CIA ALERT

Alert Archives - Page 140 of 521 - CIA Live

November 4, 2021
modi.png
1min485

આ વખતે 2021 પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તે જમ્મુ-કાશ્મીરના નૌશેરા પહોંચી ગયા છે. PMએ નૌશેરામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેઓ આજે સવારે જ જમ્મુ પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ રાજૌરી જવા રવાના થયા હતા.

સૈનિકોને સંબોધતા પીએમએ કહ્યું કે તેઓ દરેક વખતે સૈનિકો સાથે દિવાળી ઉજવે છે કારણ કે દેશના સૈનિકો તેમનો પરિવાર છે. તેમણે લોકોને દિવાળી પર જવાનોની બહાદુરીને સમર્પિત દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી.

પીએમ બન્યા પછી આ સતત 8મું વર્ષ છે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જવાનો સાથે દિવાળી મનાવી હોય. તેમજ પીએમ મોદી એવા સમયે નૌશેરા ત્યાં પહોંચી રહ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે. આ દરમિયાન દિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2019 પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે આ ડિવિઝનના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિને દેશની સેવા કરવાનો લહાવો નથી મળતો. તેમણે કહ્યું કે આપણા જવાનો ‘મા ભારતી’નું રક્ષણાત્મક કવચ છે. સૈનિકોના કારણે જ આપણા દેશના લોકો રાત્રે શાંતિથી સૂઈ શકે છે અને તહેવારો મનાવી શકે છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી દરેક દિવાળી સૈનિકો સાથે મનાવી છે. 2014માં સિયાચીન, 2015માં અમૃતસર, 2016માં ચીન સરહદે હિમાચલ, 2017માં જમ્મુ-કાશ્મીરમાં ગુરેઝ, 2018માં ઉત્તરાખંડમાં હર્ષિલ, 2019માં જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી, 2020માં રાજસ્થાનમાં લોંગેવાલ અને આ વખતે તેમણે જમ્મુ અને કાશ્મીર. નૌશેરામાં દિવાળીની ઉજવણી કરી રહી છે.

November 4, 2021
petrol-diesel-1.jpg
1min686

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં ક્રમશઃ 5 અને 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ છ રાજ્યોને કહેવામા આવ્યું કે, તેઓ વેટના દરમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે રીતે વધારો થયો હતો એના કારણે લોકોનું બજેટ ખોરવાયું હતું. દિવાળીના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે આ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યોને પણ આ મામલે અપીલ કરી હતી. તેઓએ લખ્યું કે, હવે રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને તહેવારની સિઝનમાં લોકોની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પછી રાજ્યોએ પણ પગલા લેવાનું શરૂ કરી દીધું.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પેટ્રોલ અને ડિઝલ પર વેટ (VAT) પર તાત્કાલિક અસરથી 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે 4 નવેમ્બર (ગુરૂવાર)થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ ટ્વિટ કરીને ઘટાડાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, પર્વતીય રાજ્ય હિમાચલમાં ટ્રાન્સપોર્ટના સાધન પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભર છે, તેવામાં જનતાને તેનો સીધો ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ (વેટ) ઓછો કરવા અંગે પ્રદેશ સરકાર ટૂંક સમયમાં સૂચના જાહેર કરશે.

ભાજપ શાસિત Gujarat, કર્ણાટક અને ગોવાની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યમાં પેટ્રોલ પર વેટના દરમાં પ્રતિલિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

November 3, 2021
cia_multi-1280x1045.jpg
1min1307

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ 2021 પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ ગુજરાતમાં મેડીકલ, પેરામેડીકલ, આયુર્વેદિક અને હોમીયોપેથી કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન કોર્સીસ દ્વારા ધો.12 પછી મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ લેવાની ઇચ્છા રાખનારા વિદ્યાર્થીઓએ કયા ડોક્યુમેન્ટસ હાથવગા રાખવા પડશે તેની વિગતો પ્રકાશિત કરી છે.

