CIA ALERT

Alert Archives - Page 214 of 518 - CIA Live

November 14, 2020
modi-jaisalmer-1200x720-1.jpg
1min5950
બોર્ડર પર પીએમ મોદીનો ચીન અને પાકિસ્તાનને કડક સંદેશ, કહ્યું- 'ઉશ્કેરશો તો  છોડીશું નહી' | India News in Gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષએ પણ દિવાળી પર્વ દેશના વીર જવાનો સાથે મનાવવાનો શિરસ્તો જાળવી રાખ્યો છે. પીએમ શનિવારે રાજસ્થાનના જેસલમેર સ્થિત લોંગેવાલા પોસ્ટ પહોંચ્યા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, લશ્કરના વડા એમ એમ નરવાણે, એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા તેમજ બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર છે.

જેલસમેરમાં લોંગેવાલા પોસ્ટ નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર આવેલી છે. આ બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો સુરક્ષા માટે તૈનાત હોય છે. જગવિખ્યાત તનૌટ માતાનું મંદિર પણ અહીં આવેલું છે. પીએમ નરેન્દ્ર મોદી લોંગેવાલા બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓક્ટોબરના તેમના મન કી બાત રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને આ દિવાળી પર એક દિવડો દેશના જવાનોના નામે પ્રગટાવવાની પણ અપીલ કરી હતી. દેશની સુરક્ષામાં નિસ્વાર્થપણે તૈનાત જવાનોના સન્માનમાં એક દિવડો પ્રજ્વિલત કરવા પીએમએ નાગરિકોને જણાવ્યું હતું.

November 14, 2020
diwalimuhurt.jpeg
1min6230
diwali shubh muhurat auspicious time table for lakshmi ganesh puja from 540  am to 815 pm on 14th november know deepawali start end date puja vidhi step  by step according to drik

આજરોજ તા.14મી નવેમ્બરે સવારે કાળી ચૌદશ અને સાંજે છ વાગ્યાથી દિવાળીનું મૂહુર્ત છે. આથી આજે બપોર બાદ મોડી રાત સુધી ગુજરાતના વેપાર, વણજ ધંધા, રોજગારોમાં દિવાળીના શુકનના સોદા થશે.

ગુજરાતમાં દિવાળી અને લાભ પાંચમના દિવસે બજારોમાં શુભ મુહૂર્તમાં સોદા કરવાની વેપારીઓની પરંપરા આ વર્ષે પણ જળવાશે. કોરોનાને લીધે મોટા ભાગના વેપાર ઘંઘાને ભારે અસર થઈ છે.

ગુજરાતના ધંધારોજગારો, વેપાર વણજ ક્ષેત્રે ધંધામાં ચોપડાં પૂજનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. એ પછી વેપારીઓ ફટાકડાં ફોડીને દિવાળીની ઉજવણી કરશે.

આજે મહાલક્ષ્મી પૂજા અને દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કારતક મહિનાની અમાસના દિવસે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં. એટલા માટે જ આ દિવસે લક્ષ્મીપૂજા કરવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર આ દિવસે દીપદાન કરવું જોઈએ, તેનાથી તમામ પાપોનો નાશ થાય છે. એટલા માટે જ આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. દીવડાંની હારમાળાને કારણે જ તેને દીપાવલી (દીપ અવલી) કહેવામાં આવે છે.

November 13, 2020
breaking_CIA-1280x831.jpg
2min18560

દસ લાખથી વધુની વસતિને ભાજપા સરકાર તરફથી આનાથી મોટી દિવાળી ભેંટ શું હોઇ શકે?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે તા.12 નવેમ્બર 2020ના રોજ એક મહત્વનો પરિપત્ર જારી કરીને એવો નિર્દેશ કર્યો છે કે 20 હિન્દુ પેટાજ્ઞાતિઓ અને 12 મુસ્લિમ પેટાજ્ઞાતિઓ મળીને કુલ 32 જ્ઞાતિઓને બિન અનામત વર્ગમાં સામેલ કરવામાં આવી છે. હવે આ નવી ઉમેરાયેલી જ્ઞાતિઓના યુવક-યુવતિઓને ગુજરાત સરકારના બિન અનામત આયોગ સંચાલિત જુદી જુદી અભ્યાસ તેમજ અર્થોપાર્જન યોજનાઓનો લાભ મળતો થશે.

