CIA ALERT

બિઝનેસ Archives - Page 74 of 92 - CIA Live

March 10, 2019
him_pm.jpg
1min190050

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ હિંમતભાઇ ખૈનીનું આજે સવારે મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં અકાળે નિધન થતાં શહેરના ઉદ્યોગ જગતે મોટો આંચકો અનુભવ્યો છે. બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહીને મોટા ગજાના કામો કરતા શ્રી હિંમતભાઇ ખૈની બોલવા કરતા કરીને બતાવવામાં જાણીતા હતા. તેઓ સુરતના જાણીતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ હિન્દવા ઉપરાંત એમ. કાંતિલાલ એક્સપોર્ટસ તેમજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ જેવી સંસ્થાઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા.

(કેન્દ્રીય મંત્રી શ્રી રુપાલા સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

મૂળ સૌરાષ્ટ્રના પરવડી ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રી હિંમતભાઇ ખૈની થોડા દિવસો પૂર્વે કમળાની બિમારીમાં સપડાયા હતા. કમળો એટલી હદે વકરી ગયો હતો કે તે કમળીમાં રૂપાંતરીત થઇ જતા તેમને વધુ ઘનિષ્ઠ સારવાર માટે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેશ વિદેશના ખ્યાતનામ તબીબોને હિંમતભાઇ ખૈનીની ટ્રીટમેન્ટમાં જોતરવામાં આવ્યા હતા. પરંતુ, આજે રવિવાર તા.10મી માર્ચે સવારે હિંમતભાઇ ખૈની આ દુનિયા છોડીને અનંત યાત્રાએ નીકળી ગયા હતા.

(વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

કમળો અને પછી કમળી થઇ ગઇ, વિશ્વના ખ્યાતનામ તબીબોએ ટ્રીટમેન્ટ કરી પણ છેલ્લે રવિવારે સવારે હિંમતભાઇ અનંત યાત્રાએ નીકળી પડ્યા હતા. એમ.કાંતિલાલ એક્સપોર્ટ-હિન્દવા ગ્રુપના શ્રી હિંમતભાઇ ખૈનીના નિધનના સમાચાર મળતા જ શહેરના ઉદ્યોગપતિઓ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ, હીરા ઉધોગકારોમાં આંચકો અનુભવાયો હતો. તેઓ એક ઉમદા સામાજિક સંગઠનકાર પણ હતા.

 

March 9, 2019
SGCCI.jpg
1min10060
  • 100 જેટલા લાઇફ મેમ્બર્સે મેનેજિંગ કમિટીમાં ચૂંટણી નહીં થાય તે હેતુથી પોતાની ઉમેદવારીપત્ર પરત ખેંચવાના પત્ર પાઠવી દીધા છે
  • ડાયમંડ ઉદ્યોગપતિ, જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, અગ્રણી બિલ્ડર શ્રી વેલજીભાઇ શેટા, ઉદ્યોગપતિ શ્રી ગીરધર ગોપાલ મુંદડા, શ્રી રવિન્દ્ર આર્ય, શ્રી મનીષભાઇ કતારગામવાળા, શ્રી ગજાનંદ રાઠી, શ્રી મનોજ અગ્રવાલ (ફોસ્ટા) વગેરેએ પોતાની ઉમેદવારીપત્રો પરત ખેંચવા અંગે ચેમ્બરને પત્રો પાઠવી દીધા છે
  • અનિલ સરાવગી, ભદ્રેશ શાહ અને બિલ્ડર્સ સાથે સંકળાયેલા કેટલાક સભ્યોએ હજુ સુધી ઉમેદવારીપત્રો પરત કર્યા નથી
  • આજે તા.9મી માર્ચ, શનિવારની સાંજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ મુદત સુધીમાં મામલો નહીં ઉકેલાય તો ચેમ્બરમાં પહેલી વખત મેનેજિંગ કમિટીની ચૂંટણી કરવી પડેશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધી એવી પરંપરા ચાલી આવી છે કે મેનેજિંગ કમિટીમાં સર્વસંમત નિર્ણય થકી પ્રતિનિધિઓ નિમાય છે. આ પરંપરા અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્શની એકતાની પ્રતીતિ કરાવતી હતી, પરંતુ, આ વખતે ચેમ્બરના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલની સત્તાભૂખને કારણે મેનેજિંગ કમિટીમાં પણ ચૂંટણી કરાવવી પડે તેવા સંજોગો ઉજળા થયા છે. મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની આજે શનિવાર તા.9મી માર્ચ અંતિમ મુદત છે એવા સંજોગોમાં જોવાનું એ રહે છે કે ચેમ્બર ઓફ કોમર્સમાં પરંપરાનો વિજય થાય છે કે સત્તાભૂખ હાવી થઇને ચૂંટણી કરાવવા તરફ ઢસડી જશે.

બી.એસ. અગ્રવાલની બધી જ ચાલબાજીઓનું બાળમરણ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવા માટે ધમપછાડા કરી રહેલા માજી પ્રમુખ બીએસ અગ્રવાલની ચાલબાજીને દરેક સ્તરેથી ધોબીપછાડ મળી રહી છે. દેવેશ પટેલ પાસેથી હિસાબો માંગવાના મુદ્દે બીએસ અગ્રવાલ પર સમગ્ર ચેમ્બરના સભ્યો દ્વારા પસ્તાળ પડ્યા બાદ હવે બીએસ અગ્રવાલે પોતાના બે-પાંચ મળતીયાઓને સાથે રાખીને ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવા માટે દરેક રીતે પેંતરા રચી જોયા પરંતુ, તા.6 માર્ચ 2019ની રાત સુધી બીએસ અગ્રવાલના એકેય પેંતરા સફળ થયા નથી.