એક મહત્વના મુદ્દા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ ફક્ત ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓ માટે જ ફરજિયાત છે. જેમનો જન્મ ગુજરાતમાં થયો છે એવા વિદ્યાર્થીઓએ ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની કોઇ જ જરૂરીયાત નથી. હાલમાં દરેક વિદ્યાર્થીઓ ડોમિસાઇલ કઢાવવા માટે ધક્કા ખાય રહ્યા છે. તેમણે આ બાબત ધ્યાનમાં લેવી.

નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ હાથવગા રાખવા.

November 3, 2021
gjepc_logo.jpg
1min364

સુરત સમેત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગકારો ઉપયોગ કરી શકે એ રીતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં નવરત્ન ગેલેરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. હીરાની હરાજી માટે સુરતમાં એક ઉમદા માળખાકીય સુવિધા જીજેઇપીસીએ ડેવલપ કરીને તેને લોકસમર્પિત કરી દીધી હોવાનું જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે નવરત્ન ગેલેરીમાં અદ્યતનમાં અધતન સુવિધાઓ, સેફ્ટી અને સિક્યુરિટી, સ્ટોરેજ ફેસેલિટી, ઓકશન પહેલાના વ્યૂઇંગ માટે સાધન સંપન્ન 11 જેટલી કેબિનો સમેતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

November 2, 2021
t20_world.jpg
1min895

ટી-૨૦ વર્લ્ડ કપની બુધવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી મૅચમાં ભારત કમબૅક કરીને આબરૂ બચાવશે? એવો પ્રશ્ર્ન ચાહકો અને પ્રશંસકોના મનમાં ઊઠી રહ્યો છે. પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ સામેના નાલેશીજનક પરાજયને કારણે ભારતીય ટીમની ગાડી પાટા પરથી ઊતરી ગઈ છે. 

ભારત માટે હજુ પણ સ્પર્ધામાં પાછા ફરવાની તક છે છતાં ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન  નિરાશાજનક જ રહ્યું છે. 

અફઘાનિસ્તાને આશ્ર્ચર્યજનક રીતે બે મૅચ જીતી છે ને તેમાં તેણે સ્કૉટલૅન્ડ અને નામિબિયાને પરાજય આપ્યો હતો. ટી-૨૦ના કૅપ્ટન તરીકે કોહલીની કદાચ આ છેલ્ લી ત્રણ મૅચ હશે. 
અશ્ર્વિન જેવા સક્ષમ બૉલરની સતત અવગણના કરી રહેલા કોહલી વિરુદ્ધ સવાલ ઊઠી રહ્યા છે. પ્રતિભા અને ક્ષમતાની દૃષ્ટિએ પણ જોવામાં આવે તો ભારતની વર્તમાન ટીમનો અન્ય કોઈ બૉલર અશ્ર્વિનની બરોબરી કરી શકે એમ નથી. 

આ બધું જાણવા છતાં અફઘાનિસ્તાન સામેની મૅચમાં પણ જો કોહલી અશ્ર્વિનની અવગણના કરશે તો અચૂક એમ માની લેવામાં આવશે કે આમાં ક્રિકેટ સિવાયનું કોઈ અન્ય કારણ છે. 

ભારતની ટીમ: 
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઈસ કૅપ્ટન), કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિસાન, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્ર્વરકુમાર, રાહુલ ચહર, વરુણ ચક્રવર્તી, રવીચંદ્રન અશ્ર્વિન. 

અફઘાનિસ્તાનની ટીમ: 
મોહમ્મદ નબી (કૅપ્ટન), હઝરતુલ્લા ઝાઝઈ, અહમદ શાહઝાદ, ગુલબદીન નઈબ, નવીન ઉલ હક, રાશીદ ખામ, હમીદ હસન, રહેમાનુ લા ગુરબેઝ, નજીબુલ્લા ઝદરન, કરીમ જનત, મુજીબ ઉર રહેમાન, હસમતુલ્લા શાહીદી, ઉસ્માન ઘાની.