આ પહેલા ગુજરાત સરકારે જ્યારે બિનઅનામત જ્ઞાતિ આયોગની રચના કરી હતી ત્યારે કુલ 69 જ્ઞાતિઓને સમાવવામાં આવી હતી. બાદમાં જુદી જુદી જ્ઞાતિઓના અરજદારો તરફથી મળેલી રજૂઆતો બાદ ફરી વખત તેમાં તા.12મી નવેમ્બર 2020ના રોજ વધુ 32 જ્ઞાતિઓ ઉમેરવામાં આવી છે. હવે કુલ 101 જ્ઞાતિઓ બિનઅનામત જ્ઞાતિ આયોગની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવી શકશે.

બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ હિન્દુ પેટા જ્ઞાતિઓ

  • હિંદુ વાલમ બ્રાહ્મણ
  • ખંડેલવાલ
  • મોઢવણિક
  • મોઢ વાણિયા
  • ખેડાવાળ બ્રાહ્મણ
  • બાજ ખેડાવાળ બ્રાહ્મણ
  • સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
  • જેઠી મલ્લ , જેષ્ઠિ મલ્લ , જયેષ્ઠિ મલ્લ
  • પુરબીયા રાજપુત ક્ષત્રિય
  • હિંદુ આરેઠિયા
  • વાવિયા
  • હિંદુ મહેતા
  • મોરબીયા
  • જોબનપુત્રા
  • પુરોહિત, રાજપુરોહિત
  • મારુ રાજપુત
  • અમદાવાદ રાવત (રાજપુત)

મુસ્લિમ જ્ઞાતિઓ

  • કુરેશી મુસ્લિમ
  • સુન્ની મુસલમાન
  • વ્હોરા પટેલ
  • સુન્ની મુસલમાન
  • ખેડવાયા મુસલિમ
  • મુસ્લિમ ખત્રી
  • બુખારી
  • મોમીન સુથાર
  • મોમીન
  • સુથાર મુમન
  • મુસ્લિમ રાઉમા મુસ્લિમ રાયમા
  • મુસ્લિમ વેપારી

બિન અનામત વર્ગ માટે ગુજરાત સરકાર આટલી યોજનાઓ ચલાવી રહી છે

Gujarat Unreserved Educational & Economical Development corporation Various  Scheme for 2019 Apply Online - Whatsfreebuy

દસ લાખ ઉપરાંતની વસતિને આનાથી મોટી દિવાળી ગીફ્ટ શું હોઇ શકે

ગુજરાત સરકારે 32 જ્ઞાતિઓને બિન અનામત વર્ગમાં મૂકી છે. આ જ્ઞાતિઓની કુલ વસતિ અંદાજે 10 લાખથી વધુની થવા જાય છે. આ જ્ઞાતિઓ માટે દિવાળીથી મોટી ગીફ્ટ શું હોઇ શકે. બીજી તરફ એ પણ બાબત નોંધપાત્ર છે કે ભાજપા મુસ્લિમ વિરોધી પાર્ટી તરીકે જે બદનામી તેના વિરોધીઓ દ્વારા કરવામાં આવી છે તેનાથી વિપરીત ગુજરાતમાં ભાજપા સરકારે નવી 12 મુસ્લિમ પેટાજ્ઞાતિઓને બિન અનામત વર્ગ કેટેગરીમાં સમાવેશ કર્યો છે અને એ પણ તેની કોઇ ગાઇ વગાડીને જાહેરાત કર્યા વગર.

પેટા ચૂંટણી પછી અને જોરશોર વગર ચૂપકેથી આ નિર્ણય જાહેર કરી દેવાયો

સવાલ એ પણ ઉઠે છે કે ગુજરાતની ભાજપા સરકાર માટે આ પ્રક્રિયા એક ક્રેડિટ કેસ તરીકે માઇલેજ અપાવી શકે તેવી છે. આમ છતાં ગુજરાત સરકારે પેટાચૂંટણીઓ પછી જાહેરાત કરી છે અને એ પણ કોઇપણ પ્રકારની જોરશોરથી જાહેરાત કર્યા વગર ચૂપકેથી.

