CIA ALERT

Alert Archives - Page 246 of 521 - CIA Live

July 11, 2020
nios_logo.jpg
1min7660

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ, કોમર્સ કે આર્ટસમાં નાપાસ થયેલા કોઇપણ બોર્ડના વિદ્યાર્થીઓને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા ઓક્ટોબર 2020 લેવાનારી પરીક્ષામાં પાસ કરાવી આપવા, તેમજ જે વિષયોમાં પાસ થયા હોય તે વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરાવી આપવાની ગેરેન્ટી આપતા એજન્ટો સુરતમાં સક્રિય છે અને સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓ આવા એજન્ટોના રવાડે પણ ચઢી ગયા છે. રૂ.70 હજારથી લઇને એક લાખ સુધીના રૂપિયા ઉસેટતા એજન્ટોથી એટલા માટે સાવધ રહેવાની જરૂર છે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના ચોક્કસ ધારાધોરણો અને નીતિનિયમો છે અને હાલમાં મળેલી ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કડકાઇપૂર્વક કામ કરી રહ્યું છે.

NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ)

  • એવું નથી કે કોઇ બોર્ડમાં જેટલા વિષયમાં પાસ હોય તેટલા બધા વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત નાપાસ વિષયોની પરીક્ષા લે છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત વધુમાં વધુ પાસ થયા હોય એવા બે જ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરી આપે છે.
  • એવું નથી કે બધા જ નાપાસ વિષયોની પરીક્ષા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા લેવાય છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની વિષયોની યાદીમાં સમાવિષ્ટ હોય એ જ વિષયોની પરીક્ષા આપી શકાય છે.
  • એવું નથી કે ધો.12 માં અન્ય બોર્ડમાં અડધા વિષયોમાં પાસ થયા હોય અને બાકીના અડધા વિષયોમાં NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષા આપીને તેમાં પાસ થાવ તો કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય.
  • NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જે તે બોર્ડની જુની ઓરિજિનલ માર્કશીટ લઇ લેશે અને તેના આધારે પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સિનિયર સેકન્ડરી લેવલનું સર્ટિફિકેટ આપશે.

ધો.12માં બે જ પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર મળી શકે

ઘો.12માં નાપાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ લેભાગુ એજન્ટોના રવાડે ચઢતા પહેલા સો વાર વિચારજો

કેટલાક લેભાગુ એજન્ટો એવું કહીને વાલીઓના ખીસ્સી ખંખેરી રહ્યા છે કે તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષામાં પાસ થઇ જાય તેવી બારોબાર ગોઠવણ કરી આપશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જવાબદાર બોર્ડ છે અને પાછલા વર્ષોમાં આ પ્રકારની ગેરરીતિ થતી હોવાની ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા હાલ કડકાઈપૂર્વક પરીક્ષા લેવામાં આવશે. આથી પોતાના સંતાનોનું એક વર્ષ બગડતું અટકાવવા લાખો રૂપિયા એજન્ટને આપી દેતા પહેલા પૂરેપૂરી ખરાઇ કરી લેવી ઘટે.

એનઆઇઓએસ બોર્ડ બેસ્ટ છે પરંતુ તેના નામે ગેરકાનૂની ધંધો કરતા એજન્ટો બોગસ છે. આવા લોકો બોર્ડની પ્રતિષ્ઠા ખરડવાનું કામ કરી રહ્યા છે.

લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સના જયસુખ કથીરીયા શું કહે છે…

સુરતમાં લીઓ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ, ઉધના વિસ્તારમાં સનગ્રેસ વિદ્યાલય, સનરેઝ સ્કુલ વગેરેના સ્થાપક ટ્રસ્ટી શ્રી જયસુખભાઇ કથીરીયાએ જણાવ્યું કે તેમની શાળા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સત્તાવાર કેન્દ્ર ધરાવે છે. એક વિષયની પરીક્ષા ફી ફક્ત રૂ.1400 છે, તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) માં જોડાતા વિદ્યાર્થીઓને ટીચીંગ ફેસેલીટી પણ આપી રહ્યા છે. આગામી તા.31મી જુલાઇ 2020 ઓક્ટોબર 2020ની પરીક્ષા માટેના નામાંકન ભરવાની અંતિમ તારીખ છે. વિદ્યાર્થીઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના રિલેટેડ કોઇપણ પ્રકારની માહિતી માટે સનગ્રેસ સ્કુલ, ઉધનાનો સંપર્ક કરી શકે છે. હાલ કોવીડ-19ની સ્થિતિમાં રૂબરૂ ન જતા ટેલિફોનિક સંપર્ક સાધવા જણાવાયું છે.

સનગ્રેસ સ્કુલ, ઉધના NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ટેલિફોનિક સંપર્ક હેલ્પલાઇન 98980-45955

July 11, 2020
corona-gujarat.jpg
2min4580

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વમાં જ નહીં ભારતમાં પણ કોરોના આઉટબ્રેકના આરંભથી જ કેસોની સંખ્યાની જાહેરાતમાં તમામ કેસોનો સરવાળો જાહેર કરવામાં આવે છે. જેમાં રિકવર્ડ થઇ ગયેલા વ્યક્તિઓ, મૃત્યુ પામેલા વ્યક્તિઓ તેમજ એક્ટીવ કેસ એમ ત્રણેયનો સરવાળો કરીને કુલ કેસો જ જાહેર કરવામાં આવે છે.

કેસોની સંખ્યા વધુ દેખાવા માંડતા, હવે એક્ટીવ કેસોનો નિર્દેશ શરૂ કરાયો

પરંતુ, હવે ભારતમાં દૈનિક 25000 પ્લસ કેસો આવવાનું શરૂ થતાં કેસોનો આંકડો મોટો દેખાવા માંડ્યો અને સામાન્ય લોકોમાં કોરોના વકરી રહ્યાનો ભય ફેલાવાનો શરૂ થતાં હવે સરકારે એક્ટીવ કેસોની સંખ્યા પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું છે.

આજરોજ તા.11મી જુલાઇ 2020ના રોજ કેન્દ્રના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ સવારે જે આંકડા જાહેર કર્યા તેમાં એક્ટીવ કેસોની સંખ્યાની પણ એક પ્લેટ ટ્વીટર હેન્ડલ પર મૂકવામાં આવી છે.

ભારતમાં હવે એક્ટીવ કેસોની સંખ્યા કુલ કેસોના 34.52 ટકા થઇ

ભારતમાં રાજ્યવાર કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા

કુલ કેસોમાં ગુજરાત 4થા ક્રમે અને એક્ટીવ કેસોની સંખ્યામાં ગુજરાત દેશમાં 8 ક્રમે

જે રીતે સમગ્ર વિશ્વમાં ગાઇડલાઇન કહો કે પરંપરા કોરોનાના કેસોની જાહેરાતમાં ત્રણેય સંખ્યા (1) એક્ટીવ કેસ (2) મૃત્યુ સંખ્યા અને (3) રિકવર્ડ દર્દીઓની સંખ્યા સામેલ કરવામાં આવે છે. એ જોતા ગુજરાત હાલમાં ભારતમાં કુલ કેસોની સરખામણીમાં ચોથા ક્રમે આવે છે.

કુલ કેસો = એક્ટીવ, મૃત અને રિકવર્ડ દર્દીઓની સંખ્યા સાથે રાજ્યવાર સ્થિતિ

પરંતુ, જો એક્ટીવ કેસોની વાત કરવામાં આવે તો ગુજરાતનો ક્રમ દેશમાં 8માં ક્રમે આવે છે. એક્ટીવ કેસોમાં સૌથી વધુ એક્ટીવ કેસ

એક્ટીવ કેસોની રાજ્યવાર સ્થિતિ

ગુજરાતમાં હાલ કુલ કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યા 9900

ગુજરાતમાં હાલ કુલ કેસોની સંખ્યા 40,069 કેસો તા.11મી જુલાઇને સવારે 8 વાગ્યા સુધી નોંધાયા છે. આ જ સમયગાળા સુધીમાં ગુજરાતમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 9900 છે.

July 11, 2020
corona-gujarat.jpg
1min4740

ગુજરાતનું ચિત્ર

ગુજરાતમાં પણ સતત બીજા દિવસે 800થી વધુ કેસ નોંધાતા કુલ આંકડો 40200 થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓનું મોત થતાં કુલ મૃત્યુઆંક પણ 2024 થયો છે.

રાજ્યમાં 875 દર્દીઓ કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવ્યાં છે તો પોઝિટિવ કેસના આશરે 50%થી વધુ એટલે કે 441 દર્દીઓ સ્વસ્થ થયાં છે. જેથી હવે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી કુલ 28183 દર્દી સ્વસ્થ થયાં છે. જ્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,04,048 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 3,01,077 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જ્યારે 2,971 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,49,349 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 9948 માંથી 68 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 9880ની હાલત સ્થિર છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે જામનગર અને જુનાગઢ કોર્પોરેશનમાં 1-1, અમદાવાદ કોર્પોરેશનમાં 5, મહેસાણા અને સુરતમાં 1-1, સુરત કોર્પોરેશનમાં 3, અરવલ્લી અને ગાંધીનગરમાં 1-1 એમ કુલ 14 મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક પણ 2024 થયો છે.

સુરતની સ્થિતિ

સુરતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તા.10મી જુલાઇના દિવસ દરમિયાન સુરતમાં કોરોનાના 202 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં દૈનિક સરેરાશ દોઢસો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. 75 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં 67 કેસ નોંધાયા છે અને 43 દર્દી સાજા થયા છે. સુરતમાં કોરોનાથી ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે સુરત જિલ્લામાં એક વ્યક્તિએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.

અમદાવાદની સ્થિતિ

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 153 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 149 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ અમદાવાદમાં દર્દીઓની સાજા થવાની સંખ્યા નવા નોંધાતા કેસની આસપાસ જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે જ્યારે 12 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં પાંચ લોકોના કોવિડ-19થી મૃત્યુ થયા છે.

July 11, 2020
coronausa.jpg
1min4950

કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 70000 નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 3183856 લોકો કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે.

અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતીથી વધી રહી છે. જોકે, મૃત્યુઆંક લગભગ અડધો થઈ ગયો છે. છેલ્લા બે મહિના દરમિયાન સૌથી વધારે મૃત્યુ દરરોજ બ્રાઝીલમાં થઈ રહી છે.

વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં 33 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે કુલ 136652 લોકોના મોત નિપજ્યા છે. જોકે, 1454000 લોકો સ્વસ્થ્ય પણ થઈ ચૂક્યા છે જે કુલ સંક્રમિતોના 44 ટકા છે.

તેમજ હોસ્પિટલમાં હજી પણ 1699000 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 52 ટકા છે. અમેરિકામાં કુલ ચાર ટકા દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 426016 કેસ નોંધાયા છે. ફક્ત ન્યૂયોર્કમાં જ 32375 લોકોના મોત નિપજ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 12493451 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 560141 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 6874690 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5058620 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

July 11, 2020
corona_india.jpg
1min4760

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 22,752 નવા કેસ નોંધાયા છે અને 519 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 8,20,916 કેસ નોંધાયા છે. જેમાંથી 2,83,407 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,15,385 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 22,123 લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. ફક્ત ચાર જ દિવસમાં સંક્રમિતોની સંખ્યા સાત લાખથી વધીને આઠ લાખ થઈ ગઈ છે. હવે દર દસ લાખની વસતિએ 578 પોઝિટિવ કેસ નોંધાય છે અને 16 દર્દીના મોત થઈ રહ્યા છે. જોકે, આપણા દેશમાં લોકોના સ્વસ્થ થવાનો આંકડો પણ સારો છે. અત્યારસુધી પાંચ લાખથી વધુ દર્દી સાજા થયા છે. એટલે કે, 62 ટકાથી વધુ લોકો સ્વસ્થ થયા છે અને આ ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે.

દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ 10મેના સંખ્યા વધીને એક લાખ થઈ ત્યારબાદ સંક્રમણની ગતિ એટલી વધી કે માત્ર 15 દિવસમાં જ આંકડો બે લાખને પાર થઈ ગયો હતો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા બેથી વધીને ત્રણ લાખ થવામા માત્ર દસ દિવસ લાગ્યા હતા. જ્યારે ત્રણ લાખથીચાર લાખ થવામાં આઠ દિવસ અને ચારથી પાંચ લાખ થવામા માત્ર છ દિવસ લાગ્યા હતા. પાંચથી છ લાખ અને છ લાખથી સાત લાખ કેસ થવામા માત્ર પાંચ-પાંચ દિવસ લાગ્યા હતા. પરંતુ આ વખતે સાતથી આઠ લાખ કેસ થવામા માત્ર ચાર દિવસનો સમય લાગ્યો હતો. એટલે કે, દર બે દિવસમાં સરેરાશ 50,000 કેસ નોંધાઈ રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,862 નવા કેસ નોંધાયા છે અને 226 લોકોના મોત થયા છે. જ્યારે 5,366 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,38,461 થઈ ગયો છે. તેમાંથી 95,943 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 9,893 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,32,625 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 875 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. જ્યારે 429 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 40,069 થઈ ગયો છે. જેમાંથી 9,900 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,022 લોકોના મોત થયા છે અને 28,147 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાઓ પ્રમાણે , દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,13,07,002 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 2,82,511 ટેસ્ટ કરાયા હતા.

