CIA ALERT

Alert Archives - Page 373 of 521 - CIA Live

May 7, 2019
urinal.jpg
1min6950

ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં હવે મનપાએ તંત્રએ ક્લિન સિટીની ઝુંબેશ શરૂ કરી છે. જાહેર રસ્તા પર થૂંકનારા અને લઘુશંકા કરનારાઓને નોટિસો ફટકારીને તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. મનપાએ છેલ્લા એક સપ્તાહમાં 48 વોર્ડમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જાહેરમાં પેશાબ કરતા 105 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે, તેમની પાસેથી તંત્રએ રૂપિયા 10,600ની વસૂલાત કરી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા અંગે 330 લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 34,900ની વસૂલાત કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ રૂલ્સ ભંગ બદલ તમામ કેસોમાં કુલ 1013 લોકોને નોટિસ મોકલવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા શહેરના જાહેર માર્ગ ઉપર થૂંકતા નાગરિકોને દંડવા માટે ઇ-મેમોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યૂનિસિપલના વિભાગે અત્યાર સુધી રૂપિયા 7.08 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. જ્યારે 260 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેસ્ટ જપ્ત કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક અંગે 2475ને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 14.59 લાખનો દંડ વસૂલ કરાયો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 26324 નોટિસો આપવામાં આવી છે.

May 7, 2019
talala_kesar.jpg
1min7740

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિશ્ર્વ વિખ્યાત ગીરની કેસર કેરીનો 6 May પ્રારંભ થયો હતો. આ અંગે યાર્ડના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હરાજીમાં સૌ પ્રથમ બોક્સ રૂ.11,000માં વેચાયું હતું. આ રકમ ગાયોના ફાળા માટે વપરાશે. અંદાજિત 13000 બોક્સની હરાજી થઈ હતી. 10 કિલોના 1 બોક્સના ભાવ રૂ.400 થી રૂ.1,000 રહ્યા હતા. ગત વર્ષે સિઝન દરમ્યાન કુલ 10 લાખ જેટલા બોક્સની હરાજી થઈ હતી. બાગાયતકારોના જણાવવા અનુસાર, આ વર્ષે પાક ઓછો હોવાથી કદાચ ઓછા બોક્સની હરાજી થશે તેમ મનાય છે.

May 7, 2019
Gadhda-Swaminarayan-Temple.jpg
1min6190

જાણીતા એવા ગઢડા સ્વામીના મંદિર ટ્રસ્ટની ગઇકાલે રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ આજે થયેલી મતગણતરીમાં આચાર્ય પક્ષના એસ.પી. સ્વામીના જૂથની પેનલનો પરાજય થતા તેમના 13 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. આચાર્ય અને દેવ પક્ષની પેનલોમાં દેવ પક્ષનો વિજય થયો હતો. ચૂંટણી પરિણામ જાહેર થતા જ દેવ પક્ષ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આચાર્ય પક્ષ દ્વારા મતગણતરી અને મતદાનની બાબતોએ વાંધા ઊઠાવાયાં હતા.

ગઢડાના શ્રી ગોપીનાથજી મંદિરના વહીવટ કરતા આચાર્ય પક્ષ સામે દેવ પક્ષના ચાર ઉમેદવારની જીત થઈ છે. એટલે કે કુલ 6 બેઠકમાંથી 4 બેઠક પર દેવ પક્ષના ઉમેદવાર પેનલની જીત થઈ હતી. દરમિયાન આચાર્યપક્ષના એસ.પી. સ્વામીએ ચૂંટણીના પરિણામ પર પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું હતું કે, મતગણતરી શંકાસ્પદ રીતે યોજવામાં આવી છે. અમને પરિણામની કોપી પણ નથી આપવામાં આવી. અને ફરીથી કોર્ટમાં જવાની વિચારણા કરી રહ્યાં છીએ. ગૃહસ્થની 4માંથી એક સીટ પર અમારી જીત થઈ છે.

ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ પર દેવ પક્ષની જીતના પરિણામ બાદ રાકેશ પ્રસાદનું સમર્થન મજબૂત થશે, અને આચાર્ય અજેન્દ્રપ્રસાદને ફરી આચાર્ય બનવું મુશ્કેલ થશે. દેવ પક્ષના નૌતમ સ્વામીનું કદ વધશે. દેવ પક્ષની જીતથી આચાર્યપક્ષે બે મંદિરો પરથી સત્તા ગુમાવવી પડશે. વડતાલ તાબાના ત્રણ મંદિરમાંથી બે મંદિર પર દેવ પક્ષનો કબજો થશે. જ્યારે આચાર્ય પક્ષની સત્તા માત્ર જૂનાગઢ મંદિર પર સીમિત થશે.

બીજી બાજુ પોલીસ-હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી મતગણતરી શરૂ થયા બાદ પોલીસ અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસે મત ગણતરી કેન્દ્ર નજીક એકઠા થયેલા હરિભક્તોને દૂર ખસેડ્યા હતા. આ સમયે પોલીસ અને હરિભક્તો વચ્ચે બોલાચાલી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરની ચૂંટણીને લઈને છેલ્લા દશકાથી વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદમાં સુપ્રીમ કોર્ટે આદેશ કરતા હાઇ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સાધુ અને પાર્ષદ તથા ગૃહસ્થ વિભાગની 4 બેઠક સહિત કુલ 6 બેઠક માટે હાલના શાસક આચાર્ય પક્ષ અને વિરોધમાં દેવ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. રવિવારે ગઢડા (સ્વામીના) ટેમ્પલ બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. ચૂંટણી બાદ મતગણતરી યોજવામાં આવી હતી, જેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ચૂંટણીમાં સાધુ વિભાગમાં 95 ટકા, પાર્ષદ વિભાગમાં 98 ટકા અને ગૃહસ્થ વિભાગમાં 65થી 70 ટકા મતદાન થયું હતું

May 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5820

ગુજરાતમાં આવેલી રાય, પારુલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીમાં બી.એસ.સી. તેમજ ખાનગી યુનિવર્સિટીમાં (એગ્રી). બી.ટેક., (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ) બી.એસ.સી.(હોર્ટી) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપી નથી. તેમજ ત્યાં ચાલતાં કોર્ષ ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોવાથી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જણાવ્યું છે.

વર્ષ 2018-19માં સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓએ ગુજરાત હાઇ કોર્ટમાં એસસીએ/એલપીએ દાખલ કરી દાદ માગી હતી. ગુજરાત હાઇ કોર્ટે સંયુક્ત રીતે સુનાવણી કરીને આ અરજીઓ અંતર્ગત આ ત્રણેય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સલગ્ન અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ, 204 ની કલમ નં. 4(4)ની જોગવાઇ મુજબ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવેલ ન હોવાથી અને ઉક્ત અભ્યાસક્રમો ચલાવવા બાબતે આઇ.સી.એ.આર. દ્વારા નિધાર્રિત કરવામાં આવેલા ધારા-ધોરણોનો અમલ કરવામાં આવેલી ન હતી, હાઇ કોર્ટ દ્વારા 30 /10/2018ના ચુકાદાથી ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવાતા કૃષિ સલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા.

May 7, 2019
NEET-1.png
1min15210

ટ્રેન મોડી પડવાથી નિટની પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થીઓને ફરી તક અપાશે: જાવડેકર

ટ્રેન મોડી પડવાને કારણે મેડિકલમાં પ્રવેશ માટેની નેશનલ ઇલેજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષા ચૂકનાર કર્ણાટકના વિદ્યાર્થીઓને વધુ એક તક આપવાની જાહેરાત કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કરી હતી. આ વિદ્યાર્થીઓની પરીક્ષા 20મી મેને દિવસે લેવામાં આવશે.

જાવડેકરે ટ્વિટર પર જણાવ્યું હતું કે મને આ વાત જણાવતા આનંદ થાય છે કે ટ્રેન મોડી પડવાને કારણે કર્ણાટકના જે વિદ્યાર્થીઓ નિટની પરીક્ષા ચૂક્યા હતા, એમને વધુ એક તક આપવામાં આવશે. આ પરીક્ષા રવિવારે આખા દેશમાં લેવામાં આવી હતી, પણ કર્ણાટકના સેંકડો વિદ્યાર્થીઓની ટ્રેન પરીક્ષાના ચોક્કસ સમય કરતા બેંગલોર એક કલાક મોડી પહોંચી હતી.

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ આ મામલો ટ્વિટર પર હાઇલાઇટ કર્યો હતો અને એને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કર્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષા લે છે અને એમણે પરીક્ષા કેન્દ્રમાં કોઇ ફરેફાર ન કર્યો હોવાની જાહેરાત કરી હતી.

ઓડિશામાં પણ ચક્રવાત ફોનિને કારણે પરીક્ષા લંબાવીને 20મી મેને દિવસે લેવાનો નિર્ણય લેવાયો હતો.

May 6, 2019
admission-1280x1360.jpg
1min18610

જયેશ બ્રહ્મભટ્ટ 09253 44944

આગામી તા.9મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થઇ રહ્યું છે અને એ પૂર્વે ગુજરાતની કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહીઓને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી.)એ આ વખતથી એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા, આર્કિટેક્ચર વગેરે કોર્સમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટે જરૂરી 14 આંકડાના પીન નંબરના વિતરણ તેમજ ઓનલાઇન ફી ભરવા માટેની વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે.

