CIA ALERT

બિઝનેસ Archives - Page 75 of 92 - CIA Live

February 15, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9690

કાશ્મીરના પુલવામાં ખાતે તા.14મી ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં માર્યા ગયેલા શહીદોના માનમાં તા.16મી ફેબ્રુઆરી 2019 ને શનિવારે સુરતનું કાપડ બજાર સંપૂર્ણ બંધ પાળશે એમ જણાવાયું છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોશીએશનની આજે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ફોસ્ટા સાથે સંલગ્ન હોય તેવી કુલ 165 માર્કેટ તેમજ અન્ય 25થી વધુ માર્કેટ મળીને કમસે કમ 65000થી વધુ ટેક્સટાઇલ વ્યાપારીઓ શનિવાર તા16મી ફેબ્રુઆરીએ વ્યાપાર ધંધો બંધ રાખશે.

સુરતમાંથી રોજેરોજ અંદાજે 250થી વધુ ટ્રક ભરીને કાપડ, સાડીઓ ભારતના અન્ય રાજ્યોમાં રવાના થાય છે. એક ટ્રક માલ અંદાજે રૂ.70 લાખનો થાય છે. એ જોતા અંદાજે 170 કરોડની રકમનો વ્યાપાર વેપારીઓ જતો કરશે. એ સિવાય સ્થાનિક બજારની ખરીદી મળીને કમસે કમ રૂ.200 કરોડથી વધુનો વેપાર ધંધો વ્યાપારીઓ છોડી દેશે.

February 11, 2019
ratnagiri.jpg
1min13590

700 થી 1000 રૂપિયે કિલો: ખર્ચી શકનારા અત્યારથી ખાવા લાગ્યા !

હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે કે લોકો ઉનાળો ક્યારે આવશે, એની રાહ જોઈ રહ્યા છે અને ઉનાળો શરૂ થશે ત્યારે કેરી ક્યારે આવશે, તેની રાહ જોશે પણ દેવગઢ, રત્નાગીરીની જગજાણીતી હાફૂસ કેરી મહારાષ્ટ્રમાં તો વેચાવા માંડી છે અને હવે એ ગુજરાતના સુરત, અમદાવાદ અને રાજકોટ સુધી પહેંચી છે. ગુજરાતના મોટા શહેરોના બજારોમાં હાફૂસ કેરી મળતી થઈ ગઈ છે.

જાણીતા ફળના વેપારીઓનું કહેવું છે કે, છેલ્લા એક સપ્તાહથી હાફૂસ કેરીનું આગમન રાજકોટની બજારમાં થઈ ગયું છે. હાફૂસમાં પણ અલગ અલગ વેરાયટી આવે છે એટલે એક કિલોનો ભાવ 700 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીનો છે. જે લોકોને આર્થિક રીતે પરવડે છે, એ લોકો અત્યારથી હાફૂસ ખાવા લાગ્યા છે.

ખાસ કરીને કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય તો અતિથિઓને પણ હાફૂસનો સ્વાદ મણાવે છે. રાજકોટની ફળ બજારમાં અત્યારે શિયાળાના કારણે અવનવી વેરાયટીના ફળ જોવા મળે છે. ડ્રેગન ફ્રૂટ, ચેરી, સ્ટ્રોબેરી, સંતરા, માલ્ટા, લીલા અંજીર, દ્રાક્ષ, જામફળ, બોર જેવા ફળ તો આવે જ છે પણ હવે આ બધા ફળ વચ્ચે ફળોની રાણી હાફૂસ કેરી પણ જોવા મળી રહી છે.

ફળોની વચ્ચે પડેલી હાફૂસ કેરી જોઈને લોકોને આશ્ચર્ય પણ થાય છે અને મન પણ લલચાય છે. કડકડતી ઠંડીમાં ઉનાળાના આગમનની છડી પોકારતી કેરી બજારમાં આવતાં જ લોકો હરખાવા લાગ્યા છે

February 1, 2019
fisheris.png
1min24710

હંગામી નાણાંમંત્રી શ્રી પિયુષ ગોયેલએ આજે રજૂ કરેલા ઇન્ટ્રીમ બજેટમાં સૌથી મોટો ફાયદો જો કોઇ ઉદ્યોગને થયો હોય તો એ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે. વર્ષે દહાડે ભારતને રૂ.40 હજાર કરોડનું વિદેશી હૂંડીયામણ કમાવી આપતા ફિશરીઝ માટે ભારતમાં કોઇ અલગ ડિપાર્ટમેન્ટ જ ન હતું. પરંતુ, આ વખતે બજેટરી પ્રોવિઝન મુજબ હવેથી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારમાં સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ તરીકે કાર્યરત થઇ રહ્યું છે અને તેનો સૌથી મોટો ફાયદો સુરતના ફિશરીઝ ઉદ્યોગ ખાસ કરીને ઝીંગા ઉદ્યોગને થશે એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

  • સ્થાનિક ઝીંગા ઉદ્યોગને ફક્ત જમીન કે તળાવના મુદ્દે બદનામ કરવામાં આવી રહ્યા છે

  • સુરતના ઝીંગા ઉત્પાદકોએ રૂ.3200 કરોડનું વિદેશી હૂંડીયામણ ભારતની તિજોરીમાં રળી આપ્યું છે