દિનેશ નાવડીયા, વેલજી શેટા, ગીરધર ગોપાલ મુંદડા વગેરેએ ઉમેદવારીપત્રો પરત કરી દીધા

બીએસ અગ્રવાલ એન્ડ કંપની જે મોટા માથાઓના નામ લઇને દુષ્પ્રચાર કરી રહી હતી કે તેઓ અમારી સાથે છે અને આ વખતે મેનેજિંગ કમિટીમાં ચૂંટણી થઇને જ રહેશે. સી.આઇ.એ.એ તપાસ કરતા જાણવા મળ્યું કે અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ, જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, અગ્રણી બિલ્ડર શ્રી વેલજીભાઇ શેટા, ઉદ્યોગપતિ શ્રી ગીરધર ગોપાલ મુંદડા, શ્રી રવિન્દ્ર આર્ય, શ્રી મનીષભાઇ કતારગામવાળા, શ્રી ગજાનંદ રાઠી, શ્રી મનોજ અગ્રવાલ (ફોસ્ટા) વગેરે મળીને અંદાજે 100 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ચેમ્બરમાં આપી દીધા છે, કે જેથી દાયકાઓથી ચાલી આવતી સર્વસંમતિની પરંપરા જળવાય રહે.

ઉલ્ટાનું ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની વિવિધ પોસ્ટ માટે ઉમેદવારીપત્રો ભરનારાઓ પૈકી લાઇફ મેમ્બર એવા 100 જેટલા ઉદ્યોગપતિઓએ ચૂંટણી નહીં થાય તેવા સંજોગોમાં પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચવાના પત્રો પાઠવી દીધા છે. જ્યારે બીએસ અગ્રવાલ એવી ડીંગ હાંકી રહ્યા હતા કે તેઓ સમગ્ર પેનલ બનાવીને મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. જોકે, સી.આઇ.એ.ની તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે જે ઉદ્યોગપતિ સભ્યો પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચવાના પત્રો ચેમ્બરને આપી આવ્યા છે તેમને પણ બીએસ જૂથ તરફથી ફોન કરીને તેમની પેનલમાં નામ લખીને જાહેર કરવા માટે ઉકસાવી રહ્યા છે. બીએસ અગ્રવાલની એકેય કારી હજુ સુધી ચાલી શકી નથી.

માત્રને માત્ર પોતાના ઇગો પોષવા માટે સમગ્ર ચેમ્બર ઓફ કોમર્સનું ડેકોરમ અને માહોલ બગાડી રહેલા બી.એસ. અગ્રવાલને આ વખતે બાંયો ચઢાવવાનું ભારી પડે તે રીતે ચેમ્બરમાં તમામ પાસ્ટ પ્રેસિડેન્ટસ તથા અગ્રણીઓ ભેગા થઇ રહ્યા છે.

તો આજે ચૂંટણી જાહેર કરવી પડશે

ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવાનો હઠાગ્રહ લઇને ચાલી રહેલા બીએસ અગ્રવાલના સમર્થનમાં જો 12 પૈકીના સમર્થકો ઉમેદવારીપત્રો પરત નહીં કરે તો નિયમાનુસાર ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવી પડશે. આજે શનિવાર તા.9મી માર્ચે સાંજ સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ અવધિ છે. ચેમ્બર ઓફ કોમર્સના અનેક સિનિયર મેમ્બર્સ છેલ્લા ઘણાં દિવસથી સર્વસંમતિની પરંપરા જાળવી રાખવા માટે સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

March 8, 2019
sugar_factory.jpg
1min9200

કેન્દ્રીય મંત્રીમંડળે મુશ્કેલીમાં મૂકાયેલા પાવર પ્લાન્ટ્સ અને ખાંડ મિલોને ને મોટી રાહત આપતા નિર્ણય લીધા છે. સરકાર ઇંધણની અછતનો સામનો કરી રહેલા વીજમથકોને સરળતાથી કોલસો પુરો પાડશે. તાજેતરમાં લોંચ કરવામાં આવેલી સ્કીમ હેઠળ સરકારે ઇથેનોલ ક્ષમતા ઊભી કરવા ખાંડ મિલોને ₹12900 કરોડની વધારાની સોફ્ટ લોનની અને મોલાસિસ આધારિત સ્વતંત્ર ડિસ્ટલરીઝને ₹2600 કરોડની સોફ્ટ લોન આપવામાં આવશે.

  • ઇથેનોલ ક્ષમતા ઊભી કરવા ખાંડ મિલોને ₹12900 કરોડની વધારાની સોફ્ટ લોન
  • મોલાસિસ આધારિત સ્વતંત્ર ડિસ્ટલરીઝને ₹2600 કરોડની સોફ્ટ લોન


આ ઉપરાંત, વ્યૂહાત્મક રોકાણને વેગ આપવા નવી વ્યવસ્થા વિક્સાવવામાં આવશે. દિલ્હી માટે નવી મેટ્રો-લાઇનની પણ જાહેરાત કરાઇ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસ પહેલાં કેબિનેટે શ્રેણીબધ્ધ નિર્ણય લીધો છે. પાંચ વર્ષમાં ₹30849 કરોડનાં ખર્ચે મુંબઇ અર્બન ટ્રાન્સપોર્ટ નેટવર્કનો નવો તબક્કો શરૂ કરવાનો, હાઇડ્રોપાવરને વેગ આપવા માટેના પગલાં, નવા કેન્દ્રીય વિદ્યાલયો અને રીજનલ એર કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

આજના નિર્ણયોથી વીજ ક્ષેત્રની સમસ્યા હળવી થશે. સરકારે પાવર એક્સચેન્જ સહિતનાં શોર્ટ ટર્મ માર્કેટ્સને વીજળી પૂરી પાડતા મર્ચન્ટ પાવર પ્લાન્ટને કોલસાની ફાળવણી પરના નિયંત્રણો હટાવી લીધા છે. આને કારણે વીજ કંપનીઓ ઋણ ચૂકવી શકશે. વીજ ક્ષેત્ર માટેનાં અન્ય નિર્ણયોમાં તમામ હાઇડ્રો પ્લાન્ટ્સને રીન્યુએબલ તરીકે ગણવા, તેમને સસ્તા દરે વિદેશી ધિરાણની સરળતા કરી આપવી અને ભાવિ પ્રોજેક્ટ્સને આવરી લેવા માટે હાઇડ્રો પાવર જવાબદારીઓ લાદવી વગેરેનો સમાવેશ થાય છે. કેબિનેટે ઋણ પરત ચૂકવણી સમયગાળો 12 વર્ષથી વધારીને 18 વર્ષ કરવાનો પણ નિર્ણય લીધો છે.

ઊર્જા મંત્રી આર કે સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટના નિર્ણયથી સ્ટ્રેસ્ડ એસેટ્સના કોલસા સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે અને હાઇડ્રોપાવર વધુ કિફાયતી બનશે. કેબિનેટે સ્ટ્રેસ્ડ પાવર પ્લાન્ટ્સ અંગે પ્રધાનોના જૂથની કોલસા પુરવઠા અંગેની ભલામણોને મંજૂરી આપી હતી.

સરકારે ચાર પાવર પ્રોજેક્ટ્સ માટે રોકાણને અને હાઇડ્રો પાવર અને સ્ટ્રેસ્ડ પાવર એસેટ્સ અંગેની બે નીતિઓને મંજૂરી આપી હતી. હાઇડ્રો પોલિસી અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારે હાઇડ્રો પોલિસી હેઠળ અનેક પગલાં જાહેર કર્યા છે, જેમાં મોટા હાઇડલ પ્રોજેક્ટ્સને રીન્યુએબલ એનર્જી સ્ટેટ્સ આપવામાં આવશે.

અગાઉ, 25 મેગાવોટની ક્ષમતા સુધીના હાઇડ્રો પ્રોજેક્ટ્સને રીન્યુએબલ્સ તરીકે ગણવામાં આવતા હતા અને તેમને નાણાંકીય મદદ અને સસ્તું ધિરાણ જેવા પ્રોત્સાહન માટે માન્ય ગણવામાં આવતા હતા. હવે સરકારના નિર્ણય બાદ 25 મેગાવોટથી ઉપરનાં હાઇડ્રો પ્રોજેક્ટ્સને પણ આ લાભ મળશે.

ભારત 2022 સુધીમાં 175 ગિગાવોટ રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવાનો લક્ષ્ય ધરાવે છે. મોટા હાઇડ્રો અને ક્લીન એનર્જી સેગમેન્ટમાં ઉમેરાથી 2022 સુધીમાં 225 ગિગાવોટની ક્ષમતા હાંસલ થવાની ધારણા છે. હાલમાં હાઇડ્રો પાવર ટેરિફ અન્ય સ્ત્રોત કરતાં મોંઘા છે. ઊંચા ટેરિફને કારણે વીજ વિતરણ કંપનીઓ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરતાં ખચકાય છે. સરકારે ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રા. લિ દ્વારા કિરુ હાઇડ્રો પ્રોજેક્ટના બાંધકામ માટે ₹4287.59 કરોડનાં રોકાણને મંજૂરી આપી છે.

March 5, 2019
mudra-yojana-hh_opt.jpg
1min7650

ICRAના અંદાજ પ્રમાણે મુદ્રા યોજના હેઠળની લોનની NPA 10-15 ટકાની રેન્જમાં છે, જે માર્ચ 2018માં સરકારે જાહેર કરેલા 5.39 ટકાના આંકડા કરતાં ઘણી વધારે છે

નરેન્દ્ર મોદીએ 2015માં યુવાનોને સ્વરોજગારી માટે સરળતાથી ધિરાણ મળે તે હેતુથી શરૂ કરેલી મુદ્રા લોન યોજના બેશક સારામાં સારી યોજના છે, શુદ્ધ હેતુથી મોદી સરકારે શરૂ કરેલી આ યોજના આજે બેંકોની એન.પી.એ વધારી રહી છે. આજે એ હાલત છે કે લોકોએ મુદ્રા લોન યોજના હેઠળ રૂ.10-10 લાખનું ધિરાણ લઇને તેની પરત ચૂકવણીમાંથી હાથ ઉંચા કરી દીધા છે. બેેંકો મુદ્રા યોજનામાં રિકવરી માટે મોટું અભિયાન ચલાવવું પડે તેવી સ્થિતિ છે. મોટા ભાગના લોનધારકોએ બેંકોનું કરી નાંખવાના ઇરાદે જ મુદ્રા યોજનામાં લોન લઇ લીધી હોવાનું જણાય આવે છે.