November 2, 2021
cia_multi-1280x1045.jpg
2min894

Jayesh Brahmbhatt 98253 44944

એલ.એન્ડ ટી.માં અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રવિણ ટાઢાણી અને હાઉસવાઇફ અસ્મિતા ટાઢાણીના પુત્ર તરંગ ટાઢાણીએ આજે નીટ-2021માં સુરત ફર્સ્ટ આવીને ઇતિહાસ સર્જ્યો છે. મૂળ રાજકોટના ટાઢાણી પરિવારના તરંગ ટાઢાણીએ મેડીકલ-ડેન્ટલમાં સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીમાં કુલ 720 માર્કસની પરીક્ષામાં 702 માર્કસ મેળવીને સુરતના તમામ વિદ્યાર્થીઓમાં સર્વપ્રથમ ક્રમ મેળવ્યો છે.

તરંગ ટાઢાણી નીટમાં 702 માર્કસ

તરંગ ટાઢાણીનો ઓલ ઇન્ડિયા રેન્ક 107 મેળવ્યો છે અને તેની સફળતા પાછળ તેની માતા અસ્મિતા ટાઢાણીનો સિંહફાળો રહ્યો છે.

તરંગ ટાઢાણી હવે દિલ્હી એઇમ્સ અથવા તો પછી મૌલાના આઝાદ મેડીકલ કોલેજ નવી દિલ્હીમાંથી એમ.બી.બી.એસ. કરવાનું આયોજન ધરાવે છે.

સુરત કેન્દ્રમાંથી નીટમાં ઝળહળતો દેખાવ કરનાર વિદ્યાર્થીઓની યાદી

  • તરંગ ટાઢાણી 702-720 એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ
  • આદર્શ મંડલ 701-720 શ્રી સરસ્વતિ વિદ્યાલય
  • અંશ ડોડીયા 700-720
  • નવનીત અણઘણ 695-720 પી.પી.સવાણી સ્કુલ, વરાછા
  • લખાણી શ્રીલ 682-720 સરસ્વતિ વિદ્યાલ, એકે રોડ
  • પ્રતિક નાયક 680-720 શ્રીશ્રી રવિશંકર વિદ્યામંદિર
  • દિયા સંઘાણી 670-720 મિલેનિયમ સ્કુલ, સુરત
  • હડીયા જયદીપ 670-720 પી.પી.સવાણી સ્કુલ, વરાછા
  • દેસાઇ કર્ણવી 666-720 ટેકરાવાળા ઇન્ટીગ્રેટેડ સ્કુલ
  • ગાંગાણી કશ્યપ 665-720 પી.પી.સવાણી સ્કુલ, વરાછા
  • કિર્તન નસીત 663–720 આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ
  • ધ્રુવિન અંકોલિયા 659-720 આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ
  • જસાણી પરિ 654–720 એસ્પાયર સ્કુલ
  • મૌલિક માણીયા 652–720 એસ્પાયર સ્કુલ
  • સાહિલ કથીરીયા 651–720 આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ
  • જીગર ભટવાર 642-720 સંસ્કારભારતી વિદ્યાલય
  • અંટાળા હર્ષિત 635–720 કૌશલ વિદ્યાભવન
  • ચાહોડીયા દિપ 611– 720 શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, વેડરોડ
  • કેરીવાલા નંદિની દિવ્યપ્રકાશ 559–720 ભૂલકાભવન સ્કુલ
  • મુસ્કાન પટેલ 543-720 એમયુએસ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ
  • નિખિલ પટેલ 523–720 વિદ્યામંગલ કામરેજ, સુરત

અહીં અમને જે સંસ્થાઓએ માહિતી મોકલી છે તેના આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે, આપની સંસ્થામાં જો કોઇ વિદ્યાર્થીએ ઉપરોક્ત રેન્જમાં માર્કસ મેળવ્યા હોય તો અમને 98253 44944 પર જાણ કરશો જેથી યાદીને અદ્યતન બનાવી શકાય