  • એકલા દક્ષિણ ગુજરાતમાં એક વર્ષમાં 55 હજાર ટન ઝીંગાનું ઉત્પાદન થયું

  • આખા ગુજરાતના 45 ટકા ઝીંગા ફક્ત સુરતના ઝીંગા ઉત્પાદકો પેદા કરી રહ્યા છે

  • વિદેશી હૂંડીયામણ ઉપરાંત ઝીંગા ઉછેર અને માછીમારીએ મોટી સંખ્યામાં રોજગારી પણ પ્રદાન કરી છે

દક્ષિણ ગુજરાતમાં હાલ ઝીંગા ઉછેર ઉદ્યોગ જબરદસ્ત વેગ પકડી રહ્યો છે તેની પ્રતીતિ એ રકમ પરથી થાય છે કે છેલ્લા એક જ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં કુલ રૂ.3200 કરોડની કિંમતના ઝીંગાનો ઉછેર કરીને તેની નિકાસ કરવામાં આવી. ઝીંગા ઉદ્યોગે જ ભારતની તિજોરીમાં વિદેશી હૂંડીયામણ પેટે રૂ.3200 કરોડ ઠાલવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 55 હજાર ટન ઝીંગાનું ઉત્પાદન થયું. સમગ્ર ગુજરાતના કુલ ઝીંગા ઉત્પાદનનો 45 ટકા હિસ્સો ફક્ત એકલું દક્ષિણ ગુજરાત પકવે છે અને તેની નિકાસ કરીને ભારતને ડોલર્સમાં રૂપિયા લણી આપે છે. જાણકારો જણાવે છે કે સુરતના ઝીંગા ઉદ્યોગને ફક્ત જમીન કે તળાવના મામલે બદનામ જ કરવામાં આવી રહ્યા છે હકીકતમાં ઝીંગા ઉદ્યોગ કે માછીમારી હવે મર્યાદિત નહીં બલ્કે કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝ બની ચૂક્યા છે.

ફિશરીઝ ડિપાર્ટમેન્ટને એગ્રિકલ્ચરથી અલગ કરીને સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ તરીકે મંજૂરી આપવાના કારણે આ ઉદ્યોગને હવે વધુ પ્રોત્સાહન મળશે. માછીમારી, ઝીંગા ઉછેર વગેરેથી ભારતને વિદેશી હૂંડીયામણ તો મળે છે પરંતુ, મોટી સંખ્યામાં આ ઉદ્યોગ રોજગારી પણ પૂરી પાડે છે. આજે ઝીંગા તળાવોને કારણે હજારો લોકોને એક સ્થાયી રોજગારનું માધ્યમ મળ્યું છે.

CIA Live ન્યુઝ પોર્ટલ હંમેશ આપની સાથે છે

CIA Live ન્યુઝ પોર્ટલ ભારતની તિજોરીને વિદેશી હૂંડીયામણ કમાઇ આપતા ઝીંગા ઉત્પાદકો, ઝીંગા તળાવના સંચાલકો, માછીમારી કરી રહેલા માછીમાર ભાઇઓ, ખલાસીઓ આ તમામની પડખે છે અને તેમના પ્રશ્નોને હંમેશા વાચા આપશે. કોઇપણ ઝીંગા તળાવ સંચાલક, ઝીંગા ઉછેર કે માછીમારી સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિ તેમને પ્રશ્નો માટે અમારો સંપર્ક કરી શકે છે.

જયેશ બ્રહ્મભટ્ટ એડીટર 98253 44944

February 1, 2019
rangnath_sharda.jpg
1min10380

ટેક્સટાઇલ ઉદ્યોગકારોની 12 મહિનાથી ડઝન પડતર માંગણી પૈકી એક આખરે સંતોષાય

(શ્રી રંગનાથ શારડા, ફોસ્ટા)

સુરતમાં લગભગ 165 જેટલી ટેક્સટાઇલ માર્કેટમાં લગભગ  75 હજાર ટેક્સટાઇલ ટ્રેડર્સ કાપડનો ધંધો કરે છે, ફોસ્ટાના આંકડા પ્રમાણે 50 ટકા વ્યાપારીઓ અઢી થી ત્રણ કરોડ જ્યારે 75 ટકા વેપારીઓ 5 કરોડ કે તેથી ઓછું ટર્ન ઓવર ધરાવે છે. ફોસ્ટાના એક્ટિવ ડિરેક્ટર રંગનાથ શારડાના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રી પિયુષ ગોયેલ પણ પોતે એક વ્યાપારી છે, તેમણે વ્યાપારી ભાવનાનું ધ્યાન રાખીને તેમણે ફોસ્ટાની વર્ષ જૂની માગણી સ્વીકારી છે, જેનાથી સમગ્ર ટેકસ્ટાઇલ ટ્રેડર્સમાં ખુશીનો માહોલ ફરી વળ્યો છે.

આ જોગવાઇ મુજબ રૂ.5 કરોડ કે તેથી ઓછું ટર્ન ઓવર ધરાવનાર વ્યાપારી ત્રણ મહિને જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોશીએશન ફોસ્ટાએ પાંચ કરોડ કે તેથી ઓછું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને ત્રણ મહિને એક વખત રિટર્ન ફાઇલ કરવાની સુવિધા કેન્દ્રીય નાણાં મંત્રાલય સમેત જીએસટી વિભાગને વારંવાર કરી હતી. જ આજે બજેટની જોગવાઇઓ જાહેર કરતા હંગામી નાણાં મંત્રી પિયુષ ગોયલએ પોતાના વક્તવ્યમાં પૂરી કરવાની ઘોષણી કરી હતી.