મુદ્રા લોનની રકમ નાની હોય છે. તેની ફાળવણી SME કેટેગરી હેઠળ વ્યક્તિ કે એન્ટિટીને કરવામાં આવે છે. લોનનો હેતુ કાર્યકારી મૂડીની સ્થિતિ સુધારવાનો તેમજ બેન્કિંગનો ઓછો વ્યાપ ધરાવતા SMEને ઔપચારિક ક્રેડિટ સ્ટ્રક્ચર હેઠળ લાવવાનો છે.

આ લોન અનસિક્યોર્ડ અને ઓછી રકમની હોય છે અને તેઓ મહદ્ અંશે પહેલી વખત લોન લેતા હોય છે. તેમની કોઈ ક્રેડિટ હિસ્ટરી હોતી નથી. રેટિંગ એજન્સીઝના જણાવ્યા અનુસાર મુદ્દા યોજના માટે અપાયેલી લોનના મુદ્દે ખાનગી બેન્કોની તુલનામાં PSU બેન્કોમાં NPAનું પ્રમાણ વધુ છે. કારણ કે PSU બેન્કોએ અગ્રિમતા ધરાવતાં સેક્ટર્સને ધિરાણના લક્ષ્યાંક પૂરા કરવા આ કેટેગરીમાં વધુ લોન આપવી પડે છે.

બેન્કર્સ અને રેટિંગ એજન્સીઝના જણાવ્યા અનુસાર પ્રધાન મંત્રી મુદ્રા યોજના હેઠળ અપાયેલી લોનનું NPAમાં રૂપાંતર થઈ રહ્યું છે. તેને લીધે આ સેગમેન્ટમાં એક્સ્પોઝર અંગે બેન્કોની ચિંતા વધી છે. રેટિંગ એજન્સીઝ ઇન્ડિયા રેટિંગ્સ અને ICRAના અંદાજ પ્રમાણે મુદ્રા યોજના હેઠળની લોનની NPA 10-15 ટકાની રેન્જમાં છે, જે માર્ચ 2018માં સરકારે જાહેર કરેલા 5.39 ટકાના આંકડા કરતાં ઘણી વધારે છે.

ઇન્ડિયા રેટિંગ્સના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સના ડિરેક્ટર અને વડા પ્રકાશ અગરવાલે જણાવ્યું હતું કે, “લગભગ તમામ લોનમાં NPA ઊંચા છે, પણ ખાનગી બેન્કો આ પ્રકારના ધિરાણમાં વધુ સાવચેત રહી છે.”

RBIની 90 દિવસની લોન રિસ્ટ્રક્ચરિંગ જોગવાઈ ₹25 કરોડથી ઓછી રકમની લોનનું NPA તરીકે વર્ગીકરણ નહીં કરવાની છૂટ આપે છે. જોકે, માર્ચ 2020માં આ જોગવાઈ પૂરી થશે ત્યારે બેન્કોની NPAમાં ઉછાળો નોંધાશે. બેન્કોની ₹10 લાખથી ઓછી રકમની SME લોનને મુદ્રા સ્કીમ હેઠળ ઋણની રકમના આધારે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામની ત્રણ કેટેગરીમાં રિફાઇનાન્સ કરી શકાય.

SBIના એક સિનિયર બેન્કરે જણાવ્યું હતું કે, “આવી લોન જોખમી હોવાના કારણે તેમની એસેટની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. નવા લોનધારકોને અપાતું 70 ટકાથી વધુ ધિરાણ PSU બેન્કો દ્વારા કરવામાં આવે છે. જેમાં મોટો હિસ્સો મુદ્રા પોર્ટફોલિયોનો હોય છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આવી લોન ઉત્પાદન નહીં, વપરાશના હેતુથી લેવાય છે અને એટલે તે જોખમી હોય છે. જોકે, PSU બેન્કોએ આવી લોન માટે વધુ સારી રિકવરી પ્રક્રિયા વિકસાવવી જરૂરી છે.”

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 2015માં મુદ્રા સ્કીમ લોન્ચ કરી ત્યારથી આ યોજના હેઠળ ₹6 લાખ કરોડની લોન આપવામાં આવી છે. MSMEના કુલ બાકી ઋણમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. સરકાર 2017-’18માં મંજૂરી કરાયેલી ₹2.5 લાખ કરોડની લોન સામે 2018-’19માં ₹3 લાખ કરોડના ધિરાણનો લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. તાજેતરના આંકડા મુજબ બેન્કોએ ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી ₹2.2 લાખ કરોડની લોન ફાળવી છે.

March 2, 2019
atf1.jpg
1min14100

આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં વધારો થતાં આજે જેટ ફ્યુઅલના ભાવમાં 8.1 ટકાનો તિવ્ર વધારો કરવામાં આવ્યો હોવાનું જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ જણાવ્યું છે. એવીએશન ટર્બાઇન ફ્યુઅલ વિમાનોમાં બળતણ તરીકે વપરાય છે અને તેના ભાવમાં તોતિંગ વધારો આગામી દિવસોમાં ડોમેસ્ટિક તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે ફ્લાઇટ્સની ટિકીટના ભાવ વધારામાં પરીણમશે. એવીએશન કંપનીઓએ આગામી એક સપ્તાહમાં જ ટિકીટના દરો વધારવાની યોજનાઓ ઘડી કાઢવા માંડી છે.

જાહેર માલિકીની કંપનીઓ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી ખાતે ઍવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવ કિલોલિટરદીઠ રૂ. 4734.15 અથવા તો 8.15 ટકા વધારીને રૂ. 62,795.12 નિર્ધારિત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાર મહિનામાં પહેલી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ અત્યાર સુધીની ઊંચી સપાટીએ રહ્યા છે.