November 2, 2021
Dhanteras.png
1min498

આજે ધનતેરસથી પાંચ દિવસનો દીપોત્સવ શરૂ થઈ ગયો છે. મંગળવારે દરેક પ્રકારની ખરીદદારી, રોકાણ અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્રિપુષ્કર યોગ બનવાથી ત્રણ ગણો ફાયદો મળવાની શક્યતા છે. ધનતેરસના દિવસે સોના-ચાંદી અને વાસણ ખરીદવાની પણ પરંપરા છે. આ દિવસે સાંજે પ્રદોષકાળમાં ભગવાન ધન્વંતરિ સાથે કુબેર અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ઘરની બહાર યમરાજ માટે દક્ષિણ દિશામાં એક દીવેટનો દીવો પ્રગટાવવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધન્વંતરિએ સંસારને અમૃક આપ્યું હતું.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ, અનેક રોગથી છુટકારો મેળવી શકાય છે. આ દિવસે મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો આયુર્વેદનો લાભ મળી શકે છે. કહેવાય છે કે, જે વ્યક્તિની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ ગઇ છે અને દવા અસર કરી શકતી નથી તો તેમણે ધન્વંતરિની વિધિવત પૂજાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.

ધનતેરસના દિવસે ત્રિપુષ્ક યોગ બની રહ્યો છે. એટલે આ શુભ યોગમાં કરવામાં આવતા રોકાણ, ખરીદદારી અને શરૂઆતમાં ત્રણ ફાયદો મળશે. આ યોગ સવારે 6..35 કલાકથી બપોરે લગભગ 12 વાગ્યા સુધી રહેશે. પરંતુ ખરીદી માટે વણજોયું મુહૂર્ત હોવાના કારણે આખો દિવસ શુભ રહેશે. આ દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે અને ગુરુની દૃષ્ટિ તેના ઉપર રહેશે. આ સ્થિતિ પણ સુખ-સમૃદ્ધિ અને શુભફળ આપનારી રહેશે.

સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ હાથમાં સોનાનો કળશ લઈને પ્રગટ થયાં હતાં. જેમાં અમૃત હતું. તેમના બીજા હાથમાં ઔષધી હતી અને તેમને આયુર્વેદનું જ્ઞાન હતું. આ કારણે જ આ દિવસે આયુર્વેદના દેવતા ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે.

ધન્વંતરિના હાથમાં સોનાનો કળશ હતો એટલા માટે આ દિવસે વાસણ અને સોવું ખરીદવાની પરંપરા શરૂ થઈ. તે પછી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાંદી અને અન્ય ધાતુઓની ખરીદદારી થવા લાગી. ત્યારથી જ પરિવારમાં સમૃદ્ધિ જાળવી રાખવાની કામના સાથે આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ અને ઘરેણાંની ખરીદદારી કરવામાં આવે છે. સાથે જ પીત્તળ, કાંસુ, સ્ટીલ અને તાંબાના વાસણ પણ ખરીદવાની પરંપરા છે.

ધનતેરસના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન ધન્વંતરિ સાથે જ લક્ષ્મીજી અને કુબેરની પણ પૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળ સાંજે 5.35 થી રાતે 8.10 સુધી રહેશે. આ સમયે યમ માટે દીપદાન કરવાની પરંપરા છે.

સ્કંદ પુરાણ પ્રમાણે, ધનતેરસના દિવસે યમદેવ માટે દીપદાન કરવાથી પરિવારમાં બીમારી આવતી નથી અને અકાળ મૃત્યુનો ભય પણ રહેતો નથી.

સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપદાન માટે લોટનો દીવો બનાવવો. તેમાં સરસિયાનું અથવા તલનું તેલ મિક્સ કરીને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. આવું કરીને યમરાજ પાસે પરિવારના લોકોની લાંબી ઉંમર માટે કામના કરવી જોઈએ.

