ઇન્ડીયા Archives - Page 133 of 217 - CIA Live

March 3, 2020
sbii-1.jpg
1min5060

એસબીઆઇ કાર્ડઝના આઇપીઓમાં ભરણું ખૂલવાના પહેલા જ દિવસે ૮.૫૨ લાખ એપ્લીકેશન્સનો નવો વિક્રમ સ્થપાયો છે. આમ લગભગ ૩૯ ટકા સબ્સક્રિપ્શન સાથે પહેલા જ દિવસે રૂ. ૩૦૦૦ કરોડ એકત્ર થયા છે. રીટેલ પોર્શન ૬૨ ટકા, શેરહોલ્ડર્સનો હિસ્સો ૬૯ ટકા ભરાયો છે. કિવ્બ્સ માટે બિડ ચોથી માર્ચે અને રીટેલ, એચએનઆઇ અને અન્ય વર્ગ માટેની બિડ પાંચમી માર્ચે બંધ થશે. ભારતમાં બ્રોસ જૂથ પાંચ વર્ષમાં ઓટો ક્ષેત્રે ૧૭ મિલિયન યુરોનું મૂડીરોકાણ કરશે

March 2, 2020
coronavirus.jpg
1min4990

વિશ્વના લગભગ 50થી વધુ દેશોમાં ઝડપથી પ્રસરેલા કોરોના વાઇરસના આખરે બે કેસો ભારતમાંથી પણ મળી આવ્યા છે. બન્ને કેસોના દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. બન્ને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે. એક દર્દી ઇટલીથી ભારત આવ્યો હતો જ્યારે અન્ય દર્દી દુબઇથી ભારત આવ્યો હતો. અગાઉ કોરોના વાઇરસના ભારતમાં ત્રણ કેસો કેરેલા ખાતેથી મળ્યા હતા, ત્રણેય દર્દીઓ સંપૂર્ણપણે રીકવર થઇ ચૂક્યા હોવાનું જાણવા મળે છે.

ભારત સરકારની એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું હતું કે નવી દિલ્હીમાં એક કોરોના વાઇરસથી પીડીત મુસાફર મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક દર્દી તિલંગાનાથી મળ્યો છે. દિલ્હીથી મળી આવેલા કોરોનાગ્રસ્ત દર્દી ઇટલીથી પરત ફર્યો હોવાની હિસ્ટ્રી જાણવા મળી છે. જ્યારે તિલંગાના દર્દી દુબઇથી પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ભારત સરકાર બન્ને દર્દીઓ અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનો સરવે કરી રહી છે. આ બન્ને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને બન્ને રિકવર થઇ જાય તેવી સ્થિતિમાં હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

કોરોના વાઇરસ અપડેટ્સ

  • કુલ મૃત્યુંઆંક 2912 (ચીનમાં)
  • કુલ કન્ફર્મ કેસ 80,026 (ચીનમાં)
  • કુલ મૃત્યુ (ચીન સિવાય) વિશ્વમાં 141
  • કુલ કન્ફર્મ કેસ (ચીન સિવાય) વિશ્વમાં 9,049

Azlan Shah Cup hockey tournament postponed due to coronavirus

March 1, 2020
bank-strike.jpg
1min5420

બેન્ક કર્મચારીઓના અલગ-અલગ સંગઠનોએ બોલાવેલી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાલને રદ કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયિઝ એસોસિએશને તેના એક નિવેદનમાં આ અંગેની જાણકારી આપતા કહ્યુ કે શનિવારે મુંબઇમાં ભારતીય બેન્ક સંગઠન સાથે થયેલી બેઠકમાં સકારાત્મક સંકેત મળ્યા પછી હડતાલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ બેઠકમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેન્ક ચાલુ રાખવા અને પગારમાં 15% વધારા મુદ્દે મંત્રણા કરવામાં આવી હતી.  

આ પહેલા 11થી 13 માર્ચ સુધી સતત ત્રણ દિવસ માટે બેન્ક હડતાલની આશંકા હતી. બેન્ક કર્મચારીઓએ પગાર વધારા માટે માંગ કરતા ત્રણ દિવસની હડતાલ બોલાવી હતી. 

February 29, 2020
gst.jpg
1min7490

GST હેલ્પડેસ્કનો હાલનો નંબર 0120- 24888999 બંધ

ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્ક (GSTN)એ જીએસટી હેલ્પડેસ્ક (GST Helpdesk) માટે એક નવો ટોલ ફ્રી નંબર (Toll Free Number) શરૂ કર્યો છે. આ નંબર પર વર્ષભર એટલે કે 365 દિવસ ઓનલાઈન GST રિટર્ન ભરવાને લગતાં સવાલોના જવાબ મેળવી શકશો.

