કેન્દ્રના પ્રધાન અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગીરીરાજસિંહ અને જેએનયુના સ્ટૂડન્ટ્સ યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ ક્ધહૈયાકુમાર જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તે બેગુસરાયમાં પ્રચાર કરવા આવતા અઠવાડિયે ટોચના ડાબેરી નેતા સીતારામ યેચુરી, ડી. રાજા અને શંકર રેડ્ડી તેમ જ બોલીવૂડના ગીતકાર જાવેદ અખ્તર સહિતના મહાનુભવો બિહારની ધરતી પર આવશે.

સામ્યવાદી પક્ષના રાજ્ય વડામથક એકમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ યેચુરી ૨૩ એપ્રિલે બેગુસરાયમાં સભાને સંબોધન કરશે અને સામ્યવાદી પક્ષના નેતા સુધાકર રેડ્ડી પણ એ દિવસે તેમ જ ત્યાર પછીના દિવસે બેગુસરાયમાં હશે. સામ્યવાદી પક્ષના રાષ્ટ્રીય સચિવ ડી. રાજા પાંચ દિવસ માટે આજે પટણા આવી પહોંચશે. આ પાંચ દિવસ દરમિયાન તેઓ ૨૩થી ૨૬ એપ્રિલ સુધી પક્ષના ઉમેદવાર ક્ધહૈયાકુમાર માટે પ્રચાર કરશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. જાવેદ અખતર સંસદીય મતદારસંઘમાં ૨૩ એપ્રિલે આવશે, એમ તેમણે કહ્યું હતું. દરમિયાન, તેમની અભિનય ક્ષમતાને કારણે બૉલીવૂડમાં ખ્યાતનામ થયેલા અને બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પ્રકાશરાજ શનિવારે બિહાર પહોંચ્યા હતા. બેગુસરાય ક્ધહૈયાકુમારમય બની ગયું છે અને હું તેની સાથે પ્રવાસ કરું છું ત્યારે મને લોકોની આંખોમાં આશા નજરે પડી રહી છે. પવની દિશા બદલાઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. હું સશક્તીકરણનો અનુભવ કરી શકું છું. હું ક્ધહૈયાકુમારની સાથે છું તે બદલ ગર્વ અનુભવી રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું.
બેંગલુરુથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડી રહેલા પ્રકાશરાજે તેઓ સોમવારે ક્ધહૈયાકુમાર માટે પ્રચાર કરશે એવા સંકેત આપ્યા છે.
ક્ધહૈયાકુમાર માટે પ્રચાર કરનાર પ્રકાશરાજ બૉલીવૂડની બીજી સ્ટાર છે.
પંદર દિવસ અગાઉ બૉલીવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે અહીં એક સભાને સંબોધન કર્યું હતું.






