 

February 1, 2019
psb59_logo.jpg
1min8550

બીજી નવેમ્બર 2018ના રોજ વડાપ્રધાન મોદીએ નેશનલ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને રૂ.10 લાખથી રૂ.1 કરોડ સુધીની લોન મળે તાત્કાલિક અસરથી મળે તે માટે પ્લેટફોર્મ લોંચ કર્યું હતું. જેને પીસએબી (પબ્લિક સેક્ટર બેંક)  59 કહેવામાં આવે છે. આ પીએસબી 59 લોન સર્વર પ્રમાણે જે તે ઉદ્યોગકાર 59 મિનિટમાં જ પોતાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને રૂ.10 કરોડ સુધીની લોન મેળવી શકે છે. જેના વિવિધ ક્રાઇટેરીયામાં આધાર કાર્ડ, છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન, જીએસટી નંબર સમેતની માહિતી તેમજ ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહે છે. આ પ્રકારે પીએસબી-59 લોન લઇ ચૂકેલા, લઇ રહેલા અને આગામી દિવસોમાં લોન લેનારા ઉદ્યોગકારોને આજે ઇન્ટ્રીમ બજેટમાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ વ્યાજ સબસિડીમાં વધારાના 2 ટકા જેટલી રાહત આપવામાં આવશે.

પીએસબી-59 કેટલા લોકો લઇ ચૂક્યા છે

બીજી નવેમ્બર 2018થી 10 જાન્યુઆરી 2019 સુધી સુરતના 850થી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ પીએસબી 59 થકી 7974 લાખ રૂપિયાનું માતબર ધિરાણ 10 નેશનલલાઇઝ્ડ બેંકો પાસેથી મળી ચૂક્યું છે.

લીડ બેંકના અધિકારીના જણાવ્યા અનુસાર આ પીએસબી 59 પોર્ટલ થકી અત્યાર સુધી 845 ઉદ્યોગકારોને લોન મંજૂર કરવામાં આવી છે. જેમાંથી 339 લોકોને લોન ડિસ્બર્સમેન્ટ મળી ચૂક્યું છે. જ્યારે 506 લોકોએ બેંક પાસેથી પોતાનું એલોટમેન્ટ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે. આ યોજનામાં અત્યાર સુધી 8થી 10 ટકાના લોન વ્યાજ પર વિવિધ જોગવાઇ પ્રમાણે 1થી 2 ટકા સુધીનું વ્યાજ વળતર મળી રહ્યું છે, જેમાં કેન્દ્ર સરકારે નવી કરેલી જોગવાઇ પ્રમાણે 2 ટકા સુધી વધારાનું વ્યાજની સબસિડી ઉદ્યોગકારોને મળવાપાત્ર બનશે.

પીએસબી 59 યોજનામાં 2 ટકા વધારાની વ્યાજ સબસિડી આપવાની બજેટરી જોગવાઇ હાલના લોન ધારકો ઉપરાંત નવા લોન ધારકોને પણ મળશે.

February 1, 2019
Union-Budget.png
2min21080

કાર્યકારી નાણાં મંત્રી પિયુષ ગોયલે દેશના ત્રણ કરોડ જેટલા પગારદારો, નાના અને મધ્યમકદના વ્યાપારીઓને સીધો લાભ થાય તેવી કરેલી જોગવાઇ અનુસાર હાલની રૂ.2.5 લાખની આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને રૂ.5 લાખ કરવાની જાહેરાત કરી હતી. આવકવેરા મુક્તિમાં પિયુષ ગોયલે સીધો બમણો વધારો કર્યો હતો. 5 લાખની આવક ટેક્સ ફ્રી થવા ઉપરાંત અન્ય દોઢ લાખ રૂપિયા સુધીનું ચોક્કસ રોકાણ કરવામાં આવશે તો રૂ.6.5 લાખ સુધીની આવક પર એક પણ રૂપિયો ટેક્સ નહીં લાગશે.

અગાઉ 2.5 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ લાગતો નહતો. હવે રૂ.1.5 લાખ સુધી વિવિધ ટેક્સ સેવિંગ રોકાણ કરવાથી 6.5 લાખ સુધીની ગ્રોસ આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો પડશે નહીં જે ખુશીની વાત છે.

20 ટકાનો ટેક્સ સ્લેબ

જો તમારી આવક 5 લાખથી 10 લાખની વચ્ચે હતી તો તમારે 20 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. અને 4 ટકા સેસ તો ખરો જ

30 ટકાનો ટેક્સ સ્લેબ

પાછલા બજેટ પ્રમાણે જો તમારી આવક 10 લાખથી 50 લાખ વચ્ચે હોય તો તમારે 30 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. અહી પણ 4 ટકા સેસ ચૂકવવો પડે છે.

આ ઉપરાંત બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા વર્તમાન રૂ.40,000 વધારીને રૂ.50,000 કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા આવક વેરા મુક્તિ મર્યાદા વધારતા તેનો લાભ ત્રણ કરોડ કરદાતાઓને મળશે તેમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું. કેન્દ્રને આનાથી 18,500 કરોડનું નુકસાન થશે. દરમિયાન બેન્ક તેમજ પોસ્ટમાં મૂકેલા નાણાંના વ્યાજ પર ટીડીએસ લિમિટ રૂ. 10,000થી વધારીને રૂ. 40,000 કરાઈ હતી.

  • સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 40,000થી વધારીને રૂ.50,000 કરાઈ
  • પ્રતિ વર્ષ 2.4 લાખના મકાન ભાડા પર કોઈ TDS લાગશે નહીં
  • પોસ્ટ અને બેન્ક ડિપોઝિટ પર TDS મર્યાદા રૂ.10,000થી વધારીને રૂ.40,000 કરાઈ
  • 5 લાખ સુધીની વ્યક્તિગત આવક ધરાવતા પગારદાર પર કોઈ જ ટેક્સ નહીં
  • 1.5 લાખ સુધીના રોકાણ પર 6.5 લાખ સુધીની આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો નહીં પડે
  • 3 કરોડ લોકોને આનાથી લાભ થશે, 18,500 કરોડનું સરકારને નુકસાન થશે
  • નાણાં મંત્રી પીયૂષ ગોયલે મોદી સરકારનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું
  • મધ્યમ વર્ગ, ખેડૂતો અને નાના ઉદ્યોગોને લુભાવવા લોકપ્રિય પગલાંની ભરમાર
  • સરકાર પ્રધાનમંત્રી સમ્માન નીધિ યોજના અંતર્ગત નાના ખેડૂતોને 6,000 રૂપિયાનો સીધો લાફ બેન્ક ખાતામાં ટ્રાન્સ્ફર કરાશે. આ રકમ (રૂ. 2,000 હજાર) ત્રણ ભાગમાં આપવામાં આવશે. ડિસેમ્બર 2018થી આ યોજના લાગુ કરાશે. અંદાજીત ખર્ચ 75,000 કરોડ થશે જે સરકાર ભોગવશે.
  • પ્રધાન મંત્રી સમ્માન નીધિ યોજનાનો લાભ દેશના 12 કરોડ ખેડૂતોને મળશે
  • કુદરતી સંકટમાં નાશ થયેલા પાક બદલ ક્રોપ લોનને રીશીડ્યૂલ કરવાને બદલે ખેડૂતને 2 ટકા વ્યાજ માફી અને સમયસર લોન ભરપાઈ કરે તો વધુ 3 ટકા વ્યાજ માફી આપવાની જાહેરાત
  • ચાલુ ખાતાની ખાધ ચાલુ વર્ષે જીડીપીના 2.5 ટકા રહી શકે, ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 3.4 ટકા રહેવાની વકી
  • આ દેશના સંશાધનો પર ગરીબોનો સૌપ્રથમ હક રહેલો છે
  • MNREGA હેઠળ 2019-20માં 60,000 કરોડ ફાળવાશે
  • પ્રધાન મંત્રી શ્રમયોગી માનધન નામ હેઠળ પેન્શન સ્કીમની જાહેરાત જેમાં અસંગઠીત ક્ષેત્રના કર્મીઓને 60 વર્ષની ઉંમર બાદ મહિને 3,000 રૂપિયા મળશે. 100 રૂપિયા પ્રતિ માસનું યોગદાન આપવાનું રહેશે.
  • ગરીબો, જમીન વિહોણા ખેડૂતોને યોગ્ય આવકની મદદની જરૂર છે
  • વિચરતી જાતિના લોકોના ઉત્થાન માટે સરકાર વિશેષ રણનીતિ અમલમાં લાવશે: ગોયલ
  • 22 નક્કી કરાયેલા પાક ઉપર MSP ઉત્પાદન ખર્ચ કરતા 50 ટકા વધુ
  • જન ઔષધી સ્ટોર્સમાંથી દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરાવાશે
  • 21 AIIMS દેશમાં કાર્યરત છે જે પૈકી 2014થી અત્યાર સુધીમાં 14 AIIMSને મોદી સરકારે મંજૂરી આપી. વધુ એક AIIMS હરિયાણામાં સ્થપાશે
  • 10 લાખ દર્દીઓને આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર મળી. દેશની સૌથી વિશાળ સ્વાસ્થ્ય યોજના છે
  • LED બલ્બના ઉપયોગથી 50,000 કરોડ સુધીની વીજ બિલમાં બચત થઈ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2014-18માં 1.53 કરોડ મકાનોનું બાંધકામ કરાયું
  • ગાયોના જતન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની બજેટમાં જાહેરાત 
  • મધ્યમ અને ગરીબ ઘરોને 143 કરોડ એલઈડી બલ્બ પૂરા પાડવામાં આવ્યા
  • 2014માં 2.5 કરોડ ઘરો વીજ જોડાણ વિહોણા હતા. અમે તમામ ઘરોને વીજ જોડાણ પૂરા પાડ્યા
  • પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ નિર્માણમાં ત્રણ ગણો વધારો
  • ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ LPG જોડાણ ફાળવાયા જે પૈકી 6 કરોડ જોડાણો ગરીબ મહિલાઓને પૂરા પાડવામાં આવ્યા
  • મુદ્રા યોજનામાં 70 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે
  • ગ્રેચ્યુઈટી મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરાઈ
  • પશુપાલન અને મત્સ્ય ઉગ્યોગને સમર્થન આપવા કેન્દ્રે 750 કરોડ ફાળવ્યા 
  • પશુપાલન અને માછીમારી કરતા ખેડૂતોને 2 ટકાનું વ્યાજ વળતર
  • તમામ આવકવેરા રિટર્નને 24 કલાકમાં પ્રોસેસ કરી તેનું રીફંડ પણ ચૂકવી દેવાશે: FM
  • GSTની સરેરાશ આવક 97,100 કરોડ પ્રતિ માસ
  • ચાલુ વર્ષે વેરા વસૂલાત વધીને રૂ. 12 લાખ કરોડ થઈ, 6.85 કરોડ રિટર્ન ફાઈલ થયા 
  • ત્રણ વર્ષમાં કેન્દ્રે OROP હેઠળ 35,000 કરોડ ફાળવ્યા
  • 2019-20માં સંરક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં 3 લાખ કરોડથી પણ વધુની જોગવાઈ, વધુ જરૂર પડે તો પણ જોગવાઈ કરાશે: ગોયલ
  • સાગરમાલા યોજનાથી ગાડીઓની આયાત-નિકાસ ઝડપી બનાવી શકાશે
  • નવ પ્રાથમિક ક્ષેત્રની ઓળખ કરાઈ, નેશનલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પોર્ટલ તૈયાર કરાશે  
  • ભારતીય રેલવેનું આ વર્ષ  ઐતિહાસિક રીતે સલામત વર્ષ રહ્યું 
  • રેલવે માટે બજેટમાં 1.58 લાખ કરોડ ફાળવાયા
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઝડપ, સલામતી અને સુરક્ષા પુરી પાડશે તેમજ મેક ઈન ઈન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ
  • સ્થાનિક સ્તરે ઓઈલ અને ગેસનું ઉત્પાદન વધારવાની તાતિ જરૂરિયાત છે જેથી આયાત નિર્ભરતા ઘટાડી શકાય
  • 99.54 ટકા રિટર્ન કોઈપણ સ્ક્રુટિની વગર સ્વીકારાયા
  • આગામી વર્ષે રેલવેનો નાણાં ખર્ચ 1.58 લાખ કરોડ રહેવાની સંભાવના
  • આગામી બે વર્ષમાં આવકવેરા રિટર્નની સ્ક્રુટિની પણ સંપૂર્ણ ઈલેક્ટ્રોનિકલી કરાશે
  • કરદાતાઓને લાભ થાય તે માટે પ્રત્યક્ષ વેરા માળખાનું સરળીકરણ કરાશે
  • સરકાર આગામી પાંચ વર્ષમાં 1 લાખ ગામડાને ડિજિટલ બનાવશે
  • GSTની આવક 97,100 કરોડ પ્રતિ માસ જે અગાઉના વર્ષે 89,7૦૦ કરોડ હતી
  • 42 અસંગઠીત ક્ષેત્ર માટે પેન્શન યોજનાની જાહેરાત જેમાં કર્મચારીને 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ બાદ લઘુત્તમ રૂ. 3,000નું પેન્શન મળશે