July 10, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6240

કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે જીવનદાન સમા ટોસીલીઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર તેમજ દુરુપયોગ થયો હોવા અંગે તેમજ એમાં કેટલાક પ્રાઇવેટ ડોક્ટરોની ભૂમિકા હોવા અંગેના તા.9મી જુલાઇ 2020ના સુરત ખાતેથી રાજ્યના હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કરેલા નિવેદનથી સુરતના તબીબો અને તેમના સંગઠન ઇન્ડિયન મેડીકલ એસોસીએશન ધૂંઆપૂંઆ થયુ છે.

રાજ્યના આરોગ્ય સચિવ જંયતિ રવિ માફી નહીં માંગે તો આંદોલનની તબીબોની ચીમકી

સુરતના તબીબોએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સમેત અન્યોને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ટોસીલીમુઝેબ ઇન્જેકશનનો સઘળો વહીવટ જ સરકાર હસ્તક છે. સરકાર સિવાય કોઇ વ્યક્તિ આ ઇન્જેકશનનો વહીવટ કરી શકે તેમ નથી. તો આવી સ્થિતિમાં હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કયા આધારે સુરતના પ્રાઇવેટ ડોક્ટરોને બદનામ કરતું નિવેદન તા.9મી જુલાઇની પ્રેસ કોન્ફરન્સમાં કર્યું.

ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સુરત ચેપ્ટરે એવી ચેલેન્જ ફેંકી છે કે ક્યાં તો જયંતિ રવિ ટોસીલીમઝુમેબ ઇન્જેકશનના દુરુપયોગમાં પ્રાઇવેટ ડોક્ટરોની સંડોવણી પુરવાર કરી બતાવે અન્યથા પ્રાઇવેટ તબીબોની જાહેરમાં માફી માગે.

કોવીડ-19માં જીવના જોખમે દર્દીઓની સેવા કરતા તબીબોને બદનામ કરવાની પ્રવૃતિ સામે આઇ.એમ.એ. ખફા

Read also on this web

July 10, 2020
corona_india.jpg
1min6100

દેશમાં કોરોનાના ૯૦ ટકા સક્રિય દરદી મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત મળીને ફક્ત ૮ રાજ્યના હોવાની અને ૮૦ ટકા કેસ ૪૯ જિલ્લાના હોવાની વાત કોવિડ-૧૯ માટેના પ્રધાનોના જૂથ (જીઓએમ)ને ગુરુવારે જણાવવામાં આવી હતી.

આ સિવાય, કોરોનાને લીધે મરણ પામનાર કુલ દરદીમાંથી ૮૬ ટકા દરદી છ રાજ્ય – મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળના છે અને કુલ કેસના ૮૦ ટકા મૃતકો ૩૨ જિલ્લાના હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ માટેના જીઓએમએ આ ૧૮મી બેઠક યોજી હતી.

મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ દેશોની સરખામણીમાં ભારતમાં દર દસ લાખ વ્યક્તિએ સૌથી ઓછા કેસ (૫૩૮) અને દર દસ લાખ વ્યક્તિએ મરણાંક (૧૫) છે. આ સામે વૈશ્ર્વિક સરેરાશ અનુક્રમે ૧૪૫૩ અને ૬૯.૭નો છે.

કોવિડ-૧૯ માટેની સુવિધા વિશે જણાવાયું હતું કે ગુરુવાર સુધીમાં દેશમાં ૩,૭૭,૭૩૭ આઇસોલેશન બૅડ્સ (આઇસીયુ વગરના), ૩૯,૮૨૦ આઇસીયુ બૅડ્સ અને ૨૦,૦૪૭ વૅન્ટિલેટર્સ સાથે ૧,૪૨,૪૧૫ ઑક્સિજન સાથેના બૅડ્સ ૩૯૧૪ સ્થળે ઉપલબ્ધ છે.

અત્યાર સુધીમાં સરકારે ૨૧.૩ કરોડ એન૯૫ માસ્ક, ૧.૨ કરોડ પીપીઇ કિટ્સ અને ૬.૧૨ કરોડ હાઇડ્રોક્ષિક્લોરોક્વિનની ગોળીઓ લોકોને વહેંચવામાં આવી છે.

આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, સિવિલ ઍવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરી, રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય પ્રધાન અશ્ર્વિનીકુમાર ચૌબે અને રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવીયાએ ભાગ લીધો હતો.