14 આંકડાનો પીન ક્યારથી મળશે એની જાહેરાત હવે પછી અખબારોમાં જાહેરાત આપી કરવામાં આવશે

આ વખતથી કોટક બેંકમાં નહીં પરંતુ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની રાજ્યભરમાં પથરાયેલી ચોક્કસ બ્રાન્ચમાંથી ઓનલાઇન પ્રવેશ માટેનો જરૂરી 14 આંકડાનો પીન મળશે.

ગુજરાતમાં આવેલી ધો.12 પછી પ્રવેશ માટેની ઇજનેરી, ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી, આર્કિટેકચર, ધો.10 પછી ડિપ્લોમા, કન્સ્ટ્રકશન ટેક્નોલોજી, હોટેલ મેનેજમેન્ટ, એમબીએ, એમસીએ વગેરે કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા બહાર પાડવામાં આવતા 14 આંકડાના પીન નંબરનું મહત્વ ઘણું છે. તેના વગર રજિસ્ટ્રેશન થઇ શકે નહીં.

ગત વર્ષ સુધી કોટક બેંકમાંથી 14 ડિજિટનો પીન મળતો હતો હવે આ વર્ષથી બદલાયેલી વ્યવસ્થા પ્રમાણે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી પીન મળશે.

રાજ્યભરમાં આવેલી ICICI બેંકની 136 બ્રાન્ચ માંથી 14 આંકડાનો પીન મળશે

May 6, 2019
sensex-l-express-photo.jpg
1min7310

સોમવારે ભારતીય ઈક્વિટી માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી અને અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસ પણ સોમવારે બપોરે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે 10.15 વાગ્યે BSE S&P સેન્સેક્સ 314 પોઈન્ટ્સ ધટીને 38,649 જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 96 પોઈન્ટ્સ ઘટીને 11,615 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે બપોરે ટાટા મોટર્સ 4.5 ટકા ઘટીને જ્યારે ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને હિન્દાલ્કો વગેરે શેર્સ 3 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. યસ બેન્કની ક્રેડિટ ક્લોલિટી કથળતા ICRAના બેન્કના ટીયર1 અને ટીયર 2 બોન્ડના ડાઉનગ્રેડને પગલે તેના શેર્સ પણ 2.9 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

જોકે, નકારાત્મક ટ્રેન્ડ વચ્ચે આજે સવારે ભારત પેટ્રોલિયનમ, ઈન્ડિયન ઓઈલ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેર્સ સાધારણ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ટ્રમ્પની ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારવાની ધમકીને પગલે એશિયાના મોટા ભાગના બજારો નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. રજા બાદ ચીનનું શેરબજાર આજે 3.5 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યું હતું.

May 6, 2019
aksaytrititya.jpg
1min15690

તા.7મી મે 2019ને મંગળવારે ભારતીય સંસ્કૃતિ મુજબ જે દિવસે 24 કલાક સારા મુર્હુત આવે છે એ અખાત્રીજ-અક્ષય તૃતીયાના દિવસને લગ્નાદિ કાર્યો માટે વિશેષ વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે.

 

તા.૭ મે અખાત્રીજના દિવસે મોટી સંખ્યામાં લગ્નો આ દિવસે યોજાશે.

તેમાં પણ આ દિવસે ગોચરમાં મેષ રાશિમાં બુધાદિત્ય યોગ, ઉદિત લક્ષ્મી યોગ છે, જે થોડી મિનિટો માટે જ છે, પરંતુ સાંજે ૪.૨૭ મિનિટે રાજયોગનો પણ પ્રારંભ થાય છે.

તા.૭મી મેના રોજ ‘અક્ષય તૃતીયા’ની પુણ્ય અને પવિત્ર તિથિ આવે છે. અક્ષય તૃતીયાનાં દિવસે ગોચરમાં પણ કેટલાંક પવિત્ર અને શુભકર્તા યોગ થઈ રહ્યાં છે. જે અંતર્ગત સવારે ૬.૦૩થી ૬.૫૩ સુધી એટલે કે ૫૦ મિનિટ સુધી લક્ષ્મી યોગ છે અને મેષ રાશિમાં ઉચ્ચના સૂર્યની સાથે બુધ રહેતાં ‘બુધાદિત્ય યોગ’નો પણ સંયોગ થઈ રહ્યો છે.