નોંધનીય બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્યુઅલના બૅન્ચમાર્ક ભાવની સરેરાશ અને આગલા મહિનાના આંતરરાષ્ટ્રીય વિનિમય દરને ધ્યાનમાં રાખીને દરેક મહિનાની પહેલી તારીખે એટીએફ અથવા તો જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. આ પૂર્વે ગત પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવ યથાવત્ રાખવામાં આવ્યા હતા અને તે પહેલા પહેલી જાન્યુઆરીના રોજ દર વિક્રમ 14.7 ટકા ઘટાડીને કિલોલિટરદીઠ રૂ. 9990 અને ડિસેમ્બરમાં દર 10.9 ટકા ઘટાડીને રૂ. 8327.83 નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

February 28, 2019
bse.jpg
1min7190

રોકાણકારને ગયા બજેટથી આ બજેટ સુધીમાં શેર્સમાં કમાણી થઈ હોય તો તેણે પોતાને નસીબદાર ગણવો જોઈએ. સૂચિત ગાળામાં BSE પર લિસ્ટેડ 86 ટકા શેર્સના ભાવમાં 1 ફેબ્રુઆરી 2018થી 30 જાન્યુઆરી 2019 સુધીના ગાળામાં 97 ટકા સુધી ધોવાણ થયું છે. સમાન ગાળામાં સેન્સેક્સ 315 પોઇન્ટ (0.88 ટકા) ઘટ્યો છે. જોકે, કેટલાક શેર્સે કરેક્શનના આ તબક્કામાં પણ માતબર વળતર આપ્યું છે.

  • વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટ  708 ટકા
  • દાર્જિલિંગ રોપવેએ 572 ટકા
  • દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા
  • ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા
  • બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા
  • ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા
  • ગયા બજેટથી આ બજેટ સુધીમાં 31 સ્મોલ-કેપ શેર્સે રોકાણકારોની સંપત્તિમાં બમણાથી વધુ ઉમેરો કર્યો છે. જેમ કે, વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટના શેરે આ ગાળામાં 708 ટકા, દાર્જિલિંગ રોપવેએ 572 ટકા, દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા, ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા, બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા અને ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા સુધીનું વળતર આપ્યું છે. અન્ય કેટલાક શેર્સ બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા છે.

બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા

વૈશ્વિક ટ્રેડ વોર, ક્રૂડના ભાવમાં મોટી વધઘટ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો સહિતનાં પરિબળોને કારણે ભારતીય શેરબજાર માટે છેલ્લા 12 મહિના બહુ વોલેટાઇલ રહ્યા છે. ખાસ કરીને સ્મોલ અને મિડ-કેપ શેર્સના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE મિડ-કેપ ઇન્ડેક્સ 16 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 26 ટકા ઘટ્યા છે. તેની સામે સેન્સેક્સના 30માંથી 11 શેર્સે 1 ફેબ્રુઆરી 2018થી રોકાણકારોને પોઝિટિવ વળતર આપ્યું છે. સૂચિત ગાળામાં બજાજ ફાઇનાન્સ 50 ટકા ઊછળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HUL, TCS, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ICICI બેન્ક, HCL ટેક અને HDFC બેન્કમાં આ ગાળામાં 2 ટકાથી 27 ટકાની વૃદ્ધિ થઈ છે. સેન્સેક્સ શેરોમાં ટાટા મોટર્સ 56 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો છે. ઘટનારા અન્ય શેર્સમાં યસ બેન્ક, વેદાંત, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, ONGC અને બજાજ ઓટોનો સમાવેશ થાય છે. જેમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 1 ફેબ્રુઆરી 2018થી અત્યાર સુધીમાં 3.3 ટકા ઘટ્યો છે.

છેલ્લા 12 મહિનામાં સ્થાનિક રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટને કારણે ઘટાડો મર્યાદિત રહ્યો છે. ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE ટેલિકોમ ઇન્ડેક્સ સૌથી વધુ 34 ટકા ઘટ્યો છે. BSE રિયલ્ટી, મેટલ્સ, ઓટો, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં અનુક્રમે 32 ટકા, 30 ટકા, 30 ટકા, 20 ટકા, 17 ટકા અને 17 ટકા ઘટાડો નોંધાયો છે. તેની સામે BSE IT, ટેક, અને FMCG ઇન્ડેક્સ અનુક્રમે 19 ટકા, 8.28 ટકા અને 6.27 ટકા વધ્યા છે.

February 27, 2019
SGCCI.jpg
1min9440

 1થી 3 માર્ચ સુરતના સરસાણા ખાતે આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર તથા એગ્રીકલ્‍ચર, ફાર્મર્સ વેલફેર એન્‍ડ કો-ઓપરેશન ડિપાર્ટમેન્‍ટ – ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે આગામીતા. 1/3/ર019થી 3/3/ર019 દરમિયાન સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે ‘ફૂડ એન્‍ડ એગ્રીટેક એક્ષ્પો- ર019’નું ભવ્‍ય પ્રદર્શન યોજાશે.