GST Helpdesk has become multi-lingual. We are supporting 12 languages at Toll Free number – 1800 103 4786 (from 9AM to 9PM, 7 days a week). Existing contact number will no longer be available to connect with GST Helpdesk

GSTN દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે GST હેલ્પડેસ્કને વધુ સારું બનાવ્યું છે. આ સાથે જ ટેક્સપેયર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને નવાં ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. GSTNએ એમ પણ જણાવ્યું છે કે, નવો ટોલ ફ્રી નંબર જારી કર્યા પછી GST હેલ્પડેસ્કનો હાલનો નંબર 0120- 24888999 બંધ કરાયો છે.

GST હેલ્પડેસ્કને એક દિવસમાં સરેરાશ 8,000થી 10,000 ફોન કોલ્સ મળે છે.

GST હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786

નાણામંત્રી નિર્મલા સીતારામણે સામાન્ય બજેટમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રીટર્નને લઈને કહ્યું હતું કે, જીએસટી રીટર્નની પ્રક્રિયા સરળ થઈ જશે. એક સરળ નવી રીટર્ન સિસ્ટમ 1 એપ્રિલ 2020થી શરૂ કરવામાં આવશે.

  • GSTNએ GST હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786 શરૂ કર્યો છે.
  • આ નંબર પર ઇનડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા સવાલો અથવા સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરી શકશો.
  • આ ટોલ ફ્રી નંબર 365 દિવસ કામ કરશે. આ નંબર પર સવારે 9 વાગ્યાથી લઇને રાત્રે 9 વાગ્યા સુધીમાં ગમે તે સમયે ફોન કરી શકાશે.
  • આ હેલ્પડેસ્ક પર હવે 10 નવી ભાષાઓમાં જાણકારી મેળવી શકાશે. અત્યાર સુધી GST હેલ્પડેસ્ક પર ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં જ માહિતી મળતી હતી.
  • હવે બંગાળી, મરાઠી, તેલેગુ, તમિળ, ગુજરાતી, કન્નડ, ઓડિશા, મલયાલમ, પંજાબી અને આસામી ભાષાઓમાં પણ GST હેલ્પડેસ્ક એજન્ટ સાથે વાત કરી શકાશે.
February 29, 2020
kanhaiya-kejriwal.jpg
1min5650

દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટીમાં કથિત દેશ વિરોધી નારાના કેસમાં સ્પેશિયલ સેલને કેજરીવાલ સરકાર તરફથી મંજૂરી મળતા હવે જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.

સ્પેશિયલ સેલને મંજૂરી આપવાની ફાઈલ લાંબા સમયથી વિલંબમાં હતી.’ આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલીદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલિદ બસીર સામે પણ રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

થોડો સમય પહેલા પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી મળવાની બાકી છે. જેના કારણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે દિલ્હી સરકારને પત્ર લખીને વલણ સ્પષ્ટ કરવા કહેવામાં આવે.

February 28, 2020
sensex_down.jpg
1min4610

કોરોનાની ગંભીર અસરના ભયે શુક્રવારે બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1448 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,087.47 અને નીચામાં 38,219.97 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 1448.37 પોઈન્ટ્સ અથવા 3.64 ટકાના જંગી કડાકા સાથે 38,297.29 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,384.80 અને નીચામાં 11,175.05 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 414.10 પોઈન્ટ્સ અથવા 3.56 ટકા તૂટીને 11,219.20 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.13 ટકા અને 3.52 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

તા.27મી ફેબ્રુઆરીને ગુરુવારે વિશ્વભરના બજારોમાં કડાકાની અસર આજે તા.28મી ફેબ્રુઆરીને શુક્રવારે સવારે એશિયાના બજારોમાં પણ જોવા મળી હતી. કોરોનાની ગંભીર અસરના ભયે આજે સવારે વિશ્વના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1100 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો બોલી ગયો હતો.

આજે સવારે શેરબજાર નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યું હતું. સવારે 9.45 વાગ્યે BSE સેન્સેક્સ 1118.75 પોઈન્ટ્સ અથવા 2.81 ટકાના જંગી કડાકા સાથે 38,626.91 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 339.35 પોઈન્ટ્સ અથવા 2.92 ટકા તૂટીને 11,293.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.64 ટકા અને 3.51 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

February 23, 2020
coronavirus.jpg
1min5640

જીવલેણ કોરોના વાઈરસને કારણેે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીયોને સિંગોપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. કાઠમંડુ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને મલયેશિયાથી આવતા પ્રવાસીઓનું ઍરપૉર્ટ પર સ્ક્રીનિંગ કરવાનું સોમવારથી શરૂ કરવાની યોજના હોવાનું તેમણે કહ્યું હતું.

