાં પ્રવેશનારી ભારતીય ટીમને જેકપોટ મળ્યો છે. વરસાદને પગલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીડની ખાતેની સેમિફાઈનલ મેચ ધોવાઈ જતા ભારતને એડવાન્ટેજ મળ્યો છે અને તે ફાઈનલમાં પહોંચ્યું છે.
વરસાદને પગલે ટોસમાં વિલંબ થયો હતો અને બાદમાં મેચ ઓફિશિયલ્સે એકપણ બોલ ફેંક્યા વગર મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આઈસીસી દ્વારા રિઝર્વ ડે નહીં રાખવામાં આવતા ભારતને ફાઈનલમાં પ્રવેશ અપાયો હતો. ઈંગ્લેન્ડની ટીમ રમ્યા વગર સેમિફાઈનલમાંથી બહાર થઈ જતા ખેલાડીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા.
ભારતના અર્થતંત્રને ક્રિપ્ટો કરન્સીનો વેપાર મોટી અસર કરી શકે, રિઝર્વ બેંકના 2018નો સરક્યુલર રદ
આજરોજ તા.4 માર્ચ 2020ને બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી અંગે થયેલી એક રિટ પીટીશનની સુનવણી દરમિયાન ભારતમાં બેંકોને ક્રિપ્ટો કરન્સીનો વેપાર કરવા દેવા સંદર્ભની છૂટ આપી છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા ક્રિપ્ટો કરન્સી સંદર્ભે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2018માં જારી કરવામાં આવેલા એક સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો.
આજે બુધવારે સવારે સુપ્રીમ કોર્ટમાં થયેલા હિયરિંગ દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીના વેપારને મંજૂરી આપવામાં આવે છે.
રિઝર્વ બેંક દ્વારા 2018માં ક્રિપ્ટો કરન્સી (વર્ચ્યુઅલ કરન્સી) સંદર્ભે એવો સરક્યુલર જારી કરવામાં આવ્યો હતે કે આ કરન્સીના કારોબારમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ, માર્કેટ ઇન્ટેગ્રિટી તેમજ મની લોન્ડરીંગ જેવા દુષણો પ્રવર્તી રહ્યા હોઇ, ક્રિપ્ટો કરન્સીનો વેપાર ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. આ મતલબના સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો. જેના હિયરીંગમાં સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને એલાવ કરતું રૂલિંગ આજરોજ તા.4 માર્ચ 2020ને બુધવારે સવારે યોજાયેલી સુનવણી દરમિયાન આપ્યું હોવાનું વિશ્વસનીય મિડીયા સ્ત્રોત દ્વારા જાણવા મળ્યું છે.
SC allows crypto currency trading
The Supreme Court on Wednesday allowed a plea challenging the Reserve Bank of India’s (RBI’s) 2018 circular which barred banks from trading in cryptocurrencies. “Trading in cryptocurrencies now will be allowed,” the top court noted.
In April 2018, the RBI had issued a circular barring banking and financial services from dealing in virtual currency or cryptocurrency such as Bitcoin, most valued crypto currency in the world.
Cryptocurrencies are digital currencies in which encryption techniques are used to regulate the generation of currency units and verify the transfer of funds, operating independently of a central bank.
The RBI had stated that virtual currencies (VCs) (cryptocurrencies and crypto assets) “raise concerns of consumer protection, market integrity and money laundering.” In view of the associated risks, banks were asked not to deal with crypto-related businesses.
This circular was challenged by an industry group Internet and Mobile Association of India (IMAI) before the SC.
ઈશાન દિલ્હીમાં ગયા અઠવાડિયે થયેલા કોમી રમખાણો દરમિયાન ૭૯ ઘર અને ૩૨૭ દુકાન આગમાં સંપૂર્ણપણે ખાક થઈ ગઈ હોવાનું નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ મંગળવારે કહ્યું હતું.
અત્યાર સુધીમાં ૪૧ મૃતદેહ કબજે કરવામાં આવ્યા હોવાનું પોલીસે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
રમખાણના અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં રૂ. ૩૮.૭૫ લાખનું વળતર આપવામાં આવ્યું હોવાનું સરકારે કહ્યું હતું.