November 2, 2021
cia_multi-1280x1045.jpg
2min807

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.1લી નવેમ્બરની રાત્રે જાહેર કરાયેલા નીટ યુજીના પરીણાનું એનાલિસીસ કરતા રસપ્રદ વિગતો સપાટી પર આવી રહી છે. 2021માં તા.12મી સપ્ટેમ્બરે લેવાયેલી નીટ પરીક્ષા દેશ અને દુનિયાભરમાંથી કુલ 15 લાખ 44 હજાર 275 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી કુલ 56.34 ટકા પરીક્ષાર્થીઓને મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે ક્વોલિફાય (લાયકાતપાત્ર) જાહેર કરવામાં આવ્યા છે.

નીટ ક્વોલિફિકેશન ગયા વર્ષ કરતા 5થી 9 માર્ક નીચું ગયું, કટ ઓફ મેરીટ પણ નીચું જશે

ગુજરાતમાં નીટથી પ્રવેશ મળે તેવી કુલ સીટો કરતા ત્રણ ગણા વધુ (42હજાર ઉપરાંત) ક્વોલિફાય થયા

ગુજરાત રાજ્યમાંથી કુલ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી હતી. આ પૈકી ક્વોલિફાય થવાની નેશનલ એવરેજ 56 ટકા પ્રમાણે અંદાજ મૂકાય તો ગુજરાતમાંથી કુલ 42000 ઉપરાંત વિદ્યાર્થીઓ મેડીકલ, પેરામેડીકલ કોર્સ માટે ક્વોલિફાય થયા છે. ગુજરાતમાં મેડીકલની 5508 અને ડેન્ટલની 1255 આયુર્વેદિકની 2242 અને હોમિયોપેથી કોલેજોની કુલ 3710 સીટ મળીને નીટના સ્કોરથી પ્રવેશ મળે તેવી રાજ્યમાં કુલ સીટોની સંખ્યા 12715ની છે. આટલી સીટોની સામે નીટ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 42000 ઉપરાંત છે. આમ ગુજરાતમાં જેટલી સીટો ઉપલબ્ધ છે તેના કરતા સવા ત્રણ ગણા વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે.

છોકરાઓ કરતા 1.19 લાખ છોકરીઓ વધુ ક્વોલિફાય થઇ

છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતો ગર્લ્સ (કન્યા) ઉમેદવારો હાવી રહેવાનો ટ્રેન્ડ આ વખતે પણ જારી રહ્યો છે. આ વર્ષે પણ નીટ ક્વોલીફાઇ કરનારા બોયઝની સંખ્યા કરતા ગર્લ્સની સંખ્યા 1.19 લાખ વધારે છે.

n all, 8,70,074 (56.34%) of the 15,44,275 candidates who appeared for the test qualified. In continuation of the trend in the past, the number of female candidates who qualified is 1.19 lakh higher than male candidates.

Reported @ 10pm 1/11/2021

ગત 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મેડીકલ પેરામેડિકલ કોર્સમાં સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ 2021નું પરીણામ નેશનલ ટેસ્ટીંગ એજન્સી(એનટીએ)એ તા.1લી નવેમ્બર 2021ના રોજ જાહેર કરી દીધું હતું. પરીણામના થોડા કલાકો સુધી ફક્ત ઇમેલથી જ પરીણામ મેળવી શકાયાના અહેવાલો મળ્યા હતા, બાદમાં નીટની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થી ઉમેદવારો નીટની સત્તાવાર વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 

જો કે એનટીએ દ્વારા તમામ ઉમેદવારોને તેઓના રજિસટર્ડ ઇ-મેઇલ ઉપર પરિણામ મોકલી આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે એનટીએએ તમામ ઉમેદવારોને વ્યક્તિગત ધોરણે રિઝલ્ટ મોકલી આપીને સૌને ચોંકાવી દીધા હતા.