હાલ ચીન, હૉંગકૉંગ, થાઈલૅન્ડ, દ. કોરિયા, સિંગાપોર અને જાપાનથી આવતા પ્રવાસીઓનું દેશના નક્કી કરાયેલા ૨૧ હવાઈમથકે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

નવા જીવલેણ કોરોના વાઈરસ સામે લડવા માટે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા સજ્જ છે, ક્યા પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા કૅબિનેટ સચિવના અધ્યક્ષપદ હેઠળ મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું. આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લોકોને સિંગાપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૨૧૮૦૫ પ્રવાસીઓને દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા હોવા ઉપરાંત

વધુમાં ૩,૯૭,૧૫૨ વિમાની પ્રવાસી અને ૯,૬૯૫ નૌકાપ્રવાસીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

February 21, 2020
CIA_Live_Logo_New2.jpg
1min475

દરેક સંકટમાં એક તક પણ : બાંગ્લાદેશ-શ્રીલંકામાં ચીની ફેબ્રિકનું ડમ્પિંગ ઠપ : ભારતીય ફેબ્રિકની ડિમાંડ વધી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા દોઢ મહિનાથી ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસને પગલે ચીની ઉદ્યોગ ધંધા તેમની ક્ષમતા કરતા 25 ટકા કેપેસીટી પર આવી ચૂક્યા છે. ચીની ઉત્પાદકોનું ઉત્પાદન ઠપ છે અને તેની અસર ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ પર પણ પડી છે. બાંગ્લાદેશ અને ચીનમાં ઠલવાતા ચીની ફેબ્રિકનો કારોબાર ઠપ થવા પર છે અને હાલમાં આ પરિસ્થિતિનો સીધો ફાયદો ભારતના લોકલ ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને મળી રહ્યાની પુષ્ટી તાજેતરમાં કોઇમ્બતુર ખાતે યોજાયેલા ઇન્ડીય નીટ ફેરમાં ચોમેરથી મળી હતી.

ઇન્ડિયા નીટ ફેરમાં આવેલા ઉદ્યોગપતિઓએ 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મેળામાં વિવિધ દેશોના 31 ખરીદદારો અને 142 ખરીદનાર કંપનીઓ અને એજન્ટો હાજર રહ્યા હતા. તિરૂપુર, કોઈમ્બતુર, ચેન્નઈ અને કલકત્તાના કુલ 39 મોટા નિકાસકારોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.

એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એ શક્તિવેલે જણાવ્યું કે, ચીનમાં કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળતાં ભારતીય કાપડ ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. યુ.એસ., યુ.કે., યુરોપ અને કેનેડાના ખરીદદારો હવે ભારતમાંથી કપડાની ખરીદીમાં વધારો કરી શકે છે, કારણ કે ચીનમાંથી સપ્લાય ખોરવાયો છે. કોઈમ્બતુર નજીક તિરૂપુર ખાતે ત્રણ દિવસીય ભારત નીટ ફેરના સમાપન પર જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે યુરોપિયવ સંઘથી બ્રિટન નીકળવાનો ભારતીય કાપડ ઉદ્યોગને પણ ફાયદો થઈ શકે છે.

આ દરમિયાન કેન્દ્રીય કાપડ મંત્રાલયે કહ્યું કે, ચીનમાં રોગચાળાએ વર્તાવેલ મહામારી વૈશ્વિક એપરલ બજારમાં 20 અબજ ડોલરનો કારોબારની જગ્યા છોડી છે અને ભારતીય ઉદ્યોગે તેનો લાભ ઉઠાવવો જોઈએ. એક કાર્યક્રમમાં ટેક્સટાઇલ સેક્રેટરી રવિ કપૂરે કહ્યું કે, આ રીતે પોતાને પ્રોજેકટ કરવું સારું નથી, પરંતુ દરેક સંકટમાં એક તક છુપાયેલી હોય છે. અમે ચીનને દરેક રીતે સમર્થન આપી રહ્યા છીએ. પરંતુ અમારા માટે એક મોટી તક પણ છે. તેમણે કહ્યું કે ચીને છેલ્લા 3 વર્ષમાં 20 અબજ ડોલરનો ધંધો છોડી દીધો છે. વિયેતનામને તેનો સૌથી વધુ ફાયદો થયો છે.