રમખાણમાં માર્યા ગયેલાઓના પરિવારજનોને અત્યાર સુધીમાં બાવીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
ઈજાગ્રસ્તોને અત્યાર સુધીમાં નવ લાખ રૂપિયા તો જેમના ઘર અને માલસામાનનું નુકસાન થયું હોય તેવા લોકોને રૂ. ૭.૫ લાખ આપવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
દરમિયાન, છેલ્લા ૨૪ કલાકમાં શિવપુરી, મુસ્તફાબાદ અને કરવાલ નગર વિસ્તારમાંથી ૧૦૦૦ જેટલા અસરગ્રસ્ત લોકો મુસ્તફાબાદ ખાતે સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી રાહત છાવણીમાં સ્થળાંતર કરી ગયા હોવાનું સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
રાહત છાવણીઓમાં ડૉક્ટર, દવા, ખોરાક, શૌચાલય, કપડાં તેમ જ જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
વળતરનું ફૉર્મ ભરવા માટે રાહત છાવણીઓમાં મદદનીશ પણ રાખવામાં આવ્યો છે.
રમખાણોમાં જરૂરી દસ્તાવેજો ગુમાવનારાઓ નવેસરથી તે મેળવી શકે તે માટે વિશેષ હૅલ્પ ડૅસ્ક પણ ઊભી કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના અન્ય પ્રધાન પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલા ધોનીએ મેદાન પર આવવાની તૈયારીઓ કરી દીધી છે. આ વખતે મહેન્દ્રસિંહ ધોની નવી હેરસ્ટાઈલ સાથે આવી ગયો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ પણ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. એટલે કે હવે મહેન્દ્ર સિંહ ધોની IPL-2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે.
ધોનીની કેપ્ટનસીમાં CKSએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી
તેમણે સ્વાગતનો વીડિયો પણ અપલોડ કર્યો છે. ધોનીની કેપ્ટનસીમાં CKSએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી છે. ગત વખતે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સથી હાર મળી હતી.
ધોનીનાં પ્રદર્શનની વાત કરીએ તો તેમણે આઈપીએલમાં ચેન્નીની તરફથી 160 મેચોમાં 44.34નાં સ્ટ્રાઈક રેટથી 3858 રન બનાવ્યા છે.
ધોનીની આગળ ફ્કત સુરેશ રૈના છે, જેમણે 164 મેચોમાં 33.28નાં સ્ટ્રાઈક રેટથી 4527 રન બનાવ્યા છે.
ગત વર્ષે જૂન-જુલાઈમાં ICC વર્લ્ડ કપ પછી 38 વર્ષનાં ધોનીનાં રમતનાં ભવિષ્યને લઈને સતત અટકળોનો સમય હતો.
CSK vs MI વચ્ચે 29મી માર્ચે મેચ
હવે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ આગમી IPL માટે એમએ ચિદમ્બર સ્ટેડિયમમાં અભ્યાસ સત્રનો ભાગ હશે.
આઈપીએલ 2020ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચનાં રોજ મુંબઈમાં ટક્કર થશે.
સીએસકેનાં સીઈઓ કેએસ વિશ્વનાથને જણાવ્યું કે ધોની તમામ ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરશે, જ્યારે ટીમની પૂર્ણ તૈયારી શિબિર 19 માર્ચે શરૂ થશે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) પાંચમી માર્ચે દેશનો પહેલો જિયો ઈમેજિંગ ઉપગ્રહ લોન્ચ કરશે. જીએસએલવી-એફ10ની મદદથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ ભારતીય મહાદ્વીપ પર નજર રાખવાની સાથે કૃષિ, મોસમવિજ્ઞાન, આપત્તિઓ અને અન્ય વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં દેશને આગળ લઈ જશે. આ સેટેલાઈટ રિયલ ટાઈમમાં ઘણી ઝડપથી તસવીરો દેવામાં સક્ષમ છે.
લોન્ચિંગ માટે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાના બીજા લોન્ચિંગ પેડનો ઉપયોગ કરવામાં આવશે. લોન્ચિંગનો સંભવિત સમય સવારે 5.43નો રાખવામાં આવ્યો છે.
