નવા મહિનાની શરુઆત થતાની સાથે ગરીબ અને મધ્ય પરીવારની કમર તૂટી જાય તેવી ખબર આવી છે. ફરી એકવાર ઘર વપરાશના ગેસના બાટલાના ભાવમાં વધારો થયો છે.
LPG સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજા મહિને વધારો થયો છે. સરકારી ઓઈલ કંપની (Oi lPSUs)એ LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં હવે સબસિડીવાળા 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 884.50 પર પહોંચી ગઈ છે. આ પહેલા રાજધાની દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 859.20 રૂપિયા હતી. પહેલી જુલાઈથી સિલિન્ડરની કિંમતમાં 75.50 રૂપિયાનો વધારો થયો છે. જુલાઈમાં તેની કિંમતમાં 25.50 રૂપિયા અને ઓગસ્ટમાં 25 રૂપિયાનો વધારો થયો હતો. આ ભાવ વધારાની અસર ગુજરાત પર પણ પડી છે.
સબસિડીવાળા એલપીજીની કિંમત 1 જાન્યુઆરીથી કુલ 190 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી છે. કોલકાતામાં 14.2 કિલોગ્રામ સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 911 રૂપિયા અને મુંબઈમાં 884.50 રૂપિયા તથા ચેન્નાઈમાં 900.50 રૂપિયા થઈ ગઈ છે. સરકારે દર મહિને કિંમતોમાં વધારો કરીને એલપીજી પર મળતી સબસિડીને ખતમ કરી દીધી છે. ઘરેલુ રસોઈ ગેસની કિંમત પાછલા સાત વર્ષમાં બમણી કરતા વધુ થઈ ગઈ છે. 1 માર્ચ 2014ના રોજ ઘર વપરાશના ગેસના બાટલાની કિંમત 410.5 રૂપિયા હતી.
સબસિડીવાળા ગેસના બાટલા ગેસના બાટલાની સાથે 19 કિલોના કર્મસિયલ સિલિન્ડર પર પણ 75 રૂપિયાનો વધારો થયો છે, હવે તેની કિંમત વધીને દિલ્હીમાં 1693 રૂપિયા થઈ ગઈ છે.
કોરોના રસીકરણમાં Dt 31/8/2021 મંગળવારે દેશમાં વધુ એક કીર્તિમાન સ્થાપિત થયો છે. એક જ દિવસમાં સૌથી વધુ લોકોના રસીકરણનો અગાઉનો વિક્રમ તોડતા આજે આશરે 1.09 કરોડ રૂપિયાને રસી લગાડવામાં આવી હતી. છેલ્લા પાંચ દિવસમાં જ બીજીવખત દેશમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ એક જ દિવસમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ વિશે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી હતી. આ પહેલાં 27મી ઓગસ્ટે એક દિવસમાં એક કરોડ લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 6પ કરોડ જેટલા રસીના ડોઝ આપી દેવામાં આવ્યાં છે. દેશમાં પ0 કરોડ લોકોને અત્યાર સુધીમાં કોરોના રસીનો પહેલો ડોઝ મળી ગયો છે.
કેરેલા સમેત સમગ્ર ભારતમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં મળી આવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પોણા દોઢ વર્ષમાં સૌથી ઓછા કેસો તા.28મી ઓગસ્ટ 2021ના રોજ મળ્યા છે. ગુજરાતમાં સતત 9 દિવસ સુધી કોરોનાના 20થી ઓછા કેસ નોંધાયા બાદ 28/9/2021 મોટી રાહત મળી છે.
છેલ્લાં 24 કલાકમાં 512 દિવસ પછી રાજ્યમાં 10 નવા કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 8,25,386 થયો છે. જેમાંથી આજે વધુ 14 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યાર સુધીમાં કુલ 8,15,154 દરદી ડિસ્ચાર્જ થયા છે.
બીજી તરફ હવે સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યમાં 17 જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી અને બાકીના જિલ્લાઓમાં થઈને કુલ 151 દરદી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે, જેમાં 4 દરદી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં 48, અમદાવાદમાં 37 તથા સુરતમાં 19 દરદી સારવારમાં છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં એક્ટિવ કેસનો આંક સિંગલ ડિઝીટમાં છે.
