CIA ALERT

Alert Archives - Page 375 of 521 - CIA Live

May 3, 2019
ca_logo.jpg
3min12250

જયેશ બ્રહ્મભટ્ટ

The Institute of Chartered Accountants of India (ICAI) has postponed the Paper – 3 of Foundation Examination and Paper 4 & 5 of Final Examination.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સાંજે તાત્કાલિક અસરથી જાહેર કરેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે મે 2019 એટલે કે ચાલુ મહિનામાં જ લેવામાં આવનારી સી.એ. અભ્યાસક્રમની ફાઉન્ડેશન પેપર-3 તેમજ સી.એ. ફાઇનલ્સમાં પેપર 4 અને 5ની પરીક્ષાઓ મૌકુફ રાખીને નવા સમયપત્રકની જાહેરાત કરી છે. જે નીચે મુજબ છે.

આઇ.સી.એ.આઇ.એ ફાઉન્ડેશન અને ફાઇનલની પરીક્ષા મૌકુફ રાખીને નવા શિડ્યુલ પ્રમાણે કેમ લેવાનો આગ્રહ રાખ્યો એ અંગે કોઇ ચોક્કસ કારણ આપ્યા નથી ફક્ત એટલું જ જાહેર કર્યું છે કે અનિવાર્ય સંજોગોને લીધે હાલના સમયપત્રક મુજબની પરીક્ષાઓ મૌકૂફ રાખીને નવી તારીખે લેવામાં આવશે.

ખાસ નોંધનીય છે કે આઇ.સી.એ.આઇ.ની બધી પરીક્ષાઓની તારીખો નથી બદલાઇ ફક્ત ફાઉન્ડેશન પેપર-3 તેમજ ફાઇનલ્સમાં પેપર-4 અને પેપર-5ની પરીક્ષાની તારીખો બદલવામાં આવી છે. આઇ.સી.એ.આઇ.ના ઘોષણા પત્ર અનુસાર નીચે મુજબ પરીક્ષામાં ફેરફારો કરવામાં આવ્યા છે.

In a press release, issued today, the ICAI has cited certain unavoidable circumstances for the postponement of the said examination. The statement said, “It is notified for general information that due to certain unavoidable circumstances, Paper – 3 of Foundation Examination and Paper 4 & 5 of Final Examination {Old as well as New Scheme} stand postponed.”

 

 

Candidates are hereby informed that there will be no change in the schedule of examinations for other papers, as already notified.

In other words, there will be no change in the schedule of examinations for other papers, as already notified.
Earlier, in view of Elections to the 17th Lok Sabha Parliamentary Constituencies across the country, the Chartered Accountant Examinations initially scheduled from May 2, 2019 to May 17, 2019 has been rescheduled and the said examinations will now be held from May 27, 2019 to June 12, 2019.

Foundation Course Examination – Under New Scheme

  • 4th, 7th, 9th & 11th June 2019

Intermediate (IPC) Course Examination – Under Old Scheme

  • Group-I: 28th, 30th May & 1st & 3rd June 2019
  • Group-II: 6th, 8th & 10th June 2019

Intermediate Course Examination – Under New Scheme

  • Group-I: 28th, 30th May & 1st & 3rd June 2019
  • Group-II: 6th, 8th, 10th & 12th June 2019

Final Course Examination – Under Old Scheme

  • Group -I: 27th, 29th, 31st May & 2nd June 2019
  • Group -II: 4th, 7th, 9th & 11th June 2019

Final Examination – Under New Scheme

  • Group -I: 27th, 29th, 31st May & 2nd June 2019
  • Group -II: 4th, 7th, 9th & 11th June 2019

Members’ Examination International Taxation – Assessment Test (INTT – AT)
4th & 7th June 2019

No examination is scheduled on 5th June 2019 (Wednesday) on account of Id-ul-Fitr.

However, it may be noted that there would be no change in the examination schedule in the event of any day of the
examination schedule mentioned above, being declared a Public Holiday by the Central Government or any State Government/ Local Authority

May 3, 2019
bitcoin_1.jpg
1min10090

દુનિયામાં સૌથી મોંઘી ક્રિપ્ટો કરન્સી અને ભારતમાં સૌથી વિવાદાસ્પદ કરન્સી બનેલા બીટકોઇનના ભાવમાં છેલ્લા બે દિવસમાં 10 ટકાથી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. લંડન એક્સચેન્જ ખાતે આજે શુક્રવાર તા.3 મે 2019ના રોજ એક જ દિવસમાં બીટકોઇનના દરમાં 6.27 ટકાનો ઉછાળો નોંધાતા બીટકોઇન હોલ્ડર્સ ફરીથી ગેલમાં આવી ગયા છે. શુક્રવારે બીટકોઇનનો ભાવ લંડન એક્સચેન્જ ખાતે 5,803.51 અમેરિકન ડોલર નોંધાયો છે. ભારતમાં બીટકોઇન પર પ્રતિબંધ મૂકાયા બાદ બીટકોઇનના ભાવ સતત ગગડી રહ્યા હતા. ઘણાં મહિનાઓ પછી બીટકોઇનમાં ઓચિંતી મુવમેન્ટ અને એ પણ અસાધારણ મુવમેન્ટ જોવા મળી છે.

છેલ્લા બે દિવસથી બીટકોઇનના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે છેલ્લા છ મહિનાના સૌથી ઉંચા સ્તરે બીટકોઇનના ભાવ આવી જવા પામ્યા છે. જાણકારો કહે છે કે બીટકોઇનના ભાવમાં હજુ પણ વધારો થઇ શકે છે અને જ્યાં બીટકોઇન માન્ય ચલણ છે ત્યાં તેની બોલબાલા વધી શકે તેમ છે.

લંડન એક્સચેન્જના સૂત્રો કહે છે કે બીટકોઇનમાં આવેલા તોતિંગ ઉછાળા પાછળ કેટલાક ટેકનિકલ કારણો રહેલા છે. એવા કોઇ સમાચારો નથી કે બીટકોઇનના ભાવને સકારાત્મક રીતે અસર કરે પરંતુ, ટેકનિકલ કારણોસર બીટકોઇનના ભાવ નવેમ્બર 2018 પછીની પહેલી વખત સર્વોચ્ચ સપાટી સર કરી છે. શુક્રવારે લંડન એક્સચેન્જ ખાતે બીટકોઇનનો ભાવ 5,802.51 અમેરિકન ડોલર જેટલો નોંધાયો છે. ગઇ તા.14મી નવેમ્બર 2018ના રોજ બીટકોઇનનો ભાવ 5700 યુએસ ડોલર હતો. જેમાં 108 ડોલર જેટલો જંગી ઉછાળો તાજેતરમાં નોંધાયો છે.

બીટકોઇનના વિશ્વની ભલે સૌથી મોટી વર્ચ્યુઅલ કરન્સી માનવામાં આવે છે પરંતુ, ભારતમાં બીટકોઇન પર હાલ પ્રતિબંધ મૂકી દેવાયો છે અને ભારતમાં તેના વ્યવહારોને ગેરબંધારણીય માનવામાં આવી રહ્યા છે.

News in English

Bitcoin jumped to a new six-month high on Friday in a move that traders said was the result of technical forces, with no immediate news catalysts sending the cryptocurrency higher.

Bitcoin climbed more than 6 per cent to briefly break $5,700, its highest since November 14. It was last at $5,680 on the Bitstamp exchange, taking gains this year for the original and biggest virtual currency to nearly 55 per cent.

Other major cryptocurrencies such as ethereum and Ripple’s XRP, their prices often seen as correlated to bitcoin, also moved higher.

May 3, 2019
water.png
1min6900

ગુજરાત સરકારે પાણીની હાલમાં ઉદભવી રહેલી વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા અંતરીયાળ ગામડાઓના વિસ્તારના લોકો માટે ખાસ ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. પાણીને લગતી સમસ્યાઓ માટે ગુજરાત સરકારના હેલ્પલાઈન નંબર 1916 પર સંપર્ક કરીને કોઇપણ પ્રકારની સમસ્યા અથવા ફરીયાદ રજિસ્ટર્ડ કરાવી શકાશે.

ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં આ વખતનો ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. ગુજરાતને આકરો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના છેવાડાના ગામો અને શહેરો પાણીની તંગીથી પરેશાન છે. અધિકારીઓના પ્રમાણે માર્ચ-એપ્રિલમાં સરકારમાં થતી ફરિયાદોમાં પાણીને લગતી ફરિયાદોના પ્રમાણમાં વધારો થયો છે. સરકાર પાણીને લગતી સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઈન 1916 જાહેર કરી છે. જેમાં એપ્રિલમાં 860 ફરિયાદો મળી છે.

મે મહિનાના પહેલા જ દિવસે ફરિયાદોનો આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 257 પર પહોંચી ગયો છે. બીજી મેના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં પણ 159 ફરિયાદો આવી હતી.

May 3, 2019
ipl-2019-min-1024x585.jpg
1min5870

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ કમલેશ જવેલર્સની પાછળ રાજકમલ એપાર્ટમેન્ટમાં આઇપીએલના સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ સતિષ રામાણી સહિતના સ્ટાફે તા.1 મે 2019ના રોજ રેડ પાડતા દિલ્હી ચેન્નાઈની મેચ પર વલણની આપલે કરી રહેલા સટ્ટાબાજ બુકીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

રાજકોટ પોલીસે આઈપીએલ સટ્ટો ચલાવતા નામચીન બૂકી સચિન નરેન્દ્રભાઈ ઠકકર તેમજ અલ્પેશ નવીન સુવા, પ્રકાશ ભરત મોરજરિયા, શ્યામ જમનાદાસ, અંકુર, ધર્મેશ, શિવરાજ ભરતસિંહ સિસોદિયા સહિત 9 શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂા.2.89 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આઈપીએલ સટ્ટાના દરોડામાં 15 કલાકથી વધુ ચાલતા સ્ટેટ વિજિલન્સની તપાસમાં 50થી વધુ શખસોના નામ ખુલતાં તેમજ આ સટ્ટો સ્થાનિક પોલીસની મંજૂરીથી ચાલતો હતો કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

રાજકોટ : આઇપીએલ પર સટ્ટો રમતા નામચીન બુકીઓ સહીત 9 લોકો ઝડપાયા

ગુજરાતમાં ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ આઇપીએલ પર મોટા પાયે આંતર રાજ્ય સ્તરનો સટ્ટો રમાઇ રહ્યાની ફરીયાદો વચ્ચે બુધવારે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરિયાદોના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમે આઇપીએલ મેચ પર સટ્ટાના નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે નામચીન બૂકી સહિત 9 શખસોને ઝડપી લઈ પોણા ત્રણ લાખની મત્તા કબજે કરતા 50થી વધુ શખસોના નામ ખુલતાં વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

 

May 3, 2019
loksabha.jpeg
1min5560

લોકસભા ચૂંટણી 2019 માટે 12 રાજ્યોની 171 બેઠકો પર મતદાન થવાનું બાકી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને આંધ્રપ્રદેશ એ મોટા રાજ્યો છે, જ્યાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થઈ ગયું છે. ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં 17 રાજ્યોમાં 372 સીટ પર મતદાન પૂર્ણ થઈ ગયું છે.

દ્વિતીય ચરણમાં તમિલનાડુની 39 પૈકી 38 સીટ પર મતદાન થયું હતું, જ્યારે એક બેઠક પર ચૂંટણી પ્રક્રિયા રદ થઈ હતી, જે માટે 19 મેના રોજ અંતિમ તબક્કામાં મતદાન થશે.

હવે 171 સીટ પર મતદાન થવાનું બાકી છે. 6 મેના રોજ પાંચમા ચરણમાં વોટિંગ થશે,એ સાથે રાજસ્થાન અને જમ્મૂ-કાશ્મીરની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થઈ જશે. છઠ્ઠા ચરણમાં 12 મેના રોજ દિલ્હી અને હરિયાણાની તમામ સીટો પર વોટિંગ થશે.