ઇસરો અનુસાર જે રોકેટથી લોન્ચિંગ થશે તે જીએસએલવી-એફ-10ની ઊંચાઇ સેટેલાઇટ અને લોન્ચિંગ વ્હીકલ મળીને આશરે 16 માળની ઇમારત જેટલી ઊંચી છે. સમગ્ર લોન્ચિંગ વ્હીકલનું વજન આશરે 4,20,300 કિલોગ્રામ આસપાસ છે.
સોશિયલ મીડિયાએ જેમની રાજનીતિને એક નવી જ દિશા આપી અને જેમણે સોશિયલ મીડિયાને શત્ર બનાવીને ભારતીય રાજકારણમાં એક નવા યુગનો આરંભ કરાવ્યો તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ચોંકાવનારી વાત કરતાં ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ હવે ફેસબૂક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાને અલવિદા કરવા વિચારી રહ્યા છે. મોદીએ આ સંભાવના વ્યક્ત કરવા સાથે જ તેમનાં ચાહકો અને સમર્થકોમાં આઘાતની લાગણી ફરી વળી હતી.
તેમણે 2 માર્ચે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, આ રવિવારથી હું ફેસબૂક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા છોડવાનું વિચારું છે. તેમણે સાથે એમ પણ ઉમેર્યુ હતું કે, તેઓ પોસ્ટ કરતાં રહેશે. તેમણે આ જાણકારી પોતાનાં વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ ઉપરથી આપી હતી. તેમણે આ ટ્વિટર કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે 10000થી વધુ વખત રિટ્વિટ થઈ ગયું હતું. લોકો તેમને પોતાનાં નિર્ણય ઉપર ફેરવિચાર કરવાં અપીલો કરવાં લાગ્યા હતાં.
મોદી સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતાઓ પૈકી એક છે. તેઓ પત્રકાર પરિષદ યોજીને લોકો સુધી પહોંચવાને બદલે સોશિયલ મીડિયાથી લોકોનાં સીધા સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. મન કી બાત રેડિયો કાર્યક્રમ પણ તેમનાં આ અભિગમનો જ એક હિસ્સો છે.
એસબીઆઇ કાર્ડઝના આઇપીઓમાં ભરણું ખૂલવાના પહેલા જ દિવસે ૮.૫૨ લાખ એપ્લીકેશન્સનો નવો વિક્રમ સ્થપાયો છે. આમ લગભગ ૩૯ ટકા સબ્સક્રિપ્શન સાથે પહેલા જ દિવસે રૂ. ૩૦૦૦ કરોડ એકત્ર થયા છે. રીટેલ પોર્શન ૬૨ ટકા, શેરહોલ્ડર્સનો હિસ્સો ૬૯ ટકા ભરાયો છે. કિવ્બ્સ માટે બિડ ચોથી માર્ચે અને રીટેલ, એચએનઆઇ અને અન્ય વર્ગ માટેની બિડ પાંચમી માર્ચે બંધ થશે. ભારતમાં બ્રોસ જૂથ પાંચ વર્ષમાં ઓટો ક્ષેત્રે ૧૭ મિલિયન યુરોનું મૂડીરોકાણ કરશે
વિશ્વના લગભગ 50થી વધુ દેશોમાં ઝડપથી પ્રસરેલા કોરોના વાઇરસના આખરે બે કેસો ભારતમાંથી પણ મળી આવ્યા છે. બન્ને કેસોના દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. બન્ને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે. એક દર્દી ઇટલીથી ભારત આવ્યો હતો જ્યારે અન્ય દર્દી દુબઇથી ભારત આવ્યો હતો. અગાઉ કોરોના વાઇરસના ભારતમાં ત્રણ કેસો કેરેલા ખાતેથી મળ્યા હતા, ત્રણેય દર્દીઓ સંપૂર્ણપણે રીકવર થઇ ચૂક્યા હોવાનું જાણવા મળે છે.