28/9/2021 રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મનપા તેમજ અન્ય 31 જિલ્લામાં એક પણ નવા કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદમાં 4, વડોદરામાં 3, જામનગર, મહીસાગર અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે. તો બીજી તરફ વડોદરામાંથી 5, અમદાવાદમાંથી 4, સુરતમાંથી 2, ભાવનગર, અમરેલી તથા દાહોદમાંથી 1-1 દરદી કોરોનામુક્ત થયા હતા. રાજ્યમાં અત્યારે બનાસકાંઠા, પંચમહાલ, પાટણ, ભરૂચ, અમરેલી, ખેડા, સાબરકાંઠા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, નવસારી, મોરબી, વલસાડ, તાપી, દ્વારકા, પોરબંદર, છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી.
રાજ્યમાં હજી સુધી માત્ર ૪૨ ટકા જ સરેરાશ વરસાદ જ થયો છે. ૨૨ તાલુકાઓમાં હજુ પાંચ ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. ગત વર્ષે આ સમય સુધી સરેરાશ ૧૦૮ ટકા વરસાદ થઇ ગયો હતો. આ વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી પુરવઠા બોર્ડના રિપોર્ટ પ્રમાણે રાજ્યના ચાર જિલ્લાના આઠ તાલુકાના ૨૩ ગામ અત્યારે પાણી માટે ટેન્કરના સહારે છે.
બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકાના ૨૩ ગામમાં ૧૩ ટેન્કરો દ્વારા રોજના ૫૬ ફેરાઓ કરી પાણી પહોંચાડવામાં આવે છે.
બનાસકાંઠાના ત્રણ તાલુકામાં ૧૧ ગામ, સુરેન્દ્રનગરમાં બે તાલુકામાં ત્રણ ગામ, કચ્છમાં બે તાલુકાના સાત ગામ, દેવભૂમિ દ્વારકામાં એક તાલુકાના બે ગામમાં ટેન્કરથી પાણી જાય છે. કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ ૨૭ ફેરા કરવામાં આવે છે.
બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં રોજના ૧૨-૧૨ ફેરા થાય છે. ભુજના કોટાય ગામમાં ટેન્કરોથી સૌથી વધારે રોજનાઆઠ ફેરા કરવામાં આવે છે. ભુજના જ ધ્રોબાણા ગામમાં રોજના સાત ફેરા કરવામાં આવે છે.
આ તમામ આંકડાઓ પાણી પુરવઠા બોર્ડના છે. આ સિવાય પણ ગામોમાં ખાનગી ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો અંદાજ છે.
ટોક્યો પેરાલિમ્પિકસમાં ભારતની ગુજરાતી ભાવિના પટેલે ટેબલ ટેનિસના વર્ગ-૪ ની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં તેનો મુકાબલો વિશ્વની નંબર વન ચીની ખેલાડી ઝોઉં યિંગ સામે હતો તેની સામે તે 11-7, 11-5, 11-6થી હારી જતા ભાવિનાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ટેબલ ટેનિસમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે.
જોરદાર હંગામા વચ્ચે કેન્દ્રીય પ્રધાનની ધરપકડ કરવામાં આવી. શહેરમાં પણ ઠેર-ઠેર બીજેપી અને શિવસેનાના કાર્યકરો બાખડી પડ્યા
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સોમવારે બીજેપીની જન આશીર્વાદ યાત્રા દરમ્યાન મહાડમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આપણો દેશ ક્યારે સ્વતંત્ર થયો હતો એ વર્ષ ભૂલી ગયા હોવાથી પોતાના સહયોગીને પૂછ્યું હતું. આ બહુ શરમજનક છે કે મુખ્ય પ્રધાનને ખબર નથી કે આપણને સ્વતંત્ર થયાને કેટલા વર્ષ થયાં? પોતાના ભાષણ દરમ્યાન પાછળ જોઈને તેમણે સહયોગીને પૂછ્યું હતું. એ સમયે હું તેમની પાસે હોત તો તેમને કાન નીચે વગાડી દેત. નારાયણ રાણેના આ નિવેદનથી રાજ્યભરમાં ઘમસાણ મચી ગયું છે. નારાયણ રાણે સામે નાશિક, મહાડ, પુણે, થાણે સહિત એફઆઇઆર નોંધાયા બાદ ગઈ કાલે બપોર બાદ તેમની રત્નાગિરિના સંગમેશ્વરમાંથી પોલીસે ધરપકડ કરી હતી.
નારાયણ રાણેના વકીલોએ રત્નાગિરિની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. તેમના વકીલોએ નાશિક સાઇબર પોલીસે નોંધેલી ફરિયાદમાં ધરપકડથી બચવા માટે કરેલી અરજી કોર્ટે માન્ય નહોતી રાખી. ત્યાર બાદ તેમના વકીલો મુંબઈ હાઈ કોર્ટમાં ગયા હતા જ્યાં તેમની અરજી ઉતાવળે સાંભળવાનો કોર્ટે ઇનકાર કરી દીધો હતો.
રત્નાગિરિમાં હાઈ-વૉલ્ટેજ ડ્રામા
નારાયણ રાણેએ પોતાની સામેની પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતાં રત્નાગિરિના પોલીસવડાએ પાલક પ્રધાન અનિલ પરબનો સંપર્ક કરીને તેમને માહિતી આપી હતી. રાણેએ ધરપકડ કરતાં પહેલાં અરેસ્ટ વૉરન્ટની માગણી કરી હતી. જોકે સેશન્સ અને હાઈ કોર્ટ તરફથી રાહત મળી ન હોવાથી વૉરન્ટની જરૂર ન હોવાનું અનિલ પરબે કહેતાં બાદમાં તેમની ધરપકડ કરાઈ હતી. જોકે એ પહેલાં બીજેપીના સ્થાનિક નેતા પ્રમોદ જઠારે કેન્દ્રીય પ્રધાનની પોલીસ ધરપકડ ન કરી શકે એમ કહ્યું હતું. નારાયણ રાણેનું બ્લડ-પ્રેશર અને શુગર-લેવલ વધી ગયું હોવાથી તેમની ડૉક્ટરે તપાસ કરી હતી અને બાદમાં પોલીસ સાથે રવાના કરાયા હતા. આ સમયે રાણેના સમર્થકોએ જોરદાર વિરોધ કર્યો હતો. જોકે પોલીસે બધાને વિખેરી નાખ્યા હતા. કેટલાક સમર્થકોએ તો ખુરસીઓ ફેંકીને વિરોધ કર્યો હતો. એક સમર્થક તો રાણેની કારની સામે સૂઈ ગયો હતો. બીજેપીએ એવો આક્ષેપ કર્યો છે કે પોલીસે રાજકીય દબાવમાં આવીને નારાયણ રાણેને જમવા પણ નહોતા દીધા. તેઓ જમતા હતા ત્યારે જ લઈ જવામાં આવ્યા હતા.
રાણેની ખિલાફ ચાર એફઆઇઆર
રાણેના નિવેદનને લઈને નાશિકના શિવસેનાના પ્રમુખ સુધાકર બડગુજરે નાશિકના મહાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં સુધાકરે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન અને એક બંધારણીય પદ પર છે એટલે તેમના વિશે આપવામાં આવેલું નિવેદન આખા રાજ્ય માટે અપમાન છે. પોલીસે નારાયણ રાણેની વિરુદ્ધ ૫૦૦, ૫૦૨, ૫૦૫ (બી) અને ૧૫૩ (એ) અંતર્ગત કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાણેના નિવેદનથી સમાજમાં નફરત અને તિરાડ પેદા થઈ શકે છે તેમ જ કાયદો-વ્યવસ્થાની સમસ્યા પેદા થઈ શકે છે. એ પછી નાશિક પોલીસે રાણેની વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ ઇશ્યુ કર્યું છે. એ પછી પુણેના ચતુઃશ્રૃંગી પોલીસ સ્ટેશનમાં યુવા સેનાના સચિવ રોહિત કદમે આઇપીસીની કલમ ૧૫૩, ૧૫૩ બી(૧)(સી), ૫૦૨ (૨) અંતર્ગત કેસ નોંધાવ્યો છે. આ રીતે કેસ રાયગડના મહાડમાં પણ નોંધવામાં આવ્યો છે.
‘મુરઘીચોર’નાં પોસ્ટર્સ લાગ્યાં
નારાયણ રાણેના નિવેદન પછી રાતોરાત મુંબઈના દાદર વિસ્તારમાં શિવસૈનિકોએ તેમની વિરુદ્ધ પોસ્ટર લગાવ્યાં હતા. એમાં નારાયણ રાણેના ફોટો સાથે ‘કોમ્બડી ચોર’ એટલે કે મરઘી ચોર લખ્યું હતું. આ સિવાય મોડી રાત્રે રાણેના નિવાસસ્થાન પર શિવસેનાના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને દેખાવો પણ કર્યા હતા. બીજી બાજુ ગઈ કાલે દિવસ દરમ્યાન મુંબઈ સહિત આખા રાજ્યમાં બીજેપી-શિવસેનાના સમર્થકો સામસામે આવી ગયા હતા.