November 1, 2021
societynews-1280x1040.jpg
1min498

સમૂહલગ્ન પ્રવુતિના માધ્યમથી જનજાગૃતિનું નોંધનીય કાર્ય કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સમુહલગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરત ખાતે દર વર્ષે સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ૧૯૮૩ થી અત્યાર સુધીમાં ૫૧૧૦ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે. સમાજ તરફથી આગામી મહા વદ ૪ ને રવિવાર તા. ૨૦/૦૨/૨૦૨૨ ના રોજ ૬૩માં સમૂહલગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ભાગ લેવા માટે લગ્ન નોંધણીના ફોર્મ વિતરણ ૧૦૧/૧૦૨, સુપર ડાયમંડ માર્કેટ, વરાછા રોડ, ખાતે શરૂ થઇ ચૂક્યું છે. તે સમયે કોવિડ-૧૯ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી વિવિધ વિકલ્પો સાથે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ભારતને આર્થિક વ્યવસ્થા તંત્રની સ્થિતિ જોતા આર્થિક અસમાનતા વધતી જાય છે. ક્યારેક જન સમાજ માટે નાણાકીય જાગૃતતા ખુબ જરૂરી છે. તે બાબતને ધ્યાનમાં રાખી બચત ની  થીમ ઉપર સમગ્ર આયોજનની વિચારણા કરવામાં આવી રહી છે. શક્ય તેટલા ખોટા ખર્ચ બંધ કરી તે રકમની બચત થાય તે બાબત માં માહિતી સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો. કરકસર સાથે બચત કરી સુખી અને સલામત જીવન જીવતા રોલ મોડલ પરિવારોનું સન્માન કરવામાં આવશે.

જે અન્ય માટે પ્રેરણા બનશે. સમૂહલગ્ન પ્રવૃત્તિ માં જોડાનારા પરિવારો ખર્ચ ઓછો કરી દીકરી ના નામે બચત કરે તે માટે પ્રોત્સાહન તથા સહાય આપવામાં આવશે. વધુમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા તથા ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા અને ખજાનચીશ્રી મનહરભાઈ સાસપરા એ જણાવ્યું હતુ કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની સાથે જરૂરી ૨૦૦ સેવા ભાવી સંસ્થા અને ૧૦૦૦ યુવાનો જોડાયેલા છે. તેઓ દ્વારા જેટલા ૨૦૦ થી વધુ સભાઓ કરી આર્થિક બચત માટે વ્યાપક જન જાગૃતિ નો પ્રયાસ કરી સમાજ ને દિશા આપવામાં આવે છે.              

તાજેતર માં જ સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા ૨૦૦ કરોડ ના ખર્ચે હોસ્ટેલ પ્રોજેક્ટ નું ખાતમુહુર્ત થયું છે. તેનું બાંધકામ કાર્ય દિવાળી પછી તરત શરુ કરવામાં આવનાર છે. લોક સહયોગથી નિર્માણ થનાર આ સુવિધા ના માધ્યમથી જન સમાજ ના સુખાકારી  માટે પ્રયાસ થશે. સંસ્થાના મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક તથા શ્રી કાન્તીભાઈ ભંડેરી અને હરિભાઈ કથીરીયા તથા ભવાનભાઈ નવાપરા તથા સમાજની યુવા ટીમ સમુહલગ્ન આયોજન ની તૈયારી માં લગ્ન થયા છે. વહેલા તે પહેલા ના ધોરણે ૧૫૧ યુગલો ની નોંધણી કરાશે. કોવીડ-૧૯ ની જે પરિસ્થિતિ હશે તે પ્રમાણે સમારોહ નું આયોજન થનાર છે.