તૃતીયા તિથિ, મંગળવાર અને સાંજે ૪.૨૭ મિનિટથી મૃગશીર્ષ નક્ષત્રનો પ્રારંભ થતાં જ ‘રાજયોગ’નો પણ પ્રારંભ થાય છે, જે સોનામાં સુગંધની જેમ ઉમેરાય છે. એકંદરે, ઉપરોક્ત તમામ યોગો સાથેની આ અક્ષય તૃતીયા ખૂબ જ ઉત્તમ ફળદાયી બની રહેશે. ખાસ કરીને આ દિવસ દાન-પુણ્ય, જપ-તપ અને લગ્નાદિ માંગલિક કાર્યો માટે પણ ઉત્તમ બની રહેશે.

સામાન્ય રીતે આ દિવસે નવા કાર્યોનો પ્રારંભ, લગ્ન માટે તો ઉત્તમ છે જ. તે ઉપરાંત, આગામી સમયગાળામાં જેઓનાં લગ્ન થવાનાં છે, તેઓનાં માટે લગ્નસરાની ખરીદી, સોનું-ચાંદી વગેરે ખરીદી માટે પણ ઉત્તમ ફળદાયી બની રહે છે. ખાસ કરીને શુકન માટે પણ શ્રદ્ધાળુઓ આ દિવસે સોનાં-ચાંદીની ખરીદી કરે તો પણ તે ઉત્તમ ફળદાયી બની રહે છે.

સૂર્યોદયથી ૫૦ મિનિટ દરમિયાન લક્ષ્મી યોગ દરમિયાન ‘ઓમ્ હ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:’ મંત્રનો જાપ ઉત્તમ ફળદાયી બની રહેશે. જ્યારે સાંજે ૪.૨૭ બાદ થતો રાજયોગનો વિશિષ્ટ સંયોગ ઉત્તમ બળ પૂરું પાડનારો બની રહેશે.

વિદ્યાકીય સફળતા માટે તથા રાજકીય પ્રગતિ માટે જે વિશિષ્ટ કાર્ય કરવો હોય તેઓ માટે પણ આ અક્ષય-તૃતીયા ખૂબ જ શુભ ફળદાયી બની રહેશે. જેમકે, આ દિવસે સૂર્યનારાયણની ઉપાસના કરીને, વિશિષ્ટ અર્ઘ્ય પ્રદાન કરીને વિદ્યાકીય કાર્ય અને રાજકીય કાર્યનો પ્રારંભ કરવો ઉત્તમ ફળદાયી બની રહેશે. ખાસ કરીને ‘આદિત્યહૃદય સ્તોત્ર’નું પઠન પણ આ દિવસે કરી શકાય છે.

May 6, 2019
cbse1.jpg
1min4990

CBSEએ ધોરણ 10નું પરિણામ જાહેર કરીને આજે લોકોને ચોંકાવી દીધા. આ વખતે કુલ 500 માર્ક્સમાંથી 499 માર્ક્સ મેળવીને 13 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. ક્ષેત્ર અનુસાર પરિણામ મુજબ ત્રિવેન્દ્રમ (99.85%), ચેન્નઈ (99%) અને અજમેર રીજન (95.89%) અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને ત્રીજા સ્થાને રહ્યા.

આ વખતે CBSEના ધોરણ 10ના પરિણામમાં પ્રથમ ક્રમાંકે 13 વિદ્યાર્થીઓએ 500માંથી 499 ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા ક્રમાંકે 498 ગુણ સાથે 25 વિદ્યાર્થીઓ અને ત્રીજા સ્થાને 58 વિદ્યાર્થીઓ છે. પ્રથમ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓમાં 13 પૈકી 6 વિદ્યાર્થિનીઓ અને 7 વિદ્યાર્થીઓ છે. CBSEના ધોરણ 10ના પરિણામમાં આ વખતે કુલ 91.1% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

May 6, 2019
bar_council_of_gujarat.png
1min6870
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેલફેરની ફી ન ભરવાના મુદ્દે એકસાથે 6 હજાર 238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ગુજરાત હાઇકોર્ટને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ નિર્ણય અંગે જાણ કરી છે.
મહત્વનું છે કે, એકસાથે 6 હજાર 238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે જે શહેરોમાં વકીલોને સસ્પેન્ડ કર્યા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 2409 વકીલોનો સમાવેશ થાય છે. જ્યારે અમરેલીમાં 53, આણંદના 331, બનાસકાંઠાના-76, ભરૂચના 149, ભાવનગરના-148, દાહોદના-28, ડાંગના-2, ગાંધીનગરના-121, જામનગરના-162, જૂનાગઢના-179, ખેડાના-227, કચ્છના-81 વકીલોનો સમાવેશ થાય છે.
જ્યારે મહેસાણાના 155, મોરબીના 376, નર્મદાના 16, નવસારીના 105, પંચમહાલના 91, પાટણના 68, પોરબંદરના 44, સાબરકાંઠાના 106, સુરતના 494, સુરેન્દ્રનગર 141, વડોદરાના 509 અને વલસાડના 104 મળી 6238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.