ગઈ કાલે બપોરે જુહુ વિસ્તારમાં આવેલા નારાયણ રાણેના બંગલા પાસે જોરદાર હંગામો થયો હતો. આ જ રીતે મુંબઈના જુદા-જુદા વિસ્તારો ઉપરાંત થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગરમાં પણ બન્ને પાર્ટીના કાર્યકરો બાખડી પડ્યા હતા. નારાયણ રાણેની ધરપકડ બાદ મુંબઈમાં ઠેર-ઠેર નાકાબંધી કરવામાં આવી હતી.
રાણેને પ્રધાનપદેથી દૂર કરો
શિવસેનાના નેતા અને સંસદસભ્ય વિનાયક રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નારાયણ રાણેને પ્રધાનપદેથી દૂર કરવાની માગણી કરી હતી. વિનાયક રાઉતનો પત્ર મળ્યાની ગણતરીની મિનિટોમાં જ તેમને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યો હતો કે પ્રધાનમંત્રી વ્યસ્ત હોવાથી આ બાબતે તમે ગૃહપ્રધાનના સંપર્કમાં રહો, તમારો પત્ર તેમને મોકલી આપવામાં આવ્યો છે.
ઉદ્ધવ ઠાકરેને જે કરવું હોય એ કરવા દો, મારે જે કરવું છે એ હું કરીશ,અમે પણ રાજકારણમાં છીએ : નારાયણ રાણે
પોલીસે ધરપકડ કર્યા બાદ નારાયણ રાણેએ એક પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેને જે કરવું હોય એ કરવા દો, મારે જે કરવું છે એ હું કરીશ. તે કાયમ થોડા મુખ્ય પ્રધાન રહેશે. આવી રીતે કાયદાનો દુરુપયોગ કરવાના હશે તો અમે પણ રાજકારણમાં છીએ.’
ઉદ્ધવ ઠાકરે વિશેના વિવાદાસ્પદ નિવેદન બાબતે હવે શું લાગે છે? આ સવાલના જવાબમાં નારાયણ રાણેએ કહ્યું હતું કે મેં થપ્પડ મારીશ એમ કહ્યું જ નથી. તેમણે ભાષણ આપતાં પહેલાં ઇતિહાસ વાંચી લેવાની જરૂર હતી એમ કહ્યું હતું. ત્યાર બાદ હું જો ત્યાં હોત તો તેમને થપ્પડ મારી હોત એમ કહ્યું હતું.
15/8/2021 બુધવારથી શરૂ થતાં ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 2-0ના અપરાજીત સરસાઇના લક્ષ્ય સાથે મેદાને પડશે. પાંચ મેચની શ્રેણીમાં હાલ ભારત 1-0થી આગળ છે.
ઇંગ્લેન્ડનો ઇરાદો પલટવાર કરીને શ્રેણી 1-1ની બરાબરી પર લાવવાનો રહેશે. ત્રીજા ટેસ્ટ માટે રાહતની વાત એ છે કે અહીં વરસાદની શકયતા ઓછી છે. આથી ચોથા અને પાંચમા દિવસે હેડિંગ્લેની પિચ પર સ્પિનરોને મદદ મળી શકે છે.
ભારતીય ઇલેવનમાં સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સ્થાને તક મળી શકે છે. જે બેટિંગમાં તો શાનદાર દેખાવ કરી રહ્યો છે, પણ બન્ને ટેસ્ટમાં તેના ખાતામાં એક પણ વિકેટ નથી. ત્રીજો ટેસ્ટ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 3-30થી શરૂ થશે.
નાણાં મંત્રાલયે રવિવાર તા.23મીએ આવકવેરા વિભાગના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલમાં આવી રહેલી સમસ્યાઓ અંગે કડકાઇપૂર્ણ કાર્યવાહી કરતા ઇ પોર્ટલનો કોન્ટ્રાક્ટ ધરાવતી ઇન્ફોસિસ કંપનીને તા.23મીએ હાજર રહેવા માટે સમન્સ આપ્યા હતા અને તે અંગેનું ટ્વીટ પણ કર્યું હતું.