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, ટ્રેડ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે કામ કરતી ચેમ્‍બર દ્વારા કૃષી ક્ષેત્રને પ્રોત્‍સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે સૌપ્રથમ વખત ફૂડ એન્‍ડ એગ્રીટેક એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્‍યુ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્‍ટ કૃષી ઉદ્યોગ તરીકે હવે ડેવલપ થઇ રહયો છે ત્‍યારે આવનારા સમયમાં ઉદ્યોગપતિઓ તેમજ નવા એગ્રો ગ્રેજયુએટ્‍સ કૃષી ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ હેતુલક્ષી પ્રદર્શન એગ્રો ફૂડ યોજાઇ રહયુ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍ફ્‍ભાઇ મોદી વર્ષ ર0ર0 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લ1ય સાથે આગળ વધી રહયા છે ત્‍યારે આવા પ્રદર્શનો એક સીમાચિન્‍હ બની રહેશે. આ પ્રદર્શન થકી આ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની સારી તક મળશે. પ્રદર્શનમાં એકજ સ્‍થળે સુરતીઓને 400થી પણ વધુ ટેસ્‍ટી તથા હેલ્‍ધી વાનગીઓ માણવા મળશે.

 

ચેમ્‍બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્‍યું હતું કે આ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારંભ શુક્રવારે તા. 01/3/ર019ના રોજ સવારે 11.00 કલાકે સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેશન સેન્‍ટર ખાતે યોજાનાર છે. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી સંજય પ્રસાદ (એડીશનલ ચીફ સેક્રેટરી, એગ્રીકલ્‍ચર એન્‍ડ કો-ઓપરેશન ડિપાર્ટમેન્‍ટ, ગુજરાત સરકાર) ઉપસ્‍થિત રહેશે. સાંસદ શ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર શ્રી કે.એસ. રંધાવા (IFS) અને
યસ બેન્‍કના પ્રેસિડેન્‍ટ શ્રી પંકજ પોપટ સ્પેશિયલ ગેસ્‍ટ તરીકે સ્‍થાન શોભાવશે.

 

ફૂડ એન્‍ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન ડો. વી. કુમારેજણાવ્‍યુ હતુ કે, આ પ્રદર્શન 1 લાખ ચોરસ સ્‍કવેર ફૂટ વિસ્‍તારમાં યોજાશે. જેમાં 13પથી વધુ એકઝીબીટર્સ ભાગ લઈ રહયા છે.આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્‍થાઓ અને વિદ્યાર્થીઓને માટે ઉજળી તક મળશે.ભવિષ્‍યમાં આંત્રપ્રિન્‍યોર્સને પણ સારુ પ્‍લેટફોર્મ મળી રહેશે. આ પ્રદર્શનમાં કૃષી ક્ષેત્રે ફૂડ પ્રોસેસિંગ અને ખેતીના વિકાસ માટે રાજય સરકારના કૃષિ વિભાગ, ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રી કોર્પોરેશન, હોર્ટીકલ્‍ચર વિભાગ, ડાયરેકટોરેટ ઓફ એગ્રીકલ્‍ચર, વિવિધ સહકારી મંડળીઓ, પશુપાલન વિભાગ, ગુજરાત સ્‍ટેટ સીડ્‍સ કોર્પોરેશન લિમિટેડ અને કૃષિ યુનિવર્સિટી મોટાપાયા ઉપર ભાગ લઇ રહી છે.

 

આ પ્રદર્શનમાં ભાગ લેનારા મુખ્‍ય એકઝીબીટર્સમાં એગ્રીકલ્‍ચર પ્રોડયુસ માર્કેટ, ગીરીરાજ ફૂડ્‍સ પ્રોડકટ્‍સ, હજુરી ફ્રુટ્રીટ આઇસ્‍ક્રીમ, મલ્‍ટીગ્રેન ફૂડ પ્રા.લી., સ્‍કૂપ હેપ્પીનેસ પ્રા.લી., તાપી ફ્રુટ પ્રોસેસિંગ પ્રા.લી., ગજાનંદ ફૂડ્‍સ પ્રા.લી., ગ્રોવેલ બાયોસિસ્‍ટમ્‍સ પ્રા.લી., શીતલ કૂલ પ્રોડકટ્‍સ, એસ.આર. ઇકવીપમેન્‍ટ્‍સ, સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડીયા, નેશનલ બેન્‍ક ફોર એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલપમેન્‍ટ, ગુજરાત કો-ઓપ. મિલ્‍ક માર્કેટ ફીડ લી., પેટસન ગૃપ ઓફ કંપનીઝ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લી., જીવરાજ ટી લી., સુરત ડિસ્‍ટ્રીકટ કો-ઓપ. મિલ્‍ક પ્રોડયુસર્સ યુનિયન લી., ધી સુરત ડિસ્‍ટ્રીકટ કો-ઓપ. બેન્‍ક, આઇસ મેક રેફ્રીજરેશન લિમિટેડ, ગુજરાત સ્‍ટેટ ફર્ટીલાઇઝર્સ એન્‍ડ કેમિકલ્‍સ લિમિટેડ, નવસારી અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ચેમ્‍બરના ફૂડ એન્‍ડ એગ્રી ટેક પ્રદર્શનના આયોજનમાં યસ બેંકનો સહયોગ પ્રાપ્‍ત થયો છે.

 

February 27, 2019
rbi.png
1min14300

આર્થિક વૃદ્ધિને ટેકો મળે તે માટે બેન્કોને સશક્ત કરવાના સરકારના ઇરાદા પ્રમાણે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્કને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) માળખામાંથી દૂર કરી છે અને તેમને મુક્તપણે ધિરાણ આપવાની છૂટ આપી છે.