પંજાબ અને હિમાચલ પ્રદેશની તમામ સીટો પર 19 મેના રોજ મતદાન થશે. આ સિવાય ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ એવા રાજ્યો છે, જ્યાં તમામ ચરણોમાં મતદાન થઈ રહ્યું છે. આ રાજ્યોમાં 19 મેના રોજ વોટિંગ પૂર્ણ થશે. ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ચોથા ચરણમાં મતદાન શરુ થયું હતું અને આ બંને રાજ્યોમાં 19 મેના રોજ સાતમા ચરણમાં મતદાન પૂર્ણ થશે. ત્રિપુરાની એક સીટ પર બીજા ચરણમાં મતદાન પ્રક્રિયા સ્થગિત કરાઈ હતી, એ સીટ પર પણ 19મેના રોજ મતદાન થશે.

દેશમાં 11 એપ્રિલથી પ્રથમ ચરણમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉતરાખંડમાં પ્રથમ ચરણમાં તમામ સીટ પર લોકસભા ચૂંટણી યોજાઈ ગઈ હતી. ત્યારબાદ 19 એપ્રિલે બીજા ચરણ સુધીમાં કેરળ સહિતના રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. 23 એપ્રિલે ત્રીજા તબક્કામાં ગુજરાત, કર્ણાટક અને અસામની તમામ બેઠકો પર મતદાન થઈ ગયું હતું. ગોવાની બંને સીટો પર પણ ત્રીજા તબક્કામાં મતદાન થયું હતું. છતીસગઢમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ચરણમાં મતદાન થયું હતું. 29 એપ્રિલે ચોથા તબક્કા સુધીમાં મહારાષ્ટ્ર અને ઓરિસ્સાની તમામ સીટો પર મતદાન થઈ ગયું છે. આમ, ચાર તબક્કામાં 372 સીટો પર મતદાન થઈ ગયું છે.

May 3, 2019
amarnathhelicopter.jpg
1min12870

અમરનાથ યાત્રા માટે હેલિકૉપ્ટરનું ઓનલાઇન બુકિંગ શરૂ થતા જ 10 દિવસની ટિકિટ વેચાઇ ગઇ છે. આ ઉપરાંત શ્રાઇન બોર્ડ હવે શ્રદ્ધાળુઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા પણ આપવા જઇ રહ્યું છે, જેને 2013માં બંધ કરી દેવામાં આવી હતી.

અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી યાત્રીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધામાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે, જેમાં તેઓ જરૂરી જાણકારીની સાથે ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ પણ અપલોડ કરી શકે છે. યાત્રા દરમિયાન બાલતાલ/ દોમેલ અને નુનવાન/ પહેલગામ/ ચંદનવાડી બેઝ કૅમ્પ પર હેલ્થ સર્ટિફિકેટની તપાસ કરવામાં આવશે. યાત્રીઓના રિસ્પોન્સ બાદ ઓનલાઇન સેવાને વધારવામાં આવશે.

અમરનાથ યાત્રા માટે બુધવારથી હેલિકૉપ્ટર સેવાનું ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું છે. પહેલા દિવસથી જ શ્રદ્ધાળુઓમાં ઓનલાઇન બુકિંગ માટે ભારે ઉત્સાહ નજર આવ્યો હતો. હેલિકૉપ્ટર સેવા આપવાવાળી કંપનીઓની પહેલા દસ દિવસની ટિકિટ કેટલાક કલાકમાં જ વેચાઇ ગઇ હતી. ઓનલાઇન બુકિંગ સેવા સવારે દસ વાગ્યાથી શરૂ થઇ હતી.

15 જુલાઇ બાદ દરેક દિવસની થોડી ટિકિટ જ ઉપલબ્ધ છે. બોર્ડના જણાવ્યા અનુસાર જેની પાસે હેલિકૉપ્ટરની ટિકિટ હશે, તેને અગાઉથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. યાત્રા પહેલી જુલાઇથી શરૂ થશે અને 15 ઑગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે. નીલગ્રથ-પંજતરણીથી પ્રતિ વ્યક્તિ એક તરફી હેલિકૉપ્ટર ભાડું 1804 રૂપિયા અને પહેલગામ-પંજતરણીથી 3,104 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું છે.