અમારા તરફથી સી.આઇ.એ. લાઇના એક્ઝીક્યુટિવ એડિટર જયેશ બ્રહ્મભટ્ટે આ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારને સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે બધી ડિટેઇલ આવે એટલે તમને કહું છું પરંતુ, તેમનો કોલ આવ્યો નથી.

November 13, 2020
ahmedabadtesting.jpg
1min7910

કોરોના ટેસ્ટીંગમાં બે પ્રકારના લોકો જોવા મળી રહ્યા છે. એક એવા કે જેઓ તમામ પ્રકારના લક્ષણો હોવા છતાં ટેસ્ટીંગથી દૂર ભાગતા હોય છે, પરાણે ટેસ્ટ થાય છે. જ્યારે બીજી તરફ એવા લોકો પણ છે જેઓ બિનજરૂરી રીતે કોરોના ટેસ્ટ કરાવતા હોય છે. બીક, ડર, ભયને કારણે એવા પણ લોકો છે જે અઠવાડીયે અઠવાડીયે ટેસ્ટીંગ કરાવે છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નવી પ્રથા શરૂ કરી

લોકો વારંવાર કોરોનાનો ટેસ્ટ કરાવી રહ્યા છે ત્યારે અમદાવાદ મનપા દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટેની રણનીતિ બદલી છે. લોકો વારંવાર ટેસ્ટિંગ ન કરાવે એ માટે એકવાર ટેસ્ટ કરનારી વ્યક્તિની આંગળી પર કાળી શાહી લગાવવામાં આવશે તેમજ શરદી-ખાંસીની ફરિયાદ સાથે લોકો ટેસ્ટ કરાવવા પહોંચતાં ટેસ્ટિંગ કરતાં સેન્ટરો પર લાંબી લાઈનો લાગી રહી છે, જેને અટકાવવા માટે હવે ૧૦૦ ડિગ્રી તાવ ધરાવતા દર્દીઓનો જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

જે લોકોને લક્ષણો નથી છતાં પણ તેઓ ડોમમાં અને અન્ય જગ્યાએ ટેસ્ટ કરાવવા માટે આવતા હતા, જેથી હવે જેને કોરોનાનાં લક્ષણો, જેવાં કે તાવ, શરદી, ઉધરસ હોય તેમના જ ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં જેવા કે પોઝિટિવ દર્દીના ઘરમાં રહેલા લોકો અને તેની સાથેના લોકોના ટેસ્ટ કરવામાં આવશે. જેને લક્ષણ નહીં હોય તેને હવે ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

November 13, 2020
pubg.jpg
1min5850
PUBG Mobile Is Coming Back to India, Co Confirms in Future Plans

પબજી એક નવા અવતારમાં ભારતમાં પરત આવશે. સાઉથ કોરિયન કંપની પબજી કોર્પોરશને ગુરુવારે આ જાહેરાત કરી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે ભારતીય માર્કેટમાં નવી ગેમ લઈને આવી રહી છે, જેને માત્ર ભારત માટે બનાવાઈ છે. આ વખતે ચીનની કંપની સાથે કંપનીની કોઈ ભાગીદારી કરશે નહીં.

પબજી કોર્પોરેશનની પેરેન્ટ કંપની ક્રાફ્ટન ઇન્કોર્પોરેશને ભારતમાં ૧૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ રોકાણ કોઈ કોરિયન કંપની દ્વારા કરવામાં આવનારું સૌથી મોટું રોકાણ હશે. કેન્દ્ર સરકારે સુરક્ષાના કારણે આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. એ સમયે પબજી કોર્પોરેશને જાહેરાત કરી હતી કે તેઓ ભારતમાં પરત આવશે.

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પબજી ભારતમાં પબજી મોબાઇલ ઈન્ડિયા લોન્ચ કરશે. જોકે કંપનીએ એ જણાવ્યું નથી કે નવી ગેમ ક્યારે લોન્ચ થશે. કંપનીના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આની સાથે જોડાયેલી જાણકારી ટૂંક સમયમાં જ જણાવાશે. કંપનીએ ભારતીય યુઝર્સને સિક્યોરિટી અને સારી ગેમ પ્લેનું સારું ઓપ્શન આપવાનો દાવો કર્યો છે.