બંને બેન્કોએ તેમની બેલેન્સ શીટ મજબૂત કરવા અને ફાઇનાન્શિયલ રેશિયોમાં સુધારો કરવા માટે સરકાર પાસેથી મળેલી નવી મૂડીનો ઉપયોગ કરવાનું વચન આપ્યું છે. સરકારે 20 ફેબ્રુઆરીએ અલ્હાબાદ બેન્ક માટે ₹6,896 કરોડ અને કોર્પોરેશન બેન્ક માટે ₹9,086 કરોડના નવા મૂડીભંડોળની જાહેરાત કરી હતી.

RBIએ ખાનગી સેક્ટરની ધનલક્ષ્મી બેન્ક પર લાદેલી મર્યાદાઓ પણ હટાવી દીધી છે. અત્યારે આ બેન્ક એક પણ મર્યાદાનો ભંગ કરતી નથી. આ બેન્કોના પર્ફોર્મન્સની સમીક્ષા કર્યા બાદ મંગળવારે RBIના બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝન (‌BFS)એ આ નિર્ણય લીધો હતો. સમીક્ષા બેઠક બાદ RBIએ જણાવ્યું હતું કે, આ બેન્કોએ ચોક્કસ શરતોનું પાલન કરવું પડશે અને તેમના પર સતત મોનિટરિંગ રાખવામાં આવશે.

વધારે પડતી બેડ એસેટ્સ અને નેગેટિવ રિટર્ન આપવા બદલ કુલ 12 બેન્કોને PCA હેઠળ મૂકવામાં આવી હતી, જેમાંથી છ બેન્ક હવે આ કડક નિયમોમાંથી બહાર છે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ સૌથી પહેલાં આમાંથી બહાર થઈ હતી.

“જાહેર ક્ષેત્રની બેન્કોમાં સુધારો ચાલુ રહ્યો છે. 4R સ્ટ્રેટેજીને કારણે કેટલીક અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક PCAમાંથી બહાર થઈ શકી છે. બંને બેન્કોએ સારું પર્ફોર્મન્સ આપવાનું ચાલુ રાખવું પડશે અને ક્લીન બેન્કિંગ માટે દૂરંદેશી દાખવવી પડશે.” એમ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્રેટરી રાજીવ કુમારે મંગળવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું. ઇકોનોમિક ટાઇમ્સે 20 ફેબ્રુઆરીએ નોંધ્યું હતું કે, અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક PCAમાંથી બહાર થઈ જશે.

February 25, 2019
income_tax-1280x853.jpg
1min6350

ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવા હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગે રૂ. ૫૫૭૫૦ કરોડના નિર્ધારીત ટાર્ગેટ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી ટેક્ષ કલેકશન રૂ. ૩૮૧૯૧ કરોડ થવા પામ્યું છે કે જે ટાર્ગેટ કરતા રૂ. ૧૭૫૫૯ કરોડ ઓછું છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે આગામી દિવસોમાં આયકર ખાતું ટેક્ષ ડિફોલ્ટરો પર તૂટી પડશે તેવો નિર્દેશ ઈન્કમટેક્ષના મુખ્ય ચીફ કમિશનરે આપ્યો હતો.

  • ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગને રૂ. ૫૫૭૫૦ કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં રૂ. ૩૮૧૯૧ કરોડનું કલેકશન
  • દોઢ મહિનામાં રૂ. ૧૭૫૫૯ કરોડની ઘટ પૂરી કરવા ટેક્ષ ડિફોલ્ટરો પર સટાસટી
  • ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગે રૂ. ૫૫૭૫૦ કરોડના નિર્ધારીત ટાર્ગેટ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગને રૂ. ૫૫૭૫૦ કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં રૂ. ૩૮૧૯૧ કરોડનું કલેકશન થયું હતું. દોઢ મહિનામાં રૂ. ૧૭૫૫૯ કરોડની ઘટ પૂરી કરવા ટેક્ષ ડિફોલ્ટરો પર સટાસટી બોલાવશે. ગયા વર્ષના ટાર્ગેટ કરતા ચાલુ વર્ષનો ટાર્ગેટ ૧૭.૫ ટકા જેટલો ઊંચો હતો અને તેને પ્રાપ્ત કરવો અત્યારે તો મુશ્કેલ લાગી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં નવા ૬.૬ લાખ કરદાતાઓ ઉમેરાયા છે. એટલું જ નહિ માર્ચ ૨૦૧૮ના અંત સુધીમાં ઇન્કમટેક્ષ રિટર્નની સંખ્યામાં ૨૦૧૪ના ૩૧.૫૮ લાખ હતી તે વધીને ૭૦.૮૬ લાખની થઈ છે. ઇન્કમટેક્ષ રિટર્નની સંખ્યા વધી પણ ટાર્ગેટ પણ વધી જતા આવકવેરા ખાતું ચિંતામાં પડ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા ઓલ ગુજરાત ઓપન હાઉસ કાર્યક્રમમાં કમિશનરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ટેક્ષ વિભાગ ટેક્ષ કલેકશન પર ધ્યાન કેન્દ્રિત કરી અને ટીડીએસ ડિફોલ્ટરો પર તૂટી પડશે. મોટા વ્યવહારો કર્યા છતાં જે લોકોએ રિટર્ન નથી ભર્યું તેમની સામે પણ પગલાં લેવામાં આવશે. તેમણે ઈઝ ઓફ પેઇંગ ટેક્ષ અંગે બોલતા કહ્યું હતું કે કરદાતાઓએ ઇન્કમટેક્ષ સાથે નિયમિત રીતે સંપર્કમાં રહેવું જોઈએ અને ઈ-મેઈલ સતત અપડેટ કરતા રહેવો જોઈએ.