Ministry of Finance has summoned Sh Salil Parekh,MD&CEO @Infosys on 23/08/2021 to explain to hon'ble FM as to why even after 2.5 months since launch of new e-filing portal, glitches in the portal have not been resolved. In fact,since 21/08/2021 the portal itself is not available.
આવકવેરા વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે,નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ બોલાવીને નવા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં અઢી મહિના બાદ પણ કેમ સમસ્યાઓનો હલ આવ્યો નથી. 21 ઓગસ્ટે તો પોર્ટલ બિલકુલ ઉપલબ્ધ નથી.
મંત્રાલયે આ પોર્ટલ બનાવનાર ટેકનોલોજી કંપની ઇન્ફોસિસના સીઇઓ અને એમડી સલિલ પારેખને સમન્સ જારી કર્યું હતું. સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ હાજર રહેવા કહેવામાં આવ્યું છે.
આવકવેરા વિભાગની નવી વેબસાઈટ 7 જૂને શરૂ કરવામાં આવી હતી. તેને ઇન્ફોસિસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેને વિકસાવવા માટે આશરે 4241 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. શરૂઆતથી જ સમસ્યાઓ આપતું આ પોર્ટલ છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણપણે બંધ છે, ત્યારબાદ નાણાં મંત્રાલયે આ કડકતા દર્શાવી છે.
શરૂઆતથી જ આ વેબસાઇટ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે અને આ પ્રક્રિયા લગભગ અઢી મહિના પછી પણ ચાલુ રહે છે. આના પર ન તો ચલન નંબર માન્ય થઈ રહ્યો છે અને ન તો દસ્તાવેજ ઓળખ નંબર (ડીઆઈએન) ઓટો પોપ્યુલેટેડ છે. વિવાદ સે વિશ્વાસ યોજના લિંક પણ કામ કરી રહી નથી.
આવકવેરા વિભાગનું તમામ કામ ઓનલાઈન જ થાય છે. આવી સ્થિતિમાં, વેબસાઇટના કામ ન કરવાને કારણે મોટી સમસ્યાઓ ઉભી થઈ છે. ન તો લોકો રિટર્ન ફાઇલ કરી શકે છે અને ન તો ડિપાર્ટમેન્ટના કોઇ પ્રશ્નનો જવાબ આપી શકે છે. નાણા મંત્રાલય પણ આ અંગે ઘણી ટીકા અને પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે.
વર્ષોથી ચાલી રહેલી હૉલમાર્કિંગની પદ્ધતિ સરળ અને ગ્રાહક-ફ્રેન્ડ્લી હોવા છતાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા દેશમાં અમલમાં મૂકવામાં આવેલી ફરજિયાત હૉલમાર્કિંગ પ્રક્રિયામાં રહેલી ગૂંચવણો અને મૂંઝવણોના વિરોધમાં જ્વેલરોનાં વિવિધ અસોસિએશનો અને ફેડરેશનો દ્વારા બનાવાયેલી નૅશનલ ટાસ્ક ફોર્સની હાકલને પગલે ભારતભરના જ્વેલરો સોમવાર, ૨૩ ઑગસ્ટે દેશભરમાં એક દિવસની પ્રતીક હડતાળ પર જશે. આ દિવસે દેશભરની જ્વેલરી શૉપ અને શોરૂમો બંધ રહેશે.
નવી હોલમાર્કિંગ સિસ્ટમનો આશય જ સ્પષ્ટ નથી
આજ સુધી આ હૉલમાર્ક સામે ગ્રાહકોની કોઈ જ ફરિયાદ નથી. એ પદ્ધતિ કસ્ટમર-ફ્રેન્ડ્લી હતી, જેમાં ગ્રાહકોને જ્વેલર પાસેથી કલાકોમાં હૉલમાર્કવાળી જ્વેલરી મળી જતી હતી. આમ છતાં BIS નવી સિસ્ટમ લાવીને આખી પ્રક્રિયાને ગૂંચવણભરી બનાવી રહી છે. જૂની હૉલમાર્ક સિસ્ટમથી ગ્રાહકો માટે જ્વેલરીની ખરીદી અને વેચાણ ખૂબ જ સરળ હતાં. સૌથી મહત્ત્વનું એ હતું કે એમાં ગ્રાહકને વર્ષો પછી પણ તેમણે કયા જ્વેલર પાસેથી જ્વેલરી ખરીદી કરી છે એની જાણકારી મળતી હતી. આમ છતાં બીઆઇએસ નવી સિસ્ટમ લાવીને શું પ્રૂવ કરવા ઇચ્છે છે એ સમજાતું નથી. નવી સિસ્ટમ વધુ ગૂંચવણ અને મૂંઝવણભરેલી છે, જેને જ્વેલરો તથા ગ્રાહકો બંને માટે સરળ અને સુવિધાજનક બનાવવાની જરૂર છે. આ પ્રક્રિયા સરળ બને એ માટે સરકારે એક સ્વતંત્ર કમિટી રચવાની જરૂર છે.’