February 21, 2020
kamalhassan.jpg
1min8670

કમલ હાસનની નવી ફિલ્મના શૂંટિંગ વખતે સેટ પર ક્રેન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં અને નવ જણ ઘાયલ થયા હતા. કમલ હાસને મૃતકોના કુટુંબી અને ઘાયલો માટે એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત બુધવારે રાતે થયો હતો. કમલ હાસનની ફિલ્મ ‘ઇન્ડિયન-૨’નાં શૂટિંગ માટે સેટ ઊભો કરતી વખતે ક્રેન તૂટી પડયું હતું. એ વખતે શૂટિંગ ચાલું હતું.

આ દુર્ઘટનામાં સહાયક નિર્દેશક ક્રિશ્ર્ના, કલા સહાયક ચન્દ્રન અને પ્રોડ્કશન સહાયક મધુ મરણ પામ્યા હતા.

ક્રેન ઑપરેટર નાસી ગયો છે, પણ પોલીસે કેસ નોંધી એને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કમલ હાસન, ફિલ્મની હિરોઇન કાજલ અગરવાલ, ધનુષ અને પ્રોડયુશરોએ આ દુર્ઘટના બદલ દિલસોજી વ્યક્ત કરી હતી. કમલ ઘાયલોને મળવા બુધવારે રાતે હૉસ્પિટલમાં ગયો હતો.

કમલે જણાવ્યું હતું કે પોતે અને ફિલ્મનો ડિરેક્ટર શંકર જો થોડી ક્ષણો અગાઉ ત્યાંથી આઘા ન ખસ્યા હોત તો અમે પણ મરણ પામ્યા હોત. ડિરેક્ટર અને કૅમેરામેન ત્યાંથી આઘા ખસ્યા અને ચાર સેક્ધડ અગાઉ હું મારી હિરોઇન સાથે ત્યાં ઊભો હતો. અમે થોડાક માટે મરતા બચ્યા છીએ અને જો અમે એ વખતે ત્યાંથી થોડાક આઘા ન ખસ્યા હોત તો આજે અમારા વિશે અન્ય કોઇ દિલસોજી વ્યક્ત કરી રહ્યું હોત.

ગુરુવારે ટ્વિટર પર એણે આ અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં અનેક અકસ્માત જોયા છે અને એમાંથી પસાર પણ થયો છું, પણ આ અકસ્માત સૌથી ભયાનક હતો. મેં મારા ત્રણ સહકર્મી ગુમાવ્યા છે.

મારા દુ:ખ કરતા મૃતકોના કુટુંબીઓનું દુ:ખ અનેકગણું હશે અને હું એમના દુ:ખમાં સહભાગી છું.

February 21, 2020
uddhav.jpg
1min6280

મુખ્ય પ્રધાનપદ સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે પહેલીવાર દિલ્હી જઈ રહ્યા છે અને અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલા નવા સમીકરણો બાદ આ મુલાકાતે સૌના ભવાં ઊંચા કરી દીધા છે. આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટરના માધ્યમથી કરી હતી.

ઠાકરે અગાઉ માત્ર પ્રોટોકોલ નિભાવવા માટે પુણે ખાતે મોદીને વિમાનમથકે મળ્યા હતા. તે જોતા આ તેમની પહેલી મુલાકાત છે, તેમ કહી શકાય. મુલાકાતમાં ઠાકરે ખેડૂતો માટે તેમ જ રાજ્યના વિવિધ પ્રોજેક્ટ માટે ફંડની વાત કરશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર વચ્ચે જોવા મળતા ઉતાર-ચડાવ જોતા આ મુલાકાત જૂના સંબંધોને ફરી તાજાં કરી નવાં સમીકરણોના રૂપમાં સામે આવશે કે શું, તે અંગે તર્કવિતર્ક ચાલી રહ્યા છે. જોકે રાઉતે જણાવ્યું હતુ કે આ માત્ર સદિચ્છા ભેટ છે અને આ મુલાકાત મામલે વધારે ઊંડુ ઉતરવાની જરૂર નથી.

મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડ, દિલ્હીમાં પણ સત્તા ગુમાવી ચૂકેલા ભાજપ માટે થી જૂનો સાથીપક્ષ ફરી સાથે આવે તે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે તેમ છે. જોકે આ બન્ને મહાનુભાવોની મુલાકાતના પરિણામો સામે આવતા સમય નીકળી જશે, પરંતુ આજની મુલાકાત રાજકીય વાતાવરણ ગરમાવશે, તે વાત નક્કી છે.