પબજી કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે કંપની આ રોકાણ લોકલ વીડિયો ગેમ, ઈ-સ્પોર્ટ્સ મનોરંજન અને આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં કરશે, સાથે કંપની ૧૦૦થી વધારે કર્મચારીઓની ભરતી કરશે. લોકલ ઓફિસ પણ તૈયાર કરાશે.

પબજી વિશ્ર્વમાં ડાઉનલોડ થનારી ગેમ્સના લિસ્ટમાં ટોપ-ફાઇવમાં છે. સેન્સર ટાવરના રિપોર્ટ મુજબ વિશ્ર્વમાં ૭૩ કરોડથી વધારે વાર ડાઉનલોડ કરાઈ છે. એમાંથી ૧૭.૫ કરોડ એટલે કે ૨૪ ટકા વાર ભારતીયોએ ડાઉનલોડ કરી છે. આ હિસાબે પબજી રમનાર દરેક ચારમાંથી એક ભારતીય છે. એટલું જ નહીં, ગેમિંગની દુનિયામાં તે સૌથી વધારે રેવન્યુ કમાનારી ગેમ છે.રિપોર્ટ મુજબ અત્યાર સુધી પબજી ત્રણ અબજ ડોલર એટલે કે ૨૩ હજાર ૭૪૫ કરોડ રૂપિયાની રેવન્યુ કમાઈ ચૂકી છે.

November 11, 2020
backtoschool.png
1min4990

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા 23 નવેમ્બરથી સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. જોકે, સ્કૂલે આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહીં હોય. સ્કૂલો શરુ થાય ત્યારે આચાર્યએ તમામ તકેદારી રાખવાની રહેશે તેમ પણ સરકાર દ્વારા જણાવાયું છે.

સ્કૂલો દ્વારા રોજેરોજ શિક્ષકોના ટેમ્પ્રેચર પણ લેવામાં આવશે. આ સિવાય બાળકને સ્કૂલે મોકલતા પહેલા વાલીઓની લેખિત મંજૂરી પણ ફરજિયાત બનાવાઈ છે. સ્કૂલો ઉપરાંત, પીજી, મેડિકલ, પેરામેડિકલ કોલેજ અને સ્નાતક કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરુ કરાશે.

ઠંડીમાં કોરોનાના કેસ વધે તેવી શક્યતા વચ્ચે સ્કૂલો શરુ કરવાના નિર્ણય સામે કચવાટ જોવા મળી રહ્યો છે.

November 11, 2020
CIA_Live_Logo_New2.jpg
5min589

ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ડિગ્રી માટે નો ક્રેઝ વધી રહ્યો છે. હાલ માં બધી કોલેજ અને યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર બ્રાન્ચ માં જગ્યા નથી ત્યારે ભારતના જ ખર્ચે વિદેશમાં ભણવા ની તક આપતો AUPP Pathway ભણવા, કમાવાવ અને સ્થાઈ થવા માટે ખુબ જ લાભ કારક છે.

ધોરણ 12 સાયન્સ કોમર્સ માં પાસ થયેલા વિદ્યાર્થીઓ ને હાલમાં કોમ્પ્યુટરની ખૂબ જ વધારે ડિમાન્ડ હોવાથી ભારતની બહાર ભણવા જવાની સરસ તક AUPP Pathway નો BIT ( Bachelor in Information Technology) પ્રોગ્રામ આપી રહ્યો છે જેમાં પ્રથમ વર્ષ ભારતમાં રહી ભણી શકાય અને અભ્યાસ ક્રમ નું બીજું અને ત્રીજું વર્ષ વર્લ્ડ ક્રમાંક 500 ની અંદર આવેલી Western Sydney University (WSU)  કરી શકાય અને ડિગ્રી Western Sydney University દ્વારા એનાયત કરવામાં મા આવશે.