આ સિવાય, નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો. દેશમાં કોરોના વાઈરસનો રોગચાળો ઝડપથી વધી રહ્યો છે. લોકડાઉન ધીરે ધીરે ખોલીને આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા સરકાર બનતા પ્રયાસ કરી રહી છે. આમ છતાં, દેશમાં મોટાભાગના વ્યાપાર ધંધા ઠપ થયેલા છે.

July 10, 2020
rana-kapoor_rg_660_12301402123-770x433.jpeg
1min5380

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લૉન્ડરિંગ કાયદા હેઠળ યસ બૅન્કના સહ-સ્થાપક રાણા કપૂર અને અન્યોની કુલ લગભગ ૨,૨૦૩ કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરી હોવાનું અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું.

ઇડી દ્વારા પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ બહાર પાડવામાં આવેલા કામચલાઉ આદેશના ભાગરૂપે ડીએચએફએલના પ્રમોટર-બંધુઓ કપિલ તથા ધીરજ વાધવાનની પ્રોપર્ટીઓને પણ ટાંચ મારવામાં આવી છે. એટલું જ નહીં, કપૂરની કેટલીક વિદેશી અસ્ક્યામતો પણ આ કેન્દ્ર સરકારી સંસ્થા દ્વારા સ્થગિત કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

કપૂર તથા તેના પરિવારના સભ્યો સામે આક્ષેપ કર્યો છે કે તેમણે તથા અન્યોએ પોતાની બૅન્ક મારફત મોટી લોન આપવાની સામે કટકી લેવાની સાથે કુલ ૪,૩૦૦ કરોડ રૂપિયાનો નાણાકીય ગેરરીતિનો ગુનો આચર્યો હોવાનો ઇડીનો આક્ષેપ છે.

ઇડીએ એવું પણ આક્ષેપમાં જણાવ્યું છે કે પછીથી આ કથિત ગુનેગારોએ મોટી લોનને નૉન-પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)માં ફેરવી નાખી હતી.

ઇડીએ માર્ચમાં કપૂરની ધરપકડ કરી હતી અને તે અદાલતી કસ્ટડીમાં છે. 

July 10, 2020
corona-gujarat.jpg
1min5810

રાજ્યમાં અત્યાર સુધી અમદાવાદ ખાતે દૈનિક નવા કેસો સૌથી વધુ મળી રહ્યા હતા. જે હવે સુરત શહેર અને જિલ્લામાંથી મળવાના શરૂ થયા છે. તા.9મી જુલાઇએ સતત ત્રીજા દિવસે સુરત શહેર જિલ્લાના કેસોની સંખ્યા અમદાવાદ શહેર જિલ્લાના કેસો કરતા વધુ નોંધાઇ છે.

સુરતમાં શહેર અને જિલ્લામાં કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 212 નવા કેસ નોંધાયા છે અને 103 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ કોરોનાના કેસની સંખ્યા 100ની નજીક પહોંચવા આવી છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 95 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં ચાર અને સુરત જિલ્લામાં બે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

તા.9મી જુલાઇના છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 212 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક સમયે સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત રહેલા અમદાવાદમાં 153 કેસ નોંધાયા છે.

અમદાવાદ તથા અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 153 નવા કેસ નોંધાયા છે અને 133 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં મૃત્યુઆંક પણ છેલ્લા ઘણા દિવસોથી એક આંકડામાં નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોવિડ-19થી પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.

July 10, 2020
up_lockdown.jpg
1min5080

ઉત્તરપ્રદેશની યોગી સરકારે કોરોના વાયરસના સંક્રમણના વધતા કેરને ધ્યાનમાં રાખીને ફરીથી લોકડાઉન જાહેર કરી દીધું છે. ૧૦ જુલાઈના રોજ રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન રહેશે. સરકારે યુપીમાં વધતા કોરોનાના કહેરના કારણે આ કડકાઈ પૂર્વક નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસની અંદર કડકરીતે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. આ દરમિયાન દરેક સંસ્થાઓ, બજાર, ઓફીસ, સરકારી ઓફીસ અને ખાનગી ઓફિસો પણ બંધ રહેશે. જયારે આવશ્યક સેવાઓ માટે પરવાનગી છે. આ દરમિયાન સાર્વજનિક સાધનોની સાથે રોડવેઝ બસોની આવનજાવન પણ બંધ રહેશે.

યુપીના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ કહ્યું હતું કે. કોવિડ-૧૯ની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી તથા અન્ય રોગોને પણ ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રાજ્યમાં ૧૦ જુલાઈ રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈ સવારે ૫ વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.