દરેક કન્યાને રૂ. ૩૦૦૦૦/- ની સહાય

બચત જાગૃતિ ના ભાગરૂપે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કરિયાવર અને અન્ય વ્યવસ્થા ખર્ચમાં કાપ મૂકી રૂ. ૧૦૦૦૦ કન્યાને બચત સ્વરૂપે આપવાનું નક્કી કરેલ છે. ઉપરાંત ગુજરાત સરકારશ્રી ની કુંવરબાઈ મામેરું યોજના માંથી રૂ. ૧૦૦૦૦ અને સાતફેરા સમુહલગ્નના યોજના માંથી રૂ. ૧૨૦૦૦ ની સહાય મળવા પાત્ર છે. કન્યાને કુલ રૂપિયા ૩૦ હજાર મળવા પાત્ર છે.

November 1, 2021
Cia_business_news-1280x936.jpg
1min428

જયેશ બ્રહ્મભટ્ટ – 98253 44944

હાલ ગુરુપુષ્ય નક્ષત્ર, આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારોની ઘરાકીમાંથી છૂટા થયા બાદ સુરતના મોટા ભાગના જ્વેલરી મેન્યુફેકચરર્સ (ઝવેરીઓ) મોટા કામમાં જોતરાઇ જશે. આગામી નવેમ્બર અને ડિસેમ્બર માસમાં સુરતમાં જ્વેલરીના બે મેગા એક્ષ્પો યોજાઇ રહ્યા છે.

ઝવેરાત ઉદ્યોગ માટે એક પછી એક એમ બે મોટી ઇવેન્ટ સુરતમાં પહેલી વખત યોજાઇ રહી છે. બિઝનેસ એક્સપર્ટસ કહી રહ્યા છે કે સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરર્સ કયા લેવલનું કામ કરી રહ્યા છે તેનો પરચો આ બે એક્ષ્પોથી સમગ્ર વિશ્વને થશે. સમગ્ર ઝવેરાત ઉદ્યોગને આ બન્ને એક્ષ્પો ટોપ ગીયરમાં મૂકીને વેગ આપશે.

GJM Show = 27 to 29 November 2021 @ SIECC

મળતી માહિતી મુજબ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન દ્વારા આગામી તા.27થી 29મી નવેમ્બરના રોજ સુરતના સરસાણા સ્થિત કન્વેન્સન સેન્ટર ખાતે Gujarat જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (GJM Show)નું આયોજન હાથ ધર્યું છે. સ્થાનિકથી લઇને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના બાયર્સ એન્ડ સેલર્સ આ એસજેએમ શૉમાં આવશે. Gujarat જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (GJM Show) બીટુ બી કક્ષાનો છે એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ કક્ષાનો છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉના આયોજક જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે અત્યારથી જ તમામ સ્ટોલ્સનું બુકિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે, હજુ અનેક જ્વેલર કંપનીઓ સ્ટોલ રાખવા માગે છે પરંતુ, હવે પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ નથી. આ એક્ષ્પોમાં રિટેલ કે સેલિંગને અવકાશ નથી.  સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (એસજેએમએસ) આ શૉમાં સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ વિશાળ રેન્જમાં પોતાની જ્વેલરી, ડિઝાઇન, કન્સેપ્ટ વગેરેનું ડિસ્પ્લે તેમજ એક્ઝિબિશન કરીને ભવિષ્યના ઓર્ડર્સ મેળવશે.

Signature Sparkle = 25 to 27 December 2021 @ SIECC

એવી જ રીતે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તા.25થી 27 ડિસેમ્બર દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જ સિગ્નેચર સ્પાર્કલથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો બીટુ સી એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર્સ મોડમાં આ એક્ષ્પોમાં પણ સ્થાનિકથી લઇને આંતર રાષ્ટ્રીય સ્તરના જ્વેલર્સે સ્ટોલ બુક કરાવ્યા છે. ચાર વર્ષ બાદ એવું બની રહ્યું છે સ્પાર્કલમાં રિટેલ ખરીદારોને પણ આમંત્રિત કરવામાં આવશે. અત્યાર સુધી સ્પાર્કલ બીટુબીમાં જ યોજાતું હતું.