ઇન્ટરિમ બજેટ 2019માં નાણામંત્રી પીયૂષ ગોયલે ઘણી મોટી જાહેરાતો કરી. કેન્દ્ર સરકારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશમાં 12 કરોજ ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે 6000 રૂપિયા પ્રતિ વર્ષ બેંકખાતામાં આપવાનું એલાન કર્યું. તે સાથે જ અસંગઠિક ક્ષેત્રમાં શ્રમિકોને મદદ પહોંચાડવા માટે સરકારે પેન્શન યોજનાની જાહેરાત કરી જે હેઠળ 3000 રૂપિયા પ્રતિમાસનું પેન્શન આપવાની જોગવાઈ છે.

 

January 31, 2019
social-media-1.jpg
1min5360

ભારતમાં કરોડો યુઝર્સ ધરાવતા ફેસબુક, ગુગલ જેવા સોશ્યલ મિડીયાની કંપનીઓ પર સરકાર ભારતમાં ગ્રાહકોની સંખ્યા અને વોલ્યુમના આધારે કંપનીઓ પર ટેક્સ નાખવા વિચારી રહી છે. તેના લીધે ગૂગલ અને ફેસબૂક જેવી કંપનીઓ પર ટેક્સ બોજ વધી શકે છે. વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

સરકારે ગયા વર્ષે ‘નોંધપાત્ર આર્થિક હાજરી’ અથવા ડિજિટલ પર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (પીઇ)ની આસપાસ માળખું રચ્યું છે. હવે તે આગામી બજેટમાં પોતાના નિયમ લાવવા વિચારી રહી છે, એમ આ હિલચાલ અંગેની જાણકારી ધરાવતા બે જણાએ જણાવ્યું હતું.

વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

ભારતમાં હાલમાં કંપનીઓ પાસેથી પર્મેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટના કન્સેપ્ટના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સ નિષ્ણાતોએ કહ્યું કે કંપની પર ટેક્સ વસૂલવાનો અધિકાર કોની પાસે છે તે નક્કી કરવા માટે આ એક લિટમસ ટેસ્ટ હશે. સરકારે ગયા વર્ષે જણાવ્યું હતું કે વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી. ભારતીય કરવિભાગ હવે ડિજિટલ કંપનીઓને સ્થાનિક ટેક્સ જાળમાં આવરી લેવા માંગે છે.