May 3, 2019
farmers_pepso.jpg
1min8810

ગુજરાતના ચાટ બટાકાના ખેડૂતો સામે કરેલા કેસ તે પાછા ખેંચી લેશે તેવું પેપ્સીકો ઈન્ડિયા કંપનીએ ગુરુવારે કહ્યું હતું. પોટેટો ચિપ્સની લોકપ્રિય બ્રાન્ડ માટેની ‘પોટેટો વેરાઈટી’ રોપવા બદલ કંપનીએ કેટલાક ખેડૂતો સામે કેસ કર્યો હતો. પેપ્સીકો કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે સરકાર સાથે ચર્ચા કર્યા પછી કેસ પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “સીડ પ્રોટેકશન સાથે સંકળાયેલા બધા મુદ્દાઓના સંતોષકારક નિરાકરણ માટે અને લાંબા ગાળાના ઉકેલ માટે અમે સરકાર સાથે થયેલી ચર્ચા પર ભરોસો રાખીએ છીએ. કંપનીએ ગુજરાતમાં 11 ખેડૂતો સામે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર)ના ઉલ્લંઘન બદલ કેસ કર્યો હતો. ભારતીય કિસાન સંઘના ગુજરાત એકમના પ્રમુખ વિઠ્ઠલ દુધા6ાએ કહ્યું હતું કે, “અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ ખેડૂતોની જીત છે.

May 3, 2019
fani1.jpg
1min6160

ઓડિશામાં ત્રાટકનારા ફોની વાવાઝોડાથી અંદાજિત 10000 ગામ અને બાવન શહેરો પ્રભાવિત થશે. 11.5 લાખ લોકોને ખસેડવામાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા ગંજામ, ગજપતિ, ખુરદા, પૂરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. પશ્ર્ચિમ બંગાળમાં ઈસ્ટ મેદિનીપુર અને વેસ્ટ મેદિનીપુર, સાઉથ 24 પરગણા, નોર્થ 24 પરગણા, હાવરા, હૂગલી, ઝારગ્રામ અને કોલકાતા શહેર પણ વાવાઝોડાથી પ્રભાવિત થશે. આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ, વિઝિનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં પણ અસર થશે.

ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે 1.5 મીટર જેટલા મોજા ઊછળવાથી ઓડિશાના ગંજામ, ખુરદા, પૂરી અને જગતસિંહપુર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે. એનડીઆરએફ અને એડીઆરએેએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (એનસીએમસી)ની બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય સચિવે રાજયોની તૈયારીની સમીક્ષા કરી હતી. કેબિનેટ સચિવ પી. કે. સિંહાએ કેન્દ્રીય મંત્રાલયોની અને સંબંધિત એજન્સીઓએ કરેલી તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પી. કે. સિંહાએ જાહેર જનતા માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન જાહેર કરી હતી. પાવર સપ્લાય નિષ્ફળ જાય તો ઝડપભેર ફરી શરૂ કરવાનો પાવર મંત્રાલયે વ્યવસ્થા કરી છે. પેયજળ અને સેનિટેશન મંત્રાલયે પીવાના પાણીની બોટલોનો જથ્થો અને ખાદ્યાન્નના તૈયાર પેકેટની વ્યવસ્થા કરી છે.

આરોગ્ય મંત્રાલયે ઇમર્જન્સી 17 મેડિકલ ટીમ અને દવાઓનો જથ્થો તૈયાર રાખ્યો છે. સાયકલોન સંબંધિત ફ્રી એસએમએસ અને વિવિધ ટેલિફોન નેટવર્કની ઈન્ટર-ઓપરેટેલિવિલિટીને તૈયાર રાખવા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને ઓર્ડરો આપ્યા હતા.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઈન્ડિયન નેવીએ જહાજો અને હેલિકૉપ્ટર્સ તૈયાર રાખ્યા છે. ત્રણ રાજયોમાં ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન ઍરફોર્સ યુનિટને ‘સ્ટેન્ડ બાય’ રાખવામાં આવ્યા છે.

બેઠકમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના ટોચના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો. બેઠકમાં વિવિધ મંત્રાલયો, આઈએમડી, એનડીએમએ અને એડીઆરએફના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

May 2, 2019
nta-neet-2019-final-schedule-declared.jpg
3min14050

આગામી તા.5મી મે 2019ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એકઝામ) 2019 લેવામાં આવશે. મેડીકલ અને ડેન્ટલ ઉપરાંત ગુજરાતમાં હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ માટે નીટ પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત છે. 720 માર્કસની નીટ પ્રવેશ પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ અત્યંત સ્ટ્રેસમાં હોય છે અને તેમની સાથે વાલીઓની પણ ચિંતાનો પાર હોતો નથી. કેમકે મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે આનાથી વિશેષ બીજી કોઇ પરીક્ષાનો સ્કોર વેલિડ ગણાતો નથી.

નીટ યુજી 2019 ઓફલાઇન પેન અને પેપર પેટર્નથી લેવામાં આવશે.

પરીક્ષા આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પરીક્ષાર્થીઓ સાથે કેટલીક ટીપ્સ શેર કરી રહ્યા છે. છેલ્લી ઘડીએ સ્ટ્રેસમાં આવ્યા વિના માનસિક રીતે મક્કમ બનીને પરીક્ષા આપવી જોઇએ.

ટોપીક વાઇઝ પ્લાન બનાવો

હવે નીટ આડે થોડા જ કલાકો બાકી રહ્યા છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ દરેકે દરેક મિનિટનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. વિદ્યાર્થીઓએ તેમની પાસે ઉપલબ્ધ સમયને પહેલા એવા વિષયો અને ટોપીક્સમાં ફાળવવો જોઇએ, જેમાં મહાવરો છે અને બાદમાં થોડો સમય જે ટોપિક્સ અઘરા લાગતા હોય તેને ફાળવવો જોઇએ.  આ પ્રકારે સમગ્ર સિલેબસનું ટૂંકાગાળામાં રિવિઝન થઇ શકશે. સહેલું વાંચવું અને તેની પ્રેક્ટિસ જરૂરી છે કેમકે એમાંથી જ તમને શ્યોર માર્કસ મળવાના છે. એ પહેલા વાંચવાથી આત્મ વિશ્વાસ પણ વધશે જે અઘરા ટોપિક્સને યાદ રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે

મહત્વના ફોર્મ્યુલા અને ડાયેગ્રામ (આકૃતિ)નો રિવિઝન પ્લાન બનાવો

નીટ પરીક્ષા આડેના થોડા કલાકોમાં વિદ્યાર્થીઓએ સૌથી મહત્વની બાબત ફોર્મ્યુલા અને ડાયેગ્રામ્સના રિવિઝન પર ધ્યાન આપવું જોઇએ. વિદ્યાર્થીઓએ વધુને વધુ સવાલો આધારિત ફોર્મ્યુલા સોલ્વ કરવી જોઇએ, જે માર્કની શ્યોરિટી વધારી આપશે.

પેપર પ્રેક્ટિસ

વિદ્યાર્થીઓએ દરરોજ એક મોડેલ ટેસ્ટ પેપર, મોક ટેસ્ટ પેપર કે અન્ય પેપરની પ્રેક્ટિસ ખાસ કરવી જોઇએ. પરીક્ષાના દિવસો અગાઉ કરેલી પેપર પ્રેક્ટિસ બહું જ ઉપયોગી નિવડે છે. પેપર પૂરું કરવામાં તમારો સમય કેટલો જાય છે એ અગાઉથી જાણી શકાતું હોવાથી મુખ્ય પરીક્ષાના દિવસે પેપરમાં સવાલો બાકી રહી જવાની સમસ્યા નાબૂદ કરી શકાશે. પેપર પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થીઓને જવાબોમાં એક્યુરેસી અને ઝડપ બન્નેમાં વધારો કરી શકાશે.

સહેલા સવાલો પહેલા એટેન્ડ કરો

પરીક્ષાનું પેપર હાથમાં આવે અને જવાબો લખવાનું શરૂ કરો ત્યારે સહેલા સવાલો પહેલા એટેન્ડ કરવો જોઇએ. વિદ્યાર્થીઓએ એ પહેલેથી નક્કી કરી લેવું જોઇએ કે તેમની ખરી શક્તિ શેમાં છે અને તેમની વિકનેસ શેમાં છે. પરીક્ષામાં સહેલા સવાલો પહેલા અને ઝડપથી એટેન્ડ કરીને બાકીના અઘરા સવાલોના જવાબ આપવા માટે પર્યાપ્ત સમય મળી રહેશે. બિનજરૂરી સ્ટ્રેસમાં રહેવા કરતા ચિંતાથી કોઇ પ્રશ્ન ઉકેલાતા નથી એ રુએ જેટલું થાય અને જેટલું કર્યું છે એનું ફળ અવશ્ય મળવાનું છે એમ માનીને પરીક્ષા આપવી જોઇએ.