February 21, 2019
gst.jpg
1min6960

જીએસટી રિટર્ન ફાઇલ કરતી વખતે કોડ લખવામાં થઇ ગયેલી ભૂલોને કારણે ગુજરાતના અને મોટા ભાગે સૌરાષ્ટ્રના નિકાસકારોના રૂ.725 કરોડથી વધુ રકમના જીએસટી  રિફંડ અટવાય ગયા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનેકો વખત રજૂઆતો કરવા છતાં હવે  સવાસો કરોડનું  રિફંડ મળવાની આશા એટલા માટે ધૂંધળી બની ગઇ છે કેમકે કેન્દ્ર સરકારે નિકાસકારોને રિફંડ નહીં મળવા અંગેનો સત્તાવાર સરક્યુલર જારી કરી દીધો છે.

જીએસટીનો કાયદો લાગુ થયા પછી વેપાર-ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. જીએસટીના અમલીકરણના પ્રારંભિક મહિનાઓમાં કાયદાની ગેરસમજને લીધે એ વખતે કરેલી ભૂલોના ફળ નિકાસકારો હજુ ભોગવી રહ્યા છે. 2017ના વર્ષના આઇજીએસટી રિફંડ ટેકનીકિલ ક્ષતિને કારણે હવે કેન્દ્ર સરકાર છૂટ્ટા નહીં કરતી હોવાથી નિકાસકારોની 125 કરોડ કરતા વધારે રકમ ફસાઇ ગઇ છે. 30 કરોડ જેટલી રકમ તો રાજકોટ ચેમ્બરના સભ્યોની જ હોવાની ધારણા છે

જીએસટી લાગુ થયો એ પછી જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2017ના રિફંડ ફસાયેલા છે. કરોડો રૂપિયા ફસાય જતા વ્યાજની તો નુક્સાની ગઇ છે પરંતુ હવે એ રકમ મળવાની પણ અશા રહી નથી. કારણકે ઓક્ટોબર 2018માં સીબીટીસીએ રિફંડ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરી દીધો છે.

રાજકોટ ચેમ્બર દ્વારા આ મુદ્દે સતત રજૂઆત થઇ છે. ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા સમગ્ર મુદ્દા અંગે કહે છે, જીએસટી પૂર્વે એક્સાઇઝ લાગુ હતી. એ વખતે શીપીંગ બિલો ફાઇલ કરવા માટે એ અને બી એમ બે કોડ વપરાતા. ઉત્પાદક નિકાસ કરે તો બી લખવામાં આવતો અને ટ્રેડિંગ કરનારા નિકાસ કરે તો એ લખવામાં આવતો.

જીએસટી લાગુ થયા પછી બી લખનારાને રિફંડ મળી ગયું. પરંતુ જે ટ્રેડિંગ કરીને નિકાસ કરતા હતા તેમના શીપીંગ બિલો ફાઇલ કરતી વખતે સિસ્ટમમાં એ નો ઓપ્શન ચાલતો ન હતો. કેટલાકે એ વખતે સી લખીને ફાઇલ કર્યા અને થઇ પણ ગયા.

જોકે બાદમાં કેવી મુશ્કેલી પડશે તે કોઇએ વિચાર્યું ન હતુ તેમ પાર્થભાઇ કહે છે. નિકાસકારો કે ક્લીયરીંગ એજન્ટોનું અજ્ઞાન જે ગણો તો પણ આ રીતે સી વિકલ્પથી શીપીંગ બિલો ફાઇલ થતા રહ્યા. ઓક્ટોબર 2017માં સરકારે” એ બી કે સી ગમે તે લખવાથી રિફંડ મળે એવી જાહેરાત થઇ. જુલાઇથી ઓક્ટોબર 2017માં એ અને સી લખતા હતા તેમના રિફંડ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક રિજેક્ટ થવા લાગ્યા હતા.
જોકે આ પ્રકારે દેશભરમાંથી રજૂઆતો આવવાથી સરકારે છેલ્લે 9 ઓક્ટોબર 2018ના રોજ સરક્યુલર બહાર પાડીને આવા કિસ્સાઓમાં રિફંડ નહીં અપાય તેવું જાહેર કરી દીધું. રાજકોટ ચેમ્બર સહિત દેશભરમાંથી અસંખ્ય નિકાસકારોની ભારે રજૂઆતો પછી આ સરક્યુલર જાહેર થયો છે. જોકે હવે સરકાર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરવાના મૂડમાં નથી.

રાજકોટ ચેમ્બર દ્વારા છેલ્લે 30 જાન્યુઆરીએ વાણિજ્ય મંત્રાલયના મનિંદર કુમારને રજૂઆત કરી છે પરતું કોઇ હકારાત્મક વલણ સરકારે દાખવ્યું નથી. ચેમ્બરે કહ્યું છેકે, નિકાસકારો પ્રમાણિક છે અને ભૂલમાં આવા કોડ લખાઇ ગયા હતા.

સરકારમાં વિવિધ સ્તરે મુખ્યમંત્રીથી લઇને નાણાપ્રધાન સુધીની રજૂઆતો થઇ રહી છે પરંતુ કોઇ ઉકેલ આવે એવી શક્યતા નહીં હોવાથી નિકાસકારોના કરોડો રૂપિયા અત્યારે તો ફસાઇ જ ગયા છે.