આ હિલચાલ અંગે સીધી જાણકારી ધરાવતી વ્યક્તિએ જણાવ્યું હતું કે, “કંપનીઓ અને તેમના ક્લાયન્ટ્સ વચ્ચે અનેકવિધ વ્યવહારો થાય અથવા તો તેમની પેરેન્ટ કંપનીની સાથે ગ્રાહકોની સંખ્યા જોવી જરૂરી છે. સ્થાનિક વેરાઓ આ આંકડાથી દૂર છે. આ જટિલ વિષય છે અને તેમાં નાની કંપનીઓ નથી પણ મોટી માછલીઓ પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.” તેમણે જણાવ્યું હતું કે સરકાર આ માટે લાખો ભારતીય ગ્રાહકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તેના પ્રમાણના આધારે કર દર નક્કી કરશે, જેથી નાની કંપનીઓ પર અસર ન પડે.

ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આ કંપનીઓનું મોનિટરિંગ કરીને તેઓ નિયમોનું પાલન કરે તેની ચકાસણી કરવાની બાબત ઘણી પડકારજનક હશે. “સિગ્નિફિકન્સ ઇકોનોમિક પ્રેઝન્સ (એસઇપી)થી સોદાની સંખ્યાના આધારે બિઝનેસ કનેક્શનનો આધાર અને સોદાના કુલ મૂલ્ય અથવા તો ગ્રાહક આધાર જેવા માપદંડ ધ્યાનમાં લેવાશે.

સરકારે આના પર ટિપ્પણીઓ મંગાવી છે અને જણાવ્યું છે કે તેના અંગેના માપદંડો અને માર્ગદર્શિકાઓની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રકારના હેતુલક્ષી વિષયમાં નિરીક્ષણ મોટો પડકાર છે અને આ માટે કંપનીઓ પાસે પણ આ પ્રકારની સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓ હોવી જરૂરી છે.” એમ ટેક્સ એન્ડ રેગ્યુલેટરી સર્વિસિસ અર્ન્સ્ટ એન્ડ યંગ ઇન્ડિયાના પાર્ટનર સમીર કાનાબારે જણાવ્યું હતું.

January 31, 2019
electric_car.png
1min10720

સરકારના ઉદાર નિયમોને કારણે 2020માં લગભગ અડધો ડઝન ઝીરો એમિશન પ્યોર ઇલેક્ટ્રિક કાર અને SUVs ભારતીય બજારમાં પ્રવેશવાની તૈયારીમાં છે. પોર્શે ટેકેન, મર્સિડિઝ બેન્ઝ EQC, ‌BMW ‘I’ બ્રાન્ડ, ઔડી ઇ ટ્રોન, જગુઆર આઇપ્લેસ સહિતની કાર એકાદ વર્ષમાં સ્થાનિક બજારમાં જોવા મળશે. ઉપરાંત, 25-50 ટકા ઓછા પ્રદૂષણ સાથેના ડઝન જેટલાં હાઈબ્રિડ વાહનો પણ ભારતના માર્ગો પર દોડતાં થશે.

  • 2020માં લગભગ અડધો ડઝન ઝીરો એમિશન પ્યોર ઇલેક્ટ્રિક કાર
  • પોર્શે ટેકેન, મર્સિડિઝ બેન્ઝ EQC, ‌BMW ‘I’ બ્રાન્ડ, ઔડી ઇ ટ્રોન, જગુઆર આઇપ્લેસ સહિતની કાર એકાદ વર્ષમાં સ્થાનિક બજારમાં જોવા મળશે
  • 25-50 ટકા ઓછા પ્રદૂષણ સાથેના ડઝન જેટલાં હાઈબ્રિડ વાહનો પણ ભારતના માર્ગો પર દોડતાં થશે


સરકારના તાજેતરના નિયમ મુજબ પ્રત્યેક કાર કંપની વર્ષે 2,500 વાહન આયાત કરી શકશે. તેને લીધે મર્સિડિઝ બેન્ઝની AMG, ઔડીની RS અને BMWની M કાર્સ જેવી હાઈ-પર્ફોર્મન્સ ગાડીઓને સ્થાનિક બજારમાં લાવવાનો માર્ગ મોકળો બનશે. મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે, “નવા નિયમને કારણે કંપની માટે ઘણાં મોડલ્સ ભારતમાં લાવવાની શક્યતા ખૂલી છે, જે અગાઉની યોજનાનો ભાગ ન હતો, જેમ કે, મર્સિડિઝ બેન્ઝે વૈશ્વિક લોન્ચના 3 મહિનામાં જ નવી MPV ‘V ક્લાસ’ ભારતના બજારમાં મૂકી છે.

  • ભારત સરકારે સપ્ટેમ્બર 2018માં ઓટો કંપનીઓને કોઈ લોકલ હોમોલોગેશન વગર વાર્ષિક 2,500 યુનિટ્સ આયાત કરવાની મંજૂરી આપી છે
  • આયાત થનારા પેસેન્જર વ્હિકલ્સની કિંમત 40,000 ડોલરથી વધુ
  • એન્જિન ક્ષમતા 3 લિટર ડીઝલ અને 2 લિટર પેટ્રોલથી વધુ હોવી જરૂરી

ભારત સરકારે સપ્ટેમ્બર 2018માં ઓટો કંપનીઓને કોઈ લોકલ હોમોલોગેશન વગર વાર્ષિક 2,500 યુનિટ્સ આયાત કરવાની મંજૂરી આપી છે. તેને લીધે કંપનીઓ માટે ભારતમાં હાઈ-એન્ડ કાર લાવવાનો માર્ગ ખુલ્લો થયો છે. સરકારના જણાવ્યા અનુસાર ઉત્પાદન વખતે જે દેશમાં સર્ટિફિકેશન થયું હશે તે ભારતમાં જરૂરી ડ્યૂટીની ચુકવણી પછી માન્ય ગણાશે. અગાઉના નિયમોમાં હોમોલોગેશન વગર આયાત થનારા પેસેન્જર વ્હિકલ્સની કિંમત 40,000 ડોલરથી વધુ તેમજ એન્જિન ક્ષમતા 3 લિટર ડીઝલ અને 2 લિટર પેટ્રોલથી વધુ હોવી જરૂરી હતી.

ગ્રાહકને આ નિયમથી ઉત્તમ ટેક્‌નોલોજી અને વિશ્વમાં લોન્ચ થયેલાં વાહનોને ખરીદવાનો લાભ શક્ય એટલો ઝડપથી મળે છે. ઉપરાંત, બજારમાં એક મોડલ લોન્ચ કરવા માટે વાહન ઉત્પાદકને થતા ખર્ચમાં ₹2-4 કરોડનો ઘટાડો થાય છે. કાર કંપનીઓ દ્વારા લગભગ બે ડઝન જેટલાં મોડલ્સ પર કામ થતું હોવાથી એક અંદાજ પ્રમાણે તેમને માત્ર હોમોલોગેશનમાં જ ₹100 કરોડ સુધીની બચત થશે. વોલ્વો કાર ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયમને કારણે લક્ઝરી કાર ઉત્પાદકો નવી પ્રોડક્ટ્સ તેમજ વિશિષ્ટ સેગમેન્ટમાં લોન્ચ થતી કાર ભારતમાં લાવી શકશે. સરકારના પગલાથી કારના વૈશ્વિક અને ભારતીય બજારના લોન્ચિંગ વચ્ચેનો સમય ઘણો ઓછો થશે.

  • કાર કંપનીઓને હોમોલોગેશનમાં જ ₹100 કરોડ સુધીની બચત થશે
  • બજારમાં એક મોડલ લોન્ચ કરવા માટે વાહન ઉત્પાદકને થતા ખર્ચમાં ₹2-4 કરોડનો ઘટાડો

વોલ્વો આગામી વર્ષે ભારતમાં હાઈબ્રિડ વ્હિકલ્સમાં ફોર પ્લગ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કંપની હવે પ્લગ-ઈન હાઈબ્રિડ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરી શકશે. ઔડી આગામી કેટલાંક વર્ષમાં ભારતમાં ઔડી Q8 અને ઔડી ઇ-ટ્રોન લાવવાની યોજના ધરાવે છે. ઔડી ઇ-ટ્રોન સંપૂર્ણ ઇલેક્ટ્રિક મોડલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થપાયા પછી આ મોડલ ભારતીય બજારની જરૂરિયાત મુજબ યોગ્ય છે.

January 30, 2019
JET.jpg
1min7980

નાણાકીય કટોકટીને કારણે દેશનાં જુદાં જુદાં એરપોર્ટ પર જેટ એરવેઝે મંગળવાર તા.29મી જાન્યુઆરી 2019ના દિવસે આકાશમાં ઉડી રહેલા 5 વિમાનને ફરજિયાત પણે જમીન ઉતારવા પડ્યા હતા, જેને લઇને જેટ એરવેઝ એરલાઇનની 19 ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરો જ્યાં ત્યાં અટવાય ગયા હતા. એક સાથે 5-5 વિમાનો જે તે એરપોર્ટ પર લેન્ડ થયા પછી વિમાન માલિકોએ તાબડતોડ તેનો કબજો મેળવવા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈના એરપોર્ટ પર પ્રક્રિયા શરૂ કરી હતી.

એરલાઇનના સૂત્રોએ જણાવ્યું હતું કે, “વિમાન માલિકોએ વિમાન પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેને કારણે વિમાનોને જુદા જુદા એરપોર્ટ્સ પર અગાઉના ડેસ્ટિનેશન્સની ફ્લાઇટ્સ રદ કરીને ભૂમિગત કરાયા હતા. આ કારણે સમગ્ર જેટ એરવેઝ નેટવર્કમાં ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંચ શહેરમાં એક-એક બોઇંગ 737 વિમાન ભૂમિગત કરવું પડ્યું હતું. દિલ્હીમાં છેલ્લા છ દિવસથી બોઇંગ 737 MAX ભૂમિગત કરવાની ફરજ પડી હતી.

જેટ એરવેઝના વિમાન માલિકોમાં અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોનો સમાવેશ થાય છે.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જેટ એરવેઝની 19 ફ્લાઇટ્સ રદ થવાની વાતને સમર્થન આપ્યું હતું. એરલાઇન ઉદ્યોગની વેબસાઇટ flightradar.comના ડેટા મુજબ બોઇંગ 737 MAX છેલ્લા છ દિવસથી દિલ્હી એરપોર્ટ પર હતું. જ્યારે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ એરપોર્ટ પર કુલ ચાર બોઇંગ 737 વિમાન ભૂમિગત થયા હતા.

ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર વિવિધ કારણોને લીધે ફ્લાઇટ્સ રદ થવાથી ભાડાં પર ખાસ અસર નહીં થાય. અન્ય એરલાઇનના સૂત્રએ જણાવ્યું હતું કે, “એરલાઇન પોતાના જ નેટવર્કની અન્ય ફ્લાઇટ્સમાં પેસેન્જર્સને ખસેડી રહી છે. ઉપરાંત, જરૂર કરતાં વધુ ક્ષમતાની સ્થિતિને કારણે ફ્લાઇટ્સ રદ થવાની ભાડાં પર અસર નહીં થાય.” અન્ય એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “પિક સીઝન હોત તો 19 ફ્લાઇટ્સ રદ થવાથી સમસ્યા ઊભી થઈ હોત. જોકે, હાલ ‘બિઝી’ સીઝન નહીં હોવાને કારણે ભાડાંમાં વધારો નહીં થાય.” ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝે ચાલુ વર્ષે માર્ચમાં આવનારા બોઇંગ ૭૩૭ MAX પ્લેન્સની ડિલિવરી મોકૂફ રાખી છે.

January 29, 2019
Union-Budget.png
1min7140

સામાન્ય ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા બજેટમાં ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ બંને પર ફોકસ કરવામાં આવશે. વચગાળાનું આ બજેટ વોટ એકાઉન્ટ કરતાં કંઈક વિશેષ હશે કારણ કે એનડીએ બીજી ટર્મ માટે સરકાર બનાવવા પુરજોશનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ પ્રણવ મુખરજી અને પી ચિદમ્બરમ્ જેવા ભૂતપૂર્વ નાણામંત્રીઓએ વચગાળાના બજેટમાં જ સ્ટિમ્યુલસ પેકેજના ભાગરૂપે કર પગલાં દાખલ કરતાં ખચકાયા ન હતા.

મોદી સરકારના આ છઠ્ઠા બજેટમાં મધ્યમવર્ગ માટે કરરાહતો અને ગ્રામ્ય સ્તરે કૃષિ સહિતની સમસ્યાઓ દૂર કરવા જાહેરાતની સંભાવના છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ભૂતકાળના વચગાળાના બજેટમાં નાણામંત્રીઓએ રાહતો જાહેર કરેલી છે.”

હાલમાં સરકાર કૃષિ પેકેજ તૈયાર કરી રહી છે, જેમાં આવક ટ્રાન્સફર, વધુ ઉદાર લઘુતમ ટેકાના ભાવ (MSP)ની યોજના અને કૃષિ લોન પરની વ્યાજમાફી જેવા વિકલ્પો વિચારણા હેઠળ છે. નીતિઘડવૈયાઓમાં એવી પણ વિચારણા છે કે બજેટની રાહ જોવાને બદલે નિર્ણય લેવાય કે તરત જ પેકેજની જાહેરાત કરી દેવી જોઈએ. વિવિધ કૃષિ પેકેજથી તિજોરી પર કેટલી અસર પડશે તેની ગણતરી થઈ ગઈ છે એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

અરુણ જેટલી હોસ્પિટલમાં દાખલ હોવાથી વચગાળાના નાણામંત્રી પીયૂષ ગોયલ બજેટની જાહેરાત કરે તેવી સંભાવના છે. નક્કર દરખાસ્ત પર વિચારવા કેન્દ્રીય કેબિનેટની બેઠક સોમવારે મળે તેવી ધારણા છે. અનેક રાજ્ય સરકારોએ કૃષિ લોન માફી જાહેર કરી દીધી છે પણ કેન્દ્ર સરકારે એવો સંકેત આપ્યો છે કે તે લાંબા ગાળાની અસર પડે તેવી રાહત આપવા માગે છે.

અગાઉ પણ નાણામંત્રીઓએ વચગાળાના બજેટમાં રાહત આપી હતી. 2009-’10ના બજેટમાં પ્રણવ મુખરજીએ વૈશ્વિક નરમાઈથી અસરગ્રસ્ત અર્થતંત્રને વેગ આપવા સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટીમાં બે ટકાની રાહત જાહેર કરી હતી. પી ચિદમ્બરમે 2014-’15ના વચગાળાના બજેટમાં ઓટોમોબાઇલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. જોકે બંને મંત્રીઓએ ડાયરેક્ટ ટેક્સ પ્રણાલીમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

ડેલોઇટ, હાસ્કિન્સ એન્ડ સેલ્સના પાર્ટનર રોહિંગ્ટન સિધવાએ જણાવ્યું હતું કે, “કૃષિ રાહતો અને વ્યક્તિગત કરવેરામાં ઘટાડો એજન્ડામાં મોખરે હોય તેમ લાગે છે.” ઉલ્લેખનીય છે કે સર્વિસ ટેક્સ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરની એક્સાઇઝ ડ્યૂટીને બાદ કરતાં તમામ ચીજોને જીએસટી હેઠળ લાવવામાં આવી છે, જેનો નિર્ણય કાઉન્સિલ સમયાંતરે કરે છે.

ડિજિટલ પેમેન્ટ પર પ્રોત્સાહન અને કરકપાત મર્યાદા હાલની ₹2.5 લાખથી વધારીને ₹3.5 લાખ કરવાની વિચારણા છે. રાજકોષીય સ્થિતિ દબાણ હેઠળ હોવાથી કર ઘટાડવા પર પણ વિચારણા ચાલી રહી છે. મુક્તિ મર્યાદા વધારવાથી અનેક કરદાતાઓ કરજાળમાંથી બહાર આવી જશે. અને આમ થવાથી કર વ્યાપ વધારવાનો સરકારનો ઇરાદો નિષ્ફળ જશે. સરકાર ગયા વર્ષે સ્ટાન્ડર્ડ ડિડક્શન પાછું લાવી હતી, જે આ વખતે વધારવામાં આવે તેવી આશા છે.