ભારત સરકારની એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું હતું કે નવી દિલ્હીમાં એક કોરોના વાઇરસથી પીડીત મુસાફર મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક દર્દી તિલંગાનાથી મળ્યો છે. દિલ્હીથી મળી આવેલા કોરોનાગ્રસ્ત દર્દી ઇટલીથી પરત ફર્યો હોવાની હિસ્ટ્રી જાણવા મળી છે. જ્યારે તિલંગાના દર્દી દુબઇથી પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ભારત સરકાર બન્ને દર્દીઓ અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનો સરવે કરી રહી છે. આ બન્ને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને બન્ને રિકવર થઇ જાય તેવી સ્થિતિમાં હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
કોરોના વાઇરસ અપડેટ્સ
કુલ મૃત્યુંઆંક 2912 (ચીનમાં)
કુલ કન્ફર્મ કેસ 80,026 (ચીનમાં)
કુલ મૃત્યુ (ચીન સિવાય) વિશ્વમાં 141
કુલ કન્ફર્મ કેસ (ચીન સિવાય) વિશ્વમાં 9,049
Azlan Shah Cup hockey tournament postponed due to coronavirus
બેન્ક કર્મચારીઓના અલગ-અલગ સંગઠનોએ બોલાવેલી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાલને રદ કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયિઝ એસોસિએશને તેના એક નિવેદનમાં આ અંગેની જાણકારી આપતા કહ્યુ કે શનિવારે મુંબઇમાં ભારતીય બેન્ક સંગઠન સાથે થયેલી બેઠકમાં સકારાત્મક સંકેત મળ્યા પછી હડતાલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેન્ક ચાલુ રાખવા અને પગારમાં 15% વધારા મુદ્દે મંત્રણા કરવામાં આવી હતી.
આ પહેલા 11થી 13 માર્ચ સુધી સતત ત્રણ દિવસ માટે બેન્ક હડતાલની આશંકા હતી. બેન્ક કર્મચારીઓએ પગાર વધારા માટે માંગ કરતા ત્રણ દિવસની હડતાલ બોલાવી હતી.
ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્ક (GSTN)એ જીએસટી હેલ્પડેસ્ક (GST Helpdesk) માટે એક નવો ટોલ ફ્રી નંબર (Toll Free Number) શરૂ કર્યો છે. આ નંબર પર વર્ષભર એટલે કે 365 દિવસ ઓનલાઈન GST રિટર્ન ભરવાને
લગતાં સવાલોના જવાબ મેળવી શકશો.
GST Helpdesk has become multi-lingual. We are supporting 12 languages at Toll Free number – 1800 103 4786 (from 9AM to 9PM, 7 days a week). Existing contact number will no longer be available to connect with GST Helpdesk
GSTN દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે GST હેલ્પડેસ્કને વધુ સારું બનાવ્યું છે. આ સાથે જ ટેક્સપેયર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને નવાં ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. GSTNએ એમ પણ જણાવ્યું છે કે, નવો ટોલ ફ્રી નંબર જારી કર્યા પછી GST હેલ્પડેસ્કનો હાલનો નંબર 0120- 24888999 બંધ કરાયો છે.
GST હેલ્પડેસ્કને એક દિવસમાં સરેરાશ 8,000થી 10,000 ફોન કોલ્સ મળે છે.
GST હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786
નાણામંત્રી નિર્મલા સીતારામણે સામાન્ય બજેટમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રીટર્નને લઈને કહ્યું હતું કે, જીએસટી રીટર્નની પ્રક્રિયા સરળ થઈ જશે. એક સરળ નવી રીટર્ન સિસ્ટમ 1 એપ્રિલ 2020થી શરૂ કરવામાં આવશે.
GSTNએ GST
હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786 શરૂ કર્યો છે.
આ નંબર પર ઇનડાયરેક્ટ ટેક્સ સાથે
જોડાયેલા સવાલો અથવા સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરી શકશો.
આ ટોલ ફ્રી નંબર 365 દિવસ કામ કરશે. આ નંબર પર સવારે 9 વાગ્યાથી લઇને
રાત્રે 9
વાગ્યા સુધીમાં ગમે તે સમયે ફોન કરી
શકાશે.
આ હેલ્પડેસ્ક પર હવે 10 નવી ભાષાઓમાં જાણકારી મેળવી શકાશે. અત્યાર સુધી GST હેલ્પડેસ્ક પર ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં જ માહિતી મળતી હતી.
હવે બંગાળી, મરાઠી,
તેલેગુ, તમિળ, ગુજરાતી,
કન્નડ, ઓડિશા, મલયાલમ,
પંજાબી અને આસામી ભાષાઓમાં પણ GST હેલ્પડેસ્ક એજન્ટ સાથે વાત કરી શકાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.