ટ્રેન્ડિંગ Archives - Page 42 of 44 - CIA Live

August 21, 2021
banklocker-copy.jpg
4min445

ભારતીય રિઝર્વ બૅન્કે લૉકર ભાડે રાખવા માટેની તાજેતરમાં જાહેર કરાયેલી સુધારિત માર્ગદર્શિકાથી સામાન્ય જનતામાં ચિંતા વધી છે અને લૉકરમાં રાખેલા પોતાના દાગીના અને અન્ય કિંમતી ચીજો કેટલી સલામત છે, તે અંગે સવાલ કરી રહ્યા છે.

Revised instructions will come into effect from January 1, 2022

આરબીઆઇની નવી માર્ગદર્શિકા મુજબ જો આગ લાગે, ચોરી થાય, ઇમારત તૂટી પડે અથવા બૅન્કના કર્મચારીઓ દ્વારા છેતરપિંડી થાય તો બૅન્કની જવાબદારી લૉકરના વાર્ષિક ભાડાંના માત્ર ૧૦૦ ગણા સુધી મર્યાદિત રહેશે.

દેશમાં ૨૦૨૨ની પહેલી જાન્યુઆરીથી આ નવી માર્ગદર્શિકાનો અમલ થશે.
બૅન્કોએ લૉકરમાં કંઇ પણ ગેરકાયદે અથવા જોખમી ચીજો રાખવા પર પ્રતિબંધ મૂકતી જોગવાઇનો લૉકર એગ્રીમેન્ટમાં સમાવેશ કરવો પડશે.

ભારતીય રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે અમે ‘ડિપોઝિટ લૉકર – સૅફ કસ્ટડી આર્ટિકલ ફેસિલિટી પ્રૉવાઇડેડ બાય ધ બૅન્ક’ની સમીક્ષા કરી હતી અને બૅન્કોના ગ્રાહકોની તકરારના પ્રકાર, ટેક્નૉલૉજી અને ઇન્ડિયન બૅન્ક એસૉસિયેશને કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને સંબંધિત નિર્ણય લેવાયો હતો.

રિઝર્વ બૅન્કે આ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા ‘અમિતાભ દાસગુપ્તા વિરુદ્ધ યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા’ના કેસમાં અપાયેલા ચુકાદાને પણ ધ્યાનમાં લેવાયો હતો.

આરબીઆઇની નવી માર્ગદર્શિકા સૅફ ડિપોઝિટ લૉકર્સના નવા અને જૂના ગ્રાહકોને લાગુ પડશે. 

Revised Guidelines

Revised guidelines:

  • Banks can now obtain a term deposit at the time of allotment of a locker. This deposit will cover three years of rent and the charges for breaking open the locker (in case). This, the RBI says, has been done to ensure that banks do not face a situation where the locker-hirer neither operates the locker nor pays the rent. However, existing locker holders cannot be forced by the banks to pay the term deposit.
  • Banks are mandated to include a clause in the locker agreement preventing the customer from keeping anything illegal or hazardous in the locker. This comes in the wake of rising complaints of bank lockers being used to stash illegal goods and assets.
  • Banks shall enter into an agreement with the customer on a duly stamped paper at the time of allotment of the locker to a customer.
  • Banks now have the authority to break open any locker if the rent has not been paid by the customer for three years in a row.Banks should ensure that no unfair terms or conditions are incorporated in their locker agreements. The locker agreements with existing customers can also be reviewed.
  • Banks shall have a board-approved policy for the settlement of claims.
  • Banks cannot be held accountable for any damage and/or loss of contents of locker arising from natural calamities or Acts of God. However, banks are required to protect lockers from such catastrophes.
  • Bank liability, for locker services, will be limited to 100 times its annual rent in case of fire, theft, building collapse, or fraud by bank employees.
  • Banks are required to acknowledge the receipt of all applications for the allotment of lockers. They also need to provide a waiting number to the customers, in case lockers are not available. Banks are also required to maintain a branch-wise list of vacant lockers.Banks shall ensure a refund if a customer surrenders the locker and the locker rent was collected in advance.
  • Banks have also been asked by the RBI to take the necessary steps to prevent locker heists.
  • The RBI said that customers who are fully compliant with the CDD (Customer Due Diligence) may get the facilities of safe deposit lockers/safe custody articles subject to ongoing compliance. Meanwhile, those who do not have any banking relationship with the lender can hire a safe deposit locker/safe custody article after complying with the criteria under the Master Direction – Know Your Customer (KYC) Directions of 2016.

August 20, 2021
somnath.jpg
1min407

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.20 ઓગસ્ટ 2021ના રોજ અંદાજે રૂ.83 કરોડના ખર્ચે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરના 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મંદિરના અધિકારીઓએ આ માહિતી આપી. 

વડાપ્રધાન મોદી ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં આવેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે લહેરીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદી ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને ડિજિટલ માધ્યમથી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરશે. તેના નિર્માણમાં 30 કરોડનો ખર્ચ થશે. આ મંદિર સોમનાથ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.

તેમણે  કહ્યું હતું કે આ કાર્યક્રમ 20 ઓગસ્ટના રોજ મંદિર પરિસરના રામ મંદિર ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન મોદી ચાર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

અમિત શાહ પણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ પ્રસંગ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઓડિટોરિયમમાં હાજર રહેશે.

પ્રધાનમંત્રી જે ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તેમાં 49 કરોડના રોકાણ સાથે બાંધવામાં આવેલા –

  • એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન વોક પાથ,
  • 75 લાખ રૂપિયામાં બનાવેલ મ્યુઝિયમ અને
  • અહિલ્યાબાઈ હોલકર મંદિરના જીર્ણોદ્ધારનો સમાવેશ થાય છે.

અહિલ્યાબાઈ હોલકર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને મુખ્ય મંદિરની સામેની બાજુએ આવેલું છે. તેના નવીનીકરણ પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

August 20, 2021
spicejet1.jpg
1min414

ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું નવું સોનેરી સોપાન બની રહેશે

ભાવનગરથી આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી, સુરત અને મુંબઈની સ્પાઈસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઈ રહી છે. આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી (Delhi) અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થશે ત્યારબાદ તા. 21 ઓગસ્ટના રોજ સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.

આજે શુક્રવાર તા.20મી ઓગસ્ટ 2021ની બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઈસ જેટની ફલાઈટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફલેગ ઓફ કરી આ નવી ફલાઈટ સેવાનો શુભારંભ કરાવશે. આ અવસરે સાંસદ આર.સી પાટીલ, ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

થોડું ભાવનગર વિશે

ભાવનગર (Bhavnagar) ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર (Bhavnagar) વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવા સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગર (Bhavnagar) ના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગર (Bhavnagar) માં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે.

અનેક ગતિવિધિ સાથે સંકળાયેલા ભાવનગર (Bhavnagar) ને નવી એર કનેક્ટિવિટી મળતાં ભાવનગરવાસીઓને આંતરરાજ્ય સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનો નવો દ્વાર ખુલશે.

August 19, 2021
biodiesel.jpg
1min400

તા.18મી ઓગસ્ટે રાજકોટ પ્રાંત અધિકારીએ જિલ્લામાં ત્રણ જગ્યાએ દરોડા પાડીને લાખોનું બાયોડીઝલ જપ્ત કર્યુ હતુ.

સૌરાષ્ટ્રમા વેચાતા ગેરકાયદેસર ડીઝલના કૌભાંડમાં અનેક બાબતો સામે આવે છે. તેમાય કચ્છના બંદરે ઉતરતા વ્હાઇટ ડીઝલનો કાળો કારોબાર સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ છે. કચ્છમા ઉતરતું આ ગેરકાયદેસર ડીઝલ જીએસટી સહિત રૂ.70માં લીટર પડે છે. કાયદેસર ડીઝલ 98/99′ રૂપિયા લીટર વેચાય છે.

એક અંદાજ મુજબ રાજકોટ સુરેન્દ્રનગર અને રાજકોટ મોરબી તેમજ જામનગરમાં ખીજડીયા બાયપાસ ઉપરથી છાનેખુણે અથવા અધિકારીઓની દેખરેખમાં મોડસ ઓપરેન્ડીથી આવું ડીઝલ સપ્લાય કરવામાં આવે છે. જેનાથી સરકારની આવકને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે.

રાત્રે આંટાફેરા કરતી પોલીસની ટીમ આવા ગેરકાયદેસર પંપોમાંથી અમુક સીલ કરે છે અમુક ‘સ્વહિત’માં છાને ખૂણે ચાલવા દે છે. અમુક તો સીલ કરેલા પણ ખુલી જાય છે અથવા એ સીલવાળી પાર્ટી બાજુમાં નવો કાળો કારોબાર શરૂ કરી દે છે.

રાજ્ય સરકારના આદેશ બાદ પણ રાજકોટમાં બાયોડીઝલના એકાદ છૂટપૂટ દરોડો બાદ કરતા કોઈ મોટું રેકેટ કે આવા સમાંતર પમ્પો પકડાયા નથી. કદાચિત પોલીસને આ સંદર્ભે સમય ન મળતો હોય પણ અન્ય વિભાગો જીએસટી, પુરવઠા તેમજ જીપીસીબીના હાથ કેમ નથી પહોચી શકતા તે પણ એક સવાલ છે.

બાયોડીઝલના કારણે કરોડોની ટેકસ ચોરી થાય છે. બાયોડીઝલ બનાવવા માટે વપરાતા કેમિકલો, મિશ્રણ પણ કોઈપણ ટેકસ ભર્યા વિના ઠલવાય છે. જો બાયોડીઝલ પરના આવા કેમિકલ અને બાયોડીઝલનો ટેકસ ગણવામાં આવે તો કરોડોની આવક સરકારને થાય છે. બાયોડીઝલ બધં થાય તો ડાયરેકટ પેટ્રોલ, ડીઝલની ટેકસની કરોડોની આવક સરકારને મળી શકે એ માટે સંભવત: જીએસટીને પણ આવા પમ્પો પર કાર્યવાહીની સૂચના છે. જ્યારે બાયોડીઝલમાં વપરાતા નબળી ગુણવત્તાના પ્રવાહીઓના કારણે હવાઈ પ્રદૂષણ વાહનોના ધૂમાડાથી થાય છે. આવા પ્રવાહી સ્ટોક કરવા, પરવાના, ચાકિંગ સહિતની તેમજ પ્રદૂષણ ઘટાડવાની મુખ્ય જવાબદારી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)ની છે. તેથી બાયોડીઝલના ગોડાઉનો, ફેકટરીઓ, પમ્પો પર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

August 18, 2021
women_military_police.jpg
1min827

સુપ્રીમ કોર્ટે આજરોજ તા.18મી ઓગસ્ટે આપેલા એક મહત્વના ચુકાદામાં મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. આ આદેશ ૫ સપ્ટેમ્બરે યોજાનારી એનડીએની પરીક્ષાથી જ લાગુ થશે. 

આ મામલે સુનાવણી દરમિયાન સેનાએ કહ્યું કે, એનડીએ પરીક્ષામાં મહિલાઓને સામેલ ન કરવી પોલિસી નિર્ણય છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ પોલિસી નિર્ણય છે તો તે ભેદભાવપૂર્ણ છે. જો કે, ૫ સપ્ટેમ્બરે પરીક્ષામાં બેસવાનો આદેશ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે.

અગાઉ, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે મહિલાઓને એનડીએની પરીક્ષામાં સામેલ કરવામાં આવે. સાથે અરજીમાં એવો ઉલ્લેખ પણ કરાયો હતો કે, લિંગના આધાર પર મહિલાઓને એનડીએમાં સામેલ કરવામાં આવતી નથી, જેથી તે સમાનતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કહી શકાય. 

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ૧૨ પાસ કરનારી મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે NDA અને નૌસેની એકેડમી પરીક્ષા આપવાના અવસરથી વંચિત કરી દેવામાં આવે છે. જેના લીધે યોગ્ય પાત્રતા ધરાવતી મહિલા ઉમેદવારોને પ્રવેશ મેળવવાનો કોઈ માર્ગ નથી. જ્યારે સમાન શિક્ષણ પ્રાપ્ત કરનાર પુરુષ ઉમેદવારોને પરીક્ષા આપવાનો અવસર મળે છે. 

August 18, 2021
esteem.jpg
1min429

મુંબઈમાં જુહુ પોલીસે એક અપંગ આરોપીની ધરપકડ કરી છે જે માત્ર એસ્ટીમ કારની ચોરી કરતો હતો. આ પાછળનું કારણ પોલીસને એ જાણવા મળ્યું હતું કે અપંગ હોવાથી તેને માત્ર એસ્ટીમ કાર ચલાવતાં જ ફાવતું હતું અને આજની મૉડર્ન કારનાં લૉક ખોલવાં તેને મુશ્કેલ પડતાં હતાં, જ્યારે એસ્ટીમનું લૉક તે તરત ખોલી શકતો હતો.

૬૦ વર્ષના ફરિયાદી વિલે પાર્લેના ગુલમોહર રોડ પર રહે છે. તેમની એસ્ટીમ કાર જુલાઈના ફર્સ્ટ વીકમાં ચોરી થઈ હતી. એની ફરિયાદ તેમણે જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં આસપાસના વિસ્તારોમાંથી મળેલાં સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં એક પગે બરાબર ચાલી ન શકતો યુવાન દેખાઈ આવ્યો હતો. એ જ યુવાન બે દિવસ પહેલાં કારપાર્કિંગની જગ્યાએ રેકી કરતો દેખાઈ આવ્યો હતો. એક ફૂટેજમાં મળેલા તેના ફોટોથી વધુ વિગત મેળવતાં તે આરોપી આનંદ હરિજન (૫૨ વર્ષ) હોવાની પોલીસને જાણ થઈ હતું.

જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીકાંત માનેએ કહ્યું હતું કે ‘આરોપીની અમે ધરપકડ કરીને તેની પૂછપરછ કરી ત્યારે તેણે કાર ચોરી કરવાનો ગુનો કબૂલ કર્યો હતો. તે થોડા સમય પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો અને બહાર આવી તેણે ફરી ચોરીઓ ચાલુ કરી હતી. આ પહેલાં તેના પર ૩૨ કરતાં વધુ ગુના ચોરીના નોંધાયા છે. આમાંના ૧૫ ગુનામાં તેણે એસ્ટીમ કાર ચોરી કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.’

August 18, 2021
cia_edu-1280x925.jpg
1min446

રાજ્યની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

રાજ્યમાં 7/6/21થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. હજુ પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડ શિક્ષણની શરૂઆત થઈ નથી પરંતુ દિવાળી વેકેશનની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઇ ગઇ છે.

તા.17મી ઓગસ્ટે ગુજરાત સરકારે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જે મુજબ 1લી નવેમ્બરથી 21 દિવસ દિવાળીનું વેકેશન જાહેર કરાયુ છે.

શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ અને બીજા સત્રમાં 136 દિવસ રહેશે. પ્રથમ સત્ર 30મી ઓક્ટોબર સુધી ચાલશે અને 1લી નવેમ્બરથી ર1 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

8 સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે

બીજા સત્રનો પ્રારંભ 22મી નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન 80 રજા નક્કી કરાઈ છે.

હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. બીજા સત્રની શરૂઆત 22 નવેમ્બરથી થઈ શકે છે, જેમાં અભ્યાસનાં 136 દિવસ રહેશે. નવેમ્બરનાં 8, ડિસેમ્બરનાં 26, જાન્યુઆરીના 24, ફેબ્રુઆરીનાં 24, માર્ચના 25, એપ્રિલનાં 23 અને મેના 6 દિવસ મળીને કુલ 136 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. આમ, પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ 253 દિવસનું સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય થશે. એમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસનાં 245 દિવસ બાકી રહેશે.

બીજુ સત્ર 7 મેના રોજ પૂર્ણ થયા બાદ 9 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જુન સુધી ચાલશે અને ત્યારબાદ નવું શૈક્ષણિક વર્ષ ચાલુ કરવામાં આવશે. જો કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ આ કેલેન્ડરમાં ફેરફાર થઈ શકે છે.

August 16, 2021
Cia_business_news-1280x936.jpg
1min469

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વેસ્ટર્ન રિજિયન એટલે કે સુરત ઓફિસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી પહેલા ડાયમંડ ઓક્શન હાઉસનું ઉદ્ઘાટન આજરોજ જીજેઇપીસી સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે કર્યું હતું. આ પ્રસંગે જીજેપીસી મુંબઇ સમેત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગકારો આજે સુરત આવ્યા હતા.

સુરત ડાયમંડ બુર્સ શરુ થતાની સાથે સુરતમાં માઈનીંગ કંપનીઓ દ્વારા કાચા હીરાનું વેચાણ થાય તે માટે સ્થાનિક હીરા ઉદ્યોગકારો અને આગેવાની સંસ્થાઓ છેલ્લાં દોઢ વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે વિશ્વના દેશોમાં ન જવું પડે અને કંપનીઓ, સંસ્થાઓ જ સ્વયં જ સુરતમાં આવીને કાચા હીરા, તૈયાર હીરા, સ્ટોન વગેરેનું જાહેર હરાજીથી વેચાણ કરી શકે તે માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ બિઝનેસ હબ ખાતે 2200 સ્કવેયર ફૂટના વિસ્તારમાં 16 કેબિનો ધરાવતું એક ઓકશન હાઉસ ઉભું કર્યું છે. સ્ટોરેજ ફેસેલિટી, સિક્યુરિટી સમેત ડાયમંડ ઓકશન માટેની તમામ માળખાગત સુવિધાઓ ધરાવતું ઓકશન હાઉસ તૈયાર થતાં આજરોજ જીજેઇપીસી સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન કોલિન શાહના હસ્તે તેને હીરા ઉદ્યોગને સમર્પિત કરવામાં આવ્યું હતું.

પહેલું ઓક્શન 18થી 21 ઓગસ્ટ દરમિયાન

સુરતના અલથામ ખાતે આજે ઉદઘાટિત કરાયેલા ભારતના પહેલા ડાયમંડ ઓકશન હાઉસમાં પહેલું ડાયમંડ ઓક્શન આગામી તા.18થી 21 ઓગસ્ટ દરમિયાન યોજાશે. વક્રડીમા કંપની દ્વારા આયોજિત સિન્થેટિંક ડાયમંડનું આ ઓકશન હશે. ત્રણ દિવસ લેબગ્રોન ડાયમંડ ખરીદવા ઇચ્છતા લોકો ત્રણ દિવસ દરમિયાન હીરાનો જથ્થો જોઇ શકશે અને પછી તેમણે તેમની ઓફર ઓનલાઇન આપવાની રહેશે.

કાચા હીરા માટે ઉદ્યોગપતિઓએ વિદેશના ધક્કા ખાવા નહીં પડે

દિનેશ નાવડિયા  જીજેઈપીસી ગુજરાત રિજિયન ચેરમેન

અત્યાર સુધી કાચા હીરા કે અન્ય મટિરિયલ્સ માટે સુરતના હીરા ઉદ્યોગકારોએ વિદેશોમાં ફરવું પડતું હતું. કેટલીક વખત હરાજીમાં અનૂકુળ કિંમતે માલ ન મળે તો ધક્કો પણ પડતો, પણ હવે વિદેશોમાં જે રીતે હીરાની હરાજી થાય તેવું જ ભારતનું પહેલું ડાયમંડ ઓક્શન હાઉસ સુરતમાં 22 કરોડના ખર્ચે તૈયાર થયું છે. જ્યાં રફ કે પોલિશ્ડ ડાયમંડની સાથો સાથ ડાયમંડ-ગોલ્ડ જ્વેલરી, ગોલ્ડ-સિલ્વરનું સુરતની કે દેશની કંપનીઓ સહિત ઈન્ટરનેશનલ કંપનીઓ પણ સરળતાથી ઓક્શન કરીને તેનું ખરીદ-વેચાણ કરી શકશે.

August 15, 2021
lalkilaa.jpg
1min427
Independence Day 2021: Is India Celebrating 74th or 75th Independence Day  This Year?

દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે પહેલી વખત ભારતીય હવાઇદળના બે મી-૧૭ ૧વી હૅલિકોપ્ટર ત્યાં ફૂલવર્ષા કરી હતી. સમગ્ર વિશ્વમાં ભારતીયો અને ભારતમાં કરોડો નાગરીકો 75મો સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવી કરી રહ્યા છે.

ભારત આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે કરી રહ્યું છે અને એ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાની માહિતી મંત્રાલયે જાહેર કરી હતી. 

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રસંગે ઑલિમ્પિકમાં મેડલ મેળવનાર ૩૨ ખેલાડી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (સાઇ)ના બે અધિકારીઓ આજે લાલ કિલ્લા પર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય સ્થળ સામે આવેલા જ્ઞાન પથ પર હાજરી આપવા માટે ૨૪૦ ઑલિમ્પિક ખેલાડીઓ , સપોર્ટ સ્ટાફ અને સાઇ તથા સ્પોર્ટ ફેડરેશનના અધિકારીઓને હાજર રહ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા દરમિયાન ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ સ્વાસ્થ્ય કર્મચારીઓને બિરદાવવા માટે લાલ કિલ્લા પર ડાબી બાજુએ અલગથી બ્લોક બનાવવામાં આવ્યો હતો.

ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન લાલ કિલ્લા પર બાંધવામાં આવેલા સ્ટેજ પર જશે, અહીં સંરક્ષણ પ્રધાન, સર્વોચ્ચ સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત, આર્મીના વડા જનરલ એમ. એમ. નરવણે, નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીરસિંહ અને વાયુસેના અધ્યક્ષ એર માર્શલ આર. કે. એસ. ભદોરિયા એમનું સ્વાગત કર્યું હતું. 

August 14, 2021
Scrapping-India.jpg
1min383

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાયેલી પહેલી સ્ટેટ ઇન્વેસ્ટર સમિટમાં ભારતના અર્થતંત્રને વેગ આપનારી નવી ઓટોમોબાઇલ ક્રેપ નીતિની સત્તાવાર જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી. તેમણે આ તકે કહ્યું કે, પહેલી ઓક્ટોબરથી નવી નીતિ લાગુ થશે. નીતિ દેશમા રૂ. 10,000 કરોડનુ નવું રોકાણ લાવશે અને અસંખ્ય રોજગારીનું નિર્માણ કરશે. આ યોજનાને સરકારે કચરામાંથી કંચન ગણાવી હતી. આ નીતિના પગલે અલંગ અને કચ્છમાં ક્રેપ યાર્ડ શરૂ થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતુ કે આ નીતિમાં સામાન્ય પરિવારોને દરેક રીતે ફાયદો થશે. ગાડીને ક્રેપ કરવા પર એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ જેની પાસે હશે તેણે નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે કોઇ પૈસા આપવા નહી પડે. તેની સાથે જ રોડ ટેક્સમાં પણ છૂટ આપવામાં આવશે. બીજો લાભ એ થશે કે જૂની ગાડીનો નિભાવ ખર્ચ, મરામત ખર્ચ, ઇંધણ કાર્યક્ષમતામાં પણ બચત થશે. ત્રીજો લાભ કે જે જીવનસાથે સંકળાયેલો છે તે એ છે કે જૂની ગાડી, જૂની ટેકનોલોજીને કારણે માર્ગ અકસ્માતનો પણ ખતરો વધુ રહે છે, જેમાંથી મુક્તિ મળશે.’

આ કાર્યક્રમમાં કેન્દ્રિય પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીએ આપેલા પ્રવચનમાં ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ ક્રેપ પ્લાન્ટ શરુ થઇ શકે તેમ જણાવ્યું હતુ. એ ઉપરાંત કચ્છમાં પણ જૂના વાહનો ક્રેપ કરવા માટે પાર્ક સ્થાપવાની વાત થઇ હતી.

વડાપ્રધાને પ્રવચનમાં જણાવ્યું હતુ કે ફોર્મલ ક્રેપીંગનો શું લાભ છે તેનો ગુજરાતે સાક્ષાત્કાર કર્યો છે. ગુજરાતના અલંગને શિપ રિસાયક્લીંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. અલંગ દુનિયાની શિપ રિસાકક્લીયંગ ઉદ્યોગમાં પોતાની હિસ્સેદારી ઝડપથી વધારી રહ્યુ છે. શિપ રિસાયક્લીંગના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે નવી રોજગારીની તકો વિકસાવી છે. આ સમગ્ર બાબતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ્ડ મેનપાવર પણ છે. આમ અલંગ ખાતે જહાજો બાદ ગાડીઓનું ક્રેપીંગનું પણ મોટુ હબ બની શકે છે.

ભારતની આઝાદીનું 75મુ વર્ષ આવી રહ્યુ છે ત્યારે આ નીતિ નવા ભારતની મોબિલિટી, ઓટો ક્ષેત્રને એક નવી ઓળખ આપશે. મોબિલીટીમાં આવેલી આધુનિકતા, ટ્રાવેલ અને

વાહનવ્યવહારનો બોજ તો ઘટાડે જ છે પરંતુ આર્થિક વિકાસ માટે પણ મદદ સાબિત થાય છે. 21મી સદીનું ભારતે ચોખ્ખુ, ટ્રાફિક મુક્ત અને સાનુકૂળ મોબિલીટીનું લક્ષ્ય લઇને ચાલવુ જોઇએ, તે આજે સમયની માગ છે.’

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન’ નીતિન ગડકરીએ જણાવ્યું કે, દેશમાં સૌથી વધુ રોજગારી અને’ ટેક્સ આપતું ક્ષેત્ર ઓટોમોબાઇલનું છે, જે હવે વેગ પકડશે. પ્રદુષણની સાથે સાથે વાહનોની ફિટનેસ અને રોડ સેફ્ટી પર અમે વિશેષ ભાર મૂક્યો છે. ભારતમાં અંદાજે એક કરોડ ગાડીઓ ફિટનેસ વગર ચાલતી હતી જે પ્રદૂષણની સાથો સાથ અને સેફ્ટીની બાબતમાં પણ નુકશાનકારક છે અને આ જ બાબત ક્રેપેજ પૉલિસી તૈયાર થવા બાબતનું મુખ્ય પરિબળ હતું. જૂના વાહનો ક્રેપ થતા 10 થી 12 ટકા પ્રદૂષણ ઘટશે.

ગડકરીએ કહ્યું કે, ઉત્પાદન વધતા સરકારને જીએસટીમાં 30થી 40 હજાર કરોડનો ફાયદો થશે. નવા વાહનોની ખરીદીમાં પાંચ ટકાની છૂટ મળશે. જિલ્લામાં જ’ ક્રેપિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટર નિર્માણ પામશે પરિણામે માલીકોએ વ્હિકલ ક્રેપ કરવા વધુ દૂર નહીં જવું પડે. આ પૉલિસીથી અલંગ ખાતે ઈન્ટિગ્રેટેડ રિસાયક્લિગ હબ બનશે.’

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ કે, ગુજરાત ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ છે જેના પરિણામે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓ અને બીજી ઘણી મોટી ઉત્પાદન કંપનીઓ છે. વિકાસના પરિણામે મોટા ઓટોમોટિવ ઉત્પાદકોની હાજરી તેમજ રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે.પર્યાવરણના જતન માટે જૂના વાહનોને ક્રેપ કરવાનું જરૂરી બની ગયું છે અને તેના માટે સુવિધાઓ વિકસાવવી એ માટે આપણે પ્રયાસો કરવા પડશે.

એશિયાના દેશો ક્રેપિંગ માટે ગુજરાતમાં ક્રેપ મોકલશે, જે કંડલાના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂનાં વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળે ભંગારવાડા બનાવવામાં આવશે.’

આ પોલિસી લાગુ થતાં જ જૂનાં વાહનો ક્રેપમાં જશે. ગુજરાતમાં કુલ મળીને 16,43,218 વાહન ભંગારવાડે જાય તેવો અંદાજ છે. કેન્દ્ર સરકારે પોલિસી જાહેર કરશે ત્યાર બાદ ગુજરાત સરકાર એમાં આંશિક ફેરફાર કરે એવી પણ શક્યતા છે.’