દેશવ્યાપી સંગઠન બન્યું પણ તેની રજૂઆતો બહેરા કાને અથડાઇ
બીઆઇએસની નવી હૉલમાર્કિંગ પ્રક્રિયાની ચર્ચા કરવા અને એને સરળ બનાવવા માટે ૩૫૦ અસોસિએશનો તથા ફેડરેશનો દ્વારા નૅશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી, જે સમગ્ર જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગના ચારેય ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમિતિનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હૉલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે. આ માટે બે સમિતિની રચના કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ ૧૦ બેઠકો યોજાઈ છે, પરંતુ હજી સુધી બીઆઇએસ દ્વારા લેખિતમાં કોઈ રાહત આપવામાં આવી નથી.
BIS માં નોંધણી કરાવીને પસ્તાય રહ્યા છે જ્વેલર્સ, ગ્રાહકોની સિક્રેટ બાબતેમાં દખલ કરે છે હોલમાર્કિંગ સિસ્ટમ
આ પ્રક્રિયા વ્યક્તિગત નાગરિકોની ડેટા ગોપનીયતા અને વ્યાવસાયિક ગુપ્તતામાં દખલ કરી રહી છે. જ્વેલર્સને લાગે છે કે બીઆઇએસમાં નોંધણી કરાવીને તેમણે તેમના પગ પર કુહાડો માર્યો છે. નવા એચયુઆઇડી (હૉલમાર્કિંગ યુનિક આઇડી)ને સોનાની શુદ્ધતા સાથે કોઈ સંબંધ નથી. એચયુઆઇડી ગ્રાહકોના હિતની વિરુદ્ધ અને વેપારમાં સરળતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. એચયુઆઇડી બોજારૂપ છે અને ગ્રાહકો માટે પજવણી તરફ દોરી જાય તેવી દહેશત સમગ્ર જ્વેલર્સ સમૂહમાં વર્તાય રહી છે.
નવું એચયુઆઇડી છ અંકનો કોડ છે જેનાથી બીઆઇએસને લાગે છે કે સોનાની શુદ્ધતામાં સુધારો થશે, પરંતુ બીઆઇએસ શુદ્ધતામાં કેવી રીતે સુધારો કરી શકે છે એ કોઈ પણ રીતે સાબિત કરી શકતું નથી. આ માત્ર એક ટ્રેકિંગ પદ્ધતિ છે. નવી પ્રક્રિયાને વિનાશક પ્રક્રિયા બનાવવામાં આવી છે જે અમારી જ્વેલરીને હૉલમાર્ક કરવામાં નુકસાન પહોંચાડે છે. રજિસ્ટ્રેશન રદ કરવું, દંડની જોગવાઈઓ, શોધ અને જપ્તીનું તત્ત્વ આખરે ઉદ્યોગમાં ઇન્સ્પેક્ટર રાજ લાવશે.
સમયનો વેડફાટ થાય છે નવી હોલમાર્કિંગ સિસ્ટમમાં
હાલમાં નવી માર્કિંગ સિસ્ટમ એટલે કે એચયુઆઇડી ઉત્પાદનોને હૉલમાર્ક કરવા માટે લગભગ પાંચથી દસ દિવસનો સમય લઈ રહી છે. પરિણામે એ સંપૂર્ણ અડચણરૂપ છે. ૧૬ જૂનથી ૨૫૬ જિલ્લાઓમાં હૉલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે દસથી બાર કરોડ ટુકડાઓનું ઉત્પાદન થાય છે. વધુમાં લગભગ છથી સાત કરોડના વર્તમાન સ્ટૉકમાં રહેલા ટુકડાઓ હજી હૉલમાર્ક કરવાના બાકી છે. આ એક વર્ષમાં હૉલમાર્ક કરવા માટે કુલ ટુકડાઓની સંખ્યાને લગભગ ૧૬થી ૧૮ કરોડ સુધી લઈ જશે. અત્યારે દિવસના બે લાખ ટુકડાઓને હૉલમાર્કિંગ કરવાની ક્ષમતા છે, જે મુજબ અત્યારના સંજોગોમાં ઉત્પાદનને હૉલમાર્ક કરવામાં લગભગ ત્રણથી ચાર વર્ષ જેટલો સમય લાગી જશે. આ સિવાય ઘણા મુદ્દાઓ છે. જેમ કે એક જ ટુકડા પર ડબલ એચયુઆઇડી, બહુવિધ જ્વેલરી પર સમાન એચયુઆઇડી પહેલેથી જ બીઆઇએસના ધ્યાન પર લાવવામાં આવ્યા છે. હાલની હૉલમાર્કિંગ પ્રક્રિયામાં વિલંબને કારણે મોટી સંખ્યામાં જ્વેલરી નિષ્ક્રિય પડી રહી છે અને બીઆઇએસ સમસ્યાઓ ઉકેલવાને બદલે જ્વેલરોની ચિંતામાં આગ લગાવી રહી છે.
આ પણ થવું જોઇએ એવી માગણી
નવી હૉલમાર્કિંગ પ્રક્રિયાઓ (એચયુઆઇડી)માં જ્વેલરી કાપવાનો, ગાળવાનો અને સ્ક્રૅપિંગનો સમાવેશ થાય છે. વેચાણ સિવાય સ્ટોરેજ, ડિસ્પ્લે, ટ્રાન્ઝિટ, એક્ઝિબિટ ટુ સેલ, મૅન્યુફૅક્ચરિંગ જેવી બાબતો બીઆઇએસ ઍક્ટ અને રેગ્યુલેશનમાંથી દૂર કરવામાં આવે.’
સામાન્ય નાગરિકોને રાહત આપવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈ ખાદ્યતેલ પરનો કરવેરો ઘટાડી દીધો છે. સોયાતેલ અને સૂર્યમુખી તેલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી પણ ઘટાડીને અડધી કરી દેવામાં આવી છે.
Currently, basic customs duty on crude palm oil is 15%, while it is 45% for all other categories of palmolein.
The effective duty, which includes cess and other charges, on crude palm oil will be 30.25%, while for refined palm oil it would be 41.25%
સોયાતેલ અને સૂર્યમુખી તેલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ૧૫ ટકાથી ઘટાડીને સાડાસાત ટકા કરી દેવામાં આવી છે જેને કારણે તહેવારો દરમિયાન નાગરિકોને થોડી રાહત મળશે. જોકે, સરકારે જાહેર કરેલી આ કપાત ૩૦ સપ્ટેમ્બર સુધી જ હશે.
નિષ્ણાતોનું કહેવું છે કે આનો સીધો મતલબ વિદેશથી મગાવવામાં આવતું ખાદ્યતેલ સસ્તું થઈ જશે. દેશની ખાદ્યતેલની કુલ વાર્ષિક જરૂરિયાત અંદાજે ૨.૫ કરોડ ટન જેટલી છે જેની સામે વર્તમાન સમયમાં ઘરઆંગણે ખાદ્યતેલનું ઉત્પાદન અંદાજે ૭૦થી ૮૦ લાખ ટન જેટલું હોવાને કારણે ભારત સરકાર એક વરસમાં રૂ. ૬૦,૦૦૦થી રૂ. ૭૦,૦૦૦ કરોડ ખર્ચીને ૧.૫ કરોડ ટન ખાદ્યતેલની ખરીદી કરે છે.
ગયા વરસે ભારતે મલયેશિયા અને ઈન્ડોનેશિયા પાસેથી ૭૨ લાખ ટન પામતેલ આયાત કર્યું હતું. બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી ૩૪ લાખ ટન સોયાતેલ તેમ જ રસિયા પાસેથી પચીસ લાખ ટન સૂર્યમુખી તેલની આયાત કરી હતી.
માગ અને પુરવઠા વચ્ચેની આ ખાઈને કારણે ઘરેલું બજારમાં ભાવ પર અસર જોવા મળે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.