NEET UG 2019 exam tips you should follow for revision

The National Eligibility cum Entrance Test (NEET) for undergraduate medical courses will be held on May 5, 2019. With just a few days left for the exam, students need to increase their efforts and devotion to secure good scores in the exam.

The NEET UG entrance exam will be conducted by the National Testing Agency (NTA) for admission to MBBS/BDS Courses in India in Medical/Dental Colleges. The NEET UG 2019 test will be held in offline (pen and paper) mode across the country.

The students who have registered for the NEET UG 2019 examination can follow the last minute tips given below for better preparation or revision for the exam:

Make a topic-wise revision plan

Since only a few days are left for the exam, students need to make the most of their time. Divide your time subject-wise and revise those subjects/topics first that you know very well followed by the tough topics so that you have enough time for revision. Revise the whole syllabus in this manner.

Revise important formulas and diagrams

It’s very important to remember all the important formulas and diagrams. Solve more and more formula based questions to polish your skills.

Practice

Practice papers and mock test are the things that will give you confidence for the exam day. Try to solve as many as possible.  They will also help in improving your accuracy and speed.

Find out your strengths and weaknesses

By this time, you should know which are the sections/topics you are strong in and where you need to improve. On the exam day, try to attempt easy questions first, so that you would have enough time to solve the tougher ones.

Stay away from stress 

Don’t be anxious and stressed before the exam. Get proper sleep and eat healthy food to be fit. It is very important to stay both physically and mentally strong during exam time. Take proper rest and sleep a day before the exam and attempt the NEET UG 2019 paper with a fresh mind.

May 2, 2019
cbse_logo.jpeg
2min10770

સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા માર્ચ 2019માં લેવામાં આવેલી ધો.12 સાયન્સ, કોમર્સ, હ્યુમેનિટીઝ તમામ પ્રવાહોની રાષ્ટ્રવ્યાપી અને આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવેલી પરીક્ષાનું પરીણામ આજરોજ તા.2 મે 2019ના રોજ ઘોષિત કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.

સીબીએસઇની વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ ડાઉનલોડ કરી શકશે. સમગ્ર દેશના ઇતિહાસમાં સી.બી.એસ.ઇ. દ્વારા સૌથી વહેલું પરીણામ ઘોષિત કરવાનો પણ વિક્રમ આ સાથે જ રચાઇ જશે.

CBSE Class 12th Result 2019 releasing today

The Central Board of Secondary Education (CBSE) is going to announce the Class 12 results today (Thursday, May 02, 2019) on the official portal – cbse.nic.in. The CBSE Class 12 result 2019 will be declared at 12.15 PM today at a press conference scheduled to be held at the Conference Hall, 2nd Floor, CBSE, HQ, Preet Vihar, Delhi. The CBSE Board had conducted the annual examination for class 10 and class 12 in the month of February-March 2019.

A total of 31,14,821 candidates had registered for Class 10 and Class 12 board examination this year including 28 transgender. The exams were held at 4,974 centres across India and 78 centres abroad.
Where to check the CBSE Class 12th Board exam result 2019?

The results of CBSE Class 12 Arts, Science and Commerce students will be released on the official website of the Board – cbse.nic.in. The students who appeared for the class 12 exam 2019 can also check their result on other websites like – cbse.examresults.net, cbseresults.nic.in and results.gov.in.

The students who appeared for the CBSE Class 12 annual board examination 2019 can follow the steps given below to download the result
1) Open the results portal of the CBSE Board – cbseresults.nic.in
2) On the homepage, you will find a link – “CBSE Board Class 12 results 2019”, click on the link
3) It will redirect to the results page
4) Now, enter your roll number, select the stream and submit
5) Your result will be shown on the screen
6) Download it or take a print out of the same for further reference