CIA ALERT
04. May 2024
March 6, 20201min3030

Related Articles



Yes Bank પર RBI નિયંત્રણ

Share On :
Print Friendly, PDF & Email

ખાનગી ક્ષેત્રની બૅંક યસ બૅંક પર ગુરુવારે Dt.5 March 2020 મોડી સાંજે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. એક મહિના સુધી નાણાં ઉપાડવા પર આરબીઆઈ દ્વારા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદા લાદવામાં આવી છે.

બૅંકના બોર્ડને તાત્કાલિક અસરથી બિનઅસરકારક બનાવવામાં આવ્યું હતું. ડિપોઝિટરોના હિતમાં સરકાર સાથે મળીને આરબીઆઈએ નિર્ણય લીધો હતો. છેલ્લા છ મહિનાથી જરૂરી મૂડી ઊભી કરવામાં

નિષ્ફળ રહેલા યસ બૅંકના બોર્ડને આરબીઆઈએ સુપરસીડ કર્યું હતું. એસબીઆઈના ભૂતપૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર પ્રશાંત કુમારને યસ બૅંકના વહીવટીદાર તરીકે નિમવામાં આવ્યા હતા.

આરબીઆઈએ મોડી સાંજે બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, બૅંકને ફરીથી બેઠી કરવાનો વિશ્ર્વસનીય પ્લાન ન હોવાથી જાહેર હિતમાં અને બૅંકના ખાતાધારકોના હિતમાં બૅંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ના સેકશન ૪૫ હેઠળ નિયંત્રણો લાદવાની કેન્દ્ર સરકારને વિનંતી કરવા સિવાય કોઈ છૂટકો નથી તેવું રિઝર્વ બૅંંકનું તારણ હતું.

કેટલાક રોકાણકારો સાથે ચર્ચા ચાલી રહી છે અને તેમાં તેમને સફળતા મળશે તેવું બૅંક મેનેજમેન્ટે તેમને જણાવ્યું હતું તેવું નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

મૂડી મેળવવા બૅંક કેટલાક પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ સાથે પણ ચર્ચા કરી રહી હતી. આરબીઆઈના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ રોકાણકારો સાથે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પણ કેટલાક કારણસર મૂડીરોકાણ થયું ન હતું.

નિયમનકારી પુન:ગઠનની સરખામણીમાં બૅંકને ફરી બેઠી કરવા માર્કેટ આધારિત પ્રયત્નોનો વિકલ્પ બહેતર હોવાથી બૅંકને સુવિધા આપવા આરબીઆઈએ તમામ પ્રયત્ન કર્યા હતા અને આવા કોઈ વિશ્ર્વસનીય પ્લાન તૈયાર કરવા બૅંકના મેનેજમેન્ટને પર્યાપ્ત તક આપી હતી. જે થઈ શક્યું ન હતું. દરમિયાન નિયમિતપણે બૅંકની લિકવિડીટી ઘટી રહી હતી તેવું આરબીઆઈએ કહ્યું હતું.

એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ યસ બૅંકને બેઈલઆઉટ (મૂડીરોકાણ) કરે તેવા પ્લાનને સરકારે મંજૂરી આપી છે એવું વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું તેના થોડા કલાકો પછી આરબીઆઈએ આ પગલું જાહેર કર્યું હતું.

૨૦૦૪માં ગ્લોબલ ટ્રસ્ટ બૅંકને ઓબીસી સાથે ભેળવી દેવામાં આવી હતી અને ૨૦૦૬માં આઈડીબીઆઈ બૅંકે યુનાઈટેડ વેસ્ટર્ન બૅંક ટેઈકઓવર કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૯માં સહકારી બૅંક પીએમસી સામે પણ આ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :