ગુજરાતમાં એક તરફ 45 હજાર જેટલા ધો.12 બાયોલોજી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ લઇને તેમાં કારકિર્દી ઘડવાની તીવ્ર ઇચ્છા છે પરંતુ, તેમની પાસે મેરીટ સ્કોર ન હોવાથી કોઇ કાળે પ્રવેશ મળે તેમ નથી, તેની બીજી તરફ આજે એવી વિગતો સપાટી પર આવી કે 1449 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેરીટના આધારે મેડીકલ, ડેન્ટલમાં કન્ફર્મ એડમિશન મળ્યું હતું પરંતુ, તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ ફી ભરીને એડમિશન લીધું નહીં અને પ્રવેશ જતો કરતા શિક્ષણશાસ્ત્રીઓ પણ અચંબામાં પડી ગયા છે.ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયાનો આજે પહેલો રાઉન્ડ પૂરો થયો હતો.
ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ મેડીકલ અને ડેન્ટલમાં એડમિશન લિસ્ટ ગઇ તા.29મી ઓક્ટોબરે જાહેર કર્યું હતું અને તા.6 નવેમ્બર સુધીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા છે તેમને જરૂરી ફી ભર્યા બાદ હેલ્પ સેન્ટર પર જઇને ઓરિજિનલ ડોક્યુમેન્ટસ સબમિટ કરાવી લેવા માટે સૂચના આપી હતી. આજે 6 ઓક્ટોબરની અવધિ પૂર્ણ થયા બાદ એડમિશન કમિટીએ ડેટા ચકાસતા જાણવા મળ્યું કે ઓપન કેટેગરી સહિત જુદા જુદા વર્ગ-જ્ઞાતિના મળીને 1449 પ્રવેશાર્થીઓ કે જેમને ક્યાંકને ક્યાં મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમણે તેમનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કરતા સ્વાભાવિક છે કે કોઇને પણ આશ્ચર્ય થાય. કેમકે મેડીકલ ડેન્ટલની એક એક સીટ માટે સરેરાશ 8 વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થાય છે ત્યારે 1449 વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કર્યો હોવાની વાત સાહજિકતાથી ગળે ઉતરે તેવી નથી.જે વિદ્યાર્થીઓએ મેડીકલ ડેન્ટલમાં કન્ફર્મ પ્રવેશ જતો કર્યો છે તેમાં મેનેજમેન્ટ ક્વોટાની પણ અનેક બેઠકોનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટ ક્વોટાનું સમગ્ર અભ્યાસક્રમનું પેકેજ સવાથી દોઢ કરોડ જેટલું થાય છે.
સુપર-12 રાઉન્ડ પૂરો થતાની સાથે જ સેમિફાઈનલ માટે ચાર ટીમો નક્કી થઈ ચૂકી છે. ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ છે, જ્યારે ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાને પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ચાલો જોઈએ સેમિફાઈનલમાં હવે કઈ ટીમ કોની સામે ટકરાશે.
ભારતની સામે ઈંગ્લેન્ડની ટક્કર ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતે ઝિમ્બાબ્વેને પોતાની છેલ્લી લીગ મેચમાં 71 રને હરાવી ગ્રુપમાં પહેલું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પાંચ મેચોમાંથી ચાર મેચમાં જીત મેળવી 8 પોઈન્ટ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. એવામાં ટેબલ ટોપ કરવાના કારણે ભારતીય ટીમનો સેમિફાઈનલમાં ગ્રુપ-1માં બીજા નંબરે રહેનારી ઈંગ્લેન્ડની ટીમ સામે ટક્કર થશે. તો, જો ટીમ ઈન્ડિયા બીજા સ્થાને રહી હોત તો, આ સેમિફાઈનલમાં તે ન્યૂઝીલેન્ડ સામે ટકરાત. સેમિફાઈનલમાં ભારતીય ટીમ હવે 10 નવેમ્બરે એડિલેડના ઓવલ મેદાનમાં ઈંગ્લેન્ડ સામે રમવા ઉતરશે. આ મેચમાં ભારત જીતશે તો ફાઈનલ માટે મેલબોર્ન જશે. ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે.
પાકિસ્તાનની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ-2માં ઉલેટફેરના કારણે સેમિફાઈનલમાં પહોંચનારી પાકિસ્તાનની ટીમનો સામનો પહેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. પાકિસ્તાનની ટીમ પોતાના ગ્રુપમાં 6 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી છે. જોકે, તે નોકઆઉટ સ્ટેજમાંથી લગભગ બહાર થઈ ચૂકી હતી, પરંતુ નેધરલેન્ડની ટીમે છેલ્લી લીગ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી ઉલટફેર કરી દીધો. એ કારણે સાઉથ આફ્રિકાની ટીમ પાસે 5 પોઈન્ટ જ રહી ગયા, જેના કારણે તે સેમિફાઈનલમાંથી બહાર ફેંકાઈ ગઈ. તો પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને પોતાની છેલ્લી મેચમાં હરાવી સેમિફાઈનલની ટિકિટ મેળવી. ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડની ટીમ ટેબલ ટોપર છે. એ કારણે સેમિફાઈનલમાં તેનો સામનો પાકિસ્તાન સામે થશે.
મોરબીની ઘટનામાં આખરે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે. દુર્ઘટના બની ત્યારે સંદીપસિંહે ઓરેવાએ નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. જોકે, ત્યારથી જ એવા સવાલ થઈ રહ્યા હતા કે બ્રિજ પાંચ દિવસ સુધી ખુલ્લો રહ્યો, તેના પર હજારો લોકોની રોજ અવરજવર હતી ત્યાં સુધી નગરપાલિકા શું ઊંઘી રહી હતી? પોલીસે પણ તાજેતરમાં જ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન સંદીપસિંહ ઝાલાએ બ્રિજને ફરી ખુલ્લો મુકવામાં રહેલા જોખમની નગરપાલિકાને જાણ હોવાનું પોલીસને જણાવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ સમક્ષ સંદીપસિંહે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઓરેવાએ બ્રિજ ખુલ્લો મુકવા પરવાનગી નથી લીધી તેની પણ તેમને જાણ હતી. બ્રિજ પડ્યો ત્યારે ઝાલાએ દોષનો ટોપલો ઓરેવાના માથે ઢોળી દીધો હતો, અને નગરપાલિકાનો તેમાં કોઈ દોષ ના હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં તેમણે વટાણા વેરી દીધા હતા, અને સ્વીકાર્યું હતું કે નગરપાલિકાને જાણ હતી કે જો બ્રિજ ખુલ્લો મુકાય અને મોટી સંખ્યામાં લોકો તેના પર ભેગા થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે.
મોરબી નગરપાલિકા બ્રિજ ખુલ્લો મુકવો જોખમી સાબિત થઈ શકે છે તેટલું જ નહીં, પરંતુ તેનું રિનોવેશન યોગ્ય રીતે ના થયું હોવાનું પણ જાણતી હતી. રિનોવેશન બરાબર ના થયું હોવાથી બ્રિજનો ઉપયોગ ભયાનક હોનારત સર્જી શકે છે તે વાત પણ નગરપાલિકાના અધિકારીઓથી છૂપી નહોતી. પોલીસે સંદીપસિંહને પોતે કરેલા દાવાના દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું તેમજ બ્રિજના રિપેરિંગ અને રિઓપનિંગમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ સવાલ કર્યા હતા.
આ ઘટનામાં મોરબી પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટબારીના ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ હજુય ફરાર છે. પોલીસ તેને શોધવા માટે તેની અમદાવાદ તેમજ મોરબી સ્થિત ઓફિસ પર અનેકવાર ચક્કર લગાવી ચુકી છે, પરંતુ જયસુખ પટેલ હજુય હાથ નથી લાગ્યો. જયસુખ પટેલ રાજ્ય બહાર હોવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ઓરેવાના કર્મચારીઓની કોલ ડિટેઈલ્સ ચકાસવાનું પણ શરુ કર્યું છે.
2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સુરત શહેર જિલ્લામાં 40 લાખ જેટલા મતદારો નોંધાયેલા હતા. પાંચ જ વર્ષમાં સુરત શહેર જિલ્લામાં નવા મતદારોની સંખ્યા વધીને 7 લાખ 25 હજાર 840ની થઇ છે. કુલ 18.08 ટકા નવા મતદારો વધ્યા છે. જાણકારો કહે છેકે સુરતમાં ત્રણ નવી મતદાર વિધાનસભા બેઠકો વિકસાવી શકાય તેટલા મતદારો વધી ચૂક્યા છે.
5.65 લાખ મતદારો ધરાવતી ચોયાર્સી બેઠક સુરતની જ નહીં ગુજરાતની મોટામાં મોટી વિધાનસભા બેઠક
ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરતા જ વહીવટીતંત્રનો માહોલ હવે ચૂંટણી લક્ષી બન્યો છે. વિધાનસભા બેઠકોવાર ચૂંટણી તંત્ર ગોઠવાઇ ચૂક્યું છે. રિટર્નિંગ ઓફિસરોની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે. સુરત શહેર જિલ્લામાં કુલ 16 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં મતદારની દ્રષ્ટીએ સુરતની ચોર્યાસી વિધાનસભા સીટ સુરતની જ નહીં પણ સમગ્ર ગુજરાતનો સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર છે. ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 5 લાખ 65 હજાર 111 મતદારો છે. જેમાં 3.20 લાખ પુરુષ મતદારો અને 2.44 લાખ સ્ત્રી મતદારો મતદાન કરી શકે તે માટે કુલ 526 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
સુરત પૂર્વ ઉત્તર વિધાનસભા મત વિસ્તાર સુરત શહેર જિલ્લામાં મતદારની દ્રષ્ટીએ સૌથી નાનો મત વિસ્તાર છે. સુરત ઉત્તરમાં કુલ મતદારોની સંખ્યા 1 લાખ 63 હજાર 124 છે. જેમાં 86059 પુરુષ મતદારો અને 77053 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ
ક્રમ
વિગત
પ્રથમ તબકકો
૧
ચૂંટણી પંચનું જાહેરનામું/નોટીસ બહાર પાડવાની તારીખઃ
તા.૦૫/૧૧/૨૦૨૨ (શનિવાર)
૨
ઉમેદવારી૫ત્રો ભરવાની છેલ્લી તારીખ
તા.૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) બપોરના ૧૫.૦૦ કલાક સુઘી
૩
ઉમેદવારી૫ત્રો ચકાસણીની તારીખ
તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર)
૪
ઉમેદવારી૫ત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખઃ
તા.૧૭/૧૧/૨૦૨૨ (ગુરૂવાર) બપોરના ૧૫.૦૦ કલાક સુઘી
૫
મતદાનની તારીખ (પ્રથમ તબક્કો)
તા.૦૧/૧૨/૨૦૨૨ (ગુરૂવાર) સવારે ૦૭.૦૦ કલાક થી સાંજે ૧૮.૦૦ કલાક સુઘી
૬
મતગણતરીની તારીખ
તા.૦૮/૧૨/૨૦૨૨ (ગુરૂવાર)
૭
ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ
તા.૧૦/૧૨/૨૦૨૨ (શનિવાર)
સુરત જીલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા બેઠકો પૈકી ૩ (ત્રણ) બેઠકો (૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી તથા ૧૭૦-મહુવા) અનુસુચિત જનજાતિ માટે અનામત છે. જયારે ૧૬૯-બારડોલી બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે.
વિવિઘ વિઘાનસભા મત વિસ્તારના મતદાન મથકો તેમજ મતદારોની વિગતોઃ-
ક્રમ
વિ.સ.મ.વિ.નું.નામ
મતદાન મથકો
પુરુષ
સ્ત્રી
અન્ય
કુલ
૧
૧૫૫-ઓલપાડ
૪૩૯
૨૪૧૦૮૯
૨૧૩૭૪૧
૮
૪૫૪૮૩૮
૨
૧૫૬- માંગરોળ(એસ.ટી)
૨૬૩
૧૧૪૫૦૬
૧૧૦૯૬૧
૩
૨૨૫૪૭૦
૩
૧૫૭-માંડવી (એસ.ટી)
૨૯૭
૧૨૧૦૭૭
૧૨૫૬૫૮
૧
૨૪૬૭૩૬
૪
૧૫૮- કામરેજ
૫૧૮
૨૯૬૭૧૩
૨૪૯૬૪૧
૬
૫૪૬૩૬૦
૫
૧૫૯-સુરત પૂર્વ
૨૧૨
૧૦૮૬૬૭
૧૦૫૯૮૦
૪૧
૨૧૪૬૮૮
૬
૧૬૦- સુરત ઉત્તર
૧૬૩
૮૬૦૫૯
૭૭૦૫૩
૧૨
૧૬૩૧૨૪
૭
૧૬૧- વરાછા રોડ
૧૯૯
૧૨૦૮૯૪
૯૪૮૦૩
૫
૨૧૫૭૦૨
૮
૧૬૨ – કરંજ
૧૭૬
૧૦૧૧૮૨
૭૫૪૪૬
૭
૧૭૬૬૩૫
૯
૧૬૩- લિંબાયત
૨૬૯
૧૬૯૭૮૧
૧૩૪૯૩૦
૧૩
૩૦૪૭૨૪
૧૦
૧૬૪- ઉધના
૨૫૦
૧૫૬૨૧૭
૧૧૪૨૫૪
૧૭
૨૭૦૪૮૮
૧૧
૧૬૫- મજુરા
૨૫૬
૧૫૧૪૯૪
૧૨૭૦૫૩
૯
૨૭૮૫૫૬
૧૨
૧૬૬- કતારગામ
૨૯૨
૧૭૬૭૩૫
૧૪૫૨૭૮
૨
૩૨૨૦૧૫
૧૩
૧૬૭-સુરત પશ્ચિમ
૨૨૨
૧૩૦૪૮૮
૧૨૫૯૮૧
૩
૨૫૬૪૭૨
૧૪
૧૬૮- ચોર્યાસી
૫૨૬
૩૨૦૬૩૦
૨૪૪૪૫૪
૨૭
૫૬૫૧૧૧
૧૫
૧૬૯- બારડોલી (એસ.સી)
૨૭૧
૧૩૯૬૮૩
૧૨૯૭૬૩
૫
૨૬૯૪૫૧
૧૬
૧૭૦- મહુવા (એસ.ટી)
૨૭૦
૧૧૧૭૧૮
૧૧૭૧૧૩
૦
૨૨૮૮૩૧
કુલ
૪૬૨૩
૨૫૪૬૯૩૩
૨૧૯૨૧૦૯
૧૫૯
૪૭૩૯૨૦૧
જીલ્લામાં કુલ ૪૬૩૭ મતદાન મથકો આવેલા છે. જે પૈકી ૧૪ મતદાન મથકો Auxiliary Polling Stations તરીકે ઉભા કરવામાં આવનાર છે. તમામ મતદાન મથકો પર ચૂંટણી પંચ દ્રારા નિર્ઘારીત ASSURED MINIMUM FACILITIES (AMF) પુરી પાડવામાં આવશે.
જીલ્લામાં દરેક વિઘાનસભા ક્ષેત્ર દીઠ ૦૭ મહિલા મતદાન મથકો, ૦૧ દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથક, ૦૧ મોડેલ મતદાન મથક તથા ૦૧ ગ્રીન મતદાન મથક ઉભુ કરવામાં આવનાર છે. આમ, સુરત જીલ્લામાં કુલ ૧૧૨ મહિલા મતદાન મથકો, ૧૬ દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથકો, ૧૬ મોડેલ મતદાન મથકો તથા ૧૬ ગ્રીન મતદાન મથકો તથા ૦૧ યુવા મતદાન મથક (તમામ પોલીંગ પર્સોનલ ૨૫ થી ૩૦ વય જુથના હશે) ઉભા કરવામાં આવશે.
જીલ્લામાં કુલ ૫૨૬ પોલીંગ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક લોકેશન તરીકે નકકી કરવામાં આવેલ છે. આ તમામ લોકેશન પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. તથા જીલ્લાના કુલ મતદાન મથકોમાંથી ૨૬૩૨ મતદાન મથકો પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.
૧૬૪-ઉઘના વિઘાનસભા મતદાર વિસ્તારને એક્ષપેન્ડીચર સેન્સીટીવ કન્સ્ટીટયુઅન્સી (ESC) તરીકે નકકી કરવામાં આવેલ છે.
સુરત જીલ્લામાં ૧૬ વિઘાનસભા મત વિસ્તારમાં તા.૧૦/૧૦/૨૦૨૨ ની સ્થિતીએ કુલ ૪૭૩૯૨૦૧ મતદારો નોંઘાયેલા છે. જેમાં ૨૫૪૬૯૩૩ પુરૂષ મતદારો, ૨૧૯૨૧૦૯ મહિલા મતદારો, ૧૫૯ થર્ડ જેન્ડર મતદારો નોંઘાયેલા છે. જે પૈકી ૬૨૦૩૭ મતદારો ૮૦ વર્ષથી ઉપરના, ૨૩૮૫૯ દિવ્યાંગ મતદારો તથા ૪૨૩ સર્વીસ મતદારો છે. ૧૮-૧૯ વય જુથમાં તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાત પ્રમાણે કુલ ૩૬૫૫૬ યુવા મતદારો સૌ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી ઉપરના મતદારો માટે પોસ્ટલ બેલેટ મારફત મતદાનની સુવિઘા ઉપલબ્ઘ કરાવવામાં આવશે.
વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીની સરખામણીમાં વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી ૭,૨૫,૮૪૦ મતદારોનો વધારો થયેલ છે, જે ટકાવારીની દ્રષ્ટિએ ૧૮.૦૮% થયેલ છે.
જિલ્લામાં ચુંટણી દરમિયાન ઉપયોગમાં લેવા માટે પર્યાપ્ત સંખ્યામાં EVM-VVPAT મશીનો ઉપલબ્ઘ છે. જેની વિગત નીચે મુજબ છે.
જિલ્લાનું નામ
BU
CU
VVPAT
સુરત
૮૮૫૯
૭૦૩૧
૮૬૨૫
ચુંટણી આચાર સંહિતાને લગતી જાણકારી/ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર
જિલ્લા સેવા સદન-૨, બી-૧, કંટ્રોલ રૂમ શાખા, કલેકટર કચેરી, સુરત
ટી-20 વિશ્વ કપનો સુપર-12 રાઉન્ડનો ગ્રુપ-બેનો 3/11/22 ગુરુવારે પાકિસ્તાન અને દ. આફ્રિકા વચ્ચેનો એક નિર્ણાયક મેચ રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરો સમાન છે. આફ્રિકા સામેની હારથી તે વિશ્વ કપની બહાર થઇ જશે જ્યારે જીત મળવાથી તેની થોડીઘણી આશા જીવંત રહેશે.
હાલ ગ્રુપ બેમાં ભારતીય ટીમ 6 પોઇન્ટ સાથે ટોચ પર છે. તેના પછી દ. આફ્રિકા બીજા સ્થાને પ પોઇન્ટ સાથે છે જ્યારે બાંગલાદેશના ખાતામાં 4, ઝિમ્બાબ્વેના ખાતામાં 3 અને પાકિસ્તાનના ખાતામાં માત્ર બે અંક છે. આથી તેની આમ તો સેમિ ફાઇનલની રાહ લગભગ અશક્ય સમાન બની ચૂકી છે. આફ્રિકા પછી પાકિસ્તાનને એક મેચ બાંગલાદેશ સામે રમવાનો રહે છે.
જો બન્ને મેચમાં તેને જીત મળે તો 6 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. આ સામે આફ્રિકાને નેધરલેન્ડ સામે મેચ રમવાના છે. જેમાં તેની નિશ્ચિત જીત ગણી શકાય. આથી પાક. સામેની હાર છતાં તે અંતમાં 7 અંકે પહોંચી જશે. બીજી તરફ હાલ 6 પોઇન્ટ ધરાવતી ભારતીય ટીમ રવિવારે ઝિમ્બાબ્વે સામે રમશે. જે વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડનો આખરી મેચ હશે. આ મેચના વિજયથી ભારતના ખાતામાં 8 પોઇન્ટ હશે. ભારતની રન રેટ ઘણી સારી છે. આથી પાક. માટે સેમિના દ્વાર લગભગ બંધ સમાન છે. આમ છતાં આફ્રિકા સામેનો તેનો મેચ ડૂ ઓર ડાઇ જેવો કહી શકાય.
ટીમ ઇન્ડિયા Dt.2/11/22 બુધવારે અહીં રમાનાર ગ્રુપ-બેના તેના લીગ મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ વિજય મેળવીને સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમના હાલ 3 મેચમાં 2 જીત અને 1 હારથી કુલ 4 પોઇન્ટ છે અને દ. આફ્રિકા પછી પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. બાંગલાદેશની ટીમની પણ ભારત સમાન જ સ્થિતિ છે, પણ તે નેટ રન રેટમાં પાછળ છે. આથી તે ત્રીજા સ્થાને છે. ભારતનો રન રેટ 0.844 અને શ્રીલંકાનો માઇનસ 1.પ33 છે. બાંગલાદેશની ટીમ ઉલટફેર કરવામાં માહિર છે, પણ આ મેચમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર છે.
બંગલાદેશ સામેના મેચમાં ભારતીય ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેએલ રાહુલને ફરી ઓપનિંગમાં ઉતરાવનું પસંદ કરશે. જ્યારે અનફિટ દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને તક મળી શકે છે અને તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તેવું માનવામાં આવે છે. કેએલ રાહુલ ટી-20 વિશ્વ કપમાં હજુ સુધી 3 મેચમાં 22 રન જ કરી શકયો છે. જો કે કોચ દ્રવિડ અને કપ્તાન શર્મા તેના પર પૂરો ભરોસો રાખે છે. બાંગલાદેશનું બોલિંગ આક્રમણ પ્રમાણમાં નબળુ છે આથી રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો મોકો બની રહેશે.
બંગાલદેશના બોલિંગ આક્રમણમાં મુસ્તાફિઝૂર, તસકીન, મહેંદી હસન, હસન મહમૂદ અને કપ્તાન શકિબ છે, પણ નિશ્ચિત રીતે આ આક્રમણ વિશ્વસ્તરીય નથી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વિશ્વ કપમાં શાનદાર ઇનિંગો રમી ચૂકયા છે. આથી તેની સામે બાંગલાદેશની બોલિંગની કસોટી થશે. ભારતીય ટીમને કપ્તાન રોહિત શર્મા પાસેથી મોટી અને વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. પાછલા મેચમાં વિકેટકીપર કાર્તિક ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના સ્થાને પંતને મોકો મળી શકે છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડાના સ્થાને અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. કારણ કે બાંગલાદેશની ટીમમાં 4 ડાબોડી બેટધર છે. આ મેચમાં પણ ભારત ઝડપી બોલર ત્રિપુટી ભુવનેશ્વર, અર્શદિપ અને શમી સાથે ઉતરવાનું પસંદ કરશે. ટોસ જીતનાર ટીમ એડિલેડમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. કારણ કે એડિલેડમાં સંધ્યા ટાણે બોલ વધુ સ્વિંગ થાય છે. જેનો ફાયદો મળી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.
ઉત્તર ભારતના સૌથી મહત્ત્વના તહેવાર- છઠ પૂજાની ભવ્ય ઉજવણી KIIT (કિટ) યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી. લોકોની શ્રદ્ધાના આ મહાપર્વના અવસરે યુનિવર્સિટીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિટ અને કિસ યુનિવર્સિટીના સંસ્થાપક ડો. અચ્યુતા સામંતા, યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સસ્મિતા સામંત અને કુલસચિવ જ્ઞાનરંજન મહંતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ઉત્તર ભારતના હજ્જારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને છઠ માતાની પૂજા-અર્ચના કરી હતી.
છઠ પૂજા નિમિત્તે ડો. સામંતાએ આ પર્વના મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે, આ તહેવાર ફક્ત પર્વ જ નહીં પરંતુ એક એવી સંસ્કૃતિ છે જે લોકોમાં પરસ્પર સહકાર અને ભાઇચારાનો સંદેશો આપે છે. તેમણે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શુભકામના પાઠવી હતી અને તમામના તંદુરસ્ત આરોગ્યની કામના કરી હતી.
ડો. સામંતાએ તમામના જીવનમાં પ્રેમ સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી સૂર્ય દેવને પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, KIIT યુનિવર્સિટીમાં દેશના દરેક રાજ્યમાંથી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. KIIT યુનિવર્સિટીની વિશેષતા એ છે કે, વર્ષના જુદા જુદા સમયે દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉજવાતા અલગ-અલગ તહેવારોનું ત્યાં આયોજન કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ‘આરંભ 2022’માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા.
આ ‘આરંભ’ કાર્યક્રમની ચોથું સંસ્કરણ હતું અને આ વર્ષની થીમ હતી- ‘અમૃત કાલમાં સુશાસનઃ ડિજિટલ ટેક્નોલોજી, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 5 રાજ્યોના BSF અને પોલીસ દળોએ પરેડમાં ભાગ લીધો હતો. અંબાજીનું આદિવાસી બાળકોનું સંગીત બેન્ડ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ હતું. એક સમયે આ બેન્ડના સભ્યો અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા. આ સિવાય પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 પ્રવાસન સ્થળો- મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.
2018માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું ત્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા કાર્યક્રમોની બરાબરી પર લાવ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવે છે.
મોરબી ખાતે રવિવાર, Dated 30/10/22, સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માણવવધની ફરિયાદ દાખલ થશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું.
આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.
મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.
રવિવાર, તા.30મી ઓક્ટોબર 2022ના સંધ્યાકાળે મોરબીમાં બનેલી ભયાનક અને અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧32થી વધુના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦થી વધુને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. સોમવારે સવારે અજવાળું થતાં જ બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો. અનેક એજન્સીઓ દ્વારા નદીમાં હજુ પણ મૃતદેહોની શોધખોળ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી સહિત અનેક અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આખી રાત ઉપસ્થિત રહ્યો હતો.
મચ્છુ નદીમાં દર્દથી કણસતા લોકોને તત્કાલ સારવાર પણ મળી શકી ન હતી અને મહિલા,બાળકો સહિત તરફડીને મોતને ભેટયા હતા. સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ રખાયેલ ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ વિ.સં.૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે તા.30મી ઓક્ટોબર 2022ને રવિવારે રજાના હોવાથી લોકો સાહજિક હરવા ફરવા નીકળ્યા હતા તેને કારણે પુલ પર સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પૂલ ધસી પડતા મરણોન્મુખ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી.
નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તાગુ્રપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું હતું. રિપેરીંગ માટે સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે.
૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર આજે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.
મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી.
ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણદ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાની અતિ કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીર ઈજાથી દર્દથી કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.
સ્થળ પર પહોંચેલા મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.
પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે સી.એમ.કક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.
બેસતા વર્ષના દિવસે ઝૂલતો પુલ શરૂ કરાયો
મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. દિવાળીના તહેવારોને પગલે ઝુલતા પુલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. ઓરેવા કંપનીને ઝુલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝુલતા પુલની સ્થિતી દયનીય બનતા તેનુ પુઃન સમારકામ કરવામાં આવ્યુ હતું. સમારકામ બાદ પણ ઝુલતો પુલ તૂટી પડયો હતો જેથી સમારકામની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.
ચાર દિવસમાં ૧૫ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ છેલ્લા ૭ મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. હમણાં જ નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. જે પછી દિવાળીનાં તહેવારો દરમિયાન ચાર દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.