જેથી કરોના ના કારણે સમય અને પૈસાની બચત થઈ શકે અને ડાયરેક્ટ Bachelor Degree કરવા જનારા વિદ્યાર્થીઓ ને મળતા તમામ લાભો જેવા કે વર્ક પરમિટ,TR, PR  ના લાભ સરખા હોવા થી તે પણ મેળવી શકાય તો એડમિશન મેળવવાની છેલ્લી તારીખ ખૂબ જ નજીક હોવાથી તાત્કાલિક AUPP સેન્ટર નો સંપર્ક કરવો.

Benifit of AUPP Bachelor Degree Pathway Programme 

Courses Available 

  • ✓ Bachelor in Leadership  Management 
  • ✓ Bachelor in IT (BIT) with many specialisation 
  • ✓ 1st year in Surat & finish Degree ( 2nd & 3rd year) in Australia or NZ 
  • ✓ 1st International degree to 1st international Job
  • ✓ World recognize degree 
  • ✓ Bachelor Degree fromTop rank & Public University
  • ✓ Study-Save-Settle
  • ✓ 2 years work permit (TR)  in Australia & 3 years in NZ
  • ✓ Indian cost & Australian syllabus during 1st year
  • ✓ Zero cost and saving degree
  • ✓ Chance for 2019 & 20 pass out 
  • ✓ Group travelling 
  • ✓ Save time & money 
  • ✓ IELTS/PTE not required for 1st year

Note –

We have vocational courses leading to Bachelor Degree also and IELTS required is 5.5 band only

Please visit AUPP Surat Centre 

  • National Group,
  • 407-409, Aagam Emporio |
  • Nr.J H Ambani School BRTS bus stop |
  • University road |
  • Vesu, Surat
  • Mail- info@nationalgroupindia.org

આજે કમ્પ્યુટર ટેક્નોલોજીનું ફિલ્ડ એ વિશ્વવ્યાપી અને સાર્વત્રિક બની ચૂક્યું છે. મેડીકલ, એન્જિનિયરિંગ કે કોમર્સનો અભ્યાસ કરો, પહેલા બધા જ કોર્સમાં કમ્પ્યુટર ટ્રેનિંગ, આઇ.ટી. ટ્રેનિંગ આવશ્યક છે. અને કોવીડ-19 પેન્ડેમિક બાદ હવે શક્ય એટલી તમામ કાર્યવાહીઓ ઓનલાઇન થઇ રહી છે ત્યારે કમ્પ્યુટર ફિલ્ડમાં કરીયર બનાવવું એટલે ગ્લોબલ કરીયર સાથે નાતો જોડવા બરાબર છે.

ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ જો કોમ્પ્યુટર ફિલ્ડમાં જવું હોય તો ભારતમાં ભણવા માટે જે ખર્ચ થાય તેટલા જ ખર્ચમાં વિદેશમાં ભણવાની તક મેળવી શકે છે.

AUPP Pathway Programme for 12th std

  • Bachelor in Leadership Management &
  • Bachelor in IT

1st year in India & finish Degree ( 2nd & 3rd year) in Australia or NZ 1st International degree to 1st international Job

World recognize degree 

Bachelor Degree from Top rank & Public University

Federation University

  • Western Sydney University…
  • word rank in 500 Or
  • Low cost fees …
  • Study-Save-Settle
  • 2 years work permit (TR)  in Australia &
  • 3 years in NZ
  • Indian cost & Australian syllabus during 1st year
  • Zero cost and saving degree
  • Chance for 2019 & 20 pass out Group travelling Save time & money IELTS/PTE not required for 1st year

AUPP Surat, National Group,

407-409, Aagam Emporio |Nr.J Ambani School BRTS bus stop |University road|Vesu, Surat-395007

Contact- 93 77 88 00 93

November 10, 2020
bjp_logo.png
1min5520

ગુજરાતમાં ફરી BJPનું કેસરીયા રોલર ફરી વળ્યું :

ગુજરાતની તમામ 8 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે તમામ આઠેય બેઠકો પર વિજય મેળવીલીધો છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘આવનારા દિવસોમાં હવે ભાજપના 111 ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.’

મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું કે ‘પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ’

સી.આર. પાટીલે જણાવ્યું કે ‘કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીની કામ કરવાની જે રીતની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું આ પરિણામ છે’

કોરોના મહામારી વચ્ચે પેટા ચૂંટણીમાં 60.75 ટકા મતદાન થયું હતું. ધારી બેઠક પર ભાજપના જેવી કાકડિયાની જીત થઈ હતી. કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી હતી અને ટ્વીટરમાં આ બાબતે પોતાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો.

November 9, 2020
breaking_CIA-1280x831.jpg
1min8030

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનના આજે તા.9મી નવેમ્બરે અંતિમ દિવસે સાંજે 7 કલાકે પ્રવેશ સમિતિએ મહત્વની જાહેરાત કરી છે.

મેડીકલ અને પેરામેડિકલ એડમિશનના નિયમમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આપેલી માર્ગદર્શક સૂચનાનું પાલન કરતા આ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે.

એડમિશ કમિટીની વેબસાઇટના હોમ પેજ પર મૂકવામાં આવેલી સૂચના મુજબ 2017માં ધો.10 ગુજરાત રાજ્યની બહારથી પાસ કર્યુ હોય તેવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવ્યા ન હતા. જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટીશન થતાં ગુજરાત હાઇકોર્ટે ફક્ત આ વર્ષ માટે જેમણે ધો.10 ગુજરાત બહારના રાજ્યોમાંથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને અન્ય નિયમોની પૂર્તતાની શરતે પ્રવેશ કાર્યવાહીમાં સમાવવા માટે સૂચના આપી છે.

એડમિશન કમિટીના હોમપેજ પર રજૂ કરાયેલી સૂચનાનો સ્ક્રીન શોટ

નવા નિયમનું નોટિફિકેશન તા.9મી નવેમ્બરે જાહેર કરાયું

Online Registration પ્રક્રિયા લંબાવવામાં આવી, તા.10મી નવેમ્બર સુધી રજિસ્ટ્રેશ થઇ શકશે

November 9, 2020
mayur_golwala.jpg
1min9280

SGCCI વીજળી કમિટીના ચેરમેન બન્યા મયુર ગોળવાલા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની દક્ષિણ ગુજરાત વીજકંપની તેમજ ટોરન્ટ પાવર કંપનીને લગતા કામકાજ માટેની કમિટીના ચેરમેન તરીકે સચિન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના યુવા ઉદ્યોગપતિ મયુરભાઇ ગોળવાલાની વરણી કરવામાં આવી છે.

સુરતના મુખ્ય ઉદ્યોગ ટેક્સટાઇલમાં ખાસ કરીને પ્રોડકશન સેક્ટરમાં વીજ કંપનીઓને લગતા અને પ્રશ્નો છાશવારે ઉપસ્થિત થાય છે. નવા જોડાણો, મીટર, મીટર રિડિંગ, ફોલ્ટ રિપેરિંગ વગેરે પ્રશ્નોથી સુરતના વિવર્સ, પ્રોસેસર્સ સમેતના ઉદ્યોગકારો વાજ આવી ગયા છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રીસિટીના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ઘણા વર્ષોથી સતત સંઘર્ષ કરતા આવેલા મયુરભાઇ ગોળવાલાની નિમણૂંક ચેમ્બર ઓફ કોમર્સે પોતાની વીજકંપનીઓ માટેની ખાસ કમિટીના ચેરમેન તરીકે કરી છે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કાર્યરત મયુરભાઇ ગોળવાલાની સિદ્ધિ એ છે કે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના વિશાળ વિસ્તારમાં વીજ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગના પ્રોજેક્ટમાં રૂ.47 કરોડની પ્રોજેક્ટ કોસ્ટ પૈકી રૂ.25 કરોડની માતબર રકમની ગ્રાન્ટ સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી માટે મંજૂર કરાવી લાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેમના આ પ્રયાસોને કારણે સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઝીરો ટ્રીપિંગ પાવર ઉપલબ્ધ બની શકશે.

આ ઉપરાંત સુરતના ટેકસ્ટાઇલ ઉદ્યોગકારોને વીજળીના પોષણક્ષમ રેટ મળે તે માટે મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હૈદરાબાદ વગેરે રાજ્યોના વીજદરોનો ઘનિષ્ઠ સરવે પણ તેમણે કરીને સરકારમાં ધારદાર રજૂઆતો કરી છે.